Showing posts with label HEALTH. Show all posts
Showing posts with label HEALTH. Show all posts

30 June 2019

આયુર્વેદિક વાતો

*કાકડી,*
તબિયત કરે ફાંકડી*

*બીટ,*
શરીરને રાખે ફિટ*

*ગાજર,*
તંદુરસ્તી હાજર*

*મગ,*
સારા ચાલે પગ*

*મેગી,*
ખરાબ કરે લેંગી*

*ઘઉં,*
વજન વધારે બહુ*

*ભાત,*
બુદ્ધિને આપે સાથ*

*સૂકા મરચા,*
કરાવે વધારે ખર્ચા*

*દહીં,*
જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી*

*ખજૂર,*
શક્તિ હાજરાહજૂર*

*દાડમ,*
કરે મડદાંને બેઠું તેવી શક્તિ*

*જાંબુ,*
જીવન કરે નિરોગીને લાબું*

*જામફળ,*
એટલે મજાનું ફળ*

*નારીયેળ*
એટલે ધરતીમાતાનું ધાવણ

*દૂધી,*
કરે લોહીની શુદ્ધિ*

*કારેલા,*
ના ઉતરવાદે
ડાયાબિટીસના રેલા*

*તલ ને દેશી ગોળ,*
  આરોગ્યને મળે બળ

*કાચું*
  એટલું સાચુને રંધાયેલું  
  એટલું ગંધાયેલું*

*લાલ ટમેટા*
  જેવા થવું હોય તો લાલ.
  ટમેટા ખાજો*

*આદુ*
નો જાદુ*

*ડબલફિલ્ટર તેલ,*
કરાવે બીમારીના ખેલ*

*મધ,*
દુઃખોનો કરે   વધ*

*ગુટખા,*
બીમારીના ઝટકા*

*શરાબ,*
જીવન કરે ખરાબ*

*દારૂ,*
રૂપિયા બગાડવાનું બારું*

*શિયાળામાં ખાય બાજરી,*
ત્યાં આરોગ્યની હાજરી*

*ઈંડુ,*
તબિયતનું મીંડું*

*દેશી ગોળ ને ચણા,*
શક્તિ વધારે ઘણા

*બપોરે ખાધા પછી છાસ,*
પછી થાય હાશ

*હરડે,*
બધા રોગને મરડે*

*ત્રિફળાની ફાકી,*
રોગ જાય થાકી*

*સંચળ,*
શરીર રાખે ચંચળ*

*મકાઈના રોટલા,*
શક્તિના પોટલા

*ભજીયા,*
કરે પેટના કજિયા*

*રોજ ખાય પકોડી*
  હાલત થાય કફોડી*

*પાઉને પીઝા,*
  બીમારીના વિઝા*

*દેશી ગોળનો શીરો,*   
   આરોગ્યનો હીરો

*સર્વે સન્તુ નિરામયા*

28 December 2017

ઝંડુ ભટ્ટે રાજ્યમાં આવેલા બરડાના ડુંગરના ખૂબ વખાણ કરતાં કહ્યું

એકવાર દરબારમાં ઝંડુ ભટ્ટે રાજ્યમાં આવેલા બરડાના ડુંગરના ખૂબ વખાણ કરતાં કહ્યું, જો આ ડુંગર પર થતી વનસ્પતિઓનો યોગ્ય ઉપયોગ અને વ્યવસ્થા થાય તો રાજ્યને ઓછામાં ઓછી વાર્ષિક પચીસ હજાર રૂપિયાની આવક થાય. બીજા દરબારીઓ સંમત ન થયા.પણ જામસાહેબને ભટ્ટજીમાં ભારે વિશ્વાસ હતો. તેથી તેમણે બરડા ડુંગરનો વહીવટ તેમને સોંપી દીધો. ભટ્ટજીએ જંગલખાતું શરૂ કર્યું. પોતાની યોજના મુજબ ધમધોકાર કામ શરૂ કર્યું. પરિણામે જામનગર રાજ્યને વાર્ષિક પચાસ હજાર રૂપિયાથીય વધુ આવક થવા લાગી. જામસાહેબે ખુશ થઇનેતેમનો પગાર પાંચસો કોરીનો કરી આપ્યો. થોડોક વખત બાદ જામસાહેબને એક ગૂમડું થયું. પહેલાં તો તેમણે તાત્કાલિક રાહત માટે દાક્તરી સારવાર લીધી. પરંતુ ફેર ન પડ્તાં ઝંડુ ભટ્ટને બોલાવ્યા. તેમણે પોતે બનાવેલી ખાસ દવા લગાડી.