Showing posts with label YOGA. Show all posts
Showing posts with label YOGA. Show all posts

18 June 2015

યોગ મહત્વ


વિશ્વ યોગ દિન 21 જૂન માટે ઉપયોગી.


યોગના સુત્રો રેલીમાં તથા કાર્યક્રમમાં ઉપયોગી થાય તેવા.
Yog na sutro download click here ⤵ ⤵
http://www.pravinvankar.com/2015/06/yoga-na-sutro.html?m=1


योग श्लोक -
"संगच्छध्वम संवद्यध्वम, संवो मनासी जानताम् ।
देवाभागम् यथा पूर्वे, संजानाना उपासते ।।"
રાગ કે ગાવામાં તકલીફ હોય તો ડાઉનલોડ કરી લો. ૨ મિનિટમાં શ્લોક પૂરો થાય તેવો વિડીયો છે.
Samgacchadvam Mantra download click here ⤵ ⤵
http://www.pravinvankar.com/2015/06/slok-sangachadwam.html?m=1


સ્પેશલ 21 જૂન યોગ દિવસની ઉજવણી માટે ગુજરાત સરકારની કચેરી દ્વારા બનાવવામાં આવેલ.
યોગ પરિચય નિદર્શન માહિતી સભર પુસ્તિકા .....  YOGA FULL DETAILS GUJARAT GOVERNMENT BOOK  PAGES -40 DOWNLOAD CLICK HERE ⤵⤵
http://www.pravinvankar.com/2015/06/yogasano-ni-picture-sathe-samaj-aapati.html
 ગુજરાત સરકારની વેબસાઈટ પર 21 જૂન સમય પ્રમાણે રૂપરેખા મુજબનો યોગનો પુરેપુરો વિડીયો જોવા તથા ડાઉનલોડ માટે ⤵⤵

http://www.pravinvankar.com/2015/06/yog-day.html
ફાઈલકામમાં ઉપયોગી 4 લોગો Yogasan logo download click here ⤵⤵ 
http://www.pravinvankar.com/2015/06/yoga-logo-file-work-mate-upayogi.html

યોગાસનની ચિત્ર સાથે સમજ Yogasan with pictures & details download click here⤵⤵
http://www.pravinvankar.com/2015/06/yogasan-pranayam-with-pictures.html

યોગમુદ્રાના ચાર્ટ  Yogmudra charts download click here ⤵⤵ 
http://www.pravinvankar.com/2015/06/yog-mudra-charts.html
યોગાસનના ચાર્ટ Yogasan very useful charts download click here ⤵ ⤵ 
http://www.pravinvankar.com/2015/06/very-useful-yoga-charts.html

કમરના દુખાવાને દુર કરતા યોગાસન. Back pain mate upauogi yogasan & ABCD yoga for kids download click here ⤵⤵ 
http://www.pravinvankar.com/2015/06/back-pain-mate-upayogi-yogasan-kids-for.html
 21 જૂન સમય પ્રમાણે રૂપરેખા. 21 June time to time ruprekha gpeg copy download click here ⤵⤵ 
http://www.pravinvankar.com/2015/06/21-june-yog-day-time-to-time-ruprekha.html
યોગ પ્રાણાયામ 11 વિડીયો ડાઉનલોડ કરો.
Yog pranayam mate important video download click here ⤵⤵
                                                                                     http://www.pravinvankar.com/2015/05/yoga-pranayam.html
કાયમી ઉપયોગી.



યોગસુત્ર અંગ્રેજી બૂક Yogasutra English book download click here ⤵⤵ http://www.pravinvankar.com/2015/06/yog-sutra-book.html


તંદુરસ્તી અને ભરપુર સૌંદર્ય મેળવવાની ટિપ્સ⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_14.html 
આસનોની શરુઆત પહેલાની સાવધાની⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_73.html 
ડેંડ્રફ...દૂર થશે, અનુસરો આ ટીપ્સને...⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_92.html 
ગોરા બનવાનો શ્રેષ્ઠ ઉપાય, અજમાવો...⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_11.html 
પરીક્ષા માથા ઉપર છે ને, ભણવામાં મન નથી લાગતું?⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_85.html 
રોજ-રોજ યોગ શા માટે કરવા?⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_62.html 
શિયાળામાં તાજગી આપે છે યોગ.⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_61.html 
જો કોઈ વ્યક્તિ તોતડું બોલતી હોય તો..⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_59.html 
કેવી રીતે કરશો ફેશિયલ યોગા⤵⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_15.html 
યોગમુદ્રા- જ્ઞાનમુદ્રા, પૃથ્વીમુદ્રા અને પ્રાણમુદ્રા ⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_26.html 
યોગ ચતુષ્ઠય એટલે (૧)મંત્રયોગ (૨) હઠયોગ (૩) રાજયોગ અને (૪) લયયોગ. આ યોગનો અર્થ ⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_34.html 
વરસાદમાં થતા રોગ અને તેના યૌગિક ઉપાય⤵⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_49.html 
તમાકુનું વ્યસન છોડવા ઉપયોગી થશે યોગાસન⤵⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_70.html 
યોગ કરવાથી કોઈપણ પ્રકારનો દુખાવો ઓછો થઈ જાય⤵⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_52.html 
યોગના ૮ અંગો નું વિસ્તૃત વર્ણન⤵⤵.  
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_39.html 
કોમ્પ્યુટર પર વધારે બેસો છો ? તો આ વ્યાયામ કરવો. ⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_97.html 
કોમ્પ્યુટર અને આરોગ્ય⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_30.html
યોગનો અર્થ અને તેનું મહત્વ⤵⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_22.html 
દામ્પત્ય જીવન માટે બેસ્ટ છે યોગા⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_13.html 
વજન ઓછું કરવાના આસાન ઉપાયો⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_40.html 
વાળ માટે યોગ⤵⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_54.html 
21 june yog divas
karykram ni ruprekha- reading click here ⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/21-june-2015-ruprekha.html   
કેટલી પ્રકારની હોય છે ચિત્તની અવસ્થાઓ? ⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_93.html  
યોગાસનો કરો, માઈગ્રેન હટાવો ⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_58.html  
માનવજીવનમાં ‘યોગાસનો’નો ઉપયોગ⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_4.html  
યોગા ફોર બ્યુટી ઓફ બોડી⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_20.html  
યોગનો ઈતિહાસ⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_21.html  
તમે જાણો છો આસન શુ છે ? ⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_27.html  
વિવિધ મુદ્રાઓથી જાળવો સ્વસ્થતા⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_28.html 
યોગાસનો દ્વારા પીઠના દુખાવાને દૂર રાખો⤵⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_72.html  
સ્નાયુઓના ખેંચાણમાં યોગાસનો અક્સીર ઈલાજ⤵⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_88.html  
યોગાસનો અને હેલ્થ કલબ⤵⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_82.html 
યોગ એ જ જીવન⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_16.html 
ફિટ રહો, હિટ રહો⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_48.html 
માનસિક રોગ નિવારે યોગ⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_81.html 
આસાન આસનો⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_19.html 
મહિલાઓ અને યોગાભ્યાસ⤵⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_95.html   
યોગાભ્યાસ અને સ્વાસ્થ્ય(ABC OF બ્યૂટી )⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/abc-of.html 
કિશોરો માટે યોગ ⤵⤵
 http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_91.html 
યોગ દ્વારા શરીરસૌષ્ઠવ મેળવો⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_23.html
યોગાસનના ગુણ અને લાભ⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_29.html 
યોગિક મસાજ- વસ્ત્રાધોતી, રબર નેતિ....⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_60.html 
પ્રાણાયામ કરો આ રીતે⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_96.html 
પ્રાણાયામથી રહો એકદમ ફિટ⤵⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_86.html  
પ્રાણોના સંચારની વિધિ પ્રાણાયમ⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_37.html 
ઊંડા શ્વાસોશ્વાસ અને પ્રાણાયામ⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_41.html 
પ્રાણાયામ વિષે ⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_63.html 
પ્રાણાયમના અનેક લાભ⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_35.html 
યોગથી જાળવો સુંદરતા⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_65.html 
સંગીત અને યોગથી રાખો મગજને તંદુરસ્ત⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_31.html 
યોગાસનો વિશે⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_74.html 
સૂર્ય નમસ્કાર - બધા રોગોમાં લાભદાયક⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_68.html 
યોગાસન અંગેના વૈજ્ઞાનિક અભ્યાસો⤵⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_33.html





14 June 2015

વજન ઓછું કરવાના આસાન ઉપાયો

વજન ઓછું કરવાના આસાન ઉપાયો
શું તમે વજન ઉતારવા માંગો છો? અનેક પ્રયાસો કરવા છતા પણ તમારું વજન નથી ઉતરી રહ્યું.તો તમે યોગાસન કરીને બની શકો છો ફીટ એન્ડ ફાઈન.. થોડા દિવસમાં જ તમને યોગાસનનો મળશે ભરપુર ફાયદો.
- યોગાસનની સાથે સાથે ભોજનનું પણ ધ્યાન રાખવું. લીલા શાકભાજી, રુતુ પ્રમાણેના ફળ અને ફળોના રસનો ભરપુર ઉપયોગ કરવો.- જમવાની સાથે સલાડ, સૂપ , છાશ અને દહીં અવશ્ય લેવું. જમવાની સાથે પપૈયું અને ફળોનો રસ લેવો. કેરીનો રસ ના લેવો. એનાથી પાચન શક્તિ વધશે.- સવારે અને સાંજે ઓછામાં ઓછું 3 કિલોમીટર ચાલવું.- તરવું, રમવું, સાઈકલ ચલાવવી પણ લાભદાયક રહેશે. શારિરીક શ્રમ અવશ્ય કરે.- કપાલભાતી પ્રાણાયામ અવશ્ય કરવું. દરરોજ 15 મિનિટ ચાલવું.- ભૂખ લાગે તો જ જમવું.- પાણી વધારે પીવું- વાસી ભોજન સદંતર બંધ કરી દેવું.- જમ્યા બાદ ઓછામાં ઓછા દસ મિનિટ આસન કરવા. વજ્રાસનમાં બેસવું ઉચિત રહેશે.


વજન ઉતારવા માટેના સર્વોત્તમ આસન
- સૂર્ય નમસ્કાર- ત્રિકોણાસન- અર્ધહલાસન- પાદવ્રિત્તાસન- કોણાસન- પશુવિશ્રાસન- ઉત્તાનપાદાસન

વાળ માટે યોગ


યોગ મસ્તિષ્ક અને ચહેરાના ભાગમાં લોહીનું પરિભ્રમણ અત્યંત વેગીલું બનાવી દે છે. નસોમાં લોહીનો પ્રવાહ સારી રીતે વહે છે. તમામ સૂક્ષ્મ રકતવાહિનીઓ, સ્નાયુઓ અને માંસપેશીઓને ફરી એક વાર ચેતના બક્ષે છે તથા શરીરને યુવાન અને સ્ફૂર્તિમય બનાવે છે.
Yogaયોગ સાહિત્યમાં ખાતરીપૂર્વક કહેવાયું છે કે યોગની સતત સાધના તમારામાં કામદેવ જેવું તેજ લાવે છે. કામદેવને પ્રેમના પ્રતીકરૂપે ઓળખવામાં આવે છે. આમ, યોગ તમને યુવાન બનાવી રાખે છે. પુરાણોમાં બાબાજી (ચિરંજીવી અને અમર આત્મા, જે હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં ભ્રમણ કરી રહ્યા છે) જેવા મહાન યોગીઓનું વર્ણન મળે છે. યોગના મહાન અભ્યાસુ રહી ચૂકેલાઓ માટે કહેવાય છે કે સેંકડો વર્ષ પછી પણ એમના ચહેરા પરની દીપ્તિ વીસ વર્ષના યુવાન જેવી જ રહે છે.
એટલે સુધી કે સ્વામી શ્વેતમારામાની ‘હઠયોગ પ્રદીપિકા’માં પણ એ વાતની ખાતરી અપાય છે કે યોગસાધના દ્વારા ફકત ચહેરાની ચમક જ નહીં, પણ સૂંઘવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. ટાલ પડી જવી કે પછી વાળમાં સફેદી આવવા જેવી વારસાગત સમસ્યાઓ બાજુ પર મૂકીને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો પણ આ તથ્ય પર ભરોસો કરી શકાય. વિજ્ઞાન પણ સાબિત કરી ચૂક્યું છે કે ચહેરાની દીપ્તિ અને કાળા ભમ્મર વાળ તમારી દિનચર્યા અને ખાણીપીણી પર સંપૂર્ણપણે નિર્ભર કરે છે.
અનિયમિત આહારમાં અનેક અવગુણો સમાયેલા છે. ઘા રૂઝાવામાં પણ જેની જરૂર હોય છે એવા લોહ અને ઝિંકની ઊણપ, સુસ્ત લીવર, કોફીનો જરૂરથી વધુ ઉપયોગ, મીઠાં પીણાં, ઓછા પ્રોટીનવાળો આહાર વગેરે વાળ અને ત્વચાની ચમક છીનવી લે છે. હોર્મોનની અનિયમિતતા, અનેક પ્રકારની દવાઓ (જેમાંની અમુક આપણે હૃદયરોગ, સાંધાના દુખાવા અને તાણથી બચવા લેતાં હોઇએ છીએ) - આ બધાથી વાળ અને ત્વચાની સમસ્યા વધે છે અને એ પોતાની ચમક ખોઇ બેસે છે.
એસિડિટી રોકવા માટે બેફામ ઉપયોગમાં લેવાતી ગોળી-ટિકડી આપણાં શરીરને દુર્લભ પોષકતત્ત્વોથી વંચિત કરી દે છે. આજની ધાંધલ ભરેલી જિંદગી યુવાનોના પાચનતંત્રમાં તકલીફ, વા અને ડાયાબિટીસ જેવા ઘણા વણમાગ્યા રોગોનું કારણ બને છે. આ બધાની અસર વાળ અને ત્વચાનાં સ્વાસ્થ્ય પર પડે છે. ડાયાબિટીસ લોહીમાં શોષાતા મેગ્નેશિયમની ક્ષમતા પર પણ અસર કરે છે.
આપણા શરીરને મેગ્નેશિયમની વિશેષ જરૂર હોય છે. મેગ્નેશિયમ જ આપણા શરીરને વૃદ્ધ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ઓકિસકારક તત્ત્વો સામે રક્ષણ આપે છે. ટૂંકમાં આ આખા મામલામાં સૌથી મોટો ગુનેગાર તાણ છે. એ આપણા શરીરમાં નકારાત્મક હોર્મોનનો સ્રાવ વધારી દે છે. આપણું શરીર તકલીફમાં હોય છે ત્યારે શરીરના દરેક ભાગને તરત જ સચેત થઇ જવાનો આદેશ મળી જાય છે. આ પ્રક્રિયામાં મરેલા કોષ (જેમાં વાળ અને ત્વચા સામેલ છે) ને ઊર્જા તરીકે ઉપયોગમાં લેવાય છે.
આજની લાઇફસ્ટાઇલમાં યોગનું સ્થાન
- યોગ સૌથી વધુ અસરકારક તાણનિવારક છે. તાણથી પેદા થતી અને ઉમ્મર વધારવામાં સૌથી વધુ ભૂમિકા ભજવતી ખરાબ અસરોને યોગ નિષ્ફળ કરી દે છે.
- ચયાપચયની ક્ષમતા વધારે છે જેથી લીવર સ્વસ્થ બને છે. સારા વાળ અને ત્વચા માટે સ્વસ્થ લીવર આવશ્યક અંગ છે, જે ઉત્સેચક (એન્ઝાઇમ્સ) પર નિયંત્રણ રાખે છે.
- સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે યોગ મસ્તક અને ચહેરાના ભાગમાં લોહીનું પરિભ્રમણ અત્યંત શકિતશાળી બનાવી દે છે. નસોમાં લોહીનો પ્રવાહ સારી રીતે વહે છે. તમામ સૂક્ષ્મ રકતવાહિનીઓ, સ્નાયુઓ અને માંસપેશીઆને ફરી એક વાર ચેતના બક્ષે છે તથા શરીરને યુવાન અને સ્ફૂર્તિમય બનાવે છે.
- મહત્વનાં મર્મબિંદુઓ અને પ્રેશર પોઇન્ટ્માંથી ઊર્જાશકિતનો મહત્ત્વનો સ્રોત વહે છે અને એ ફરી એકવાર સ્વસ્થ થઇ જાય છે. ચહેરા અને ગરદન વિસ્તારમાં આ ઊર્જાપ્રવાહનું ખાસ ક્ષેત્ર છે. આજે પણ યોગ અને યુવાની સંબંધે શોધ સતત ચાલુ છે અને નવાં પરિણામો આવી રહ્યાં છે, પણ જે યોગ કરવા ઇરછે છે એમણે આવા કોઇ પણ પરિણામ જોવાની જરૂર નથી.
પૃથ્વી મુદ્રા
આરામથી ઘ્યાનની મુદ્રામાં બેસો. આંખો બંધ કરો. ઘ્યાન અવસ્થામાં મુદ્રા કરવામાં આવે તો એ વધુ અસરકારક સાબિત થાય છે. બંને હાથોની અનામિકાના ટોચના ભાગને અંગુઠાથી સ્પર્શો. આ અવસ્થામાં ત્રણથી પાંચ મિનિટ સુધી બેસો. વધુ કફ હોય કે સાંધા જકડાયેલા હોય તો આ આસન કરવાનું ટાળો.
ફાયદા: એ શરીરમાં ભૂમિતત્ત્વનો વધારો કરે છે. સંયમ વધારે છે. તાણને લીધે સમય પહેલા વાળને સફેદ થતાં અટકાવે છે. એ ખરતા વાળ, સૂકી ત્વચા અને તૂટેલા નખની સમસ્યાથી બચાવે છે, શરીર દુર્બળ થતું રોકે છે. હાડકાં મજબૂત બનાવે છે. હાયપર થાઇરોઇડમાં રાહત આપે છે

13 June 2015

કેટલી પ્રકારની હોય છે ચિત્તની અવસ્થાઓ?

