Showing posts with label LOVE STORY. Show all posts
Showing posts with label LOVE STORY. Show all posts

16 April 2020

પ્રેમ ચેપી હોય છે. જે આપશે એને મળશે જ !

પ્રેમ ચેપી હોય છે !

શહેરના  બજારમાં સંતરાં વેચતી ડોસી પાસેથી એ યુવાન હમેશાં સંતરાં ખરીદતો.

સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો

“અરે ડોશીમા,જુઓ તો,  આ સંતરું ખાટું છે !“

ડોશી એમાંથી એક પેસી ચાખીને ચમકીને  કહેતી ,” જા રે બાબા, આટલું બધું મીઠું તો છે આ સંતરુ ! ”

થોડું છોલેલા એ સંતરાને ડોશી પાસે જ છોડીને એ હસમુખો યુવાન બાકીનાં સંતરાં લઈને આગળ ચાલ્યો જતો !

એની પત્નીએ આખરે એક દિવસ એને પૂછ્યું:

”ડોશીમાનાં સંતરાં તો હંમેશાં મીઠાં જ હોય છે, તો ય તમે દરેક વખતે ચાખવાનું નાટક કેમ કરો છો ?”

પતિએ મુખ પર સ્મિત સાથે કહ્યું:

” એ સાચું છે કે ડોશીમા હમેશા મીઠાં સંતરાં જ વેચે છે,પણ એ પોતે સંતરાં ખાવા પામતી હોય એમ મને લાગતું નથી.એટલે આવુ નાટક કરીને  રોજ  એને એક સંતરું  ખવડાવવું  મને બહુ ગમે છે !”

સંતરાંવાળા ડોશીમાની બાજુમાં બેસતી બાઈ એ ડોસીમાં ને  પૂછ્યું:

” સંતરાં ખરીદવા આવતો પેલો જક્કી છોકરો રોજે રોજ ચાખ ચાખ કરે છે, ને તોય તું સંતરાં તોલે ત્યારે  હમેશાં એને એક બે સંતરાં વધારે આપી દે  છે, આવું કેમ  ?”

ડોશીમાએ  કહ્યું :

” એ છોકરાના મનની વાત હું બરાબર જાણી ગઈ છું.રોજ એ સંતરૂ ચાખવાના બહાને એકાદ સંતરૂ  અહીં મારા માટે મુકીને જાય છે.

એ સમજે છે કે હું એ સમજતી નથી, પણ  મારા માટેના એના પ્રેમને હું ઓળખી ગઈ છું. એના આ પ્રેમના લીધે જ, એક મા ની જેમ , આપોઆપ મારાથી સંતરાં બાજુ ત્રાજવું નમી જાય છે !

પ્રેમ ચેપી હોય છે.

જે આપશે એને મળશે જ !

29 October 2018

પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી, સમસ્યા એટલા માટે થાય છે કે આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ".

ડીવોર્સને એક વર્ષ પૂરું થયું..

ત્યારે એક યુવતીએ તેના ભૂતપૂર્વ પતિને પત્ર લખ્યો :-

"આજે આપણે છૂટા પડયા તેને એક વર્ષ થયું. છૂટા પડયા પહેલા આપણે પાંચ વર્ષ સાથે રહ્યા હતા. આપણે સાથે હતા તેમાં છેલ્લું વર્ષ આપણું ખરાબ રહ્યું. આપણા સંબંધો બગડયા. આપણે છૂટા પડયા".

આજે મારી સામે છૂટાછેડા પછીનું એક વર્ષ છે, છૂટાછેડા પહેલાનું ખરાબ સંબંધોનું એક વર્ષ છે ને તારી સાથે લગ્ન કર્યા પછીનું એક વર્ષ પણ મારી નજર સામે છે.હું વિચાર કરતી હતી કે આ ત્રણ વર્ષમાં કયુ વર્ષ યાદ રાખવું જોઈએ? હું મારા વિચારોથી ત્રણે વર્ષમાં પાછી ચક્કર મારી આવી.

