Showing posts with label FESTIVAL. Show all posts
Showing posts with label FESTIVAL. Show all posts

3 December 2020

ઉત્તરાયણ માટેની ગાઈડલાઇન સરકાર આપશે કે હું આપી દઉં?

ઉત્તરાયણ માટેની ગાઈડલાઇન સરકાર આપશે કે હું આપી દઉં?🤔🤔
ચાલો હું જ આપી દઉં.👍👍
૧ : એક ધાબા પર ચારથી વધારે લોકોએ પતંગ ચગાવવા નહીં.👍
૨: ફીરકી પકડવા માટે આપવી નહિ કે લેવી પણ નહીં, સરકાર તરફથી સ્ટેન્ડ આપવામાં આવશે .😊😊
૩ : ઘર દીઠ એક જ સ્ટેન્ડ મળશે.👍👍
૪ : દોરી મોઢેથી તોડવી નહિ.😷😷
૫ : પતંગ કપાઈને આવે તો લૂંટવા નહીં, અને લૂંટવા જ હોય તો PPE kit પહેરીને લૂંટવા.😷😷
૬ : ચીક્કી, મમરાના લાડુ જેવા નાસ્તાના ડબ્બાની સાથે આ વખતે પાણી અને દારૂને બદલે કાઢાની બોટલો રાખવી.😉👌
૭ : પક્ષીઓનું ખાસ ધ્યાન રાખવું.. જો કે એ મેસેજ તો સાંપ્રદાયિક લોકો તરફથી આવશે જ.👍👍
૮ : અને ખાસ મહત્વનું: 🥳🥳
આકાશમાં બીજો પતંગ ચગતો હોય તો તમારા પતંગ અને એ પતંગ વચ્ચે છ ફૂટનું અંતર જરૂરી છે👍👍
😉😉😜😜😷😷😷🙏🙏

13 January 2019

નાની નાની રમતો પણ જીવનના કેટલા અઘરા પાઠ રમતાં રમતાં શીખવી જાય છે!

પતંગ તારો ને મારો

કાલે સાંજે મારો દીકરો ધાબા ઉપર એકલો પતંગ ઉડાડતો હતો. એ હજી શીખી રહ્યો હતો અને એનો પ્રયત્ન સફળ રહ્યો. પતંગ ચગી ગયો અને આકાશમાં ઉપર ખાસે દૂર સુધી ગયો...
બાજુના ધાબા ઉપર એક બીજો મોટો છોકરો પતંગ ઉડાડતો હતો. એણે મારા દીકરાના પતંગ સાથે પેચ લડાવ્યો, એની કાચ પાયેલી દોરી આગળ અમારી સાદી, કાચ વગરની દોરી તરત જ કપાઈ ગઈ! મારા દીકરો નીચે આવ્યો અને મને કહે, “બાજુવાળા ભૈયાએ મારો પતંગ કાપી નાખ્યો. કેટલે ઉપર સુધી ગયેલો... મારી અડધી ફિરકી પણ ખલાસ થઈ ગઈ!"
મેં એને સમજાવ્યો કે હોય એ તો. બધાને પતંગ ઉડાડીને જ ખુશી ના મળે પેચ લગાવવો અને બીજાનો પતંગ કાપવો એ પણ પતંગની રમતનો એક ભાગ છે! તું બીજો પતંગ અને ફિરકી લઈ જા.
એ ગયો અને ફરીથી પતંગ ઉડાડ્યો. થોડાંક પ્રયત્ન બાદ એનો પતંગ ફરી આકાશમાં જાણે સૂરજને ભેટવા નીકળ્યો હોય એમ આગળ વધી રહ્યો હતો અને આગળ બનેલી એ જ ઘટનાનું પુનરાવર્તન થયું. બાજુવાળા ભૈયા એ એનો પતંગ કાપી નાખ્યો. આ વખતે એ નીચે ના આવ્યો. એને મારી સલાહ યાદ હતી. એણે ત્રીજો પતંગ ઉડાડ્યો અને એની સાથે પણ આગળની બે પતંગ જેવો જ અનુભવ રહ્યો. મારા દીકરાની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા, થોડુંક દુઃખ અને બહુ બધો ગુસ્સો! આ વખતે પણ એ નીચે ના આવ્યો. એણે જાતે જ કંઇક વિચારી લીધું હતું.

એ બાજુવાળા ભૈયાનું ધાબું અમારા કરતા નીચું છે. એનો પતંગ અમારા ધાબા પર થઈને જ ઉપર જાય. એનો પતંગ ઉપર હોય પણ એની દોરી એ ભૈયાના હાથમાંથી લંબાતી, અમારા ધાબાની નજીકથી પસાર થઈને પતંગ સુધી પહોંચતી. મારા દીકરાએ કાતર લીધી અને પેલાની દોરી કાપી નાખી!!
એ નીચે આવી ગયો અને કહે હવે મારે પતંગ નથી ઉડાડવી, માંડ સરસ ચગ્યો હોય અને બીજા ગંદા લોકો આવીને એને કાપી જાય છે. હું પતંગ ઉડાડીને ખુશ થતો હોઉં એમાં એમને શું પેટમાં દુખે છે! એમને પેચ લડાવવો હોય તો એમના જેવા જોડે ના લડાવે. મારી દોરી કાચી છે અને તરત કપાઈ જવાની એ એને ખબર છે એટલે જ મારો પતંગ કાપે છે એમાં શું મોટી બહાદુરી બતાવે છે! મને ગુસ્સો આવી ગયો તો મેં એનો પતંગ કાતરથી કાપી નાખ્યો...

