6 July 2015

કાર્ડ નો પ્રકાર અને કાર્યપદ્ધતિ


બીપીએલ કાર્ડ આપવા માટેના ધોરણો
ગ્રામ્‍ય વિસ્‍તાર માટે અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ માસીક આવક રૂ. ૩૨૪/- થી ઓછી હોવી જોઇએ. અને શહેરી વિસ્‍તાર માટે રૂ. ૫૦૧/- થી ઓછી હોવી જોઇએ. (પાંચ સભ્‍યોનું કુટુંબ ગણતરીમાં લેવાનું)
અરજદાર ખેતમજૂર હોવો જોઇએ.
અરજદાર એક એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઇએ.
બી.પી.એલ. સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં ૦ થી ૧૬ ગુણાંક ધરાવતા લાભાર્થીઓ કે જેઓએ ઇન્‍દીરા આવાસ યોજના કે બીજી આવાસ યોજના હેઠળ લાભ લીધેલ હોય તેવા બીપીએલ યાદીના લાભાર્થીઓ હોવા જોઇએ.
અરજદાર કુટુંબના ભરણપોષણ માટે મજૂરકામ અર્થે સ્‍થળાંતર કરતો હોવો જોઇએ.
અંત્યોદય અન્‍ન યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નકકી કરવાના ધોરણો
જમીન વિહોણા ખેતમજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામ્‍ય કારીગરો જેવા કે કુંભાર, ચામડું પકવનારા, વણકરો, લુહાર, સુથાર, ઝુપડપટ્ટીમાં રહેતા લોકો અને અવિધિસર સેકટરમાં દૈનિક ધોરણે તેમનું ગુજરાન કમાતા જેવા કે માલ સમાન ઉચકનારા કુલી, રીક્ષાચાલક, હાથલારી ચલાવનારા, ફળફળાદિ અને ફુલ વેચનાર, મદારીઓ, કાગળ, વીણનારા અને વંચિત તથા આવી જ કેટેગરીમાં આવતા અન્‍ય ગ્રામ્‍ય અને શહેર વિસ્‍તારમાં રહેતા લોકો.
વિધવા સંચાલિત કુટુંબો અથવા બિમાર વ્યકિતઓ/અશકત વ્યકિતઓ/૬૦ વર્ષની ઉંમરની વ્યકિતઓ અથવા તેથી વધારે ઉંમરની વ્યકિતઓ કે જેમને જીવન નિર્વાહ માટેનું સાધન અથવા સામાજિક આધાર ન હોય.
વિધવાઓ અથવા બિમાર વ્યકિતો અથવા અશકત વ્યકિતઓ અથવા ૬૦ વર્ષની ઉંમર કે તેથી વધારે ઉંમરની વ્યકિતઓ અથવા એકલ સ્‍ત્રીઓ અથવા એકલ પુરુષો કે જેમને કુટુંબ ન હોય અથવા સામાજિક આધાર ન હોય અથવા જીવન નિર્વાહ માટેનું કોઇ સાધન ન હોય.
તમામ આદીમ આદિવાસી કુટુંબો.
બી.પી.એલ. કાર્ડધારક એચઆઇવીગ્રસ્‍ત વ્યકિત
બી.પી.એલ. કાર્ડધારક રકતપિત્તથી અસરગ્રસ્‍ત
સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નોંધાયેલા તમામ વિધવા, અપંગ, અશકત વ્યકિતઓ કે જેઓ બી.પી.એલ. કાર્ડ ધારકો હોય તે તમામ વ્યકિતઓ.
બારકોડેડ રેશનકાર્ડના કોડ
ક્રમ કેટેગરી કોડ
૧ એપીએલ-૧ કોડ-૧
૨ એપીએલ-૨ કોડ-૨
૩ બીપીએલ કોડ-૩
૪ એએવાય કોડ-૪
નવા બાર કોડેડ રેશન કાર્ડની કિંમત
હયાત જૂના રેશનકાર્ડના બદલે નવા બારકોડેડ રેશનકાર્ડ તથા વિભાજન કરી આપવામાં આવતા બારકોડેડ રેશનકાર્ડ વિના મૂલ્યે આપવામાં આવે છે. તદન નવા તથા ડુપ્લીકેટ બારકોડેડ રેશનકાર્ડની કિંમત નીચે મુજબ છે.
ક્રમ કેટેગરી કાર્ડની કિંમત રૂ. ડુપ્‍લીકેટ કાર્ડની કિંમત રૂ.
૧ એપીએલ-૧ ૨૦/- ૩૦/-
૨ એપીએલ-૨ ૪૦/- ૪૦/-
૩ બીપીએલ નિ:શુલ્‍ક ૫/-
૪ એએવાય નિ:શુલ્‍ક ૫/-