કેટલી પ્રકારની હોય છે ચિત્તની અવસ્થાઓ? આજે યોગને લગતી અનેક પ્રકારની અફવાઓ ચાલતી રહે છે. જો આપણે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો યોગ સ્થૂળતાથી સૂક્ષમતા તરફ જતો રસ્તો છે. આપણે જેટલા પોતાના મનને શાંત બનાવીશું એટલા જ આપણી અંદરના સત્ અર્થાત સમ્યક જ્ઞાનના દર્શન કરી શકીશું. મુનિ વ્યાસે ચિત્તની પાંચ અવસ્થાઓ બતાવી છે.
1 મૂઢ અવસ્થાઃ-
આ અવસ્થા તમ પ્રધાન હોય છે આ કામ, ક્રોધ, લોભ, મોહને કારણે થાય છે. તેમાં મનુષ્યની અવસ્થા અજ્ઞાનમન હોવાના કારણે સમાધિસ્થ નથી થઈ શકતી.
2-ક્ષિપ્ત અવસ્થાઃ-
આ અવસ્થાના મનુષ્ય રજ પ્રધાન હોય છે. એટલે રાગ, દ્વેષ, મોહ, ઇર્ષા, સાંસારિક કર્મોની પ્રવૃત્તિ મનને ચંચળતા વગેરે ગુણવૃત્તિ વધુ જોવા મળે છે.
3- વિક્ષિપ્ત અવસ્થાઃ-
આ અવસ્થા વાળો મનુષ્ય સતગુણ પ્રધાન હોય છે આથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય વધુ જોવા મળે છે.
4- એકાગ્રઅવસ્થાઃ-
આ અવસ્થાવાળો મનુષ્ય સત્વ ગુણ પ્રધાન હોય છે એમાં રજ અને તમ ગુણ આંશિક માત્રામાં રહે છે.
5- નિરુદ્ધાવસ્થાઃ-
જ્યારે વિવેક ખ્યાતિ દ્વારા ચિત્ત અને પુરુષનો ભેદ અર્થાત્ સાક્ષાત પ્રગટ થાય છે. તેવી ખ્યાતિથી પણ વૈરાગ્ય ઉદાસ થાય છે.

યોગાસનો કરો, માઈગ્રેન હટાવો


યોગાસનો કરો, માઈગ્રેન હટાવો
yogaમાથું પછાડી પછાડીને મરી જવાનું મન થાય એવા માઈગ્રેનના દુ:ખાવાનો કોઈ ઈલાજ છે ? તબીબી ક્ષેત્રે થયેલા સંશોધનોએ ક્રાંતિ સર્જી છે. અગાઉ અસાઘ્ય ગણાતા અનેક જીવલેણ રોગની ઘાતકતા ઓછી કરવામાં તબીબી સંશોધનોને સફળતા મળે છે. પણ માઈગ્રેન જેવા ઘણા રોગ એવા છે જે હજી પણ તબીબો માટે શિરદર્દ સમાન બની રહ્યાં છે.
માઈગ્રેનથી પીડાતા લોકો માટે શું કાંઈ આશા નથી ? ના ! માઈગ્રેન મટી શકે છે, પણ દવાથી નહીં, યોગાથી. આ દાવો કોઈ યોગાચાર્ય નથી કરતાં પણ માઈગ્રેનના દરદીઓ ઉપર કરાયેલા પ્રયોગો પછી સાબિત થયેલું આ સત્ય છે. યોગાસને શ્વારછોશ્વાસની કસરતો દ્વારા માઈગ્રેનના હુમલાની માત્રા અને તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે અને દુ:ખાવામાં રાહત મળવાની શરુઆત થતાં જ દરદી ચિંતા અને હતાશામાંથી પણ મુકત થવા લાગે છે.
યુનિવસિર્ટી ઓફ રાજસ્થાનના સંશોધકોએ કરેલા પ્રયોગો માઈગ્રેનના દરદીઓને ખુશખુશાલ કરી દે તેવા છે. યુનિ.ના ડો.પી.જી. જહોનની આગેવાની હેઠળની સંશોધકોની ટુકડીએ માઈગ્રેનના ૭૨ દરદીઓને બે જૂથમાં વહેચી દઈને કરેલા પ્રયોગોએ એ સાબિત કર્યું છેકે, માત્ર માઈગ્રેન જ નહીં, સાંધાના વા જેવા અન્ય હઠીલા દુ:ખાવાઓનો આસાન ઈલાજ પણ યોગાસનોમાં પડયો છે.
ડો.જહોનની ટીમે ૭૨ દરદીઓ પૈકીના એક જૂથના દરદીઓને પરંપરાગત સારવાર આપી. જેમાં જીવનશેલી બદલાવવી, દવા લેવી, યોગ્ય ખોરાક લેવો વગેરે જેવા સારવારનો સમાવેશ થતો હતો. બીજા જૂથના દરદીઓને હળવા યોગાસનો કરાવવામાં આવ્યા. સાથે જ શ્વારછોશ્વાસની કસરતો તથા ઘ્યાન પણ કરાવવામાં આવ્યા.
આ દરદીઓને અઠવાડિયામાં પાંચ દિવસ આ બધું કરાવવામાં આવતું. માઈગ્રેનનો એટેક આવે એ દિવસે અને એના પછીના દિવસે યોગાસનો અને અન્ય કસરતો તથા ઘ્યાનમાંથી મુકિત આપવામાં આવતી. જો કે ત્રીજા-ચોથા અઠવાડિયાથી આ જૂથના દરદીઓને ચમત્કારિક પરિણેામો પ્રાપ્ત થવા લાગ્યા.
ત્રણ મહિનાના અંતે આ જૂથના મોટાભાગના દરદીઓને માઈગ્રેનના હુમલાની માત્રા અને તીવ્રતામાં અકલ્પ્ય ઘટાડો આવી ગયો હતો. જયારે પરંપરાગત પઘ્ધતિથી જેમની સારવાર કરવામાં આવી હતી. એ જૂથના દરદીઓને કાંઈ સુધારો તો નહોતો જણાયો, ઉપરથી કેટલાક દરદીઓની દશા વધારે બગડી પણ હતી.

માનવજીવનમાં ‘યોગાસનો’નો ઉપયોગ

માનવજીવનમાં ‘યોગાસનો’નો ઉપયોગ

યોગાસન યોગ અને તંત્રસાધનાના અભિન્ન અંગ છે. જોકે વર્તમાનમાં તો કેવળ શારીરિક લાભ માટે આનો પ્રયોગ થઇ રહ્યો છે છતાં તેની ઉપયોગિતા માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે કોઇ પણ રીતે ઓછી નથી, બલકે કેટલાંક ક્ષેત્રોમાં માનસિક  અને આધ્યાત્મિક વિકાસ માટે આ બહુ જરૃરી છે. કેટલાંક ક્ષેત્રોમાં તો માનસિક અને આધ્યાત્મિક શક્તિઓના સમતોલનમાં ધ્યાન ન રાખવાથી શારીરિક ફાયદો પણ થતો નથી. આ વિશેનું વર્ણન યોગ અને તંત્રમાં વર્ણવેલ માનવજીવન શારીરિક-વિજ્ઞાન વિશેના સિદ્ધાંતોની વિવેચનાઓમાં જોવા મળે છે.
અષ્ટાંગ યોગ અને આસન
મનના આ સમતોલનને જાળવી રાખવા માટે તાંત્રિક યૌગિક પદ્ધતિમાં વિશેષ વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેને અષ્ટાંગ યોગના નામે ઓળખવામાં આવે છે. અષ્ટાંગ યોગ અને તંત્રના નામે સાધારણ માણસ ગભરાઈ જાય છે પણ આ પ્રક્રિયાઓ ખરેખર એવી નથી.  આ સાધનાનો ઉપોયગ લાખો સંગઠન રૃપે લોકો કરી રહ્યાં છે જેમાં ગૃહસ્થી અને સંન્યાસી બંનેનો સમાવેશ થાય છે અને આ બંને વર્ગોને પોતાના ક્ષેત્રમાં વિશેષ લાભ મળી રહ્યો છે.
અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિની પ્રક્રિયાઓ સામેલ છે. યમ - નિયમોનો સંબંધ વ્યક્તિના સામાજિક જીવન સાથે છે. આને સામાન્ય ભાષામાં કર્મસાધના કહી શકીએ છીએ. આસન પ્રત્યક્ષ શારીરિક અને માનસિક પ્રક્રિયા છે પણ આનો લાભ પરોક્ષ રૃપે આધ્યાત્મિક પ્રક્રિયા છે તથા ધારણા અને ધ્યાન એકદમ આધ્યાત્મિક પ્રક્રિયાઓ કહી શકાય છે. આનો સંબંધ જ્ઞાનસાધના અને ભક્તિસાધના સાથે છે.
આસન અને મનનો સંબંધ
આસન અને પ્રાણાયામનો પરસ્પર સંબંધ છે અને આ બંને એકબીજાના પૂરક છે. આના દ્વારા ત્રણેય પ્રકારની શક્તિઓને સંતુલિત રાખી શકાય છે. આ બધા જ પ્રકારની પ્રક્રિયાઓનો સંબંધ શરીરમાં આવેલાં આઠ ચક્રો સાથે છે. આધુનિક જીવવિજ્ઞાન અનુસાર ચક્રોનું ધ્યાન વિશેષ ગ્રંથિઓ સાથે છે. આ ચક્રોના નામ આપવામાં આવ્યા છે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, આનાહત, વિશુદ્ધ, આજ્ઞા, ગુરુ અને સહસ્રાર ચક્ર. વર્તમાન જીવવિજ્ઞાન મુજબ આ ચક્રોનું સ્થાન પેલ્વિક પ્લેક્સેસ, કૈરોટેડ, ઈક્કીગેસ્ટ્રિક, મેંડુલા, ઓબ્લૈગાટા તથા બ્રેનની આજુબાજુ હોય છે. આ ચક્રોમાં પદ્મોની કલ્પના કરવામાં આવી છે અને મનની વૃત્તિઓના પ્રતીક રૃપે કમળદલોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. મૂલાધારમાં ચાર, સ્વાધિષ્ઠાનમાં છ, મણિપુરમાં દસ, આનાહતમાં બાર, વિશુદ્ધમાં સોળ, આજ્ઞામાં બે અને સહસ્રારમાં એક હજાર વૃત્તિઓના પ્રતીક કમલદળોની માન્યતા છે. સાધક હોવાને નાતે આ વૃત્તિઓને શારીરિક - માનસિક અને આધ્યાત્મિક પ્રક્રિયા દ્વારા મનુષ્યના સર્વાંગીણ વિકાસ માટે અત્યંત આવશ્યક છે અને સરળ પ્રકારનો વ્યાયામ છે.
યોગાસનોનો પ્રયોગ : મોટા ભાગે આસન બે પ્રકારના હોય છે. એક તો એ કે જેને ધ્યાનાસન કહેવાય છે, જેની ઉપયોગિતા માણસની આધ્યાત્મિક પ્રક્રિયાઓ માટે છે અને બીજા પ્રકારનો એક જેનો ઉપયોગ ચક્રોની શુદ્ધિથી માણસને શારીરિક અને માનસિક સ્વસ્થતા મળે તે માટે કરવામાં આવે છે. દરેક આસન કોઈને કોઈ ચક્રને પ્રભાવિત કરે છે. આ રીતે આનો પ્રભાવ શરીર અને મન બંને પર એક સાથે પડે છે. હોર્મોન્સને નુકસાન થયું હોય તો આના ઉપયોગથી અનેક ચમત્કારપૂર્ણ પરિવર્તન દેખાય છે.  કેટલાય આચાર્યોનો તો એટલે સુધી અનુભવ છે કે જે આસન કેવળ પુરુષો માટે હોય છે, તેનો પ્રયોગ જો સ્ત્રી પર કરવામાં આવે તો તેમનામાં પુરુષોચિત (પુરુષોવાળા) ગુણ આવવા માંડે છે. કોઈકોઈ પુરુષોની  દાઢી - મૂંછો ઓછી હોવાને કારણે યૌગિક દૃષ્ટિએ વિશેષ ચક્રની દુર્બળતા હોય છે, જેને કારણે હોર્મોન્સનું યોગ્ય ક્ષરણ થતું નથી. આવા લોકો પર પણ જો ઉચિત આસનોનો ઉપયોગ કરવામાં આવે તો તેની પણ કમી પૂરી શકાય છે. આ રીતે આસનોનો પ્રયોગ મનુષ્યની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓના વિકાસ માટે હોય છે. કોઈ એક પક્ષ માટે જ આસનોનો પ્રયોગ ઉચિત ન કહેવાય. તેનો પ્રયોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય શક્તિઓની દૃષ્ટિએ કરવો ઉચિત છે. આ જ કારણે યૌગિક - તાંત્રિક ગ્રંથોમાં લખ્યું છે કે આસનોનો અભ્યાસ યોગની દેખરેખ હેઠળ જ કરવો જોઈએ.
આસનોના પ્રકાર
સામાન્યપણે આસન ચાર પ્રકારે કરવામાં આવે છે. સૂઈને, બેસીને, ઊભા રહીને, વિપરીત મુદ્રામાં અર્થાત્ માથું નીચે અને પગ ઉપર કરીને ઊભા રહીને કરવાના આસન અઘરા હોય છે અને હ્ય્દય તથા અત્યંત જીર્ણરોગગ્રસ્ત વ્યક્તિઓ માટે અનુપયોગી હોય છે. આવી વિશેષ વ્યક્તિઓ માટે એવી મુદ્રાઓનો પ્રયોગ કરવામાં આવે છે જેનાથી તેના વિવિધ ચક્રો માનસિક પ્રક્રિયા દ્વારા ઉત્તેજીત કરી શકાય.
સૂઈને કરાનારા આસન મોટા ભાગે બધા જ પ્રકારના લોકો માટે ઉપર્યુક્ત હોય છે. આનાથી હ્ય્દય પર અસ્વાભાવિક દબાણ પડતું નથી. જાણકાર વ્યક્તિ જ્યારે આસન કરી દેખાડે છે ત્યારે હ્ય્દય અને મગજ બંનેને ધ્યાનમાં રાખીને જ બતાવે છે. વિપરીત મુદ્રામાં કરાનારા આસન મોટે ભાગે ગૃહસ્થો અને અનિયમિત આહાર - વિહાર કરનારાઓ માટે તથા દુર્બળ નાડીવાળી વ્યક્તિઓ માટે એટલા લાભદાયક સાબિત થતા નથી.
આસન કરવાની ઉપર્યુક્ત અવસ્થા
 આસનોના બહુઆયામી પ્રભાવને જોતાં એમ કહી શકાય કે કેટલાક વિશેષ પ્રકારનાં આસનોને કરવા માટે ઉંમરનું કોઈ બંધન નથી, પણ આસન ખાસ કરીને ૧૬ વર્ષની ઉપરના અને ૪૫ વર્ષની નીચેની વ્યક્તિઓ માટે એકદમ લાભદાયક છે કારણ કે આ અવસ્થામાં જ વિવિધ ચક્ર અથવા ગ્લેન્ડ હોર્મોનનું ક્ષરણ થતું હોય છે અને આસન હંમેશા ‘ગ્લેન્ડુલર એક્સરસાઈઝ’ હોવાને કારણે આ અવસ્થામાં કરવું યોગ્ય કહેવાય છે. પણ યોગ તો જીવનભર કરી શકાય છે. યુવાવસ્થામાં આસનોનો અભ્યાસ કરવાથી વૃદ્ધાવસ્થા અને વ્યાધિ બંનેથી પોતાને બચાવી શકાય છે.
યોગીની અજરતા - અમરતા આસણ દિઢ આહાર દિઢ જે ન્યંદ્રા દિઢ હોઈ
ગોરષ કહૈ સુણૌ રે પૂતા મરૈ ન બૂઢા હોઈ
આસન, ભોજન અને નિદ્રાના નિયમોનું દૃઢતાપૂર્વક પાલન કરવાથી યોગી અજર અમર થઈ જાય છે.

