22 March 2019

સીનીયર લોકો તમે સંતાનોના આશ્રિત બનીને જીવશો નહિ,

સાંજના સમયે માજી ખુરસીમાં બેઠા બેઠા ગીતા પાઠ વાંચી રહ્યા હતા !

બેડ રૂમમાંથી પુત્ર પુત્રવધુ સાથે સરસ તૈયાર થઈને બહાર આવ્યા !

પુત્ર વધુ બોલી " બા,ફ્રીજમાં ભાત પડ્યો છે,તે વઘારીને જમી લેજો,અમે પાર્ટીમાં જઈએ છીએ રાત્રે મોડા આવીશું ! "

માજી બોલ્યા " શાંતિથી જાવ,મારી ચિંતા કરશો નહિ,હું દૂધ ભાત પણ ખાઈ લઈશ !"

બંને પાર્ટીમાં જવા નીકળી ગયા !

☹🙁😕 !

અર્ધો કલાક ગાડી ચલાવીને પાર્ટી હોલ પર પહોચવાની તૈયારી હતી ત્યાં પુત્રએ યુ ટર્ન મારી ગાડી ઘર તરફ ભગાવી,
સમજુ પત્ત્ની સમજી ગઈ !

બંનેએ મનોમન ઘરે પહોચીને માજીના પગ પકડી માફી માંગી લેવાનું નક્કી કર્યું !

લિફટમાં દસમે માળે પહોચ્યા તો ઘરમાં મોટા અવાજે કોઈ ફિલ્મી ગીત વાગી રહ્યું હતું !

બેલ મારી તો માજીનો આવાજ સંભળાયો "

કાન્તા,દરવાજો ખોલ પીઝાવાળો ઝટ આવી ગયો લાગે છે ! "

દરવાજો ખુલ્યો તો ૯માં માળ પર રહેતા કાન્તાકાકીને ઉભેલા જોઇને પતિ પત્ત્ની આશ્ચર્ય પામી ગયા,ઘરમાં ગયા તો ફલેટના સાત આઠ માજી અને બે ચાર ડોસા હાથમાં કોકો- કોલાના ગ્લાસ સાથે,મ્યુઝીક સીસ્ટમ પર વાગતા " પાણી પાણી ----- " ગીત સાથે ઝૂમી રહ્યા હતા !

પુત્ર પુત્ર- વધુને જોઇને માજી થોડીક ક્ષણ અવાક થઇ ગયા,પણ સ્થિરતા જાળવી બોલ્યા " બેટા શું થયું પાર્ટી કેન્સલ થઇ,
વાંધો નહિ,
ચાલો હું ફોન કરી એક વધુ પીઝા મંગાવી દઉં છું !"

આ નવી વાર્તા પરથી યુવાનો એટલું સમજી લે કે ઘરડા માતા પિતાને લાચાર સમજવાની ભૂલ કદાપી કરશો નહિ,
તમે આજે જે જીવનના પાઠ ભણી રહ્યા છો,તેમાં તમારા જન્મ દાતા PHD થયેલા છે !
સીનીયર લોકો તમે સંતાનોના આશ્રિત બનીને જીવશો નહિ,

તમારી પીએચડીની ડીગ્રીનો ઉપયોગ કરીને જીવો !

17 March 2019

કોઈ પણ અધિકારી ની  પ્રતિષ્ઠા અને સફળતાનું કારણ તેની નીચે કામ કરનારા નાના કર્મચારી જ હોય છે.

*મેનેજમેન્ટ કથા*

ઉનાળાની બપોરે એક દિવસ જંગલમાં સિંહ પોતાની ગુફા પાસે આળસ ખાતા ખાતા બેઠો હતો.

ત્યાંથી શિયાળ નીકળ્યું.

શિયાળ : જરા કહેશો કેટલા વાગ્યા મારી ઘડિયાળ તૂટી ગઈ છે.

સિંહ : અરે મને આપને, હું તેને હમણાં જ ઠીક કરી દવ છું.

શિયાળ : અરે રેવાદે ! ઘડિયાળની અંદર બહુ કોમ્પ્લેક્ષ હોય બધું,

તારા પંજા પડશે તો સાવ ભુક્કા જ કરી નાખશે.

સિંહ : પણ મને આપ તો ખરા!

શિયાળ : ખોટે ખોટી રેવા દે, મુરખને પણ ખબર પડી જાય કે સિંહ ક્યારેય ઘડિયાળ ઠીક ના કરી શકે.