તારી સાથેનું પહેલું વર્ષ કેટલું સુંદર હતું?

એવું લાગતું હતું કે જાણે આપણે જ એક-બીજાની જિંદગી છીએ. આપણે સરસ જીવ્યા અને પછી જીવવાનું ભૂલતાં ગયા. એક-બીજા ના વાંક શોધવા લાગ્યા અને અંતે છૂટા પડયા. છૂટાછેડા પછીના એક વર્ષમાં મેં તને ખૂબ ધિક્કાર્યો છે. તને નફરત કરી છે

..પણ ગઈકાલની એક ઘટનાએ મારી વિચારવાની દિશા જ બદલી નાખી. ગઈ કાલે હું આપણાં જૂના ફોટોગ્રાફસ કાઢીને બેઠી હતી. આપણે ફરવા ગયા હતાં એ બધી જ તસવીરો ફરીથી જોઈ. આપણું હસવું, આપણી મસ્તી અને એક-બીજામાં ખોવાઈ જવાની પલ. મેં વર્ષો પછી આ ફોટા જોયા આલબમ બંધ કર્યો ત્યારે વિચાર આવ્યો કે,

"આપણે કેવા વિચિત્ર છીએ સારી યાદોને આલબમમાં મઢાવીને રાખીએ છીએ અને ખરાબ યાદોને
દિલમાં સંઘરીએ છીએ!"

"સારી યાદોના આલબમને ભાગ્યે જ ખોલીએ છીએ અને દિલમાં ધરબેલી ખરાબ યાદોને રોજ ખોતરીએ છીએ"

એના કરતાં ઊલટું કરીએ તો?

સારી યાદોને દિલમાં રાખીએ અને ખરાબ યાદોને દફનાવી દઈએ! મેં આજે મારી બધી જ ખરાબ યાદોને દફનાવી દીધી છે. આ પત્ર હું તને એટલું કહેવા માટે જ લખું છું કે, હવેથી હું તને ક્યારેય નફરત નહી કરું. કદાચ હવે હું તને યાદ જ નહી કરું અને યાદ કરીશ તો પણ ખરાબ રીતે તો નહીં જ કરું! હું ખરાબ ક્ષણોને ભૂલી જાવ છું, તું પણ ભૂલી જજે અને તારી જિંદગીને સરસ રીતે જીવજે...

હા, અને છેલ્લી વાત. આજે હું એટલું શીખી છું કે,આપણે આપણા દિલને સારી યાદોનો બગીચો બનાવવો કે ખરાબ યાદોની કબર એ આપણે નક્કી કરવાનું હોય છે. આજે મેં એક કબર ઉખેડીને ફેંકી દીધી છે... મને બહુ હળવાશ લાગે છે.

યાદ એટલે?                             
સાથે ન હોવા છતાં સાથે રહેવું...

આપણા ભૂતકાળ થી મોટો મોટીવેટર , દુનિયા માં ક્યાંય નથી ,

પોતાના દરેક અનુભવ થી શીખતાં રહો, કેમકે તમારી જીંદગી માં ધરખમ ફેરફાર તમારા સિવાય દુનિયા નો કોઈ વ્યક્તિ નહીં કરી શકે...

"નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું સાહેબ,
જીવ એટલા માટે જાય છે કે .......
પાણીમાં, તરતા નથી આવડતું"

"પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી,
સમસ્યા એટલા માટે થાય છે કે ...
આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ".

26 March 2016

આ લવસ્ટોરી તમારા હ્દયને સ્પર્શી જશે


કોલેજમાં સાથે અભ્યાસ કરતા એક છોકરા અને છોકરી વચ્ચે સારી મૈત્રી હતી.કોલેજ પછીનો ઘણો સમય બંને સાથે જ ગાળતા હતા.

આ મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઇ. બંને એક બીજા વગર રહી શકતા ન હતા.

