Showing posts with label JANVA JEVU. Show all posts
Showing posts with label JANVA JEVU. Show all posts

22 November 2017

શરીર જીવ માટે અનુભવનું સાધન છે તેના દ્વારા જીવદુનિયવી વસ્તુંને અનુભવ કરે છે. તે પાંચ મુળભુત તત્વો તથા પાંચ પ્રાણ.

શરીર જીવ માટે અનુભવનું સાધન છે તેના દ્વારા જીવદુનિયવી વસ્તુંને અનુભવ કરે છે. તે પાંચ મુળભુત તત્વો તથા પાંચ પ્રાણ.

આ પાંચ આવરણ એટલે કે કોષને સમજતા પહેલા ત્રણ શરીરને સમજવા પડે એટલે તેની ટુંકમાં સમજ નીચે આપેલ છે

અનંત, અવિકારી, આત્માના સાક્ષાત્કાર વિના કે આત્માની સાચીઓળખાણ વગર માણસ પોતાના સ્થુલ, સુક્ષ્મ અને કારણશરીરને જ આત્મા માની લે છે.  

સ્થુલ શરીર :-

ભૌતીક શારીરિક મરણાધીન શરીર જે ખાયાછે,શ્વાસ લે છે અનેહલન-ચલન કરે છે તેને સ્થુલ શરીર કહે છે. તે દ્રવ્યમાંથી બનેલ છે. સ્થુલ શરીર જીવ માટે અનુભવનું સાધન છે તેના દ્વારા જીવદુનિયવી વસ્તુંને અનુભવ કરે છે. તે પાંચ મુળભુત તત્વો

(૧) આકાશ

(૨)  વાયુ

(૩) અગ્નિ

(૪) જળ

(૫) પૃથ્વિ થી બનેલ છે.

અને તે છ અવસ્થામાંથી પસાર થાય છે  જન્મ, નિર્વાહ, વિકાશ, પરિપક્વતા, દૂબળું કે કંગાળ થઈ જવું અને મૃત્યુ. મૃત્યુ પછી સ્થુલ શરીર નાશ પામે છે. 

સુક્ષ્મ શરીર:-

 સુક્ષ્મ શરીર મન અને મહત્વપૂર્ણ ઊર્જા જે ભૌતિક શરીર જીવંતરાખે છે તેનું બનેલ છે. સુક્ષ્મ શરીરમાં એટલે

(૧) પાંચ જ્ઞાનેન્દ્રીય :- આંખ, કાન, ત્વચા જીભ,અને નાક

(૨) પાંચ કર્મેન્દ્રિય :- મુખ, હાથ,પગ, ગુદા, પ્રજોત્પત્તિસંબંધી અંગો.

(૩) પાંચ પ્રાણ :- પ્રાણ,( શ્વાસોચ્છ્વાસ ) અપાન,(શરીરમાંથી કચરોનું વિરેચન) વ્યાન, (રક્તપરિભ્રમણ),ઉદાન,(છીંક રડવું, ઉલટી જેવી ક્રિયાઓ) સમાન(પાચનશક્તિ)

(૪) ચાર અત:કરણ :- (અ) મન  (બ) બુધ્ધિ  (ક) ચિત (ડ) અહંકાર

(અ) મન :- માનસ સામાન્ય રીતે  વિચારસરણી વિધાવિભાગ સૂચવે છે. માનસિક પ્રવૃત્તિ છે કે જે રીતે

                પોતાની જાતની સંકલ્પશક્તિ પ્રગટ કરે  છે. જો ઇચ્છાશક્તિ હોય તો શરીર,વિચાર, બોલવાનું

                કાર્ય થાય છે.   

(બ) બુધ્ધિ :- બુદ્ધિ  વૈદિક સંસ્કૃત શબ્દ જેનો અર્થ બૌદ્ધિક વિધાવિભાગ છે અને  રચના અને 

                  વિભાવનાઓની જાળવી, કારણ, પારખી લેવું ,નિર્ણાયક, સંપૂર્ણપણે સમજવું, કેવી રીતે કરવું

                   તે આકલન કરવાની શક્તિ  એટલે બુધ્ધિ.

