11 July 2015

ભારતની સૌથી હાઇ બજેટની ફિલ્મ ‘બાહુબલી’

ફિલ્મઃ બાહુબલીઃ ધ બિગિનિંગ
ડાયરેક્ટરઃ એસ.એસ. રામજોલી
સ્ટાર કાસ્ટઃ પ્રભાસ, રાણા ડગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, સુદીપ
સર્ટિફિકેટઃ U/A
રેટિંગઃ 3.

અગાઉ ‘મગધીરા’ અને ‘ઇગા (મખ્ખી)’ જેવી ફિલ્મોના ડિરેક્ટર એસ.એસ. રામજોલીએ આ ફિલ્મ સાથે ફિલ્મમેકિંગના ઇતિહાસમાં એક નવો ચીલો ચાતર્યો છે. ત્રણ વર્ષ સુધી એક જ વાર્તા પર શૂટિંગ કરીને ભારતની સૌથી હાઇ બજેટની ફિલ્મ ‘બાહુબલી’ બનાવી છે.

વાર્તા
આ ફિલ્મની વાર્તા કાલ્પનિક નગર ‘માહેષ્મતી’ના સિંહાસનની જે મહારાણી પોતાના બે દીકરાઓ ‘બાહુબલી’ અને ભલાલમાંથી એકને આપવા માંગતી હોય છે. અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ)ને લોકો ભગવાનની જેમ પૂજતા હોય છે. ધીમે ધીમે અમરેન્દ્રનો દીકરો શિવુડુ (પ્રભાસ) પણ અહીંયાંના લોકોનો ‘હીરો’ બની જાય છે. એક સમયે પછી જ્યારે શિવુડુ પોતાના પ્રદેશમાં પરત આવે છે ને જુવે છે કે બધું જ બદલાઈ ગયું છે. ભલાલ (રાણા ડગ્ગુબત્તી)ના લોકોની સાથે શિવુડુએ યુદ્ધ કરવું પડે છે. આ સમયે બંને હિરોઇનોના અલગ અલગ ચહેરાઓ સામે આવે છે.


સ્ક્રિપ્ટ, અભિનય, સંગીત
ફિલ્મ સ્ક્રિપ્ટ અને સ્ક્રિન પ્લેને જોઇને ખરેખર લાગે છે કે આ ફિલ્મની કહાની માટે એસ. એસ. રજામોલીએ આઠ વર્ષનો સમય લીધો છે. આ ફિલ્મના કેટલાક સીન તમને ચોંકાવી દે એવા છે. પ્રભાસ અને રાણા ડગ્ગુબત્તીએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. બંનેએ પોતાના રોલને અનુરૂપ સંપૂર્ણ ન્યાય આપ્યો છે. તો મુખ્ય હિરોઇન તરીકે અનુષ્કા શેટ્ટી અને તમન્ના ભાટિયાએ પણ સારું પ્રદર્શન કર્યું છે. તો ફિલ્મમાં સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર ખૂબ જ સુંદર છે. ફિલ્મનાં ગીતોને બાદ કરતાં ફિલ્મનાં તમામ પાસાંઓ ખૂબ જ સુંદર છે.

ફિલ્મ ‘બાહુબલી’એક દમ પૈસાવસૂલ છે. ફુલ ફેમિલી સાથે જોવા જવાય એવી મસાલા ફિલ્મ છે. આ ફિલ્મમાં એક ઐતિહાસિક વર્ણન તમને ફિલ્મ બીજી વખત જોવા મજબૂર કરે છે.

10 July 2015

ઇન્ટરનેટ બ્રાઉઝર 41 શોર્ટકટ તમારું કામ સરળ બનાવી દેશે.

દરેક ઇન્ટરનેટ બ્રાઉઝર માટે અલગ અલગ શોર્ટકટ્સ હોય છે. ઘણીવાર અલગ અલગ બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડે ત્યારે યૂઝર્સને શોર્ટકટ્સમાં કન્ફ્યુઝન પેદા થાય છે. ઇન્ટરનેટ અમૂક એવા શોર્ટકટ છે જે દરેક બ્રાઉઝરમાં કોમન હોય છે. ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય, ક્રોમ હોય કે પછી મોજિલા ફાયરફોક્સ હોય આ શોર્ટકટ્સ દરેક બ્રાઉઝમાં કામ આવે છે. divyabhaskar.com તમને બતાવે છે આવા જ 41 શોર્ટકટ વિશે કે તમારું કામ સરળ બનાવી દેશે.

