Showing posts with label PRAVESHOTSAV. Show all posts
Showing posts with label PRAVESHOTSAV. Show all posts

10 May 2019

કોઇ બેંકને ફડચામાં નાખવી હોય તો શું કરાય?

::: કોઇ બેંકને ફડચામાં નાખવી હોય તો શું કરાય? :::

બહુ સિમ્પલ છે.માત્ર એવી અફવા ફેલાવી દો કે ફલાણી બેંક ફડચામાં ગઇ છે એટલે પત્યું.બાકીનું કામ આ અફવા જ કરી આપશે.તમારે કશું જ કરવાપણું નહિ રહે.લોકોનો ભરોસો એક વખત ઉઠી ગયો એટલે બેંક ઉઠી જશે એ ફાઇનલ! બેંક નાણાંની લે-વેચ કરતી વેપારી પેઢી છે.જો ઉઠમણાના અંદેશાથી લોકો પોતાની થાપણો ઉપાડવા માંડે તો બેન્કને દેવાળું ફૂંકવાનો વારો આવે કારણકે,લિક્વિડ કૅપિટલ તો 10-20%થી વધારે હોય જ નહિ!!

આજકાલ સરકારી શાળાઓની દશા બેંક કરતાં જુદી નથી.બિનશૈક્ષણિક કામગિરી,વહિવટી જટિલતા,અપૂરતો સ્ટાફ જેવી અનેકવિધ સમસ્યાઓમાં સપડાયેલી શાળાઓમાં પણ ક્વૉલિફાઇડ શિક્ષકો દ્વારા સમયની સતત ખેંચ વચ્ચે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન થતો રહે છે પણ 'સરકારી' કદિ 'અસરકારી' ન હોય એવી અંધશ્રદ્ધાયુક્ત સમાજ ખાનગી શાળા તરફ વળી રહ્યો છે પરિણામે વહેલા મોડી આ શાળાઓ પણ ફડચામાં જ જશે! સંખ્યા ઘટવાથી શિક્ષકો ઘટશે અને અંતતઃ આ શાળાઓ બંધ થશે.
'મૉનોપોલી' શબ્દના અર્થસંદર્ભો જાણતા હોય એ મિત્રો જરા વિચારજો - જે દિવસે ખાનગી શાળાઓની આ ક્ષેત્રમાં મૉનોપોલી હશે ત્યારે શું થશે? કલ્પના કરશો તોયે થથરી જશો.
વિચારજો અને આપના બાળકને સરકારી શાળામાં મોકલી સમગ્ર રાષ્ટ્રના ભવિષ્યની રક્ષા કરશો.

26 March 2018

*આપનું બાળક વડપુરા શાળામાં ભણાવો*

*આપનું બાળક વડપુરા શાળામાં ભણાવો*
✍🏿✍🏿  ✍🏿✍🏿  
*વડપુરા અનુપમ પ્રાથમિક શાળા*
તાલુકો-કડી ,
જિલ્લો - મહેસાણા .
આચાર્ય શ્રી કિરણભાઈ દવે
મોબાઈલ- 90999 24368
  
*શાળા મા અભ્યાસ માટે દાખલ કરીએ......... શાળા ની વિશેષતા*

(1) મફત પ્રાથમિક શિક્ષણ

(2) મફત પાઠયપુસ્તકો

(3) શિષ્યવૃત્તિ.  DIRECT બાળક ના બેંક ખાતા માં

(4) ગણવેશ સહાય તમામ બાળકો ને RS. 300 DIRECT તેમના બેંક ખાતા માં

(5)  RO Plant નું શુધ્ધ, મીઠું પાણી

(6) બપોરે નિ:શુલ્ક જમાવાનુ તથા નાસ્તો

(7)દરેક બાળકોની નિ:શુલ્ક દાક્તરી તપાસ

(8) અનુભવ અને લાયકાત ધરાવતા શિક્ષકગણ

(9) ધોરણ 1 થી 2 માં પ્રવૃતિમય, આનંદમય ભાર વગરનું શિક્ષણ

(10)ધોરણ 5 થી 8 માં કોમ્પુટર દ્વારા ए-content સોફ્ટવેર અંતર્ગત શિક્ષણ

(11) શાળા નું  સ્વચ્છ રમણીય  વાતાવરણ

(12) કમ્પ્યૂટર લેબ, પુસ્તકાલય, પ્રયોગશાળા ની સુવિધા

(13) વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ની ઉજવણી

(14)પૂરતા સ્વચ્છ શૌચાલય ની સુવિધા

(15) નિયમિત વાલી સંમેલન

(16) નિયમિત એકમ કસોટી, માપસરનું ગ્રુહકાર્ય

(17) દરેક વર્ગખંડ મા જરૂરી વિજળી અને પંખા

(19)NMMS EXAM અને અન્યસ્પર્ધાત્મક પરીક્ષા ની ખાસ તૈયારીઓ

(20)  નબળા બાળકો માટે ઉપચારાત્મક શિક્ષણ, બાળમેળા, રમતોત્સવ, ગણિત વિજ્ઞાાન મેળો, શૈક્ષણિક પ્રવાસ, પ્રોજેક્ટ, મુલાકાત, બાળસભા, ચાલો આદર્શ બનીએ કાર્યક્રમ, ઈકો ક્લબ, ભાવવાહી પ્રાર્થના