5 July 2015

સુખ માત્ર સંપત્તિથી નથી મળતું, આપણી પાસે જે કંઈ છે તેને સરખી રીતે વાપરવાથી સાચો આનંદ મળે છે.



એકવાર રાજાભોજ નદી કિનારે લટાર મારતા હતા. આજુ-બાજુ લીલુછમ્મ ઘાસ, ખળખળ વહેતી નદી, વૃક્ષો, હવામાં લહેરાતા ફૂલો... રાજા આનંદિત થઈ ગયા. તેવામાં તેમની નજર એક કઠિયારા પર પડી. માથા પર લાકડાનો ભારો મૂકેલો હતો. તડકામાં વજન ઉપાડીને આવતો હતો છતાં તે ખુશ દેખાતો હતો, આનંદમાં હોય તેમ ધીમે-ધીમે કંઈક ગાતો-ગાતો જતો હતો. રાજાએ તેને પૂછયું, 'તું કોણ છે?'

કઠિયારો બોલ્યો, 'હું અહીંનો રાજા છું'

રાજાને નવાઈ લાગી. તેમણે પોતાની ઓળખાણ છૂપાવી અને તેના વિશે વધુ જાણવા વાતો કરવા લાગ્યા. તેણે કઠિયારાને પૂછયું, 'તું કેટલું કમાય છે? તું તારી આવકથી ખુશ છે?'

કઠિયારો બોલ્યો, 'હું રોજના છ પૈસા કમાઉ છું અને હું બહું ખુશ છું'

રાજાએ વિચાર્યું કે મારા ખજાનામાં અઢળક નાણું, સોના મહોર પડેલી છે છતાં મને કેટલા પ્રશ્નો છે અને આ કઠિયારો રોજના છ પૈસામાં ખુશ કેવી રીતે રહેતો હશે?

કઠિયારો તેમના મનમાં ચાલતા વિચાર સમજી ગયો હોય તેમ બોલ્યો, 'જુઓ, તમને વિશ્વાસ નથી આવતો ને? તો હું તમને સમજાવું. છ પૈસામાંથી એક પૈસો હું રોકાણકારને આપું છું. એક મારા મિનિસ્ટરને, એક મારા લેણિયાતોને, એક મારા બેંક ખાતામાં જમા કરું છું, એક મહેમાન માટે રાખું છું અને એક મારા માટે રાખું છું.'

રાજાને કઠિયારીની વાત સમજાય નહીં તેમના ચહેરા પરના ભાવ કઠિયારો સમજી ગયો અને કહ્યું, 'ચલો તમને સમજાવું, મારા માતા-પિતા મારા રોકાણકાર છે. તેમણે મને મોટો કર્યાે, ધંધો કરતા શીખડાવ્યું એટલે એક પૈસો તેમને આપું છું, એક પૈસો મારા મિનિસ્ટર એટલે કે મારી પત્નીને આપું છું, કારણ કે તે ઘર ચલાવે છે અને બધાનું ધ્યાન રાખે છે. મારા બાળકો એ મારા લેણિયાત કહેવાય. તેમના માટે એક પૈસાનો ખર્ચ કરું છું. પછી રોજ એક પૈસો ભવિષ્ય માટે બચાવું છું. કારણ કે જે ભવિષ્યનો વિચાર ન કરે તે દુઃખી થાય. પછી એક પૈસો મારા ઘરમાં આવતા મહેમાન માટે રાખુ છું જેથી કયારેક મહેમાન આવે તો સારી રીતે રાખી શકું અને એક પૈસો મારા મોજ-શોખ માટે જુદો રાખુ છું.'