1. Ctrl+1(1 થી 8 તમામ નંબરો કામ કરે છે.)
આ શોર્ટકટની મદદથી તમે બ્રાઉઝરમાં ખુલ્લા ટેબ વચ્ચે પણ શફલ કરી શકો છો, ctrl કીની સાથે જે નંબર દબાવશો તો નંબરની ટેબ ખુલી જશે.

2. Ctrl+9 : કોઇપણ બ્રાઉઝર પર ખુલેલી છેલ્લી ટેબ માટે.

3. Ctrl+Tab : જે ટેબ પર તમે છો તેનાથી બીજી ટેબ પર જવા માટે. આ ઉપરાંત Ctrl+Page Up નો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ આ શોર્ટકટ ઇન્ટરનેટ એક્સપ્લોરર પર જ કામ કરે છે.

4. Ctrl+Shift+Tab : જે ટેબ પર તમે છો તેનાથી પહેલાવાળી ટેબ પર જવા માટે.

5. Ctrl+W અથવા Ctrl+F4 : બધી ટેબ્સને બંધ કરવા માટે

6. Ctrl+Shift+T : ભૂલથી બંધ કરેલી છેલ્લી ટેબને ફરીથી ખોલવા માટે

7. Ctrl+T : નવી ટેબને ખોલવા માટે

8. Ctrl+N : નવું બ્રાઉઝ વિન્ડો ખોલવા માટે

9. Alt+F4 : બ્રાઉઝરને બંધ કરવા માટે

10. Middle Click a Tab (કોઇપણ ટેબ પર જઇને માઉસથી મિડલ ક્લિક કરવું) – ટેબને બંધ કરવા માટે

11. Ctrl+Left Click, Middle Click – બ્રેકગ્રાઉન્ડમાં રહેલી કોઇપણ લિંકને બીજી ટેબમાં ખોલવા માટે

12. Shift+Left Click- કોઇપણ લિંકને બીજી બ્રાઉઝર વિન્ડોમાં ખોલવા માટે

13. Ctrl+Shift+Left Click – કોઇપણ લિંકને પહેલા ટેબમાં ખોલવા માટે

14. Alt+space (સ્પેશ બટન) – મેન મેનું ખોલવા માટે

15. Alt+Right Arrow, Shift+Backspace – ઓનલાઇન વીડિયોને ફોરવર્ડ કરવા માટે

16. F5 – પેજ રિલોડ કરવા માટે

17. Esc- બંધ કરવા માટે

18. Alt+Home – બ્રાઉઝરનું હોમ પેજ લોડ કરવા માટે

19. Ctrl અને+ : ઝૂમ ઇન (પેજની કન્ટેન્ટને ઝૂમ કરવા માટે)

20. Ctrl અને – : ઝૂમ આઉટ

21. Ctrl+0 – પેજને ડિફોલ્ટ ઝૂમ પર સેટ કરવા માટે

22. F11 – ફૂલ સ્ક્રીન મોડ પર લઇ જવા માટે’

23. સ્પેસબાર અથવા સ્પેશ ડાઉન બટન (Space, Page Down) – વેબ પેજને સ્ક્રોલ ડાઉન કરવા માટે (પેજની નીચેની તરફ જવા માટે)

24. Shift+Space, Page Up – વેબ પેજને સ્ક્રોલ અપ કરવા માટે (પેજમાં ઉપરની બાજુએ જવા માટે)

25. હોમ (Home)- વેબ પેજ પર સૌથી ઉપર જવા માટે

26. એન્ડ (End)- વેબ પેજ પર સૌથી નીચે જવા માટે

27. મિડલ ક્લિક (માઉસથી વેબ પેજ પર મિડલ ક્લિક કરવું)- માઉસની મૂવમેન્ટ પર વેબપેજની સ્ક્રોલિંગ સેટ કરવી

28. Ctrl+L, Alt+D, F6 – એડ્રેસબાર પર ફોકસ કરવું જેથી તેની પર ટાઇપ કરી શકાય

29. Ctrl+Enter – એડ્રેસબાર પર કોઇપણ શબ્દ ટાઇપ કર્યા પછી જો Ctrl+Enter દબાઇ જાય તો બ્રાઉઝ જાતે જ તે શબ્દની આગળ www. અને પાછળ .com લગાવી દેશે.