યોગા ફોર બ્યુટી ઓફ બોડી


નેચરલ બ્યુટી એંડ સોફ્ટ બોડી માટે યોગથી સારુ કશુ નથી. છોકરીઓ લચકદાર બદન બનાવી રાકહ્વા માટે યોગને અપનાવવુ જોઈએ. આ તમને સુંદર અને સેક્સી બનાવી શકે છે. આ ચેહરા પર ચમક બની રહેશે અને તમે કાયમ લાગશો.
* ફેસ શાઈન : ચેહરાનો રંગ કંઈ પણ હોય પરંતુ જો ચેહરા પર લાવણ્ય કે ચમક છે તો તમે બધાને તમારી તરફ આકર્ષિત કરવામાં સક્ષમ છો. ચેહરાની ચમકનો સંબંધ આપણા પેટ અને મોઢાની પવિત્રતાથી હોય છે. બંનેની શુદ્ધિ માટે ચાર ઉપાય છે. આ ચારેય કરવા જરૂરી છે, પરંતુ કોઈ યોગ શિક્ષક પાસેથી શીખીને.
1. પ્રથમ શંખ પ્રક્ષાલન 2. મોઢા સંબંધી સૂક્ષ્મ વ્યાયામ અને બ્રહ્મમુદ્રા 3. સર્વાગ આસન અને શીર્ષાસન અને 4. જલનેતિ તથા કપાલભ્રાંતિ પ્રાણયમ. ત્યારબાદ તમે ફક્ત પાંચ મિનિટનુ ધ્યાન કરો.
* બ્યુટી ઓફ બોડી : નમણી કાયા હોય તો આકર્ષણ વધુ વધી જાય છે. જેનાથી શરીર સ્વસ્થ અને સુંદર બન્યુ રહે છે. શરીરની સુંદરતા કે દમકનો સંબંધ આપણી રીઢ અને માંસ સાથે હોય છે. જો જરૂરી ચરબી છે તો માંસ અને કરોડરજ્જુને માટે ઘાતક છે. જો ચરબી બિલકુલ પણ નથી, તો પણ ઘાતક છે. તેથી બેલેંસ જરૂરી છે. બેલેંસ આવે હાડકાંના લચીલા અને મજબૂત હોવાથી. આ માટે પણ ચાર ઉપાય જાણો.
1. સૂક્ષ્મ વ્યાયામ કરો, 2. છ આસન નિયમિત કરો - તાડાસન, ત્રિકોણાસન, પશ્ચિમોત્તનાસન, ઉષ્ટ્રાસન, ધનુરાસન અને નૌકાસન 3. પ્રાણાયમ 4. માલિશ.
* યોગા પેકેજ - તમે ઉપરોક્ટ આસનોમાં કુંજલ, સૂત્રનેતિ, જલનેતિ, દુગ્ધનેતિ, વસ્ત્ર ઘાઁતિ કર્મને પણ જોડી શકો છો. કપોલ શક્તિ વિકાસક, સર્વાગ પુષ્ટિ, સૂર્ય નમસ્કાર અને યોગ સ્નાન કરવુ પણ લાભપ્રદ છે.
સંબંધિત જાણકારી શોધો

યોગનો ઈતિહાસ



ઓમ નમ: શિવાય - 'ઓમ' પ્રથમ નામ પરમાત્માને અને પછી શિવને નમન કરે છે.
'સત્યમ, શિવમ અને સુંદરમ' - જે સત્ય છે તે બ્રહ્મ છે - બ્રહ્મ એટલે પરમાત્મા. જે શિવ છે તે પરમ શુભ અને પવિત્ર છે. અને જે સુંદરમ છે એ પ્રકૃતિ છે. એટલે કે પરમાત્મા શિવ પાર્વતી સિવાય કશુ જ જાણવાને લાયક નથી. આમને ઓળખવા અને એમનામા લીન થઈ જવાનો માર્ગ જ છે - યોગ.
શિવ કહે છે 'મનુષ્ય પશુ છે' - આ પશુતાને સમજવી એ જ યોગ અને તંત્રની શરૂઆત છે. યોગથી મોક્ષ કે પરમાત્માની પ્રાપ્તિના ત્રણ માર્ગ છે - જાગરણ, અભ્યાસ અને સમર્પણ.
તંત્રયોગ છે સમર્પણનો માર્ગ. જ્યારે શિવે જાણ્યુ કે તે પરમ તત્વ કે સત્યને જાણવાનો માર્ગ છે તો તેમણે પોતાની અર્ધાગિની પાર્વતીને મોક્ષ માટે તે માર્ગ બતાવ્યો.
શિવ દ્વારા માઁ પાર્વતીને જે જ્ઞાન આપવામાં આવ્યુ તે ખૂબ જ ગૂડ-ગંભીર અને રહસ્યથી ભરેલુ જ્ઞાન હતુ. તે જ્ઞાનની આજે અનેક શાખાઓ ચાલી રહી છે. તે જ્ઞાનયોગ અને તંત્રના મૂળ સૂત્રોમાં સમાયેલ છે.
'વિજ્ઞાન ભૈરવ તંત્ર' એક એવો ગ્રંથ છે, જેમાં ભગવાન શિવ દ્વારા પાર્વતીને બતાવવામાં આવેલ 112 ધ્યાન સૂત્રોનુ સંકલન છે.
યોગશાસ્ત્રના પ્રવર્તક ભગવાન શિવના 'વિજ્ઞાન ભૈરવ તંત્ર' અને 'શિવ સંહિતા'માં તેમની સંપૂર્ણ શિક્ષા અને દીક્ષા સમાયેલી છે. તંત્રના અનેક ગ્રંથોમાં તેમની શિક્ષાનો વિસ્તાર થયેલો છે. ભગવાન શિવના યોગને તંત્ર કે વામયોગ કહે છે. આની જ એક શાખા હઠયોગની છે.
ભગવાન શિવ કહે છે - વામો માર્ગ પરમગહનો યોગિતામપ્યગમ્ય : - અર્થાત વામ માર્ગ ખૂબ જ ઉંડો છે અને યોગીઓને માટે પણ અગમ્ય છે - મેરુતંત્ર.
આદિનો અર્થ છે પ્રારંભ. શિવને આદિદેવ કે આદિનાથ કહેવાય છે. નાથ અને શૈવ સંપ્રદાયના આદિદેવ છે ભગવાન શંકર જેમણે શિવ પણ કહેવાય છે. શિવ થી જ યોગનો જન્મ થયેલો માનવામાં આવ્યો છે. વૈદિકકાળમાં રુદ્રનુ સ્વરૂપ અને જીવન દર્શન પૌરાણિક કાળ આવતા આવતા સંપૂર્ણ બદલાઈ ગયુ. વેદ જેને રુદ્ર કહે છે પુરાણ તેમને શંકર અને મહેશ કહે છે.
જ્યોતિષિઓ અને પુરાણિકોની ધારણાથી સર્વથા ભિન્ન છે. ભગવાન શંકરનુ દર્શન અને જીવન. તેમના આ દર્શન અને જીવનને જે સમજે છે તે જ મહાયોગીના મર્મ, કર્મ અને માર્ગને પણ સમજે છે.
ઋગ્વેદમાં વૃષભદેવનુ વર્ણન મળે છે, જે જૈનોના પ્રથમ તીર્થકર, ઋષભનાથ છે, તેમને જ વાતાવરણ મુની કહેવામાં આવે છે. તે તેમનુ જીવન અવધૂતની જેમ વિતાવતા હતા. યોગયુક્ત વ્યક્તિ જ અવધૂત થઈ શકે છે. એવુ મનાય છે કે શિવ પછી મુખ્ય રીતે એમની જ એક એવી પરંપરાની શરૂઆત થઈ જે આગળ જઈને શૈવ, સિધ્ધ, નાથ, દિગંબર અને સૂફી સંપ્રદાયમાં વિભક્ત થઈ ગઈ.
ઈસ્લામના પ્રભાવમાં આવીને સૂફીયોથી કમંડળ અને ધૂના છૂટી ગયા પણ ચિમટા અને ખપ્પર આજે પણ નથી છૂટ્યો. જે માળા રુદ્રાક્ષની હોય છે તે હવે લીલા, પીળા, સફેદ, મોતીઓની હોય છે. જે કાંઈ છે બધુ તે યોગેશ્વર શિવની પ્રતિ જ છે. તેમના નિરાકાર સ્વરૂપને શિવ અને સાકાર સ્વરૂપને શંકર કહે છે.
શૈવ અને નાથ સંપ્રદાયની ખૂબ પ્રાચીન પરંપરા રહી છે. જૈન અને નાથ સંપ્રદાયમાં જિન નવ નાથ ની ચર્ચા કરવામાં આવી છે. તે બધાના યોગી જ હતા, અને શિવના પ્રતિ જ હતા.
શિવને સ્વયંભૂ તેથી કહેવામાં આવે છે, કારણ કે આદિદેવ છે, જ્યારે ઘરતી પર કશુ જ નહોતુ ફક્ત એ જ હતા, તેમનાથી જ ધરતી પર બધુ થઈ ગયુ. તિબ્બતમાં આવેલ કૈલાશ પર્વત પર શરૂઆતમાં તેમનુ નિવાસસ્થાન હતુ.
વૈજ્ઞાનિકો મુજબ તિબ્બત ઘરતીની સૌથી પ્રાચીન ભૂમિ છે અને પુરાતણ કાળમાં તેની ચારે બાજુ સમુદ્ર હતો. પછી જ્યારે સમુદ્ર હટી ગયો તો બીજી ઘરતી પ્રકટ થઈ.
શિવના જીવન અને દર્શનને જે લોકો યોગ્ય દ્રષ્ટિથી જુએ છે તે સારી બુધ્ધિવાળા અને યથાર્થને પકડવાવાળા શિવભક્ત છે, કારણકે શિવનુ દર્શન કહે છે કે યથાર્થમાં જીવો, વર્તમાનમા જીવો પોતાની ચિત્ત વૃત્તિઓ સાથે લડો નહી. એને અજાણ્યા બનીને જુઓ અને કલ્પનાને પણ યથાર્થને માટે ઉપયોગ કરો. આઈંસ્ટાઈનના પહેલા શિવે જ કહ્યુ હતુ કે કલ્પના જ્ઞાનથી પણ વધુ મહત્વની છે.
શિવના દર્શન અને જીવનની વાર્તા દુનિયાના દરેક ધર્મ અને તેના ગ્રંથોમાં જુદા જુદા રૂપમાં વિદ્યમાન છે અને આ ભિન્નતાનુ કારણ છે પરંપરા અને ભાષાને બદલતા રહેવુ, પુરાણિકો દ્વારા તેમની મનગમતી વ્યાખ્યા કરતા રહેવુ.
શિવનો શિવ યોગ : આને તંત્ર કે વામયોગ પણ કહે છે. શિવયોગમાં ધારણા, ધ્યાન અને સમાધિ અર્થાત યોગના અંતિમ ત્રણ અંગનુ જ પ્રચલન વધુ રહ્યુ છે. આ યોગના વિશે વિસ્તૃત જાણવા માટે જુઓ - શિવયોગ.

તમે જાણો છો આસન શુ છે ?






આસન અનેક પ્રકારના માનવામાં આવ્યા છે
ત્તને સ્થિર રાખનારા અને સુખ આપનારા બેસવાના પ્રકારને આસન કહે છે. આસન અનેક પ્રકારના માનવામાં આવ્યા છે.
'આસનાનિ સમસ્તાનિયાવંતોં જીવજંતવ:. ચતુરશીત લાક્ષણિશિવેનાભિહિતાની ચ' - મતલબ સંસારના સમસ્ત જીવ જંતુઓ જેટલી જ આસનોની સંખ્યા બતાવવામાં આવી છે. આમ, 84,000 આસનોમાંથી મુખ્ય 84 આસન જ માનવામાં આવે છે. અને એમાં પણ મુખ્ય આસનોનુ યોગાચાર્યાએ વર્ણન પોત-પોતાની રીતે કર્યુ છે.
આસનોનો મુખ્ય ઉદ્દેશ્ય શરીરના મળનો નાશ કરવાનો છે. શરીરમાંથી મળ કે દૂષિત વિકારોનો નાશ થવાથી શરીર અને મનમાં સ્થિરતાનો અવિર્ભાવ થાય છે. શાંતિ અને સ્વાસ્થ્યનો લાભ મળે છે.
શરીર જ મન અને બુધ્ધિની મદદથી આત્માને સંસારના બંધનોથી યોગાભ્યાસ દ્વારા મુક્ત કરી શકે છે. શરીર બૃહત્તર બ્રહ્માંડનુ સૂક્ષ્મ રૂપ છે. તેથી શરીરના સ્વસ્થ રહેવાથી મન અને આત્માને સંતોષ મળે છે.
આસન એક વૈજ્ઞાનિક પધ્ધતિ છે. આ અમારા શરીરને સ્વચ્છ,શુધ્ધ અને સક્રિય રાખીને માનવીને શારીરિક અને માનસિક રૂપે સદા સ્વસ્થ રાખે છે. ફક્ત આસન જ એક એવો વ્યાયામ છે જે અમારા અંદરના શરીર પર પ્રભાવ નાખી શકે છે.
આસન અને બીજા પ્રકારના વ્યાયામોમાં ફરક છે. આસન જ્યા અમારા શરીરની પ્રકૃતિને જાળવી રાખે છે જ્યારે અન્ય પ્રકરના આસનો આને બગાડી શકે છે. જિમ કે અખાડાના શરીર - શરીર દ્વારા કરાયેલા વધુ પડતા શ્રમનુ પરિણામ હોય છે, જે માત્ર બતાડવા માટે જ હોય છે. શરીરની એકસ્ટ્રા એનર્જીનો નાશ કરે છે.






આસનના પ્રકાર - બેસીને કરવાના આસન. પીઠના બળે સૂઈને કરવામાં આવતા આસન. પેટના બળે સૂઈને કરવામાં આવતા આસન અને ઉભા થઈને કરવામાં આવતા આસન.
1) બેસીને - પદ્માસન, વજ્રાસન, સિધ્ધાસન, મત્સ્યાસન, વક્રાસન, અર્ધ-મત્સ્યેન્દ્રાસન, ગોમુખાસન, પશ્ચિમોતનાસન, બ્રામ્હમુદ્રા, ઉષ્ટ્રાસન, ગોમુખાસન.
2) પીઠના બળે સૂઈને - અર્ધહલાસન, હલાસન, સર્વાગાસન, વિપરિતકર્ણી આસન, પવન મુક્તાસન, નૌકાસન, સવાસન.
3) પેટના બળે સૂઈને - મકરાસન, ધનુરાસન, ભુજંગાસન, શલભાસન, વિપરિત નૌકાસન.
4) ઉભા થઈને - તાડાસન, વૃક્ષાસન, અર્ધચંદ્રમાસન, અર્ધચક્રાસન, દોભુજ કટિકાચક્રાસન, ચક્રાસન, પાદ્પશ્ચિમોતનાસન.
5) અન્ય - શીર્ષાસન, મયુરાસન, સૂર્ય નમ:સ્કાર.

વિવિધ મુદ્રાઓથી જાળવો સ્વસ્થતા


 આપણા શાસ્ત્રોમાં વિવિધ મુદ્રાઓની વાત કરવામાં આવી છે. આ મુદ્રાઓ આજની વ્યસ્ત જીવનશૈલીમાં ખૂબ જ ઉપયોગી છે કારણ કે મોટા ભાગે હાઈફાઈ લાઇફસ્ટાઇલના કારણે આપણે મગજને રાહત પહોંચાડી શકતા નથી અને કસરત કરવા માટેનો સમય પણ કાઢી શકતા નથી. એવા સમયે સરળ અને કરી શકાતી આ હસ્તમુદ્રાઓ આપણને ઘણી મદદ કરે છે. આ મુદ્રાઓ પાછળ તમે ૩ થી ૫ મિનિટનો સમય આપશો તો ઘણા બધા રોગોમાં તમને રાહત જણાશે.
આકાશ મુદ્રા-
આ મુદ્રા કરવાથી કાનના રોગોમાં રાહત જણાય છે.
ધ્યાન મુદ્રા-
ધ્યાન મુદ્રાના કારણે તમને તાણમાંથી રાહત મળે છે, ઉપરાંત તમને માનસિક કોઈ પણ પરેશાની હશે તેમાં તમે શાંત રહી શકશો. આ મુદ્રા કરવાથી તમે કોઈ પણ બાબતમાં સારી રીતે એકાગ્ર થઈ શકશો.
હ્ય્દય મુદ્રા-
દમ કે પછી શ્વાસોચ્છવાસ સંબંધી કોઈ પણ રોગમાં આ મુદ્રા કરવાથી લાભ થાય છે.
જળ મુદ્રા-
જળ મુદ્રાના કારણે લોહી ચોખ્ખું થાય છે અને ચામડીને લગતા કોઈ પણ રોગમાં ફાયદો થાય છે.
લિંગ મુદ્રા-
માથાનો દુખાવો, તાવ જેવી તકલીફ થઈ હોય અને આ મુદ્રા કરશો તો તમને રાહત મળતી લાગશે.
પાચન મુદ્રા-
પાચન મુદ્રા નામ જ કહી આપે છે કે ખોરાક પચાવવા માટે થતી મુદ્રા. આ મુદ્રા જમ્યા બાદ જ કરવી તે સિવાય નહીં. આ મુદ્રા કરવાથી પાચનતંત્ર સુધરે છે.
સૂર્ય મુદ્રા-
કોલેસ્ટરોલને નિયંત્રણમાં રાખે છે.
પ્રાણ મુદ્રા-
તમને આંખનો પ્રોબ્લેમ હોય કે પછી તમે વારંવાર નર્વસ થઈ જતા હોવ તો આ મુદ્રા અપનાવો. આ ઉપરાંત પ્રાણ મુદ્રા શરીરના બધા ભાગને ર્સ્ફૂિત પણ બક્ષે છે.
પૃથ્વી મુદ્રા-
મગજને શાંતિ મળે અને શરીર કામ કરવા માટે નવેસરથી કાર્યરત થાય એ માટે પૃથ્વી મુદ્રા કરવામાં આવે છે.
વાયુ મુદ્રા-
આ મુદ્રા સાંધાના દુખાવામાં અને પેટના પ્રોબ્લેમ માટે કરવામાં આવે તો અસરકારક પરિણામ આપે છે.

