જે લોકોને સમય નક્કી કરવા ત્રણ ત્રણ પરિપત્રો કરવા પડે...એ લોકો ત્રણ કલાકમાં આપણું મૂલ્યાંકન કરશે..આવી વિરલ ઘટના સદીમાં એકજ વાર બને છે.. તો આ ક્ષણે મનમાં વિચારોની આંધી ઊઠે છે.. કે આમતો ગુણોત્સવ વિધાર્થીની પરિક્ષા છે પણ કેમ જાણે લેવાતી શિક્ષકોની હોય તેવો ઘાટ ઘડાયો છે..તો શું આખી સરકારી સિસ્ટમમાં એક શિક્ષકજ કામચોર અને બાકીનાં બધાં દૂધે ધોયેલાં..??
કેમ રેવન્યુ વિભાગમાં કોઈ ઉત્સવ નહીં.. ત્યાં જમીનનાં સોદા સાદગીથી પડતા હશે..?
કેમ સચિવાલયમાં કોઈ ઉત્સવ નહિ..ત્યાં બધા વિભાગોમાં ફાઈલો ફટાફટ દોડતી હશે...?
કેમ વિધાનસભામાં કોઈ સુધારણા કાર્યક્રમ નહિ.. ત્યાં માઇક નો ઉપયોગ માત્ર મીઠું મીઠું બોલવાજ થતો હશે??
કેમ..બેંકોમાં કોઈ ઉત્સવ નહીં.. એમના પૈસે તો ઘણા ઉત્સવો વિદેશમાં પણ થાય છે..!! કે પછી કોઈને ત્રીજા લગ્ન કરવા 9000 કરોડ ની નાણાંકીય સહાય કરવી એ એમની પરંપરા નો ભાગ છે??
ગુણોત્સવ નો આશય શું છે એ આજ દિન સુધી સમજાતું નથી..
શુ કોઈ શાળાનું..શાળામાં કામ કરતાં શિક્ષકોનું..એકજ દિવસમાં મુલ્યાંકન કરી શકાય..?
શું ભારત નું ભાવિ ઘડનારા ઘડવૈયાઓને અંગ્રેજી માં એ.બી.સી.ડી ના આવડતી હોય તેવા લોકો પાસે મુલવવાનાં..??
શુ લખવું ને શુ ના લખવું મને સમજાતું નથી..
જે દેશનાં ભવ્ય ભુતકાળનાં ઉદાહરણ આપી લોકો ગર્વ મહેસુસ મહેસુસ કરતાં હતાં જે દેશની ગરીમાનું છેલ્લા થોડાં વર્ષોમાં ચીરહરણ થયું હોય એવું લાગી રહ્યું છે....
પણ શું કરીએ..
આપણે તો માત્ર વાતોજ કરી શકીશું.... કારણકે આપણે આપણી સહનશક્તિ સારા એવા પ્રમાણમાં વિકસાવી લીઘી છે....બહું લખાઈ ગયું..બહુ ઠલવાઇ ગયું..
પણ શું કરૂ..
આજે આ લાગણીઓનો લાવરસ રોક્યો રોકાતો નથી...
કારણ મારું બાળક.. કે જેને કેળવણી આપવાની મારી જવાબદારી છે.. તેજ હું આ સરકારી તાયફાઓમાં અદા ન કરી શકું..જેની પાછળ એના ખેડૂત કે નાની નોકરી કરતાં માં બાપનાં અરમાન હોય કે મારો દીકરો કે દિકરી નિશાળ માં જઈ ભણશે.. કંઈક બનશે..અને અમને આ સ્થિતિમાંથી બહાર લાવશે.. તેવા બાળકોનાં શિક્ષણને જ્યારે પ્રચાર નું માધ્યમ બનાવી દેવામાં આવે.. એમને મફતમાં સરકારી બ્રાડ એમ્બેસેડર બનાવી દેવામાં આવે અને જ્યારે હું એક આશાસ્પદ વિધાર્થીના વાલી ને એના બાળકનાં શિક્ષણનાં અભિપ્રાય માટે ફોન કરું.. અને એ બાપ ખેતરમાંથી પોતાનું હળ છોડીને દોડીને મારી પાસે આવે અને આજીજી કરતા કરતા એની આંખો ઉભરાઈ આવે ત્યારે આ મન ઉકળી ઊઠે છે,એ.સી વાળા ઓરડામાં પણ પરસેવો વળે છે અને અંતર ના ઉંડાણ માંથી એકજ અવાજ આવે છેકે..
