" ગડબડ ક્યાં થઈ ?? "
એક બહુ જ હોશિયાર છોકરો હતો... હમેશા ફર્સ્ટ જ આવતો...
આવા છોકરાવ ને બહુ જ જલ્દી સિલેકસન મળી જાતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું...
IIT ચેન્નઈ માં કરી ને B.Tech કર્યું અને પછી અમેરિકા જઇ ને MBA કર્યું..
તરત જ નોકરી મળી ગઈ અને દેશ માં ખૂબ જ સુંદર કન્યા સાથે પરણી ગયો અને 3 બેડ ના ફ્લેટ માં આરામ ની જિંદગી જીવવા લાગ્યો...
સુખ અને માત્ર સુખ જ હતું છતાં એણે એક દિવસ સ-પરિવાર આત્મહત્યા કરી લીધી...
What Went Wrong ? ગડબડ ક્યાં થઈ ?
આ પગલું ભરતા પહેલા એણે કાયદેસર રીતે બધુ જ સમજી વિચારી ને પોતાની પત્ની સાથે ચર્ચા કરી ને સ્યૂસાઇડ નોટ માં લખ્યું કે અત્યાર ની પરિસ્થિતી માં આ જ પગલું શ્રેષ્ઠ છે !!!
એના આ કેસ ને અને સ્યૂસાઇડ નોટ ને California Institute of Clinical Psychology એ ‘What went wrong ?‘ જાણવા માટે સ્ટડી કર્યું !!!
કારણો મળ્યા...
અમેરિકા ની આર્થિક મંદી ના લીધે એની નોકરી ગઈ... પછી બીજી નોકરી મળી જ નહીં... પગાર ઓછો કરવા છતાં 12 મહિના નોકરી ના મળી અને મકાન ના હપ્તા અને ઘર ખર્ચ કાઢતા રોડ પર આવી જાય એવી હાલત થઈ...
થોડા દિવસ પેટ્રોલ પંપ પર નોકરી કરી ને ઘર ચલાવ્યું એવું જાણવા મળ્યું પણ પછી થોડા જ સમય માં સ-પરિવાર આત્મહત્યા કરી લીધી !!!
આ કેસ ને સ્ટડી કરતાં એક્સપર્ટ આ તારણ પર આવ્યા કે " This man was programmed for success but he was not trained
how to handle failure. " મતલબ કે આ વ્યક્તિ ને સફળ કેમ થાવું એ તો શિખડાવવા માં આવ્યું હતું પણ અસફળતા નો સામનો કેમ કરવો એ નોતુ શિખડાવ્યું !!!
એના માં બાપે હમેશા એણે ફર્સ્ટ કેમ આવવું એ જ શીખવ્યું અને દુનિયા ના ઉતાર ચડાવ દેખાડયા જ નહીં અને બસ રૂમ માં બેસાડી ને ભણ-ભણ જ કહ્યે રાખ્યું...
મિત્રો, બાળકો ને શિક્ષણ જરૂર આપો પણ સાથે સાથે આ જંગલ રૂપી દુનિયા માં કેમ ટકવુ એ સંસ્કાર અને શીખ પણ આપો...
દરેક પરિસ્થિતી નો ધીરજ સાથે સામનો કેમ કરવો, વિવેક રાખવો અને શહનશીલતા રાખવી એ પણ શિખડાવો !!! - હિતેશ રાઈચુરા
Pages
- હોમ
- પરિપત્રો પ્રાથમિક
- SUPER VIDEO
- ગુજરાતી,
- હિન્દી
- સંસ્કૃત
- અંગ્રેજી
- ગણિત
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- કોમ્પ્યુટર
- પર્યાવરણ
- પુસ્તક સાહિત્ય
- C.C.C.ઉપયોગી
- 2 થી 8 ની કવિતાઓ
- શાળાના ફોટોગ્રાફ્સ
- પ્રવાસ
- પ્રાર્થનાસભા
- ઇકો ક્લબ
- બાળવાર્તાઓ ડાઉનલોડ
- શાળા પત્રકો
- ચિત્ર,સંગીત,વ્યાયામ
- MOBILE PHONE
- Mp3 Song
- બાળ અભિનય ગીતો
- સાંસ્કૃતિક કાર્યક્રમો
- ધોરણ-12
- સામાજિક વિજ્ઞાન
- પ્રજ્ઞા
ચાલતી પટ્ટી
15 March 2019
ગડબડ ક્યાં થઈ ??
18 November 2018
બાળક અને આપણે
*બાળક અને આપણે*
ખૂબ સમજભર્યોલેખ...
કોઈ બાળક પાસે પોતાના મા-બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો. અને એમની એ કમનસીબીનો આપણે ક્યારેક ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ.
આપણા સમાજમાં નાની ઉંમરે મૃત્યુના મુખ્ય બે કારણો છે. *અપેક્ષાઓ અને અભિપ્રાયો.* બાળક જન્મે ત્યારે એની બંધ મુઠ્ઠીઓમાં મમ્મી-પપ્પાને સંબોધીને ઈશ્વરે લખેલી કોઈ ચિઠ્ઠી નથી હોતી, કે આ બાળકને *ડૉક્ટર કે એન્જીનીયર બનાવજો.* (કોઈપણ જાતની પૂર્વશરત વિના પોતાના ભાગે આવેલી જિંદગીને ઉજવી લેવાની સમજણ પાઠ્ય-પુસ્તકો વાંચીને નથી આવતી.)