કોલેજ પુરી થયા બાદ બંને એ પોતપોતાના ઘરે આ બાબતની વાત કરી. શરુઆતમાં થોડી આનાકાની બાદ બંનેના પરિવાર લગ્ન માટે રાજી થયા. છોકરાને હજુ વધુ અભ્યાસ માટે વિદેશ જવુ હતુ અને આ માટે સ્કોલરશીપ પણ મળી હતી. માટે હાલ પુરતી બંનેની સગાઇ કરવાનું નક્કી થયુ. સગાઇ થયા બાદ છોકરો વિદેશ ભણવા માટે જતો રહ્યો પણ રોજ રાત્રે થોડીવાર ફોન પર પોતાની ભાવી પત્નિ સાથે વાત કરી લે.

એક દિવસ છોકરીને એક અકસ્માત નડ્યો. એનો જીવ તો બચી ગયો પણ જીભ ચાલી ગઇ. ડોકટરે કહ્યુ , " આ છોકરી હવે એની જીંદગીમાં ક્યારેય નહી બોલી શકે." તે દિવસે રાત્રે પેલા છોકરાના અસંખ્ય કોલ આવ્યા પણ જવાબ કોણ આપે ? છોકરાએ જુદી જુદી રીતે સંપર્ક કરવાનો ખુબ પ્રયાસ કર્યો પણ કોઇ રીતે સંપર્ક થયો નહી.

છોકરીએ પોતાના પિતાને લખીને સમજાવ્યુ કે એ હવે છોકરાનું જીવન બરબાદ કરવા નથી માંગતી કારણકે છોકરો ખુબ બોલકો છે અને હું એની સાથે વાત કરી શકુ તેમ જ નથી તો જીવન કેમ પસાર થાય ?

છોકરીના કહેવાથી એના પિતાને શહેર પણ બદલી નાંખ્યુ અને એક બીજા શહેરમાં રહેવા માટે જતા રહ્યા. છોકરીએ પોતાની બહેનપણી દ્વારા ફોન કરાવીને છોકરાને કહેવડાવી દીધુ કે એ કોઇ બીજી છોકરી શોધી લે.

થોડા દિવસ છોકરાના ખુબ કોલ આવ્યા પણ પછી કોલ આવતા બંધ થઇ ગયા. છોકરીને લાગ્યુ કે એ હવે મને ભૂલી ગયો હશે. છોકરી એ છોકરાને યાદ કરીને રોજ રડ્યા કરતી.

એકાદ વર્ષ કરતા વધુ સમય થઇ ગયો. એકદિવસ છોકરીની બહેનપણી એના ઘરે આવી અને કહ્યુ , " પેલો છોકરો લગ્ન કરી રહ્યો છે એના લગ્નની કંકોત્રી મને મળી છે.
છોકરીની આંખમાં આંસુ આવી ગયા. મને આવ ભૂલી ગયો એ હવે! એને એક પણ વખત મને મળવાનો વિચાર ન આવ્યો ? શું પ્રેમ આવો હોય ? આવું વિચારતા વિચારતા એણે કંકોત્રી હાથમાં લીધી અને એ છોકરાની સાથે પોતાનું નામ વાંચીને આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ.

હજુ કંઇ બોલે એ પહેલા જ છોકરો એની નજર સામે પ્રગટ થયો અને છોકરીને બોલીને નહી પરંતું સાંકેતીક ભાષામાં કહ્યુ , " મેં લગ્ન માટે તને આપેલુ વચન મને યાદ છે. મને માફ કરજે આ એક વર્ષ જેટલો લાંબો સમય લેવા બદલ કારણકે આ સમય દરમ્યાન હું સાંકેતિક ભાષા શીખી રહ્યો હતો. હવે હું તારો પતિ જ નહી તારો અવાજ પણ બનીશ."

=============×××××××================

તમે જેને દિલથી ચાહો છો એના પર વિશ્વાસ પણ રાખજો. કેટલીકવાર પ્રિયજન તફરથી કોઇ પ્રતિઉતર ન મળે ત્યારે તમે જેવું વિચારો છો એના કરતા વસ્તવિકતા કંઇક જુદી પણ હોઇ શકે.