"બંધ કરોઆ ખોટા તાયફા...
અમારું કામ અમને કરવા દો..
અમને બસ ભણવા દો...
અમને બસ ભણાવવા દો".......
Pages
- હોમ
- પરિપત્રો પ્રાથમિક
- SUPER VIDEO
- ગુજરાતી,
- હિન્દી
- સંસ્કૃત
- અંગ્રેજી
- ગણિત
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- કોમ્પ્યુટર
- પર્યાવરણ
- પુસ્તક સાહિત્ય
- C.C.C.ઉપયોગી
- 2 થી 8 ની કવિતાઓ
- શાળાના ફોટોગ્રાફ્સ
- પ્રવાસ
- પ્રાર્થનાસભા
- ઇકો ક્લબ
- બાળવાર્તાઓ ડાઉનલોડ
- શાળા પત્રકો
- ચિત્ર,સંગીત,વ્યાયામ
- MOBILE PHONE
- Mp3 Song
- બાળ અભિનય ગીતો
- સાંસ્કૃતિક કાર્યક્રમો
- ધોરણ-12
- સામાજિક વિજ્ઞાન
- પ્રજ્ઞા
ચાલતી પટ્ટી
4 April 2018
એ.સી વાળા ઓરડામાં પણ પરસેવો વળે છે અને અંતર ના ઉંડાણ માંથી એકજ અવાજ આવે છેકે..
ગુણોત્સવથી ગુણવત્તા વધે એવા વ્હેમ માંથી આપણે ક્યારે બહાર નિકળીશું?
ગુણોત્સવથી ગુણવત્તા વધે એવા વ્હેમ માંથી આપણે ક્યારે બહાર નિકળીશું?
ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશી એ એક વાર કહેલું,“ સમસ્યાનુ મૂળ અને નિરાકરણ બંન્ને માટે કેળવણી જવાબદાર છે.”
કેળવણીનો સાચો અર્થ સમજ્યા વગરનું બધુ નકામુ . MLL અને પ્રજ્ઞાથી જો કોઇ ફરક ન પડ્યો હોય તો આપણો વ્યાયામ પાણીમાં ગયો.? અને હવે તો “લર્નીંગ આઉટકમ્સ” જેવો નવો શબ્દ આવ્યો છે.
મૂળવાત આપણે શિક્ષણમાં દિશા ભટકેલા મુસાફરો છીએ. હજારો કિલોમીટર ચાલીએ છીએ પણ પહોંચતા ક્યાય નથી.! ફરી પાછા જ્યાં હતા ત્યાં.
કેટલાક શિક્ષકો અભ્યાસક્રમ બહાર જઇને ભણાવવાની હિંમત કરે છે. ત્યાં બાળકો સાચી કેળવણી પામે છે. તેમને ચાર દિવાલમાં ગોઠતું નથી. પ્રત્યક્ષ અનુભવમાં માનનારા આ શિક્ષકો ગુણોત્સવથી પર છે. તેઓ ઘડિયાળના કે અભ્યાસક્રમના મોહતાજ નથી હોતા. બાળકોમાં પ્રમાણિકતા, ચતુરાઇ અને પરિશ્રમ વગેરે ગુણોનું સિંચન એ જ તેમનો ગુણોત્સવ. લાગણીની ખેતી કરતા આ શિક્ષકો બાળકોના પ્રેમ અને સ્નેહથી ભીંજાતા હોય છે.એક મિનીટ પણ બાળકોથી દૂર થવાય તો એ તેમને મન ‘મેમો’ મળ્યાં બરાબર છે.મફતનો પગાર તેમને ના ખપે.પગાર કરતાં વધુ આપવાની તેમની ખેવના હોય છે. તેઓ સાચા અર્થમા વર્ગ ને સ્વર્ગ બનાવવા મથતા હોય છે.તેઓ બાળકો અને વાલીઓમાં પ્રિય હોય છે. આવા શિક્ષકોની પરીક્ષા કે ટેસ્ટ લેવાની હિંમત ક્યા અધિકારી દાખવશે?