(21)  બેસવા માટે  શેતરંજી, નાના STULS અને બેન્ચ

(22) શૌચાલય ની સફાઈ માટે સફાઈ કામદાર ની વ્યવસ્થા

(23) જમવા બેસવા માટે સ્વચ્છ સગવડ

(24) ખુલ્લા માં અભ્યાસ માટે ઓપન મનમોહક બાગબાની

(25) પરિસરમાં મા બેસવા માટે સુંદર બાકડા

(26)રમત ગમત સાધનો ની સુવિધા

(27) BISAG ઉપર ઓનલાઇન શૈક્ષણિક કાર્યક્રમો

(28) અધ્યતન સાઉન્ડ સિસ્ટમ

(29) FIRST AID BOX અને અગ્નિશામક સાધન ની સુવિધા

(30)નિયમિતતા, શિસ્ત, સંસ્કાર નુ શિક્ષણ

.☝🏿વર્ષ 2018/19 માટે ધોરણ 1 માં તારીખ 01/04 /2018 થી પ્રવેશ ચાલુ........

☝🏿ધોરણ 1 માટે ઉંમર તારીખ 31/05/2018 ના રોજ 5 વર્ષ પૂર્ણ થવા જોઇ એ.

☝🏿 ધોરણ 2 થી 8 માં તારીખ 02/05/2018 થી પ્રવેશ ચાલુ.

✍🏿✍🏿  
*વડપુરા અનુપમ પ્રાથમિક શાળા*
તાલુકો-કડી ,
જિલ્લો - મહેસાણા .
આચાર્ય શ્રી કિરણભાઈ દવે
મોબાઈલ- 90999 24368

🌹🌹WELCOME🌹🌹

10 June 2015

प्रवेसोत्सव रेली से संबंधित कुछ नारे


🍁'कोई न छूटे इस बार, शिक्षा है सबका अधिकार'.
🍁‘हिन्दु-मुस्लिम, सिख-इसाई मिलकर के सब करें पढ़ाई’.
🍁‘आधी रोटी खायेंगे, स्कूल जरूर जायेंगे’.
🍁‘अब ना करो अज्ञानता की भूल, हर बच्चे को भेजो स्कूल’.
🍁‘एक भी बच्चा छूटा, संकल्प हमारा टूटा'.
🍁'घर-घर विद्या दीप जलाओ, अपने बच्चे सभी पढ़ाओ'.
🍁'पढ़ी लिखी नारी, घर-घर की उजियारी'.
🍁'पढेंगे पढ़ायेंगे, उन्नत देश बनाएंगे'.
🍁‘अनपढ़ होता है अभिशाप, अब न रहेंगे अंगूठा छाप'.
🍁‘शिक्षा से देश सजाएंगे, हर बच्चे को पढ़ाएंगे’
🍁'21वीं सदी की यहीं पुकार, शिक्षा है सबका अधिकार’.
🍁‘हर घर में चिराग जलेगा, हर बच्चा स्कूल चलेगा’.
🍁‘लड़का-लड़की एक समान, यही संकल्प,
यही अभियान’.
🍁‘मम्मी पापा हमें पढ़ाओ, स्कूल में चलकर नाम लिखाओ’.
🍁‘हर घर में एक दीप जलेगा, हर बच्चा स्कूल चलेगा’.
🍁'हम भी स्कूल जाएंगे, पापा का मान बढ़ाएंगे’.
🍁'दीप से दीप जलाएंगे, साक्षर देश बनाएंगे'.
🍁'मिड डे मील हम खाएंगे, स्कूल में पढ़ने जाएंगे'.
🍁'शिक्षा ऐसी सीढ़ी है, जिससे चलती पीढ़ी हैँ'.
🍁'सर्व शिक्षा का है कहना, पढ़ने जायें भाई बहना'.
🍁'सर्व शिक्षा का अभियान, सबको मिले प्राथमिक ज्ञान'.
🍁'पापा सुनलो विनय हमारी, पढ़ने की है उम्र
हमारी'.
🍁'बच्चे मांगे प्यार दो, शिक्षा का अधिकार दो'.
🍁'हम बच्चों का नारा है, शिक्षा - अधिकार हमारा है'.
💐💐💐💐💐

