Showing posts with label MOBILE. Show all posts
Showing posts with label MOBILE. Show all posts

18 June 2018

લ્યો... આવી ગયું વોટ્સએપ નું પ્રતિજ્ઞા પત્ર... સારું છે...

લ્યો... આવી ગયું વોટ્સએપ નું પ્રતિજ્ઞા પત્ર...

સારું છે...

બધા અનુસરે તો સારું...

🤗🤗 પ્રતિજ્ઞા પત્ર 🤗🤗
આ મારું ગ્રુપ છે
ગ્રુપના બધા સભ્યો સારા છે.
હું મારા ગ્રુપ ને ચાહું છું અને તેના માટે મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હુ મારા ગ્રુપ એડમીન અને સભ્યો પ્રત્યે આદર રાખીશ
અને ગ્રુપ માં ખોટી અફવાઓ, અંધશ્રદ્ધા, ફેલાય તેવી પોસ્ટ તેમજ જાતિવાદ કે કોમવાદ ને લગતી કોઈ પણ પોસ્ટ કે વિડીયો, જુના સમાચારો કે કોપી પેસ્ટ ફોરવર્ડ કરીશ નહીં.
હંમેશા ગૃપ હિત માટે, એકતા અને અખંડિતતા માટે અને ગૃપ સભ્યોના ના કલ્યાણ માટે સારી પ્રવૃત્તિ કરીશ

🙏🏻મૂકો તમારા વોટ્સએપ ગ્રુપ મા🙏🏻

      
🙏🙏વોટસએપ સભ્યો 🙏🙏

24 November 2016

*એક શિક્ષિત અને જાગૃત ભારતીય નાગરિક*

મિત્રો હમણા થી વોટસઅપ મા એક ગાડરીયો પ્રવાહ ચાલી રહ્યો છે જેમાં એક ભાઇ મેસેજ મોકલે કે મને xyz app માં રજિસ્ટ્રેશન કરવાથી ૧૦૦,૨૦૦,૫૦૦ નુ બેલેન્સ મળ્યુ..નીચે આપેલી લીંક ઓપન કરો તમને પણ મળશે....

આવા મારા પરમ મિત્રો અને મોટા ભાઈઓ ને બે હાથ અને ત્રીજું માથુ જોડી પગે લાગુ કે તમને મળી જાય તો વાપરો તમને મળે એમાં અમે રાજી છીએ અમારે નથી જોઈતું....તો મહેરબાની કરીને આવા મેસેજ મોકલી બીજા ભાઈઓ ને હેરાન ન કરો....

અને હા એક વાત તો રહી ગઈ....આ મેસેજ પાવાગઢ,ચોટીલા,સોમનાથ,અંબાજી,વગેરે ધામ થી આવ્યો છે....૧૦ જણા ને મોકલો સારા સમાચાર મળશે.....ભાઈ જે કોઈ હવે પછી આવા મેસેજ મોકલે એને એની ૭ પેઢીના બાપ દાદા ના સમ છે..

મિત્રો હુ આવા બધા મા નથી માનતો માતાજી ભગવાન ને હું પણ માનું છું પણ એમના નામે આવા મેસેજ મોકલી અંધશ્રદ્ધા ફેલાવશો નહીં....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻



કોઈ ને ખોટું લાગે તો નાનો ભાઇ માની માફ કરજો.......

*એક શિક્ષિત અને જાગૃત ભારતીય નાગરિક*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

17 May 2016

WhatsApp Messages for your best friend:

11 WhatsApp Messages for your best friend: 11 વોટ્સ એપ મેસેજ ખાસ મિત્ર માટે

1. You walked into my life when I thought I will never find a friend. Thank you for always being there. જયારે મને લાગ્યું કે હું મિત્ર શોધી નહી શકું ત્યારે તું મારી જિંદગી માં આવ્યો. હંમેશા ત્યાં હોવા માટે આભાર.

2. Friends are like mornings, you can’t have them the whole day, but you can be sure they will be there when you wakeup tomorrow, next week, next year, forever. - મિત્ર સવાર જેવા હોય છે, તમે તેમને આખો દિવસ ના રાખી શકો, પરંતુ તમે ખાતરી રાખી શકો છો કે તેઓ ત્યાં હશે જયારે તમે ઉઠશો આવતીકાલે, આગલા અઠવાડીએ, આગલા વર્ષે, હમેશા.

3. The best kind of friend is the kind you can sit on a porch and swing with, never say a word, and then, walk away feeling like it was the best conversation you’ve ever had.- શ્રેષ્ઠ પ્રકારનો મિત્ર તે છે જેની સાથે તમે હીંચકા પર બેસીને સાથે હિંચકી શકો છો, અને એક પણ શબ્દ કહ્યા વગર થોડી વાર પછી જયારે તમે ચાલ્યા જાઓ ત્યારે તમને લાગે કે તમે અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ વાતચીત કરી લીધી.

4. There is no such thing as coincidence! People met for a special reason. But whatever it is, I’m so glad I have you in my life!- સંયોગ જેવી કોઈ વસ્તુ નથી! આપણે લોકો એક ખાસ કારણોસર મળ્યા હતા. પરંતુ ગમે તે હોય, હું તેથી પ્રસન્ન છુ કે તમે મારા જીવન માં છો!

5. Thank you for being brave enough to let me in and be vulnerable to me. - મને અંદર આવવા દેવા જેટલા બહાદુર બનવા અને મને સહન કરવા માટે આભાર.

6. Thank you for always making me feel like the crazy stories of my day are important. - હંમેશા મને એવું લગાવવા માટે કે મારી ક્રેઝી કથાઓ મહત્વની છે તેના માટે આભાર.

7. Thank you for the moments of silence we share together, where words don’t need to be said, but we know we are in it together. - મૌન ની જે ક્ષણો આપણે સાથે મળીને વહેંચી, જ્યાં શબ્દો કહેવાની જરૂર નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે તેમાં સાથે છીએ, તેના બદલ આભાર.

8. Thank you for always making time for me, no matter how far away you are.- મારા માટે હમેશા સમય આપવા માટે, ભલે ને તમે ગમે તેટલા દુર હોય, તે બદલ આભાર.

9. We have shared the most memorable moments together! I will always cherish our friendship! - આપણે ખાસ યાદગાર પળો સાથે વહેંચી છે! મને હમેશા તમારી મિત્રતા વહાલી લાગશે!

10. When you walked in, I did not seem to care if anyone else walked out. - જયારે તમે મને મળ્યા, મને કોઈ પરવા નહોતી જો બીજું કોઈ ચાલ્યું જાય તો.

11. You have been my pillar of strength in my tough time

17 November 2015

ચોરાયો હોય કે ગુમ થયો હોય મોબાઇલ, તો આ છે શોધી કાઢવાની રીતો

ગુમ કે ચોરી થયેલો મોબાઇલ કવી રીતે પાછો મેળવી શકાય

1- આઇએમઇઆઇ દરેક મોબાઇલ કે સ્માર્ટફોનનો આઇએમઇઆઇ નંબર હોય છે. તમારા ફોનથી *#ડાયલ કરીને પોતાના મોબાઇલ ફોનનો આઇઇએમઆઇ નંબર મેળવી શકો છો. આ નંબરને હંમેશા કોઇ સુરક્ષિત જગ્યાએ નોટ કરી લેવો જોઇએ.જેથી ભવિષ્યમાં જોકોઇ મોબાઇલ ખોવાઇ જાય તો તે તમારા કામમાં આવી શકે. તમે આ નંબરની મદદથી પોતાનો મોબાઇલ ફોન ટ્રેક કરી શકો છો. આઇએમઇઆઇ નંબર જોવામાટે હેન્ડસેટની બેટરી કાઢિને ફોનના પેનલમાં લાગેલા સ્ટીકરથી આઇએમઇઆઇ નંબર જોઇ શકાય છે.