Copy paste from Dr.santosh Devkars Wall
19 March 2018
मगर क्या करता वह उस फरमान के आगे बेबस था .
स्कूल में सब खुश थे
क्योंकि सारे बच्चे पास थे
जो आये, वो पास
जो नहीं आये, वो भी पास
जिसने परीक्षा दी, वो पास
जिन्होंने नहीं दी, वो भी पास
सब खुश
बस दुखी था, तो वह अध्यापक जो इनकी इस खोखली नींव से भविष्य में होने वाले पतन को देख रहा था
मगर क्या करता वह उस फरमान के आगे बेबस था ....थाप लगाने, हाथ रखने तक का अधिकार छीन लिया हर कुम्हार से...!!
फिर कहते हैं, हमे बर्तन साफ, सुथरे, मजबूत और अच्छे चाहिये...!!
*"समस्त शिक्षकों को समर्पित !!"*
આવો ગુણોત્સવ કરીયે
આવો ગુણોત્સવ કરીયે
ગુણવત્તા જાય તેલ લેવા
આવો ગુણોત્સવ કરીયે
શિક્ષકોને સજા કરવા
આવો ગુણોત્સવ કરીયે
વિધાનસભામાં અમે જઘડશું
પણ શાળામાં શાંતિ જોઈશે
ભણવાના દિવસો ચોરીને
આવો ગુણોત્સવ કરીયે
અમારી ઓફિસો ભલે ગોબરી ગંધારી
પણ શાળા ચોખ્ખી ચણાક જોઈશે
શિક્ષકોને ધમકાવવા કાજે
આવો ગુણોત્સવ કરીયે
અમે તો મંત્રીશ્રી છીએ શિક્ષણના
અમારે ખાનગી શાળાઓને કશું નહિ કહેવાનું
સરકારી શિક્ષકોને નીચા બતાવવા
આવો ગુણોત્સવ કરીયે
અમારું કામ તો ખાનગી શાળાઓને છે મદદ કરવાનું
આર.ટી.ઈ.ના નામે એમના ખિસ્સા ભરવાનું
સરકારી શાળામાંથી વિદ્યાર્થીઓને ભગાડવા
આવો ગુણોત્સવ કરીયે.
1 May 2017
*शिक्षक श्री अे नीभाववाना कागल,फ़ाइल, पत्रक नी यादी, जे दरेक शिक्षक ने खूब ज उपयोगी थशे*
*शिक्षक श्री अे नीभाववाना कागल,फ़ाइल, पत्रक नी यादी, जे दरेक शिक्षक ने खूब ज उपयोगी थशे*
*1.*
*हाजरी पत्रक*
*2.*
*वाली संपर्क रजिस्टर*
*3.*
*दैनिक आयोजन बुक*
*4.*
*SCE पत्रक- A*
*5.*
*SCE पत्रक- B*
*6.*
*SCE पत्रक- C*
*7.*
*SCE पत्रक- E*
*8.*
*विद्याथी प्रोफाइल, जेमा आधार कार्ड, रेशन कार्ड, बैंक अकाउंट, वाली मोबाइल नंबर*
*9.*
*SCE अंतर्गत लिधेल कसोटी फ़ाइल*
*10.*
*प्रोजेक्ट फ़ाइल*
*11.*
*विशिष्ट प्रवूती फ़ाइल*
*12.*
*टी एल एम (TLM) रजिस्टर*
*13.*
*वार्षिक आयोजन*
*14.*
*समय पत्रक*
*15.*
*गत गुनोत्सव नू रिज़ल्ट पोताना वर्ग नू*
*16.*
*वा. ग. ले. अंतरगत करेल प्रवूती फ़ाइल*
*17.*
*पोताना वर्ग के विषय ने उपयोगी TLM नू तेमज पुस्तको नू लिस्ट*
*18.*
*पोताना वर्ग ना बालक ने कोई गंभीर तकलीफ होई तो तेनी यादी*
*19.*
*विशिष्ट जरूरीयात वाला बालको नी यादी*
15 January 2017
ગુણોત્સવ-૭ ની પુર્વ સન્ધ્યાએ......