30. Alt+Enter – એડ્રેસબારમાં ટાઇપ કરેલી લિંકને બીજા ટેબમાં ખોલવા માટે

31. Ctrl+F, F3 – વેબ પેજ પર સર્ચબોક્સ ખોલવા માટે

32. Ctrl+G, F3 – વેબ પેજ પર આગળની મેચ કરવાવાળી ટેકસ્ટ આઇટમ શોધવા માટે

33. Ctrl+Shift+G, Shift+F3 – વેબ પેજ પર પાછળના જુના મેચ કરવાવાળા ટેક્સ્ટ આઇટમ શોધવા માટે

34. Ctrl+H – બ્રાઉઝીંગ હિસ્ટ્રી ખોલવા માટે

35. Ctrl+J – ડાઉનલોડ હિસ્ટ્રી ખોલવા માટે

36. Ctrl+D – જે વેબસાઇટને ખોલેલી છે જેને બુકમાર્ક કરવા માટે

37. Ctrl+Shift+Del – બ્રાઉઝીંગ હિસ્ટ્રી ડિલીટ કરવાવાળી વિન્ડોઝ ખોલવા માટે

38. Ctrl+P – ખુલેલા વેબ પેજની પ્રિન્ટ આઉટ લેવા માટે

39. Ctrl+S – ખુલેલા વેબ પેજને કૉમ્પ્યુટર સેવ કરવા માટે

40. Ctrl+O – પોતાના કૉમ્પ્યુટરમાં સેવ કરેલી કોઇ ફાઇલ ખોલવા માટે

41. Ctrl+U – કોઇપણ વેબ પેજનો સોર્સ કોડ ખોલવા માટે (આ શોર્ટકટ ઇન્ટરનેટ એક્સપ્લોરર પર કામ નથી કરતો)

9 July 2015

www.pravinvankar.com post.

તારીખ-11/7/2015 તાલીમનું સમય પત્રક. Talim babat aajano paripatra date-10/7/2015 download click here⤵⤵

http://www.pravinvankar.com/2015/07/sevakalin-talim-1172015-mate.html


TET-2 જુની આન્સર કી માટે.
Old paper tet-2 download click here.⤵⤵

http://www.pravinvankar.com/2015/07/tet-2-old-paper.html 


HTAT જુની આન્સર કી માટે Old paper Htat download click here.⤵⤵

http://www.pravinvankar.com/2015/07/htat-old-paper.html




બાળક ગેર હાજર રહેતું હોય તો વાલીને કલમ -45 મુજબ કેવી નોટીશ આપવી તેનો નમૂનો.
Balak ger hajar rahe to vali ne notice ⤵⤵

http://www.pravinvankar.com/2015/07/balak-ger-hajar-rahe-to-vali-ne-notice.html?m=1

જે મિત્રોએ GTU CCC માં પરિક્ષા આપી હોય તે મિત્રો તેમનું પરિણામ /  કોમ્પ્યુટરરાઇઝ માર્કશીટનું વેરીફીકેશન કેવી રીતે કરશો તે જાણો.
Ccc computer markshit verification click here⤵⤵

http://www.pravinvankar.com/2015/07/ccc-marksheet-download.html




બદલી થઇ હોય અને છુટા ના થયા હોય તેમના માટે.
2012,13,14 na badli thay hoy pn chhuta na krya hoy. temna mate aajano paripatra date -9/7/2015 download click here ⤵ ⤵

http://www.pravinvankar.com/2015/07/badali-thai-pan-chhuta-nathi-thaya.html

તમે તમારું GTU CCC નું રીઝલ્ટ ચેક કરી લો.
NOW U CAN VERIFY UR GTU CCC RESULT.
તમારા સર્ટીની ખરાઇ કરો.⤵⤵
http://www.pravinvankar.com/2015/07/gtu-gujarat-technological-university.html

ઉપરની લિંક પરથી  ઘેર બેઠા પહેલાથી  સર્ટીની ખરાઈ કરી લેવી સારી. તમામ મિત્રોને જાણ કરો.