બાળકોને પ્રેમ કરનારા આપણે સહુ તેમની પ્રતિભા અને તેજસ્વીતાનું ગૌરવ તો લઈએ છીએ પરંતુ તેમની નબળાઈઓ સ્વીકારવા આપણે તૈયાર નથી હોતા. પરીક્ષાના માર્કસ હોય કે રમતગમતનું મેદાન, આપણું બાળક ક્યાંય પણ પાછળ રહી જાય એ વાત આપણને મંજૂર નથી.
*શ્રીદક્ષિણામૂર્તિના શિક્ષક અને કેળવણીકાર વિક્રમ ભટ્ટ કહે છે કે* ‘બાળકોની અપૂર્ણતાને ચાહો. કારણકે તેઓ *તમારી અપૂર્ણતાને ચાહે છે.’ *આ વાત કેટલી સાચી છે !*
આજ સુધી કોઈ બાળકે એની મમ્મીને એવું કહ્યું નથી કે *‘મમ્મી, તને અંગ્રેજી બોલતા નથી.* *આવડતું એટલે હું તારા ખોળામાં નહિ બેસું.’* પપ્પાને પ્રમોશન નથી મળ્યું એવું *સાંભળીને કયું બાળક એના પપ્પા સાથે બોલવાનું બંધ કરી દે છે ?*
બાળકો આપણને આપણી નિષ્ફળતાઓ અને નબળાઈઓ સાથે સ્વીકારે છે અને પ્રેમ કરે છે. ચોકલેટ અને રમકડા જેવી નાની બાબતો પર જીદ કરતા બાળકો, એમના મા-બાપની ઉણપો વિશેનું સત્ય કેટલી સરળતાથી સ્વીકારી લે છે !
બીજું કાંઈ શીખીએ કે નહિ પરંતુ *આપણા બાળકો પાસેથી આપણે ઉદારતા* તો શીખવી જ પડશે.એમના ઉછેરમાં, એમની માવજતમાં આપણે પણ ભૂલો કરતા હોઈશું. જેમ બે કાન પકડીને આપણે તેમની પાસે સોરી બોલાવીએ છીએ, એમ એમની આંખોમાં આંખો નાખીને આપણે પણ તેમને ‘સોરી’ કહેતા શીખવું પડશે.
આપણે માફી માંગીએ કે ન માંગીએ, બાળકો બહુ જલ્દી માફ કરી દેતા હોય છે. અને માફી આપ્યાનો તેમને અહંકાર પણ નથી હોતો. કદાચ તેઓ પ્રેમને આપણી કરતા વધારે સારી રીતે સમજે અને જીવે છે.
*દરેક બાળક પોતાની પસંદગી લઈને જન્મે છે. પોતાના ગમા-અણગમા સાથે જીવે છે. આપણી કોઈપણ જાતની દખલગીરી વગર પણ તેઓ પોતાને ગમતું કામ તો* વ્યવસ્થિત રીતે કરી જ લેવાના છે. બસ, એમના સપનાઓમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ.
*પેરેન્ટ્સ મીટીંગ વખતે ચિંતિંત વાલીઓ જ્યારે ક્લાસ-ટીચરને પૂછતા હોય છે કે ‘ક્લાસમાં મારા* બાળકનું પ્રદર્શન કેવું છે ?’ ત્યારે મને ઘણીવાર વિચાર આવે છે કે આવી એક મીટીંગ બાળકો સાથે પણ થવી જોઈએ જ્યાં બાળકોને પૂછવામાં આવે કે *‘ઘરમાં તમારા મમ્મી પપ્પાનું પ્રદર્શન કેવું છે ?’*
અત્યાર સુધી ફક્ત આપણે જ *બાળકોને ગ્રેડ્સ અને માર્કસ આપતા આવ્યા છીએ.* એક અવસર એમને પણ મળવો જોઈએ, આપણું મૂલ્યાંકન કરવાનો. પણ બાળકો ક્યારેય મૂલ્યાંકન નથી કરતા કારણકે *તેઓ જાણતા હોય છે કે ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિને લોકોની અપૂર્ણતા જ સુંદરતા બક્ષે છે.*
*જોઈ કોઈ પણ બાળક ‘પોતે અપૂર્ણ છે’ એવી માન્યતા સાથે મોટું થાય છે, તો વાલી તરીકે એ આપણી સૌથી મોટી અપૂર્ણતા છે.*
સાભાર દિવ્ય ભાસ્કર...
31 August 2018
*સુવિધાથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત તો ઋષિઓના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત...!!!!!*
એકવાર ઘરનાં મુખ્ય વ્યકિતએ બધાને બોલાવી ખખડાવ્યા કે
" અહી અભરાઇ પર ચકલીનું બચ્ચુ કાલ સાંજ સુધી મે જીવતુ જોયુ અને આજે મરેલુ ? "
બધા વિચારમાં પડી ગયા કોઇએ એવુ કાંઇ કયૂઁ નહોતું .
છેવટે રહસ્ય બહાર આવ્યું.
દીદીએ કહયું કે બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળવા પાંખો હલાવી કોશિશ કરતું હતું.
મે ઇંડુ તોડી બહાર કાઢયું.
તો આ જ તેનાં મોતનું કારણ ....!