7 June 2015

સ્ટેજ સંચાલન

કાર્યક્રમ એક કલાકથી શરૂ કરીને નવ દિવસ સુધીનો હોઈ શકે છે. આવા પ્રત્યેક કાર્યક્રમનું સંચાલન એની સમયની લંબાઈ પર આધારિત હોય છે. એક કલાકના કાર્યક્રમમાં પ્રાર્થના ખુબ ટુંકી હોય એ જરૂરી છે. અને એ માટે ગાયકને સાથ આપનાર સંગીત કલાકારોની બાદબાકી કરવી જ રહી. કારણ કે મુખડાથી અંતરાની વચ્ચે આવતું સંગીત ઘણો સમય લઈ લે છે. બે-ત્રણ શ્લોક પ્રાર્થના માટે પૂરતા છે. ટૂંકા કાર્યક્રમોમાં દીપ પ્રાગટ્યની પણ બાદબાકી કરવી જોઈએ. મોટેભાગે દીપપ્રાગટ્ય વખતે સંચાલક પંખો બંધ કરવાની સૂચના આપવાનું ભુલી જાય છે. કાં તો મીણબતી ન હોય અથવા દીવાસળી ન હોય, કે પછી મીણબતી એક જ હોય અને સાત દીવેટ ને સાત મહેમાનો હોય વગેરે બાબતોના કારણે બે મિનિટનું દીપ પ્રાગટ્ય દસ મિનિટ લઈ લે છે. બંધિયાર હૉલમાં દીપપ્રાગટ્ય ટાળવું જોઈએ કારણ કે એ.સી. હોવા છતાં પણ પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસની અવરજવર ન હોવાના કારણે દીવાની જ્યોત અંદરના વાતાવરણમાં રહેલા ઓક્સિજનને વાપરી નાંખે છે. આથી ગુંગળામણના કારણે ડાયસ પર શોભાયમાન મહેમાનો કે પછી સ્ટેજ કલાકારોના બેભાન થઈ જવાની ઘટના વારંવાર બને છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક રિધમ જળવાય એ જરૂરી હોય છે. આવી રીતે સમય બગડે એટલે શ્રોતા કે દર્શકો કાર્યક્રમની અસરમાંથી બહાર આવી જાય છે. ત્યારબાદ ફરીથી તેઓને વાતાવરણમાં લાવવા સંચાલકે નવેસરથી શબ્દો દ્વારા પરસેવો પાડવો પડે છે.
હવે આવે છે ડાયસ પર બેઠેલા મહાનુભાવોનું સ્વાગત અને પરિચય. પ્રથમ શાબ્દિક સ્વાગત થાય ત્યારબાદ પુષ્પગુચ્છ અથવા ફુલહારથી સ્વાગત થાય. તેઓનો લાંબો તેમજ બિનજરૂરી પરિચય ટાળવો જોઈએ. તેઓના વ્યક્તિત્વની ખાસ બાબતોનો જ ઉલ્લેખ થાય તો શ્રોતા/દર્શકોને એ જાણવામાં રૂચી રહે છે. તેઓનો અભ્યાસ અથવા તેઓ કેટલો સમય કયા હોદ્દા પર રહ્યા વગેરે બાબતો શ્રોતાઓ માટે કંટાળાજનક બને છે. કેટલાક કાર્યક્રમોમાં તો શરૂઆતમાં મહાનુભાવો શ્રોતાની જોડે હરોળમાં બેઠા હોય છે. ત્યારબાદ તેઓના નામોચ્ચાર થાય છે અને ભરવાડ પોતાના પાળેલા ગાય-ભેંસને હાંકે એમ સહુને સ્ટેજ પર દોરી લાવવામાં આવે છે. આ બાબત પણ સમય બગાડની જ નિશાની છે. આપણે ત્યાં મુખ્ય મહેમાનની નિશાની તેઓ સૌથી મોડા આવે તે છે. ભૂતકાળમાં નિશાળમાં હંમેશા મોડો આવનાર છોકરો જ અત્યારે મુખ્ય મહેમાન બન્યો હોય છે એ એક જુદી વાત છે. હૉલમાં અગાઉથી બધા બેસી ગયા હોય અને મહેમાનોના આવવાની રાહ જોવાતી રહે. એમાંય મહેમાનને ખુશ કરવા સંચાલક શ્રોતાવર્ગને સૂચના આપી રાખે કે જેવા મહેમાનો ખંડમાં દાખલ થાય એટલે બધાએ પોતાની જગ્યા પર