वलसाड जिल्ला नु तलाटी मंत्री,क्लर्क,एफएमडब्ल्यू,एमएचडब्ल्यू नु प्रोवीसनल रिजल्ट जाहेर⤵⤵

http://www.pravinvankar.com/2015/07/valsad-results.html








વિચરતી-વિમુક્ત શિષ્યવૃત્તિ ધોરણ-૧ થી ૫ કુમાર-કન્યાના દરમાં સુધારો.
શિષ્યવૃત્તિ પરિપત્ર - ૨૦૧૫/૧૬
Scholar ship-2015 /16 paripatra download click here ⤵⤵


http://www.pravinvankar.com/2015/06/shishyavrutti-2015-16-paripatra.html?m=1

CCC GUJRAT GOVERNMENT PARIPATRA- 19-2-2014 MUJAB.
ઘેર બેઠા પરિણામ ચેક કરો બોગસ સર્ટીની ચિંતા દૂર કરો.
શું તમે CCC પરીક્ષા ITI માં તા-23/11/2006 થી તા-31/3/2013 સુધી આપેલ છે ? તો તમારું નામ અને નંબર ચેક કરો. તમારા સર્ટીની ખરાઇ કરો.⤵⤵
http://www.pravinvankar.com/2015/06/ccc-kharai-paripatra-website.html?m=1

ઉપરની લિંક પરથી પરિણામ ડાઉનલોડ કરી સેવ રાખો. જો તમે ખરેખર પરિક્ષા આપી હોય અને નામ ના હોય તો ITI નો સંપર્ક કરો.અમુકવાર સાચા હોવા છતાં પાછળથી  હેરાનગતિ થાય છે માટે ઘેર બેઠા પહેલાથી  સર્ટીની ખરાઈ કરી લેવી સારી. તમામ મિત્રોને જાણ કરો.   Aayurved centre address & mobile number & more information pdf file pages -14 download click here ⤵ ⤵  http://www.pravinvankar.com/2015/06/health-centre.html.  શું તમને ખબર છે કે 1996 થી આજ સુધી મોઘવારી કયા સમયે કેટલી વધી ?
પાંચમા પગારપંચ તથા છઠ્ઠા પગારપંચના મોંઘવારીના ટકા જાણો. D.A. KOTHO 1-1-1996 TO 1-1-2015 DOWNLOAD CLICK HERE ⤵⤵

http://www.pravinvankar.com/2015/06/da-1-1-1996-to-1-1-2015.html  ફેસબૂક ઉપયોગ કરવામાં પડતી મુશ્કેલીઓ દુર કરવા ઉપયોગી વિડીયો. FACEBOOK USEFUL 6 VIDEOS DOWNLOAD CLICK HERE ⤵⤵
 http://www.pravinvankar.com/2015/05/facebook-information-video.html
ઈ મેઈલનો ઉપયોગ કરવો છે પણ અમુક બાબતો સમજમાં નથી આવતી તેવા તમામ મિત્રો માટે ઉપયોગી વિડીયો.
E MAIL USEFUL 7 VIDEOS DOWNLOAD CLICK HERE⤵⤵
 http://www.pravinvankar.com/2015/05/email-information-videos.html   
આ ફેસબૂકના છ વિડીયો તથા ઈ મેઈલના સાત વિડીયો સમજ્યા બાદ ઘણા પ્રશ્નો હલ થઇ જશે.
પોતાને ગમતી બાબતો બીજા મિત્રો સુધી પહોંચાડો.   ગુણોત્સવ-5 નું પરિણામ જાહેર.
તમારી શાળાનું  પ્રમાણપત્ર CRC સિવાય તમે  પણ ડાઉનલોડ કરી શકો છો. Gunotsav-5 results download click⤵⤵
http://www.pravinvankar.com/2015/05/gunotsav-5-2014.html
તમારી શાળાનો જીલ્લો અને તાલુકો પસંદ કરી સર્ચ કરો. શાળા પર ક્લિક કરી export to pdf પર ક્લિક કરો. પ્રમાણપત્ર ડાઉનલોડ થશે.  ઓડીટ વખતે બાંધકામના અમુક નિયમોની જાણકારી ના હોવાના કારણે ઓડીટર પેરા કાઢતા હોય છે પેરા  નીકળે જ નહીં કે ઓછા નીકળે તે માટે SMC સિવિલવર્કનું મોડ્યુલ ડાઉનલોડ કરી અભ્યાસ કરો તથા સેવ રાખો. બીજા- 5 SMC મોડ્યુલ પણ ડાઉનલોડ કરો. SMC INFORMATION TOTAL- 6 MODULE DOWNLOAD CLICK HERE ⤵⤵
                                                                http://www.pravinvankar.com/2015/05/smc-useful-module.html
HTAT પરિક્ષા આપતા તમામ મિત્રોને પરિક્ષાની તૈયારી  માટે SMC-6 મોડ્યુલ ખૂબ જ ઉપયોગી છે.     સારી વાર્તા વાંચવાની ઈચ્છા થાય તો અહીં ક્લિક કરી જોજો ⤵⤵                                                                              http://gurudevjbbk.blogspot.in/search/label/STORY