“એવું ના કરાય, એ તને બોલ્યો હતો?"
“ના."
હું હસી સહેજ અને એને પતંગ ઉડાડવાના નિયમો સમજાવ્યા. સાચી રીત એ છે કે સામેવાળાનો પતંગ  આકાશમાં આપણા પતંગથી જ કાપીએ...કાતરથી નહિ. તારી દોરી કાચી છે કપાઈ જશે એની આપણને ખબર છે એટલે તારે એનાથી બચતા શીખવું પડશે. એનો પતંગ નજીક આવે તો આપણો દૂર લઈ જવાનો બને ત્યાં સુધી ઘર્ષણ ટાળવાનો પ્રયત્ન કરવાનો અને છતાં પતંગ કપાઈ જાય તો બીજો નવો ઉડાડવાનો.... તને વધારે પ્રેક્ટિસ મળશે. કાલ સુધી તું આખા દિવસમાં એક જ પતંગ માંડ ઉડાવી શકતો હતો, આજે તે થોડાક જ કલાકમાં ત્રણ ત્રણ પતંગ ઉડાડ્યા! નવાઈની વાત છે કે નહિ? જુસ્સો જરૂરી છે, ગુસ્સો નહિ, તારા ગુસ્સાને જુસ્સામાં ફેરવી કાઢ અને બધી ખીજ પતંગ ઉડાડવાના કૌશલ્ય પાછળ લગાવ, તું ખૂબ સુંદર રીતે પતંગ ઉડાડતા શીખી જઈશ.
મારા દીકરાના ગળે વાત ઉતરી ગઈ એણે કહ્યું, “હા પછી આવતી ઉત્તરાયણે હું પણ પાકી દોરી લાવીશ અને એ ભૈયાના બધા પતંગ કાપી નાખીશ પણ, હું કોઈ મારા જેવા નાના બચૂડાંનો પતંગ નહિ કાપુ એને કેટલું દુઃખ થાય એની મને ખબર છે!"
એ તો ગયો ફરી પતંગ ઉડાડવા અને મને થયું આ નાની નાની રમતો પણ જીવનના કેટલા અઘરા પાઠ રમતાં રમતાં શીખવી જાય છે! તમારાં સંતાનો કે તમારું વર્તન કેવું હોવું જોઈએ કે હશે એ અહીંથી જ નક્કી થાય..!!

નિયતી કાપડિયા.

10 November 2018

આધુનિક દુનિયાની વ્યાખ્યા

*આધુનિક દુનિયાની વ્યાખ્યા*

*પાણી ને વોટર ભરખી ગયું*

*હુંડી ને ચેક ભરખી ગયા*

*દિવાળીને ક્રિસમસ ગળી ગયું*

*કારતકને જાન્યુઆરી એ જલાવી દીધો*

*તિથિ ને તારીખે ટક્કર મારી...*

*ખાણુ ને વાળુ ડીનર ની ડીશમાં ગયું ..*

*આવો ગયું  પધારો ગયું નમસ્તે ગયું "હાય" અને "હલ્લો" ના હાહાકારમા સ્નેહ ભીના શબ્દો ગયા*

*કાકા ગયા મામા ગયા માસા અને ફુવા ગયા  એક અંકલ માં એ બધા ગરકાવ થયા ..*

*તહેવાર ગયા ઉત્સવ ના વહેવાર ગયા ...માત્ર  party ને celebrations રહી ગયા*

*લાપસી, ખીર ને કંસાર ગયા... Cake & cocktail રહી ગયા*

*માણસ માંથી માણસાઈ ને સંબંધ ગયા ....ને કામ પુરતા જ માત્ર mobile numbers રહી ગયા*

ચાલો ને એક get-together કરીએ,
પરિવાર ના પાંખા માળામાં થોડી ડાળખીઓ add કરીએ,

કોણ બોલ્યું,
કોણ મૌન છે,
શું આપ્યું,
શું લઇ ગયા,
આ બધું મૂકીને એકબીજાના friend બનીએ,

નાના પાસેથી નવું શીખીએ,
મોટા પાસેથી જૂનું જાણીએ,
ચાલોને પંચાત મૂકીને બસ knowledge લઈએ,

ક્યાંક દર્દ,
ક્યાંક હાસ્ય,
ક્યાંક એકલતા,
ક્યાંક માનવતા,

ચાલોને સાથે મળીને એકબીજાના સ્વપ્નાઓ પૂરા કરવાની try કરીએ,

FB, WHATSAPP મૂકીને રૂબરૂ એકબીજાના ખબર પૂછીએ,
ચાલો ને એક get-together કરીએ.. ...