14 February 2016

વેલેન્ટાઈન

"દીકુ મને ગાડીમાં જઇને ચા પીવી ગમે "
"હવે હું મુજકા હાલીને ચા પીવા જાવ છું ને તને......😡"
      
        પ્રેમનું કેવું છે ? તેનું ઉદાહરણ શાહબુદિન રાઠોડના વનેચંદના વરઘોડમા થોડો ફેરફાર કરીને કહું. હું અને મારા પ્રિય મિત્ર ભવ્ય રાવલ એક બ્રાહ્મણ મિત્રને ત્યા બ્ર્મહભોજન કરવા ગયા હતા. ત્યા હજુ પાંગત પ્રથા હતી. થાડીઓ આવી અને થોડી વારમા ધડાંગ.....ધડાંગ.....ધડાંગ, અવાજ આવ્યો એટલે ભવ્યએ પૂછ્યું,"આ શું છે?"
તેની  બાજુમા બેઠેલા ભાઇએ કહ્યુ કે, "લાડુ આવે છે."
"એમાં આટલો બધો અવાજ."કહી મિત્ર ભવ્ય દાઢી માંથી હસ્યા. થોડીવાર બાદ બ્ર્મહભોજન નો નાદ થયો. અમે બધાએ એકસાથે લાડવા મોમાં મૂક્યા. પણ લાડવો તૂટયો નહીં. ત્યાં મિત્ર ભવ્ય બોલ્યા, "તૂટયો, તૂટયો." હું આશ્ર્ચર્યની મુદ્રામાં તેની સામુ જોઈ પૂછવા લાગ્યો "લાડવો તૂટી ગયો."
"ના,દાંત તૂટી ગયો યાર !"
એટલામાં પિરસનાર વ્યક્તિ માંથી એકે પૂછ્યું,"હવે કાંઇ જોઈએ છીએ?"
મેં કહ્યુ ,"હા,ખાંડણી ને દસ્તો આપો." પ્રેમનું પણ આવુ જ છે. પીરસાય જાય તો મજા આવે. ખાવા જાવ તો દાંત તૂટી જાય અને પ્રેમલગ્ન કરો તો ખાંડણી ને દસ્તો સાથે રાખવાનો. લાકડાના લાડુ.
           આ વેલેન્ટાઈન ડેના દિવસે અમેરિકાથી મને ફોન આવ્યો એમણે પૂછ્યું,"મયલા ભાઇ દુનિયાના સોથી ઘાયલ પ્રેમીઓ ક્યાં રહે છે?"
જવાબ: ઉત્તર ગુજરાતમા, આમ તમે જુઓ મોના થીબાના લગ્ન થતા હોય અને કમલેશ બારોટનું મો અમીબા જેવું થઇ ગયું હોય. વિરહમાં છાતીમાં ધુમ્બા મારતા હોય. આવો વીડિયો ત્યાં જ બને.
"ઓકે બીજો પ્રશ્ન, વિશ્ર્વના નિષ્ફળ પ્રેમીઓ ક્યાં રહે છે?"
જવાબ:કાઠિયાવાડમા, છોકરીઓ ને દુહો મારીને પ્રપોઝ કરે ,છોકરીને પણ અંદરથી થાય કે આને પાણો મારી દઉ. જો છોકરી દુહો યોગ્ય સમજી જાય (જો છોકરાના ભાગ્ય સારા હોય તો !) તો છોકરો તેને બાબુભાઈને ત્યાં ગરમ ગાંઠીયાની ડેટ પર લઈ જાય. કાઠિયા એન્ડ ગાંઠિયા બોથ આર સેમ.