બચ્ચાને પાંખો ફફડાવવા દેવુ પડે, જેથી તેના શરીરમાંથી પ્રવાહી ઝરે અને તે હલકુ થાય અને પાંખો મજબુતાઇ પકડશે અને કોચલામાંથી બહાર નીકળી તે ઊડી શકશે.
તમે મદદ કરી એટલે પાંખો ફફડાવ્યા વગરનું અપરીપકવ બચ્ચુ બહાર આવ્યુ ને મરી ગયું.
ઊડી શકવા પાંખો મજબૂત અને શરીર હલકુ અનિવાયઁ છે.
કઇંક આવુ જ આપણા સૌનુ છે.
મોટે ભાગે માબાપ સંતાનોને સંઘષઁથી દૂર રાખતા હોય છે.
સંતાનોને દરેક માબાપ બે વસ્તુ ભેટ આપે.
પરિશ્રમ અને સંઘષઁ .
પાંખો ફફડાવવાની તક આપો.
આજે આપણે એવુ વિચારીએ કે આપણાં સંતાનને સહેજ પણ તકલીફ ન પડવી જોઇએ.
આ વિચાર સંતાન માટે નુકશાન કારક છે .
સંતાન પછી કયાંથી *શેકેલો. પાપડ ભાંગે"*....!!!! !
*સુવિધાથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત તો ઋષિઓના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત...!!!!!*
30 June 2018
જે શિક્ષક નો વિદ્યાર્થી 90% લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો.
*અભણ* (લઘુકથા....)
દીકરા નું 12 માં નું પરિણામ આવ્યું....
પપ્પા બોલ્યા વાહ બેટા સરસ....
રસોડા માં દીકરા ના પરિણામ ની રાહ માં લાપસી બનાવતી તેની પત્ની ને સાદ પડ્યો, " એ સાંભળે છે? , આપણો દીકરો 12 માં ધોરણ માં 90% અને 98 pr સાથે પાસ થયો છે..."
તેની પત્ની દોડતી-દોડતી આવી.. બોલી બતાવો મને પરિણામ!
દીકરો બોલ્યો એ english માં છે, મમ્મી તું *અભણ* છે ને, તું રેવા દે, તને નઈ ખબર પડે..
મા ની આંખ છલકાઈ ગઈ પણ બિચારી કઈ બોલી ના શકી..
********************************************
ત્યારે તેના પપ્પા બોલ્યા;
" બેટા અમારા લગ્ન ના ત્રણ જ મહિના માં તારી મા ને ગર્ભ રહ્યો હતો, મેં કહ્યું ચાલ abortion કરવી લઈએ, હજુ તો જિંદગી માં કઈ ફર્યા જ નથી આપણે, તેણે ત્યારે મારી વાત નો વિરોધ કર્યો, કારણ કે તે *અભણ* છે."
તારી મા ને દૂધ નથી ભાવતું પણ તને પોષણ મળે એ માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે *અભણ* છે...
તને સવારે 7 વાગ્યે શાળા એ મોકલવા એ પોતે 5 વાગ્યા માં જાગી ને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી , કારણ કે તે *અભણ* છે...
તું રાત્રે વાંચતો- વાંચતો સુઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જ માં મૂકી, હળવેક થી બત્તી બંધ કરી દેતી, કારણ કે તે *અભણ* છે...
આજ સુધી તે પોતે *દેશી* હોવા છતાં પણ તને *વિદેશી* સગવડો આપી છે, કારણ કે તે *અભણ* છે...
તું નાનો હતો ને ત્યારે રાત્રે બોવ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામ માં વળગી જાય, કારણ કે તે *અભણ* છે...
તને સારા કપડાં પેહેરાવવા તે પોતે સસ્તી સાડી માં ચલાવી લેતી, કારણ કે તે *અભણ* છે....
બેટા ભણેલા ઓ ને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી મા એ આજ સુધી ઘર માં પોતાનો સ્વાર્થ નથી જોયો, તે આપણું જમવાનુ બનાવવામાં ક્યારેક પોતે જમતા ભૂલી જતી.... તેથી હું ગર્વ થી કહું છું કે મારી જીવનસંગીની *અભણ* છે...
દીકરો આટલું સાંભળી રડી પડ્યો અને બોલ્યો:
" મા " હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પણ મારા જીવન ને 100% બનાવનારી પ્રથમ શિક્ષક તું છે...
જે શિક્ષક નો વિદ્યાર્થી 90% લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો...
મા આજે 90% સાથે પણ *હું* *અભણ* છું, અને તારી પાસે આજે phd. થી પણ ઉંચી ડિગ્રી છે.
કારણ કે આજે મેં *અભણ* માં ના સ્વરૂપ માં *ડોક્ટર*, *શિક્ષક*, સારી સલાહકાર *(વકીલ)*, મારા કપડાં ને સિવતી *ડિઝાઈનર* અને બેસ્ટ *કૂક* વગેરે ના દર્શન કર્યા છે.
17 June 2018
ગુજરાતી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી સંતોષી હોય છે અને માટે જ સુખી હોય છે.!!!!!