2- અવાસ્ત મોબાઇલ સિક્યોરિટીઅવાસ્ત મોબાઇલ સિક્યોરિટીની મદદથી તમારો ખોવાઇગયેલા મોબાઇલને ટ્રેક કરી શકાય છે.આ એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આના થી તમે પોતાનો મોબાઇલટ્રેક કરવાની સાથેસાથે તેને કન્ટ્રોલ પણ કરી શકો છો. જયારે પણ મોબાઇલ ખોવાઇ જાય ત્યારે તમારા ખોવાઇ ગયેલા મોબાઇલમાં એક એસએમએસ મોકલીને તમે તેનું લોકેશન જાણી શકો છો.

3- મોબાઇલ ચેઝ લોકેશન ટ્રેકરમોબાઇલ ચેઝ લોકેશનટ્રેકર પણ એક આવી જએપ્લિકેશન છે જેનીમદદથી ગુમ કે ચોરી થયેલો મોબાઇલ ટ્રેક કરવો આસાન છે. આન મદદથી આપના હેન્ડસેટમાં કોઇ બીજાનું સિમ હોવાની માહિતી મળેછે. આ એપ્લિકેશન જીપીએસ કનેક્ટીવિટીના માધ્યમથી હેન્ડસેટનું સાચુ લોકેશન દર્શાવે છે. એટલું જ નહીં લોકેશન આઇ પણ એસએમએસથી મોકલી દેશે.

4- થીફ ટ્રેકરથીફ ટ્રેકર એપ્લિકેશન ઘણી જ મદદગાર સાબિત થશે. આ મોબાઇલ ચોરી કરનારી વ્યક્તિ અંગે પૂરી જાણકારીઆપશે. ચોરી થયેલો મોબાઇલનો ઉપયોગ કરવાનું ચોર માટે પણ મુશ્કેલ થઇ જશે.અને તે આપના મોબાઇલની ખોટી જાણકારી નહીં આપી શકે. સાથે જ આમાં એક વિશેષ ફિચર એ છેકે તે મેલ દ્ધારા ફોટો ખેંચીને સેન્ડ પણ કરશે. જેનાથી મોબાઇલનું લોકેશન જાણી શકાશે

5- સ્માર્ટ લુકસ્માર્ટ લુક એપ્લિકેશન પણ લગભગથીફ ટ્રેકરની જેમ જ કામ કરે છે. આ પણ આપના ફોનને ચોરનારવ્યક્તિનો ફોટો ખેંચનીને મેલ કરી દેશે. આ જીપીએસની મદદથી તમારા મોબાઇલ ફોનનું લોકેશન જણાવતું રહેશે, જેનાથી તમે ફોન ટ્રેક કરી શકશો.

6- એન્ટી થેફટ એલાર્મએન્ટી થેફ્ટ એલાર્મ પણ મોબાઇલની ચોરીને રોકવામાં મદદગાર સાબિત થશે. આ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદફોનમાંથી તેને એક્ટિવેટ કરવી પડશે. ત્યાર બાદ જો કોઇ તમારો મોબાઇલ અડવાની કોશિશ કરશેતો તમારા મોબાઇલનું એલાર્મ જોરથી વાગશે અને તમને ખબર પડી જશે કે તમારો મોબાઇલ કોણ ચોરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

7- પ્લાન બી લુકઆઉટ મોબાઇલ સિક્યુરિટીપ્લાન બી લુકઆઉટ સિક્યોરિટી એપ્લિકેશનની મદદથી ખોવાઇ ગયેલોકે ચોરી થઇ ગયેલો ફોન લોકેશનની મદદથી આસાનીથી ટ્રેક કરી શકાય છે.આ એપ્લિકેશન જીપીએસની મદદથી આપનો ગાયબ ફોન લોકેશન બતાવતો રહેશે. જેમા પ્લાન એ અને બી પણ છે. જો કે ફોનમાંથી જીપીએસ ઓફ કરી દે તો એપ્લિકેશન આપનેમેલ દ્ધારા આ વાતની જાણકારી આપશે જેથી તમને ખબર પડે કે તમારા ફોનનું છેલ્લું લોકેશન કયું હતું.

20 October 2015

લેપટોપમાં જ હોટસ્પોટ બનાવી તેના દ્વારા મોબાઈલમાં ઈન્ટરનેટ યૂઝ કરી શકાય

તમને હંમેશા પ્રશ્ન થતો હશે કે તમારા સ્માર્ટફોનના વાઈ-ફાઈ હૉટસ્પોટથી લેપટોપ પર તો ઈન્ટરનેટ ચાલે છે. પરંતુ શું લેપટોપમાં જ હોટસ્પોટ બનાવી તેના દ્વારા મોબાઈલમાં ઈન્ટરનેટ યૂઝ કરી શકાય? ચાલો અમે આજે જણાવીએ છીએ કે કઈ રીતે લેપટોપ દ્વારા મોબાઈલમાં ઈન્ટરનેટ ચલાવવું.

મેક યુઝર્સ માટે તો તે ખૂબ જ સરળ છે, કારણકે ઓએસ એક્સમાં થોડા ક્લિક્સથી જ લેપટોપને વાઈફાઈ હોટસ્પોટ બનાવવાના ઓપ્શન છે, પરંતુ વિન્ડોઝમાં તેમ કરવામાં થોડી સમસ્યા આવે છે. બિલ્ટ ઈન ઓપ્શન્સથી મોટાભાગે આપની સમસ્યા સોલ્વ નથી થતી. જોકે, તમારે પરેશાન થવાની જરૂર નથી. તે ખૂબ જ સરળ છે. બસ, તમારા લેપટોપમાં વાઈ-ફાઈ હોવું જોઈએ.

જો તમારી પાસે વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 કે પછી વિન્ડોઝ 8.1 હોય તો તમે કેટલીક એવી થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરી શકો છો, જે તમારા લેપટોપને વાઈ-ફાઈ હૉટસ્પોટમાં પરિવર્તિત કરી શકે છે.

આમ તો તમને એવી કેટલીક એપ્સ મળી શકે છે, પરંતુ કનેક્ટિફાઈ અને વર્ચ્યુઅલ રાઉટર પ્લસ કામની એપ્લિકેશન્સ છે. વર્ચ્યુઅલ રાઉટરને તમારૂં એન્ટી વાયરસ અટકાવી શકે છે, પરંતુ કનેક્ટિફાઈ કામ કરી જશે. હવે તેના માટે આગળના સ્ટેપ્સ ફોલો કરો.

તમારી સ્ક્રીન પર બે ટેબ દેખાશે. સેટિંગ્સ અને ક્લાઈન્ટ્સ. સેટિંગ્સ ટેબમાં ક્રિએટ એ.. વાઈ-ફાઈ હોટસ્પોટ પર ક્લિક કરો.