બે ત્રણ દિવસમાં જ જામસાહેબને રાહત થઇ ગઇ. રાજ્યના ખાસ દાક્તર માધવરાવે પણ ઝંડુ ભટ્ટની પ્રશંસા કરી ને ભટ્ટજીનો પગાર સાતસો કોરીનો થઇ ગયો. આમ છતાં ભટ્ટજી દાક્તરી-એલોપથી વિદ્યાનો હંમેશ આદર કરતા હતા. તેમણે કદી એ વિદ્યાને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો નથી. એ જમાનામાં પ્રજામાં રાજાની ભારે ધાક હતી. રાજાનો ખોફ લેવાની હિંમત કોઇ કરતું નહિ. પરંતુ ઝંડુ ભટ્ટજી જામસાહેબની નોકરી સ્વમાનપૂર્વક કરતા. પોતાના વૈદકના કામમાં જામસાહેબની કૃપા-અવકૃપાની તેઓ પરવા ન કરતા. સાચી વાત તે નીડરતાપૂર્વક કહી દેતા. ભટ્ટજીનું વર્ચસ્વ જેમ જેમ વધતું ગયું, તેમ દર્દી પ્રત્યેની તેમની કરૂણા પણ વધતી ગઇ.કાળજી પણ વધતી ગઇ. ગંભીર દર્દીને તેઓ આપમેળે જોઇ આવતા. દર્દીને દૂધ પર રાખતા અને દૂધનો ખર્ચ પોતે આપતા. ક્યારેક જરૂર પડે તો દર્દીને પોતાને ત્યાં તેડી લાવીને રાખતા. મફત સારવાર ઉપરાંત તેને જમાડતા પણ ખરા ! ઇ.સ. 1898માં પ્રભાશંકર પટ્ટણી બિમાર હતા,તેથી ભાવનગરના મહારાજાસાહેબે તેમને તેડાવેલા. તે વખતે ભટ્ટજી બંગલાની બહાર તંબૂ નખાવીને તેમાં રહેતા. કારણ કે અન્ય દર્દીઓ વિના સંકોચે તેમની પાસે આવી શકે. પ્રભાશંકર પટ્ટણીની સારવાર કરતાં બાકીના સમયમાં બેસી ન રહેતાં બની શકે તેટલા વધુ ને વધુ લોકોને પોતાનો લાભ આપતા. ઝંડુ ભટ્ટજીએ તેમના આયુષ્યકાળ દરમ્યાન સેંકડો-હજારો લોકોને સાજા કર્યા. પ્રજાની ખૂબ સેવા કરી. રાજ્યની અને રાજકુટુંબની પણ ખૂબ સેવા કરી. તેમણે જે ચિરસ્મરણીય કામ કર્યું તે રસશાળાની સ્થાપનાનું છે. જે જમાનામાં ઔષધ બનાવવા માટેની ફાર્મસીઓ હતી જ નહિ તે સમયે તેમણે આવી પહેલ કરી. વ્યાપારી ધોરણે દવાઓને બજારમાં મૂકીને તેનો પ્રજાને વ્યાપક લાભ આપ્યો. તેમની એ રસશાળા વિકસીને આગળ જતાં ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્કસ બન્યું, જે માત્ર દેશમાં જ નહિ પણ પરદેશમાં પણ આયુરવિજ્ઞાનના પ્રતિનિધિ તરીકે પહોંચ્યું,તેમની પાસે તૈયાર થયેલા અનેક વિદ્યાર્થીઓ અને તેમના પણ વિદ્યાર્થીઓ તૈયાર થતાં સમગ્ર ગુજરાતમાં ફેલાયા અને આયુર્વેદ વિજ્ઞાનનો પ્રચાર થતો રહ્યો. ઝંડુ ભટ્ટજી જામનગર સુધરાઇ ના પ્રમુખપદે રહ્યા હતા. શહેરની સ્વચ્છતા, લોકોના આરોગ્યનાં અનેક કાર્યો કરતાં. જન્મમરણની નોંધનો રિવાજ દાખલ કર્યો. પોતે શુધ્ધ ભાર્તીય પ્રણાલિકાના આગ્રહી હોવા છતાં પશ્ચિમની સંસ્કૃતિનાં શુભતત્વોને વૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્વીકારવાની એમની તૈયારી હતી. આયુરવેદની પરંપરા જાળવવામાં તેમનું પ્રદાન ચિરસ્મરણીય રહેશે.