ઊભા થવું અથવા બેઠા-બેઠા તાલીઓ પાડવી – કરતલ ધ્વની કરવો. આવી ખુશામત શું અનિવાર્ય છે ? હર્ષઘેલા થઈને કેટલાક આયોજકો તો શાળાના બાળકોની લાંબી હાર બનાવીને મહેમાનોના આવવાના રસ્તે હાથમાં દીવડા પકડાવીને તેઓને ઊભા કરી દે છે. કેટલાક સંચાલકો એવા હોય છે કે કાર્યક્રમ અડધો પૂરો થઈ ગયો હોય અને એ સમયે આવવામાં બાકી રહી ગયેલા કોઈ માનવંતા મહેમાન પધારે અને ત્યારે અન્ય કોઈ મહેમાનનું ભાષણ ચાલતું હોય તો એને બંધ રખાવીને આવેલા મહાનુભાવનું શાબ્દિક તેમજ ફુલહારથી સ્વાગત કરાવશે. માળામાં કોઈ મહત્વનો મણકો ગુંથવાનો રહી ગયો હોય તો માળા ગુંથાયા બાદ પણ એને એવી ચતુરાઈથી ગુંથી લેવાનો હોય કે કોઈને કશી ખબર જ ન પડે. એ જ રીતે કોઈને તકલીફ આપ્યા વિના મોડા આવેલા મહેમાનનું સન્માન કરી લેવાય.
કોઈ પણ સંજોગોમાં પ્રોટોકોલ જળવાય એ જોવાની જવાબદારી સંચાલકની છે. ફુલહારની વિધિમાં કોણ કોનું સ્વાગત કરશે એ છેલ્લે સુધી નક્કી હોતું નથી. સતત મહેમાનોની આવવા/નહિ આવવા અંગેની ફેરફારની જાણ થયા કરતી હોય છે એટલે કાર્યક્રમ શરૂ થઈ ગયા બાદ પણ સ્વાગત વિધિમાં ફેરફાર થયા કરતો હોય છે. ફુલહારથી સ્વાગત કરવા માટે એક વ્યક્તિએ ટ્રે હાથમાં રાખીને ઊભા રહેવાનું હોય છે. સંચાલક બોલે એ પ્રમાણે અન્ય એક વ્યક્તિએ ટ્રેમાં ફુલહાર અથવા પુષ્પગુચ્છ રાખવાના હોય છે. જે વ્યક્તિ ટ્રેમાં ફુલહાર કે ગુચ્છ રાખતી હોય છે એને થેલામાંથી અન્ય એક વ્યક્તિએ એ વસ્તુ શોધીને આપવાની રહે છે. આમ ટ્રે લઈ જનાર વ્યક્તિ સ્વાગત કરનાર સુધી પહોંચે છે અને મહેમાનનું સ્વાગત થાય છે. મોટે ભાગે એવું જોવામાં આવે છે કે ટ્રેનો પત્તો હોતો નથી ને કોઈ એક જણ સ્વાગત કરનારના હાથમાં પુષ્પગુચ્છ આપે છે અને સ્વાગત કરનાર એ જ પુષ્પગુચ્છ મહેમાનના હાથમાં આપે છે. આથી ખબર જ ના પડે કે કોણે કોનું સ્વાગત કર્યું ?
ઘણી વખત ડાયસ પર બિરાજમાન મહેમાનોમાંથી સંચાલક દ્વારા શરતચૂકથી કોઈનું નામ ઉચ્ચારવાનું રહી જાય છે, સંચાલક દ્વારા સ્વાગત માટે ઉચ્ચાવચ્ચતાનો ક્રમ ન જળવાય એવું પણ કોઈક વાર બને છે. ઈનામ વિતરણ કરવાનું હોય અને એ માટે ઊભા થયેલા તમામ મહેમાનો દ્વારા એકસરખું વિતરણ થવાને બદલે કોઈ એક જ મહેમાન એ કામ કરે ને અન્ય મહેમાનો એ લાભ મેળવવાથી વંચિત રહી જાય એવું પણ બને. આવા સમયે સંસ્થાના અન્ય કોઈ દક્ષ માણસે સંચાલકનું ધ્યાન દોરવું જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે જેને શ્રેષ્ઠ દેખાવ બદલ ઈનામ આપવાનું હોય એ વ્યક્તિ હાજર જ ન હોય એવું બને. સંચાલક તરફથી વારંવાર ઉદઘોષણા થવા છતાં કોઈ ઈનામ લેવા માટે ન આવે તેમ છતાં સંચાલકની જડતા કાર્યક્રમમાં હાજર સંવેદનશીલ શ્રોતાઓને મુંઝવણનો અનુભવ કરાવે છે. આ તકલીફ ટાળવા માટે જેને ઈનામ મળવાનું છે એ વ્યક્તિઓ સમારંભમાં હાજર છે કે કેમ એની સ્પષ્ટતા સંચાલકે અગાઉથી કરી લેવી જરૂરી છે.