રાજા તો ગરીબ કઠિયારાની વાતો સાંભળીને છક થઈ ગયા. તેમને સમજાય ગયું કે ખરેખરું સુખ માત્ર સંપત્તિથી નથી મળતું, આપણી પાસે જે કંઈ છે તેને સરખી રીતે વાપરવાથી સાચો આનંદ મળે છે.

4 July 2015

www.pravinvankar.com post

ગુજરાતનો ઈતિહાસ Gujarat no itihas reading click here ⤵ ⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_87.html       

ગુજરાત સરકારના મંત્રી મંડળની વિગત (નામ, ફાળવેલ ખાતું, સરનામું, ઈ મેઈલ, ફોન નંબર) Gujarat government Mantri mandal click here ⤵ ⤵

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_71.html
ભારત સરકારનું મંત્રી મંડળ .
India government Mantri mandal click here⤵⤵ 

http://gurudevjbbk.blogspot.in/2015/06/blog-post_99.html

CURRENT AFFAIRS. નવો અંક આવ્યો.
tet-1, tet-2, tat, htat & all exam useful.
કરંટ ન્યુઝ માટે ઈ-દ્રસ્ટી સામાઈક વાંચ્યા બાદ બીજું કંઈ વાંચવાની જરૂર લાગશે જ નહીં. એકવાર ચેક કરી જોવો તદ્દન મફત છે.
E-dristi monthly magazine all in one current affairs 1-1-2015 to 30-6-2015 total six months download click here ⤵ ⤵

http://www.pravinvankar.com/2015/06/current-news.html

उपर के सामयिक के विषय⤵⤵
राष्ट्रीय परिदृश्य / अंतर्राष्ट्रीय परिदृश्य / आर्थिक परिदृश्य / वैज्ञानिक परिदृश्यरक्षा/विज्ञान संक्षिप्तिकी / खेल परिदृश्यटेनिस/ चर्चित खेल व्यक्तित्व / संक्षिप्तियांचर्चित व्यक्ति / चर्चित स्थल/ पुरस्कार/सम्मान / योजना/परियोजना / ऑपरेशन/अभियान / आयोग/समिति / सम्मेलन/समारोह / संधि/समझौता / संघ/संगठन /विधि/न्याय / वर्ष/दिवस/सप्ताह.




asa na shikshak ni badli Anay madhyam ma pan thai sake. Read News⤵⤵
http://www.pravinvankar.com/2015/07/blo-ne-malwapatra-vadtar-rajao.html?m=1

STD -3/4 MA FIRST & SECOND SEMESTER MA SUBJECT MUJAB ALAG ALAG TIME TABLE BANAVAVU. Download click here ⤵ ⤵
http://www.pravinvankar.com/search/label/ABHYASAKRAM?m=1




આપણને માહિતી ઈન્ટરનેટ પર સાચી લિંક ના મળવાને કારણે ઓનલાઈન માહિતી જોવામાં મુશ્કેલી પડે છે.

તમારા ગામની માહિતી તથા કોઈપણ ગામનો ટેલીફોન કોડ જાણવા  માટે⤵⤵

http://www.pravinvankar.com/2015/05/village-city-information.html
તમારા ગામનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન જાણો છો ?  જોવા માટે⤵⤵
http://www.pravinvankar.com/2015/05/find-your-village-weather-temperature.html
ભારતની તમામ બેંકોના IFSE કોડ તથા સરનામું જોવા.  All India bank ifce code & address mate⤵⤵
                                                               http://www.pravinvankar.com/2015/05/all-bank-ifsc-code-address.html
ભારતના તમામ ગામ તથા શહેરના પીનકોડ જોવા. All India pin code number⤵⤵
http://www.pravinvankar.com/2015/05/all-india-pin-code.html