તમામ સ્પર્ધાત્મક પરિક્ષાના જનરલ પેપરમાં જુદી જુદી રીતે પૂછાતા પ્રશ્નની સમજ.
Four girls are sitting on a bench to be photographed. Shikha is to the left of Reena. Manju is to the right of Reena. Rita is between Reena and Manju. Who would be second from the left in the photograph?
Option:
A. Reena
B. Shikha
C. Manju
D. Rita
Answer: D . Rita
Justification:
Shikha is to the left of Reena and Manjuis to her right. Rita is between Reena and Manju. So, the order is : Shikah, Reena, Rita, Manju. In a photograph, Rita will be second from left.
અન્ય પ્રશ્નની સમજ માટે.
All exams useful question & answer with Justification click here ⤵ ⤵ 

http://www.pravinvankar.com/2015/07/all-exams-useful-10-question-answer.html
Education ne lagata Whatsapp Group ma Aa number add karasho. - 9925483938 - Pravinvankar.






નાના બાળકોને ગુજરાતી ભાષા શીખવવાના 18 વિડીયો મુળાક્ષરથી શરુ કરી શબ્દ, વાક્ય, આકાર, રંગ, શરીરના અંગો વગેરે બધા જ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ છે. English medium ma study karata children mate Guajarati language shikhavadta very important video download click here ⤵⤵                                                                                                       http://www.pravinvankar.com/2015/05/learn-gujarati-introduction-grammar.html                                                                        દરેક વિડીયોની લિંક પર ક્લિક કર્યા બાદ Description વાંચી જરૂર હોય તે જ વિડીયો ડાઉનલોડ કરો. www.save-video.comની લિંક હોવાથી 2જી નેટવર્ક ઉપયોગ કરતા મિત્રોને ડાઉનલોડ થતા વધુ સમય લાગશે.





7 July 2015

મનુષ્યનું પ્રથમ કર્તવ્ય શું હોય છે


દક્ષિણ ભારતના એક પ્રાંતમાં  વિશાળ મંદિર હતું.તે મંદિરના મુખ્ય પૂજારીનું અવસાન થતાં મંદિરના અન્ય મહંતે બીજા પૂજારીની નિમણૂંક કરવાની ઘોષણા કરાવી.તેણે જણાવ્યું કે કાલે સવારે જે પ્રથમ પહોરમાં આવીને પૂજા વિશેના જ્ઞાનમાં સિદ્ધ સાબિત થશે તેને પૂજારી જાહેર કરાશે.
આ ઘોષણા સાંભળીને અનેક બ્રાહ્મણો સવારે મંદિરમાં આવી ગયાં.મંદિર પહાડ પર હતું અને ત્યાં પહોંચવાનો માર્ગ કાંટા અને પથ્થરોથી ભરેલો હતો.માર્ગની આ જટિલતાનું કોઇપણ રીતે નિવારણ લાવીને બ્રાહ્મણો મંદિરમાં પહોંચ્યાં.

મહંતે બધાને કેટલાંક પ્રશ્નો અને મંત્ર પૂછયાં.જ્યારે પરીક્ષા પૂરી થઇ ત્યારે એક યુવાન બ્રાહ્મણ ત્યાં આવ્યો.તે પરસેવાથી લથબથ હતો અને તેના કપડા પણ ફાટી ગયાં હતાં.મહંતે તેને કારણ પૂછ્યું તો તે બોલ્યો, '' ઘરેથી તો વહેલો જ નિકળ્યો હતો પણ રસ્તામાં કાંટા અને પથ્થરો જોયાં તો તેને કાઢવા લાગ્યો જેથી ભક્તોને તકલીફ ન પડે.તેના કારણે મોડું થઇ  ગયું.''
મહંતે તેને પૂજાવિધિ પૂછી જે તેણે જણાવી.મહંતે પછી તેને મંત્ર વિશે પૂછયું તો તેણે જણાવ્યું કે ભગવાનને નવડાવા અને ખવડાવવા માટેના મંત્રો હોય છે તેની મને જાણ નથી.મહંત બોલ્યા,પૂજારી તો તું બની ગયો,મંત્રો હું તને શિખવી દઇશ.