9 November 2018

ભાઈબીજનું પવિત્ર પર્વ સંસારનું સૌથી અનેરું પર્વ છે.


"ભાઈબીજનું પવિત્ર પર્વ સંસારનું સૌથી અનેરું પર્વ છે. પિતૃગૃહની તમામ સંપત્તિ છોડીને સ્વસુરગૃહમાં જે મળ્યું તેને સસ્નેહ સ્વીકારી ત્યાં જ ઠરીઠામ થયેલી ત્યાગમૂર્તિ લાડલી બહેનને ત્યાં વર્ષમાં એકવાર, આજના દિવસે મહેમાન બનીને જવા પછળનું તાત્પર્ય એવું છે કે ત્યાની સ્થિતિ-પરિસ્થિતિ ભાઈ પોતે જોઈ-જાણી શકે. જો કોઈ કમી હોય તો પૂરી કરી શકે. બીજું કે કોઈ ભાઈ પોતાની બહેનની ત્યાગની ભાવનાને ભૂલી જાય તો તે તાજી કરવી જોઈએ. બહેનના ઘરે જમવાથી તેના ઘરનું ઋણ સ્વીકારવાની પવિત્ર ફરજ ભૂલાઈ ના જાય. બહેનના પિયરનો વહાલસોયો દરવાજો હંમેશને માટે ઊઘાડો રહે. જ્યાં બહેન હકથી વગર કારણે આવી શકે તેમજ પોતાનું વ્હાલ વ્યક્ત કરી શકે. આજના પાવન દિવસે હાર્દિક શુભકામના."

4 November 2018

વધાવ! દોસ્ત આવી દિવાળી...

દીપાવલીના આ પંચદિવસીય તહેવાર પ્રસંગે આપ સૌને હાર્દિક શુભકામનાઓ....

મનની મલિનતાને  કરીયે મળીને આવો સૌ હોળી
વીત્યું વર્ષ ને વીતી વાતો, વધાવ! દોસ્ત આવી દિવાળી...

સંસારની સુંદરતાને નિહાળતા શીખીએ...
સત્યની સોયથી સંબંધ સીવતાં શીખીએ ...

મૂકીએ પંચાત,ચંચુપાત .સાંભળીયે શબ્દો ગાળી-ગાળી..
વધાવ! દોસ્ત આવી દિવાળી...

હેત હરખના હિંડોળે ઝુલિયે..
સર્વ સંબંધોને એક ભાવથી ના મૂલીએ..
વાતોથી નહીં,વર્તનથી જાણીએ..સંબંધને વાગોળી-વાગોળી...
વધાવ! દોસ્ત આવી દિવાળી...

અડગ મનના માનવી ને રંગ ના દુજો ચડે...
વાતનાં વરખને ઉતારતા સત્ય માલુમ પડે...
દોસ્ત! કાદવ ને કાદવથી ધોતાં..વસ્તુ થાય નહીં ધોળી-ધોળી..
વધાવ! દોસ્ત આવી દિવાળી...

મનની મીરાંતને સાચવતા શીખો..
સમજતા નથી..એવું..ના..ચીખો..
ટંટા- ફિસાદ,પૂર્વગ્રહો,
સૌ મળીને..મૂકીએ..બાળી-બાળી..
વધાવ! દોસ્ત આવી દિવાળી..

આ તારો,આ મારો એવો ભેદ ભરમ ભૂલી,
શંકા-શંસયને ભૂલી, મીઠી રાખીયે બોલી
વાતનું વતેસર ના કરીયે ને બોલ બોલીએ તોળી-તોળી...
વધાવ!દોસ્ત આવી દિવાળી...

--દિનેશ બારૂપાર

3 November 2018

સમયના બદલાવ સાથે, કેટકેટલું બદલાય છે?

ના કોઈ ઘરે આવ્યું,
                  ને ના કોઇને મળવા ગયા;
ટેબલ પર  કાજૂ-બદામ ને પીસ્તા,
               જેમના તેમ જ પડ્યાં રહ્યા...

એ જ ટેબલક્લોથ છે,
            ને હવે ના ચાદરો બદલાય છે;
આમ પણ પહેલાંની માફક,
               ક્યાં હવે કશું યે થાય છે ? ...

ઘૂઘરા, મઠિયા ને મોહનથાળ,
                       ના કોઇ હવે ખાય છે;
બસ, થોડી સુગર ફ્રી મીઠાઇ,
                         ડીશમાં પીરસાય   છે. ...

બારણે પ્લાસ્ટિકના તોરણ,
                        ને સ્ટીકરમાં લાભશુભ;
લક્ષ્મી પગલાં ઉંબરે,
                        ક્યાં કંકુથી હવે દોરાય છે ?...

એ નવા કપડાની જોડી ,
                      ને બૂટ પર પાલીશ કરી;
બોણીની આશા લઇને,
                     ક્યાં હવે ઘર ઘર ગણાય છે? ...