યોગાસનો દ્વારા પીઠના દુખાવાને દૂર રાખો





કમરનો દખાવો એ સૌથી વધુ જોવા મળતી ફરિયાદ છે - ખાસ કરીને સ્ત્રીઓમાં મોટાભાગના લોકો પેઈન-કિલર લઈને તાત્કાલિક ધોરણે રાહત મેળવી લે છે. આ દુખાવો ખૂબ વધી જાય પછી તેની ઉપેક્ષા થઈ શકતી નથી. કોઈક કામ કરવા જતાં અચાનક ઉઠતા સણકાને લીધે વ્યક્તિ સંપૂર્ણપણે પાંગળી બની જાય છે. આરામ અને ડોકટરની સારવાર લીધા વિના ચાલે એમ હોતું નથી.
આમ તો કમ્મરનો-પીઠનો દુખાવો અચાનક જ દેખા દે છે. પરંતુ તે વાસ્તવમાં  ઘણા સમયથી ચાલી આવતી તકલીફ હોય છે. કામ કરવાની અયોગ્ય રીત, અયોગ્ય પ્રકારની રહેણીકરણીને પરિણામે તે ધીમે ધીમે આકાર લેતી તકલીફ છે. કરોડને અયોગ્ય રીતે વાળવી, વધુ બોજો તેના પર નાંખવો, એક જ સ્થાને વધુ બળ પડવું વગેરે ક્રિયાઓને કારણે  લાંબે સમયે તીવ્ર દુખાવો શરૃ થાય છે.
માનવ શરીરમાં કરોડરજ્જુ એ શરીરને આધાર આપતો મહત્ત્વનો અવયવ છે. કરોડમાં એકની ઉપર બીજો એમ કરીને તેત્રીસ મણકા હોય છે. દરેક મણકો ઉપર અને નીચે બીજાં મણકા સાથે સાંધા અને અસ્થિબંધનોથી જોડાયેલો હોય છે. કરોડરજ્જુનો ‘એસ’ આકાર શરીરના વજનને પગ પર એવી રીતે કેન્દ્રિત કરે છે કે આપણે ગબડી પડતા નથી. આવી કરોડરજ્જુને સ્વસ્થ અને મજબૂત રાખવી જરૃરી છે.
પીઠના દુખાવા પાછળ અસંખ્ય પરિબળો જવાબદાર હોય છે. આ પરિબળોમાં ઈજા, પીઠના હાડકાંમાં યાંત્રિક કે બંધારણીય ખામી, રૃમેટોઈડ, આરથ્રાઈટીસ જેવા દાહ-સોજાવાળા રોગોનો સમાવેશ થાય છે. કેટલાંક દર્દીઓમાં તકલીફનું કોઈ કારણ જડતું નથી. આ તકલીફનું  શ્રેષ્ઠ નિવારણ છે કરોડરજ્જુની સંભાળ. યુવાન વયમાં  જ જો કરોડરજ્જુની સંભાળ લેવામાં આવે તો આગળ જતાં  તેના દુખાવાની સમસ્યાનું જોખમ ઘટી જાય છે.
બેસતી અને ઉઠતી વખતે સાચી પદ્ધતિનો ઉપયોગ, પીઠ વાળવાને બદલે ઘૂંટણમાંથી વળવાની ટેવ (ખાસ કરીને વજન ઊંચકતી વખતે), સૂતી વખતે દૃઢ સપાટીવાળી પથારીનો ઉપયોગ વગેરે સંભાળ લેવાથી  પીઠના કોઈ પણ ભાગ પર વધુ પડતા વધુ બોજને રોકી શકાય છે.
વજનને યોગ્ય રીતે ઊંચકોઃ
ગ્રોસરી, સ્કૂલ-બેગ્ઝ વગેરે ક્યારેય આંચકો આપીને ઊંચકશો નહીં. ઊંચકીને ચાલતી વખતે તેનું વજન શરીર પર સરખે ભાગે વહેંચાઈ જાય તે રીતે ઊંચકો, વજન ઊંચકતી વખતે  પીઠમાંથી વળવાને બદલે ઘૂંટણને  વાળીને નીચા થઈને પછી ઊંચકો. એક હાથને બદલે બંને હાથનો ઉપયોગ કરો. ખભા પર લટકાવવાની થેલીઓ અને હાથથી ઊંચકવાની બાસ્કેટસ પીઠને વધુ શ્રમ આપે છે. ટ્રેકર્સ અને સૈનિકો દ્વારા વપરાતી, બંને ખભા પર પટ્ટાવાળી તેમજ કમર પર પટ્ટો ધરાવતી બેગ્ઝ વજન ઊંચકવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે.
સૂવાની સાચી પદ્ધતિઃ-
દિવસના આઠ કલાક આપણે નિદ્રાવસ્થામાં ગુજારીએ છીએ. આ દરમ્યાન આપણી પીઠને કોઈ પ્રકારનું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. નરમ અને સાંજી પથારીની તુલનાએ  દૃઢ પથારી ફાયદાકારક છે. રૃવાળા ગાદલા કે જે હવે ખાસ લોકપ્રિય રહ્યા નથી તે શ્રેષ્ઠ વિકલ્પ છે. ખાબડખુબડ  સપાટી ધરાવતા ગાદલાને તરત બદલી નાંખો. ઓશિકું પાતળું હોવું જોઈએ. જાડા, નરમ ઓશિકા આરામદાયક લાગે છે પરંતુ તે ડોક અને પીઠને આરામ આપવાને બદલે શ્રમ પહોંચાડે છે.
બેસવાની સાચી રીતઃ
જેઓને ઓફિસમાં ઘણાં કલાકો સુધી ખુરશી પર બેસવાની જરૃર પડે છે તેઓને પીઠની તકલીફો વધુ થાય છે. અસુવિધાભરી ખુરશી પર વર્ષો સુધી બેસવાની ટેવને પરિણામે પીઠ પર ખૂબ બોજ પડે છે જે છેવટે પીઠના દુખાવામાં પરિણમે છે.
જે ખુરશી નીચલી કમરને આધાર આપે તે ખુરશી સૌથી યોગ્ય છે. જ્યારે તમે બેસો ત્યારે તમારી નીચલી કમર ખુરશીના ટેકાને  સ્પર્શવી જોઈએ. મોટાભાગની ઓફિસોમાં આ પ્રકારની ખુરશીઓ હોતી નથી. આવી સ્થિતિમાં પીઠના ટેકા માટે વધારાનો તકિયો મૂકી શકાય. તકિયાની ઊંચાઈ એક ફૂટથી વધુ ના હોવી જોઈએ. તકિયો ફ્ક્ત નીચલી કમરને આધાર આપતો જ હોવો જોઈએ, ઉપરની પીઠ કે  ખભાને નહીં, ખુરશીની ઊંચાઈ એટલી જ હોવી જોઈએ જેથી તમારા બંને પગ જમીન પર મૂકી શકાય.
ઊભા રહેવાની સાચી રીતઃ
સ્ત્રીઓને રસોઈ બનાવતી વખતે લાંબો સમય સુધી ઊભા રહેવાની જરૃર પડે છે. બીજા કામો માટે પણ ઊભા રહેવાની જરૃર પડે છે તેથી કામ દરમ્યાન શક્ય હોય ત્યારે બેસવા માટે ઊંચી ખુરશી કે સ્ટુલ રાખો. એક સ્થાને ઊભા રહેવા કરતા ફરતા રહેવું વધુ સારુ છે. વાહનની લાંબી મુસાફરી દરમ્યાન પણ  ઘણાં આંચકા લાગે છે જે પીઠને નુકસાન પહોંચાડે છે. ખરાબ રસ્તા આ નુકસાનમાં  વધારો કરે છે. આથી જ લાંબા પ્રવાસ દરમ્યાન વચ્ચે વિશ્રામ લેવો જરૃરી છે.
વજન પર નિયંત્રણઃ
વધુ વજન ધરાવતી વ્યક્તિઓ મહદ્અંશે પીઠની સમસ્યાઓથી પીડાતી જોવા મળે છે. ઉપસેલું પેટ કરોડરજ્જુ પર વધુ બોજો નાંખે છે. ઉદરના સ્નાયુઓ નબળા હોય તો કરોડને યોગ્ય આધાર મળતો નથી. આથી જ સગર્ભા સ્ત્રીઓ પીઠના દુઃખાવાથી પીડાતી હોય છે. પીઠની સમસ્યાઓને રોકવા માટે પેટના સ્નાયુઓને મજબૂત બનાવતી કસરતો કરવી જરૃરી છે.
ચાલવાની ટેવ :-
અડધા કલાકની ઝડપી ચાલ ફીઠને મજબૂત રાખે છે. તેનાથી વજન નિયંત્રણમાં રહે છે. સાંધાઓને  સ્થિતિસ્થાપક રાખે છે. તેમજ કરોડને સારી, યોગ્ય સ્થિતિમાં રાખે છે.
શરીરની સાચી સ્થિતિ અને આકારઃ
શરીરને યોગ્ય સ્થિતિમાં રાખવાની ટેવ કેળવવી જોઈએ. ખુરશીમાં વળીને બેસશો નહીં. પીઠને હંમેશાં ટટ્ટાર રાખો. ખભા સ્હેજ પાછળ, માથું ટટ્ટાર રાખો. આ સ્થિતિમાં રહીને ઝડપથી ચાલવાથી શરીર સારી સ્થિતિમાં અને કરોડ ટટ્ટાર રહે છે. નિયમિત કસરત કરવાથી પીઠ મજબૂત રહે છે. યોગની કસરતો પીઠને સારી સ્થિતિમાં રાખે છે.
શરૃઆતમાં સરળ યોગાસનો કરો. ધીરે ધીરે આગળ વધતા જાઓ  આવા પાંચ  સરળ આસનો કે મુદ્રાઓ છે જે શીખાઉ  વ્યક્તિ ધીરે ધીરે કરી શકે છે. આ આસનો કરતી વખતે શરીરને કોઈ આંચકો આવવો ના જોઈએ. કોઈક આસન કરતી વખતે શરીરમાં પીડા કે અસુખ જણાય તો સારું ના થાય ત્યાં સુધી તે આસન કરશો નહીં. કોઈ પણ આસન કે મુદ્રા જોશપૂર્વક કરશો નહીં. જે આસન સુખરૃપ થઈ શકે તે જ કરો. થોડાં દિવસ બાદ તમે જોશો કે તમે બધા જ આસનો  સરળતાથી કરી શકો છો.
શવાસનઃ
કસરતની યોગાસનની શરૃઆત શવાસનથી કરો. પીઠ પર સીધા સૂઈ જાઓ. તમારુ મસ્તક આરામની સ્થિતિમાં રાખો. પગને એક  ફૂટ જેટલાં છૂટાં રાખો. હાથને ખુલ્લાં કરીને  શરીરથી એકાદ ફૂટ દૂર રાખો. શાંત પડી રહો. દાંતને જકડશો નહીં કે શરીરના સ્નાયુઓને તંગ કરશો નહીં. સ્નાયુઓને ઢીલાં રાખો. મનને ચિંતામુક્ત   અને શાંત રાખો. હવે તમારા મનને શરીરના અંગો પર કેન્દ્રિત કરો. પગના પંજાથી શરૃ કરીને ધીરે ધીરે ઉપરની તરફ તમારા મનને લઈ જાઓ. માથુ આંગળા વગેરે પર પણ તમારુ ધ્યાન કેન્દ્રિત કરો. આ સ્થિતિમાં ત્રણ મિનિટ રહો. આ આસન તમારી સામાન્ય તંદુરસ્તીને સુધારશે.
ભુજંગાસનઃ
આ આસનમાં કરોડને શક્તિ મળે છે અને ઉદર તેમજ પીઠના સ્નાયુઓ તણાઈને સક્ષમ બને છે.
ઊંધા સૂઈ જાઓ. કપાળને જમીન પર રાખો. તમારા બંને હાથને છાતીની બંને બાજુ રાખો. હાથ કોણીમાંથી બળેલા રહેશે. તમારા ઉપરના શરીરનું વજન થોડા અંશે હાથ પર આવશે. ધીરે રહીને તમારું મસ્તક, ખભા, છાતી તેમજ પેટના ઉપરના ભાગને ઊંચા કરો. નાભિ સુધીના શરીરને પાછળની તરફ વાળો. માથું પાછળની તરફ જશે. આ સ્થિતિમાં રહી શકાય ત્યાં સુધી રહો અને પછી ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પાછા આવો.
ધનુરાસનઃ
આ આસન પેટ અને પીઠના સ્નાયુઓને  સુદૃઢ બનાવે છે. ઊંધા સૂઈ જાઓ. માથું પાછળની  તરફ વાળીને હાથથી પગની ઘૂંટી પકડો. શ્વાસ લો. માથુ, છાતી અને પગને ઊંચા કરીને ધનુષ આકાર બનાવો. શ્વાસ રોકી રાખો. પછી શ્વાસ બહાર કાઢો અને મૂળ સ્થિતિમાં આવી જાઓ. ત્રણ કે ચાર વાર પુનરાવર્તન કરો. પૂરતો અભ્યાસ કર્યા બાદ આ આસનમાં આગળ પાછળ  ઝૂલો. મૂળ સ્થિતિમાં આવીને  શ્વાસ બહાર કાઢો.
ઉત્તાનવક્રાસનઃ
આ આસનથી  પેટના સ્નાયુઓ મજબૂત બને છે અને કરોડની સ્થિતિસ્થાપકતા સુધરે છે.
તમારી પીઠ પર ચત્તા સૂઈ જાઓ. તમારા હાથને બાજુમાં ફેલાવો. હથેળીઓ  જમીન સરખી રાખો. તમારો ડાબો પગ જમણા ઘૂંટણ પર મૂકો.ડાબા પગનો ઘૂંટણ જમણા પગની બાજુની જમીનને અડાડો. તમારુ નીચેનું શરીર વક્ર સ્થિતિમાં રહેશે. તમારી નજર તમારા ડાબા હાથ પર રાખો. થોડી સંખ્યા ગણો અને મૂળ સ્થિતિમાં આવી જાઓ. આ જ પ્રમાણે બીજી બાજુ કરો.
શશાંકાસનઃ
આ આસન પીઠને સ્થિતિ સ્થાપક રાખે છે અને  અને પીઠના દુઃખાવામાં રાહત આપે છે.
પગને વાળીને વજ્રાસનમાં બેસો. હાથને  ઉપર લઈ જાઓ. અને પાછળની  બાજુ શક્ય તેટલાં વાળો. શ્વાસ બહાર કાઢીને શરીરને ધીરેથી આગળની બાજુ નમાવો. નિતંબને ઊંચા કરશો નહીં. માથાને અને હાથને આગળ લાવીને હથેળીઓને જમીન પર મૂકો. હાથને જમીન પર રાખી શક્ય તેટલાં ખેંચો.
થોડી સંખ્યા ગણો. શ્વાસ બહાર કાઢતા પાછા મૂળ સ્થિતિમાં આવો.
અંતે શવાસન કરીને શરીરને આરામની સ્થિતિમાં લાવો. પાંચ-દસ મિનિટ આ સ્થિતિમાં રહો.
આ પાંચ આસનો પીઠને મજબૂત અને સ્થિતિસ્થાપક  બનાવીને પીઠની તકલીફોથી બચાવશે. તમને જો પીઠની સમસ્યા હોય તો કસરત કરતા અગાઉ ડોકટરની સલાહ લો.