(ક) ચિત :-  મુખ્યત્વે તે વ્યક્તિના માનસિક અવસ્થા રજૂ કરે છે,સમગ્ર માનસિક પ્રક્રિયાઓની ગુણવત્તા

                 માટે  ચિત કહેવામાં આવે છે અથવા વાપરવામાં આવે છે. ચિત સભાન હોવાનો આધાર છે. તે  

                 પ્રીતિ, દ્વેષ, અને ભ્રમ થી અશુધ્ધ થાય છે.     

(ડ) અહંકાર :-  આ સંષ્કૃત શબ્દ છે. તેનો અર્થ થાય છે અહમ :- સ્વયં અથવા "હું" અને કારા :- "કોઇ

                      પણ વસ્તુ બનાવવામાં " અથવા "કરવું" ના ખ્યાલ ઉલ્લેખ કરે છે.

સુક્ષ્મ શરીર નાશ પામતું નથી પણ કારણ શરીર સાથે રહે છે.

કારણ શરીરા :-

કારણ શરીર એ શુક્ષ્મ શરીર અને  સ્થુલ શરીર નું બીજ છે. તે ભેદભાવ વગરનું રૂપ છે. તે આત્માની વાસ્તવિક ઓળખના અજ્ઞાનને લીધે ઉદભવે છે. ગયા જન્મના સંષ્કાર તથા વિદ્યા, જ્ઞાન આ શરીરમાં સગ્રહ થાય છે. માયા સાથે નું અટુટ બંધન તથા વાસના આ શરીર સાથે જાય છે પણ કારણ શરીર આત્મા નથી.

પાંચ  કોશ શરીર :-

આપણો આત્મા પાંચ કોષ એટલે કે પાંચ આવરણમાં છુપાયેલછે. આ પાંચ કોષ તૈતરીય ઉપનીષદના બ્રહ્માવલીમાં બતાવેલ છે.આપાંચ કોષ એટલે

(૧) અન્નમયકોષ

(૨) પ્રાણમયાકોષ

(૩) મનોમયકોષ

(૪) વિજ્ઞાનમય કોષ

(૫) આનંદમય કોષ.

(૧) અન્નમયકોષ :-     સ્થુલ શરીર

(૨ પ્રાણમયાકોષ 

(૩) મનોમયકોષ       સુક્ષ્મ શરીર

(૪) વિજ્ઞાનમય કોષ  

(૫) આનંદમય કોષ.:-  કારણ શરીર

   

(૧) અન્નમયકોષ :-

અન્ન એટલે પદાર્થ પણ અન્ન નો શાબ્દિક અર્થ થાય છે ખોરાક.તૈતરીય ઉપનીસદમાં ખોરાકને બધા માટે ઔષધ કહેલ છે. સ્થુલ શરીર જે પદાર્થ (આહાર) માંથી બનેલછે, પદાર્થ (આહાર)  વડે ટકે છે અને ક્ષણીક અને ગ્રહણશક્તિનો વિષય છે એટલે કે ગ્રહણશક્તિ દ્વારા સમજી શકાય છે તેને અન્નમયકોષા કહે છે. તેનો ઉદભવ માતાપિતા દ્વારા ખાવામાં આવેલ ખોરાક (અન્ન) છે.અન્નમયકોષ જોઈ શકાય છે અધારીત છે અને  અશુધ્ધ  છે.

અન્નમયકોષ આત્મા નથી કારણકે ઉદ્ભવ પહેલા તેનું અસ્તિત્વ નહોતું અને તેના નાશ પછી તેનું અસ્તિત્વ રહેતું નથી. તે દરેક ક્ષણે તેનો ઉદ્ભવ થાય છે અને દરેક ક્ષણે તેનો નાશ થાય છે. તે અનંત પણ નથી. તે વિવિધ અવસ્થામાંથી પસાર થાય છે અને તેનો નાશ અવસ્ય થાય છે.

(૨) પ્રાણમયાકોષ :-

પાંચ પ્રાણ અને પાંચ કર્મેન્દ્રિય મળીને પ્રાણમયકોષ બને છે.  પ્રાણમયકોષ એ પ્રાણમૂલક (અત્યાવશ્યક) પાંચ પ્રાણ અને જે અન્નમયકોષમાં સંપુર્ણ બંધાયેલ અને અન્નમયકોષ તેના દ્વારા પુરા ભરાયેલ છે.તે સુક્ષ્મ શરીરનો ભાગ છે.  પ્રાણ જ્યારે અન્નમય કોષમાં દાખલ થાય છે અને તેના તમામ કાર્ય શરૂ કરે છે ત્યારે અન્નમયકોષને જીવન પ્રાપ્ત થાય છે. પ્રાણ અસ્તિત્વોની જિંદગી અને સર્વોનું જીવન છે તે નાશ પામતો નથી.