અંગ્રેજી ભાષામાં ચેક લખવાનો હોય તો આપણે ‘રૂપીસ ટેન થાઉસન્ડ ઓન્લી ’એમ લખીએ છીએ. દસ હજારને બદલે દસ લાખ રૂપિયાનો ચેક હોય તો પણ ‘રૂપીસ ટેન લાખ ઓન્લી’ એમ જ લખાય છે. અંગ્રેજોની સંસ્કૃતિમાં ક્યાંય સંતોષ નામની ચીજ નથી. દસ લાખને બદલે દસ કરોડ રૂપિયા હોય તો પણ ‘ઓન્લી’ જ લખાય છે. આ જ ચેક જો ગુજરાતી ભાષામાં લખાય તો? ‘રૂપિયા દસ હજાર પૂરા’ એમ લખાશે. પૂરાનો અર્થ સંતોષ એવો થાય છે. શિક્ષણની પણ આવી જ અસર થાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી કાયમ અસંતોષથી ખદબદતો હોય છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી સંતોષી હોય છે અને માટે જ સુખી હોય છે.!!!!!
9 May 2017
મારે મારા મમ્મી-પપ્પા બદલવા છે...!!
*‘રીઝલ્ટ’*
રોહનની માર્કશીટ લઇને ઘરે આવતા જ તેની મમ્મીએ બેગ પછાડી અને કહ્યું, ‘રોહન, ધીસ ઇઝ વેરી બેડ, ઓન્લી એઇટી સીક્સ પર્સંટ......!!’
‘નો, મમ્મા એઇટી સીક્ષ પોઇંટ નાઇન એન્ડ આઇ એમ ઓન નાઇન્થ પોઝીશન ઇન માય ક્લાસ...!!’ રોહન ગર્વથી પોતાનું રીઝલ્ટ કહી રહ્યો હતો.
પણ તેના મમ્મી તેના પરિણામથી ખુશ નહોતી.
‘યુ નો.. બીફોર નાઇન ધેર આર એઇટ સ્ટુડેન્ટ...!!’
‘નો મમ્મા, ધેર આર ઇલેવન સ્ટુડેન્ટ અપ ટુ એઇટ રેન્ક...!!’ રોહને થોડી સ્પષ્ટતા કરી.
‘ઓહ.. રોહન તુમ મુઝે ઐસે કહ રહે હો કી તુમને કોઇ એવોર્ડ લેને વાલા કામ કીયા હૈ.....!! નહી.. નહી ઇતના કમ રીઝલ્ટ નહી ચલેગા.... ફ્રોમ ટુડે યોર નેક્ષ્ટ સ્ટાંડર્ડ પ્રીપરેશન વીલ સ્ટાર્ટ.. યોર રીઝલ્ટ ગોઇંગ વેરી પુઅર ફ્રોમ લાસ્ટ થ્રી ઇયર્સ...! ઇન ધીસ વેકેશન નો પિકનીક.. નો ગીફ્ટ... નો મોબાઇલ... નો ટીવી.... યોર મેમરી પાવર ઇમ્પ્રુવમેન્ટ ટ્યુશન સ્ટાર્ટૅ ફ્રોમ ટુમોરો... એન્ડ અબ સીક્સથ સ્ટાન્ડર્ડૅમે ઐસા રીઝલ્ટ નહી ચલેગા....!!’ રોહનનાં પાંચમા ધોરણનાં પરિણામે તો જાણે તેની મમ્મીની બધી અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું હોય તેમ નિસાસો નાખ્યો.
‘બટ.... મમ્મા... આઇ વાન્ટ....!!’ રોહનના શબ્દો હવે મમ્મીના ગુસ્સા સામે લાચાર બની ગયા હતા.
‘અને તારા ડેડીને આ રીઝલ્ટની જ્યારે ખબર પડશે ત્યારે તો.....!!’ મમ્મી રોહનને જાણે ડરાવી રહી હતી.
‘બટ... મમ્મા...!!’
‘શટ યોર માઉથ, નો સિંગલ વર્ડ.. ગો ઇન ધ રુમ એન્ડ ડુ પ્રીપરેશન ફોર હેન્ડ રાઇટીંગ...! આઇ એન્ડ યોર ડેડ ડુ ટુ મચ વર્ક એન્ડ પે હાયર ફી ઓલ્સો... બટ યુ આર નોટ સિરીયસ.. ઔર ઐસા હી રહા તો તેરા કુછ ભી નહી હોને વાલા..!’ મમ્મીના ફાંકડા અંગ્રેજીમાં રોહન બિચારો કઠપુતળી બની ગયો હતો.
રોહન તેના મિત્રો સાથે રમવા જવા ઇચ્છતો હતો. પણ આજે સ્કુલથી પરિણામ લઇને ઘરે આવતા આખા’ય રસ્તામાં અને છેલ્લે ઘરે પણ મમ્મીએ તો તેનો ઉધડો જ લઇ લીધો હતો.
’મમ્મા... મૈ પહલે સામને વાલે ઋત્વિક કા રીઝલ્ટ દેકર આતા હું. ઉસકો બુખાર હૈ, ઇસલીયે મૈ હી ઉસકી માર્કસીટ લેકર આયા હું.’ રોહન તેની મમ્મીથી દુર થવા માંગતો હતો અને તેને કારણ મળી ગયું.
‘ઓકે.. મગર જલ્દી આના.. ઉસકા રીઝલ્ટ ક્યા આયા હૈ...?’ મમ્મીએ રોહનને દરવાજે રોકતા જ કહ્યું.