સ્નાયુઓના ખેંચાણમાં યોગાસનો અક્સીર ઈલાજ




તમારા તબીબ તમને પ્લેસેબો આપે છે ? પ્લેસેબો એટલે એવી દવા જેમાં ખાંડની ગોળી હોય કે તેના જેવી કોઈ બિનહાનિકારક દવા હોય.
કદાચ તમને તે જાણીને આઘાત લાગશે કે તબીબ તમને આવી રીતે છેતરે છે, કારણ કે આ દવાની તો શરીર પર કોઈ અસર થતી જ નથી. તબીબે આમ કરવું જોઈએ નહીં એમ તમે માનો છો.
એક રીતે તો તમારો તબીબ આમ કરે છે તે કોઈ વખત તમારા સારા માટે પણ છે. ફિઝિશિયન અને સાંધાની સારવાર કરતા તબીબો જેને રુમેટોલોજિસ્ટ કહે છે તેઓ કહે છે કે તેઓ કેટલીક વખત આવી રીતે પ્લેસેબો આપે છે.
આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ એક દર્દીના કેસમાં જોવા મળ્યું હતું. તે દર્દીને લિમ્ફોમા નામનું કેન્સર હતું અને તે સમગ્ર શરીરમાં પ્રસરી ગયું હતું અને તેનું મૃત્યુ કદાચ થોડા દિવસમાં જ થવાનું હતું. છેલ્લા ઉપાય તરીકે તબીબે તેને એક ક્રેબાયોઝીન નામની એક દવાનું ઇન્જેક્શન આપ્યું. આ દવા પર હજુ તો પ્રયોગો ચાલતા હતા. અસર ડ્રામેટીક હતી. કેન્સરની ગાંઠો બરફ ઓગળે તેમ ઓગળી ગઈ અને અર્ધી થઈ. દર્દી તો ખુશ થઈ ગયો.
પણ થોડા વખત પછી રિપોર્ટ આવ્યા કે આ દવા ક્રેબાઝીન તો તદ્દન નકામી છે અને કોઈ અસર કરતી નથી. તે દર્દીની તબિયત બગડી ગઈ અને શ્વાસ ચડવા લાગ્યો. તબીબે કહ્યું કે ગભરાવાની જરૃર નથી હું બીજી દવા આપું છું અને તેને બીજું ઇન્જેક્શન આપ્યું તે ફક્ત પાણીનું હતું અને ફરીથી એવી જ ડ્રામેટીક અસર થઈ અને તબિયત સુધરી ગઈ અને બે મહિના સુધી સારી રહી.
ફરીથી સમાચાર આવ્યા કે ક્રેબાઝીન નકામી છે અને થોડા દિવસોમાં તે દર્દીનું અવસાન થયું.
તો અસર છે પ્લેસેબોની.
વાત શ્રદ્ધાની છે. તબીબ પર શ્રદ્ધા હોય તો દર્દ મટી જાય છે. કેટલાય દર્દીઓ કહે છે કે અમને તો બે પૈસાની ગોળી આપી અને બધું મટી ગયું.
‘શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની ક્યાં જરૃર છે’ (જલન માતરી)
સ્નાયુઓના ખેંચાણમાં યોગાસનો અક્સીર ઈલાજ
આજકાલ લોકોને સામાન્ય બાબતમાં પણ સ્નાયુઓ ખેંચાઈ જતા હોય છે. આ બાબતને ‘મસ્ક્યૂલર પેઈન’ પણ કહેવામાં આવે છે. આવું થવા માટે સ્નાયુઓનું લચીલાપણું ઓછું હોય તે બાબત જવાબદાર હોય છે. આવા લોકો માટે બોડીને હલાવવી એ પણ બહુ મોટી સમસ્યા બની જતી હોય છે. ક્યારેક છાતીમાં ડાબી બાજુ તો ક્યારેક જમણી બાજુ દુખાવો થતો હોય છે. પગ, હાથ, કમરમાં આ પ્રકારનું દર્દ થવું કે આવો દુખાવો થવો એ સ્વાભાવિક બાબત છે. ક્યારેક પેટમાં ગેસ રહી જવાથી પણ આવી પીડા થાય ત્યારે બે કિલોમીટર જેટલું ચાલવું. તેનાથી રાહત થઈ જશે.
આહાર : જેને આવો દુખાવો રહેતો હોય તેણે ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું. પેટમાં વાયુ થાય તેવો ખોરાક લેવાનું ટાળવું જોઈએ. તીખું - તળેલું પણ ઓછું લેવું.
આસન : સ્નાયુઓમાં તણાવ થતો હોય તેણે સવારે યોગાસન કરવા. તકલીફ હોય તો તાકાત લગાવીને આસનો કરવા નહીં.
પ્રસારિત પાદોત્તાનાસન : કોઈપણ કપડું કે ચટ્ટાઈ રાખી તાડાસનમાં ઊભા રહો. હવે શ્વાસ લઈને બંને હાથ કમર પર રાખો અને બંને પગને ખુલ્લા કરો. ત્યારબાદ ઘૂંટણને સીધા રાખતા બંને પગને ખેંચો. હવે ઠીક રીતે સીધા લાવતા બંને હથેળીઓને જમીન પર મજબૂતીથી રાખો. હવે શ્વાસ ભરતા માથાને ફરી ઉપર તરફ ઊઠાવો. કમર એકદમ સીધી રાખવી.
પ્રાણાયમ : આ સમસ્યા માટે નાડીશોધન પ્રાણાયામ અને ભ્રામરી પ્રાણાયામ ઘણો ઉપયોગી સાબિત થાય છે.
કેટલીક સૂચના
* યોગાસન યોગ જાણનાર વ્યક્તિની દેખરેખ હેઠળ જ કરવા.
* દુખાવો થયો હોય ત્યારે યોગાસન ન કરવા.
* પેટ સાફ રાખવું. કબજિયાત ન રહે તેવા પ્રયત્નો કરવા.
* રેસાવાળા પદાર્થો જેમાં ફળ, શાકભાજીનો વધુ ઉપયોગ કરવો.
* પાણીનો ઉચિત માત્રામાં ઉપયોગ કરવો.
* અઠવાડિયામાં એકવાર તેલથી માલિશ કરાવવી.
* આ સમસ્યામાં યોગાસનો એ રામબાણ ઈલાજ છે.

યોગાસનો અને હેલ્થ કલબ



 યોગ + આસનો = યોગાસનો. યોગાસનો આપણા શરીરને આશ્ચર્યજનક રીતે સ્વસ્થ કરે છે, તેથી યોગાસનો આપણા આરોગ્યની જડીબુટ્ટીઓ છે. મહર્ષિ પતંજલી યોગસૂત્ર અનુસાર સ્થિરં સુખં આસનમ્. અર્થાત્ જેમાં શરીર સ્થિર રહે તે રીતે સુખરૂપ બેસી શકાય તેને આસન કહે છે.
યોગાસન એક એવી સુખપ્રદ શારીરિક અવસ્થા છે, જે શરીરને દ્રઢતા, મનને સ્થિરતા આપી આઘ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે.
પરંપરા અને ધાર્મિક પુસ્તકોના આધારે શરૂઆતમાં ૮૪,૦૦,૦૦૦ યોગાસનો હતાં, જેમાં સૈકાઓથી પરિવર્તન અને સુધારોઓ થતા આવ્યા છે. હવે માત્ર સો (૧૦૦) આસનો જ જાણીતાં છે. એમાંથીય કેવળ ચોર્યાસીની વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી છે.
આજના અતિવ્યસ્ત સમયમાં માનવી પોતાના શરીર અને મનને ઉપયોગી થાય તેટલાં માત્ર દસથી બાર જેટલાં જ યોગાસનો કરે તો તેનું કલ્યાણ થઈ શકે!
ઐતિહાસિક પ્રમાણના આધારે યોગાસનોના પ્રથમ વ્યાખ્યાકાર મહાન યોગી પતંજલિ હતા. એ સમયના યોગી સમાજથી ખૂબ દૂર પર્વતો અને જંગલોમાં રહેતા હતા. યોગી, ઋષિ અને મુનિઓએ પશુઓની ગતિ-વિધિઓને નિરખીને, એમના વર્તન ઉપર ઘ્યાનથી વિચાર કર્યો, અને એનું અનુકરણ કરીને વિવિધ આસનો પ્રચલિત કર્યા.
આ જ પ્રમાણે જંગલનાં જીવ-જંતુઓનો અભ્યાસ કરીને બીજાં કેટલાંક યોગનાં આસનો પ્રચલિત કર્યા. દા.ત. ચામાચીડિયું ઊધું લટકી રહે છે એટલે તેનું અનુકરણ કરીને શીર્ષાસનનો વિકાસ કર્યો.
તદ્ઉપરાંત પશુ-પક્ષીની આકતિને આધારે ઘણાં આસનો અસ્તિત્વમાં આવ્યાં છે. જેમ કે, કુક્કુટાસન, મયૂરાસન, બકાસન, ગરુડાસન, ભુજંગાસન, મત્યાસન, વૃશ્ચિકાસન, ગોમુખાસન વગેરે. વૃક્ષોના નિરીક્ષણમાંથી તાડાસન અને વૃક્ષાસનનું નિર્માણ થયું. આ રીતે યોગાસનોના અનેક પ્રકારો અસ્તિત્વમાં આવ્યા.
હવે આપણે હેલ્થ કલબ(જિમ)ને સમજીએ. આધુનિક વિજ્ઞાન અનુસાર ગીચ શહેરોમાં ચાર દીવાલો વરચે, નાનાં-મોટાં યંત્રોથી થતાં શારીરિક વ્યાયામને હેલ્થ કલબ કહે છે. ગામડાઓમાં યંત્રો સિવાય ખુલ્લાં મેદાનોમાં શારીરિક વ્યાયામ થાય છે.
હેલ્થ કલબ (શારીરિક વ્યાયામ) દ્વારા શરીરને તંદુરસ્ત રાખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે યોગાસનો શરીરને તંદુરસ્ત રાખે છે. શું જિમ અને યોગાસનો દ્વારા મળતી તંદુરસ્તી એક સરખી હોય છે કે તેમાં પણ તફાવત છે? શરીર માટે શું ફાયદાકારક? હેલ્થ કલબ કે યોગાસનો?
ચાલો યોગાસનોના અને હેલ્થ કબલ (શારીરિક વ્યાયામ)નો તફાવત સમજીએ.
યોગાસનો
યોગાસનોની શરૂઆત પ્રાર્થના, ઘ્યાન, ભજન, શ્લોક કે મંત્રોના ઉરચારણથી થાય છે. આથી વાતાવરણ યોગાસનો કરવાને લાયક અને પવિત્ર બને છે. યોગાસનો બાદ શવાસન, મકરાસન જેવાં આરામદાયક આસનો કરાવી આત્મિક સ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. ટૂંકમાં અંતર્મુખી બનાવવામાં આવે છે.
યોગાસનો ધીરે ધીરે પૂરક, કુંભક અને રેચક સાથે તાલબદ્ધ ગતિમાં શાંત અને અંતર્મુખી ભાવે અથવા તો દ્રશ્યભાવે કરવામાં આવે છે. વળી, ક્રિયાની વચ્ચે વચ્ચે શવાસન કે મકરાસન જેવાં આરામદાયક આસનોનો આશરો લેવામાં આવે છે. આથી શારીરિક શિક્ષણની ક્રિયાઓ જેટલો શકિતનો હ્રાસ થતો નથી. ટૂંકમાં ઓછી શકિતએ વધુ લાભ મળે છે.
ઘ્યાનશકિત કેળવવી, મનની એકાગ્રતા પ્રાપ્ત કરવી, આઘ્યાત્મિક સ્થિરતા મેળવવી અને આત્માને વિકસિત કરવો યોગાસનના અભ્યાસનો મુખ્ય હેતુ છે. જયારે શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત કરવી એ તેનો ગૌણ હેતુ છે.
યોગાસનો શીખવા માટે મોટાં મોટાં મેદાન કે નાણાંની જરૂર પડતી નથી. ઓછા સમયમાં અને ઓછી શકિતમાં યોગસનો કરી શકાય છે.
યોગાસનોની ક્રિયા વ્યકિતગત છે, પોતાના આંતરિક વિકાસ માટે છે. આ ક્રિયા એક વાર શીખી લીધા બાદ બીજા પર આધાર રાખવો પડતો નથી. તે માનવીને સ્વાશ્રયી અને અંતર્મુખી બનાવે છે.
યોગાસનોની બધી જ ક્રિયાઓમાં મનને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે.
યોગાસનોમાં હરીફાઈને કોઈ સ્થાન નથી. આથી રાગ, દ્વેષ, થાક, પરસેવો વગેરેની જગ્યાએ પ્રેમ, માતૃભાવ, આરામ વગેરે જોવા મળે છે.
યોગાસનોમાં નાકની શુદ્ધિ માટે નેતિ, આંખ માટે ત્રાટક, પેટ માટે ધૌતિ, આંતરડાની સફાઈ માટે બસ્તિ જેવી ક્રિયાઓ છે.
યોગાસનો દ્વારા શરીરના આધારસમી કરોડરજજુની સ્થિતિસ્થાપકતા ખૂબ જ સારી રીતે વધારી શકાય છે.
શકિતવ્યય દર મિનિટે ૦.૮થી ૩ કેલરી હોય છે.
યોગાસનને અંતે સ્ફૂર્તિ અનુભવાય છે.
યોગાસનોનો હેતુ આઘ્યાત્મિક છે.
શારીરિક વ્યાયામ
શારીરિક વ્યાયામ ઉષ્માપ્રેરક (Warming-up) થી થાય છે.
શારીરિક વ્યાયામ ક્રિયાઓ ઝડપથી, જંપ કે જર્ક સાથે કરવામાં આવે છે. અહીં ક્રિયાની વરચે વરચે આરામ હોતો નથી. આથી શારીરિક વ્યાયામમાં યોગાસનો કરતાં શકિતનો હ્રાસ વધુ થાય છે.
શારીરિક વ્યાયામનો મુખ્ય હેતુ શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત કરવાનો છે, આઘ્યાત્મિક શાંતિ મેળવવાનો નહીં.
શારીરિક વ્યાયામની મોટા ભાગની ક્રિયાઓ શીખવા માટે મોંઘાં સાધનો, મોટાં મોટાં મેદાનો, ખૂબ નાણાં, સમય અને શકિત જોઈએ છે.
શારીરિક વ્યાયામની મોટા ભાગની ક્રિયાઓ સામૂહિક છે. જેમ કે કબી, ફૂટબોલ, ખો-ખો વગેરે.
શારીરિક વ્યાયામની બધી જ ક્રિયાઓમાં શરીરને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે.
શારીરિક વ્યાયામની બધી જ ક્રિયાઓમાં હરીફાઈનો ભાવ હોય તેના પરિણામે ઉત્તેજના રાગ, દ્વેષ, થાક, પરસેવો વગેરે જોવા મળે છે.
શારીરિક વ્યાયામમાં યોગાસનો જેવી કોઈ શોધનક્રિયાઓ જોવા મળતી નથી.
શારીરિક વ્યાયામમાં માત્ર જિમ્નાસ્ટિકસ દ્વારા આ ક્રિયાઓ શકય બને છે.
શારીરિક વ્યાયામમાં મનની ગતિ અંદરથી બહારની તરફ હોય છે.
શકિતવ્યય દર મિનિટે ૪થી ૧૪ કેલરી હોય છે.
વ્યાયામને અંતે થાક અનુભવાય છે.
વ્યાયામનો હેતુ કાયા કૌશલ્યનો છે.

યોગ એ જ જીવન

આમુખ
આજે યોગાસનોને જે મહત્ત્વ પ્રાપ્ત થયું છે તે અનેક બાબતોને આભારી છે.  યોગાસનો ફક્ત પૂર્ણ શારીરિક કસરતો જ નથી પણ સાથે સાથે યોગના અભ્યાસની તૈયારીનું મહત્ત્વનું પગથિયું પણ છે. હઠયોગ તથા રાજયોગ બન્ને આસનની આ પ્રવિધિને શરીરના શુદ્ધીકરણ માટે તેમજ શરીરને જ્ઞાનતંતુના સંતુલન સાથે સંવાદિત રાખવા માટે જરૂરી માને છે. આ સંતુલન વ્યક્તિ માટે ઉચ્ચતર એકાગ્રતા સાધવા માટે જરૂરી છે. પંતજલિનો રાજયોગ ધ્યાનના અભ્યાસ માટે કોઈ એક આસનને પસંદ કરવાનું જણાવે છે, પરંતુ હઠયોગ શરીરને તંદુરસ્ત રાખવા માટે વિવિધ પ્રકારનાં આસનોના અભ્યાસ પર ભાર મૂકે છે. વળી તેનાથી શરીરની ક્રિયાઓ લયબદ્ધ બને છે, જે પ્રાણાયામના અભ્યાસ દરમિયાન પ્રાણના વહન જેવી સૂક્ષ્મ ક્રિયામાં સંતુલન તથા લય જાળવવામાં સહાયક બને છે. આમ યોગાસનો યોગના ખરેખર પાયારૂપ છે.


યોગના લાભ
હઠયોગ તંદુરસ્તી તેમજ દીર્ઘ જીવન માટે સહાયક છે. તેના અભ્યાસથી હૃદય, ફેફસાં અને મગજના કાર્યમાં નિયમન આવે છે. તેનાથી પાચનતંત્ર અને રુધિરાભિસરણ સુધરે છે. કિડની, લીવર અને બધા આંતરિક અવયવો વધુ કાર્યક્ષમ બને છે. તે વિવિધ રોગોને દૂર કરે છે.



સામાન્ય શારીરિક કસરતથી શરીરના બાહ્ય સ્નાયુઓનો જ વિકાસ થાય છે. તેનાથી શરીરનો બાંધો સુંદર બને છે; પણ આસનો કરવાથી આપણા શરીરના આંતરિક અવયવો લીવર, બરોળ, પેનક્રિયાસ, આંતરડાં, હૃદય, ફેફસાં, મગજ અને ગળાના મૂળમાં આવેલી મહત્ત્વની ગ્રંથિઓ થાઇરોઈડ, અને પેરથાઈરોઈડ, બરોળમાં આવેલ એડ્રેનાલ, મગજમાં આવેલ પિચ્યુટરી અને પિનિયલની કાર્યક્ષમતા ખૂબ સુધરે છે. આ ગ્રંથિઓ ચયાપચય અને શારીરિક બંધારણને સ્વસ્થ રાખવામાં તથા વિવિધ પ્રકારના શરીરના કોશ અને પેશીજાળનો વિકાસ તથા પોષણ જાળવી રાખવા ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.



આહાર એવો હોવો જોઈએ જે શારીરિક કાર્યક્ષમતા અને સારું સ્વાસ્થ્ય જાળવી શકે. વ્યક્તિનું કલ્યાણ બીજી કોઈપણ વસ્તુ કરતાં પૂર્ણ પૌષ્ટિક આહાર પર વધુ આધાર રાખે છે. સંતુલિત આહાર મનુષ્યને તેના વિકાસમાં તથા વધુ કાર્યશીલ બનાવવામાં મદદ કરે છે. તેનાથી વજન વધે છે અને કાર્યક્ષમતા, બળ અને ઉત્સાહ ટકી રહે છે. તમે જેવો આહાર લેશો તેવા બનશો.