(૩) મનોમયકોષ:-  તે સુક્ષ્મ શરીરનો ભાગ છે. તેથી તે નાશવંત નથી તે “સ્વ” છે અને પ્રાણમયકોષ તેનું શરીર છે. પાંચ જ્ઞાનેન્દ્રીય અને મન મળીને આ કોષ બને છે. મનોમયકોષ  “હું“ અને “મારૂ” નું ભાન કે સંવેદના નું કારણ છે. કારણ કે મન નો સ્વભાવ જ  નિર્ણયઅને શંકાનો હોવાથી અને પાંચ જ્ઞાનેન્દ્રીય મન આધારીત અને નિર્ધારિત છે તેથી આ કોષ નામ,રૂપ વગેરેમાં તફાવત ઉભો કરે છે

મનોમય કોષ સૌથી શક્તિશાળી છે કારણ કે બંધન અને મુક્તિ મન પર આધારીત છે. મન જ્યારે કોઈ દુનિયવી વસ્તુંમાં આસક્તિ પેદા કરે છે ત્યારે માણસ બંધાઈ જાય છે અને મન જ્યારે અભાવ પેદા કરે છે ત્યારે મુક્તિનો માર્ગ મળે છે. મનોમયકોષ પ્રાણમયકોષમાં 

વ્યાપ્ત છે.

જ્યારે મન વાસના રૂપી અર્થ વસ્તુઓને જ્ઞાન રૂપી યજ્ઞમાં જ્ઞાનેન્દ્રીય રૂપી ગુરૂ દ્વારા હોમવામાં આવે છે ત્યારે બ્રાહ્મન હોવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે.

 (૪) વિજ્ઞાનમય કોષ:-

તે સુક્ષ્મ શરીરનો ભાગ છે. વિજ્ઞાનમય મનોમયકોષમાં વ્યાપ્ત છે જે પ્રાણમયકોષમાં વ્યાપ્ત છે જે અન્નમયકોષમાં વ્યાપ્ત છે.બુધ્ધિ સાથે જ્ઞાનેન્દ્રીય અને તેના લાક્ષણીક કાર્યો  વિજ્ઞાનમયકોષ બને છે જે સંસારનું કારણ છે  વિજ્ઞાનમય કોષમાં  ચૈતન્ય પ્રતિબિંબપાડવાની શક્તિ છે જે પ્રકૃતિ ( અજ્ઞાન) માં ફેરફાર સાથે આવે છે જેથી જ્ઞાન અને કાર્યની લાક્ષણિકતા સાથે શરીર અને કાર્ય સાથે ઓળખાય છે. આ કોષને  જ્ઞાનનું કુદરતી શક્તિ-સામર્થ્ય પ્રદાન  હોવાથી ,જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં  સમાવેશ થાય છે અને આનંદ અને દુ:ખનો અનુભવ કરી શકાય છે. તે તેજસ્વી હોવાથી અને પરમ ચેતનાની નજીક હોવાથી ઉપાધી દ્વારા છેતરવાથી તે સંસાર (ભ્રમણ) આધીન છે

 (૫) આનંદમય કોષ :-

આનંદમય કોષએ અવિદ્યા (અજ્ઞાન)નો સુધારો જ છે. આત્મા, સઘન થયેલ નિરપેક્ષ આનંદ ના એક પ્રતિબિંબ તરીકે દેખાય છે જે, ઇચ્છિત પદાર્થ જોવાથી અને મળવાથી આનંદની અનુભુતી કારણ રૂપે દેખાય છે. આનંદમય કોષની સંપૂર્ણપણે સ્વપ્ન વિનાનીઉંઘ માં સ્પષ્ટ અભિવ્યક્તિ છે. આનંદમય કોષ આત્મા નથી કારણ કે તે ઉપાધિઓ સાથે જોડાયેલ છે અને સારા કાર્યો નીઅસર તરીકે પ્રકૃતિમાં ફેરફાર તરીકે છે

મહત્વ:-

આત્મા(આંતરિક સ્વ ) ને ફક્ત તો જ ઓળખી શકાય જો આપણે આત્મા શિવાય(ANATMAN) કાંઈ છે તેવું માનવાનો ઈનકાર કરીએ.