ગુણોત્સવ-૭ ની થેલી પેકિઁગની ધ્યાનમાઁ રાખવાની બાબતો:
બાબત -1. ધોરણ 6,7,8 ની અલગ અલગ થેલીમાઁ ઓ.એમ.આર મુકવી. બાબત - 2.ગેરહાજર બાળકોની ઓ.એમ.આર મુકવાની નથી.બાબત-3. ધોરણ 6,7,8 માઁ એલ.સી લ ઇ ગયેલ બાળકોની ઓ.એમ.આર કોરી રાખવી.જેને ૧ અલગ થેલીમાઁ ભરવી અને રોજકામ પત્રક-૧ ભરીને સાથે મુકવુઁ. 4. એલ.સી લ ઇ ને આવેલ જે બાળકોનુઁ નામ યાદી માઁ નથી કે તેના નામની છાપેલી ઓ.એમ.આર આવેલ નથી તેવા બાળકોનુઁ રોજકામ પત્રક-૨ ભરીને આ જ થેલી માઁ મુકશો.અને આ બાળકોની ઓ.એમ.આર હાજર બાળકોની જે તે ધોરણની ઓ.એમ.આર સાથે મુકવી. બાબત-4- રોજકામની કોથળી પર રોજકામ પત્રક ૩ લગાવશો.
ધોરણ ૨ થી ૮ વાઁચન,લેખન,ગણન માઁ જે બાળક ગેરહાજર હોય તેના નામ સામે ખાનુઁ કોરૂ રાખવાનુઁ છે .અર્થાત ગેરહાજર બાળક ના ખાના માઁ કાઁઇ લખવાનુઁ નથી.
ગુણોત્સવ-૭ ની પુર્વ સન્ધ્યાએ......... મિત્રો કેટ્લીક ગુણોત્સવ દરમ્યાન ઉપયોગી માહિતી નીચે મુજબ છે. જે ધ્યાને રાખીશુઁ. 👉 ધોરણ ૨થી૫ માટે આપેલ ફ્રેમનો જ ઉપયોગ કરીશુઁ.👉 ધોરણ ૬થી૮ વાઁચન,લેખન, ગણન ના મૂલ્યાઁકન માટે આપેલ ધોરણ 5 ની ફ્રેમનો ઉપયોગ કરીશુઁ. 👉 લેખન મૂલ્યાઁકનનુઁ શ્રુતલેખન વર્ગશિક્ષકે કરાવવાનુઁ છે.આવનાર કોઇ બાહ્યમૂલ્યાઁકનકારપોતે લેખન કરાવવાનો આગ્રહ રાખે તો ગુણોત્સવ માર્ગદર્શિકા પેજ નઁ-7 પરની સુચના બતાવવી. કારણકે વિધ્યાર્થીઓ શિક્ષકના લ્હેકાથી ટેવાયેલા છે.લ્હેકો બદલાય તો પણ વિધ્યાર્થીઓ બરાબર લખી શકતા નથી. 👉 ગણન માટે ફ્રેમ માઁથી 5 દાખલા કા.પા પર લખાવવા.મોઢેથી બોલીને નહી. 👉 આપેલ ટાઇમટેબલ મુજબ કામ કરવુઁ 👉 ધો.૬થી૮ માઁ વિધ્યાર્થીઓને નઁબરA,B,C,D પેપર Day 1,2,3 વગેરે લખવામાઁ શિક્ષકે મદદ કરવી. સુપરવિઝન દરમ્યાન શિક્ષકે વર્ગ છોડવાનો નથી.