તારામંડળ, ભોંય ચકરી,
                              કોઠી ને રોકેટ;
એ ભીંત ભડાકા ને લૂમ ટેટાની,
        ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે?...

સાપની ટીકડીનો એ,
          શ્વાસમાં જતો કાળો ધૂમાડો;
આજે સ્મરણોની શેરીમાં,
                    ચારેકોર પથરાય છે....

હા, સમયના બદલાવ સાથે,
                  કેટકેટલું બદલાય છે?
તો ય જાણે એવું લાગતું,
                કે ભીતરે કૈંક ગૂંગળાય છે...

12 October 2018

આપણા સમાજમાં કે પરીવાર માં હમેશા માન મર્યાદા સચવાયેલી રહેશે

*માતા પિતા માટે છે પણ આપણે લાગુ પડે છે*

નવરાત્રી આવી રહી છે. આપ ને ખાત્રી છે કે આપણી ની દિકરી ખુબજ સંસ્કારી છે,

નવરાત્રી પણ માતાજી ની આસ્થા નો તેહેવાર છે,
પરંતુ રામ રહીમ તો માત્ર ઉદાહરણ છે.
આજના 10% યુવાનો આ રામ રહીમ જેવા અરમાનો લઇ ને બેઠા છે. 
ઇંટરનેટ અને મોબાઈલે યંગ જનરેશન પર જે અસર કરી છે
તે તમારી કલ્પના બહાર  ની વાત છે. 

આપની લાડકવાયી ને ભુખ્યા વરૂઓ વચ્ચે મોકલતા પેલા સો વાર વિચારજો.  થોડા કઠોર થાજો
નહીતો પછી પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ નહી રહે..
    
આજે નવરાત્રી મહોત્સવ પાર્ટી પ્લોટ ને ક્લબમાં ઉજવવામાં આવે છે
પણ
એવી તો શું કામની ભક્તિ જે ઘર ના આંગણ મા
માં ના નવરાત્રી ગરબા છોડી દે છે
રમવા માટે બહાર નીકળી જાય છે...

મિત્રો આજે આ યુગ ઇન્ટરનેટ યુગ બની ગયો છે

આજે  એવા એવા સેતાનો બની ગયાં છે
જે ધર્મ ની લાગણી ને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના ખેલ રચી રહ્યા છે
એવા લોકો થી બચી ને રહો

મિત્રો
આપણા પરીવાર માં
દીકરી.. બહેન.. પત્ની... કે કોઈ પણ વ્યક્તિ હોય
તેને શેરી મહોલ્લા થતાં ગરબા શિવાય
બીજા કોઈ પણ પાર્ટી પ્લોટ કે  ગરબા માં ના જાવી જોઇએ
પસી જોજો પાર્ટી પ્લોટ જેવા ગરબા નો નાસ.થસે

👉🏻 *આપણા પરીવાર નો સભ્ય*
*આપણી બેન દીકરી કે વહુ એ આપણી ઈજ્જત છે*
*તો આપણે એ ઈજ્જત ને બહાર નાચવા ની*
*ઈજાજત કેમ આપો છો*

તમે નવરાત્રી મહોત્સવ
માં ની ભક્તિ માંનો છો તો
નવ દીવસ મોજ મસ્તી મજાક ના નવરાત્રી ના માન જો
કેમ કે ધર્મ નો વિનાશ થતો રોકવો જોઈએ

👉🏻 *સાહેબ*
*આ કલીયુગ છે*
*તમારા સંતાન શું કરી રહ્યા છે *તેની કાળજી રાખો*

👉🏻 *નવરાત્રી દરમિયાન*
*કેવા કેવા કીસ્સા બંને છે એતો ખબર છે આપણને*
*તો પાછળ થી પસ્તાવો થાય એવું ના કરો*

એક નિયમ બનાવો
સંતાન પરીવાર માટે

કોઈ પાર્ટી પ્લોટ ખાતે કે ક્લબ ગરબા રમવા માટે
એકલા મુકવા નહી
બંને ત્યાં સુધી જવાનુ જ નહીં

તમારી સાચી નવરાત્રી તો
તમારા આંગણે રમતા ફુલો છે
તે ફુલો ને સાવચવ જો સાહેબ
પેઢીઓ સુધી માં ની ક્રુપા રહેશે
બાકી તો નવ દી ઉજાગર થાય અને આબરૂ ના ધજાગરા થાય છે
ઉજાગરા કોઈ નહીં જાણે
ધજાગરા આખું ગામ જાણ શે

તમારા દિકરા દીકરી કે વહું ને નવરાત્રી માં એકલા મુકવા જોઈએ નહીં
👉🏻 *જવાનુ કહે તો મનાઇ કરી લો*
*બસ. એક દીન ખોટું લાગશે*
*કાયમી શાંતિ મળી જશે*

👉🏻 *જોકે બધાના સંતાન ખરાબ નથી હોતા અને બધાના સંતાન સારા પણ નથી હોતા*

👉🏻 *અવાર નવાર  બનતા કિસ્સા તો તમે જોયા હસે*
👉🏻 *તો સાવધાન થાય તો સાવધાન ઇન્ડીયા માં આપણો કિસ્સો નહી આવે કળયુગ છે આ એ તો યાદ રાખ જો*
👉🏻 *આપણા સમાજમાં કે પરીવાર માં હમેશા માન મર્યાદા સચવાયેલી રહેશે*

*મીત્રો ગમ્યુહોય તો આગળ મોકલજો*
*ના ગમ્યું હોય તો માફ કરજો*

14 January 2018

ભગવાનથી દૂર થયા તો સમજો આપણું જીવન તૂટેલા પતંગ જેવું....