ભોજન કેવું અને ક્યારે
અકરાંતિયા અને ભોગી લોકો યોગમાં સફળ થઈ શકે નહિ. જે વ્યક્તિ માફકસરનો આહાર લે છે, જેણે પોતાના આહારનું નિયમન કર્યું હોય છે તે યોગી બની શકે છે. એટલા જ માટે ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે, ‘હે અર્જુન, બહુ ખાનારને કે ભૂખ્યા રહેનારને, બહુ ઊંઘનારને કે કેવળ જાગનારને માટે યોગી થવું શક્ય નથી. જે મનુષ્ય ખાવાપીવામાં, હરવાફરવામાં, કર્મોની પ્રવૃત્તિમાં તેમજ ઊંઘવા-જાગવામાં માફકસરનો હોય છે તેની યોગસાધના સઘળાં દુઃખોને હરે છે.’’ (૬/૧૬-૧૭) માટે મનનો ગમતો, પોષક તત્ત્વોવાળો અને મધુર આહાર અડધું પેટ ભરાય તેટલો લો; ચોથો ભાગ પાણીથી ભરો અને બાકીનો ચોથો ભાગ વાયુ માટે મુક્ત રાખો. આ માફકસરનો આહાર ગણાય. પ્રત્યેક જીવન કાર્ય પ્રભુને અર્પણ કરો.



સાધકોએ કેફી પદાર્થો, કોફી, ચા, દારૂ અને ધૂમ્રપાન જેવા ઇન્દ્રિયોને ઉત્તેજિત કરતા પદાર્થો ટાળવા.
કુદરતી જીવન જીવો. તમારા શરીરે બરાબર અનુકૂળ હોય તેવો સાદો આહાર લો. તમારા શારીરિક બંધારણને અનુકૂળ તમારું ભોજન હોવું જોઈએ. સાદો કુદરતી અને દારૂ વગરનો આહાર તેમજ પીણાં તમારા મનને શાંત તથા પવિત્ર રાખશે અને યોગના સાધકને તેના અભ્યાસમાં અને જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.



આવો! આપણે યોગાસનો કરીએ
જીવનની સતત પ્રવેગિત થઈ રહેલી ગતિ આપણને, આપણા જીવન, આપણું શરીર અને આપણા મન વિષે વિચાર કરવાની ભાગ્યે જ તક આપે છે. છતાં આ પ્રવૃત્તિઓમાંથી થોડોક સમય ચોક્કસ ફાળવો અને આપણું શરીર જે કુદરતનું સર્વોત્કૃષ્ટ સર્જન છે તેનું નિરીક્ષણ કરો. તમે જોશો કે તેમાં શરીરની ક્રિયાઓને અવિરતપણે ચાલુ રાખનાર અસંખ્ય કોશોમાંનો દરેક કોશ, શરીરનો દરેક નાનોમોટો અવયવ અને મગજ તથા મન અવિરતપણે કાર્યશીલ હોય છે. આવી સતત પ્રવૃત્તિ કરવાથી તનાવ ઉદભવે છે અને પરિણામે શરીર-મન-સંકુલની કાર્યક્ષમતા ઘટે છે. પરંપરાગત કસરતો બહારના સ્નાયુઓને સુડોળ બનાવતી હોવા છતાં આંતરિક અવયવોને ખાસ લાભ કરતી નથી.



કરોડરજ્જુને લચીલી રાખવાથી શરીર-મન-સંકુલ તંદુરસ્ત અને ઉત્સાહપૂર્ણ બને છે અને ટકી રહે છે. કરોડરજ્જુને લચીલી રાખવા માટે યોગાસનોનો નિયમિત અને વ્યવસ્થિત અભ્યાસ જરૂરી છે. યોગાસનો કરવાથી લીવર, કીડની, ફેફસાં, મસ્તક ઉપરાંત આખી શરીર પ્રણાલી સક્રિય તેમ જ પ્રાણવાન બને છે. પ્રાણાયામ કરવાથી શરીરને વધુ ઓક્સિજન મળે છે, જે ઝેરી તત્ત્વોને દૂર કરી શરીર-પ્રણાલીને સ્વચ્છ રાખે છે. આમ યોગાસન અને પ્રાણાયામના નિયમિત અભ્યાસથી આખી શરીર પ્રણાલી વધુ સ્વસ્થ બને છે. યોગાસન અને પ્રાણાયામ માટે આપેલી થોડીક મિનિટો વ્યક્તિને દીર્ઘ જીવન અને જીવનભર સ્વાસ્થ્ય તથા સુખ આપે છે.



છતાં, ખાસ યાદ રાખો કે શરીરને મારી-મચડીને વિવિધ અંગસ્થિતિ બનાવવી તે તો સરકસવાળા વધુ સારું કરી શકે છે; પરંતુ યોગાસન નિયમિતપણે, ઉતાવળ કર્યા વિના અને સાચી અંગસ્થિતિ રાખીને કરવાં જોઈએ. વધુ પડતો થાક ન લાગે તે જોવું જોઈએ. દીર્ઘકાલીન લાભ મેળવવા માટે દરેક આસન ઓછામાં ઓછું ૯૦ સેકન્ડ સુધી કરવું જોઈએ. યોગાસન વહેલી સવારે કરવામાં આવે તો વધુ સારું. યોગાસનની શરૂઆત કરતાં પહેલાં, પદ્માસન, સુખાસન, સિદ્ધાસન કે વજ્રાસનમાંથી તમને અનુકૂળ હોય તેવા એક આસનમાં બેસો. પૂર્ણ શ્વાસ લો અને ઓછામાં ઓછું ત્રણ વાર ઓમનું ઉચ્ચારણ કરો. ઓમ એ પ્રાચીન ભારતીય ઋષિઓની શ્રેષ્ઠ ગૂઢ શોધ છે. તે ફેફસાંને કાર્યશીલ કરે છે અને શક્તિ પ્રદાન કરે છે અને તમને યોગાસન કરવા માટે માનસિક રીતે તૈયાર કરે છે. હવે કઠોપનિષદની નીચેની પ્રાર્થના કરીએ.
ઓમ સહનાવવતુ, સહનૌભનુક્તુ, સહવીર્યંસરવાવહૈ,
તેજસ્વિનાવધિતમસ્તુ, મા વિદ્વિષાવહૈ.
ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

ફિટ રહો, હિટ રહો


ફિટ રહેવા માટે વ્યાયામ અને આહારનો મેળ જ જાદુની જેમ કામ કરે છે. વ્યાયામના ઘણાં લાભ છે તેથી વજન ઘટાડવાનાં કેન્દ્રો અને સ્લિમિંગ ગેજેટ્સની જગ્યાએ કસરત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એવી કોઈ વિશેષ દવાઓ, વિશેષ ઉપકરણ કે કોઈ વિશેષ આહાર નથી કે જે વજનને સુરક્ષિત અને સ્વસ્થ રીતે ઘટાડે. મશીનો ત્યાં સુધી કામ નથી કરતાં જ્યાં સુધી વ્યક્તિ પોતાની માંસપેશીઓનો વ્યાયામ ન કરે. જો ઊર્જા કે કેલરી વપરાશે નહીં તો વજન ઘટશે નહીં. જો તમારી ઊર્જાનો યોગ્ય રીતે ઉપયોગ નહીં થાય તો વજન ઘટશે નહીં. કસરત એ પૂર્ણતા તરફના પગલાંનું પ્રથમ સોપાન છે.
વજન ઘટાડવું વાસ્તવમાં ઘણું આસાન છે. વ્યાયામ માત્ર આકર્ષક દેખાવ મેળવવા માટે જ ન કરવો જોઈએ પણ સ્વસ્થ અને ફિટ રહેવા માટે કરવો જોઈએ. શારીરિક તંદુરસ્તી એ પ્રાથમિકતા હોવી જોઈએ અને બાય પ્રોડક્ટ તરીકે શારીરિક સુંદરતા અને આકર્ષક દેખાવ આપમેળે મળી જાય છે. સ્વસ્થ અને સુડોળ દેખાવનું પહેલું પગથિયું જિમ સેન્ટર નહીં પણ રસોઈઘર છે. યોગ્ય ખાનપાન અને એક પૂર્ણ ફિટનેસ યોજનાને અનુસરવાથી જ વજન ઘટાડી શકાય છે, જોકે વજન ઘટાડવા માટેની પૂર્વશરત છે કે આયોજનબદ્ધતાને સતત એકધારી રીતે અનુસરતા રહેવું પડે. જિમ સેન્ટર્સ અને સ્લિમિંગ ગેજેટ્સ પર પૈસા વાપરવાને બદલે એટલાં જ નાણાં તાજાં ફળો અને લીલાં શાકભાજી અને પોષકતત્ત્વો સભર ખાદ્યપદાર્થો પર ખર્ચ કરવામાં આવે તો તેનો ફાયદો પણ થાય છે. આંતરિક અને બાહ્ય સુંદરતાનો બંનેને લાભ થાય છે. કસરતને લઈને કેટલીક ભ્રામક માન્યતાઓ પણ પ્રવર્તે છે તેને સમજીને દૂર કરવી હિતાવહ છે.
ફિટનેસને લગતી કેટલીક માન્યતાઓમાં એક માન્યતા એવી છે કે જેટલો પરસેવો વધુ વળે તેટલી વધુ પ્રમાણમાં કેલરી બળે. જોકે આ સંપૂર્ણ ભ્રામક માન્યતા છે. કેલરી બળવાને પરસેવા સાથે ખાસ કોઈ નિસબત નથી. પરસેવો તમે કેટલી મહેનત કરો છો એ બાબત નથી દર્શાવતો પણ મહેનત કરશો તો સાહજિક રીતે પરસેવો વળશે જ. પરસેવો વળવો એ શરીરની શીતલન પ્રણાલી છે. જ્યારે વ્યાયામ કરવામાં આવે છે ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે. પરિણામે ગરમીને દૂર કરવા માટે શરીરમાં પરસેવો થાય છે. પરસેવો શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે. કેટલીક વ્યક્તિઓને વધુ પ્રમાણમાં તો કેટલાંકને નહિવતૂ પ્રમાણમાં પરસેવો વળતો હોય છે. પરસેવાને કેલરી બળવા સાથે, તમે કેટલો સમય વ્યાયામ કર્યો છે તેની સાથે સાંકળવો અયોગ્ય છે.
ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે જેઓ નિયમિત રીતે શારીરિક પરિશ્રમ કરે છે તેમને વ્યાયામની જરૃર નથી પડતી, કારણ કે તેઓ જેટલી કેલરી ગ્રહણ કરે છે તેટલા્ પ્રમાણમાં તેઓ મહેનત દ્વારા અને શારીરિક પરિશ્રમ દ્વારા તેને ખર્ચ કરીને સંતુલન સાધી લે છે. છતાં પણ શારીરિક વ્યાયામ એ સુડોળ દેખાવ અને માનસિક પ્રસન્નતા આપનારો છે. બીજી મહત્ત્વની વાત એ કે જો વ્યાયામ કરવા માટે સમય ન મળતો હોય તો તુરંત જ કેલરી સપ્રમાણમાં લેવા લાગો.
ર્તાિકક રીતે વિચારીએ તો તરત જ ખ્યાલ આવશે કે તમે જેટલો આહાર લો છો તેમાં કોઈ ફેરફાર નથી કરવાના પણ વ્યાયામ બંધ કરશો એેટલે કેલરીની ખપતમાં ચોક્કસ ફેરફાર થશે. વ્યાયામ કરતાં હો ત્યારે જેટલી કેલરી બળે છે તેના કરતાં વ્યાયામ બંધ કરી દેવામાં આવે તો સ્વાભાવિક રીતે કેલરીને બળવાનો દર ઓછો થઈ જશે. આથી જો વ્યાયામ પહેલાં ચાલુ કરો અને બાદમાં બંધ કરો કે કોઈ કારણસર ન કરી શકો તો બીજી તરફ તમારા આહાર-વિહારમાં પણ પરિવર્તન લાવો. તેના કારણે ચોક્કસ ફાયદો તો થશે જ .

માનસિક રોગ નિવારે યોગ



યોગશાસ્ત્ર માને છે કે બીમારી પહેલાં તો મનમાં પ્રસ્ફુરિત થાય છે અને ત્યારબાદ શારીરિક લક્ષણોના રૂપમાં પ્રગટ થાય છે. વળી, મનોચિકિત્સકો પણ મનોરોગીને યોગાભ્યાસ કરવાનું જણાવે છે
 આજે માટા ભાગના લોકો એક યા બીજા પ્રકારે માનસિક તનાવ અનુભવી રહ્યા છે. ચિંતાઓ અને પરેશાનીગ્રસ્ત તનાવયુકત મન અસંતુલિત માનસિકતાને જન્મ આપે છે અને શારીરિક શકિતનો પણ નાશ કરે છે. તનાવયુકત ચિંતિત વિચાર શરીરમાં વિશ્રાંતિ લાવનાર હોર્મોન-મેટા-ટોનીન રસાયણનું ઉત્પાદન ઘટાડે છે. પરિણામ સ્વરૂપ બીજા હોર્મોન એડરલીનની માત્રા શરીરમાં વધી જતાં આંતરિક અંગો શિથિલ પડી જાય છે, સ્વભાવ ચીડિયો બની જાય છે, મગજ પર કાબૂ નથી રહેતો, માનસિક ક્ષમતા સમાપ્ત થઈ જાય છે. આધુનિક યુગમાં યોગની લોકપ્રિયતા પાછળનું મુખ્ય કારણ પણ તેનો ચિકિત્સામાં ઉપયોગ જ છે. આજની તનાવપૂર્ણ તથા સ્પર્ધાત્મક જીવનપદ્ધતિમાં સ્વાસ્થ્યપૂર્ણ-રોગમુકત જીવન માટે યોગનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. મનોચિકિત્સકો પણ રોગીને યોગાભ્યાસ કરવાનું જણાવે છે.
આધુનિક મનોકાયિક સિદ્ધાંતને યોગસાહિત્યે હજારો વર્ષ પહેલાં સમજી લીધું હતું. યોગશાસ્ત્ર માને છે કે બીમારી પહેલાં તો મનમાં પ્રસ્ફૂરિત થાય છે અને ત્યારબાદ શારીરિક લક્ષણોના રૂપમાં પ્રગટ થાય છે. બધી જ બીમારીઓનું મૂળ ઊર્જાનો અસંતુલિત પ્રવાહ છે અને માનસિક રોગનું કારણ પણ પ્રાણ-ઊર્જાના વિતરણનું અસંતુલન જ છે. મનુષ્યનાં દુ:ખ, તાપ અને કલેશ તથા રોગનું કારણ પણ ટેન્શન જ છે. જરૂરિયાતો પૂરી ન થવી, નેઈમ એન્ડ ફેઈમ પાછળની આંધળી દોટ તેમજ ભૌતિક ઉપલબ્ધિ માટેની ચિંતા મનોવૈજ્ઞાનિક પરેશાની જ પેદા કરે છે અને આ કારણે જ સમાજના મોટા ભાગના લોકો તનાવ અને પરેશાનીગ્રસ્ત માનસિક બીમારીઓના ભોગ બને છે.
સ્વાસ્થ્ય અને યોગને અત્યંત નિકટનો સંબંધ છે. પ્રાત:કાળે યોગાભ્યાસ કરવાથી વાયુમંડળમાં ઉપસ્થિત ઓકિસજનયુકત પ્રાણવાયુની શરીર પર અસર પડે છે અને પ્રાત:કાળે શરીરમાં તનાવ પણ ઉત્પન્ન થતો નથી હોતો. આ વિશ્રામની સ્થિતિમાંથી ઊઠીને તરત યોગાભ્યાસ કરવાથી શારીરિક અસંતુલન-વ્યાધિ દૂર થઈ જાય છે. બાદમાં પ્રાણાયામ કરો અને રાત્રે યોગનિદ્રાનો અભ્યાસ કર્યા પછી ઊઘી જશો તો નિદ્રા આરામદાયક,ગહન અને ઊડી આવશે જેથી સંકલ્પશકિત પણ વધશે,પરિણામ સ્વરૂપે નિરાશા, ભય અને ચિંતા પણ સમાપ્ત થશે. રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધશે અને તે જ ક્ષણથી બીમારી પણ હટવા લાગશે. હું માત્ર એક વાત ઉપર વિશેષ ઘ્યાન આપું છું કે, જેઓને ધૂમ્રપાન અગર તમાકુ, ગુટખા વગેરેનું વ્યસન હોય તેઓએ વ્યસન છોડવું પડશે. યોગાભ્યાસ સાથે તમાકુનું વ્યસન ચાલુ રહેશે તો તેની સૂક્ષ્મ શરીર પર પણ અસર થશે. પ્રાણની વિક્રિયા અને શરીર પર પ્રતિક્રિયા પણ થશે.
પરિસ્થિતિનો સામનો કરતાં પહેલાં મગજને હકારાત્મક વિચારોથી વિકસાવો, કુશળતાપૂર્વક કાર્ય પસંદ કરો. તનાવયુકત પરિસ્થતિ ઓળખ્યા બાદ હિંમત ન હારો, પરિસ્થિતિનો સામનો કરો, ધીરજ રાખો કે આ સ્થિતિ પણ જતી રહેવાની છે. કોઈપણ બહાના ના બનાવો, તે તમારી હિંમતને પાંગળી બનાવશે, લાગણીઓના આવેશમાં ન આવો, ગુસ્સો ન કરો બીજાને તેમની ભૂલ માટે માફ કરો અને તેમાંથી આનંદ મેળવો. સમસ્યાને મૂળમાંથી ઓળખો અને પ્રેરિત જિંદગી જીવો, વર્તમાનમાં જીવો, કોઈની પણ પાસે પ્રેમથી કામ લો, અહંકારથી દૂર રહો, તનાવયુકત વિચાર ન કરો, યોગાભ્યાસને દૈનિક દિનચર્યાનું અનિવાર્ય અંગ બનાવી સ્વસ્થ રહો, ખુશ રહો.