પંચ્કોષને પણ ધીરે ધીરે દુર કરવા જોઈએ પાંચકોષને દુર કરવાથી જે ખાલીપણો આવે તેનેપણ દુર કરવાથી જે રહે તે જ આત્મા. 

25 May 2017

*તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.*

*તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.*

*આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે.*

પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે સ્વાસ્થય પણ અર્પે છે.

૧.
*પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:-*
સ્નાયુઓની પીડા રોકે છે,
રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે.
જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

૨.
*ઝાંઝર, કડા અને પાયલ:-*
પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.
માસિક ધર્મ નિયમિત બનાવે છે.
પગને શ્રમ ઓછો પડે છે.

૩.
*કમર પટ્ટો કે કંદોરો:-*
કમરનાં દર્દો દૂર કરે છે.
માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.
એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હર્નીયાની તકલિફને દૂર કરે છે.

૪.
*અંગુઠી કે વીંટી:-*
હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.
વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

૫.
*હાથની બંગડીઓ અને કડા:-*
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે.
તોત્ડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.
હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

૬.
*બાજુબંધ પોંચી:-*
કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

૭.
*હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:~* આંખની જ્યોતિ વધારે છે.
કંઠમાળનો રોગ નથી થતો.
અવાજ સૂરીલો બને છે.
માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

૮.
*કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:~* કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે.
કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

૯.
*નાકની નથણી, ચૂંક કે સળી:-*
કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

૧૦.
*માથાનો ટીકો:-*
આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

અલંકારોમાં મુખ્યત્વે
સોના,ચાંદી, હીરા, મોતી છે.

સોનાની પ્રકૃતિ ગરમ છે તોચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે.

માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે.

સામાન્ય રીતે લોકોને આભૂષણોનો આવો પર્યાય ખ્યાલ જ નહિ હોતો.

30 January 2017

કર્કવૃત પસાર થતાં રાજ્યો

જાણવા જેવું.....👇🏻
*● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●*

*મમી પણ ગુજરાતી છે*

મ= મધ્ય પ્રદેશ
મી= મીજોરમ
પણ(ળ)= પશ્વિમ બંગાળ
ગુ=ગુજરાત
જા=જારખંડ
રા= રાજસ્તાન
તી= ત્રીપૂરા
છે = છતીસગઢ

8 August 2016

જાણવા જેવું- પક્ષી જગત, વૃક્ષના વિકાસનું વિજ્ઞાન, જીવડાં, મોબાઈલ ફોનનું અવનવુ, આંખ વિશ

જાણવા જેવું

1. પક્ષી જગતનું જાણવા જેવું

*સજીવસૃષ્ટિમાં પક્ષીઓ પીછાં, ચાંચ અને પાંખોને જોડતા હાડકા 'વિશબોન' નામના વિશિષ્ટ અંગો ધરાવે છે.

*મોટા ભાગના પક્ષીઓ શરીરના વજનના પાંચમા ભાગના વજન જેટલો ખોરાક દરરોજ ખાય છે તેથી ઊડવા માટેની શક્તિ મળી રહે છે.

*પક્ષીઓના ફેફસા સસ્તન પ્રાણીઓ કરતા મોટાં હોય છે. પક્ષીઓના શરીરના કદનો પાંચમો ભાગ ફેફસા રોકે છે.

*પક્ષીઓને શ્વાસ લેવા માટે નસકોરાં હોતા નથી પરંતુ નહી ઊડી શકનારા અને અંધ કિવિને સુંઘવા માટે નસકોરા હોય છે.

*મધ્ય એશિયાના દેશોમાં પુરાતન કાળમાં શિકાર માટે બાજ પાળવાની પરંપરા હતી.

*વિજ્ઞાાનીઓ માને છે કે, પૃથ્વી પર પક્ષાીઓ ૧૫ કરોડ વર્ષ પહેલાં મોસોઝોક કાળના ડાઇનોસોરના વંશજ છે.

*દરેક પક્ષીની ચાંચનો આકાર તેને લેવા પડતા ખોરાક સહેલાઈથી લઈ શકે તેવો હોય છે.