             થોડીવાર બાદ અમેરિકાના કટ્ટર હરીફ રશિયાનો ફોન આવ્યો." મયલા ભાઇ તમે અમેરિકાને વેલેન્ટાઈન સંશોધનમા મદદ કરી. હવે, અમને કહો. આધુનિક પ્રેમના લક્ષણો ક્યા ક્યા?" 
જવાબ:1)તલાટી મંત્રી બનવાનું મન થાય.
2)એકતા કપૂરની સિરિયલ જોવાનું મન થાય.
3)ઉપરનું કંઈ ન થાય તો બાબા રામદેવના આશ્રમે જવાનું મન થાય.
#        #   ઇન્ટરવલ  #    #
આજ ઘણા એવા પ્રેમીઓ જોશુ કે જેને જોઇને એમ થાય કે છોકરો ક્યા સોમવારના વ્રત રહ્યો હશે. તે આવી સુંદર પ્રેમિકા મળી.
#  #    #      $        #     #     #
તમે એવુ માનતા હો કે પ્રેમ માત્ર દર્દ આપે છે તો ખોટું છે. હું બહાઉદિન કોલેજમા હતો ત્યારે અમારા મનોજ ભાઇ પ્રેમમા પડેલા. પ્રેમમા તો પાસ ના થયા, પણ તેની યાદમા અભિજ્ઞાન શકુંતલ વાંચ્યા કરતા જેથી બી.એ માં ટોપ કરી ગયા. અત્યારે પ્રોફેસર છે અને હું પેલી છોકરીને ગોતુ છું,જેથી પ્રોફેસર બની શકુ. એ છોકરી તો નોકરી અપાવવાનું મને મશીન લાગે છે.
        અમારા જૂનાગઢમાં કોઇ પ્રેમમા પડે અને જો દિલ તૂટી જાય તો સમજવાનું,આવતા વર્ષે શિવરાત્રિના મેળામા એક નંગ વધુ ઉમેરાયુ. કારણકે અમારે નજીક છે અને અમે ઘણાને સાચવ્યા છે.  એમાં એક બે ઘાયલ વધુ આવી જાય તો વાંધો નથી. વાંધો મને ત્યાં પડે જો તે કવિ બને. મારી સોસાયટીમાં જ ચાર કવિ છે. આમ દરેક સોસાયટીમાં ચાર પાંચ છે. હું પાણો મારું તો પણ કવિને જ લાગે છે. ગયા વર્ષની વેલેન્ટાઈને કવિ મુશાયરો રાખેલો. જ્યાં ઢીશુમ.... ઢીશુમ..... થઇ  ગયેલી. સાંભળવાવાળા બધા કવિ હતા. હું ઓડિયન્સ શોધવામા થાપ ખાઇ ગયેલો. અને આ મયલો, એમ કહી મને પણ બે કવિઓ એ માર્યો. એટલે મુશાયરો આ વર્ષે કેન્સલ છે.
    