શું  આપને આપના ગામની વસ્તી ખબર છે ?
જો તમારે સમગ્ર ભારતના કોઈપણ રાજ્ય, જીલ્લા, તાલુકા કે ગામની જનસંખ્યા જાણવી હોય તો નીચેની લિંક પરથી જાણો⤵⤵

http://www.pravinvankar.com/2015/05/how-your-village-population.html

કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર ઓનલાઈન જાણો. ⤵⤵

http://www.pravinvankar.com/2015/05/two-places-between-distance.html


આવી માહિતી ઈન્ટરનેટ પર સાચી લિંક ના મળવાને કારણે જોવામાં મુશ્કેલી પડે છે.
પોતાને ગમતી બાબતો બીજા મિત્રો સુધી પહોંચાડો.






તમે જો CCC ની પરિક્ષા પાસ નથી કરી તો મહેનત ચાલુ કરી દો, કેમકે આજે 30/6/2015નો દિવસ ફેઝ -6 નો છેલ્લો  દિવસ છે તેથી  ફેઝ -7નું રજીસ્ટેશન હવે ટૂંક સમયમાં શરુ થશે. 30/6/2015 last day of phase -6 email 📧 copy download click here ⤵ ⤵  
http://www.pravinvankar.com/2015/06/ccc-gtu.html
જો બનાસકાંઠામાં CCC પાસ કરવાની શરતે હુકમ અપાતો હોય તો બીજા જિલ્લામાં કેમ નહીં ?
વિદ્યાસહાયક ભરતી-2010 તથા ઉચ્ચતર પગાર ધોરણ  લેવાનું બાકી છે તે મિત્રો માટે અભ્યાસ કરી કંઈક રસ્તો કાઢવા થોડા પરીપત્રો.

સૌથી વધુ હેરાન કરતો પરિપત્ર CCC વગર બઢતી તથા ઉચ્ચતર પગાર નહીં.
Date -31/12/2013 sudhi CCC pass karava babat paripatra DATE - 22/7/2013.⤵⤵

http://www.pravinvankar.com/2015/06/ccc-paripatra-date-2272013.html
ઉચ્ચતર પગાર CCC પાસ કરે ત્યારથી આપવા બાબત.
Date -1/1/2014 bad jo CCC pass karel hoi to te divas thi uchchatar pagar aapava babat paripatra DATE -3/5/2014.⤵⤵


http://www.pravinvankar.com/2015/06/ccc-paripatra-date-352014.html
CCC+ પાસ કરેલ હોય તો CCC જરૂર નથી.
CCC + pass hoy tene CCC ni jarur nathi. Paripatra DATE - 9/12/2014.⤵⤵


http://www.pravinvankar.com/2015/06/ccc-paripatra-date-9122014.html
ઉચ્ચતર પગાર માટે CCC ફરજીયાત.
Uchchatar pagar mate CCC farjiyat.  30/6/2008 pachhi pass kare to tyar thi uchchatar pagar aapava babat paripatra 1/10/2007⤵⤵
http://www.pravinvankar.com/2015/06/ccc-paripatra-date-1102007.html
વિદ્યાસહાયક ભરતીમાં સર્ટી મુક્તિ.
Vidyasahayak bharati vakhate CCC docket NI parixa manthi mukti aapava babat paripatra DATE -6/6/2008 ⤵⤵
http://www.pravinvankar.com/2015/06/ccc-paripatra-date-662008.html
50 વર્ષ પૂર્ણ કરનારને CCC માંથી મુક્તિનો પરિપત્ર.  CCC PARIXA MATHI 50 YEAR MUKTI GR.
Paripatra date-20-6-2015 ⤵⤵


http://www.pravinvankar.com/2015/06/ccc-parixa-mathi-50-year-mukti-gr.html
રસોયા કર્મચારીને CCC મુક્તિ varg-4 rasoya ne Ccc mukti ⤵⤵  
http://www.pravinvankar.com/2015/06/ccc-paripatra-date-12112014.html




