6 January 2025

પસ્તાવો

 🙏 *પસ્તાવો* 🙏

હાઈવે પર એક નાનકડો એકસીડન્ટ થયો એક બાઈક અને કાર વચ્ચે. 

બન્ને પાર્ટી ઘાઈમાં હતી. 

બાઈક સવાર કાર વાળાને મારી રહ્યો હતો અને લગભગ એવી રીતે માર્યો કે કાર સવાર લોહીલુહાણ થઇ ગયેલો, 

પણ કાર સવાર માર ખાતા ખાતા એકજ વાત કરી રહ્યો હતો કે, *“મને જવા દે.”* 

રાહદારી વચ્ચે પડ્યા અને મહામહેનતે બન્નેને અલગ કર્યા અને બાઈક સવાર રીક્ષા શોધવા લાગ્યો કેમ કે બાઈક ચાલુ નહોતી થઇ રહી અને કાર સવાર પોતાનું કાર્ડ આપી જતો રહ્યો. 

બાઈક સવાર પોતાની બાઈક સાઈડમાં મુકી રીક્ષા પકડી પોતાને મુકામે જવા રવાના થઇ ગયો.

રીક્ષા એક હોસ્પીટલમાં પહોચી અને બાઈક સવાર ભાડું ચૂકવી હોસ્પિટલ અંદર પહોચ્યો.

બાઈક સવારના દીકરાનું ઓપરેશન ચાલુ હતું. બાઈક સવાર તેની પત્નીને દિલાસો આપી રહ્યો હતો કે સહુ સારાવાના થઈ જશે અને ત્યાંજ નર્સ આવી અને કહ્યું કે એમનું સંતાન મૃત્યુ પામ્યું છે. 

વાઈફ પોતાના ઈમોશનને કંટ્રોલ નહોતી કરી શકી રહી અને રડતા રડતા એટલુજ કહી રહી હતી કે..

 *“ડોક્ટર જલ્દી આવી ગયા હોત તો મારો દીકરો બચી ગયો હોત.”*

ગુસ્સામાં બાઈક સવાર ઓપરેશન થીયેટર અંદર દાખલ થાય છે અને જુએ છે કે તેના દીકરાની બાજુના ટેબલે કાર સવાર જે હજી લોહીલુહાણ છે તે પોતાની પાટા પીંડી કરાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો....

*“પેલા માણસે મને જવા દીધો હોત તો મેં આ છોકરાને મરવા ના દીધો હોત”*

આટલું સાંભળતાં બાઈક સવારને કેવો પસ્તાવો થયો હશે એ તો એ જાણે પણ...

*આપણે જવા દેતા ક્યારે શીખીશું!!?* 

*કોઈ જતું રહેશે ત્યારે કે..!!!*🙏🌹🙏

17 July 2023

આપણી પાસે જે કોઈ જાણકારી કે જ્ઞાન હોય તેનો વગર વિચારે ઉપયોગ ન કરવો જોઈએ.

 



એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેમાંના ત્રણ ખૂબ ભણીને વિદ્વાન થયા હતા. આમ તો તેઓ જ્ઞાનનો ભંડાર હતા પણ તેમનામાં સામાન્ય સમજદારીનો તદ્દન અભાવ હતો. ચોથો મિત્ર કંઈ ખાસ ભણ્યો ન હતો પણ તેનામાં સામાન્ય સમજ ઘણી હતી.

એક દિવસ ચારે મિત્રો પોતપોતાનું નસીબ અજમાવવા રાજાની રાજધાની તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક જંગલ આવતું હતું. તેઓ હસી મજાક કરતા જંગલમાંથી પસાર થતા હતા. અચાનક તેમની નજર એક ઝાડ નીચે પડેલાં હાડકાંના ઢગલા પર પડી. ચારેય મિત્રો ધીરે ધીરે ચાલતા હાડકાંના ઢગલા પાસે પહોંચ્યા. તેઓને થોડો ડર પણ લાગ્યો. પેલા વિદ્વાન મિત્રોમાંના એકે તો હાડપિંજરને બરાબર ધ્યાનથી જોયું પછી બોલ્યો: ‘આ કોઈ સિંહનાં હાડકાં લાગે છે. હું મારી વિદ્યાના બળે આ હાડકાને એકબીજાં સાથે ગોઠવી મરેલા સિંહનું હાડપિંજર તૈયાર કરી આપી શકું તેમ છું.' એમ કહી તેણે સિંહનું હાડપિંજર તૈયાર કર્યું.

હાડપિંજર જોઈને બીજા વિદ્વાન મિત્રે કહ્યું: 'મારી વિદ્યાથી હું આમાં લોહી, માંસ મજ્જા ભરી દઉં અને તેની પર ચામડી મઢી દઉં!' એમ કહી તેણે હાડપિંજરને લોહી, માંસ મજ્જા, ચામડીથી તૈયાર કરી દીધું.

આ જોઈ ત્રીજો વિદ્વાન મિત્ર બોલ્યો, 'મારી વિદ્યાથી આ સિંહને હું જીવતો કરી શકું.' પેલા ઓછું ભણેલા ચોથા મિત્રે વિચાર્યું કે આ સિંહ જીવતો થશે તો કોઈને છોડશે નહિ. તેણે સૌને ચેતવ્યા કે આ સિંહને જીવતો કરીને આપણે કોઈ ખતરો ઊભો કરવો નથી.

એક વિદ્વાન મિત્ર બોલ્યો, 'આ મૂર્ખ આપણી અદેખાઈ કરે છે. આપણે એનું કાંઈ વિદ્યાની સાંભળવું નથી.'

બીજા બે વિદ્વાન મિત્રો પણ તેની વાત સાથે સંમત થયા. પેલો ચોથો શાણો મિત્ર દોડીને ઝાડ પર ચઢી ગયો. પેલા ત્રણ વિદ્વાન મિત્રો તેના તરફ હસ્યા. તેની મજાક ઉડાવી. એક જણ બોલ્યો, ‘સાવ ડરપોક!

બીજો કહે, 'અદેખો છે અદેખો!'

પછી પેલા ત્રીજા વિદ્વાન મિત્રે સિંહમાં પ્રાણ પૂર્યો કે તરત સિંહ આળસ મરડીને ઊભો થયો અને ત્રાડ પાડી. પાસે જ ઊભેલા પેલા ત્રણ વિદ્વાન મિત્રો પર સિંહ તૂટી પડ્યો અને તેમને ફાડી ખાધા. ઝાડ પર ચડી ગયેલા પેલા ચોથા મિત્રને તેની સામાન્ય બુદ્ધિ અને ડહાપણે બચાવી લીધો.


આપણી પાસે જે કોઈ જાણકારી કે જ્ઞાન હોય તેનો વગર વિચારે ઉપયોગ ન કરવો જોઈએ.

13 September 2022

કોઈપણ વ્યક્તિ માટે પ્રાથમિક માહિતી અથવા છાપ ઉપરથી ધારણા ન બાંધો.