સૌથી પહેલા તો કનેક્ટિફાઈ ડાઉનલોડ કરો, તેને ઈન્સ્ટોલ કરી લો. ત્યારબાદ કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરો. ઈન્ટરનેટ કનેક્ટ કરો. કનેક્ટિફાય હોટસ્પોટ એપ રન કરો.

ઈન્ટરનેટ ટુ શેર નીચે તમને એક ડ્રોપ ડાઉન મેન્યૂ મળશે. તેને મોટું કરો અને તે કનેક્શનને સિલેક્ટ કરો, જેની સાથે તમે શેર કરવા ચાહો છો.

તેનાથી જ તમે પાસવર્ડ સેટ કરી શકો છો, અને સ્ટાર્ટ હૉટસ્પોટ પર ક્લિક કરો.

હવે તમે કોઈ પણ ડિવાઈસમાં ઈન્ટરનેટ ચલાવી શકો છો.

જોકે, તમારે એ જાણવું પણ જરૂરી છે કે આ એપ ફ્રી નથી. તમે તેનું ફ્રી વર્ઝન ડાઉનલોડ કરી શકો છો, પરંતુ ફ્રી વર્ઝન દર 30 મિનિટે નેટ જાતે જ બંધ કરી દેશે.

2 October 2015

ANDROID MOBILE PHONE APPLICATION


APP 0 LINK

CLICK THISVIDEO  LINK

APP 1 LINK

APP 1 LINK-CLICK ME

APP 2 LINK

APP 2 LINK-CLICK ME

APP 3 LINK

गणितीय गुर

APP 4 LINK

Gujarati Kahevat (કહેવત)

APP 5 LINK

GK in Gujarati

APP 6 LINK

Swami Vivekananda Quotes Hindi

APP 7 LINK

Motivational Stories in Hindi

APP 8 LINK

Crorepati Quiz Game

Sanskrit Learning

Sanskrit Primaer - Download

Learn Sanskrit - Download

Sanskrit Dictionary-Download

Sanskrit Subhaashitaani-Download

Sanskrit Made Easy -Download

25 August 2015

ગ્રુપ એડમિન તથા સભ્ય તરીકે મારી તો વિશેષ જવાબદારી છે.

શૈક્ષણિક ગ્રુપ અને એ પણ શિક્ષકોનું હોય, ત્યારે એમાં અમુક ધારણાઓ અપેક્ષિત જ હોય. મારા ખ્યાલ મુજબ અહીં શું ન મૂકવું,, એ વિશે સ્પષ્ટતા કરવાની જરૂર ન પડવી જોઈએ. એ જ તરહ પર શું મૂકવું, એની સૂચના પણ ન આપવાની હોય – કેમ કે એક શિક્ષકમાં આવી વિવેકબુદ્ધિ અને સમજણ હોય જ.
વોટ્સ અપ એ એક અદભુત મંચ છે, જ્યાં માહિતી આપનારનો પાર નથી. જરૂર હોય છે, ગ્રહણકર્તાઓની. આંગળીઓના ટેરવે માહિતીનો સમુદ્ર હિલ્લોળા લેતો હોય છે. પણ આ સુવિધા નિ:શુલ્ક છે, એટલે ચાલો વોટ્સ અપ વોટ્સ અપ રમીએ, એ વલણ નુકશાનકારક છે. આપણને અલ્લાદિનનો જાદુઈ ચિરાગ મળી જાય અને આપણે ચિરાગ ઘસીને તોસ્તાન જીનને જોક્સ કે અંધશ્રદ્ધા વહેંચવાના કામ પર વળગાડી દઈએ, એવો ટ્રેજીકોમિક ઘાટ સર્જાય છે.
આવું બને ત્યારે એની આંચ અનેકને અકળાવે છે.
આપણે આ ગંદી રમતનો ભાગ કે ભોગ ન બનીએ. આ ગ્રુપમાં શું કરવું જોઈએ, એની દિશાઓ તો સાવ ખુલ્લી જ છે, તો પણ શું કરી શકાય, શું ન કરી શકાય, એની આછી પાતળી યાદી વહેંચું છું.
આ લખું છું, ત્યારે મારે એક વાત કહેવી છે કે મારો આશય કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો તો નથી જ. પણ આપણા આ ઘરને ઝેરી હવાઓથી બચાવવું પણ એટલું જ જરૂરી છે. જે પણ આ ગ્રુપમાં જોડાયા છે, એમને બકવાસ કે અતાર્કિક મેસેજીસથી બચાવવાની આપણા સૌની ફરજ છે, ગ્રુપ એડમિન તરીકે મારી તો  વિશેષ જવાબદારી છે.
કોઈ પણ જાતિ કે ધર્મને નિશાન પર ચડાવનારા સંદેશાઓ કદાપિ ન મૂકવા.
‘હું આમ કહેવા નહોતો માંગતો’ કે પછી ‘મારે આ કહેવું હતું, આ નહીં’ એવી શર્મસાર ભુમિકામાં આપણને મૂકી દે, એવા કોઈ પણ લખાણથી આપણે દૂર રહીશું. 
ફોરવર્ડ મેસેજ પોસ્ટ કરતાં પહેલા શક્ય હોય તો મેસેજનું પુનરાવર્તન તો નથી થતું ને?, એ જોવાનું ચુકીશું નહીં.
આપણે સૌ શિક્ષકો છીએ, તો પણ જે પોસ્ટ મૂકીએ, એની ભાષા ગરિમાપૂર્ણ તો હોવી જ જોઈએ.
આ ગ્રુપ અહીંના સૌ મિત્રોનું છે, એટલે આપણા ઘરમાં આવકારવા જેવી વ્યક્તિઓના નંબર હોય તો અવશ્ય મોકલવા. જેથી આપણો પરિવાર વિસ્તારી શકીએ. સાથે સાથે એક વાત એ પણ કહેવી જોઈએ કે એમ જ ટોળું વધારવામાં આપણને કોઈ રસ નથી. જે પણ વ્યક્તિ ઉમેરાય, એ ઘરના રંગમાં ભળી જાય,, તો એમના આગમનનો અર્થ સરે.
ગ્રુપનું એક સન્માનનીય સ્તર કાયમ સલામત રહેવું જોઈએ, એની સાથે છેડછાડ કરવાની છૂટ કોઈને પણ ન હોય.
આ ગ્રુપ એક જ ધર્મ પાળનારા લોકોનું છે : એ ધર્મનું નામ છે :- શિક્ષકધર્મ. શિક્ષકત્વની ઓળખ  પર જ બધા મિત્રોને સાથે રાખ્યા છે. એ ઓળખથી વધીને કશું જ ન હોઈ શકે, ન જ્ઞાતિ, ન સમાજ કે ન ધર્મ.
સૂચનો હંમેશા આવકાર્ય રહેશે.
                                                               
હાલ તો આટલું જ.
                                                                     ભરતકુમાર.

17 July 2015

How can Convert your Internet 2G speed in 3G ?

Sandesh news paper cutting ⤵ ⤵

ઇન્ટરનેટની 2G સ્પીડને 3Gમાં કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય?