રોહને તેના હાથમાં રહેલી માર્કસીટ સામે નજર કરી અને કહ્યું, ‘નાઇન્ટી ફોર પોઇન્ટ સેવન. સેકન્ડ રેન્ક ઇન ક્લાસ.’
નેવુંની સીરીઝમાં ઋત્વિકનું રીઝલ્ટ સાંભળતા જ ફરી મમ્મીનો પિત્તો ગયો, ‘ દેખ, કિતના બ્રિલિયન્ટ હૈ.. પુરા દિન મન લગાકે પઢાઇ કરતા હૈ.. ઔર એક તુ હૈ જો....!!’ રોહનને હવે મમ્મીના શબ્દો નહોતા સાંભળવા એટલે તે દરવાજાથી જલ્દી બહાર નીકળી ગયો.
સામેના જ ફ્લેટમાં રહેતા ઋત્વિકનો ડોરબેલ વગાડતા જ ઋત્વિકની મમ્મીએ દરવાજો ખોલ્યો. ‘અરે, આવ બેટા રોહન..’ ઋત્વિકની મમ્મી સ્પષ્ટ ગુજરાતી જ બોલતી. તેને અંગ્રેજી નહોતું આવડતું.
‘આન્ટી, આ ઋત્વિકનુ રીઝલ્ટ આપવા આવ્યો છું.’ રોહને માર્કશીટ બતાવી.
‘એ ત્યાં ટેબલ પર મુકી દે. ઋત્વિકને સારુ થશે એટલે જોઇ લેશે.’ મમ્મી ઋત્વિકના બેડ પર તેને માથા પર હાથ ફેરવી રહી હતી.
‘આન્ટી, હું તમારી પાસે બેસું. તમે મારા માથામાં હાથ ફેરવશો ? મને તે બહુ ગમે છે.’ રોહન ખરેખર નિર્દોષ હતો.
‘અરે, બેટા, આવને તું પણ મારો દિકરો જ છે.’ ઋત્વિકના મમ્મીએ રોહનને પાસે બેસાડ્યો અને માથા પર હાથ ફેરવવા લાગી.
‘આન્ટી, વ્હાય યુ નોટ સી રીઝલ્ટ...આઇ મીન તમે ઋત્વિકનું રીઝલ્ટ કેમ જોયું જ નહી ?’ રોહને નિર્દોષ પ્રશ્ન કર્યો.
‘અરે, બેટા આ રીઝલ્ટ તો પછી જોઇ લઇશ. મને તો આ ટકાવારીની રેસ જોવી ગમતી જ નથી.’ ઋત્વિકના મમ્મીના એક વાક્યના જવાબમાં તો રોહન પોતના મમ્માના હંટર જેવા શબ્દો યાદ આવી ગયા.
‘પણ, જો રીઝલ્ટ સારુ નહી આવે તો આગળ જિંદગીમાં કશું કરી જ ન શકાય’ને ?’ રોહને ફરી પોતે સાંભળેલા શબ્દોને પોતાના પ્રશ્નમાં રજુ કર્યો.
ઋત્વિકની મમ્મીએ તેને સમજાવ્યું ‘નહી, બેટા, કોણે કહ્યું કે એક પરિક્ષામાં રીઝલ્ટ ઓછુ આવે કે જિંદગીમા કશુ ન કરી શકાય...! આ રીઝલ્ટ તો કાયમ બદલાયા કરે, ભણવું એટલે વધારે રીઝલ્ટ લાવવું એમ નથી હોતું. તમારે આ ઉંમરે આમ મોટા માણસ બની જવાની કોઇ જરુર નથી. બાળપણની મજા કરો.....!’
હજુ તેમના શબ્દો પુરા થયા નહોતા ત્યાં ઋત્વિકના ડેડી આવી ગયા. રોહનને જોઇને તેમને વ્હાલથી ગાલે ટપલી મારી, ‘કેમ છે રોહન ? ઋત્વિકને સવારે જ અચાનક તાવ ચડી ગયો...! તેને સારુ થાય એટલે રમજો..!’
‘અંકલ.. આજે તમારી ઓફીસમાં રજા છે ?’ રોહને પુછ્યું.
‘નહી.. તો આ તો ઋત્વિકને સારુ નહોતું એટલે થયું કે લાવ આજે તેની પાસે જ રહું એટલે મે રજા લીધી છે.’ ઋત્વિક તેના ડેડીનો અવાજ સાંભળીને બેઠો થયો.
‘અરે, રોહન... શું રીઝલ્ટ આવ્યું ?’ ઋત્વિકે તરત જ પુછ્યું. ‘અરે આ વર્ષે તું ફર્સ્ટ નથી આવ્યો. સેકન્ડ નંબર છે.’ રોહને તરત જ જવાબ આપ્યો.
રોહનનો જવાબ સાંભળી ઋત્વિકના ચહેરા પર થોડી ઉદાસી દેખાઇ તો તરત જ તેના મમ્મી-પપ્પા તેની પાસે આવી ગયા. ‘અરે બેટા, કોણ કહે છે કે દર વર્ષે ફર્સ્ટ જ આવવું જોઇએ. ડોન્ટ વરી.. તને યાદ છે’ને પેલો ભગવદ ગીતાના શ્લોક કર્મણ્ય વાધીકારસ્તે મા ફલેષુ કદાચન..!! યુ એન્જોય યોર વેકેશન.’ તેના ડેડીએ તેના હાથમાં નવી લાવેલી ગેમ્સ મુકીને ઋત્વિકને ખુશ કરી દીધો.