સ્વાગત અને પરિચય પૂરો થાય એટલે એક વિધિ પૂરી થઈ. અત્યાર સુધીના આ કાર્યક્રમ માટે કુલ દસ મિનિટ લેવી યોગ્ય છે. જેના બદલે ત્રીસ મિનિટ લેવામાં આવે તો સંચાલકે મોટો ગુનો કર્યો છે એમ ગણાવું જોઈએ. અને એના આ ગુના બદલ બહાર નીકળતી વખતે દરેક શ્રોતાએ તેની સાથે અચૂક હાથ મિલાવવો. માત્ર એક જ મહેમાનના સ્વાગત-સત્કારનો કાર્યક્રમ હોય તો ઘણીવાર દસ જણાની ટીમ તેઓના સ્વાગત-સત્કારની વિધિ માટે તહેનાત હોય છે. મહેમાન પોતાની જગ્યાએથી ઊભા થઈને સ્ટેજ પર આગળ આવે એટલે ટીમનો પહેલો સદસ્ય મહેમાનને ભાલે કુમકુમ તિલક કરે, બીજો ચોખા લગાડે, ત્રીજો એમની આરતી ઉતારે, ચોથો એમના ગળામાં હાર પહેરાવે, પાંચમો એમના મુખમાં પેંડો મુકે, છઠ્ઠો એમના હાથમાં શ્રીફળ આપે, સાતમો એમને ખભે શાલ ઓઢાડે, આઠમો એમને સ્મૃતિચિહ્ન આપે, નવમો એમને ભેટ આપે, અને દસમો સમારંભનો તેમજ સંસ્થાનો પ્રમુખ હોય એ પોતે જાતે એમને ભેટે. એકથી વધુ મહાનુભાવ હોય તો તેઓ માટે આ રીતે સ્વાગત ન જ કરાય.
હવે કાર્યક્રમના વિષયવસ્તુની બાબત આવે છે. જે બાબતને લઈને કાર્યક્રમનું આયોજન થયું હોય એના પર મહેમાનોની ભાષણબાજી શરૂ થાય છે. આ સમયે મહેમાનની કૉમન સેંસ પર ભરોસો રાખીને મોઘમ શબ્દોમાં ‘ફલાણી વ્યક્તિ બે શબ્દો કહેશે’ કે ‘બહુ જ ટૂંકમાં પોતાની વાત કરશે’ વગેરે કહેવાને બદલે સંચાલકે સ્પષ્ટ કહેવું કે ‘આપની વાત કહેવા માટે આપને બે મિનિટ આપવામાં આવે છે.’ જો કે ખુરશીની જેમ માઈકનું ખેંચાણ ભલભલાને વિવેક ભાન ભુલાવી દે છે. માટે સંચાલકે અત્યંત બુદ્ધિપૂર્વક કામ કરીને કોઈ પણ સંજોગોમાં સમય મર્યાદાથી વધુ સમય માટે કોઈનુંય ભાષણ ચાલવા દેવું નહિ. મહેમાનને ખોટુંય ન લાગે, શ્રોતાઓમાંથી કોઈને જાણ ન થાય એ રીતે વાઢકાપ (સર્જરી) કરી નાંખવી. અધ્યક્ષશ્રીનું ઉદબોધન સહુથી છેલ્લું આવે છે. ત્યારબાદ આભારવિધિ સિવાય કાંઈ પણ રજૂઆત થાય તો સંચાલકને એ ભૂલ ફરીથી ન થાય એનું ધ્યાન રાખવા કહેવું.
કાર્યક્રમમાં પ્રતિભાવંત વ્યક્તિઓ પોતાની કલા રજૂ કરી રહી હોય ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને એને માણતા હોય છે. આવા સંજોગોમાં ઘણીવાર બને છે એવું કે શ્રોતાઓ/દર્શકો કલાકારોને દાદ આપવાનું, તેઓને તાલીઓના ગડગડાટથી વધાવી લેવાનું ભુલી જાય છે ત્યારે સંચાલકે શ્રોતાઓને જુદી-જુદી રીતે પાનો ચઢાવવાનો અને કલાકારોને બિરદાવવા તેઓને તત્પર કરવાનું કામ કરવાનું રહે છે. સંચાલનની અદભૂત હથોટી ધરાવતા સંચાલક સમગ્ર કાર્યક્રમ દરમિયાન વારેવારે શેર-શાયરી, જોક્સ, રમુજી પ્રસંગો, સભામાં હાજર મહાનુભાવોના જીવનની અજીબ બાબતો વિશે વાતો કરીને શ્રોતાઓના આનંદમાં સતત વધારો કરતા રહે છે અને વાતાવરણને અત્યંત પ્રસન્ન રાખે છે. (જો કે શોકસભાની વાત જુદી છે.) મહેમાન ભાષણ કરીને બેસે એટલે કેટલાક સંચાલકો તેઓના ભાષણના મુખ્ય અંશો વિશે વાત કરે છે. શું શ્રોતાઓ બોઘા છે ? તેઓને ખબર નથી પડતી કે ભાષણમાં શું કામનું હતું ને શું બિનજરૂરી હતું ? સંચાલકે ભાષણને પુનરાવર્તિત કરવાની શું જરૂર છે ? કોઈએ ખુબ સરસ કહ્યું છે કે સંચાલક વક્તા અને શ્રોતા વચ્ચે અથવા સ્ટેજ કલાકારો અને દર્શકો વચ્ચે પ્રેમાળ લાગણીભર્યો સેતુ બાંધતી કડી છે. તેણે પોતાનું અસ્તિત્વ ઓગાળીને બન્ને પક્ષે પ્રસન્નતા વધારવાનું કાર્ય કરવાનું છે. બને તેટલા ઓછા સમયમાં પોતાનું કામ કરીને બન્ને પક્ષ વચ્ચેથી ખસી જવાનું રહે છે. શ્રોતાઓને સંચાલકની હયાતિનો અનુભવ કરાવવામાંથી પ્રયત્નપૂર્વક એણે દૂર રહેવાનું છે. રસ્તા પર વાહનચાલકને ભેંસો નડ્યા કરતી હોય એમ ઘણીવાર સંચાલકો વધુમા વધુ સમય સુધી માઈકને પોતાના હાથમાં રાખીને કલાકારો તેમજ દર્શકોને નડ્યા કરતા હોય છે.
ઘણી વખત આમંત્રિત વક્તા અત્યંત પ્રખ્યાત વ્યક્તિ હોય છે. પરંતુ સમારંભના અધ્યક્ષ સ્થાને જે-તે સંસ્થાના પ્રમુખને રાખવામાં આવ્યા હોય છે. તો કોઈ-કોઈ વખત કાર્યક્રમના અધ્યક્ષ ઉપરાંત અન્યને અતિથિ વિશેષ બનાવીને એને પણ ખુશ કરવાની નીતિ અપનાવાતી હોય છે. હવે બને એવું કે આમંત્રિત વક્તાનું વ્યાખ્યાન પુરું થાય એટલે અધ્યક્ષશ્રીનું પ્રાસંગિક ઉદબોધન આવે. અધ્યક્ષ સમજુ હોય તો વક્તાને જે વિષય પર બોલવાનું સોંપ્યું હોય એ વિષય પર એણે કરેલી વાતોને અધિકૃત ગણીને અથવા એ વિષયની અંદર પ્રવેશવાને બદલે કાર્યક્રમના આયોજન અંગે વાત કરીને વ્યાખ્યાન વિશે કોઈ પણ જાતની ટીકાટીપ્પણી કરવાથી દૂર રહેવું જોઈએ. વક્તાની તુલનામાં અધ્યક્ષશ્રીની સિનિયોરિટિ જગજાહેર હોય અને વક્તા એનાથી માહિતગાર હોય અથવા વક્તાના વ્યાખ્યાન વિશે પોતે કંઈક બોલશે એ અંગે અધ્યક્ષશ્રીએ વક્તા સાથે અગાઉથી ચર્ચા કરી હોય તો વાત જુદી છે. વક્તાએ રજૂ કરેલા વિચારો સાથે અધ્યક્ષ સંમત ન થતા હોય ત્યારે તેઓ સંયમ રાખીને મૌન જાળવે એ અપેક્ષિત છે. શ્રોતાવર્ગ પણ વક્તાના વિચારો સાથે વિરોધાભાસ ધરાવતો જોવા મળે તો અધ્યક્ષ પોતાના ઉદબોધનમાં, ‘વક્તાએ વિવાદાસ્પદ વિષયને સ્પર્શ કર્યો છે આથી સહુએ તેઓના વિચારો સાથે સંમત થવું જરૂરી નથી’ એવો ઉલ્લેખ કરી શકે. અન્યથા અધ્યક્ષીય ઉદબોધન બાદ આભારવિધિ ત્યારબાદ રાષ્ટ્રગાન અને કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરવી જોઈએ.