ઇન્ટરનેટની 2G સ્પીડને 3Gમાં કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય?
વ્યવસાયે ખેડૂત અને ટેકનિકલ ક્ષેત્રે રુચિ રાખનાર ગિરીન્દ્રનાથ ઝાએ એક એવો અખતરો કરી 2G કનેક્શનમાં 3Gની સ્પીડ મેળવવાની સરળ રીત શોધી નાંખી છે.
ગિરીન્દ્ર આ ટેકનિક વિશે જણાવે છે કે, આ ટેકનિક એકદમ આસન છે. તમારા ઈન્ટરનેટ મોડેમને એલ્યુમિનિયમ વરખમાં લપેટી સિસ્ટમ સાથે કનેક્ટ કરી સર્ચ કરવાનું ચાલી કરી નાંખો. તમારું ડિવાઈસ જેવું ઈન્ટરનેટ સ્પીડ પકડશે તરત તમારું ડિવાઈસ પહેલાં કરતાં ડબલ ગતિમાં કામ કરતું અનુભવ કરી શક્શો. તમારા ડોંગલને એલ્યુમિનિયમમાં લપેટવા માટે દવાના એલ્યુમિનિયમ પેકિંગનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમે ઈન્ટરનેટની 3G સ્પીડનો અનુભવ કરી શક્શો.
News in Sandesh
http://www.sandesh.com/article.aspx?newsid=3099581

28 June 2015

ગુમ કે ચોરી થયેલો મોબાઇલ કવી રીતે પાછો મેળવી શકાય



1- આઇએમઇઆઇ

દરેક મોબાઇલ કે સ્માર્ટફોનનો આઇએમઇઆઇ નંબર હોય છે. તમારા ફોનથી *# ડાયલ કરીને પોતાના મોબાઇલ ફોનનો આઇઇએમઆઇ નંબર મેળવી શકો છો. આ નંબરને હંમેશા કોઇ સુરક્ષિત જગ્યાએ નોટ કરી લેવો જોઇએ. જેથી ભવિષ્યમાં જો કોઇ મોબાઇલ ખોવાઇ જાય તો તે તમારા કામમાં આવી શકે. તમે આ નંબરની મદદથી પોતાનો મોબાઇલ ફોન ટ્રેક કરી શકો છો. આઇએમઇઆઇ નંબર જોવા માટે હેન્ડસેટની બેટરી કાઢિને ફોનના પેનલમાં લાગેલા સ્ટીકરથી આઇએમઇઆઇ નંબર જોઇ શકાય છે.

2- અવાસ્ત મોબાઇલ સિક્યોરિટી

અવાસ્ત મોબાઇલ સિક્યોરિટીની મદદથી તમારો ખોવાઇ ગયેલા મોબાઇલને ટ્રેક કરી શકાય છે. આ એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આનાથી તમે પોતાનો મોબાઇલ ટ્રેક કરવાની સાથે સાથે તેને કન્ટ્રોલ પણ કરી શકો છો. જયારે પણ મોબાઇલ ખોવાઇ જાય ત્યારે તમારા ખોવાઇ ગયેલા મોબાઇલમાં એક એસએમએસ મોકલીને તમે તેનું લોકેશન જાણી શકો છો.

3- મોબાઇલ ચેઝ લોકેશન ટ્રેકર

મોબાઇલ ચેઝ લોકેશન ટ્રેકર પણ એક આવી જ એપ્લિકેશન છે જેની મદદથી ગુમ કે ચોરી થયેલો મોબાઇલ ટ્રેક કરવો આસાન છે. આન મદદથી આપના હેન્ડસેટમાં કોઇ બીજાનું સિમ હોવાની માહિતી મળે છે. આ એપ્લિકેશન જીપીએસ કનેક્ટીવિટીના માધ્યમથી હેન્ડસેટનું સાચુ લોકેશન દર્શાવે છે. એટલું જ નહીં લોકેશન આઇ પણ એસએમએસથી મોકલી દેશે.

4- થીફ ટ્રેકર

થીફ ટ્રેકર એપ્લિકેશન ઘણી જ મદદગાર સાબિત થશે. આ મોબાઇલ ચોરી કરનારી વ્યક્તિ અંગે પૂરી જાણકારી આપશે. ચોરી થયેલો મોબાઇલનો ઉપયોગ કરવાનું ચોર માટે પણ મુશ્કેલ થઇ જશે. અને તે આપના મોબાઇલની ખોટી જાણકારી નહીં આપી શકે. સાથે જ આમાં એક વિશેષ ફિચર એ છે કે તે મેલ દ્ધારા ફોટો ખેંચીને સેન્ડ પણ કરશે. જેનાથી મોબાઇલનું લોકેશન જાણી શકાશે.

5- સ્માર્ટ લુક

સ્માર્ટ લુક એપ્લિકેશન પણ લગભગ થીફ ટ્રેકરની જેમ જ કામ કરે છે. આ પણ આપના ફોનને ચોરનાર વ્યક્તિનો ફોટો ખેંચનીને મેલ કરી દેશે. આ જીપીએસની મદદથી તમારા મોબાઇલ ફોનનું લોકેશન જણાવતું રહેશે, જેનાથી તમે ફોન ટ્રેક કરી શકશો.

6- એન્ટી થેફટ એલાર્મ

એન્ટી થેફ્ટ એલાર્મ પણ મોબાઇલની ચોરીને રોકવામાં મદદગાર સાબિત થશે. આ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ ફોનમાંથી તેને એક્ટિવેટ કરવી પડશે. ત્યાર બાદ જો કોઇ તમારો મોબાઇલ અડવાની કોશિશ કરશે તો તમારા મોબાઇલનું એલાર્મ જોરથી વાગશે અને તમને ખબર પડી જશે કે તમારો મોબાઇલ કોણ ચોરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

7- કેસ્પર સ્કાઇ

કેસ્પર સ્કાઇ મોબાઇલ સિક્યુરિટી એપ્લિકેશન પણ અવાસ્તની જેમ ડાઉનલોડ કરી શકાય છે. જેનાથી વણજોઇતા મોબાઇલ એસએમએસ અને ટેક્સ ફિલ્ટર કરી શકાય છે. જેમાં સ્કેનર પણ છે, જે કોઇપણ મોબાઇલ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરતાં પહેલા તમને સૂચિત કરે છે.

8. લુકઆઉટ સિક્યોરિટી એન્ડ એન્ટિવાયરસ

લુકઆઉટ સિક્યોરિટી એન્ડ એન્ટીવાયરસ ફ્રી એપ્લિકેશન છે. જેમાં ચોરી કે ખોવાઇ ગયેલો મોબાઇલ ગૂગલ મેપની મદદથી તેના લોકેશનને શોધી શકે છે. જો ફોન સ્વિચ ઓફ કરવામાં આવ્યો હોય તો આ એપ્લિકેશન ફોનનું છેલ્લું લોકેશન પણ બતાવે છે. આ ડિવાઇસ તમને ફોન શોધવામાં મદદ કરી શકે છે.