જામનગરનો વળતર રજા બાબતના નિયમ સમજાવતો બધાને ઉપયોગી થાય તેવો તારીખ - 27/9/2013નો પરિપત્ર. Jamnagar valatar raja babat click here ⤵⤵

http://www.pravinvankar.com/2015/06/jamnagar-valatar-raja-ange.html

જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરવા હવે અદાલતમાં નહિ જવું પડે - છાપાના સમાચાર. Janm pramanpatra ma sudharo thashe sarlatathi click here ⤵⤵

http://www.pravinvankar.com/2015/06/janm-pramanpatra.html

અંગુઠા તથા આંગળીની છાપથી બનેલા જોરદાર ચિત્રો. Super finger Print Drawing click here ⤵⤵

http://www.pravinvankar.com/2015/06/finger-print-drawing.html


કાગળની ટ્રેમાંથી બનાવેલા નમૂનાઓ જોવો. Paper tray namoona click here ⤵⤵


http://www.pravinvankar.com/2015/06/paper-tray-creativity.html

વિશ્વમાં સૌથી વધુ ફૂલ ધરાવતો દુબઈનો બગીચો. World more flowers in dubai miracle garden click here ⤵⤵

http://www.pravinvankar.com/2015/06/world-more-flowers-in-dubai-miracle.html

ગુજરાતના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારી તથા કચેરીના નંબર. TAMARA JILLA NA DPO NO TATHA KACHERI NO NUMBER JANAVA⤵⤵ 

http://www.pravinvankar.com/2015/06/district-primary-education-officer.html





2 July 2015

हम सब अपनी सफलता का श्रेय खुद लेना चाहते है जबकि क्या पता हमारे साथ रहने वाले की वजह से हमे यह हासिल हो पाया हो।.

एक बार यात्रियों से भरी एक बस
कहीं जा रही थी।

अचानक मौसम बदला धुलभरी आंधी के बाद
बारिश की बूंदे गिरने लगी बारिश तेज होकर
तूफान मे बदल चुकी थी

घनघोर अंधेरा छा गया भयंकर बिजली
चमकने
लगी बिजली कडककर बस की तरफ आती
और
वापस चली जाती
ऐसा कई बार हुआ सब की सांसे ऊपर की ऊपर
और नीचे की नीचे।

ड्राईवर ने आखिरकार बस को एक बडे से
पेड से
करीब पचास कदम की दूरी पर रोक दी और
यात्रियों से कहा कि इस बस मे कोई
ऐसा यात्री बैठा है जिसकी मौत आज
निश्चित है
उसके साथ साथ कहीं हमे
भी अपनी जिन्दगी से हाथ न धोना पडे
इसलिए सभी यात्री एक एक कर
जाओ और उस
पेड के हाथ लगाकर आओ जो भी बदकिस्मत
होगा उस पर बिजली गिर जाएगी और
बाकी सब बच जाएंगे।

सबसे पहले जिसकी बारी थी उसको दो तीन
यात्रियों ने जबरदस्ती धक्का देकर बस
से नीचे
उतारा वह धीरे धीरे पेड तक गया डरते
डरते पेड
के हाथ लगाया और भाग कर आकर बस मे बैठ
गया।

ऐसे ही एक एक कर सब जाते और भागकर आकर
बस
मे बैठ चैन की सांस लेते।

अंत मे केवल एक आदमी बच गया उसने
सोचा तेरी मौत तो आज निश्चित है सब उसे
किसी अपराधी की तरह देख रहे थे जो आज
उन्हे अपने साथ ले मरता
उसे भी जबरदस्ती बस से नीचे उतारा गया
वह
भारी मन से पेड के पास पहुँचा और जैसे ही
पेड के
हाथ लगाया तेज आवाज से
बिजली कडकी और बिजली बस पर गिर
गयी
बस धूं धूं कर जल उठी सब यात्री मारे गये सिर्फ
उस एक को छोडकर जिसे सब बदकिस्मत मान
रहे
थे वो नही जानते थे कि उसकी वजह से
ही सबकी जान बची हुई थी।

"दोस्तो हम सब अपनी सफलता का श्रेय खुद
लेना चाहते है जबकि क्या पता हमारे साथ
रहने वाले की वजह से हमे यह हासिल
हो पाया हो।..............|