6 June 2015

ખાસ પ્રવેશોત્સવ માટે.


प्रवेसोत्सव रेली से संबंधित कुछ नारे : Some SlogansAbout ''⤵⤵              
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_75.html




પ્રવેશોત્સવ કાર્યક્રમ પહેલા વગાડવા સ્વચ્છ ભારત ગીત.
Svachchha bharat Song download click⤵⤵

http://www.pravinvankar.com/2015/06/svachha-bharat-song.html




પાણી બચાવો વિશે વિદ્યાર્થી માટે સ્પીચ.  Pani bachavo speech video download click⤵⤵

http://www.pravinvankar.com/2015/06/save-water-speech.html


SVACHCHHATA NA NARA.⤵⤵
http://www.pravinvankar.com/2015/06/svachchhata-na-nara.html


પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વગાડવા ગીત.
મારે ફરીથી શાળાએ જવું છે . download click here ⤵⤵

http://www.pravinvankar.com/2015/06/school-song.html




ગુજરાત સરકારે પ્રવેશોત્સવ -2015ના આયોજન તથા કાર્યસૂચીમાં પ્રાર્થના, દેશભક્તિગીત, યોગ પરિચય નિદર્શન, અમૃત વચનમાં સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો વક્તવ્યનો સમાવેશ કરેલો છે.
પ્રાર્થના અભિનય સાથે ...MANUSHY TU BADA MAHAN.... DOWNLOAD CLICK HERE ⤵⤵
 http://www.pravinvankar.com/2015/05/parthana-download.html
દેશભક્તિગીત....DESHBHAKTI GEET⤵⤵            
http://www.pravinvankar.com/2015/06/deshbhakti-song.html
યોગ પરિચય નિદર્શન માહિતી સભર પુસ્તિકા .....  YOGA FULL DETAILS GUJARAT GOVERNMENT BOOK  PAGES -40 DOWNLOAD CLICK HERE ⤵⤵
  http://www.pravinvankar.com/2015/06/yogasano-ni-picture-sathe-samaj-aapati.html
અમૃત વચન.... સ્વચ્છતા અભિયાન. SVACHCHHA BHARAT VIDEO ⤵⤵

http://www.pravinvankar.com/2015/06/svachchha-bharat.html
અમૃત વચન.... બેટી બચાવો વક્તવ્ય. SAVE GIRL VIDEO ⤵⤵
           
http://www.pravinvankar.com/2015/06/save-girl-beti-bachavo.html

શાળામાં ધોરણ 1થી8 માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓની યાદીના પત્રકનો નમુનો ડાઉનલોડ કરો. Std-1-8 first second third students yadi excel file download ⤵⤵
http://www.pravinvankar.com/2015/05/parinam.html

૧લી જૂન પહેલા પાંચ વર્ષ પૂરા કરનાર બાળક જ પહેલા ધોરણમાં પ્રવેશપાત્ર ગણાય છે તેનો ગુજરાત સરકારનો તા-4/5/2015 નો પરિપત્ર download here⤵⤵
http://www.pravinvankar.com/2015/05/praveshotsav-paripatra.html

પ્રવેશોત્સવ આયોજન તથા કાર્યસૂચી માટે શિક્ષણવિભાગ, ગુજરાત સરકારની બુકલેટ ડાઉનલોડ કરો. Praveshotsav full information booklet pages-29 download click here ⤵⤵
 http://www.pravinvankar.com/2015/06/praveshotsav-2015-16.html




પ્રવેશોત્સવ-2015 કાર્યસૂચી તથા આમંત્રણ પત્રિકા બંને MS OFFICE WORD ફાઈલ  ડાઉનલોડ કરો. આ પેજ સેટીંગ કદાચ તમને ઉપયોગી બને. pravesotsav ms office file download click here ⤵⤵
   http://www.pravinvankar.com/2015/06/praveshotsav-documents.html

સ્વચ્છ ભારત વિશે વિદ્યાર્થી માટે સ્ક્રીપ્ટ. બોલપેનથી લખેલ વક્તવ્ય ડાઉનલોડ કરો.  Gpeg copy. Svachchha bharat script download click⤵⤵

http://www.pravinvankar.com/2015/06/svachchha-bharat-speech-in-righting.html
યોગ વિશે વિદ્યાર્થી માટે સ્ક્રીપ્ટ. બોલપેનથી લખેલ વક્તવ્ય ડાઉનલોડ કરો.  Gpeg copy. Yog script download click⤵⤵

http://www.pravinvankar.com/2015/06/yog-speech-in-righting.html

વૃક્ષો બચાવો વિશે વિદ્યાર્થી માટે સ્ક્રીપ્ટ. બોલપેનથી લખેલ વક્તવ્ય ડાઉનલોડ કરો.  Gpeg copy. Vruxo bachavo script download click⤵⤵
http://www.pravinvankar.com/2015/06/save-tree-speech-in-righting.html

બેટી બચાવો વિશે વિદ્યાર્થી માટે સ્ક્રીપ્ટ. બોલપેનથી લખેલ વક્તવ્ય ડાઉનલોડ કરો. 3 Gpeg copy. Beti bachavo  download click⤵⤵
http://www.pravinvankar.com/2015/06/save-girl-speech-in-righting.html

પાણી બચાવો વિશે વિદ્યાર્થી માટે સ્ક્રીપ્ટ. બોલપેનથી લખેલ વક્તવ્ય ડાઉનલોડ કરો.  Gpeg copy. Pani bachavo  download click⤵⤵
http://www.pravinvankar.com/2015/06/save-water-speech-in-righting.html
જે મિત્રો ને જરૂરિયાત છે તે મિત્રો ને મોકલજો.




પ્રવેશોત્સવ માટે ઉપયોગી થોડી માહિતી.