‘અંકલ એ શ્લોક કયો છે ? મને સમજાવશો ?’ રોહને તેમના સંસ્કૃત શબ્દો ન સમજાતા પુછી લીધું.
રોહનની વાત સાંભળી ઋત્વિકની મમ્મીએ કહ્યું, ‘ બેટા, ભગવદગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જ કહ્યું છે, આપણને માત્ર મહેનત કરવાનો અધિકાર છે. ફળની કોઇ આશા ન રાખવી.’
રોહન કદાચ, બધુ નહી સમજ્યો હોય પણ તે ઉભો થયો અને કહ્યું, ‘થેન્ક્યુ..અંકલ- આંટી. હું જાઉં છું.’ તે પોતાના ફ્લેટ તરફ ગયો...
પપ્પા ઘરે આવી ગયા હતા. તેમના હાથમાં માર્કશીટ હતી. મોમ અને ડેડ ડીસક્સન કરી રહ્યા હતા, ‘ધીસ ટાઇમ રોહન ડાઉન ટુ પરસન્ટ બીલોવ, હી ઇઝ નોટ સિરીયસ એન્ડ ઓલ્સો હી નોટ કોન્સન્ટ્રેટ ઓન સ્ટડી.... આઇ ડિસાઇડ વી સુડ ચેન્જ સ્કુલ એન્ડ પર્સનલ કોચીંગ ટીચર ઓલ્સો.....!!’
રોહનને રુમ તરફ આવતો જોઇ તેના ડેડીએ પણ ફરી તેને પરિણામનાં બે ટકાના ફેરફાર માટે જાણે દેશની પ્રગતિ અટકી જવાની હોય તેટલું ભાષણ આપ્યું.
અને બન્ને એકસાથે છેલ્લે કહ્યું, ‘રોહન તું જ નક્કી કરી લે તારે શું બદલવું છે ? સ્કુલ ? ટ્યુશન ટીચર કે તારા રખડેલ ફ્રેન્ડસ...???
રોહને ધીરેથી નિસાસો નાંખતા કહ્યું. *‘આઇ વોન્ટ ટુ ચેન્જ માય પેરેન્ટ્સ....!! (મારે મારા મમ્મી-પપ્પા બદલવા છે...!!)’*
અને તે જ ક્ષણે રોહનના ડેડીના હાથમાં રહેલી માર્કશીટ હવામાં લહેરાઇને ફર્સ પર પડી ગઇ અને મમ્મી-ડેડી બન્ને સોફા પર ફસડાઇ પડ્યા....!!
*સ્ટેટસ*
*આજના ભણતરનું પરિણામ કંઇક એવું હતું.*
*કોઇને યાદ જ ન રહે કે, બાળપણ કેવું હતુ ?
28 March 2017
બોર્ડની પરીક્ષા ટકોરા મારી રહી છે
👏 બોર્ડની પરીક્ષા ટકોરા મારી રહી છે, ખરું ને.....
આ જ બાબતને અનુલક્ષીને બોર્ડની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ અને તેમના પેરેન્ટ્સને ઉપયોગી થાય તે હેતુ સાથે Best of Luck વિષય હેઠળ સરળ ભાષામાં પરીક્ષાને લગતી માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. આ સમગ્ર બાબત જણાવતાં પહેલાં વાલીમિત્રોને અરજ છે કે, તેઓ પોતે પણ સમજે અને પોતાના બાળકને પણ સમજાવે કે – “કોઈ પણ પરીક્ષા જિંદગીની આખરી પરીક્ષા હોતી નથી, આ પરીક્ષા પણ અન્ય પરીક્ષા જેવી જ છે અને તે પણ સારી રીતે પાર પડી જ જશે... ” આ પ્રકારનો આત્મવિશ્વાસ બાળકમાં ઉત્પન્ન કરશો અને વિદ્યાર્થીના સાચા માર્ગદર્શક કે પથદર્શક બનશો તેવી અપીલ છે....
हर कामयाबी पर आपका नाम होगा,
आपके हर कदम पर दुनिया का सलाम होगा ।
मुश्किलों का सामना हिम्मत से करना,
उम्मीद है एकदिन वक्त भी आपका गुलाम होगा ।।
👉 *વિદ્યાર્થીમિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબતો*
- ❄ઈશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરો.
- ❄મહેનતનો બીજો કોઈ શોર્ટકટ નથી – આ બાબત સમજી અને સ્વીકારી લો.
- ❄આયોજનપૂર્વકની ચોક્કસ દિશામાં કરેલી મહેનત જ સફળતા અપાવશે.
- ❄વિનમ્ર બની તમારામાં રહેલી ઉણપોને દૂર કરો અને તેને દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહો.
- ❄આખું વર્ષ મહેનત કરી છે, તો પરીક્ષાના દિવસો દરમિયાન ખોટા ઉજાગરા ન કરો.
- ❄અનેક પરીક્ષાઓ આપી છે, તો પરીક્ષાનો ખોટો ડર ન રાખો. પરીક્ષા આપો હસતાં... હસતાં...
-❄ છેલ્લા સમયે IMP ક્યાંથી મળશે તેમાં સમય વ્યતિત ન કરતાં પોતાના પર વિશ્વાસ રાખી મહેનત કરો.