9- ટ્રેન્ડ માઇક્રો

ટ્રેન્ડ માઇક્રો મોબાઇલ સિક્યોરિટી એન્ડ એન્ટિવાયરસ બેસ્ટ સેલિંગ એપ્લિકેશનમાંની એક છે. જેના પ્રાઇવસી સ્કેનરની મદદથી ચોરોને દૂર રાખી શકાય છે. જો બાળકો જરૂરી ચીજો ડિલિવ કરી નાંખે છે તો કિડ્સ ફીચરની મદદથી પોતાના ફોનની કેટલીક ચીજો બ્લોક કરી શકાય છે.

10- પ્લાન બી લુકઆઉટ મોબાઇલ સિક્યુરિટી

પ્લાન બી લુકઆઉટ સિક્યોરિટી એપ્લિકેશનની મદદથી ખોવાઇ ગયેલો કે ચોરી થઇ ગયેલો ફોન લોકેશનની મદદથી આસાનીથી ટ્રેક કરી શકાય છે. આ એપ્લિકેશન જીપીએસની મદદથી આપનો ગાયબ ફોન લોકેશન બતાવતો રહેશે. જેમા પ્લાન એ અને બી પણ છે. જો કે ફોનમાંથી જીપીએસ ઓફ કરી દે તો એપ્લિકેશન આપને મેલ દ્ધારા આ વાતની જાણકારી આપશે જેથી તમને ખબર પડે કે તમારા ફોનનું છેલ્લું લોકેશન કયું હતું.

26 May 2015

જાણો…કામમાં આવી શકે છે આ TOP 10 વેબસાઇટ્સ, શીખવા માટે છે ઘણુ બધુ.

છેલ્લા એક દસકામાં ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબજ ઝડપથી વધ્યો છે. ઇન્ટરનેટ પર દરેક સમસ્યાનુ સમાધાન મળી રહે છે. જેથી લકો દિવસે ને દિવસે નાની મોટી જાણકારી કે માહિતી મેળવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જો કે એવી કેટલીક સાઇટ્સ છે જે તમારા માટે ખુબજ ઉપયોગી બની રહે છે. એવી ટોપ 10 સાઇટ્સ વિશે અમે તમને જણાવી રહ્યા છીએ
1. Coursera
આ સાઇટ એવા લોકો માટે છે જે કાઇંક વાંચવા માંગતા હોય, પરંતુ સમય અને રૂપિયાની કમીના કારણે ફુલ ટાઇમ કોર્સ શક્યના હોય. આ વેબસાઇટ ઓનલાઇન તોક્સ પ્રોવાઇડ કરે છે. Coursera પર તમે દુનિયાની બેસ્ટ યુનિવર્સિટીના બેસ્ટ કોર્સિસ કરી શકો છો. તેની ખાસ વાત એ છે કે તેમાં લિસ્ટેડ કોર્સમાંથી અડધાભાગના કોર્સ ફ્રિમાં ઉપલબ્ધ છે. એ કોર્સ કરવા માટે તમારે એક પણ રૂપિયા ખર્ચ નહી કરવો પડે. તમને જણાવી દઇએ કે જો તમે સર્ટિફિકેટ મેળવવા માંગતા હોવ તો તમારા રૂપિયા ખર્ચ કરવા પડશે.
2. My Vocabulary
નવા-નવા શબ્દોની જાણખારી મેળવવા માટે અથવા તો શબ્દનો મતલબ જાણવા માટે આ વેબસાઇટ ખૂબજ ઉપયોગી બની રહે છે. my vocabulary નામની વેબસાઇટમાં કેટલાય શબ્દોના મતલબ અને તેને લગતી જાણકારી તમને મળી રહેશે.
3. Spreeder
જો તમે ઓનલાઇન સર્ચિગમાં એક્સપર્ટ બનવા માંગતા હોવતો એક વખત Spreeder જરૂરથી ટ્રાય કરો. તેમાં તમારે રીડિંગ સ્પીડ વધારવાથી લઇને સાચૂ કન્વર્સેશન અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન શિખવા મળે છે. આ વેબસાઇટની મદદતી તમે રીડિંગની સ્પીડ પણ વધારી શકો છો.
4. Project Gutenberg
આ સાઇટ બુક લવર્સ માટે બનાવવામાં આવી છે. જો તમને પણ વાંચવાનો શોખ હોય તો Project Gutenberg પર તમારી પસંદગીની બુક શોધી શકો છો. આ સાઇટ પર 10 લાખથી વધુ ફ્રિ ઇ-બુક્સ ઉપલબ્ધ છે જે તમારા કામમાં આવી શકે છે.
5. Today I Found Out
તમે જરરોજ કાઇંક નવુ શીખવા માંગતા હોવ તો આ વેબસાઇટ તમારા માટે બસ્ટ છે. Today I Found Out તમારે દરરોજ કાઇંક નવુ શીખવાની તક આપે છે.
6. Copy
આજકાલ કોપી પેસ્ટનો જમાનો છે .Copy એક એવી વેબસાઇટ છે જે તમને ફોનના ફોટો કોપી કરી ઓનલાઇન પેસ્ટ કરવાની સુવિધા આપે છે. આ વેબસાઇટ પર યુઝર્સને 15 GB સ્ટોરેજ ફ્રિ મળે છે.
7. The Epoch Time
શુ તમને એવુ લાગે છે કે મીડિયા પેઇડ અને અનફેયર છે? જો એવુ લાગતુ હોય તો કેટલીક અમેઝિંગ અને સેન્સર કર્યા વગરના કેટલાય ન્યુઝ વાંચવા માટે The Epoch Time વેબસાઇટ પર વિજિટ કરી શકો છો.
8. Cups Of Tea
આ વેબસાઇટ પર તમે એવા લોકો સાથે વાસચિત કરીશકો છો જે ખરેખરમાં તમને સમજે છે. જેથી આ વેબસાઇટ તમારા કામમાં આવી શકે છે.
9. Quora
જો તમે કોઇના વિશે ડિટેલ્સમાં જાણવા માંગતા હોવ તો Quora તમને મદદરૂપ થઇ શકે છે. તેમાં કોઇ પણ પ્રશ્નનો જવાબ, પર્સનાલિટી અથવા તો કોઇ પણ ટોપિક પર જાણકારી મેળવી શકાય છે. જેમ કે જો તમે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે જાણવા માંગતા હોવ તો Quora માં જઇને Narendra Modi ટાઇપ કરતાજ તમને નરેન્દ્ર મોદીની તમામ જાણકારી મળી રહે છે.
10. Zen Pencils
Zen Pencils એક મોટિવેશલ વેબસાઇટ છે. આ વેબસાઇટ ફેમસ લોકોના ફેમસ કોટ્સને કાર્ટુનની મદદથી સમજાવે છે. તેમાં તમને એન્ટરટેન્મેન્ટની સાથે સાથે મોટિવેશન પણ મળે છે. બાળકોની સારૂ જ્ઞાન આપવા માટે આ વેબસાઇટ બેસ્ટ છે.
સાભાર: દિવ્ય ભાસ્કર.

ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!