*પક્ષીઓમાં ૭૫ ટકા જાતિ એક વર્ષ કરતાં ઓછું આયુષ્ય ભોગવે છે.

*વજનદાર અને કદાવર પક્ષીઓ લાંબુ આયુષ્ય ભોગવે છે. અલ્બાટ્રોસ ૮૦ વર્ષ જીવ્યા હોવાનું નોંધાયું છે.

*પક્ષીઓની પાંખના મૂળમાં એક અંગૂઠો, એક આંગળી અને ત્રીજું પાંખને આધાર આપતું મુખ્ય હાડકું હોય છે. આ રચના વડે પક્ષીઓ ઊડી શકે છે.

*પક્ષીઓના પગમાં ત્રણ કે ચાર આંગળા હોય છે સામાન્ય રીતે ત્રણ આગળ અને એક પાછળ. કેટલાક પક્ષીઓને બે કે ત્રણ આંગળા હોય છે.

*પક્ષીઓના આંગળા ઝાડની ડાળી ઉપર બેસે ત્યારે પગના સ્નાયુઓના દબાણથી ડાળી ફરતે જકડાઈ જાય છે એટલે ડાળી ઉપર ઉંઘી રહેલા પક્ષીઓ નીચે પડી જતા નથી.

2. વૃક્ષના વિકાસનું વિજ્ઞાન

જમીનમાં બીજ રોપવાથી અંકૂર ફૂટે અને કૂંપળો બહાર નિકળે બે કે ત્રણ પાદડાંની કૂંપળ થોડા દિવસોમાં મોટી છોડ થઈને વિકાસ પામી મોટું વૃક્ષ બને. દરેક સજીવ જન્મ પછી વિકાસ પામે છે. પ્રાણીઓ અને મનુષ્યના કદ અને ઊંચાઈ વધે છે. તે જ રીતે વૃક્ષ પણ ઊંચું થાય છે. પરંતુ વૃક્ષના વિકાસની વાત થોડી જૂદી છે.

વૃક્ષ જમીનમાંથી મૂળ દ્વારા પાણી અને ખનીજ મેળવે છે. તેના પાનમાં સૂર્યપ્રકાશ વડે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી સ્ટાર્ચ, સાકર દ્રવ્યો અને સેલ્યુલોઝ બને છે. થડમાં રહેલા કોશો દ્વારા વૃક્ષને પોષણ મળે છે. છોડનું થડ પાતળું અને ગરમ હોય છે. ટોચે વધુ ડાળી અને પાન ફૂટે એટલે વજન વધે તેમ તેમ થડ મજબૂત અને જાડું થાય. થડની ઊંચાઈ વધતી નથી પરંતુ તેઓ નવા પાન અને ડાળી ફૂટીને વિકાસ પામે છે.

સમય જ્તાં પાણી અને ખોરાકનું વહન થડના બાહ્ય  સ્તર કે છાલ દ્વારા થાય છે. આંતરિક માળખુ સખત થઇને વૃક્ષના ટેકા કે આધારની ગરજ સારે છે.

છોડની દરેક ડાળીના છેડેનાં કોશો વિભાજિત થતાં જાય છે અને નવા પાન અને ડાળી ફૂટે છે. જૂના કોષો સખત થતા જાય છે. અને બાહ્ય ભાગમાં નવા કોશો સતત બન્યાં કરે છે. વૃક્ષની છાલ નરમ પણ મજબૂત હોય છે. તે આંતરિક ભાગનુ રક્ષણ પણ કરે છે.

3. મચ્છર જેવાં જીવડાં પ્રકાશથી કેમ આકર્ષાય છે?

ચોમાસામાં સાંજના સમયે વાતાવરણમાં મચ્છર જેવાં અનેક જાતના જીવડાં ઊડતાં જોવા મળે. આ જીવડાં મોટેભાગે ટયૂબલાઈટ કે પ્રકાશિત સ્રોતની આસપાસ વધુ ઊડતાં હોય છે. તે પ્રકાશ તરફ આકર્ષાતા હોય છે તેનું કારણ જાણો છો?