- ❄ગોખણપટ્ટી કરવાને બદલે સમજી અને યાદ રાખવાનો પ્રયત્ન કરો.
-❄ શક્ય હોય તો એકાંતમાં મોટેથી વાંચો.
- ❄પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ કરો, જેથી વધુ યાદ રહેશે અને લખવાની ઝડપ વધશે.
- ❄રિસિપ્ટનું ક્યારેય પણ લેમિનેશન કરાવવું નહીં.
- ❄પરીક્ષામાં મોડા ન પડાય, માંદા ન પડાય, રિસિપ્ટ ખોવાઈ ન જાય તેની તકેદારી રાખો.
-❄ ટાઈમટેબલમાં ગેરસમજ ન થાય તેની કાળજી રાખો.
👉 *પરીક્ષા અગાઉ*
-☘ ભણવા માટે ટાઈમ ટેબલ બનાવો.
- નોટ્સ, ચાર્ટ, ડાયાગ્રામનું પુનરાવર્તન કરો.
- ☘પાઠયપુસ્તકના સ્વાધ્યાય આધારિત પ્રશ્નોને સૌ પ્રથમ ન્યાય આપો.
- ☘મહત્ત્વના મુદ્દાઓને હાઈટલાઈટ કરીને રાખો અને સતત તેનું પુનરાવર્તન અને મનન કરો.
- ☘રિવીઝન કરતી વખતે દરેક બાબતને પૂરેપૂરી ન વાંચતા મહત્ત્વના મુદ્દાઓ પર નજર ફેરવો.
-☘ સવારના સમયે આછા સૂર્યપ્રકાશમાં બેસીને વાંચવું ફાયદાકારક રહેશે.
- ☘દરેક પ્રકરણને એક કલાકના સમયમાં સેટ કરો, જેમાં 45 મિનિટ વાચોં અને 10 મિનિટનો બ્રેક લો.
- ☘પરીક્ષા સમયે બધું ભૂલી જવાશે તેવો ડર મનમાંથી કાઢી નાંખો, બૅક માઈન્ડમાં બધું સ્ટોર હોય જ છે.
- ☘નજીકના દિવસોમાં નવું વાંચન કરવાને બદલે અગાઉ વાંચન કર્યું હોય તેનું પુનરાવર્તન કરો.
- ☘મોડી રાત સુધી વાંચવાને બદલે વહેલી સવારનું વાંચન યોગ્ય રહેશે.
- ☘પરીક્ષા અગાઉ અને પરીક્ષા વખતે ખાવામાં કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.
👉 *પરીક્ષાના દિવસે...*
- 🎖પરીક્ષા આપવા જતાં પહેલાં ઈષ્ટદેવ તેમજ વડીલ સભ્યોના આશીર્વાદ લેવાનું ચૂકશો નહીં.
- 🎖પરીક્ષાના પહેલા દિવસે પરીક્ષા સ્થળે ઓછામાં ઓછા એક કલાક પહેલાં અને અન્ય દિવસોમાં અડધા કલાક પહેલાં પહોંચવું યોગ્ય રહેશે.
-🎖 પરીક્ષા માટે જરૂરી રિસીપ્ટ, પેન, પેન્સિલ, રબર, સ્કૅલ, પારદર્શક પૅડ, પારદર્શક પાણીની બોટલ વગેરે લેવાનું ભૂલશો નહીં.
-🎖 રિસીપ્ટની ઝેરોક્ષ કઢાવી ઘરના સભ્યોને માલુમ હોય તેવી જગ્યાએ રાખવી આકસ્મિક પરિસ્થિતિમાં મદદરૂપ બનશે.
👉 *વર્ગખંડમાં રાખવાની કાળજી*
- 👍પરીક્ષાના આગલા દિવસે પરીક્ષા સ્થળ અને વર્ગખંડની રૂબરૂ મુલાકાત લો, જેથી પરીક્ષાના દિવસે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે દોડા દોડ ન થાય.
-👍 પરીક્ષા ખંડમાં જતાં પહેલાં વૉશરૂમ જઈ આવવું, જેથી પરીક્ષા વખતે ખોટી દોડા-દોડ ન થાય.
- 👍પરીક્ષા આપતાં પહેલાં તમારી બેઠકની આજુ બાજુમાં કોઈપણ પ્રકારના પેપરના ટુકડા કે બૅન્ચ પર કોઈ પણ પ્રકારની લખાણ લખેલું નથી તે ચકાસી લેવું. આ પ્રકારની પરિસ્થિતિમાં તમે સુપરવાઈઝરને આ બાબતે જાણ કરી કરી શકો છો.
- પરીક્ષા દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં.
- 👍ઉત્તરવહીના મુખ્ય પાના પરની તેમજ OMR જવાબપત્ર પરની માહિતી ખૂબ જ કાળજી અને ચિવટપૂર્વક ભરો. તેમાં ભૂલ ન થાય કે ચેક-ચાક ન થાય તે બાબતે ચોક્કસ રહો.
- 👍પરીક્ષા દરમિયાન ખૂબ જ વિનમ્ર રહો. સુપરવાઈઝર અને અન્ય સ્ટાફ મિત્રો સાથે નમ્રતાપૂર્વકનો વ્યવહાર કરો.
- 👍ચાલુ પરિક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તુરંત જ સુપરવાઈઝરશ્રીને નિઃસંકોચપણે જણાવો.