ઘણી વાર એવુ થાય છે કે મોબાઈલ ફોનમાં બેલેંસ ખત્મ થઈ જાય છે અને તમને ઈમરજંસી કૉલ કરવી હોય છે. આવા સમયે જો કોઈ મોબાઈલ રિચાર્જ કરવાની સુવિધા પણ ના હોય તો વધારે પરેશાની થઈ જાય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી , કારણ કે અમે તમને જણાવી રહ્યા છે મોબાઈલમાં બેલેંસ જીરો હોવા છતા કૉલ કરવાની ટિપ્સ.
1. એયરટેલ – જો તમારા ફોનમાં એયરટેલની સિમ છે તો આ કંપની તમને જીરો બેલેંસમાં કૉલ કરવાની સુવિધા આપે છે. એના માટે તમે તમારા મોબાઈલ ફોનમાં *141 હેશ ડાયલ કરો. નંબર ડાયલ કર્યા પછી તમારા ફોનની સ્ક્રીન પર 5 ઈમરજંસી ઑપ્શન જોવા મળશે. એમાંથી કૉલ મી બેક નો ઑપ્શન ક્લિક કરો. બસ થઈ ગયું. આવું કરવાથી કંપની તરફથી તમને 3 મેસેજ ઈમરજંસીના સમયે દરેક મહિનામાં ફ્રીમાં કોલ કરવાની સુવિધા મળી જશે.
2. આઈડિયા – જો તમારી પાસે આઈડિયાની સિમ છે તો તમે જીરો બેલેંસ થતાં મેસેજની સાથે વૉયસ કૉલ પણ કરી શકો છો. એ માટે કંપની તરફથી 4 રૂપિયાની લોન અપાય છે. આ લોન જ્યારે તમે ફોન રિચાર્જ કરાવશો ત્યારે કપાઈ જશે. આ સુવિધા લેવા તમે તમારા આઈડિયા નંબરથી *150*04# ડાયલ કરો. આવુ કરતા જ તમને 4 રૂપિયાનો લોન મળશે. બસ પછી શું કરો કૉલ કે એસ એમ એસ .
3. રિલાંયસ મારું નેટવર્ક – રિલાંયસ યૂઝર્સ પણ જીરો બેલેંસમાં કૉલ કે એસએમએસની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. આ સુવિધા માટે તમારે ACTCC લખીને 53739 પર એસ એમ એસ કરવો પડશે. આટલું કરતા જ તમને આ સુવિધા મળી જશે.
4. વોડાફોન્ જો તમે વોડાફોન સિમ યૂજ કરો છો તો કંપની બેલેંસ ખતમ થતાં તમારા કોઈ મિત્ર જેની પાસે વોડાફોનનો નંબર કે બેલેંસ આપવાની સુવિધા આપે છે. આ સુવિધા લેવા માટે તમે તમારા મોબાઈલમાં *131* એમ આર પી તમારા મિત્રનો નંબર હેશ ડાયલ કરો. જેવુ તમારા મિત્ર તરફથી કંફર્મેશન મળશે કે તમને કોલ કે મેસેજ કરવા માટે બેલેંસ મળી જશે.

Whatsapp યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ.


લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સઅપનું પીસી વર્ઝન હાલમાં લોન્ચ કરાયુ છે. અનેક દિવસોથી વોટ્સઅપના વેબ વર્ઝનને લઇને અનેક અટકળો આવી રહી છે. વોટ્સઅપનો ઉપયોગ અનેક લોકો કરે છે. તેના ફીચર્સની જાણકારી હાલમાં મળી નથી. અહીં આપને બતાવવામાં આવી રહી છે કેટલીક ખાસ વોટ્સઅપ ટિપ્સને
કોઇપણ નંબર વિના વોટ્સઅપનો ઉપયોગ કરવો
જો તમને પહેલેથી ખબર નથી તો તમને જણાવી દેવામાં આવે છે કે વોટ્સઅપની નાની ટ્રિકથી કોઇ નંબર વિના તેને વાપરી શકાય છે. આ માટે ટ્રિક્સનો અંદાજ હોવો જરૂરી છે.
શું કરવું પડે?
– જો તમારા એન્ડ્રોઇડ ફોનમાં પહેલેથી વોટ્સઅપ છે તો તેને અનઇન્સ્ટોલ કરો.
– હવ વોટ્સઅપને ફરી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.
– પોતાના ફોનની મેસેજિંગ સર્વિસને બ્લોક કરો. આ માટે ફોનને ફ્લાઇટ મોડમાં રાખો અને સાતે તમારા મેસેજિંગ સર્વિસને બ્લોક કરો.
– હવે વોટ્સઅપને ઓપન કરીને નંબર નાંખો, એવામાં વોટ્સઅપ નંબર તો એકસેપ્ટ કરશે સાથે કોઇ વેરિફિકેશન મેસેજ મોકલી શકશે નહીં.
જૂનાને બદલે નવા નંબર પર વોટ્સઅપ ચલાવવા માટે
જો તમે તમારો ફોન નંબર બદલ્યો છે અને ફોન એ જ છે તો તમે તેને રીઇન્સ્ટોલ કર્યા વિના વોટ્સઅપને નવા નંબર પર ચલાવી શકો છો. આ માટે વોટ્સઅપના સેટિંગ્સ – અકાઉન્ટ-ચેન્જ નંબર. અહીં દેખાનારા ઉપરના બોક્સમાં જૂનો નંબર અને નીચેના બોક્સમાં નવો નંબર નાંખો. આમ કર્યા બાદ ડન પ્રેસ કરો, આ બાદ તમારા નવા ફોન નંબર વેરિફાઇ કરો અને પછી આખી ચેટ હિસ્ટ્રી, ગ્રુપ્સ નવા નંબર પર આવી જશે.
આ માટે આ સ્ટેપ્સને ફોલો કરો
settings> Account> change number પર જાઓ. અહીં જૂના નંબર અને નવા નંબર બંને ભરો. આ સિવાય તમારા જૂના નંબર નવા સિમની સાથે વાપરવા ઇચ્છો છો તો વોટ્સઅપ એકાઉન્ટને કંઇ કરવાનું રહેશે નહીં.
– વોટ્સઅપના વેરિફિકેશનથી બચવા માટે યુઝર્સ તેનો ઉપયોગ નહીં કરી શકતા હોય. હવે વોટ્સઅપ તમને વેરિફિકેશનનો અન્ય રસ્તો પૂછશે. આ સમયે ‘Verify through SMS’ પર ક્લિક કરો અને તમારું ઇમેલ એડ્રેસ નાંખો. જ્યારે તમે સેન્ડ બટન પર ક્લિક કરો છો ત્યારે આ સમયે 2 સેકંડની અંદર કેન્સલ બટન પર ક્લિક કરો અને ઓથોરાઇઝેશન પ્રોસેસને બંધ કરશે.
– હવે યુઝર્સને એક અન્ય એપ સ્પૂફ ટેકસ્ટ મેસેજની જરૂર રહે છે.
– આ એપમાં કેટલીક ડિટેલ્સ ભરવાની હોય છે અને સાથે નીચે આપેલી ડિટેલ્સનો ઉપયોગ પણ કરવાનો રહે છે.
To: +447900347295
From: + (કંટ્રી કોડ)(મોબાઇલ નંબર)
Message: તમારું ઇમેલ એડ્રેસ
– જ્યારે તમે મેસેજને એક સ્પૂફ નંબરથી મોકલો છો અને સાથે તમારા મિત્રોથી આ નંબરની મદદથી કામ કરી શકો છો.
સાભાર -techgyd.com
વોટ્સઅપમાં ઓટો ઇમેજ ડાઉનલોડ બંધ કરવા
પહેલાં યુઝર્સને વોટ્સઅપની ઓટો ઇમેજ ડાઉનલોડને બંધ કરવાને માટે વોટ્સઅપ પ્લસ એપની જરૂર રહેતી હતી. હવે આના વિના એલગ એપની મદદથી તેને બંધ કરી શકાય છે. તેના માટે વોટ્સઅપના એકાઉન્ટ સેટિંગ્સમાં જઇને સેટિંગ્સ>ચેટ સેટિંગ્સ>મીડિયા ઓટો ડાઉનલોડ અને ત્યારબાદ પોતાની સુવિધા પ્રમાણે ઓપ્શન પર ક્લિક કરવાનું રહે છે. મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતી સમયે વાઇફાઇથી કનેક્ટ રહો કે રોમિંગમાં રહો ત્યારે પણ.
લાસ્ટ સીન ટાઇમને કરો હાઇડ
વોટ્સઅપ ડિફોલ્ટની રીતે તમારા લાસ્ટ સીન ટાઇમટેમ્સ બતાવે છે. તેનાથી તમારા મિત્રોને ખ્યાલ આવે છે કે તમે છેલ્લે ક્યારે વોટ્સઅપ જોયું હતું. પરંતુ હવે એક એપ છે કે જેની મદદથી તેને હાઇડ કરી શકાય છે. જો તમે આઇફોન યુઝ કરી રહ્યા હોવ તો વોટ્સઅપના સેટિંગ્સમાં જઇને સેટિંગ્સ-ચેટ સેટિંગ્સ-એડવાન્સ અને પછી લાસ્ટ સીન ટાઇમટેમ્પસ પર સિલેક્ટ કરો. જો તમે એન્ડ્રોઇડ ફોન યુઝ કરો છો તો તમે થર્ડ પાર્ટી એપની જરૂર રહે છે. જેમકે ‘હાઇડ વોટ્સઅપ સ્ટેટસ’. આ એપ જ્યારે પણ તમે વોટ્સઅપ ખોલશો ત્યારે વાઇફાઇ અને ડેટા કનેક્શનને ડિસેબલ કરશે.
હાઇડ કરવાને માટે
settings> account> privacy> lastseen
વિકલ્પ પર જવાનું રહેશે. અહીં આપને અનેક ઓપ્શન મળશે. Everyone, My contacts, Nobody. તેમાં Nobody પર ક્લિક કરતાંની સાથે લાસ્ટ સીન ટાઇમસ્ટેપ્સને હાઇડ કરી દેવાશે.
iOS યુઝર્સને માટે
એપલ આઇફોન યુઝર્સને માટે લાસ્ટ સીન હાઇડ કરવાનું ફીચર પહેલેથી મળી રહે છે. આઇફોનમાં લાસ્ટસીન ટાઇમસ્ટેમ્પ દરેક યુઝર્સને એકસાથે હાઇડ કરી શકાય છે.
હાઇડ કરવાને માટે
Settings > Chat settings > Advanced>  ‘Last Seen Timestamp’ વિકલ્પ પર જાઓ. અહીં લાસ્ટ સીન ટાઇમ સ્ટેમ્પને હાઇડ કરી શકાય છે.
ઇમ્પોટન્ટ કોન્ટેક્ટના બનાવો શોર્ટક્ટસ
જો તમે તમારા વોટ્સઅપ કમ્યુનિકેશનને વધારે ફાસ્ટ કરવા ઇચ્છો છો તો આ ટ્રિક તેમાં મદદ કરી શકે છે. આ માટે તમારે ફેવરિટ કોન્ટેક્ટને એક ગ્રુપમાં સામેલ કરી લેવા અને સાથે હોમ સ્ક્રીન પર દેખાવા લાગશે, એમ કરો કે જો તમે એન્ડ્રોઇડ યુઝર છો તો તેના ફ્રેન્ડના પોપ અપ મેનુમાં જઇને એડ કર્ન્વસેશન શોર્ટકટ કરો. તમારી હોમ સ્ક્રીન પર દરેક ફેવરિટ ગ્રુપ દેખાવા લાગશે. જો તમે એપલ આઇઓએસ ફોન યુઝર છો તો થર્ડ પાર્ટીની જરૂર રહેશે જેવા કે 1 ટેપડબ્લયૂ. આ એપ તમારા ફોનમાં વોટ્સઅપ ફેવરિટ ફ્રેન્ડના શોર્ટક્ટસની સાથે સાથે ઇમેજ એડિટર અને એક્શન શેડ્યુલરના ફીચર આપે છે.
બ્લૂ ટિક્સને હાઇડ કરવી
વોટ્સઅપ પર બ્લૂટિક્સ ફીચરને હાઇડ કરવા માટેના અપડેટ પણ આવી ગયા છે. આ માટે વોટ્સઅપના લેટેસ્ટ સિક્યુરિટી વર્ઝન (2.11.444)ને ડાઉનલોડ કરવાનું રહે છે. યુઝર્સને માટે ધ્યાન રાખવાનું રહેશે કે આ વર્ઝન અધિકારિક સાઇટથી ડાઉનલોડ કરાય. ગૂગલ પ્લેથી નહીં.
આ રીતે કરો બ્લૂટિક્સને ડિસેબલ
– સૌ પહેલાં અપડેટ ડાઉનલોડ કરો.
– પોતાના ફોન પર Settings > Security > Check Unknown sources પર જઇને ગૂગલ પ્લે સિવાય થર્ડ પાર્ટી એપ્સને ઇન્સ્ટોલ કરવાની પરમીશન મળશે.
– હવે ડાઉનલોડ કરેલી apk ફાઇલને ફોનમાં ઇન્સ્ટોલ કરો.
શું કરશો ફાઇલને ઇન્સ્ટોલ કર્યા બાદ?
– વોટ્સઅપની સેટિંગ્સમાં જાઓ.
– Settings > Account > Privacy પર જઇને રિડ રિસિપ્ટ્સ ફીચરને અનચેક કરો.
વોટ્સઅપ મેસેજને લોક કરો
વોટ્સઅપના મેસેજને લોક કરવા માટે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવાનો રહેશે. ‘WhatsApp Lock’ નામથી આ એપને ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ કરી શકાય છે. ગૂગલ પ્લે પર આ એપને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એપની સિવાય App Lock પણ મળી રહે છે. જે ન તો ફક્ત વોટ્સઅપ પરંતુ અન્ય એપ્લીકેશન પણ લોક કરી શકે છે. ખાસ કરીને એપની મદદથી ગેલેરી, ફોટોઝ, વીડિયોઝ, મેસેજ પર પણ પાસવર્ડને સેટ કરી શકાય છે. આ બાદ તેને ખોલવાને માટે યુઝર્સે પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. આ એપ્સ ગૂગલ પ્લે પર ફ્રીમાં મળી રહે છે.
આ એપનું એક વર્ઝન બ્લેકબેરીના યુઝર્સને માટે પણ છે. તેના માટે Lock for WhatsApp એપને બ્લેકબેરી સ્ટોર પર સર્ચ કરવાનું રહે છે
વોટ્સઅપથી શેર કરો કમ્પ્રેસ્ડ ફાઇલ્સ (ZIP, PDF, APK, EXE, RAR)
ખાસ કરીને વોટ્સઅપની સાઉન્ડ ફાઇલ્સ અને ફોટોઝને મોકલી શકાય છે. તેના માટે યુઝર્સ કમ્પ્રેસ્ડ ફાઇલ્સ (અનેક ફાઇલ્સને એક સાથે ક્લબ કરવી)ને મોકલી શકે છે.
તે માટે અપનાવો આ સ્ટેપ્સ
– ફોનમાં ડ્રોપબોક્સ અને ક્લાઉડ સેન્ડ એપને ડાઉનલોડ કરો. આ બંને એપ્સ આઇઓએસ અને એન્ડ્રોઇડ સ્ટોર્સ પર મળી રહે છે.
– ક્લાઉડ સેન્ડ એપને ખોલો, આ એપ પ્રોસેસ થતાંની સાથે તમારા ડ્રોપબોક્સનો ઉપયોગ કરવાનું કહેશે. ક્લાઉડ સેન્ડ એકાઉન્ટથી ડ્રોપબોક્સને લિન્ક કરો.
– જે ફઆઇલ્સને વોટ્સઅપથી મોકલવાની હોય તેને ક્લાઉડસેન્ડમાં અપલોડ કરો. આમ કરવાથી તમે ફાઇલ્સને ડ્રોપ બોક્સમાં ખોલશો અને સાથે તેને જોડીને ફાઇલની લિન્ક પણ મેળવી શકો છો.
– આ લિન્કને વોટ્સઅપના કોઇપણ મેસેન્જરથી મોકલો અને સાથે ફાઇલ તમારા દોસ્તો દ્વારા કોઇપણ અવરોધ વિના ડાઉનલોડ કરી શકાય છે.
વોટ્સઅપમાં જૂના મેસેજના બેકઅપ બનાવવાને માટે
જો તમે ફોન બદલવા ઇચ્છતા હોવ તે પછી ફોનને ફોર્મેટ કરવા ઇચ્છતા હોવ તો તમારા વોટ્સઅપ મેસેજ ડિલિટ થવાનો ભય રહે છે. તેના માટે વોટ્સઅપનો બેકઅપ રાખવો આવશ્યક બને છે.
મેસેજ બેકઅપ કરવાને માટે કરાશે આ કામ
* Settings > Chat Settings > Chat Backup>  Back Up Now પર ક્લિક કરો. આ શોર્ટકટ આઇઓએસ યુઝર્સને માટે છે.
એન્ડ્રોઇડ યુઝર્સને માટે
Settings > Chat settings >Backup conversations આ શોર્ટકટથી વોટ્સઅપની ફાઇલ્સ કોપી થશે નહીં. તેના માટે ફાઇલ મેનેજરમાં જઇને /sdcard/WhatsApp/Media પરથી મીડિયા ફાઇલ્સને અલગથી કોપી કરવાની રહે છે.
સાભાર: Divya Bhaskar.com