*એક કોલેજમાં પ્રોફેસર પોતાના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તેઓ એક વાર્તા કહે છે. વાર્તા કંઈક આમ છે. એક વહાણ ડૂબી રહ્યું છે. બરાબર મધદરિયે એ દુર્ઘટનાનો ભોગ બન્યું છે.* *વહાણના કપ્તાને એને ખાલી કરવા માટેનો હુકમ કર્યો છે. આ જહાજ પર એક યુવા દંપતી પણ છે. જ્યારે લાઈફબોટમાં ચડવાનો એમનો વારો આવે છે ત્યારે નાવ પર માત્ર એક જ વ્યક્તિ માટે જગ્યા બાકી છે. બરાબર આ જ પ્રસંગે પેલો યુવાન એની પત્નીને ધક્કો મારી હડસેલી દે છે અને પોતે લાઈફબોટ પર કૂદી પડે છે. ડૂબી રહેલા જહાજ પર પાછળ રહી ગયેલી તેની પત્ની ઘાંટો પાડીને એના પતિને એક વાક્ય કહે છે*.

@@@@@@@@@@@@@

*પેલા પ્રોફેસર બરાબર અહીં રોકાય છે અને વિદ્યાર્થીઓને પૂછે છે, “શું લાગે છે તમને? પેલી સ્ત્રીએ પોતાના પતિને શું કહ્યું હશે?”*
*લગભગ આખો ક્લાસ એક અવાજે બોલી ઊઠે છે કે એ સ્ત્રીએ કહ્યું હશે - “હું તને ધિક્કારું છું, તારાથી નફરત કરું છું I Hate You”.*
*પણ વર્ગમાં એક વિદ્યાર્થી બિલકુલ શાંત અને શૂન્યમનસ્ક બેઠો છે.*
*પેલા પ્રોફેસર એને પૂછે છે કે તેના મત પ્રમાણે પેલી સ્ત્રીએ શું કહ્યું હશે?*

@@@@@@@@@@@@@

*પેલો વિદ્યાર્થી ઘડીભર પ્રોફેસરની સામે તાકી રહે છે અને પછી કહે છે, “મને  લાગે છે કે એ સ્ત્રીએ કહ્યું હશે, “આપણાં બાળકોનો ખ્યાલ રાખજે”.*
*વિદ્યાર્થીનો જવાબ સાંભળી ઘડીભર તો પ્રોફેસર પણ* *આશ્ચર્યમાં પડી જાય છે. એ પેલા વિદ્યાર્થીને પૂછે છે કે “શું તેં આ વાર્તા અગાઉ ક્યાંય સાંભળી છે?”*
*પેલો વિદ્યાર્થી કહે છે, “ના સાહેબ”*.
*પ્રોફેસર ફરી પૂછે છે, “તો પછી તને આવો જવાબ મનમાં કેમ સૂજ્યો?”*
*પેલો વિદ્યાર્થી જવાબ આપે છે, “સાહેબ કેન્સરની અસાધ્ય બીમારીથી મૃત્યુ પામી રહેલી મારી માએ મારા પિતાને આ જ વાત કરી હતી”.*
*પ્રોફેસર એના ખભા પર હાથ મૂકીને થોડા લાગણી સભર અવાજે કહે છે, “બેટા તારો જવાબ સાચો છે”.*

@@@@@@@@@@@@@

*પ્રોફેસર થોડી વાર માટે અટકે છે અને કહે છે કે વાર્તા હજુ પૂરી નથી થઈ. એ પેલી વાતને આગળ વધારે છે જે કંઈક આ મુજબ છે-*
*જહાજ ડૂબી ગયું. સ્ત્રી મરી ગઈ. પેલો પતિ કિનારે પહોંચ્યો અને એણે પોતાનું બાકીનું જીવન એની એક માત્ર પુત્રીના લાલનપાલનઅને ઉછેર પાછળ ખર્ચી નાખ્યું.*
*ઘણાં વરસો વીતી ગયાં. એક દિવસે એ વ્યક્તિ પણ મૃત્યુ પામ્યો. ત્યારબાદ એના કબાટને સમું નમું કરી વ્યવસ્થિત ગોઠવતાં પેલી છોકરીને એના પિતાની ડાયરી હાથ લાગી*.
*કુતૂહલવશ આ ડાયરીના પત્તા ઉલટાવતા એને ખબર પડી કે જે સમયે એના માતાપિતા પેલા જહાજ પર મુસાફરી કરી રહ્યા હતા તે સમયે એની મા એક જીવલેણ બીમારીથી પીડાતી હતી અને થોડાક દિવસ માંડ જીવી શકે તેવી પરિસ્થિતી હતી. આ પરિસ્થિતીમાં એના પિતાએ એક કઠોર નિર્ણય લેવો પડ્યો અને એ નિર્ણય અનુસાર એ લાઈફબોટ પર કૂદી પડ્યો. આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં એણે પોતાની પત્નીને ઉદ્દેશીને ડાયરીના એ પાને લખ્યું હતુ, “તારા વગર મારા જીવનનો કોઈ મતલબ નથી. હું તો તારી સાથે જ દરીયામાં સમાઈ જવા ચાહતો હતો પણ આપણા એક માત્ર સંતાનનો ખ્યાલ આવતાં તને એકલી છોડીને મારે આ રીતે ચાલી નીકળવું પડ્યું”*.
*જ્યારે પ્રોફેસરે વાર્તા પૂરી કરી ત્યારે સમગ્ર વર્ગમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. બધા જેને વિલન ધારતા હતા એ માણસ તો કંઈક જુદો જ નીકળ્યો. એને માથે વિલનનું લેબલ ચિટકાડી દેવામાં એમણે કેટલી ઉતાવળ કરી હતી નહીં ?*
*આ દુનિયામાં અનેક ઘટનાઓ એવી ઘટે છે કે જેમાં માત્ર સપાટી ઉપર જોઈને નિર્ણય બાંધીએ તો એ ખોટો પડે છે એટલે વાતના ઉંડાણમાં ગયા વગર, તથ્યાતથ્યનો વિચાર કર્યા વગર કોઈ પણ પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન થઈ શકતું નથી. ક્યારેક આપણે કોઈના પણ વિષે નિર્ણય બાંધવામાં ઉતાવળ કરી નાખીએ છીએ.*
*કોઈ વાત પર મનદુખ થયુ હોય અથવા ઝગડો થયો હોય અને તમારી પ્રિય વ્યક્તિ માફી માંગી લે તો એમ ના માનશો કે એણે ગુનો કાબુલી લીધો છે. એની જ ભૂલ હતી. શક્ય છે કે તે વ્યક્તિ સંબંધ જાળવી રાખવાનું વધારે* *મહત્વપૂર્ણ સમજતી હોય*.
*કેન્ટીન કે હોટેલમાં કોઈ દોસ્ત બહુ આગ્રહપૂર્વક તમારા હાથમાંથી બીલ ઝૂંટવીને ચુકવણી કરી દે છે એનો અર્થ એ નથી કે એનું ગજવું નોટોથી ઠસોઠસ ભર્યુ છે. કદાચ પોતાના દોસ્ત પ્રત્યેના પ્રેમને એ વધુ મહત્વ આપે છે.*
*ક્યારેક કોઈ મિત્રના ઘરે અથવા ઓફિસે મળવા જાવ અને એ બીજી કોઈ વ્યસ્તતા અથવા ચિંતાને કારણે તમને એ દિવસે બહુ સમય ન આપી શકે તો ખોટું ન લગાડશો. શક્ય હોય તો બે એક દિવસ પછી એને ફોન કરી અને હળવાશથી પૂછી શકાય કે ભાઈ હું મળવા આવ્યો ત્યારે આપ કોઈ દોડધામમાં હતા. મારે લાયક કોઈ કામ હોય અથવા હું ખપમાં આવી શકું તેમ હોય તો બેધડક કહેજો ને! આ વાત કેટલી સારી લાગે.*
@@@@@@@
*કોઈપણ વ્યક્તિ માટે પ્રાથમિક માહિતી અથવા છાપ ઉપરથી ધારણા ન બાંધો.  હકીકતોમાં ઉંડા ઉતર્યા વગર કોઈ જજમેન્ટ ન આપી દો. સિક્કાની એક બીજી બાજુ પણ હોય છે એનો સ્વીકાર કરો અને કોઈપણ વ્યક્તિને જો દોષી જ ઠેરાવતા હો તો ખાસ સલાહ છે, “સો ગળણે ગાળીને પાણી પીવો”...*

🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

10 August 2022

દિકરી, બહેન અને ફોઈબા સાથેના સંબંધમાં અંતર શા માટે.....?

 🙏🏻

*દિકરી, બહેન અને ફોઈબા સાથેના સંબંધમાં અંતર શા માટે.....?*



*પ્રિન્સ પુછે છે : શું વાત છે પાપા.....?*


*પાપા: તને ખબર નથી આજે તારી બહેન ઘરે આવી રહી છે?  આ વખતે એ તેનો જન્મ દિવસ આપણી સાથે ઉજવશે. એટલે જલ્દી જા અને તારી બહેનને લઈ આવ અને હા, સાંભળ તું આપણી નવી ગાડી લઈને જજે જે આપણે કાલે જ ખરીદી છે. એને સારું લાગશે.....!*


*પ્રિન્સ : પણ મારી ગાડી તો મારો મિત્ર આજે સવારે જ લઈ ગયો અને તમારી ગાડી પણ ડ્રાઇવર એ કહીને લઈ ગયો કે બ્રેક ચેક કરાવવી છે.....!*


*પિતા: તું સ્ટેશન પર તો જા કોઈની ગાડી લઈને કે ટેક્સી કરીને. તને જોઈને એ ખુશ થશે.....!*


*પ્રિન્સ: એ બાળકી થોડી છે કે એકલી આવી નહીં શકે.....? આવી જશે ટેક્સી કે ઓટો લઈને. ચિંતા ન કરો.*


*પાપા: તને શરમ ન આવી આવું બોલતાં.....? ઘરમાં ગાડીઓ હોવા છતાં ઘરની છોકરી ટેક્સી કે ઓટોમાં આવશે.....?*


*પ્રિન્સ: સારું, તો તમે ચાલ્યા જાઓ. મારે કામ છે. હું નહીં જાઉં.....!*


*પાપા: તને તારી બહેનની જરા પણ ચિંતા નથી.....?*

*લગ્ન થઈ ગયા તો બહેન પરાઈ થઈ ગઈ.....?*

*શું એને આપણા બધાનો પ્રેમ પામવાનો હક નથી.....?*

*તારો જેટલો અધિકાર છે આ ઘર પર એટલો જ તારી બહેનનો પણ છે..... કોઈ પણ દીકરી લગ્ન થયા બાદ પરાઈ નથી થઈ જતી.....!*


*પ્રિન્સ: પણ મારી માટે તો એ પરાઈ જ થઈ ગઈ છે..... આ ઘર પર ફક્ત મારો જ અધિકાર છે.....!*


*અચાનક પિતાનો હાથ ઉઠવા જ જતો હતો ત્યાં માઁ આવી જાય છે.....*


*મમ્મી: તમે કંઈક શરમ તો કરો જુવાન દીકરા પર હાથ ઉઠાવવા જઈ રહ્યા છો.....*


*પિતા:  તેં સાંભળ્યું નહીં કે એણે શું કીધું.....? એની બહેનને પરાઈ કહે છે.....  હંમેશા એનું ધ્યાન રાખતી, એની પોકેટ મનીથી બચાવી એને માટે કંઈક ને કંઈક ખરીદી રાખતી. વિદાય સમયે એને સૌથી વધુ ગળે મળીને રડી હતી અને આજે આ એને પરાઈ કહે છે.....!*


*પ્રિન્સ (હસ્યો અને બોલ્યો):  ફોઈનો પણ આજે જ જન્મદિવસ છે ને.....?  એ પણ ઘણી વાર આ ઘરમાં આવ્યાં છે અને હંમેશાં ઓટોથી જ આવ્યાં છે..... તમે ક્યારેય ગાડી લઈ અને તેને લેવા નથી ગયા. માન્યું આજે એ તંગીમાં છે પણ પહલાં તો ખુબ અમીર હતા. તમને, મને અને આ ઘરને દિલ ખોલી અને સહાયતા કરી હતી..... ફોઈ પણ આ જ ઘરમાંથી વિદાય થયાં છે.....! તો રશ્મિ દીદી અને ફોઈમાં ફરક કેવો.....? રશ્મિ મારી બહેન છે તો ફોઈ તમારી પાપા.....! તમે મારા માર્ગદર્શક છો. તમે મારા હીરો છો. પણ આ વાતને લઈ હું હંમેશાં રડું છું.....!*


*ત્યાં જ બહાર ગાડી ઉભી રહેવાનો અવાજ આવ્યો.... .ત્યાં સુધી પાપા પ્રિન્સની વાતો સાંભળી પશ્ચાતાપ કરતા હતા અને બીજી બાજુ પ્રિન્સ.....  ત્યાં જ પ્રિન્સની બહેન દોડતી અંદર આવી અને મમ્મી પાપાને ગળે મળી. પણ એમના ચહેરા જોઈ એ બોલી પડી કે શું થયું પાપા.....?*


*પાપા: તારો ભાઈ આજે મારા પાપા બની ગયા.....!*


*રશ્મિ: એય પાગલ, નવી ગાડી ખુબ મસ્ત છે.....  ડ્રાઇવરને પાછળ બેસાડી હું ચલાવતી આવી છું અને કલર પણ બહું જ મસ્ત છે.....!*