👉 બિલકુલ ધીરજથી કામ કરવાનુઁ છે.જેથી ભુલ રહેવા ના પામે. ઓ.એમ.આર માઁ કોઇ જગ્યાએ વ્હાઇટનર નો ઉપયોગ કરવાનો નથી. 👉 ઓ.એમ.આર માઁ બબલ કરવા માટે જાડા પોઇંંટની ઘાટી બોલપેનનો ઉપયોગ કરવો. દા.ત. LIQUIFASTની ૧૦રૂ.વાળી પેન.જેનાથી સ્કેનર સારી રીતે ઘુઁટેલુઁ રીડ કરી શકે. 👉ધોરણ 6 થી 8 ના પ્રશ્નપત્રો 4 કેટેગરી ના આવવાના હોઇ કોઇ પણ એક જ ધોરણ ના વિધ્યાર્થીઓ કોપી ના કરે.કારણકે A,B,C,D ચારે પ્રકારના પ્રશ્નપત્રો ના પ્રશ્ન ક્રમાક આડા અવળા હશે. 👉 બેઠક વ્યવસ્થા એક બેંચ પર ૨ વિધ્યાર્થી બેસી શકે તેવી રાખવી.અને આજુ બાજુ કે આગળ-પાછળ એક ધોરણના વિધ્યાર્થીઓ નજીક ના બેસે તેવી Z આકાર ની બેઠક વ્યવસ્થા કરવી.
10 January 2017
માસ્તર, પ્રશ્ન માત્ર વિધ્યાર્થીને જ પૂછાય , અમને નહિ, શું સમજ્યા???
Ek kavy અછાંદસ.....
શિક્ષક મિત્રો, આપણે ભારત દેશના ભાવિ નાગરિકોને (બાળકો)ઘડ્વાના છે,
બોલો કરશો ને?
જી, સર.
વસતિ ગણતરી?
જી, સર.
ઢોર ગણતરી?
જી, સર.
ઇલેકશન ડ્યુટી?
જી, સર
. વિજ્ઞાનમેળો?
જી, સર.
ગરીબ કલ્યાણ મેળો?
જી, સર.
સંડાસ બાંધકામ?
જી, સર
. ગુણોત્સવ ?
જી, સર.
પ્રવેશોત્સવ?
જી, સર.
બી.એલ.ઓ.
જી, સર.
રુટ કંડક્ટર?
જી, સર.
વાંચે ગુજરાત ?
જી, સર.
તાલીમ ?
જી, સર.
લોકોને સમજાવવા,? (શૌચ)
જી, સર.
આધાર કાર્ડ (બાળકોના)
જી, સર.
બેંક અકાઉંટ (બાળકોના)
જી, સર.
સર, એક વાત પૂછુ?
હં...
હું ભણાવું ક્યારે, સર?
માસ્તર, પ્રશ્ન માત્ર વિધ્યાર્થીને જ પૂછાય ,
અમને નહિ, શું સમજ્યા???
જી, સર.
.................................ડો. સંતોષ દેવકર
9 January 2017
ગુણોત્સવ-7
ગુણોત્સવ-7
પાંડવો અને કૌરવો ગુરુ દ્રોણ ના આશ્રમમા જ અભ્યાસ કરતા.
તો શું હસ્તિનાપુરનું રાજકારણ તેમનો ગુણોત્સવ કરવા જતું..?
એક જ આશ્રમ માં ભણતા સમર્થ શિક્ષક ના શિષ્યો નો ગ્રેડ સમાન ન હતો રહેતો.
પાંડવો A ગ્રેડ ના અધિકારી બનતા તો કૌરવો E ગ્રેડ મેળવવામાં પાછી પાની કરે તેમ ન હતા.
આમાં દોષ કોનો દ્રોણ નો..??