15 February 2015


શું તમારો ફોન ખોવાઇ થયો છે? તો આવી રીતે Deactivate કરી શકો છો

ગેજેટ ડેસ્કઃ વોટ્સએપની સિક્યુરિટીને લઇને અવારનવાર વિવાદ સર્જાતા રહે છે. હાલમાં આ ઇંસ્ટંટ મેસેજિંગ એપ વિશે સમાચાર આવ્યા હતા કે કોઇપણ યુઝર એક ટુલ્સની મદદથી તમારા વોટ્સએપને ટ્રેક કરી શકે છે. વોટ્સએપ ભલે તમને સુરક્ષાની ટિપ્સ આપે પરંતુ જો તમારો ફોન ચોરી થઇ ગયો હોય અથવાતો ખોવાઇ ગયો હોયતો કોઇ પણ વ્યક્તિ તમારા પર્સનલ મેસેજને વાંચી શકે છે. તમારા ચોરી થયેલા અથવા...તો ખોવાયેલા ફોનમાં થોડી જહેમત બાદ પણ વોટ્સએપને ડિએક્ટિવેટ કરી શકાય છે. Divyabhaskar.com તમને જણાવી રહ્યુ છે વોટ્સએપને ડિએક્ટિવેટ કરવાની ટીપ્સ

સ્ટેપ 1: સૌથી પહેલા સિમકાર્ડને બંધ કરાવો
વોટ્સએપ કંપનીએ પોતાના ઓફિસિયલ બ્લોગમાં આ જાણકારી આપી હતી કે કોઇ પણ રીતે વોટ્સેપ એકાઉંન્ટને બીજા ફોનથી પણ ડિએક્ટિવેટ કરી શકાય છે. જેના માટે સૌ પ્રથમ ફોન ખોવાયેલા ફોનનું સિમકાર્ડ ડિએક્ટિવેટ કરવો, જેથી કોઇ પણ વેરિફિકેશન કોડ અથવાતો કોલ એ સિમકાર્ડ પર નહી જાય

સ્ટેપ 2: એક અન્ય વોટ્સએપ એકાઉન્ટની જરૂર પડશે
એક વખત સિમને ડિએક્ટિવેટ કર્યા બાદ યુઝર્સને એજ નંબરથી બીજા વોટ્સએપ એકાઉન્ટની જરૂર પડશે. જોકે જરૂરી છે કે એજ નંબરથી એકાઉન્ટ બનાવો કારણ કે વેરિફિકેશન પણ એજ નંબર ઉપર થાય. જો કે આ પ્રોસેસ થાડી લાંબી છે પરંતુ ખોવાયેલા ફોનમાં વોટ્સએપ ડિએક્ટિવેટ કરવા માટે માત્ર આ એક જ ઉપાય છે. વોટ્સએપમાં એક વારમાં માત્ર એક જ નંબર એક્ટિવેટ કરી શકે છે.

સ્ટેપ 3: તમારા મેસેજ અને ફોટોઝને ડિલીટ કરો
વોટ્સએપ બીજા નંબર પર એક્ટિવેટ થતાજ એપ ફોલ્ડર તમારા ફોનમાં સેવ થશે. તેમાં સૌથી પહેલા ફોટોઝ અને તમામ બેકઅપને ડિલીટ કરીદો

12 February 2015

 આપણા ગામની નજીકના શહેરોના કિલોમીટર જાણો. ટેલીફોન કોડ નંબર જાણો. લઘુત્તમ તથા મહત્તમ તાપમાન છેલ્લા ત્રણ દિવસનુ જાણો. જો તમે તમારા ઘરને ONLINE રજિસ્ટર કરવા માગતા હોય તો ગામની માહિતી ખૂલ્યા બાદ add your house માં તમારી વિગત ભરી તમારા ઘરનું લોકેશન સિલેક્ટ કરો. લગભગ બધી માહિતી મળી જાય છે.

તમારા ગામની માહિતી ONLINE જોવા અહીં ક્લિક કરો.

8 February 2015


  ભારતની નવી શિક્ષણનીતિ ઘડવામા આપનુ કોઇ સારુ સૂચન (સલાહ) હોય તો  ફેસબુક જેવી my Gov એપ માં જોડાવા અહીં ક્લિક કરો.

ઉપરની વેબમાં Sign upમાં પ્રથમ તમારી વિગત ભરવી પડશે.
ભારત સરકારની નવી જાહેરાતો જાણવા માટે ખૂબ ઉપયોગી છે.