*પ્રિન્સ: Happy Birthday To You.  દીદી આ ગાડી તમારી છે. અમારા તરફથી તમને બર્થડે ગિફ્ટ..... સાંભળતાં જ બહેન ઉછળી પડી અને ત્યાં જ ફોઈ અંદર આવ્યાં.*


*ફોઈ: શું ભાઈ તમે પણ..... ન કોઈ ફોન  ન કોઈ ખબર..... એમનેમ જ ગાડી મોકલી આપી તમે..... ભાગી ને આવી હું ખુશીથી.....*

*એવું લાગ્યું કે, પાપા આજે પણ જીવતા છે.....!*

*અને વધુમાં બોલ્યાં કે, હું કેવી ભાગ્યશાળી છું કે, મને પિતા જેવો ભાઈ મળ્યો છે.....!*

*ઈશ્વર કરે મને દરેક જન્મમાં આ જ ભાઈ મળે.....!*

*પાપા-મમ્મીને સમજાઈ ગયું કે, આ બધું કામ પ્રિન્સે જ કર્યું છે.....!*


*પણ.....*

*આજે એક વખત સંબંધોને મજબુતીથી જોડાતા જોઈ અને અંદરથી ખુશ થઇ અને રડવા લાગ્યા. એમને પુરો ભરોસો આવી ગયો કે, એમના ગયા બાદ પ્રિન્સ સંબંધો  સાચવશે.....!*


*દીકરી, બહેન અને ફોઈ એ ત્રણેય અનમોલ શબ્દ છે. જેમની ઉંમર ખુબ નાની હોય છે. કારણ કે લગ્ન બાદ દીકરી, બહેન અને ફોઈ કોઈની પત્ની અને કોઈની ભાભી બની જાય છે.....!*


*લગભગ છોકરીઓ એટલે જ પિયરે આવે છે કે જેથી એમને ફરીથી દીકરી, બહેન કે ફોઈ શબ્દ સાંભળવાનું મન થતું હોય છે.....!*


*રક્ષાબંધનની શુભેચ્છાઓ એડવાન્સમાં.....!*

🙏🏻🙏🏻

3 December 2020

ઉત્તરાયણ માટેની ગાઈડલાઇન સરકાર આપશે કે હું આપી દઉં?

ઉત્તરાયણ માટેની ગાઈડલાઇન સરકાર આપશે કે હું આપી દઉં?🤔🤔
ચાલો હું જ આપી દઉં.👍👍
૧ : એક ધાબા પર ચારથી વધારે લોકોએ પતંગ ચગાવવા નહીં.👍
૨: ફીરકી પકડવા માટે આપવી નહિ કે લેવી પણ નહીં, સરકાર તરફથી સ્ટેન્ડ આપવામાં આવશે .😊😊
૩ : ઘર દીઠ એક જ સ્ટેન્ડ મળશે.👍👍
૪ : દોરી મોઢેથી તોડવી નહિ.😷😷
૫ : પતંગ કપાઈને આવે તો લૂંટવા નહીં, અને લૂંટવા જ હોય તો PPE kit પહેરીને લૂંટવા.😷😷
૬ : ચીક્કી, મમરાના લાડુ જેવા નાસ્તાના ડબ્બાની સાથે આ વખતે પાણી અને દારૂને બદલે કાઢાની બોટલો રાખવી.😉👌
૭ : પક્ષીઓનું ખાસ ધ્યાન રાખવું.. જો કે એ મેસેજ તો સાંપ્રદાયિક લોકો તરફથી આવશે જ.👍👍
૮ : અને ખાસ મહત્વનું: 🥳🥳
આકાશમાં બીજો પતંગ ચગતો હોય તો તમારા પતંગ અને એ પતંગ વચ્ચે છ ફૂટનું અંતર જરૂરી છે👍👍
😉😉😜😜😷😷😷🙏🙏

1 October 2020

પ્રત્યેક સંતાનો માટે માતા પિતા એ આવો જ અને આટલો જ ભોગ દીધો હોય છે,

લક્ષ્મીનાં પગલાં..... 🦶🏼🦶🏼

🌺🌹🌸🌺🌹🌸🌹

નાનકડી એવી વાર્તા છે.

*સાંજના સમયે ૨૨-૨૩ વરસનો એક છોકરો ચપ્પલની દુકાનમાં જાય છે,* 🚶‍♂️

એના પગમાં લેધરના બુટ હતા, એ પણ એકદમ ચકાચક પોલિશ કરેલા... 🥾🥾

*દુકાનદાર :-*

"શું મદદ કરું આપને ?" 🤔

છોકરો :-

*"મારી માં માટે ચપ્પલ જોઈએ છે, સારા અને ટકાઉ આપજો..."* 👡

દુકાનદાર :-

*"એમના પગનું માપ ?"* ❓

છોકરાએ વોલેટ બહાર કાઢી, એમાંથી ચાર ગડી કરેલ એક કાગળ કાઢ્યો. એ કાગળ પર પેનથી બે પગલાં દોર્યા હતા. 👣

દુકાનદાર :-

*"અરે મને પગના માપનો નંબર આપત તોય ચાલત...!"* ☺️

એ છોકરો એકદમ નરમ અવાજે બોલ્યો :-

"'શેનું માપ આપું સાહેબ ?

*મારી માં એ આખી જિંદગીમાં ક્યારેય ચપ્પલ પહેર્યા નથી. મારી માં શેરડી તોડવાવાળી મજૂર હતી.* 😢

કાંટામાં કયાંય પણ જાતી.

*વગર ચપ્પલે ઢોર હમાલી*
*અને મહેનત કરી મને ભણાવ્યો.*

હું ભણ્યો અને નોકરીએ લાગ્યો.

આજે પહેલો પગાર મળ્યો. 💐

દિવાળીમાં ગામડે જાઉં છું.

'માં' માટે શું લઈ જાઉં એ પ્રશ્ન જ સતાવતો...

*મારા કેટલા વર્ષોનું સપનું હતું કે મારા પહેલા પગારમાંથી માં માટે હું ચપ્પલ લઈશ.*

દુકાનદારે સારાં અને ટકાઉ ચપ્પલ દેખાડ્યા અને કીધું આઠસો રૂપિયાના છે,

છોકરાએ કીધું ચાલશે...

દુકાનદાર :-

"ખાલી પૂછું છું કે કેટલો પગાર છે તારો ? ચપ્પલ મોંઘા નહિ પડે ?"

છોકરો :-

"હમણાં તો બાર હજાર છે, રહેવાનું,ખાવાનું થઈને સાત-આઠ હજાર ખર્ચો થાય. બે-ત્રણ હજાર માં ને મોકલાવું છુ..." 👍

દુકાનદારે બોક્સ પેક કર્યું

છોકરાએ પૈસા આપ્યા અને બહુજ ખુશ થઈને બહાર નીકળ્યો.

મોંઘું તો શું ? પણ...