1 July 2015

સામાન્યમાંથી અસામાન્ય


સુરેન્દ્રનગર જિલ્લાના એક સામાન્ય પરિવારનો છોકરો ભણવામાં તો સામાન્ય કરતા પણ નીચો હતો. ધો. ૧૦ સુધીનો અભ્યાસ સરકારી શાળાઓમાં જ કર્યો અને ધો. ૧૦ના એના પરિણામમાં એની વિદ્વતાનો પરિચય એણે બધાને કરાવ્યો. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આ ત્રણેય મહત્વના વિષયોમાં ૧૦૦માંથી ૩૫ માર્કસ આવ્યા આ બંદાને. સ્વાભાવિક છે કે માર્કશીટ જોઈને કોઈ સ્કૂલ એડમિશન આપવા તૈયાર નહોતી કારણ કે આવા નબળા વિદ્યાર્થીને એડમિશન આપીને ભલા કઈ શાળા પોતાનું પરિણામ બગાડે ?
સાયન્સ કે કોમર્સનો તો વિચાર જ ન કરી શકાય. આ પરિણામના આધારે, એટલે આપણે આ મિત્રએ આર્ટ્સ રાખ્યું. અંગ્રેજી તો એવું સારું કે ફોર્મ ભરતી વખતે એના નામનો પહેલો અક્ષર કેપીટલને બદલે સ્મોલ કરેલો અને છેલ્લો અક્ષર સ્મોલને બદલે કેપીટલ કરેલો. આટલું સારું અંગ્રેજી હોવાથી અંગ્રેજી સાથે આર્ટ્સ કરવાનો વિચાર કર્યો.
બસ અહીંથી વાર્તામાં બદલાવ આવે છે. મને કેમ અંગ્રેજી ના આવડે ? જો સામાન્ય માણસ અંગ્રેજી શીખી શકે તો હું કેમ નહીં ? મારું અંગ્રેજી કેમ ન સુધરે ? અને એણે સખત મહેનત શરૂ કરી. બી.એ. પછી એમ.એ. અને બી.એડ. કર્યું. વિદ્યાસહાયક તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૫૦૦ના ફિક્સ પગારમાં નોકરી શરૂ કરી.
અહીંયા એના દિમાગમાં એક સ્વપ્નબીજ રોપાયું. મારે સામાન્ય શિક્ષક તરીકે નહીં પરંતુ આઈએએસ બનીને કલેક્ટર તરીકે કામ કરવું છે. ધો.૧૦માં માંડ માંડ પાસ થયેલા આ શિક્ષક મિત્રએ આભને આંબવાનું અને દેશની સર્વોચ્ચ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. રોજની ૧૨ થી ૧૪ કલાકની મહેનત. નોકરી પણ મૂકી દીધી.
પ્રથમ વાર પરીક્ષામાં બેઠા પરિણામ આવ્યું નાપાસ, બીજી વાર નાપાસ, ત્રીજી વાર નાપાસ, ચોથી વાર નાપાસ… હવે તો હદ થાય વારંવારની નિષ્ફળતા પછી પણ પ્રયાસ ચાલુ. કદાચ આ પંક્તિઓ આપણા એ મિત્ર માટે જ લખાઈ હશે.
“સફળતાનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહીં લાવું,
હજુ તો મારે મંઝીલને લાત મારવાની બાકી છે.”
પાંચમાં પ્રયાસે આપણા આ મિત્રએ પોતાની મંઝીલને લાત મારી. યુપીએસસી પાસ કરી અને એ પણ અંગ્રેજી માધ્યમમાં અને એને આઈએએસ કેડર મળી અને ગુજરાત રાજ્ય મળ્યું. ગુજરાત રાજ્યમાં જ આઈ.એ.એસ. અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી તુષાર સુમેરા હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
જો મનોબળ મજબૂત હોય તો સખત મહેનત દ્વારા સામાન્યમાંથી અસામાન્ય બની શકાય. માત્ર ટકાવારીના આધારે જ કોઈનું મૂલ્યાંકન કરવાની ભૂલ ક્યારેય નહીં કરતા.