સિંહ : અરે ના ના! એવું નથી સિંહ પણ કરી શકે લાવ દે મને.

સિંહ તેની ગુફામાં ગયો અને થોડીવારમાં દોડતો દોડતો પાછો આવ્યો,

શિયાળે જોયું તો ઘડિયાળ એકદમ પરફેક્ટ હતી.

શિયાળતો ખુશ થઇ ગયો,

સિંહ પોતાની આવડતનું અભિમાન કરતા કરતા ફરી આળસ ખાવા લાગ્યો.

થોડીવાર બાદ ત્યાં એક ભાલુ આવ્યો.

ભાલુ : આજે રાત્રે હું તારી ઘરે ટી.વી. જોવા આવીશ કારણકે મારું ટી.વી. ખોટવાઈ ગયેલ છે.

સિંહ : અરે મને આપી દે હું ઠીક કરી દવ.

ભાલુ : રેવાદે, ટી.વી.ની અંદરની મશીનરી બહુ જ જટિલ હોય છે.

તારા હાથના મોટા પંજા તેને વધારે જટિલ કરી દેશે. હા હા હા...

સિંહ : કઈ વાંધો નહિ. ટ્રાય કરવા તો આપ.

સિંહ તેની ગુફામાં ગયો, થોડીવાર માં દોડતો દોડતો પાછો આવ્યો, ઠીક થઇ ગયેલ ટી.વી. પાછુ ભાલુંને આપ્યું.

ભાલુ તો જોતો જ રહી ગયો કે આ કેમ થયું !

તે ખુશ થતા થતા ઘરે ગયો.

રહસ્ય :

સિંહ ની ગુફામાં એક ખૂણામાં એક ડઝન જેટલા નાના અને બુદ્ધિશાળી સસલા ૨૪*૭ આ જ કામ કરતા.

જયારે બીજા એક ખૂણામાં એક સિંહ બેસીને ધ્યાન રાખતો.

*મોરલ :*

*કોઈ પણ અધિકારી ની  પ્રતિષ્ઠા અને સફળતાનું કારણ તેની નીચે કામ કરનારા નાના કર્મચારી જ હોય છે.*

15 March 2019

ગડબડ ક્યાં થઈ ??

" ગડબડ ક્યાં થઈ ?? "
એક બહુ જ હોશિયાર છોકરો હતો... હમેશા ફર્સ્ટ જ આવતો...
આવા છોકરાવ ને બહુ જ જલ્દી સિલેકસન મળી જાતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું...
IIT ચેન્નઈ માં કરી ને B.Tech કર્યું અને પછી અમેરિકા જઇ ને MBA કર્યું..
તરત જ નોકરી મળી ગઈ અને દેશ માં ખૂબ જ સુંદર કન્યા સાથે પરણી ગયો અને 3 બેડ ના ફ્લેટ માં આરામ ની જિંદગી જીવવા લાગ્યો...
સુખ અને માત્ર સુખ જ હતું છતાં એણે એક દિવસ સ-પરિવાર આત્મહત્યા કરી લીધી...
What Went Wrong ?  ગડબડ ક્યાં થઈ ?
આ પગલું ભરતા પહેલા એણે કાયદેસર રીતે બધુ જ સમજી વિચારી ને પોતાની પત્ની સાથે ચર્ચા કરી ને સ્યૂસાઇડ નોટ માં લખ્યું કે અત્યાર ની પરિસ્થિતી માં આ જ પગલું  શ્રેષ્ઠ છે !!!
એના આ કેસ ને અને સ્યૂસાઇડ નોટ ને California Institute of Clinical Psychology એ ‘What went wrong ?‘ જાણવા માટે સ્ટડી કર્યું !!!
કારણો મળ્યા...
અમેરિકા ની આર્થિક મંદી ના લીધે એની નોકરી ગઈ... પછી બીજી નોકરી મળી જ નહીં... પગાર ઓછો કરવા છતાં 12 મહિના નોકરી ના મળી અને મકાન ના હપ્તા અને ઘર ખર્ચ કાઢતા રોડ પર આવી જાય એવી હાલત થઈ...
થોડા દિવસ પેટ્રોલ પંપ પર નોકરી કરી ને ઘર ચલાવ્યું એવું જાણવા મળ્યું પણ પછી થોડા જ સમય માં સ-પરિવાર આત્મહત્યા કરી લીધી !!!
આ કેસ ને સ્ટડી કરતાં એક્સપર્ટ આ તારણ પર આવ્યા કે "  This man was programmed for success but he was not trained
how to handle failure. " મતલબ કે આ વ્યક્તિ ને સફળ કેમ થાવું એ તો શિખડાવવા માં આવ્યું હતું પણ અસફળતા નો સામનો કેમ કરવો એ નોતુ શિખડાવ્યું !!!
એના માં બાપે હમેશા એણે ફર્સ્ટ કેમ આવવું એ જ શીખવ્યું અને દુનિયા ના ઉતાર ચડાવ દેખાડયા જ નહીં અને બસ રૂમ માં બેસાડી ને ભણ-ભણ જ કહ્યે રાખ્યું...
મિત્રો, બાળકો ને શિક્ષણ જરૂર આપો પણ સાથે સાથે આ જંગલ રૂપી દુનિયા માં કેમ ટકવુ એ સંસ્કાર અને શીખ પણ આપો...
દરેક પરિસ્થિતી નો ધીરજ સાથે સામનો કેમ કરવો, વિવેક રાખવો અને શહનશીલતા રાખવી એ પણ શિખડાવો !!! - હિતેશ રાઈચુરા