*એ ચપ્પલની કોઈ કિંમત થાય એમજ નોહતી...*

પણ દુકાનદારના મનમાં કંઈક વિચાર આવ્યો

છોકરાને અવાજ આપ્યો અને ઉભુ રેહવાનું કહ્યુ...

દુકાનદારે બીજું એક બોક્સ છોકરાના હાથમાં આપ્યું અને દુકાનદાર બોલ્યો

*'આ ચપ્પલ માં ને કહેજે કે તારા ભાઈ તરફથી ભેટ છે'.* 🙏

પહેલા ચપ્પલ ખરાબ થઈ જાય, તો બીજા વાપરવાના.

*તારી માં ને કહેજે કે હવે વગર ચપ્પલ નહીં ફરવાનું અને આ ભેટ માટે ના પણ નથી કહેવાની..."* 💐

દુકાનદાર અને એ છોકરાના એમ બન્નેની આંખોમાં પાણી ભરાય ગયા.

દુકાનદાર :-

*"શું નામ છે તારી મા નું ?"*

છોકરો લક્ષ્મી એટલું જ બોલ્યો.

દુકાનદાર તરત જ બોલ્યો,

*"મારા જય શ્રીકૃષ્ણ કહેજે એમને.* 🙏

અને એક વસ્તુ આપીશ મને ?

*પગલાં દોરેલો પેલો કાગળ જોઇયે છે મને."* 👌

એ છોકરો પેલો કાગળ દુકાનદારના હાથમાં દઈને ખુશ થઈ નીકળી ગયો.

*ગડીદાર કાગળ દુકાનદારે તેને ફ્રેમમાં ગોઠવી દુકાનની દીવાલ પર સરસ સેટ કરી દીધો..* 💐

દુકાનદારની દીકરીએ  ફ્રેમ જોઈને પૂછ્યું :-

"બાપુજી આ શું છે...?"

દુકાનદારે એક લાંબો શ્વાસ લીધો અને દીકરીને બોલ્યો :-

*" લક્ષ્મીનાં પગલાં છે બેટા...*

એક સાચા ભક્તે દોરેલા છે...

*આનાથી બરકત મળે ધંધામાં...*

દીકરીએ અને દુકાનદારે એ પગલાને ભાવભક્તિ સાથે નમન કર્યું...!

લવ યુ ઝીંદગી

લેખક
અજ્ઞાત...
પણ સુંદર વાર્તા છે... *પ્રત્યેક સંતાનો માટે માતા પિતા એ આવો જ અને આટલો જ ભોગ દીધો હોય છે,* 😢😢

  બસ સંતાનોએ આ વાતને સમજવાની જ જરૂર છે..

🙏🌹😊🙏🌹

આ લેખ બધાને કામ લાગે તેવો છે માટે કૃપયા આ પોસ્ટમાં કોઈપણ ફેરફાર કર્યા વગર સૌને ખાસ  SAHRE કરજો હો।..

सर्वे भवन्तु सुखिनः - सर्वे सन्तु निरामयाः । 🙏🕉

8 May 2020

આપણાં દસ રૂપિયા એટલા અગત્યના નથી હોતા જેટલા ક્યારેક નિઃસહાય લોકો માટે અગત્યના હોય છે.

અમેરિકામાં  એક વૃદ્ધ માણસ  ને  રોટલી ચોરી  ના ગુના માં કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો હતો.વૃદ્ધ વ્યક્તિ એ ચોરી સ્વીકાર કરી, અને કહ્યું હું ભૂખ્યો હતો અને ચોરી ના કરત તો હું મરી જાત.!!

જજ  વૃદ્ધ વ્યક્તિ ને જણાવે છે  કે, "તમે રોટલી  ચોરી કરવાનો ગુનો કબૂલ કાર્યો છે એટલે હું  આ ગુના માટે  તમને દસ ડોલર દંડ કરવાની સજા કરું છું.
અને  હું જાણું છું કે આટલી રકમ તમારી પાસે નહીં હોય એટલે આ રકમ આપના તરફ થી હું આપૂ છું.!!

કોર્ટમાં મૌન પસરી જાય છે અને  જજ તેના ખિસ્સામાંથી દસ ડોલર કાઢી ને તે વૃદ્ધ માણસ તરફ થી દંડ રાષ્ટ્રીય ખજાનામાં જમા કરાવે છે...

જજ કોર્ટ માં બેઠેલ બધા વ્યક્તિઓ ને જોઈને  ઊભા થાય છે અને કહે છે "હું અહીંયા  કોર્ટમાં હાજર  બધા લોકો ને દસ ડોલર ની સજા ફરમાવું છું  કારણ કે તમે એક એવા  દેશમાં રહો છો જ્યાં એક ગરીબ માણસ ને ખોરાક માટે ચોરી કરવી પડે છે......!!

કોર્ટ માં રહેલ બધા લોકો પાસે થી 480 ડોલર એકત્રિત થાય છે  અને ન્યાયાધીશ તે વૃધ્ધ વ્યક્તી ને આપે છે.

આપણાં દસ રૂપિયા એટલા  અગત્યના નથી હોતા  જેટલા ક્યારેક  નિઃસહાય લોકો માટે  અગત્યના  હોય છે.

પરિવર્તન માટે, આપણે આપણી જાતને બદલવી જોઈએ, કોઈની સુખનું કારણ એ સૌથી મોટી ખુશી છે........

16 April 2020

પ્રેમ ચેપી હોય છે. જે આપશે એને મળશે જ !

પ્રેમ ચેપી હોય છે !

શહેરના  બજારમાં સંતરાં વેચતી ડોસી પાસેથી એ યુવાન હમેશાં સંતરાં ખરીદતો.

સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો

“અરે ડોશીમા,જુઓ તો,  આ સંતરું ખાટું છે !“

ડોશી એમાંથી એક પેસી ચાખીને ચમકીને  કહેતી ,” જા રે બાબા, આટલું બધું મીઠું તો છે આ સંતરુ ! ”

થોડું છોલેલા એ સંતરાને ડોશી પાસે જ છોડીને એ હસમુખો યુવાન બાકીનાં સંતરાં લઈને આગળ ચાલ્યો જતો !

એની પત્નીએ આખરે એક દિવસ એને પૂછ્યું:

”ડોશીમાનાં સંતરાં તો હંમેશાં મીઠાં જ હોય છે, તો ય તમે દરેક વખતે ચાખવાનું નાટક કેમ કરો છો ?”

પતિએ મુખ પર સ્મિત સાથે કહ્યું:

” એ સાચું છે કે ડોશીમા હમેશા મીઠાં સંતરાં જ વેચે છે,પણ એ પોતે સંતરાં ખાવા પામતી હોય એમ મને લાગતું નથી.એટલે આવુ નાટક કરીને  રોજ  એને એક સંતરું  ખવડાવવું  મને બહુ ગમે છે !”

સંતરાંવાળા ડોશીમાની બાજુમાં બેસતી બાઈ એ ડોસીમાં ને  પૂછ્યું:

” સંતરાં ખરીદવા આવતો પેલો જક્કી છોકરો રોજે રોજ ચાખ ચાખ કરે છે, ને તોય તું સંતરાં તોલે ત્યારે  હમેશાં એને એક બે સંતરાં વધારે આપી દે  છે, આવું કેમ  ?”

ડોશીમાએ  કહ્યું :

” એ છોકરાના મનની વાત હું બરાબર જાણી ગઈ છું.રોજ એ સંતરૂ ચાખવાના બહાને એકાદ સંતરૂ  અહીં મારા માટે મુકીને જાય છે.

એ સમજે છે કે હું એ સમજતી નથી, પણ  મારા માટેના એના પ્રેમને હું ઓળખી ગઈ છું. એના આ પ્રેમના લીધે જ, એક મા ની જેમ , આપોઆપ મારાથી સંતરાં બાજુ ત્રાજવું નમી જાય છે !

પ્રેમ ચેપી હોય છે.

જે આપશે એને મળશે જ !

29 February 2020

જીંદગીની સફર તો તદન મફત છે*, કિંમત તો ફક્ત ગમતા વિસામાની છે.

એક સુંદર ટુંકી વાર્તા ...

*પુણ્ય...*

ડોશો ડોશીને દવાખાને બતાવીને લાકડીને ટેકે રીક્ષામાંથી ઉતરી ઘેર મોડે મોડે દોઢ વાગે પહોંચ્યા. ત્યાં તો દરવાજો બંધ. તાળું મારેલુ. ડોશો ધ્રુજતા હાથે ખિસ્સામાથી મોબાઇલ કાઢે ત્યાં જ પાડોશીએ કહ્યુ;

*તમારી વહુ ચાવી આપી ગઇ છે તાળું ખોલી આપ્યું.*

દંપતી અંદર પહોંચે ત્યાંજ વહુ પહોંચી ગઇ. ઝડપ થી એક ગ્લાસમાં બાપુજી માટે માટલાનું અને એક ગ્લાસમાં હાંડાનું પાણી બા માટે લઇ આવી. લાલાની પેરેન્ટ્સ મીટીંગમાથી આવત્તા પંચર પડયું ને મોડું થયુ એવો અફસોસ કરતાં રસોડામાં જઇ ફટાફટ દાળ ગરમ મુકી. બા માટે ખમણેલી હળદર, બાપુજી માટે કટકા. બાપુજીની દાળ ગરણીથી ગાળી નાખી. થાકેલ બા ને ડાયનીગ ટેબલને બદલે સોફા પર જ જમવાનું દેવાના હેતુથી થાળી વાટકો ગ્લાસ ટીપાઇ પર ગોઠવતી હતી ત્યાં તો બાએ વહુનો હાથ પકડી લીધો.

વહુ કહે; “બા કેમ? સારુ તો છે ને? “
કહી વહુ બા નાં પગ પાસે બેસી ગઇ.

બા એ દવાની કોથળી ખોલી એમાંથી દવાખાને જાતી વખતે વહુએ છાનુંમાનું મુકી દીધેલ બિસ્કીટનું પેકેટ  ખોલી બે બિસ્કીટ વહુના મોઢામાં મુકી દીધાં.

“બા તમે દવાખાને ખાધા નહીં?” વહુએ પુછયું.

બા કહે; *તને મુકીને હુ ઘરડી ડોશી ખાઇ લઉ?*
*ઘડીક શ્વાસ લે.*

વહુ બા નાં ખોળામા માથું રાખી દીધું
ને આખો થાક ઉતરી ગ્યો.

*અચાનક વહુ કહે “બા મારે એકાદશી હતી.*”

બા કહે; “તુ અમને જે રીતે સાચવે છે ને તને તો રોજ ભાગવત સપ્તાહનું પુણ્ય મળે છે.” કહેતાં કહેતાં બે બિસ્કીટ પાછા મોઢામાં મુકી દીધાં.

ત્યાં સામેની ખુરશીમાં બેઠેલ બાપુજીએ બિસ્કીટ માટે મોઢું ફાડી રાખેલ જે જોઇ સાસુ વહુ ખડખડાટ હસી પડ્યા.

આ બધાં પ્રસંગ વચ્ચે ઘરનો દરવાજો ખુલ્લો રહીં ગયો એ ખબર ન રહીં. ધ્યાન ગયુ ત્યારે દાદાની હયાતી ચેક કરવા આવેલ દોઢ લાખ પગારવાળા બેન્ક મેનેજર આ દૃશ્ય જોઇ રડી રહ્યાં હતાં. ખબર નહીં કેમ...
*જીંદગીની સફર તો તદન મફત છે*,
કિંમત તો ફક્ત ગમતા વિસામાની છે.

🍁 સારા આનંદદાયક કૌટુંબિક સંબંધ અને ખુશી માટે વિશાલ શ્રીમંતાઈ, મહેલ જેવા આવાસ કે મરસિડીઝો નહીં
પણ સાચી સમજણ વધારે જરૂરી છે!

💝💖

24 December 2019

આપણે જ્યાં છીએ એ આપણી મહેનત અને ભગવાનની કૃપાને કારણે છીએ. મોટી સત્તા કે સંપતિ મળ્યા પછી એ યાદ રાખવું કે રાજા આ બધુ પાછુ પણ લઇ શકે છે. સત્તા અને સંપતિના નશામાં માણસાઇ ભૂલાઇ ન જાય એ માટે સજાગ રહેવું.

એકવખત કોઇ મોટા રાજ્યનો રાજા જંગલમાં શિકાર કરવા માટે નિકળ્યો. શિકારની શોધમાં એ ખુબ જ આગળ નીકળી ગયો અને રસ્તો ભુલી ગયો.આ ગાઢ જંગલમાં એનો ભેટો એક નવયુવાન ભરવાડ સાથે થયો. પેલો યુવાન રાજાને પોતાના નેસમાં લઇ ગયો અને પ્રેમથી જમાડ્યા પછી રાજાની સાથે આવીને છેક જંગલની બહાર મુકી ગયો.

રાજા આ ભરવાડ યુવાન પર ખુબ રાજી થયો. એમણે નક્કી કર્યુ કે મારે આ યુવાનને મારા રાજ્યમાં નોકરી પર રાખવો છે.યુવાનના માતા-પિતા તો ખુબ ખુશ થયા. ભરવાડ રાજાને ત્યાં નોકરીએ રહી ગયો. રાજા તેના પર વિશ્વાસ રાખીને જુદા-જુદા કામો સોંપતો જાય અને યુવાન પુરી નિષ્ઠાથી એ કામો કરતો જાય.

બહુ થોડા જ સમયમાં આ યુવાન રાજાનો સૌથી માનિતો પ્રધાન થઇ ગયો આથી બાકીના દરબારીઓ આ યુવાનની ઇર્ષા કરવા લાગ્યા.યુવાન આખો દિવસ શું કરે છે એ બરાબર ધ્યાનથી જોવા લાગ્યા. આ નિરિક્ષણ વખતે એક બાબત ધ્યાનમાં આવી કે યુવાન રોજ નગરની બહાર આવેલી એક અવાવરુ ઓરડીમાં એકલો જાય છે અને અડધો કલાક આ ઓરડીમાં રહે છે.