પતંગ ઊંચા આકાશમાં અનેક રંગીન પતંગો વચ્ચે ઊડતો હોય પણ એની દોરી કોઈકના હાથમાં હોય છે. પતંગ ઊંચો ચઢાવવો ,નીચે લાવવો કે ગોથ ખવડાવવો એ ચગાવનારના હાથમાં હોય છે. જ્યાં સુધી ચગાવનારની દોરી સાથે બંધાયેલો હોય ત્યાં સુધી એની કિંમત છે.   દોરી તૂટી કે એ પતંગની કોઈ કિંમત  રહેતી નથી.કોઈ વિજળીના વાયર પર લટકે તો કોઈ ટાંકી  પર પડી રહે.રંગ ઉડી જાય, ફાટી જાય એના તરફ કોઈ જોતું પણ નથી. એવુંજ માનવ જીવનનું છે. આપણા જીવનની દોરી ભગવાનના હાથમાં છે. જ્યાં સુધી ભગવાન સાથે જોડાયેલા છે ત્યાં સુધી આપણી સુગંધ છે. ભગવાનથી દૂર થયા તો સમજો આપણું જીવન તૂટેલા પતંગ જેવું....

17 October 2017

આપને તથા આપના પરિવાર ને આજથી શરૂ થતા શુભ તહેવારો ની હાર્દિક શુભકામનાઓ.

*૧૭-૧૦-૧૭* એ રંગોળી માં પૂરજો રંગ સરસ....
કે રંગીન થઈ જાશે *ધનતેરસ*....

*૧૮-૧૦-૧૭* થી રહેજો હંમેશા લાગણી ને વસ...
કે શુભ થઈ જાશે *કાળીચૌદસ*....

*૧૯-૧૦-૧૭* એ સળગાવી નાખજો નફરત ની દોર...
કે ચમકાવતી જાશે જીંદગી ની *દીવાળી*...

*૨૦-૧૦-૧૭* થી રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ...
કે ખરેખર ખીલી જાશે
*નૂતનવર્ષ*...

*૨૧-૧૦-૧૭* થી સંબંધોમાં કદી રાખવી ન ખીજ...
કે ઉમંગોથી છલકી જાશે *ભાઈબીજ*...

*૨૨-૧૦-૧૭* એ દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ...
કે મહેકતી રહેશે હંમેશા
*ત્રીજ*...

*૨૩-૧૦-૧૭* એ હરખ થી થઈ જવા લોથપોથ...
કે ખુશીઓ થી ભરાઈ જાશે *ચોથ*...

*૨૫-૧૦-૧૭* એ "પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ...
_વીતાવજો એકમેકથી
*લાભ પાંચમ*...✨

આપને તથા આપના પરિવાર ને આજથી શરૂ થતા શુભ તહેવારો ની હાર્દિક શુભકામનાઓ.

13 October 2017

રંગોળી માં પૂરજો રંગ સરસ...._

_રંગોળી માં પૂરજો રંગ સરસ...._
_કે રંગીન થઈ જાશે ધનતેરસ...._

_રહેજો હંમેશા લાગણી ને વસ..._
_કે શુભ થઈ જાશે કાળીચૌદસ...._

_સળગાવી નાખજો નફરત ની પાળી..._
_કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી..._

_રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ..._
_કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ..._

_સંબંધોમાં કદી રાખવી ન ખીજ..._
_કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ..._

_દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ..._
_કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ..._

_હરખ થી થઈ જવા લોથપોથ..._
_કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ..._

_"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ..._
_વીતાવજો એકમેકથી લાભ પાંચમ..._

28 March 2017

બહેન યાદ આવી??

બહેન યાદ આવી??

ખરેખર વાંચવા જેવું !!

ઉનાળાની બળબળતી બપોરે એક
ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ
જામી હતી. તાપથી રાહત
મેળવવા બધા પોતાના મનપસંદ
ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક
ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને
વિખરાયેલા વાળ વાળી છોકરી જાત
જાતના પીણા પી રહેલા આ લોકોને
ટીકી ટીકીને જોયા કરતી હતી.

એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર
ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક
બોલાવી પણ
છોકરી ત્યાં આવવામાં સંકોચ
અનુભવતી હતી. કદાચ એના ગંદા અને
ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન
માણસો પાસે જતા અટકાવતા હશે આમ
છતા થોડી હિંમત કરીને એ નજીક આવી.
પેલા ભાઇએ પુછ્યુ, " તારે લસ્સી પીવી છે ?
" છોકરી 'હા' બોલી એ સાથે મોઢુ પણ
ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ
સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર
આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ
છોકરીના હાથમાં આવ્યો અને એ
તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર
રહેલા કાજુબદામને જોઇ રહી. એણે
પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત
કરતા કહ્યુ, " શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ
પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે."
આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ
પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુ
તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે
પાછો લઇ લીધો.

ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને
એ છોકરી બોલી, " ભાઇ, મને આ લસ્સી પેક
કરી દોને. ગમે તે
કોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે."
દુકાનવાળા ભાઇને છોકરી પર
થોડો ગુસ્સો આવ્યો. છોકરીને તતડાવીને
કહ્યુ, " છાનીમાની ઉભી ઉભી પી લે
અહીંયા. લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું
કરવુ છે? "
છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને
કહ્યુ, " ભાઇ, તમારી લસ્સી કેવી સરસ છે. ઘરે
મારે નાનો ભાઇ છે એને
આવી લસ્સી કેદી પીવા મળશે ?
મારા ભઇલા માટે લઇ જવી છે મને પેકીંગ
કરી આપોને ભાઇ ! "
છોકરીના આટલા શબ્દોએ
ત્યાં ઉભેલા દરેક
પુરુષની આંખના ખુણા ભીના કરી દીધા કારણકે
બધાને પોતાની બહેન યાદ આવી ગઇ.
મિત્રો, પોતાના ભાગનું કે
પોતાના નસિબનું જે કંઇ હોઇ એ એક બહેન
પોતાના ભાઇ માટે કુરબાન કરી દે છે
આવી પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું
તો આપણે કંઇક ઓળવી નથી જતાને ?
જરા તપાસજો.

સારુ લાગે અને ગમે તો શેર કરવાની કરવાની છુટ છે...!!

4 March 2017

શુકનમાં લાપસી જ શા માટે ?

શુકનમાં લાપસી જ શા માટે ?

ખુબ સરસ જાણવા જેવો મજાનો લેખ !!
============================

આપણા વડવાઓ બહુ જ હોંશિયાર, સમજદાર, દીર્ધદષ્ટિવાળા, હિતેચ્છુ અને શુભ ભાવનાઓવાળા હતા. આપણે પ્રત્યેક પર્વ અને વ્રત તેમજ શુભ પ્રસંગોએ ખાવામાં પીવામાં અને આહાર-વિહારમાં જે પણ રિવાજો દાખલ કરવામાં આવ્યા છે, તેની પાછળ શારીરિક તંદુરસ્તી અંગે પૂરેપૂરો વિચાર કરવામાં આવેલો છે. તેની પાછળ સંપૂર્ણપણે આયુર્વેદનો યુક્તાહારનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આની પાછળ પણ વાસ્તવમાં સંપૂર્ણ વિજ્ઞાન જ રહેલું છે. પ્રત્યેક પરિવારોમાં અને ખાસ કરીને બ્રાહ્મણોમાં તો વિશેષ, દરેક શુભ પ્રસંગોએ જમણવારમાં બીજી કોઈ પણ મીઠાઈને બદલે હંમેશા ઘઉંની લાપસી અથવા ચૂરમું (છૂટો લાડુ) પીરસવામાં આવે છે એનું અનેકમાંનું એક કારણ એ છે કે લાપસી એ સલામત રીતે પૌષ્ટિક આહાર છે. લાપસીની બનાવટમાં વપરાતી ઘઉંની અંદરના બીજ, ગોળ અને ઘીની પૌષ્ટિકતાને દૂધપાક, શ્રીખંડ, બાસુંદી, ઘેબર, લાડુ, મોહનથાળ, મેસુર, પૂરણપોળી કે બીજી કોઈપણ માવા મીઠાઈ પહોંચી શકે તેમ નથી.

જેને આપણે વિટામિન્સ તરીકે ઓળખીએ છીએ તે વિટામિન્સ આપણી જીવનશક્તિ વધારે છે. વૈજ્ઞાનિક સંશોધન દ્વારા એ વાત સિદ્ધ થયેલી છે કે ઘઉંનો લોટ જેમ જેમ બારીક દળવામાં આવે છે તેમ તેમ તેની અંદર રહેલા બીજગુણોનું આયુષ્ય પૂરું થઈ જાય છે. મશીન વડે ચાલતી લોટ પીસવાની ઘંટીમાં દળેલો લોટ એકદમ બારીક લોટ હોવાને લીધે તેમાંથી બનેલ ચીજોનું પાચન ત્વરાથી થતું નથી. એક વાત ખાસ યાદ રાખો કે વિટામિન ‘બી’ નો નાશ ઘણી જ સખત ગરમી સિવાય ક્યારેય થતો નથી. મશીનથી ચાલતી ઘંટીમાં જ્યારે ઘઉંને એકદમ બારીક પીસવામાં આવે છે ત્યારે તેમાં એટલી બધી ગરમી થઈ હોય છે કે જેથી તેની અંદરનાં પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.