ભર ચોમાસે મોરનો ટહુકો જો આપણા હૃદય ને ના ભીંજવી શકે તો એમાં દોષ મોર નો કે પછી આપણા હૃદય નો...?!!
ગુણોત્સવ શબ્દ જ યોગ્ય નથી. ઉત્સવ હોય ત્યાં દરેકના મોઢા પર પ્રસન્નતા હોય છે.
ગુણોત્સવ શબ્દ જ યોગ્ય નથી. ઉત્સવ હોય ત્યાં દરેકના મોઢા પર પ્રસન્નતા હોય છે. અહી તો વિદ્યાર્થીના મોઢા પર કુકર જેટલું ને માસ્તરના મોઢા પર બોઈલર જેટલું દબાણ દેખાય છે. આને ઉત્સવ કહેવો જ કેમ? જેમા ભણેલાઓનું મૂલ્યાંકન અભણ કરે. વહીવટી અધિકારિઓ (અહિ વહીવટ શબ્દને બીજા અર્થમાં ન લેવો.) ગુરૂને સામે ઉભો રાખી ખખડાવશે. વિદ્યાર્થી બીચારો બની આ દ્રશ્ય જોશે. પછી અધિકારીઓ દ્વારા કહેવામાં આવશે આ બાળકને મૂલ્ય શીખવો. મિત્રો રજનીશ એમ કહેતા શિક્ષક નિર્ભય નહી પણ અભય હોવો જોઈએ. એને બદલે આજે શિક્ષકને ગુણોત્સવના નામે ધાક કહો કે ધમકી પણ શિક્ષકને બીકણ બનાવી દિધો એ વાસ્તવિક છે. અને એક બીજા શિક્ષક વચ્ચે ખટરાગ થવા લાગ્યો છે. જેમકે આજ કાલ સીઆરસી બીઆરસી શિક્ષકોમાંથી જ હોવા છતાં શિક્ષકો અને તેમની વચ્ચે વૈમન્સય ઉભુ કરી દીધુ. હવે ગુણોત્સવ બાદ અપરપ્રા. અને પ્રા. વચ્ચે ખાય થવાની. કારણ અપર ને પ્રા વચ્ચે પગારમાં કોઈ ફેર નહી અને એજ્યુ. ઉચુ અને વધુ કામ છતાં પરિણામ ઉચ્ચવાળાનુ જ નબળુ આવશે. અને એની એસબી માં નોધ થશે. ઓશુ એજ્યુ અને એટલો જ પગાર પહેલું બીજુ ધો ભણાવનારને કૌઈ મૂલ્યાકન નહી. એટલે માનસિક તનાવ વધશે જ. બીજુ કેટલીક શાળા ઓને એકવાર પણ બાહ્યમુલ્યાંકન આવયું જ નથી રોડ ટચ સારી શાળા દર વખતે આવ્યા જ કરે.
ખેર, ગૂરુની પરિક્ષા ઈજનેર કે અન્ય નેતા કરે એનાથી મોટું શિક્ષણનું અપમાન શું હોય? પ્રતિજ્ઞા પત્રમાં કોઈ મંત્રી કે કલેકટર નહી શિક્ષકો પ્રત્યે આદર રાખીશ એવું વાક્ય આવે એમાંથી હવે શિક્ષક શબ્દ કાઢી નાખો. કાં તો આવનાર પેઢી માં નિષ્ઠા અને મૂલ્યની અપેક્ષા ન રાખૌ કયાં ગુરૂઓ ને પાછી જુની પ્રતિષ્ઠા અપાવો.. ચાણ્કયના વારસદારો ને હવે લોહી ઉકળવું જોઈએ...
8 January 2017
બાળકના ગુણોનો ઉત્સવ કરવો એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, નહિ કે.. શાળાદીઠ એક દિવસનો કાર્યક્રમ!!