    $વેલેન્ટાઈન ટહુકો$

મારી ગર્લફ્રેંડે આ વર્ષે વેલેન્ટાઈન ગીફ્ટમાં બે નવલકથા માંગી છે. મે તૈયાર રાખી છે. જે આ પ્રમાણે છે.
"સોરઠ તારા વહેતા પાણી અને ઝેર તો પીધા છે જાણી જાણી."(મારા તમામ પ્રિયજનોને વેલેન્ટાઈનની શુભકામનાઓ)

Thanks -
          💖ALPESH PARMAR 💘

29 December 2015

પ્રેમ શું છે?

ઘણા લોકો ક્યારે નહીં સમજી શકે કે પ્રેમ શું છે?
એનું સરસ ઉદાહરણ નીચે છે. વાંચવા જેવું છે.
એક પ્રેમીકા, તેના પ્રેમીને વાતચીત દરમ્યાન પૂછે છે કે,
તું કેમ મને પસંદ કરે છે? તું કેમ મને પ્રેમ કરે છે?
પ્રેમીઃ “હું તેનું કોઇ કારણ કહી શકું તેમ નથી, પણ હા, તું
મને ખુબ જ પસંદ છે.”
પ્રેમીકાઃ જો તું મને તેનું કોઇ કારણ ના કહી શકે તો.. તું
મને કેવી રીતે પસંદ
કરી શકે અને પ્રેમ કરી શકે ?
પ્રેમીઃ મને ખરેખર તેનું કારણ નથી ખબર, પણ હું એ સાબિત
કરી શકું કે હું તને પ્રેમ કરું છું.
પ્રેમીકાઃ સાબિત ? ના હું ઇચ્છું છું કે તું મને કારણ કહે.
મારી એક મિત્ર નો દોસ્ત
તેને કેમ ચાહે છે તેનું કારણ કહી શકે છે તો તું કેમ નહીં ?
પ્રેમીઃ સારું સારું…. અને તેણે કારણ આપવાનું ચાલું કર્યુ.
૧. કારણકે, તું ખુબ સુંદર છે.
૨. કારણકે, તારો અવાજ ખુબ મધુર છે.
૩. કારણકે, તું મારી સારસંભાળ રાખે છે.
૪. કારણકે, તું ખુબ જ પ્રેમાળ છે.
૫. કારણકે, તું મુક્તવિચારો ધરાવે છે.
૬. કારણકે, તારું સ્મિત ખુબ જ સુંદર છે.
૭. કારણકે, તારી દરેક હરકતો મને પસંદ છે.
પ્રેમીકા, પ્રેમી ના મુખે કારણો સાંભળી ને ખુબ જ ખુશ થઇ
ગઇ.
અને થોડા દિવસ પછી, પ્રેમીકા નો અક્સ્માત થયો અને તે
કોમા માં જતી રહી.
તેના પ્રેમી એ એક પત્ર લખીને તેની બાજુ માં મુક્યો અને
તેમાં લખ્યુ હતું,
૧. તારો અવાજ ખુબ જ મધુર હતો કે જેના લીધે હું તને પ્રેમ
કરતો હતો,
પણ હવે તું બોલી નથી શકતી તેથી હું તને પ્રેમ ના કરી શકું.
૨. તારી સારસંભાળ રાખવા ની આદત મને પસંદ હતી, પણ
હવે તો
તે કરી શકતી નથી તેથી હું તને પ્રેમ ના કરી શકું.
૩. તારું હસવું તારી હરકતો, પણ હવે તું તે કરી શકતી નથી,
તેથી હું તને પ્રેમ ના કરી શકું.
૪. જો પ્રેમ ને કારણોની જરૂર પડે, કે જેવી અત્યારે પડે છે,
તો એવું કોઇ કારણ નથી, મારા માટે કે હું તને વધુ પ્રેમ
કરી શકું.
શું પ્રેમ ને કારણ જોઇએ ?
ના, માટે હું હજુ પણ તને જ પ્રેમ કરું છું.
પ્રેમ માં કોઇ શર્ત ના હોઇ,શર્ત રાખી ને પ્રેમ થાય તે
પ્રેમ ના હોઇ શકે.તમો ને શું લાગે છે કે રાધા એ શ્યામ સાથે
કોઇ શર્ત રાખી ને પ્રેમ કરયો હશે ના
પ્રેમ માં કોઇ શર્ત હોતીજ નથી.પ્રેમ ફીલ કરી શકાય
છે.આજ કાલ લોકો પ્રેમ ને
હવસ નું નામ આપી દે છે.મિત્રો પ્રેમ એ શરીર ની ભુખ નથી,
ભુખ છે તે પ્રેમ
નથી.પ્રેમ એટલે વિના કોઇ શરતે માત્ર આપવુંજ નહી કે
લેવુ.રાધે એ માત્ર શ્યામ
ને પ્રેમજ આપ્યો કોઇ અપેષા વગર અને પ્રેમ માં સાથે રહેવું એ
પણ મહતવ નું
નથી પણ જે સમય સાથે હોય ત્યારે જીંદગી જે જીવી જાય તે
મહતવ નું હોય છે.
પ્રેમી થી તેની પ્રેમીકા કોઇ દિવસ તેના થી દુર હોતીજ
નથી તે તેના દિલ માં સ્થાન
જ્માવી ને બેસી હોય
છે.પ્રેમીકા હમેંશા પ્રેંમી ની આસપાસજ હોય છે.
“હર પળ લાગે છે કે જાણે, તું કયાંક આસપાસ છે,
. . . . . . ઉઘાડી આંખે દેખાતું આ સ્વપન, આ સત્ય છે કે 'આભાસ'
છે.”