બેટી બચાવો વિદ્યાર્થી માટે સ્ક્રીપ્ટ વક્તવ્ય. Gpeg copy. Beti bachavo  download click⤵⤵
 http://gurudevjbbk.blogspot.in/2015/06/special-thanks-mehulbhai.html
સ્ટેજ સંચાલન કરતા પહેલા આ માહિતી જરૂર વાંચો.
Stage sanchalan information reading click here⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_10.html
જે ગર્ભપરીક્ષણ કરાવે તેના મગજનું જ પરીક્ષણ કરાવવું જોઇએ વાર્તા. Garbha parixan story ⤵⤵   
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_7.html
‘દીકરી’ ઘડપણમાં મા-બાપની લાઠી બની. વાર્તા. Dikari story ⤵⤵ 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_43.html
દીકરા સમાન દીકરી. વાર્તા. Dikari Sonal ni varta ⤵⤵      
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_77.html
દીકરી વિશે પંક્તિ. Dikari vishe⤵⤵ 

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_8.html
દીકરો દીકરી સમાન. Dikaro dikari saman⤵⤵
 
http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_89.html


પ્રવેશોત્સવમાં સ્વાગત કરવા ફૂલહારનો ઉપયોગ બંધ થયા બાદ મુખ્ય મહેમાન સિવાય અન્ય મહેમાનોનું સ્વાગત કરવા તેમજ  વધુ લોકોના સ્વાગત માટે સુવિચાર કાર્ડ બેસ્ટ છે. Swagat mate Suvichar card download click here ⤵⤵
http://www.pravinvankar.com/2015/06/suvichar-kard-gpeg.html
બેટી બચાવોનો લોગો.
પત્રકો બનાવવામાં ઉપયોગી થશે. Beti bachavo logo download click here ⤵⤵
http://www.pravinvankar.com/2015/06/beti-bachavo-logo.html

4 June 2015

પ્રવેશોત્સવ -2015/16.


પ્રવેશોત્સવ આયોજન તથા કાર્યસૂચી માટે શિક્ષણવિભાગ, ગુજરાત સરકારની બુકલેટ ડાઉનલોડ કરો.


Praveshotsav full information download click here.




તમામ મિત્રોને જાણ કરો.

25 May 2015

સ્વાગતગીતના વિડીયો.



શાળા પ્રવેશોત્સવમાં ઉપયોગી થાય તેવા વિડીયો જોવો અને ડાઉનલોડ કરો. વિડીયો જોવાથી સ્ટેપ સહેલાઈથી શીખી શકાય છે અન્ય ગીતમાં પણ સ્ટેપ ઉપયોગી બને.
 Welcome song total 8 videos download click here.        

પોતાને ગમતી બાબતો બીજા મિત્રો સુધી પહોંચાડો.

21 May 2015

प्रवेसोत्सव रेली से संबंधित कुछ नारे



'कोई न छूटे इस बार, शिक्षा है सबका अधिकार'
‘हिन्दु-मुस्लिम, सिख-इसाई मिलकर के सब करें पढ़ाई’
‘आधी रोटी खायेंगे, स्कूल जरूर जायेंगे’
‘अब ना करो अज्ञानता की भूल, हर बच्चे को भेजो स्कूल’
‘एक भी बच्चा छूटा, संकल्प हमारा टूटा'
'घर-घर विद्या दीप जलाओ, अपने बच्चे सभी पढ़ाओ',
'पढ़ी लिखी नारी, घर-घर की
उजियारी'
'पढेंगे पढ़ायेंगे, उन्नत देश बनाएंगे'
‘अनपढ़ होना है अभिशाप, अब न रहेंगे अंगूठा छाप'
‘शिक्षा से देश सजाएंगे, हर बच्चे को पढ़ाएंगे’
'21वीं सदी की यहीं पुकार,
शिक्षा है सबका अधिकार’
‘हर घर में चिराग जलेगा, हर बच्चा स्कूल चलेगा’
‘लड़का-लड़की एक समान, यही संकल्प,
यही अभियान’
‘मम्मी पापा हमें पढ़ाओ, स्कूल में चलकर नाम लिखाओ’
‘हर घर में एक दीप जलेगा, हर बच्चा स्कूल चलेगा’
'हम भी स्कूल जाएंगे, पापा का मान बढ़ाएंगे’
'दीप से दीप जलाएंगे, साक्षर देश बनाएंगे'
'मिड डे मील हम खाएंगे, स्कूल में पढ़ने जाएंगे'
'शिक्षा ऐसी सीढ़ी है, जिससे
चलती पीढ़ी हैँ'
'सर्व शिक्षा का है कहना, पढ़ने जायें भाई बहना'
'सर्व शिक्षा का अभियान, सबको मिले प्राथमिक ज्ञान'
'पापा सुनलो विनय हमारी, पढ़ने की है उम्र
हमारी'
'बच्चे मांगे प्यार दो, शिक्षा का अधिकार दो'
'हम बच्चों का नारा है, शिक्षा - अधिकार हमारा है'