જે મિત્રો શિક્ષક નથી એમને જાણ ખાતર તા.૧૬/૧૭/૧૮-૧-૨૦૧૭ ના રોજ બધી સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ ઉજવવાનો છે, જેમાં મોટા પદાધિકારીઓ આવીને શાળાનું મૂલ્યાંકન કરશે!! ..અને બાળકનું?? જો એવો સવાલ થતો હોય તો.. તો ખબર નહિ આનો જવાબ શું આપવો?? પણ જવાબમાં એક વાત યાદ આવે છે..
પક્ષી વેચવા વાળા પાસે એક માણસ પોપટ ખરીદવા આવે છે, અને એક પોપટનો ભાવ પૂછે છે. તો વેચનારે જવાબ આપ્યો ,"100 રૂપિયા! આ પોપટ રામ-રામ બોલે છે!!"
પેલા ખરીદનારે બીજા પોપટનો ભાવ પૂછ્યો, તો વેચનારે કહ્યું,"500 રૂપિયા!! આ પોપટ રામ-રામ ની સાથે સીતારામ અને જેશીક્રશ્ન પણ બોલે છે!!"
ખરીદનારે ત્રીજા પોપટનો ભાવ પૂછ્યો, તો વેચનારે જવાબ આપ્યો," 1000 રૂપિયા!! આ પોપટ રામરામ, સીતારામ અને જેશીક્રશ્ન્ની સાથે સાથે ગુડમોર્નિંગ, ગુડઆફ્ટર નુન એવું બધું પણ બોલે છે !!"
ખરીદનારે હજુ એક પોપટનો ભાવ પૂછ્યો, તો વેચનારે કહ્યું, "આ પોપટનો ભાવ 2500 રૂપિયા છે કારણ કે એ બીજા બધાની સાથે ઘરના બધા જ સભ્યો અને તમારા ધરે આવનાર મહેમાનની સાથે પણ વાતો કરે છે!!"
ખરીદનારની નજર હવે ખૂણામાં એકલા બેઠેલા એક પોપટ પર પડી!! એણે પૂછ્યું,"આ કેમ એકલો બેઠો છે? એનો ભાવ શું છે?"
વેચનારે કહ્યું, "સાહેબ એ પોપટ બહુ મોંઘો છે. એનો ભાવ 10000 રુપીયા છે!!"
"કેમ ? એને એવું તો શું આવડે છે ??" ખરીદનારે પૂછ્યું .
વેચનારે કહ્યું, "એને એવું કશું નથી આવડતું, જેવું બીજાને આવડે છે.. પણ એ જયારે બોલે છે ને ત્યારે બાકીના બધા ચુપ થઇ જાય છે!! એ આ બધાનો લીડર છે !!"
.........તો મોરલ ઓફ ધ સ્ટોરી ,
ગુણોત્સવમાં આવા લીડરશીપ અને બીજા એના જેવા બીજા એકસટ્રા ગુણોમાં (જેમ કે, ચિત્ર દોરવું, વક્તવ્ય આપવું, ગીત ગાવું ... વગેરે વગેરે!!) પારંગત હોય એવા બાળકોનું મૂલ્યાંકન '0 (શૂન્ય)' થવાનું છે... કારણ કે એને વાંચતા, લખતા, ગણતા અને પોતાના ધોરણનું પુસ્તકિયું જ્ઞાન આવડતું નથી!!
હંમ.. મતલબ કે પઢાવેલા પોપટની કિંમત આપણી એજ્યુકેશન સિસ્ટમમાં (.. કદાચ આ સિસ્ટમમાં જ ..!!) વધારે છે, અને કોઈ એક ક્ષેત્રની સ્વતંત્ર વિચારધારાની કિંમત શૂન્ય!!
ગુણ+ ઉત્સવ = ગુણોત્સવ... બાળક ઉંમર વધવાની સાથે, જે ગુણો(મૂલ્યો)ને, પોતાની આસપાસના વાતાવરણ, સમાજ, માતાપિતા અને શિક્ષકોમાંથી શીખ્યો છે, તેને ઓળખવાની પ્રક્રિયા એટલે જ (...હું માનું છું એ!) ગુણોત્સવ..!!! આખરે એ ગુણો થકી જ તો બાળક પોતાનું આવનારું જીવન જીવવાનો છે... જો એ સારા ગુણો શીખ્યો હશે તો સારું જીવન (..અહી પણ પ્રશ્નાર્થચિન્હ મુકવું પડે એમ છે!) જીવશે, નહીતર નહિ!!