આપણે આવી દોષયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરી બીમારીઓને આમંત્રણ આપીએ છીએ અને પછી થયેલાં દરદોના ઉપાય માટે હેરાન થઈએ છીએ. આજનું વિજ્ઞાન પણ મશીનના દળેલા લોટમાં થોડુંક ભૂસું નાખીને રોટલી બનાવવાની સલાહ આપે છે. એટલે કે લોટના ચારણને ફેંકી દેવા કરતાં બચાવીને વાપરવું ડહાપણ ભરેલું છે. તેમ કરવાથી આપણને તેનો પૂરેપૂરો લાભ મળે છે અને તેના અભાવે થતી બીમારીઓથી પણ બચી શકીએ છીએ.
લાપસી માટે વપરાતા ઘઉંના ફાડા અગત્યના એટલા માટે છે કે તે ઘઉંની બનાવટ હોવા છતાં પણ તેનું પૌષ્ટિક મૂલ્ય ઘઉં જેટલું જ રહે છે, જ્યારે બીજી બનાવટોમાં થોડુંઘણું પોષણ ઓછું થાય છે. ઘઉંના ફાડામાં ખરેખર આખા ઘઉંના દાણાનો બધો જ ભાગ આવી જાય છે.

ઘઉંના ઉપરના થૂલાના પડમાંથી સ્નાયુઓ માટે ઉત્તમ જાતનું પ્રોટીન મળે છે. વચલા ભાગ કરતાં તે દશ ગણો ક્ષાર પૂરો પાડે છે. જ્ઞાનતંતુ તથા હાડકાં માટે ફોસ્ફરસ અને કાળી દ્રાક્ષ કરતાં બમણા પ્રમાણમાં શરીરમાં રતાશ લાવનારું લોહી પૂરું પાડે છે તેમજ કબજિયાત અટકાવવા માટે તે જરૂરી કૂચો પૂરો પાડે છે. ઘઉંના છોડમાં રફેજ અથવા રેસા અથવા ફાઈબર સારું મળે છે જે પેટ સાફ રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. ઘઉંની મીઠાશ- મધુરતા પણ તેમાં જળવાય છે. ઘઉં રસમાં મધુર અને વીર્ય તેમજ વિપાકમાં શીતલ છે. ઘઉંમાં રહેલાં પ્રોટીન, સ્ટાર્ચ, ફેટ તથા તંતુ મનુષ્યનાં શરીર માટે બળદાયી, પોષક, વીર્યવર્ધક અને પુન:જીવનદાતા છે. લોહીને શુદ્ધ રાખવા માટે તથા બીજી કેટલીક ક્રિયાઓ માટે શરીરને મોટા પ્રમાણમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કલોરિન, સલ્ફર અને આર્યન – આ આઠ જાતના ક્ષારની જરૂરત હોય છે.

ઘઉંમાં આ આઠે આઠ જાતના ક્ષાર સારા પ્રમાણમાં મળી રહે છે અને શરીરને તે થૂલા, ફાડા વગેરે દ્વારા પૂરા પાડી શકાય છે. કબજિયાત અટકાવવા અને આંતરડાંના ખોરાકને ગતિ આપવા ‘કૂચા’ અથવા રેસાવાળા પદાર્થની જરૂરત છે. તે કૂચા પૂરા પાડનારા પદાર્થોમાં થૂલું, ફાડા તથા ફોતરાં ઉત્તમ છે. કારણ કે તે આંતરડાંને છોલતાં નથી. જ્યારે પાચક દવાઓ આંતરડાંને છોલીને દસ્ત લાવતી હોવાથી છેવટે ભયંકર રોગ ઉત્પન્ન કરે છે. થૂલું કાઢી નાંખવાથી લોટમાંથી એવી જાતનાં તત્વો નીકળી જાય છે જેની ઉણપ બીજા કોઈપણ જાતના ખોરાકથી પૂરી કરી શકાતી નથી. આને પરિણામે રોગ ઉત્પન્ન થવાનાં જોખમો વધી જાય છે. પ્રોટીન્સ, વિટામિન્સ અને ક્ષારો એ રક્ષણાત્મક આહાર છે. બાળપણ અને યુવાનીમાં પ્રોટીન વિશેષત જરૂરી છે. લેવાતા આહારમાં ફક્ત પ્રોટીનના અલ્પ પ્રમાણના કારણે જ સમાજમાં માંદગીનું મોટું ચિત્ર છે. ખોરાકના છ ઘટકો કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, ક્ષાર, વિટામિન્સ અને પાણી આ તમામે તમામ ઘટકો ઘઉંમાં સમાયેલા છે અને તેનાથી દુર્બળ-અશક્ત મનુષ્ય પુષ્ટ થાય છે, તેનું વજન વધે છે અને તેની ગેસ તથા કબજિયાતની ફરિયાદ દૂર થાય છે.