2 December 2017

*સર્વે સન્તુ નિરામયા*

*કાકડી, તબિયત કરે ફાંકડી*

*બીટ, શરીરને રાખે ફિટ*

*ગાજર, તંદુરસ્તી હાજર*

*મગ, સારા ચાલે પગ*

*મેગી, ખરાબ કરે લેંગી*

*ઘઉં, વજન વધારે બહુ*

*ભાત, બુદ્ધિને આપે સાથ*

*સૂકા મરચા, કરાવે વધારે ખર્ચા*

*દહીં, જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી*

*ખજૂર, શક્તિ હાજરાહજૂર*

*દાડમ, કરે મડદાંને બેઠું તેવી શક્તિ*

*દાડમ, વિયાગ્રાનો બાપ*

*જાંબુ, જીવન કરે નિરોગીને લાબું*

*જામફળ, એટલે મજાનું ફળ*

*ધરતીમાતાનું ધાવણ એટલે નારિયેળ*

*દૂધી, કરે લોહીની શુદ્ધિ*

*કારેલા, ના ઉતરવાદે ડાયાબિટીસના રેલા*

*તલ ને દેશી ગોળ, આરોગ્યને મળે બળ*

*કાચું એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું*

*લાલ ટમેટા જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો*

*આદુનો જાદુ*

*ડબલફિલ્ટર તેલ, કરાવે બીમારીના ખેલ*

*મધ, દુઃખોનો કરે   વધ*

*ગુટખા, બીમારીના ઝટકા*

*શરાબ, જીવન કરે ખરાબ*

*દારૂ, રૂપિયા બગાડવાનું બારું*

*શિયાળામાં ખાય બાજરી, ત્યાં આરોગ્યની હાજરી*

*ઈંડુ, તબિયતનું મીંડું*

*દેશી ગોળ ને ચણા, શક્તિ વધારે ઘણા*

*બપોરે ખાધા પછી છાસ, પછી થાય હાશ*

*હરડે, બધા રોગને મરડે*

*ત્રિફળાની ફાકી, રોગ જાય થાકી*

*સંચળ, શરીર રાખે ચંચળ*

*મકાઈના રોટલા, શક્તિના પોટલા*

*ભજીયા, કરે પેટના કજિયા*

*રોજ ખાય પકોડી હાલત થાય કફોડી*

*પાઉને પીઝા, બીમારીના વિઝા*

*દેશી ગોળનો શીરો, આરોગ્યનો હીરો*

*સર્વે સન્તુ નિરામયા*

4 March 2017

શુકનમાં લાપસી જ શા માટે ?

શુકનમાં લાપસી જ શા માટે ?

ખુબ સરસ જાણવા જેવો મજાનો લેખ !!
============================

આપણા વડવાઓ બહુ જ હોંશિયાર, સમજદાર, દીર્ધદષ્ટિવાળા, હિતેચ્છુ અને શુભ ભાવનાઓવાળા હતા. આપણે પ્રત્યેક પર્વ અને વ્રત તેમજ શુભ પ્રસંગોએ ખાવામાં પીવામાં અને આહાર-વિહારમાં જે પણ રિવાજો દાખલ કરવામાં આવ્યા છે, તેની પાછળ શારીરિક તંદુરસ્તી અંગે પૂરેપૂરો વિચાર કરવામાં આવેલો છે. તેની પાછળ સંપૂર્ણપણે આયુર્વેદનો યુક્તાહારનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આની પાછળ પણ વાસ્તવમાં સંપૂર્ણ વિજ્ઞાન જ રહેલું છે. પ્રત્યેક પરિવારોમાં અને ખાસ કરીને બ્રાહ્મણોમાં તો વિશેષ, દરેક શુભ પ્રસંગોએ જમણવારમાં બીજી કોઈ પણ મીઠાઈને બદલે હંમેશા ઘઉંની લાપસી અથવા ચૂરમું (છૂટો લાડુ) પીરસવામાં આવે છે એનું અનેકમાંનું એક કારણ એ છે કે લાપસી એ સલામત રીતે પૌષ્ટિક આહાર છે. લાપસીની બનાવટમાં વપરાતી ઘઉંની અંદરના બીજ, ગોળ અને ઘીની પૌષ્ટિકતાને દૂધપાક, શ્રીખંડ, બાસુંદી, ઘેબર, લાડુ, મોહનથાળ, મેસુર, પૂરણપોળી કે બીજી કોઈપણ માવા મીઠાઈ પહોંચી શકે તેમ નથી.

જેને આપણે વિટામિન્સ તરીકે ઓળખીએ છીએ તે વિટામિન્સ આપણી જીવનશક્તિ વધારે છે. વૈજ્ઞાનિક સંશોધન દ્વારા એ વાત સિદ્ધ થયેલી છે કે ઘઉંનો લોટ જેમ જેમ બારીક દળવામાં આવે છે તેમ તેમ તેની અંદર રહેલા બીજગુણોનું આયુષ્ય પૂરું થઈ જાય છે. મશીન વડે ચાલતી લોટ પીસવાની ઘંટીમાં દળેલો લોટ એકદમ બારીક લોટ હોવાને લીધે તેમાંથી બનેલ ચીજોનું પાચન ત્વરાથી થતું નથી. એક વાત ખાસ યાદ રાખો કે વિટામિન ‘બી’ નો નાશ ઘણી જ સખત ગરમી સિવાય ક્યારેય થતો નથી. મશીનથી ચાલતી ઘંટીમાં જ્યારે ઘઉંને એકદમ બારીક પીસવામાં આવે છે ત્યારે તેમાં એટલી બધી ગરમી થઈ હોય છે કે જેથી તેની અંદરનાં પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.