મચ્છર, ફૂદાં જેવા પાંખોવાળા જીવડાં ભેજ અને અંધારામાં રહેવા ટેવાયેલાં હોય છે. ખરેખર તે પ્રકાશથી આકર્ષાતા નથી. આ જીવમાં દિશાશોધન અજબનું હોય છે. આ જીવડાંની દૃષ્ટિ સતેજ હોય છે. તેઓ સૂર્ય કે ચંદ્રના પ્રકાશને આધાર રાખી દિશા શોધી રસ્તો કાપે છે.

ચોમાસામાં વાદળવાળા વાતાવરણમાં સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ હોતો નથી. ટયૂબ લાઈટ કે અન્ય પ્રકાશિત વસ્તુને તે કુદરતી પ્રકાશ સમજી દિશા શોધવાનો પ્રયાસ કરે છે. એટલે ટયૂબલાઈટની આસપાસ ચક્કર માર્યા કરે છે. જુદી જુદી દિશામાં બે કે ત્રણ ટયુબલાઈટ હોય તો તેઓ વધુ ભ્રમમાં મૂકાય છે.

ઘણા જીવશાસ્ત્રીઓ માને છે કે પાંખોવાળા નાના જીવડાં ખોરાકની શોધમાં તેજસ્વી રંગના ફૂલોથી આકર્ષાતા હોય છે તે રીતે જ ટયૂબલાઈટથી આકર્ષાય છે. મોટેભાગે આવાં જીવ ટયૂબલાઈટની આસપાસ સમૂહમાં જોવા મળે છે તે આપણે જોઈએ છીએ. ઘણા વિજ્ઞાાનીઓ માને છે કે ટયૂબલાઈટની તદ્દન નજીક પહોંચ્યા પછી અતિશય પ્રકાશ સામે તેમની આંખ અનુકૂલન સાધી શકતી નથી અને લગભગ અંધ બની જાય છે એટલે જ ચકરાવા માર્યા કરે છે.

4. ફળો અને શાકભાજીનું અવનવું

સૌથી વધુ લોકપ્રિય ટામેટાની ૫૦૦૦ જેટલી જાત અને સફરજનની ૭૫૦૦ જાત હોય છે.

*વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ કોળું શાક નહીં, ફળ છે.

*તરબૂચમાં ૯૨ ટકા, ગાજરમાં ૮૭ ટકા અને કોબીજમાં ૯૦ ટકા  પાણી હોય છે.

*અમેરિકામાં સફરજન એક વર્ષ સુધી સચવાય તેવી સુવિધા હોય છે.

 *દ્રાક્ષને માઈક્રોવેવ ઓવનમાં મૂકો તો ધડાકા સાથે ફાટે છે.

*સફરજન ગુલાબના કુળની વનસ્પતિ છે.

*કેળાં થોડા રેડિયોએક્ટિવ હોય છે.

*જાપાનમાં ચોરસ તરબૂચની ખેતી થાય છે.

*કાકડી એ શાક નથી, ફળ છે.

*ફળોના અભ્યાસને 'પોમોલોજી' કહે છે.

*વિશ્વનું સૌથી મોટું ફળ કોકો-દ-મેર ૪૨ કિલો વજનનું હોય છે અને તેનું બીજ ૧૭ કિલો વજનનું.

*શાકભાજી અને ફળો વૃક્ષ ઉપરથી ઉતાર્યા બાદ ઘણા દિવસ સુધી કુદરતી રીતે જ તાજા રહે છે.

*ટામેટામાં માણસ કરતાં વધુ જીન હોય છે.

*કેળાં અને માણસના જીનમાં ઘણી સામ્યતા છે.

*વિદેશમાં ફળો પર ચોડાતાં સ્ટિકર ખાદ્ય પદાર્થના બનેલાં હોય છે અને ખાઈ શકાય છે.

5. મોબાઈલ ફોનનું અવનવુ

૧. આધુનિક મોબાઈલ ફોનમાં નાસા દ્વારા ચંદ્ર ઉપર મોકલાયેલા એપોલો-૧૧ માં વપરાયેલા કમ્પ્યુટર કરતાં ય વધુ ક્ષમતા હોય છે.

૨. મોબાઈલ ફોન ઉપર સૌથી વધુ બેકટેરિયા હોય છે.

૩. જાપાનમાં લોકો સ્નાન કરતી વખતે પણ મોબાઈલનો ઉપયોગ કરે છે. તેથી ત્યાંના ૯૦ ટકા ફોન વોટરપ્રૂફ હોય છે.