આસાન આસનો


પ્રાચીન સાહિત્યમાં ૮૪ મુખ્ય આસન બતાવાયાં છે, જેને ઓછાં કરીને વિશિષ્ટ આસનોની યાદી બનાવવામાં આવી છે. એમાં શીર્ષાસન સહિત કુલ ૩૬ જરૂરી આસનોનો સમાવેશ કરાયો છે, એમાં પણ ૧૩ આસન ખાસ બધુ મહત્ત્વનાં છે. મયૂરાસન અને કૂર્માસન જેવાં થોડાં તો નિયમિત યોગાભ્યાસ કરનારાને પણ અઘરાં લાગે છે. બદલાયેલી જીવનશૈલી અને પિશ્ચમી ઢબછબ પ્રમાણે બેસવાની ટેવને કારણે પદ્માસનમાં બેસવાનું પણ મુશ્કેલ બની ગયું છે. અહીં છ પ્રકારનાં સરળ આસન બતાવાયાં છે, જે તમારી રોજિંદી સામાન્ય સાધનામાં સામેલ કરી શકાય છે.
 પર્વતાસન
પર્વતની મુદ્રા, ઊલટા બીની આકૃતિનું આસન
શરીરને યોગ્ય શેપમાં રાખવા માટે જેઓ યોગાભ્યાસ કરે છે, એમને માટે આ શ્રેષ્ઠ આસન છે. બીજી કોઇ મદદ વગર શીર્ષાસનની જેમ એમાં માથું નીચે રાખવાની મુદ્રા કોઇ નુકસાન કર્યા વગર આના લાભો અનેકગણા વધારી દે છે.
પહેલી વાર આ આસન ફકત તાણમુકત થવા માટે કરવું જૉઇએ. બીજી વાર એને શકિત અને સહનશકિત વધારવા તથા માંસપેશીઓને વ્યવસ્થિત શેપમાં લાવવા માટે કરવામાં આવે છે. આ એક એવું આસન છે, જેના અંગે કોઇ વિવાદ નથી.
પર્વતાસન અથવા પર્વતની મુદ્રા બનાવવા માટે ઘૂંટણોના આધારે બેસી જાવ. સામેની જમીન પર બન્ને હથેળી ટેકવી દો. હવે કમરના ભાગને ઉપર ચકો. ખભાને આગળની તરફ લેતાં જઇને સામાન્ય રીતે શ્વાસ લો. બન્ને એડીને જમીન પર ટેકવો. પોતાનું ઘ્યાન પેટ પર કેન્દ્રિત કરો. ખભાથી શકય તેટલું વધુ જૉર લગાવો. માથાને જમીનની જેટલું નજીક લઇ જવાય એટલું લઇ જાવ. જેટલો સમય આ મુદ્રા ટકાવી શકાય, એટલો સમય એ ટકાવી રાખો. આખી પ્રક્રિયાનું થઇ શકે એટલી વાર પુનરાવર્તન કરો. થોડા સમય પછી તમે આ અવસ્થામાં એક મિનિટ કે એથીય વધુ સમય રહી શકશો.
લાભ: આ આસનના અભ્યાસથી સહનશકિત વધે છે. માથામાં લોહીનો પ્રવાહ વધે છે, એટલે મગજ શાંત રહે છે. લોહીનાં ઓછાં અને વધુ, બન્ને દબાણને એ નિયંત્રિત કરે છે. કરોડરજજુ સંબંધી બધી તકલીફોને દૂર કરે છે. હાથ-પગની માંસપેશીને સુદૃઢ આકાર આપે છે. કરચલીઓ દૂર કરે છે. આ આખા શરીરનો વ્યાયામ છે.
 સુપ્ત ઉદરકર્ષનાસન
પેટ વાળીને સૂવું
આ એક સામાન્ય સ્વાસ્થ્યવર્ધક આસન છે. નિયમિત યોગાભ્યાસ કરનારા માટે પણ એ ઘણું લાભદાયક છે, કારણ કે એ શરીરને વધુ સ્થિતિસ્થાપક બનાવે છે. એ માટે પીઠના આધારે સૂઇ જાવ. બન્ને હાથને બન્ને બાજુ જમીન પર ફેલાવો અને હથેળીઓને ટેકવી દો. શ્વાસ અંદર લો. જમણા ઘૂંટણને વાળો. જમણા પગના તળિયાને ડાબા સાથળ પર મૂકી દો. ડાબા હાથથી જમણા ઘૂંટણને ડાબી તરફ જમીન તરફ દબાવતા જઇ શ્વાસ છોડો. સાથે સાથે જ માથું જમણા હાથ તરફ જોતા જઇ વાળો. વળેલાં ઘૂંટણ પરથી દબાણ ખસેડયાં-ઓછું કર્યા વગર સામાન્ય રીતે શ્વાસ લો અને થોડીક સેકંડ આ મુદ્રામાં જ રહો. પછી ધીમે રહીને આરામની મુદ્રામાં આવી જાવ. આ આખી પ્રક્રિયાનું પાંચ વાર પુનરાવર્તન કરો. આરામ કરો. આખી પ્રક્રિયા બીજી તરફથી પણ કરો.
લાભ: આખી કરોડરજજુને વ્યવસ્થિત વળાંક આપતું આ લાભદાયક આસન છે તથા કરોડરજજુ સંબંધી તકલીફો થતી રોકવામાં સહાય કરે છે. એક જ સ્થળે બેઠા બેઠા કામ કરતા લોકો માટે આ આસન ખાસ લાભદાયી છે. આ આસનથી તમે ભાવનાત્મક રીતે પણ મજબૂત બનો છો. પગનો આકાર પણ બરાબર થાય છે, એટલે સીધા વ્યવસ્થિત ભા રહી શકાય છે. પેટ પર દબાણ આવતાં પાચન પણ બરાબર થાય છે અને વજન ઓછું થાય છે. કમર અને નિતંબનો વિસ્તાર હળવો થઇ જાય છે. પેટ પર, ખાસ કરીને યકòત પર દબાણ આવતાં વજનમાં વધુ ઘટાડો થાય છે.
 સુપ્તપાદ અંગુષ્ઠાસન
પગ ઊંચકીને સૂવું
આ આસન કરોડરજજુને સીધી કરી પગ અને નિતંબના સાંધાની માંસપેશીઓને યોગ્ય આકાર આપે છે. નિયમિત યોગાભ્યાસ કરતા લોકોની યોગસાધનાને નવી ચાઇએ લઇ જાય છે. કેટલાક નિષ્ણાતોના મતે એમાં શ્વાસ લેવાનો ક્રમ અલગ હોય છે. આસન કરતી વખતે સામાન્ય રીતે શ્વાસ લેતાં રહેવું અગત્યનું છે. પેટની માંસપેશીઓને એ યોગ્ય આકારમાં લાવે છે અને સાથળો પરથી ચરબીનો થર ઘટાડીને સૌંદર્ય વધારે છે. એ માટે ફરશ પર સીધા સૂઇ જાવ. બન્ને હાથને શરીર સાથે સીધા ફરશ સાથે રાખો. જમણા પગને ઉપર ચકો. પગ ઘૂંટણમાંથી વળ્યા વગર સીધો જ રહે એનું ખાસ ઘ્યાન રાખો. પીઠ પર દબાણ ખૂબ વધી જતું હોય તો બીજા પગને વાળીને રાખી શકો છો. શ્વાસોરછ્વાસની ક્રિયા નોર્મલ રાખો. હવે જમણા પગને વાળીને રાખી શકો છો. શ્વાસને અંદર લો. જમણી પાનીને એવી રીતે વાળો કે અંગુઠો તમારી તરફ રહે. ધીરે ધીરે પગને ફરશ તરફ લેતા જઇ શ્વાસ છોડો. આખી પ્રક્રિયાનું ત્રણ વાર પુનરાવર્તન કરો. ડાબા પગ સાથે પણ આ જ રીતે પ્રક્રિયા કરો.
કોણે ન કરવું: કમરના નીચલા હિસ્સામાં પીડા હોય, હૃદયરોગ કે લોહીનું વધુ દબાણ (હાઇ બીપી) હોય એવા લોકોએ આ આસન ન કરવું.
લાભ: આ આસન ઘણા રોગમાં લાભદાયક છે. પેશાબ અને જનન અંગો સંબંધી તકલીફો દૂર કરવામાં એ સહાયક છે. જઠરની શકિત વધારે છે તથા પાચનને વ્યવસ્થિત કરી વજન ઘટાડે છે. પગને યોગ્ય આકાર આપીને કમરના ભાગને હળવો કરે છે. ઘૂંટણોનો દુખાવો મટાડે છે. શીર્ષાસન જેવા મુશ્કેલ આસન માટે શરીરને તૈયાર કરવામાં એ સહાય કરે છે. એટલે એક રીતે મઘ્યવર્તી આસન છે.
 અર્ધ મત્સ્યેન્દ્રાસન
અડધી કરોડરજજુમાં વળાંક
આ પણ એક ઉત્કૃષ્ટ આસન છે. કરોડરજજુને યોગ્ય વળાંક આપનારું આ આસન માત્ર કરોડરજજુને જ નહીં, પરંતુ ધડમાંનાં બધાં અંગોને લવચિક બનાવે છે. એમાં મગજ સહિત આખા શરીરમાં તાજા લોહીનો પ્રવાહ વહે છે. વય વધવા સાથે બરડ બની ગયેલાં અંગોમાં પણ એનાથી લોહીનો પ્રવાહ બરાબર વહે છે. પગના પંજાઓ પર વજ્રાસનની જેમ બેસી જાવ. વજ્રાસન અંગે અમે અગાઉ સમજૂતી આપી છે. નિતંબને ડાબી બાજુએ જમીન પર ટેકવો. જમણા પંજાને ડાબા ઘૂંટણની નીચે લઇ જાવ. શ્વાસ લો. ડાબા હાથને કોણીમાંથી વાળી જમણા ઘૂંટણ પર રાખો. સાથે સાથે જમણી હથેળીને જમીન પર અડકાડી દો. શ્વાસ છોડો. વળી શકાય એટલા જમણી તરફ વળો. સામાન્ય રીતે શ્વાસ લેતાં આ સ્થિતિને શકય એટલો વધુ સમય ટકાવી રાખો. આરામ કરો. આખી પ્રકિયાનું બીજી તરફ પુનરાવર્તન કરો.
કયારે ન કરવું: વાંસામાં વધુ દુખાવો હોય ત્યારે આ આસન ન કરવું.
લાભ: ડાયાબિટિસ સાથે સંબંધિત ગ્રંથીઓ પ્રભાવિત થાય છે. ચરબી ઓછી કરે છે. શ્વાસની ક્ષમતા વધારવામાં સહાયક બને છે.
 વિપરીત કરણી આસન
વિપરીત કરણી મુદ્રામાં ચમત્કારિક લાભ આપવાની શકિત છે. પ્રાચીન યોગ સાહિત્યમાં એને મૃત્યુને હટાવી દેતી મુદ્રા કહેવાઇ છે, કેમકે આ આસન તમને યુવાન બનાવી રાખે છે તથા તમારા શરીરને તેજસ્વી અને શકિતભર્યું બનાવે છે. એ ઉરચ પ્રાણાયામ સાધનાનો પણ હિસ્સો છે, કેમ કે ધા થવાના પરિણામે ફેફસાં ચોખ્ખાં થઇ જાય છે.
એ કરવા માટે ચત્તાં સૂઇ જાવ. બન્ને હાથને શરીરની સાથે રાખીને હથેળીઓને જમીન પર ટેકવો. શ્વાસ લો. હથેળીઓને દબાવતાં જાતને ઉપર ઊંચકો. નિતંબને પણ ઉપર ચકો અને હથેળીઓથી એને ટેકો આપો. એથી શરીરનું વજન હથેળીઓ, કોણી અને ગરદન પર આવી જાય છે. આ દરમિયાન સામાન્ય રીતે શ્વાસ લો. થોડી સેકંડ આ સ્થિતિમાં રહો. હથેળીઓને ખસેડી પાછી જમીન પર રાખો. નિતંબ નીચે લાવો, જેથી કરોડરજજુ જમીન પર સીધી રહે. પગને જમીન પર સીધા કરી દો.
કોણે ન કરવું: લોહીનું ઊંચું દબાણ, હૃદયરોગ અથવા ગળામાં દુખાવાની તકલીફવાળાઓએ આ આસન ન કરવું.
લાભ: આ આસન ગુરુત્વાકર્ષણ વિરુદ્ધનું હોવાના કારણે શરીર પર એનો ઘણો હકારાત્મક પ્રભાવ પડે છે તથા વધતી વયનાં ચિહ્નોને એ દૂર કરે છે.
 હલાસન
હળની મુદ્રા
આ આસન બધી અંત:સ્રાવી ગ્રંથિઓ પર અસર કરે છે, જેનાથી લાગણીઓ અને મૂડ પર પ્રભાવ પડે છે. એટલે કે એ ખૂબ લાભદાયક આસન છે. આ ઉપરાંત એનાથી કરોડરજજુનો વ્યાયામ પણ થાય છે, જેનાથી શકિતવાન બની રહેવામાં સહાય મળે છે. વિશેષજ્ઞના માર્ગદર્શનમાં એ કરવામાં આવે તો વધુ સારું પરિણામ આવે છે.
આ આસન કરવા માટે ચત્તાં સૂઇ જાવ. પગ એ રીતે રાખો કે બન્ને પંજા એકમેકને અડકતા રહે. ડો શ્વાસ લો. વિપરીત કરની મુદ્રા (જેવી ચિત્રમાં બતાવી છે) કરો. બન્ને પગ ઉપર ચકો. શ્વાસ લો. જમણા પગને માથાની ઉપરથી પાછળ જમીન પર મૂકતા શ્વાસ છોડો. પાછા પહેલાની સ્થિતિમાં આવી જાવ. આખી ક્રિયાનું ડાબા પગ સાથે પુનરાવર્તન કરો. થોડાં અઠવાડિયાંની પ્રેકિટસ પછી તમે છેલ્લી અવસ્થા સુધી જરૂર પહોંચી જશો. બન્ને પગને માથાની પાછળ લઇ જવા માટે નિતંબના ભાગને હાથની મદદથી ચકો. આખી પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે શ્વાસ લો.
લાભ: ગળા અને હડપચી-દાઢી પર દબાણ આવતાં થાઇરોઇડ પર અસર પડે છે તથા પેટ સંકોચાતાં પાચન વધે છે. વિષાદમાંથી બહાર નીકળવાનો આ ખૂબ સારો ઉપાય છે. કરોડરજજુમાં ખેંચાણ આવતાં એ સંબંધી બધી તકલીફો દૂર થાય છે. ઊલટા થવું પડતું હોય એવાં બીજાં આસનોની જેમ આમાં પણ ચહેરામાં લોહીનો પ્રભાવ વધે છે, જે એમાં તાજગી લાવે છે. મગજમાં લોહીનો પ્રવાહ વધતાં એ સજાગ રહે છે. ડાયાબિટીસના રોગીઓ માટે પણ આ આસન ઉપયોગી છે.