આપણે આવી દોષયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરી બીમારીઓને આમંત્રણ આપીએ છીએ અને પછી થયેલાં દરદોના ઉપાય માટે હેરાન થઈએ છીએ. આજનું વિજ્ઞાન પણ મશીનના દળેલા લોટમાં થોડુંક ભૂસું નાખીને રોટલી બનાવવાની સલાહ આપે છે. એટલે કે લોટના ચારણને ફેંકી દેવા કરતાં બચાવીને વાપરવું ડહાપણ ભરેલું છે. તેમ કરવાથી આપણને તેનો પૂરેપૂરો લાભ મળે છે અને તેના અભાવે થતી બીમારીઓથી પણ બચી શકીએ છીએ.
લાપસી માટે વપરાતા ઘઉંના ફાડા અગત્યના એટલા માટે છે કે તે ઘઉંની બનાવટ હોવા છતાં પણ તેનું પૌષ્ટિક મૂલ્ય ઘઉં જેટલું જ રહે છે, જ્યારે બીજી બનાવટોમાં થોડુંઘણું પોષણ ઓછું થાય છે. ઘઉંના ફાડામાં ખરેખર આખા ઘઉંના દાણાનો બધો જ ભાગ આવી જાય છે.

ઘઉંના ઉપરના થૂલાના પડમાંથી સ્નાયુઓ માટે ઉત્તમ જાતનું પ્રોટીન મળે છે. વચલા ભાગ કરતાં તે દશ ગણો ક્ષાર પૂરો પાડે છે. જ્ઞાનતંતુ તથા હાડકાં માટે ફોસ્ફરસ અને કાળી દ્રાક્ષ કરતાં બમણા પ્રમાણમાં શરીરમાં રતાશ લાવનારું લોહી પૂરું પાડે છે તેમજ કબજિયાત અટકાવવા માટે તે જરૂરી કૂચો પૂરો પાડે છે. ઘઉંના છોડમાં રફેજ અથવા રેસા અથવા ફાઈબર સારું મળે છે જે પેટ સાફ રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. ઘઉંની મીઠાશ- મધુરતા પણ તેમાં જળવાય છે. ઘઉં રસમાં મધુર અને વીર્ય તેમજ વિપાકમાં શીતલ છે. ઘઉંમાં રહેલાં પ્રોટીન, સ્ટાર્ચ, ફેટ તથા તંતુ મનુષ્યનાં શરીર માટે બળદાયી, પોષક, વીર્યવર્ધક અને પુન:જીવનદાતા છે. લોહીને શુદ્ધ રાખવા માટે તથા બીજી કેટલીક ક્રિયાઓ માટે શરીરને મોટા પ્રમાણમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કલોરિન, સલ્ફર અને આર્યન – આ આઠ જાતના ક્ષારની જરૂરત હોય છે.

ઘઉંમાં આ આઠે આઠ જાતના ક્ષાર સારા પ્રમાણમાં મળી રહે છે અને શરીરને તે થૂલા, ફાડા વગેરે દ્વારા પૂરા પાડી શકાય છે. કબજિયાત અટકાવવા અને આંતરડાંના ખોરાકને ગતિ આપવા ‘કૂચા’ અથવા રેસાવાળા પદાર્થની જરૂરત છે. તે કૂચા પૂરા પાડનારા પદાર્થોમાં થૂલું, ફાડા તથા ફોતરાં ઉત્તમ છે. કારણ કે તે આંતરડાંને છોલતાં નથી. જ્યારે પાચક દવાઓ આંતરડાંને છોલીને દસ્ત લાવતી હોવાથી છેવટે ભયંકર રોગ ઉત્પન્ન કરે છે. થૂલું કાઢી નાંખવાથી લોટમાંથી એવી જાતનાં તત્વો નીકળી જાય છે જેની ઉણપ બીજા કોઈપણ જાતના ખોરાકથી પૂરી કરી શકાતી નથી. આને પરિણામે રોગ ઉત્પન્ન થવાનાં જોખમો વધી જાય છે. પ્રોટીન્સ, વિટામિન્સ અને ક્ષારો એ રક્ષણાત્મક આહાર છે. બાળપણ અને યુવાનીમાં પ્રોટીન વિશેષત જરૂરી છે. લેવાતા આહારમાં ફક્ત પ્રોટીનના અલ્પ પ્રમાણના કારણે જ સમાજમાં માંદગીનું મોટું ચિત્ર છે. ખોરાકના છ ઘટકો કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, ક્ષાર, વિટામિન્સ અને પાણી આ તમામે તમામ ઘટકો ઘઉંમાં સમાયેલા છે અને તેનાથી દુર્બળ-અશક્ત મનુષ્ય પુષ્ટ થાય છે, તેનું વજન વધે છે અને તેની ગેસ તથા કબજિયાતની ફરિયાદ દૂર થાય છે.