10 March 2019

આવી અમૂલ્ય મારી મિલકતને કદી પણ વાસ્તુ દોષ નહિ જ નડે.

એક  દિવસ એક ભાઈ ઘરે આવી.
એમણે એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન.
કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણય ને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે.

દીકરા અને વહુને રૂમ માં બોલાવીને આ પત્ર આપી દીધો.
ઘરમાં દીકરો અને વહુ હતા
ત્રીજી વ્યકતિ દીકરી હતી. 

અને રૂમ માંથી પોતે બહાર નીકળી ગયા.
પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો,
અને થોડું ઘણું અમારા ઘડપણ માટે અવશ્ય રાખજો.
કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ ના લંબાવવો પડે એ ધ્યાન રાખજો.
બાકીની તમામ મિલકત તમે તણેય સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે અમને બેય ને માન્ય છે.

હા એક ખાસ વાત તમારી બાને આ વાતની જાણ નથી. એ  ભાઈ અને પત્ની બહાર બેસી સંતાનોના નિર્ણય ની રાહ જોતા બેસી રહ્યા.

પત્ની એટલું જ બોલ્યા કે મને મારા બાળકો, પ્રત્યે તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર પૂરો  ભરોસો છે.

એ  ભાઈ બોલ્યા, જોઈએ તારા સંસ્કાર શું કહે છે ?

આ બાજુ ત્રણે જણા પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા.
બે સ્ત્રી એ જે વિચાર્યું તે આશ્ચર્ય જનક હતું.
એક સ્ત્રી જે ઘરની વહુ હતી તેણે તેના પતિ ને કહ્યું, તમે જે  નિર્ણય લેશો તે હું માથે ચઢાવીશ તમારી  સહધર્મ ચારીણી છું.
સાચા અર્થમાં ધર્મ નિભાવીશ.

બીજી સ્ત્રી આ ઘરની જ એક દીકરી હતી.

તેણે પોતાના ભાઈ ને કહ્યું, ભાઈ આપણે બંને એક જ મા ની કુખેથી અવતર્યા છીએ.

તું જે નિર્ણય લઇશ તે મને માન્ય છે. હું સહોદર માં ઉછર્યાનો ધર્મ નિભાવીશ.

આ દિકરો,....  પત્ની અને બહેનને વહાલથી ભેટી પડ્યો.
ત્રણેયની આંખમાં ચમક આવી એક અજબ વિશ્વાસથી.
તેઓ ત્રણે બહાર આવ્યા.

માતા પિતાની સામે ઉભા રહ્યા. પુત્રે  પત્નીને કહ્યું , જા રસોડામાં આજે લાપસી બનાવજે.
હું આજે મને મળનાર મિલકતથી ખૂબ ખુશ છું.

અને પત્ની રસોડામાં ચાલી ગઈ.
દીકરાના વેણ સાંભળી માતાપિતાના ચહેરા પર ન સમજાઈ એવી રેખા ઉપસી આવી.
પુત્ર અને બહેન માતા પિતા પાસે આવ્યા.
અને એમની આંખો માં આંખ પરોવી દીધી.
પત્ની રસોડામાંથી પતિનો નિર્ણય સાંભળવા આતુર બની
અને ભાઈ બહેન માતા પિતાને પગે પડ્યા.
અને ચારેયની આંખ માં સાચે જ ચોમાસું બેસી ગયું.