શિક્ષક તરીકેના મારા 32 વર્ષના અનુભવમાંથી મેં જોયું છે,,, ઘણા બાળકોની યાદશક્તિ સારી હોય છે,(જેને આપણે હોશિયાર કહીએ છીએ!!) અને ઘણાની સમજશક્તિ!!(મધ્યમ અથવા નબળો!!) ઘણા સારું લખી-બોલી શકે છે, તો ઘણા સારું રમે છે! ઘણા સારી લીડરશીપ કરી શકે છે, તો ઘણા સારી ખેતી!! ઘણા સારું ગાય છે, તો ઘણા સારું મૌન પાળે છે!! મેં એવા બાળકો પણ જોયા છે, જે હોશિયાર હોઈ, ઘમંડમાં વડીલોને પણ ઉતારી પાડે છે, અને એવા ઠોઠ નિશાળિયા પણ જોયા છે, જે દરરોજ સાહેબનો માર ખાતા હોવા છતાપણ તેમને માન આપવાનું ચૂકતા નથી!! મેં અનુભવ્યું છે કે દરેકમાં એક સ્પાર્ક હોય છે, તો શું તે સ્પાર્કનું મૂલ્ય... જે તે ધોરણના પુસ્તકિયા(..કે ગોખણીયા??) જ્ઞાનના મૂલ્ય કરતા ઓછું કીમતી છે?? આ વાત સમજી શકનાર શિક્ષક (..અને સરવાળે બાળક પણ) ગુણોત્સવ ગ્રેડેશનમાં નીચલા ગ્રેડ મેળવે છે... કારણ કે તેઓ વિષયવસ્તુના ૭૦% સુધી પહોચી શક્યા નથી!! આપણે દરેકે આ અનુભવેલું છે કે કેટલાક લોકો એવા હોય છે કે જેઓં અમુક ધોરણ સુધી સાવ ઠોઠ હોય છે, અને પછી... ના જાણે તેમનામાં શું પરિવર્તન આવી જાય છે કે તેઓ અત્યંત હોશિયાર વ્યક્તિ તરીકે ઉભરી આવે છે!!! ..તો શું તેમની આવી શક્તિઓને આમ ટકાવારીમાં વિભાજીત કરી દેવાની?? ..મારો કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે કોઈ બાળકની વિશિષ્ટ શક્તિઓને ઓળખીને પણ એવું કેવી રીતે ભાખી શકીએ કે.. આ હોશિયાર, મધ્યમ કે ઠોઠ છે???
ખરેખર તો એક શિક્ષક(=માતાપિતા=સમાજ) તરીકે આપણે બાળકના સ્પાર્કને ઓળખીને, તેના સારથિ બનવાનું છે... નહિ કે,, આપણો કક્કો ઘૂટાવીને (ભણાવી નાખીને!!) તેના સ્વતંત્ર વિચારોને બાંધી નાંખનાર જેલર!!! ...અને ખાસ બીજું એ કે, બાળકના ગુણોનો ઉત્સવ કરવો એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, નહિ કે.. શાળાદીઠ એક દિવસનો કાર્યક્રમ!!
👉🏼
*_આ વાત ગમે તો શેર કરજો._*
26 May 2015
GUNOTSAV -5
તમારી શાળાનું પ્રમાણપત્ર CRC સિવાય તમે પણ ડાઉનલોડ કરી શકો છો.
Gunotsav-5 results download click Here.
તમારી શાળાનો જીલ્લો અને તાલુકો પસંદ કરી સર્ચ કરો. શાળા પર ક્લિક કરી export to pdf પર ક્લિક કરો. પ્રમાણપત્ર ડાઉનલોડ થશે.