આપણા દેશમાં શ્રીમંત વર્ગમાં માલ-મલીદા ખાવા છતાં પણ નિ:સંતાનપણું વિશેષ જોવામાં આવે છે, જ્યારે ગામડામાં ગરીબ લોકોને ત્યાં લૂખો-પાંખો ખોરાક લેવા છતાં પણ બાળકની કતાર લાગેલી હોય છે. તેમના ખોરાકનો અભ્યાસ કરવાથી વૈદ્યો અને વિજ્ઞાનશાસ્ત્રીઓને વિટામિન ‘ઈ’ સંબંધી વિશેષ જ્ઞાન લાધ્યું છે. આ વિટામીન ‘ઈ’ ઘઉંમાં સારા પ્રમાણમાં હોય છે.

વિજ્ઞાનશાસ્ત્રીઓએ વિટામીન ‘ઈ’ને રિપ્રોડકટીવ (સર્જક) વિટામિન તરીકે ઓળખાવેલ છે. બીજી રીતે શરીર બરાબર હોવા છતાં વિટામીન ‘ઈ’ના અભાવે નિ:સંતાનપણું આવે છે તેમ તેઓનું માનવું છે. આજે જગત અનેક પ્રકારની વ્યાધિઓથી પીડિત છે. ડૉક્ટરો વધતા જાય છે, રોજબરોજ નવી દવાઓ અને દવાખાનાં વધતાં જાય છે અને તેમ છતાં માનવીને સાચાં સુખશાંતિ દુર્લભ થતાં જાય છે. આનું કારણ એ છે કે, અથર્વવેદના એક અંગ આયુર્વેદમાં દર્શાવેલા તંદુરસ્તી જાળવવાના નિયમોની ઘોર ઉપેક્ષા થઈ રહી છે અને ખોરાકમાં પૌષ્ટિક તત્વો અથવા તો ઉપયોગી તત્વો જો પૂરતા પ્રમાણમાં લેવામાં ન આવે તો કેટલીક જાતનાં ખાસ દરદો થાય છે અને તેની ખાસ ચિકિત્સા પણ, એ જ ઉપયોગી તત્વોની ખામી દૂર કરવાથી દરદો દૂર થઈ જાય છે. તાત્પર્ય કે, આરોગ્યસંપત્તિ અને સૌંદર્ય સર્વે પૌષ્ટિક આહારથી જ પ્રાપ્ત થાય છે.

શરીર તંદુરસ્ત રહે તેમ દરેક માનવી ઈચ્છે છે, તેમ છતાં તેમ કરવા માટે તે આહારના નિયમોનું પાલન કરતો નથી તે હકીકત છે. અત્યારની નવી પેઢીઓનાં માનવીઓ આ રિવાજોનું પાલન કરતાં નથી. પહેલાં બાળકનું નામ પાડતી વખતે બારમા દિવસે આખા ઘઉંને બાફીને તેની ઘુઘરી બનાવી, ઘુઘરીમાં પણ ગોળ-ઘી નાંખી આપવામાં આવતી હતી. વૈજ્ઞાનિક દષ્ટિકોણથી આ ઘુઘરી તો લાપસી અને ચૂરમા કરતાં પણ વધુ પૌષ્ટિક છે તેમ છતાં, આજના જમાનામાં પોતાને સુધરેલા ગણાવતાં લોકો આટલું નગ્ન સત્ય સમજી શકતાં નથી અને તેઓના શુભ જમણવારોમાં લાપસીને યાદ કરી તે જમાડવાને બદલે લાપસીને રાંધનારા, પીરસનારા અને જમાડનારાની મશ્કરી કરે છે. તેમને વહેમીલા ગણાવી તેમના ઉપર અંધશ્રદ્ધાળુનો આક્ષેપ મૂકી તિરસ્કારની નજરે જોઈ પોતાને આધુનિક ગણાવી ગૌરવ અનુભવવાનો દેખાવ કરે છે અને બાપદાદાઓને મૂર્ખમાં ખપાવવાનો પ્રયત્ન કરે છે.

આ બધાના પરિણામે અત્યારે મેંદાના લોટનો વપરાશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. પણ પ્રયોગથી એ વાત સાબિત થઈ ચુકેલી છે કે મેંદો શરીરને પોષવાને બદલે નુકશાન પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલા માટે આપણા વડવાઓ આજે પણ કહે છે કે આડા દિવસોમાં તમે એવો પોષ્ટિક આહાર નિયમિત ખાતા જ નથી પણ સારા પ્રસંગોમાં શુભ અવસરે શુકનમાં તો આ લાપસી કે ચૂરમું ખાઓ ! આવાં જીવનતત્વ અને વિટામીનથી ભરપૂર લાપસી જેવા ખોરાકને શુભ પ્રસંગોએ જમણવારમાં તો સમાવીએ ખરા જ પરંતુ નિયમિત ખોરાકમાં પણ તે અપનાવી લેવામાં જ શાણપણ છે એવું નથી લાગતું ?