દરબારીઓએ રાજાને આ બાબતે ફરીયાદ કરી. રાજા એ યુવાન અને બધા દરબારીઓને સાથે લઇને પેલી ઓરડી પર તપાસ કરવા માટે ગયા. બધાને એમ હતું કે યુવાન આ ઓરડીમાં કોઇ સંપતિ ભેગી કરીને સંતાડતો હશે.ઓરડી ખોલી તો આખી ખાલી હતી એક ખુણામાં માણસના કદનો એક અરિસો હતો એ સિવાય કંઇજ નહી. બધા દરબારીઓ ભોંઠા પડી ગયા. એક દરબારીનું ધ્યાન ગયુ કે અરિસાની પાછળ એક પોટલીમાં કંઇક સંતાડેલું છે. એ પોટલી બહાર કાઢી એટલે ભરવાડે તે ન ખોલવા રાજાને વિનંતિ કરી પણ રાજાએ બધાની હાજરીમાં એ પોટલી ખોલી તો એમાંથી ભરવાડના જુના કપડા નિકળ્યા.
રાજાએ આ વિષે યુવાનને પુછ્યુ ત્યારે યુવાને સ્પષ્ટતા કરતા કહ્યુ , " રાજાજી આ બધા જ દરબારીઓની વાત સાચી છે હું રોજ આ ઓરડીમાં આવું છું અને પછી આ પ્રધાનના કપડા કાઢીને ભરવાડના કપડા પહેરુ છુ અને પછી અરીસામાં જોઇને મારી જાત સાથે વાત કરુ છું કે તું મૂળભુત રીતે તો આ અરિસામાં દેખાય છે તે ભરવાડ જ છે આ તો માત્ર રાજાની કૃપાથી તું પ્રધાન બન્યો છે અને તું ત્યાં સુધી જ પ્રધાન છે જ્યાં સુધી રાજા ખુશ છે જ્યારે રાજા રુઠશે ત્યારે ફરી ભરવાડ જ થઇ જવાનો છે માટે સત્તાના નશામાં તું તારી જાતને ભુલી ન જતો."
મિત્રો, આપણે જ્યાં છીએ એ આપણી મહેનત અને ભગવાનની કૃપાને કારણે છીએ. મોટી સત્તા કે સંપતિ મળ્યા પછી એ યાદ રાખવું કે રાજા આ બધુ પાછુ પણ લઇ શકે છે. સત્તા અને સંપતિના નશામાં માણસાઇ ભૂલાઇ ન જાય એ માટે સજાગ રહેવું.

9 November 2019

प्यार वो नहीं जो कोई "कर" रहा है..., प्यार वो है जो कोई "निभा" रहा है...

*दो बूढ्ढे  बुढ्ढी की नोंक-झोंक*
.
इन 60-65 साल के अंकल आंटी का झगड़ा ही ख़त्म नहीं होता...!

एक बार के लिए मैंने सोचा अंकल और आंटी से बात करूं क्यों लड़ते हैं हरवक़्त, आख़िर बात क्या है...!
.
फिर सोचा मुझे क्या, मैं तो यहाँ मात्र दो दिन के लिए ही आया हूँ...!

मगर थोड़ी देर बाद आंटी की जोर-जोर से बड़बड़ाने की आवाज़ें आयीं तो मुझसे रहा नहीं गया...!

ग्राउंड फ्लोर पर गया मैं, तो देखा अंकल हाथ में वाइपर और पोंछा लिए खड़े थे...!

मुझे देखकर मुस्कराये और फिर फर्श की सफाई में लग गए...!

अंदर किचन से आंटी के बड़बड़ाने की आवाज़ें अब भी हो रही थी..!

कितनी बार मना किया है... फर्श की धुलाई मत करो... पर नहीं मानता बुड्ढा...!

मैंने पूछा "अंकल क्यों करते हैं आप फर्श की धुलाई..?, जब आंटी मना करती हैं तो"...!

अंकल बोले " बेटा,
फर्श धोने का शौक मुझे नहीं इसे है..! मैं तो इसीलिए करता हूं ताकि इसे न करना पड़े...!"

"ये सुबह उठकर ही फर्श धोने लगेगी इसलिए इसके उठने से पहले ही मैं धो देता हूँ..!

क्या..?... मुझे बड़ा आश्चर्य हुआ..!

अंदर जाकर देखा आंटी किचन में थीं, "अब इस उम्र में बुढ़ऊ की हड्डी पसली कुछ हो गई तो क्या होगा.? मुझसे नहीं होगी खिदमत.!" आंटी झुंझला रही थीं..!

परांठे बना कर आंटी सिल-बट्टे से चटनी पीसने लगीं...!

मैंने पूछा "आंटी मिक्सी है तो फिर..."

"तेरे अंकल को बड़ी पसंद है सिल-बट्टे की पिसी चटनी.! बड़े शौक से खाते हैं.! दिखाते यही हैं कि उन्हें पसंद नहीं.!"

उधर अंकल भी नहा धो कर फ़्री हो गए थे.! उनकी आवाज़ मेरे कानों में पड़ी,
"बेटा, इस बुढ़िया से पूछ.! रोज़ाना मेरे सैंडल कहां छिपा देती है, मैं ढूंढ़ता हूँ और इसको बड़ा मज़ा आता है मुझे ऐसे देखकर.!"

मैंने आंटी को देखा वो कप में चाय उड़ेलते हुए मुस्कुराईं और बोलीं,
"हां.! मैं ही छिपाती हूँ सैंडल, ताकि सर्दी में ये जूते पहनकर ही बाहर जाएं, देखा नहीं कैसे उंगलियां सूज जाती हैं इनकी.!

हम तीनों साथ में नाश्ता करने लगे...

इस नोक झोंक के पीछे छिपे प्यार को देख कर मुझे बड़ा अच्छा लग रहा था.!

नाश्ते के दौरान भी बहस चली दोनों की.!
अंकल बोले "थैला दे दो मुझे.! सब्ज़ी ले आऊँ"...
"नहीं कोई ज़रूरत नहीं.! थैला भर भर कर सड़ी गली सब्ज़ी लाने की.!" आंटी गुस्से से बोलीं.!

अब क्या हुआ आंटी.!... मैंने आंटी की ओर सवालिया नज़रों से देखा और उनके पीछे-पीछे किचन में आ गया..!
.
"दो कदम चलने में सांस फूल जाती है इनकी, थैला भर सब्ज़ी लाने की जान है क्या इनमें"....?
"बहादुर से कह दिया है वह भेज देगा सब्ज़ी वाले को"...
" मॉर्निंग वॉक का शौक चर्राया है बुढ़‌ऊ को"... "तू पूछ उनसे.! क्यों नहीं ले जाते मुझे भी साथ में.!"...
"चुपके से चोरों की तरह क्यों निकल जाते हैं.?"... आंटी ने जोर से मुझसे कहा.!