મહિલાઓ અને યોગાભ્યાસ



 આજે દરેક સ્ત્રી માટે યોગાભ્યાસ અત્યંત જરૂરી છે. એક મહિલા જિંદગીની દરેક અવસ્થામાં ઘણાં શારીરિક તથા માનસિક પરિવર્તનોમાંથી પસાર થાય છે. પરિવર્તનોમાંથી નીકળતાં જે સમસ્યાઓનો સામનો તેમને કરવો પડે છે, તેની સામે ઝૂઝવા માટે યોગ તેમને ઘણી બધી રીતે ઉપયોગી નીવડી શકે છે. ઘરથી માંડીને પોતાની નોકરી-વ્યવસાયમાં વ્યસ્ત જિંદગીમાં મહિલાઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને શાંતિ આપવામાં યોગ્ય સહાયક સાબિત થાય છે.
બાળપણથી કિશોર વય સુધી
કિશોરાવસ્થા દરમિયાન છોકરીઓ મન તથા શરીરનાં ઘણાં પરિવર્તનોમાંથી પસાર થાય છે. અચાનક અને એક સાથે થતાં અનેક પરિવર્તનવાળો આ સમય યોગાસન અને પ્રાણાયામ શરૂ કરવા માટે ઉત્તમ છે. બાળપણમાં તો યોગાભ્યાસ એક ખેલની માફક હોય છે અને બાળકો તો અજાણતાં જ રમત રમતમાં જ યોગાભ્યાસ કરી શકે છે. પણ યોગનો અર્થ તો તે સમજણો થાય છે ત્યારે જ જાણી શકે છે. યોગ અને પ્રાણાયામ યુવતીઓના માસિક ચક્રને સ્વસ્થ રાખવામાં સહાયક સાબિત થાય છે. આ અવસ્થામાં એવાં આસન કરવાં જોઈએ કે જે ભાવનાત્મક સ્થિરતાને મજબૂત, મૂડમાં થતા ફેરફારોને નિયંત્રિત તથા માસિક ચક્ર વખતે આવતા વિકારોને કાબૂમાં રાખી શકે. વિકાસના આ સમયે યોગ વધુ લાભદાયક છે, કારણ કે આ માંસપેશીઓની શક્તિ વધારે છે તથા હોર્મોન્સના સંતુલનમાં મદદ કરે છે.
ગર્ભાવસ્થા અને યોગાભ્યાસ
ગર્ભાવસ્થા દરમિયાન તથા પ્રજનન પછી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેવું અત્યંત જરૂરી છે. આ સમયગાળામાં યોગ પ્રજનનને સ્વસ્થ રાખે છે, સાથે સાથે મહિલાઓના શરીરને ગર્ભાવસ્થા તથા પ્રસવ પીડાની સમસ્યાઓ સામે લડવામાં મદદરૂપ બને છે.
ગર્ભાવસ્થામાં યોગથી લાભ
* શરીરમાં થઈ રહેલા સતત ફેરફારથી પોતાની જરૂરિયાતો અને ક્ષમતાઓ મુજબ યોગ કરી શકાય છે. આનાથી ગર્ભાશયની માંસપેશીઓ શક્તિશાળી બને છે. યોગ મેરૂદંડને સપોર્ટ આપે છે તથા પીઠને વધુ દબાણ સહન કરવામાં મદદ કરે છે.
* યોગ શરીરને ગર્ભાવસ્થા દરમિયાન આવતી શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવાલાયક બનાવી દે છે.
* પ્રસવ પછી પ્રાણાયામના અભ્યાસથી ઓક્સિજનની માંગ વધે છે, જેથી દુગ્ધપાનની માત્રામાં વધારો થાય છે.
* પ્રસવના એક બે મહિના પછી હલકા યોગાભ્યાસથી બધા જ ફાઈબર્સમાં ફરીથી કઠોર બને છે. જેથી દુગ્ધપાન સતત થાય છે.
ઢળતી ઉંમર અને રજોનિવૃત્તિ
પ્રૌઢાવસ્થામાં ખાસ રીને રજોનિવૃત્તિ સમયે યોગાભ્યાસથી સૌથી વધુ લાભ થાય છે. ૪૫થી ૫૫ વર્ષની ઉંમરમાં ઘણા હોર્મોનલ ફેરફારને કારણે માનસિક અસ્થિરતા તથા ઘણાં શારીરિક પરિવર્તન થતાં હોય છે. આનાં લક્ષણોમાં, વધુપડતો પરસેવો, ઉચ્ચ રક્તચાપ (હાઇ બીપી), વક્ષ સંબંધી રોગ, માથાનો દુખાવો, સ્થૂળતા તથા અનિંદ્રા, જોવા મળતા હોય છે. આ સ્થિતિમાં રોગપ્રતિરોધક ક્ષમતા પણ નબળી પડી જાય છે. શરીરને ઈન્ફેક્શનનું જોખમ રહે છે, ખાસ કરીને મૂત્રાશય બાબતે. આ ઉંમરમાં મધુપ્રમેહ, અસ્થિક્ષરણ, ક્રોધ, તણાવ, બેચેની, આત્મવિશ્વાસમાં ઘટાડો તથા અસંતોષની ભાવના જેવી બીમારીઓ ઘેરી વળે છે. યોગના સતત અભ્યાસથી માનસિક , શારીરિક તથા ભાવનાત્મક સ્વાસ્થ્યમાં ઘણી મદદ મળે છે. રજોનિવૃત્તિના દિવસોમાં હોર્મોન્સમાં સમતોલન જાળવી રાખવા, વજનને નિયંત્રણમાં રાખવા તથા સ્વસ્થ પાચનતંત્ર માટે પાદોત્તાનાસન, સુપ્ત વજ્રાસન, પશ્ચિમોત્તાનાસન બહુ લાભ આપે છે.
વૃદ્ધાવસ્થામાં યોગાભ્યાસ
આધેડ અવસ્થાથી વૃદ્ધાવસ્થામાં પરિવર્તન દરમિયાન કેટલાક શારીરિક પડકારોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મહિલાઓને આમાંથી પસાર થવું પડે છે. તેમાં સામાન્ય રીતે હાડકાં પોલા પડવા, ચયાપચયમાં કમી, રક્તપ્રવાહમાં કમી તથા માનસિક સ્વાસ્થ્યનું કથળવું વગેરે ગણાવી શકાય.
આ અવસ્થામાં યોગાસનોથી બહુ ઓછા પ્રયાસે રક્તપ્રવાહને નિયંત્રિત રાખવા અને સ્વસ્થ નર્વસ સિસ્ટમ પ્રાપ્ત કરવા, શરીરને પૂર્ણરૂપે આરામદાયક મહેસૂસ કરવામાં મદદ મળે છે. યોગ શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય બંનેને નિયંત્રિત રાખે છે.
આડઅસરોને યોગની આણ
કેન્સરની સર્જરી કરાવ્યા પછી થતી રેડિયોથેરપી અથવા કીમોથેરપીથી રોગીઓ પર થતી આડઅસરોને યોગથી દૂર કરી શકાય છે અને બીમારીથી લડવાની ક્ષમતા મજબૂત થાય છે. દર્દીઓને માનસિક લાભ પણ થાય છે. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ યોગ (નવી દિલ્હી)એ પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે યોગ માનવજીવન માટે ખરેખર વરદાન રૂપ છે.

યોગાભ્યાસ અને સ્વાસ્થ્ય(ABC OF બ્યૂટી )


યોગાભ્યાસ અને સ્વાસ્થ્ય(ABC OF બ્યૂટી )


યોગની શક્તિ
લોકો વિવિધ કારણોને લીધે યોગનો અભ્યાસ કરે છે. આધ્યાત્મિક પ્રગતિ, સારું સ્વાસ્થ્ય અને શરીરની સ્થિતિ- સ્થાપકતાથી લઇને અનેક પ્રકારના રોગોમાંથી મુક્ત થવા તેમજ શરીર- મનને સ્વસ્થ બનાવવા લોકો યોગનો આધાર લેવા પ્રેરાય છે. યોગની શક્તિ અમાપ છે.
* યોગમાં એવાં આસનો છે. જે શરીરના વિવિધ સાંધાઓ પર પ્રભાવ પાડે છે અને સાંધાઓની સ્થિતિસ્થાપકતાને સુધારે છે.
*યોગાસનો- શરીરના વિવિધ અસ્થિબંધનો (લીગામેન્ટ) અને કંડરાઓને (ટેન્ડન) કસે છે. યોગાસનો શરીરના જકડાયેલા ભાગો તેમજ ક્યારેય નહીં કસાયેલા ભાગોને કસીને તેમને સ્થિતિસ્થાપક બનાવે છે. હળવાં યોગાસનો કેટલાંક ભાગો પર પરોક્ષ રીતે પ્રભાવ પાડે છે. આ ભાગો એકમેક સાથે સંકળાયેલા હોવાથી એક પર થતી અસર બીજાં ભાગ સુધી પહોંચે છે. આ પ્રકારના આસનોમાં સ્થિતિસ્થાપકતા ઝડપથી સાધી શકાય છે.
* યોગાભ્યાસથી શરીરની અંદરની તમામ ગ્રંથિઓ અને અવયવોને માલિશ થાય છે. શરીરના વિભિન્ન ભાગો પર યોગ સર્વાંગી અસર કરે છે. અવયવોનું મર્દન તેમજ ઉત્તેજન બેવડો લાભ યોગાભ્યાસ દ્વારા મળે છે અને રોગો દૂર  થાય છે.
* સ્નાયુઓને તેમજ  સાંધાઓને હળવેથી ખેંચીને તેમજ મર્દન કરીને યોગાભ્યાસ શરીરમાં રક્તના પુરવઠાને ખૂણે ખૂણે પહોંચાડે છે. આ  કાર્ય દ્વારા  શરીરના કોષોને પોષણ મળે છે. તેમજ શરીરનો ઝેરી કચરો બહાર નીકળી જાય છે.
* યોગાભ્યાસ  શરીર અને આત્માને અસર કરે છે. તેથી તે તાણને સંપૂર્ણપણે દૂર કરે છે. પ્રાણાયામ શરીરની તમામ અશુદ્ધિઓને દૂર કરી શરીરને સુડોળ, મજબૂત અને તંદુરસ્ત બનાવે છે.
* શરીર અને મનને નિયમિત રીતે તાણમુક્ત કરવા રોજ  યોગાભ્યાસ કરો. યાદ રાખો કે તાણમુક્તની ક્રિયા એ સભાનતાપૂર્વક કરવાની ક્રિયા છે. તે સમયે અન્ય કોઈ વિચાર કરવાને બદલે મનને શાંત રાખવું જરૃરી હોય છે.
* યોગનો સંબંધ બધી જ ખેલકૂદની પ્રવૃત્તિ સાથે છે. કારણ કે યોગ એ આખા શરીરને સાંકળતી ક્રિયા છે. તે કરવાથી શરીર લવચીક બને છે અને એકાગ્રતા વધે છે.
* પેશન યોગ એ ઉત્કટતાભરેલી યોગની ક્રિયા છે. તેમાં હઠયોગ, અષ્ટાંગ યોગ તેમ જ તંત્રયોગનો સમાવેશ થાય છે.
*યોગના આ બધા જ પ્રકારોનો સમન્વય કરીને શરીરના ઉર્જાચક્રોને જાગૃત કરી શકાય છે. રક્ત પરિભ્રમણ અને અન્ય પ્રવાહીની વહનક્રિયાને સુધારી શકાય. આસનો ર્કાિડયો વાસ્ક્યુલર- એક્સરસાઇઝ અને સ્ટ્રેચિંગની કસરતો દ્વારા આ લાભ મેળવી શકાય છે.
*પેશન-યોગનો હેતુ માનસિક અસ્થિરતા અને ચંચળતાને દૂર કરવાનો છે. વિક્રમયોગથી વિપરિતપણે પેશનયોગમાં એવી ક્રિયા કરવામાં આવે છે. જેનાથી ખૂબ પ્રસ્વેદ થાય છે. વિક્રમયોગમાં પ્રસ્વેદ લાવવા સ્ટીમ- રૃમની જરૃર પડે છે.
*પેશન યોગથી શરીરનાં ગરમી ઉત્પન્ન થાય છે. જે દ્વારા શરીરનો કચરો બહાર નીકળે છે. સ્ટ્રેચીંગ એ એક સારો વિકલ્પ છે. તે સ્નાયુઓને આરામ આપીને આપણને તાણમુક્ત બનાવે છે. સ્ટ્રેચીંગ એ કસરતનો સૌથી આનંદદાયક ભાગ છે. કારણ કે તે થાકેલા સ્નાયુઓને ખૂબ જરૃરી એવો વિશ્રામ આપે છે.
* પેશન યોગ દ્વારા વજન ઘટાડી શકાય છે. તે ભાવનાત્મક વિક્ષેપને દૂર કરે છે અને જાતીય વૃત્તિને ઉત્તેજન આપે છે.

કિશોરો માટે યોગ



હિંસાત્મક ફિલ્મો તથા ટીવી કાર્યક્રમોને જોવાથી ખોટો પ્રભાવ પડે છે અને તેથી કિશોર હિંસક બની શકે છે. યોગાભ્યાસ  મન પર શાંતિદાયક પ્રભાવ પાડે છે. તથા થોડા સમય પછી યોગાભ્યાસ કરનારને શોરબકોરવાળા તથા હિંસક કાર્યક્રમો જોવા બહુ ગમતા નથી, અને ધીમે ધીમે તેનું મન સંતુલિત થતું જાય છે.
બાળ અવસ્થા અને પુખ્ત અવસ્થા વચ્ચેનો સંક્રમણ કાળ રોમાંચક તથા પડકારભર્યો હોય છે. આજની દોડધામભરી જિંદગી સાથે કિશોરો ઘણા પ્રકારના તણાવનો ભોગ બની રહ્યા છે. વઢવાની બીકે તેઓ પોતાની સમસ્યાઓને શિક્ષકો કે વાલીઓ સામે રજૂ કરી શકતા નથી. આવી સ્થિતિને કારણે તેમનામાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, ખાસ કરીને નિરાશા-હતાશાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
આનાં ઘણાં કારણ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થી પરીક્ષામાં સારું પરફોર્મ ન કરે તો હતાશ થઈ જાય છે અને તેથી વિષાદની સ્થિતિમાં આવી જાય છે. આજે કેટલાક યુવાનો પાસે વધુ સ્વતંત્રતા છે તથા ખર્ચવા માટે પૈસા પણ વધુ છે. યુવાવર્ગ પર સારા દેખાવ માટે પણ ઘણાં દબાણ છે. વર્તમાન ફેશનને અનુરૂપ વજન જાળવી રાખવાના પ્રયાસમાં ઘણા યુવાનો ખાનપાનને લગતા વિકાર અને કુપોષણના શિકાર થઈ રહ્યા છે.
યોગનો અભ્યાસ કિશોરોને અનેક રીતે લાભ આપી શકે છે. જો કિશોર ૩૦થી ૪૫ મિનિટ યોગના અભ્યાસને પોતાની દિનચર્યામાં સામેલ કરે તો ઘણું બધું આપમેળે જ થવા લાગશે. સવારે વહેલા ઊઠવું, રાત્રે વહેલા સૂવું, તેમની દિનચર્યામાં આપમેળે જ સામેલ થઈ જશે. આ ઉપરાંત યોગાભ્યાસ તણાવ ઓછો કરવામાં પણ મદદ કરે છે. જે જુવાનો પોતાના ભણતરમાં નબળા હોય તેમણે ર્સ્ફૂિતદાયક અભ્યાસ કરવા જોઈએ, જેનો ઊર્જાત્મક પ્રભાવ પડે છે. આ વિષાદના ખતરાને પણ ઓછો કરે છે.  કેટલાક અભ્યાસ જેમ કે, ભસ્ત્રિકા, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, કેટલાંક તીવ્ર ગતિના અભ્યાસ વિષાદ દૂર કરવા માટે લાભદાયક હોય છે.
જોકે અહીં જે કંઈ સૂચનો આપવામાં આવ્યાં છે, તેનો પોતાની મેળે અભ્યાસ ન કરશો, બલકે કોઈ તાલીમબદ્ધ માર્ગદર્શકની રાહબરી હેઠળ જ આગળ વધજો. જો કોઈ વ્યક્તિને આરોગ્યને લગતી કોઈ તકલીફ હોય તો તે તબીબની સલાહ લઈ શકે છે.
વધુપડતું ખાવાથી સ્થૂળતા આવે છે અને આ હોર્મોન્સના અસંતુલનનું કારણ પણ હોઈ શકે છે. પોલિસિસ્ટિક ડિમ્બ ગ્રંથિનું સિન્ડ્રોમ વધી રહ્યું છે અને આ છોકરીઓમાં કિશોરાવસ્થા શરૂ થાય એ પહેલાં જ દેખાવા માંડે છે. આ વિકાર ખાસ કરીને મહિલાઓમાં સ્થૂળતા, અનિયમિત માસિક ચક્ર તથા ચહેરા પર વધુ વાળ ઊગે વગેરે છે.
મોટાભાગનાં તથ્યો જે યોગમાં સમાવેલાં છે. (ખરું ખાનપાન, પર્યાપ્ત શારીરિક સક્રિયતા તથા સકારાત્મક અભિગમ) તે કિશોરાવસ્થાની છોકરીઓ તથા છોકરાઓના અસંતુલનને પ્રમાણસર કરી શકે છે. વધુ ખાવાથી સ્વાસ્થ્યને લગતી જાતજાતની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. આમ પણ બહુ ખાવાથી પણ અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
યોગાભ્યાસ, ખાસ કરીને કેટલાંક આસન તથા પ્રાણાયામનો અભ્યાસ તથા વ્યવસ્થિત આહાર સ્થૂળતાને દૂર કરવામાં મદદ કરે છે. ચિંતાનું બીજું કારણ વ્યવહારને લગતું છે. અત્યારે ટેલિવિઝન હોય, સિનેમા હોય કે કમ્પ્યુટર ગેમ્સ બધે હિંસા, હિંસા અને હિંસા જ જોવા મળતી હોય છે. હિંસાત્મક ફિલ્મો તથા ટીવી કાર્યક્રમોને જોવાથી ખોટો પ્રભાવ પડે છે અને તેથી કિશોર હિંસક બની શકે છે. યોગાભ્યાસ (ખાસ કરીને પ્રાણાયામ) મન પર શાંતિદાયક પ્રભાવ પાડે છે. તથા થોડા સમય પછી યોગાભ્યાસ કરનારને શોરબકોરવાળા તથા હિંસક કાર્યક્રમો જોવા બહુ ગમતા નથી, અને ધીમે ધીમે તેનું મન સંતુલિત થતું જાય છે.
તણાવ પણ બહુ મોટું કારણ છે. શૈક્ષણિક દબાણ ,માતા-પિતાનું દબાણ, કંઈક બનવાની આશા તથા સાથીઓ સાથે સમય વિતાવવાની ઇચ્છા, આ બધા ઢગલાબંધ સંઘર્ષને કારણે વધુપડતી તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય છે. કિશોરાવસ્થામાં વિષાદની સ્થિતિ બીજી સમસ્યા છે. બહુ વધારે ચિંતામાં રહેનારા કિશોર પોતાના તણાવને ઓછો કરવા નુકસાનદાયક વસ્તુઓનો સહારો લે છે. જેમાં આલ્કોહોલ અને અન્ય દવાઓ પણ હોય છે. આવી આદતો ખરેખર બહુ નુકસાનકર્તા હોય છે. યોગાભ્યાસ કિશોરોની ચિંતા ઓછી કરે છે, એ તો સાબિત થઈ ગયું છે. ટૂંકમાં, યોગ કિશોરોને શારીરિકરૂપે સ્વસ્થ રાખવા, વજન સારું રાખવા, પોતાના આવેગોને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. યોગ દ્વારા તણાવ તથા ચિંતા વિષાદના જોખમને ઓછું કરી શકાય છે.