આપણા દેશમાં શ્રીમંત વર્ગમાં માલ-મલીદા ખાવા છતાં પણ નિ:સંતાનપણું વિશેષ જોવામાં આવે છે, જ્યારે ગામડામાં ગરીબ લોકોને ત્યાં લૂખો-પાંખો ખોરાક લેવા છતાં પણ બાળકની કતાર લાગેલી હોય છે. તેમના ખોરાકનો અભ્યાસ કરવાથી વૈદ્યો અને વિજ્ઞાનશાસ્ત્રીઓને વિટામિન ‘ઈ’ સંબંધી વિશેષ જ્ઞાન લાધ્યું છે. આ વિટામીન ‘ઈ’ ઘઉંમાં સારા પ્રમાણમાં હોય છે.

વિજ્ઞાનશાસ્ત્રીઓએ વિટામીન ‘ઈ’ને રિપ્રોડકટીવ (સર્જક) વિટામિન તરીકે ઓળખાવેલ છે. બીજી રીતે શરીર બરાબર હોવા છતાં વિટામીન ‘ઈ’ના અભાવે નિ:સંતાનપણું આવે છે તેમ તેઓનું માનવું છે. આજે જગત અનેક પ્રકારની વ્યાધિઓથી પીડિત છે. ડૉક્ટરો વધતા જાય છે, રોજબરોજ નવી દવાઓ અને દવાખાનાં વધતાં જાય છે અને તેમ છતાં માનવીને સાચાં સુખશાંતિ દુર્લભ થતાં જાય છે. આનું કારણ એ છે કે, અથર્વવેદના એક અંગ આયુર્વેદમાં દર્શાવેલા તંદુરસ્તી જાળવવાના નિયમોની ઘોર ઉપેક્ષા થઈ રહી છે અને ખોરાકમાં પૌષ્ટિક તત્વો અથવા તો ઉપયોગી તત્વો જો પૂરતા પ્રમાણમાં લેવામાં ન આવે તો કેટલીક જાતનાં ખાસ દરદો થાય છે અને તેની ખાસ ચિકિત્સા પણ, એ જ ઉપયોગી તત્વોની ખામી દૂર કરવાથી દરદો દૂર થઈ જાય છે. તાત્પર્ય કે, આરોગ્યસંપત્તિ અને સૌંદર્ય સર્વે પૌષ્ટિક આહારથી જ પ્રાપ્ત થાય છે.

શરીર તંદુરસ્ત રહે તેમ દરેક માનવી ઈચ્છે છે, તેમ છતાં તેમ કરવા માટે તે આહારના નિયમોનું પાલન કરતો નથી તે હકીકત છે. અત્યારની નવી પેઢીઓનાં માનવીઓ આ રિવાજોનું પાલન કરતાં નથી. પહેલાં બાળકનું નામ પાડતી વખતે બારમા દિવસે આખા ઘઉંને બાફીને તેની ઘુઘરી બનાવી, ઘુઘરીમાં પણ ગોળ-ઘી નાંખી આપવામાં આવતી હતી. વૈજ્ઞાનિક દષ્ટિકોણથી આ ઘુઘરી તો લાપસી અને ચૂરમા કરતાં પણ વધુ પૌષ્ટિક છે તેમ છતાં, આજના જમાનામાં પોતાને સુધરેલા ગણાવતાં લોકો આટલું નગ્ન સત્ય સમજી શકતાં નથી અને તેઓના શુભ જમણવારોમાં લાપસીને યાદ કરી તે જમાડવાને બદલે લાપસીને રાંધનારા, પીરસનારા અને જમાડનારાની મશ્કરી કરે છે. તેમને વહેમીલા ગણાવી તેમના ઉપર અંધશ્રદ્ધાળુનો આક્ષેપ મૂકી તિરસ્કારની નજરે જોઈ પોતાને આધુનિક ગણાવી ગૌરવ અનુભવવાનો દેખાવ કરે છે અને બાપદાદાઓને મૂર્ખમાં ખપાવવાનો પ્રયત્ન કરે છે.

આ બધાના પરિણામે અત્યારે મેંદાના લોટનો વપરાશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. પણ પ્રયોગથી એ વાત સાબિત થઈ ચુકેલી છે કે મેંદો શરીરને પોષવાને બદલે નુકશાન પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલા માટે આપણા વડવાઓ આજે પણ કહે છે કે આડા દિવસોમાં તમે એવો પોષ્ટિક આહાર નિયમિત ખાતા જ નથી પણ સારા પ્રસંગોમાં શુભ અવસરે શુકનમાં તો આ લાપસી કે ચૂરમું ખાઓ ! આવાં જીવનતત્વ અને વિટામીનથી ભરપૂર લાપસી જેવા ખોરાકને શુભ પ્રસંગોએ જમણવારમાં તો સમાવીએ ખરા જ પરંતુ નિયમિત ખોરાકમાં પણ તે અપનાવી લેવામાં જ શાણપણ છે એવું નથી લાગતું ?