"मुझे मज़ा आता है इसीलिए जाता हूं अकेले.!"... अंकल ने भी जोर से जवाब दिया.!

अब मैं ड्राइंग रूम में था, अंकल धीरे से बोले, "रात में नींद नहीं आती तेरी आंटी को, सुबह ही आंख लगतीं हैं, कैसे जगा दूँ चैन की गहरी नींद से इसे.! इसीलिए चला जाता हूँ गेट बाहर से बंद कर के.!"

इस नोक-झोंक पर मुस्कराता, में वापिस फर्स्ट फ्लोर पर आ गया...

कुछ देर बाद बालकनी से देखा अंकल आंटी के पीछे दौड़ रहे हैं!...

"अरे कहाँ भागी जा रही हो, मेरे स्कूटर की चाबी ले कर... इधर दो चाबी.!"

"हाँ.! नज़र आता नहीं पर स्कूटर चलाएंगे.! कोई ज़रूरत नहीं.! ओला कैब कर लेंगे हम.!" आंटी चिल्ला रही थीं.!

"ओला कैब वाला किडनैप कर लेगा तुझे बुढ़िया.."

"हां कर ले.! तुम्हें तो सुकून हो ही जाएगा.!"

अंकल और आंटी की ये बेहिसाब नोंक-झोंक तो कभी ख़त्म नहीं होने वाली थी...

मगर मैंने आज समझा कि इस तकरार के पीछे छिपी थी इनकी एक दूसरे के लिए बेशुमार मोहब्बत और फ़िक्र...!

मैंने आज समझा था कि *प्यार वो नहीं जो कोई "कर" रहा है..., प्यार वो है जो कोई "निभा" रहा है...*
                              

16 October 2019

તમારાં ખિસ્સાં તપાસાઇ ન જાય ત્યાં સુધી મેં પણ મારી આંખો બંધ રાખી હતી.

ચોરી:
"સર, ઓળખ્યો મને? હું વિશ્વાસ! તમારો ચાળીસ વર્ષ પહેલાંનો વિદ્યાર્થી!"
"ના, રે! હવે બરોબર દેખાતું પણ નથી, અને આજકાલ યાદ પણ નથી રહેતું. પણ એ વાત જવા દે, તું કહે, શું કરે છે આજકાલ?"
"સર, હું પણ તમારી જેમ જ શિક્ષક થયો છું."
"અરે વાહ! ખરેખર? પણ શિક્ષકોના પગાર તો કેટલા ઓછા હોય છે! તને વળી શિક્ષક થવાનું ક્યાંથી સૂઝ્યું?"
"સર, તમને કદાચ યાદ હશે, આપણા વર્ગનો ત્યારનો આ પ્રસંગ... જેમાંથી તમે મને બચાવ્યો હતો. બસ, ત્યારથી જ મેં તમારા જેવા જ શિક્ષક બનવાનું નક્કી કર્યું હતું."
"એમ? એવું તે શું બન્યું હતું આપણા વર્ગમાં?"
"સર, આપણા વર્ગમાં અક્ષય નામનો એક પૈસાદાર ઘરનો છોકરો હતો. એક દિવસ તે કાંડા ઘડિયાળ પહેરીને શાળાએ આવ્યો હતો. અમારામાંથી કોઈ પાસે ત્યારે કાંડા ઘડિયાળ ન હતી. મને તે ઘડિયાળ ચોરી લેવાની ઈચ્છા થઈ. રમતગમત ના સમયે મેં જોયું કે તેણે કાંડા ઘડિયાળ કાઢીને કંપાસ બોકસમાં મૂકી. બસ, યોગ્ય મોકો જોઈને મેં તે ઘડિયાળ ખિસ્સામાં મૂકી દીધી.  એ પછી તરત જ તમારો વર્ગ હતો. તમે વર્ગમાં આવ્યા કે તરત અક્ષયે તમારી પાસે તેની ઘડિયાળ ચોરાઈ હોવાની ફરિયાદ કરી.
સહુથી પહેલાં તો તમે વર્ગનું બારણું અંદરથી બંધ કર્યું. પછી બોલ્યા, " જે કોઈએ ઘડિયાળ લીધી હોય, તે પાછી આપી દે. હું તેને કંઈ સજા નહીં કરું." મારી હિંમત ન થઈ કારણ કે એ ચોરેલી ઘડિયાળ મેં પાછી આપી હોત તો જિંદગીભર બધાંએ મને ચોર તરીકે હડધૂત કર્યો હોત.
પછી તમે કહ્યું, "બધા એક લાઈનમાં ઊભા રહો અને આંખો મીંચી દો. હવે હું બધાંનાં ખિસ્સાં તપાસીશ. પણ બધાંનાં ખિસ્સાં તપાસાઈ જાય ત્યાં સુધી કોઈએ પોતાની આંખ ખોલવી નહીં.
તમે એક એક ખિસ્સું તપાસતા, મારી નજીક આવ્યા. મારી છાતીમાં ધબકારા વધી ગયા. તમે મારા ખિસ્સામાંથી ઘડિયાળ કાઢી, પણ છતાં, બાકીના બધા વિદ્યાર્થીઓનાં ખિસ્સાં પણ તમે તપાસ્યાં અને પછી અમને સહુને આંખો ઉઘાડવા જણાવ્યું.
તમે એ ઘડિયાળ અક્ષયને આપી અને કહ્યું, "બેટા, હવે પછી ઘડિયાળ પહેરીને વર્ગમાં ન આવતો." પછી ઉમેર્યું," અને જેણે કોઈએ એ લીધી હતી, તેણે ફરી આવું ખોટું કામ કરવું નહીં." બસ, પછી તમે રાબેતા મુજબ શીખવવાનું કામ શરૂ કરી દીધું. ત્યારે તો નહીં જ, પણ ત્યાર બાદ મેં શાળાંત પરીક્ષા પાસ કરીને શાળા છોડી ત્યાં સુધી ક્યારેય ન તમે મારી ચોરીનો ઉલ્લેખ કર્યો, ન એ તમારા વર્તનમાં બતાવ્યું! સર, આજે પણ તે યાદ કરીને મારી આંખો ભરાઈ આવે છે. બસ, ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે તમારા જેવો જ શિક્ષક બનીશ - અને જુઓ, બન્યો પણ ખરો!"
"અરે... હા, હા! મને યાદ છે એ ઘટના! પણ મને આ ક્ષણ સુધી ખબર ન હતી કે એ ઘડિયાળ મેં તારા ખિસ્સામાંથી કાઢી હતી... કારણ કે તમારાં ખિસ્સાં તપાસાઇ ન જાય ત્યાં સુધી મેં પણ મારી આંખો બંધ રાખી હતી."