૪. મોબાઈલ ફોન દ્વારા પ્રથમ વાતચીત ૧૯૭૬માં મોટોરોલાના શોધક માર્ટિન કૂપરે કરેલી.

૫. મોબાઈલ ગુમાવવાથી  કે બગડી જવાથી લોકોને ગુસ્સો અને રોષ પેદા થાય છે. આ સ્થિતિને 'નોમોફોલિયા' કહે છે.

૬. મોબાઈલ ફોન સૌથી વધુ વેચાતા ઇલેકટ્રોનિક સાધન છે.

૭. કોઈકે કહ્યું છે કે વિશ્વમાં લોકો પાસે ટોઈલેટ કરતાં મોબાઈલ ફોન વધુ હોય છે.

૮. મોબાઈલ ઉપર વિડિયો અને ફોટા સૌથી વધુ અપલોડ થાય છે. આ ટ્રાફિક વેબ ટ્રાફિકની ૨૭ ટકા ભાગ રોકે છે.

૯. સ્માર્ટફોનની ટેકનોલોજી વિવિધ ૨૫૦૦૦૦ શોધખોળોના સમનવ્યથી બનેલી છે.

૧૦. મલેશિયામાં મોબાઈલ ફોનામાં મેસેજ દ્વારા છૂટાછેડા લેવાનું કાયદેસર ગણાય છે.

૧૧. ઘણી વખત લોકો આસપાસના લોકોથી દૂર રહેવા સ્માર્ટફોનમાં વ્યસ્ત હોવાનો ડોળ કરે છે. એક સર્વમાં ૪૭ ટકા લોકોએ આ વાત કબૂલી હતી.

૧૨. ફિનલેન્ડમાં મોબાઈલ ફોન ફેંકવાની સ્પર્ધા યોજાય છે. ૨૦૦૦ માં રિસાઇયકિલંગ ને પ્રોત્સાહન આપવા માટે આ સ્પર્ધા શરૃ થઈ હતી. જે સૌથી દૂર સુધી મોબાઈલ ફેંકી શકે તે ચેમ્પિયન ગણાય છે.

6. આંખ વિશે આ પણ જાણોજ

* માણસની આંખ લાખો પ્રકારના રંગ પારખી શકે છે.

*  માણસની આંખ ડિજિટલ કેમેરા સાથે સરખાવીએ તો તે પણ  ૬ મેગાપિકસલની ગણાય.

*  માણસની જાગૃત અવસ્થાનો ૧૦ ટકા ભાગ આંખ પટપટાવવામાં વપરાય છે.

* ગોલ્ડફિશ સહિત મોટા ભાગની માછલીઓને આંખનાં પોપચાં હોતાં નથી.

*  શાહમૃગની આંખ તેના મગજ કરતાં મોટી હોય છે.

* ઘણા માણસોને ભૂરી આંખો હોય છે. પરંતુ પ્રાણીઓમાં માત્ર બ્લેક લેમૂરને જ ભૂરી આંખ જોવા મળે છે.

* મધમાખીને માથામાં પાંચ આંખો હોય છે.

* કાચિંડા પોતાની બંને આંખ એક સાથે જુદી જુદી દિશામાં ફેરવી શકે છે.

* માણસો સામી વ્યકિતની આંખના હાવભાવ પારખી શકે છે. પ્રાણીઓમાં માત્ર કૂતરાને જ આવી શક્તિ છે. કૂતરા માણસની આંખોના હાવભાવ પારખી શકે છે.

* બિલાડીની આંખો પર ત્રણ પોપચાં હોય છે.

*તદ્દન અંધકારમાં ખૂલ્લી આંખે માત્ર કાળો રંગ દેખાય છે. વિજ્ઞાાનીઓ તેને ' બ્રેનગ્રે' રંગ કહે છે.

*માણસની આંખની પાંપણો વારાફરતી ખરીને ૬૪ દિવસે નવી આવે છે.

6 May 2016

ચુંબકીય આકર્ષણ- બ્રાડને ભૂલી જાઓ, આ છે વિશ્વનો સૌથી વધુ આકર્ષણ સર્જતો માણસ!

બ્રાડને ભૂલી જાઓ, આ છે વિશ્વનો સૌથી વધુ આકર્ષણ સર્જતો માણસ!