9 December 2016

જામનગરનો પ્રખ્યાત ઘુટો (Jamnagari Ghuto)

🍲🍲🍲🍲🍲🍲🍲🍲
જામનગરનો પ્રખ્યાત ઘુટો (Jamnagari Ghuto)

જામનગરનો પ્રખ્યાત ઘુટો (Ghuto)

સામગ્રી:

૧/૪ કપ ફોતરાવાળી મગની દાળ
૧/૪ કપ ચણાની દાળ
૧ વાટકી લીલા વટાણા
૧ વાટકી લીલા ચણા
૧ વાટકી લીલી તુવેર
૧ વાટકી લીલી ચોળી
૧ વાટકી ગુવાર
૧ વાટકી વાલોળ- પાપડી
૧ વાટકી દુધી
૧ વાટકી રીંગણા
૧ વાટકી ગાજર
૧ વાટકી કોબી
૧ વાટકી ટમેટા
૧ વાટકી સુધારેલી પાલક
૧ વાટકી મેથી
૧ વાટકી કાકડી
૧/૨ વાટકી ફ્લાવર
૧/૨ વાટકી બટેકા
૧/૨ વાટકી ડુંગળી
૧/૨ વાટકી લીલું લસણ
૧/૪ કપ લીલી હળદર
૧.૫ ઇંચ જેટલું આદુ
૧/૩ કપ લીલા તીખા મરચા
મીઠું
૩ મોટા ગ્લાસ પાણી
વધાર:
૧ ચમચો તેલ
૧/૩ વાટકી ઝીણી સમારેલ ડુંગળી
૧/૩ વાટકી ઝીણું સમારેલ ટમેટું
૧ ચમચી જીરું

રીત:

સૌ પ્રથમ મગ અને ચણાની દાળને ૪-૫ કલાક માટે પલાળી દેવાની. પછી બધું શાક ધોઈ, સુધારી લેવું. કુકરમાં બધું શાક અને બને પલાળેલી દાળ, મીઠું નાખી ૩-૪ સીટી કરી લેવી.

પછી કુકરમાં બ્લેન્ડરથી અધ્ધકચરું પીસી લેવું. પછી એક વાસણમાં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે જીરું, ડુંગળી, ટમેટાનો વધાર કરવો. બરાબર ચડી જાય એટલે બાફેલ ઘુટો મિક્ષ કરી દેવો, લીંબુનો રસ ઉમેરી ગેસ બંધ કરી દેવો.

ઉપરથી કોથમીર વડે ગાર્નીશ કરવું. તો તૈયાર છે ગરમ ગરમ ઘુટો. ઘુટો રોટલા, માખણ, લીલી ડુંગળી, પાપડ, ગોળ જોડે સર્વ કરવાનો.

નોંધ:

* રોટલા વહેલા બનાવી લેવા. ઠંડા રોટલા જોડે વધારે મજા આવે.
* ઘુટાને ચોળીને અથવા રેગ્યુલર જેમ જમતા હોય તેમ જમી શકાય.
* ઘુટા જોડે બ્રેડ પણ સરસ લાગે.
* શાક જે વધઘટ કરવું હોય તે આપની રૂચી અનુસાર કરી શકો.
* વધારે તીખાશ માટે લીલા મરચાની પેસ્ટ ઉપરથી મિક્ષ કરી શકાય અથવા તળેલા મરચા જોડે જોડે ખાઈ શકાય
🍲🍲🍞🍲🍞🍲🍞🍲🍞

28 October 2016

ઘઉં ખાવાથી શરીર ફૂલે , 'ને જવ ખાવાથી ઝૂલે

-ઘઉં ખાવાથી શરીર ફૂલે , 'ને જવ ખાવાથી ઝૂલે ;
મગ ને ચોખા ના ભૂલે , તો બુદ્ધિના બારણા ખુલે ...

-ઘઉં તો પરદેશી જાણું , જવ તો છે દેશી ખાણું ;
મગ ની દાળ ને ચોખા મળે , તો લાંબુ જીવી જાણું ...

-ગાયના ઘી માં રસોઈ રાંધો , તો શરીરનો મજબૂત બાંધો ;
'ને તલના તેલની માલીશ થી , દુઃખે નહિ એકે ય સાંધો ...

-ગાયનુ ઘી છે પીળું સોનુ , 'ને મલાઈ નું ઘી ચાંદી ;
હવે વનસ્પતિ ઘી ખાઈને , થાય સારી દુનિયા માંદી ...

-મગ કહે હું લીલો દાણો , 'ને મારે માથે ચાંદું ;
બે ચાર મહિના મને ખાય , તો માણસ ઉઠાડું માંદું ...

-ચણો કહે હું ખરબચડો , મારો પીળો રંગ જણાય ;
જો રોજ પલાળી મને ખાય , તો ઘોડા જેવા થવાય ...

-રસોઈ રાંધે જો પીત્તળમાં , 'ને પાણી ઉકાળે તાંબુ ;
જો ભોજન કરે કાંસામાં , તો જીવન માણે લાબું ...

-ઘર ઘર માં રોગના ખાટ્લા , 'ને દવાખાના માં બાટલા ;
ફ્રીજ ના ઠંડા પાણી પીને , ભૂલી ગયા છે માટલા ...