દીકરો ભાવુક હ્રદયે બોલ્યો, પપ્પા, આ સ્થૂળ મિલકત બધી જે  છે તે તો સમય જતા ખૂટી જશે.

પણ મારી સાચી મિલકત જે અમૂલ્ય છે જે કદી પણ ખૂટવાની નથી અક્ષય પાત્ર છે.

એ મિલકત છે  તમે  મારા માતા પિતા.
પુત્ર એ મમ્મીને કહ્યું....  તમને તમારા સંસ્કાર પર ભરોસો નથી ?
પુત્રે પપ્પાને કહ્યું  તમને તમારા ભરોસા પર વિશ્વાસ નથી ?  અરે. મને તો કાંઈ જોઈતું નથી.
મને તો મારા મા બાપ જ જોઈએ છે. એ જ અમારી ધરોહર છે. અમારી સાચી મિલકત  અમારા મા- બાપ જ છે.

*આ સાંભળી માનું હદય ખુશીથી છલકાઈ ગયું.*
અને એમણે મીઠા ઠપકા ના સૂરમાં પતિને કહ્યું,

મેં કીધું હતું ને કે મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે.
*પતિ પણ રડવાનું ખાળી ન શક્યા*.  દૂર ઉભેલી પત્ની પણ પતિના નિર્ણયને આવકારીને હર્ષના આંસુ વહાવી દીધા.

અને એક ભાઈએ કહ્યું, અરે વહુ બેટા આજે તો ખરેખર લાપસી મુકો.

આવી અમૂલ્ય મારી મિલકતને કદી પણ વાસ્તુ દોષ નહિ જ નડે.

6 March 2019

મારુ સાસરિયું સ્વર્ગ થી સોહામણું રે લોલ"

પિયર માં પગ મુકતા..બધી જ રીતે શાંતિ.. ...
  
તૈયાર ભોજન મળી જાય...........આખો દિવસ આરામ...............પપ્પા નો અનહદ પ્રેમ ........મમ્મી  ની હૂંફ...........ભાઈ સાથે મસ્તી ........ભાભી નિસાથે દિલ ની વાતો કરાય ...........એક રીતે પિયર જઈને એવું લાગે જાણે રાજકુમારી છું હું.........!!

પણ સાચું કહું સાંજ થાય ત્યાંજ એવું થાય ,ના હવે તો મારે મારા ઘરે જ જવું છે.........મારા ઘર જેવું સુખ ક્યાંય નહીં............ભલે કામ જ કામ હોય ..જવાબદારી હોય.....વાતો સાંભળવા માટે ઘરે કોઈના હોય.....

છતાંય મારુ ઘર છે એવો ભાવ તો હોય જ છે........પિયર ની રાજાશાહી કરતા મને મારા ઘર પરિવાર ની જવાબદારી ઓ વધુ ગમે છે...........
પરિસ્થિતિ ગમે તેવી હોય......ઉતાર ચડાવ તો ઘણા જોયા .........પણ તોય હું તો એમજ કહીશ...

      "હું તો ભૂલી પિયરિયા ની પ્રીત રે નંદબા ...સાસરિયું....મારુ સાસરિયું સ્વર્ગ થી સોહામણું રે લોલ"
__________

Dedicated to all honest women

__________

4 March 2019

મમ્મીની નોકરી - કોઈ બાળક ફરિયાદ નહીં કરે કે તેં મને સમય નથી આપ્યો

મમ્મીની નોકરી - કોઈ બાળક ફરિયાદ નહીં કરે કે તેં મને સમય નથી આપ્યો
-ડૉ. નિમિત્ત ઓઝા ( દિવ્ય ભાસ્કર, કળશ પૂર્તિ)

મેટરનિટી લીવ દરમિયાન મમ્મીની સતત સાથે રહેલું બાળક જેમ જેમ સમજણું થતું જાય છે, તેમ તેમ તેને સમજાય છે કે મારી જિંદગીની સૌથી મહત્વની વ્યક્તિ દિવસના અમૂક કલાકો ક્યાંક ગાયબ થઈ જાય છે. મમ્મી માટે મારાથી વધારે અગત્યનું બીજું શું હોય શકે ? એવો પ્રશ્ન દરેક બાળકને થતો હોય છે. હું નાનો હતો ત્યારે મને પણ થતો. મારી જેમ કેટલાય બાળકોએ બે હાથ જોડી આંખોમાં પાણી સાથે મમ્મીને વિનંતી કરી હશે કે ‘આજે રજા લઈ લે ને !’