ચુંબકીય આકર્ષણ
અરૂણ રેકવરના શરીર પર ખીલીઓ-ચમચીઓ ચોંટી જાય છે: પોતાના શરીરમાંથી ખાસ વેવ્ઝ નીકળતા હોવાનો દાવો

એજન્સી > ભોપાલ

- એક ભારતીય માણસે એવો દાવો કર્યો છે કે તેનું શરીર ચુંબક જેવું છે. તે ઘરની ચીજવસ્તુઓને પોતાના શરીર પર આપોઆપ ચીપકાવી શકે છે. અરૂણ રેકવાર મધ્યપ્રદેશના સગર જિલ્લાનો રહેવાસી છે. તેણે થોડા મહિના અગાઉ તેની અનોખી સ્કીલ વિશે જાણ્યું હતું. તેણે એ સમયે જોયું કે ઘરનું કોઈ કામ કરી રહ્યો હતો ત્યારે કેટલીક ખીલીઓ તેના શરીર પર ચોંટી ગઈ હતી. અરૂણ ફોટોગ્રાફર છે અને તેની તસવીરમાં તેના શરીરના ઉપલા ભાગે પર ચોંટેલી ખીલીઓ અને ચમચીઓ જોવા મળે છે. તે ચુંબક સાથે લોખંડ ચોંટે એમ તેના શરીર પર ચોંટી ગઈ છે. અરૂણ કહે છે કે તેને એ ખ્યાલ નથી કે આવું કઈ રીતે બને છે. જોકે, તે એમ પણ કહે છે કે એ વિશે તેને જાણવું પણ નથી. અરૂણના કહેવા પ્રમાણે આ કોઈ ગૌરવશાળી ઘટના નથી પણ લોકો મારા મેગ્નેટીક પાવર્સને જુએ છે ત્યારે સારું લાગે છે.

રેકવાર કહે છે, ‘મારા શરીર સાથે આ અનોખી ઘટના બની ત્યારે શરૂઆતમાં મને ડર લાગ્યો હતો પણ હવે હું બધાથી સામાન્ય થઈ ગયો છું.’ રેકવારને લાગે છે કે તેના શરીરમાંથી ‘સ્પેશિયલ વેવ્ઝ’ નીકળી રહ્યાં છે જે તેને ‘ચુંબકીય’ બનાવે છે. અરૂણે સ્થાનિક હોસ્પિટલમાં ડોક્ટરનો સંપર્ક પણ સાધ્યો હતો અને એ ખાતરી કરી હતી કે તેને શારીરિક રીતે કોઈ ખામી તો નથીને. અરૂણના શરીરમાં સૌથી વધુ મેગ્નેટીક પાવર તેમની છાતી, પેટ અને પીઠમાં હોય છે એવો તે દાવો કરે છે. તેણે જ્યારે પોતાની આ શારીરિક સ્થિતિ ડોક્ટર્સને દર્શાવી ત્યારે તેઓ પણ ચક્તિ થઈ ગયા હતા. 

રેકવારના કેસનો આતુરતાપૂર્વક અભ્યાસ કરી રહેલા ડો. શૈલેન્દ્ર શુક્લએ કહ્યું હતું, ‘આ ઘણો જ કુતૂહલપ્રેરક કેસ છે પણ એ આશ્ચર્યજનક નથી કેમકે આપણા સૌના શરીરમાં અમુક અંશે મેગ્નેટીક ફિલ્ડ હોય જ છે. આ જ કારણસર આપણે એમઆરઆઈ કે ઈસીજી સ્કેન કરાવી શકીએ છીએ.’ અરૂણના શરીરની ખાસિયત એ છે કે તેનું મેગ્નેટીક ફિલ્ડ વધે છે અને થોડા સમયમાં તે દૂર થઈ જાય છે. તે કાયમી નથી. અરૂણ કહે છે કે પોતાના શરીરની આ ખૂબીથી આકર્ષાઈને સ્થાનિક લોકો તેમને રોકીને પોતાનો આ મેગ્નેટીક પાવર દર્શાવવા કહેતા રહે છે. અરૂણ કહે છે,‘ અસલમાં મારે આવો પાવર જોઈતો નથી. જો આમ જ ચાલશે તો સૌના માટે હું એક જોણું બની જઈશ પણ હા મારી એક ઈચ્છા છે કે મારી આ ખૂબી એકવાર રેકોર્ડ્સ બુકમાં સામેલ થાય. ’