-પૂર્વે ઓશીકે વિદ્યા મળે , દક્ષિણે ધન કમાય ;
પશ્ચિમે ચિંતા ઉપજે , 'ને ઉત્રરે હાનિ થાય ...

-ઊંધો સુવે તે અભાગ્યો , ચતો સુવે તે રોગી ;
ડાબે તો સૌ કોઈ સુવે , જમણે સુવે તે યોગી ...

-આહાર એ જ ઔષધ છે , ત્યાં દવાનુ શું કામ ;
આહાર વિહાર અજ્ઞાનથી , દવાખાના થાય છે જામ ...

-રાત્રે વહેલા જે સુવે , વહેલા ઉઠે તે વીર ;
બળ બુદિધ ને તન વધે સુખ માં રહે શરીર
🍏🍎🍐🍊🍋🍋🍌🍉🍉🍇🍓🍈🍒🍑🍍🍅🌽

21 September 2016

ડેન્ગ્યૂનો અક્સીર ઈલાજ

ડેન્ગ્યૂનો અક્સીર ઈલાજ

ચેપ લાગ્યાનાં ચાર-પાંચ દિવસ પછી ડેન્ગ્યૂની અસર દેખાય છે. તાવ, માથાનો દુઃખાવો, ઊલટી, સ્નાયુઓ અને સાંધાનો દુઃખાવો અને ચામડીની લાલાશ એ ડેન્ગ્યૂનાં લક્ષણો છે. આપણે ઈલાજ જોઈએઃ

બે વખત પપૈયાંનાં પાનનો રસ પત્થર વડે, પાણી ઉમેર્યા વિના કાઢીને લેવાનો. ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સનાં કણો ઘટી જાય છે જેને ફરીથી વધારવાનું કામ પપૈયાનાં પાન કરે છે,
દરરોજ શરીરમાં ત્રણથી ચાર લિટર જેટલું પ્રવાહી જવું જરૂરી છે. જ્યૂસ અને પાણી સતત લેવાનાં ચાલુ જ રાખવાનાં છે,
તાવ માટે પોતાની મેળે કોઈપણ એલોપથીની ગોળી ન લેશો. કારણકે સામાન્ય લાગતી બ્રુફેન કે ડિસ્પીરીન જેવી દવાઓથી પણ લોહી પાતળું થઈ જવાથી મગજમાં હેમરેજ થઈ શકે છે જેનાથી દર્દીનું મૃત્યું થાય છે. આવી દવા માટે એલાેપથીનાં ડાેક્ટરની પાસે જ જવું જરૂરી છે,
જો દર્દી જરૂરી પ્રમાણમાં પ્રવાહી ન લઈ શકે તો એને તાત્કાલિક હાેસ્પિટલમાં દાખલ કરવો જરૂરી છે. ત્યાં એને બાેટલ મારફતે પ્રવાહી અને ગ્લુકોઝ ચડાવવાની જ વધુમાં વધુ જરૂર હોય છે. ગયાં વર્ષે જ મારે મારી દીકરીને બે દિવસ માટે હાેસ્પિટલમાં રાખવી પડી કેમ કે એ જરૂરી માત્રામાં પાણી કે જ્યૂસ નહોતી લઈ શક્તી અને સૂઈ જતી હતી.
એક ચમચી ગળો અને અડધી ચમચી દાડમની છાલનો પાવડર અડધો ગ્લાસ પાણીમાં જરાક વાર ઊકાળી, થોડું પાણી બચે એટલે ઠંડો કરી, ગાળીને દિવસમાં એક વખત આપી શકાય છે. ગળોથી દરેક પ્રકારની રાેગપ્રતિકાર શક્તિ(immunity) વધે છે. ડેન્ગ્યૂમાં રોગપ્રતિકાર શક્તિ ઘટે છે.
ત્રણ ખજૂર અને નવ દાણાં સૂકી કાળી દ્રાક્ષને અડધાંથી એક ગ્લાસ પાણીમાં બે-ચાર કલાક પલાળી રાખ્યાં બાદ આ પાણી પી જવાનું અને ખજૂરને ચાવી જવાની. દરરોજ બે વખત આ પ્રયોગ કરવાથી બ્લડપ્રેશર ઘટતું અટકે છે. ડેન્ગ્યૂમાં બ્લડપ્રેશર ખૂબ ઘટી જાય છે જેનાંથી માેટું જોખમ પેદા થાય છે.
સૂતાં સૂતાં જ દર્દીએ ઊંડા શ્વાસ લેતાં રહેવાનું છે. સવાર-બપોર-સાંજ-રાત્રિ એમ ગમે ત્યારે કેવળ બે જ મિનિટ માટે ઊંડા શ્વાસ લેવાથી ધબકારા કાબૂમાં રહે છે. આ બીમારીમાં ધબકારા ઘટી જાય છે.
ડેન્ગ્યૂમાં લિવરને નુકસાન થાય છે, લિવર મોટું પણ થઈ શકે છે. આવા સંજોગોમાં આહારમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આપણે ઔષધ અને આહારનાે કાર્યક્રમ સમય સાથે સમજી લઈએઃ