અમૂક હજાર રૂપિયાની નોકરી માટે પોતાના બાળકનું અમૂલ્ય બાળપણ ગુમાવવાનો સોદો દરેક મમ્મીને મોંઘો પડ્યો હશે. કામ કરતી દરેક મમ્મીના પર્સમાં રૂપિયાની સાથે ખૂબ બધો અફસોસ પણ મળી આવશે. એ સમયસર કામ પર પહોંચી તો જાય છે પણ એ જાણતી હોય છે કે પ્રોફેશનલ કમીટમેન્ટ પૂરું કરવામાં, એ પોતાના શરીરનો જ એક ભાગ ઘરે મૂકીને આવી છે.

પપ્પાને આર્થિક મદદ કરવાની લાલચમાં બાળકને મોટું થતા જોવાનો આનંદ કેટલીય મમ્મીઓએ ગુમાવ્યો હશે. બાળકને કોઈ બીજાના ભરોસે રાખીને કામ પર જવાનું જીગર મમ્મીઓમાં ક્યાંથી આવતું હશે? ‘મમ્મી મમ્મી’ કરતા બાળકથી છુટા પડીને નોકરી પર જવા માટે, સરહદ પર યુદ્ધ લડવા જઈ રહેલા કોઈ સૈનિક જેવું ગજું અને સાહસ જોઈએ.

કામ કરતી દરેક મમ્મી એક યોદ્ધા છે જે પોતાના કુટુંબના ભવિષ્ય માટે બાળકનું બાળપણ શહીદ કરતા ખચકાતી નથી. બાળકના ભવિષ્યને ચણવા માટે રોજ સવારે નોકરી પર જઈને એ સિમેન્ટ એકઠી કરે છે. રોજ સવારે બાળકથી દૂર જતી વખતે હ્રદય પર મૂકેલા પથ્થરો મમ્મી ભવિષ્યના બાંધકામમાં વાપરી નાખે છે. વર્ષોની તનતોડ મહેનત કરીને એ પોતાના કુટુંબ માટે એવું નક્કર અને મજબૂત આર્થિક માળખું ઉભું કરે છે, જેની સામે બાળપણમાં પડેલી કેટલીક તિરાડો ક્યાંય દેખાતી નથી. મમ્મી જાણે છે કે ભવિષ્યમાં જો ઈમારત ઉંચી બનાવવી હશે તો બાળક નાનું હશે ત્યારે થોડું વધારે ખોદકામ કરવું પડશે.

રસ્તા પર ખાડો ખોદતી મજૂર હોય કે કોઈ કોર્પોરેટ એક્ઝીક્યુટીવ, કામ કરનારી દરેક મમ્મી સરખી હોય છે. મક્કમ ઈરાદા અને મજબૂત મનોબળની આડમાં, એ માતૃત્વના નરમ ખૂણાને ક્યાંક સંતાડી દેવામાં સફળ રહેતી હોય છે. અસ્તિત્વ ટકાવી રાખવા પોતાના એક અવિભાજ્ય અંગને છૂટ્ટા પાડીને રૂપિયા રળવાનું કામ કરનાર દરેક મમ્મીને સલામ મળવી જોઈએ.

મમ્મીનું કામ ક્યારેય પૂરું નથી થતું. બસ જવાબદારીઓ બદલાય છે. આખો દિવસ બાળકથી દૂર રહ્યાનું ગીલ્ટ અને પસ્તાવો દરેક મમ્મીને ઓગાળી નાખતો હોય છે. એક દીકરા તરીકે મમ્મીને અને એક પતિ તરીકે પત્નીને સંદેશો એટલો જ આપવાનો છે કે તમે બહુ બહાદુર લોકો છો. નોકરી કરીને તમે કોઈ કાયદાકીય કે સામાજિક ગુનો નથી કર્યો.

એક હાથમાં બાળક અને બીજા હાથમાં તલવાર રાખીને સામી છાતીએ જિંદગીનો સામનો કરવાની તમે બહાદુરી બતાવી છે. આ કામ માટે તમને કોઈ પરમવીર ચક્ર નહિ મળે પણ તમારા આ બલિદાનથી કુટુંબની વધેલી સમૃદ્ધિ માટે તમને નતમસ્તક વંદન કરીએ છીએ. તમે કમાયેલી કરન્સી બજારના રૂપિયા કરતા કાયમ વધારે મજબૂત રહેશે.

-ડૉ. નિમિત્ત ઓઝા