27 May 2015

લાઈફમાં ક્યારેય કોઈને પ્રેમ કર્યો હોય તો આગળ વાંચજો !!


=========================================
એક નાનુ એવુ રૂડું રૂપાળું પંખી બગીચામાં ખિલેલા એક સફેદ ફુલ પર જ ઉડ્યા કરતું હતું. ફુલે પંખીને પુછ્યુ કે તું કેમ મારી આસપાસ જ ઉડ્યા કરે છે . પંખીએ હસતા હસતા કહ્યુ કે ખબર નહી કેમ પણ તારાથી દુર જવાની મને ઇચ્છા જ નથી થતી મને બસ એમ જ થાય છે કે હુ તને એક ક્ષણ પણ મારી નજરથી દુર ન કરું.
ફુલને થયુ કે આ તો સાલું માથે પડ્યુ છે અને મારો પીછો મુકે તેમ લાગતું નથી. મારે કોઇ ઉપાય કરીને આને મારાથી દુર કરવું જ પડશે. એણે પંખીને કહ્યુ કે તું કાયમ મારી સાથે રહેવા ઇચ્છે છે ? પંખી આ સાંભળીને એકદમ આનંદમાં આવી ગયુ એવું લાગ્યુ જાણે કે આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધુ. એણે તો તુરંત જ કહ્યુ કે હા હુ કાયમ તારી સાથે જ રહેવા માંગું છું.
ફુલે કહ્યુ કે જો હું અત્યારે સફેદ છુ જ્યારે હું લાલ થઇ જઇશ ત્યારે આપણે બંને કાયમ માટે એક થઇ જઇશું. આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યુ અને ગાવા લાગ્યુ. ફુલ વિચારમાં પડી ગયુ કે હુ તો સફેદ છુ લાલ તો થવાનું જ નથી આ તો આનો પીછો છોડાવવા માટે મે આમ કહ્યુ પણ આતો એવું માની બેઠુ લાગે છે કે હું લાલ થઇ જઇશ એની બુધ્ધિ કામ કરતી બંધ થઇ ગઇ લાગે છે.
પેલા ફુલની આસપાસ ખુબ કાંટા હતા પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરિરને કાંટા સાથે અથડાવવાનું શરુ કર્યુ પંખીના શરિરમાંથી લોહીના છાંટા ઉડીને ફુલ પર પડવા માંડયા અને ફુલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું.
થોડી વારમાં પંખીનું આખુ શરિર વિંધાય ગયુ અને પેલુ સફેદ ફુલ લાલ થઇ ગયુ. ફુલને હવે સમજાયુ કે પંખી એને કેટલો પ્રેમ કરે છે !!!!!!! એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચુ નમ્યુ અને કહ્યુ કે દોસ્ત મને માફ કરજે હું તો તારા પ્રેમને મજાક સમજતો હતો પણ મને હવે તારો પ્રેમ સમજાય છે અને અનુભવાય પણ છે. હુ પણ તને પ્રેમ કરું છું દોસ્ત ........ફુલ સતત બોલતું જ રહ્યુ પણ સામે કોઇ જ જવાબ ન મળ્યો ત્યારે ફુલને સમજાયુ કે હવે ઘણું મોડું થઇ ગયુ છે.
આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે કોઇ આપણને ખરા દીલથી ચાહતું હોય છે અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ .....જાળવજો .....સંભાળજો .........ક્યાંક પ્રેમનો સ્વિકાર કરવામાં મોડું ન થઇ જાય !!!!!