5.45 વાગે સવારેઃ પપૈયાનાં એક પાનનો રસ(પત્થર વડે પાણી ઉમેર્યા વગર આ રસને કાઢવાનો છે),
6.30 વાગેઃ કિવી, ડ્રેગન ફ્રૂટ અથવા લીંબુ શરબત
7.30 વાગેઃ ચા-કોફી લેવાની આદત હોય તો એક કપ ચા કે કોફી,
8.30 વાગેઃ ખજૂર-જ્યૂસ
10.00 વાગેઃ  એક ગ્લાસ જેટલાે ગોળવાળો લીંબું શરબત(એક લીંબું અને બે ચમચી ગોળ, જરાક જ મીઠું),
10.30 વાગેઃ અડધો ગ્લાસ પાણી,
11.00 વાગે ઃ ગળો અને દાડમનાં પાવડરનું મિ્કસ પાણી,
11.30 વાગેઃ પાઈનેપલ-એપલનો મિક્સ જ્યુસ,
12.30 વાગેઃ અડધાથી લઈને બે ગ્લાસ સુધી પાણી,
1.00 વાગે બપોરેઃ એકથી બે કપ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે ખાખરાં કે મમરાં,
2.30 વાગે ઃ ગોળવાળો લીંબુ શરબત,
4.00 વાગેઃ ચા-કોફી પણ અોછી માત્રામાં,
5.00 વાગેઃ ફરીથી પપૈયાંનાં પાનનો રસ,
6.00 વાગેઃ પાઈનેપલ-એપલનો જ્યુસ,
6.30 વાગેઃ અડધાથી એક ગ્લાસ પાણી,
7.30 વાગેઃ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે જરાક મમરાં કે ચોખાનો શેકેલો પાપડ(સારેવડા) આપવો, દર્દીને સાજો કરવાનો છે એટલે એની દયા ન ખાવી,
8.30 વાગેઃ એક ગ્લાસ પાણી,
9.00 વાગેઃ એક ગ્લાસ પાણી,
10.00 વાગે રાત્રેઃ ખજૂર-દ્રાક્ષનો જ્યુસ કે પાણી પીને બધું ચાવી જવું.
રીપાેર્ટ નોર્મલ આવે એટલે ધીમે ધીમે અગાઉનાં મૂળ આહાર પર આવી જવું.
ફરીથી યાદ કરાવું કે કોઈકનાં બાળકનાં જીવન માટે થઈને પણ આ બ્લોગને શક્ય એટલાં વધુ પ્રમાણમાં શેર કરો, આમાં પૂરો વૈજ્ઞાનિક અને અતિ ઝડપી ઈલાજ છે. પ્રભુ આપનું પણ કલ્યાણ કરશે.

શરૂઆતમાં બે-ત્રણ દિવસ તો દિવસમાં બે વખત એટલે કે સવાર-સાંજ પ્લેટલેટ્સનાં રીપોર્ટ કઢાવવાં જરૂરી છે જેનાંથી આપણને ખબર પડે કે પ્લેટલેટ્સ કેટલાં ઘટે છે. શરૂમાં ઘટશે અને પછી ધીરે ધીરે 1,50,000થી ઉપર જશે. મોટાભાગની લેબોરેટરીમાં ઓટોમેટિક મશીનથી જ રીપોર્ટ નીકળે છે.

ડેન્ગ્યૂમાં લોહીમાં રહેલાં પ્લેટલેટ્સનાં કણાે ઘટી જાય છે. શરીરમાં રહેલી નાની-મોટી નળીઓમાં કોઈ ને કોઈ કારણોસર  ગમે ત્યારે લોહી નીકળે એટલે પ્લેટલેટ્સનાં કણો એને બંધ કરી દે છે. લોહીની આવી તૂટેલી નળીઅોને રિપેર કરવાનું કામ પણ પ્લેટલેટ્સનું જ છે..! પરંતુ ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સ ઘટી જાય છે એટલે લોહી જાેઈએ એટલાં પ્રમાણમાં ગંઠાતું નથી.

મિત્રો, થોડાંક દિવસ અનાજ, રૂટિન ભોજન ન મળે તો દર્દી ઝડપથી સાજો થઈ જાય છે. આપનાં બાળકનું જીવન અગત્યનું છે એટલે લાગણીમાં તણાઈને એેને આ લિસ્ટ સિવાય ગમે તે વસ્તુ ખવડાવશો નહીં. હજુ સુધી આધુનિક વિજ્ઞાન પાસે દુનિયાભરમાં ડેન્ગયૂ માટે કોઈ સટીક ઈલાજ શોધાયો નથી, સંશોધન ચાલું છે..! ઉપરનાં ટાઈમટેબલ અનુસાર ચાલવાથી ખૂબ ઝડપથી દર્દી સાજો થશે.