- 👍બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર લગાવવા બાબતે ચોક્કસ રહો.
- 👍વૉર્નીંગ બૅલ પહેલાં પ્રશ્નપત્ર પૂરું કરવાનો પ્રયત્ન કરો. ત્યાર બાદના સમયમાં સપ્લીમેન્ટરી બાંધી, ઉત્તરવહી પરની વિગતો, લીધેલ સપ્લીમેન્ટરી સાથેનું ટોટલ, તમામ પ્ર. લખાઈ ગયા છે કે કેમ તે ચકાસી લો.
👉 *પ્રશ્નપત્ર લખતી વખતે...*
- 💐ઉત્તરવહીમાં માત્ર બ્લૂ પેનનો જ ઉપયોગ કરો, જરૂર જણાય તો પેન્સિલનો ઉપયોગ કરી શકાય.
- 💐પ્રશ્નપત્ર હાથમાં આવે તે પહેલાં ઉત્તરવહી પરની તમામ વિગતો ભરવાનું કાર્ય પૂર્ણ કરો.
- 💐પ્રશ્નપત્ર જોઈને ગભરાઈ ન જવા. પ્રશ્નોની ભાષા બદલી હોઈ શકે, ધીરજપૂર્વક પ્રશ્ન વાંચો અને આવતા પ્રશ્નને સૌ પ્રથમ લખો.
- 💐પ્રશ્નપત્ર એક વાર વાંચી લો અને આવડતા પ્રશ્નના જવાબો પહેલાં લખો. જવાબ લખવામાં ટાઈમ લિમીટ બાંધો.
- 💐પ્રશ્નને યોગ્ય રીતે વાંચો અને તેને અનુરૂપ મુદ્દાસર જવાબ આપો. બિનજરૂરી અને યોગ્ય ન હોય તેવું લખાણ લખી ખોટા પાના ન ભરશો.
- 💐ઉત્તરવહીમાં યોગ્ય હાંસીયો છોડીને લખવાનું રાખો.
- 💐સવાલનો બરાબર સમજો, વિચારો અને ત્યાર બાદ મુદ્દાસર લખવાનું શરૂ કરો.
- 💐અઘરો લાગતો તેમજ ના આવડતા પ્રશ્નોના પણ જવાબ લખવા જોઈએ. કોઈ પણ સવાલ છોડવા ન જોઈએ. એક વાર લખવાનું શરૂ કરશો એટલે બધું યાદી આવવા લાગશે.
- 💐સ્વચ્છતા જાળવો. બિનજરૂરી ચેકચાક ન કરો.
👉 પેરેન્ટ્સ જરા સંભાલ કે ...
- 🌹તમારા બાળકને વાંચવા માટે યોગ્ય જગ્યા, એકાંત, શાંતિવાળું વાતાવરણ મળે તેવી વ્યવસ્થા કરો.
- 🌹સંબંધીઓ શુભેચ્છાઓ આપવા જઈને વિદ્યાર્થીનો સમય ન બગાડે તેની કાળજી રાખો.
- 🌹વધુ પડતી અપેક્ષાઓનું બિનજરૂરી ભારણ બાળક પર નાખશો નહીં.
- 🌹તમારા બાળકની ક્ષમતા તમે જાણો છે, તેથી વધુ આશા ન રાખો.
- 🌹બાળકને વારંવાર ટોક-ટોક ન કરો.
-🌹 નેગેટિવ બાબતો વારંવાર કહી તેને માનસિક ત્રાસ ન આપો.
- 🌹બાળકને ખોટા પ્રશરાઈઝ ના કરો.
- તેના માર્ગદર્શક બનો, મિત્ર બનો.
👉 *પરીક્ષા પછીનો ઍક્શન પ્લાન*
-✌🏻 ધો. 10 ના વિદ્યાર્થીઓએ વાલી સાથે વિજ્ઞાન કે સામાન્ય પ્રવાહ લેવા બાબતે નિખાલસ ચર્ચા કરવી જોઈએ.
- ✌🏻ધો. 12 ના વિદ્યાર્થીઓએ ત્યાર બાદ ઉપલબ્ધ વિવિધ વિકલ્પો વિશે વિચારવું જોઈએ
-✌🏻 વર્તમાનપત્રમાં આવતાં શૈક્ષણિક સમાચારો નિયમિત રીતે વાંચવા જોઈએ.
-✌🏻 જે તે અભ્યાસક્રમ બાબતે તેની માન્યતા પ્રાપ્ત વેબસાઈટ પરથી માહિતી મેળવો.
-✌🏻 જો લાગુ પડતું હોય તો શિષ્યવૃત્તિ અંગેની વિવિધ જાહેરાતો અને વેબસાઈટનો ઉપયોગ કરો.
- ✌🏻કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં હાલની પરિસ્થિતિની સાથે તે કોર્ષ પૂર્ણ કર્યા બાદ તેની સ્થિતિ કેવી હશે તેને અનુરૂપ નિર્ણય લેવો યોગ્ય રહેશે.
- તમારા અન્ય મિત્રોનું આંધળું અનુકરણ ન કરતાં પોતાની ક્ષમતાને આધારે જ નિર્ણય લેવો યોગ્ય રહેશે.
🙏🏻સર્વે પરીક્ષાર્થી મિત્રોને પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરી શકો તે mate *વસીમ લાંડા* તરફથી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ....🙏🏻