આ સાંભળીને અન્ય બ્રાહ્મણોએ નારાજગી દર્શાવી.ત્યારે મહંત બોલ્યાં,પોતાના સ્વાર્થની વાત તો પશું પણ જાણે છે,પણ સાચો મનુષ્ય એ છે જે બીજાના દુ:ખ માટે પોતાનાં સુખ છોડી દે.

સાર એટલો જ છે કે જ્ઞાન અને અનુભવ વૈયક્તિક છે જ્યારે માનવતા હંમેશા પરગજુ હોય છે, તેથી તે સતત સમાજ કલ્યાણમાં જ વ્યસ્ત હોય છે.


6 July 2015

એકવાર સિંહણ અને સિંહને વાદ થયો.


એકવાર સિંહણ અને સિંહને વાદ થયો. સિંહણ કહે કે: 'આપણા બાળ હાથીના કુંભસ્થળ તોડી નાખે તે મારા દુધનો પ્રતાપ છે. '
સિંહ કહે : ગાંડી થામાં એ તો ખાનદાની ને જાતિનો પ્રતાપ છે.
એમાં એક વખત એક શિયાળનું બચ્ચુ હાથ આવ્યું. સિંહ કહે : જો તારા દૂધનો પ્રતાપ હોય તો આ બચ્ચાને ધવરાવીને મોટું કર.
સિંહણ તો દિવસરાત શિયાળના બચ્ચાને ધવરાવવા લાગી, પોતાનું બચ્ચુ ભૂખ્યું રહે પણ શિયાળના બચ્ચાને વધારે ધવડાવે.
એક વરસ થયું ત્યાં તો શિયાળિયો ફાટયો, આકાશ ખાઉં કે પાતાળ ખાઉં ! જેને જુએ તેની સામે વટ જ કરે, સિંહ તો બેઠો બેઠો બધું જોયા કરે અને સિંહણની છાતી ગજગજ ફુલે.
સિંહના બચ્ચાને દુધની તાણ પડી તે શરીર ઉપર પુરા રૂંવાડાયે નથી આવ્યા જાણે ખહુરિયા જેવું લાગે.
એક દિવસ મોકો જોઈને સિંહ કહે: "આજે આ હાથીના ટોળામાં છેલ્લે મોટો હાથી છે તેનો શિકાર કરવો છે, તો તારા શિયાળીયાને કહે કે હાથીને પાડે"
સિંહણે શિયાળીયાને બીરદાવ્યો: જો જે હો, મારુ દુધ ન લાજે, માર્ય પેલા હાથીડાને !
શિયાળીયો તો ભાથામાંથી તીર છૂટે એમ છૂટયો, હાથીને ફરતે સાત આંટા માર્યા વિચાર કર્યો કે બટકું કયાં ભરવું ? છેવટે હાથીની પૂંછડીએ ચોંટયો, હાથીએ સૂંઢ ફેરવીને શિયાળીયાને કેડમાંથી પકડયોને આકાશમાં ફગાવ્યો કે આવ્યો ઘરરરર કરતો હેઠો, નીચે પડયો ત્યારે જમીન હારે એવો ચોંટી ગયો કે તાવીથેથી ઉખેડવો પડયો.
સિંહે પોતાના બચ્ચાને હાકલ કરી, લથડીયા લેતો સિંહબાળ ઉઠયો, પૂંછડી ઝટકી જયાં ડણક દીધી ત્યાં તો હાથીના ઢોલ જેવડા પોદળા પડવા માંડયા, એ તો કુદયો પીઠ માથે પાછલા પગની ભીંસ દીધી જોતજોતામાં ડોકે બાઝી ગયો. પાંચ મીનિટમાં ખેલ ખલાસ. મોટો ડુંગરો પડે તેમ હાથી ફસડાઈ પડયો. સિંહણ ઝંખવાઈ ગઈને સિંહ પોરહાણો અને સિંહણને કીધું કે: "દૂધ કરતા કૂળમાં તાકાત છુપાયેલી છે."