2 August 2015

મિત્રતા એટલે શુ ?

ફ્રેડશિપ ડે દરેક વર્ષે ઓગસ્ટના પ્રથમરવિવારે ઉજવાય છે. આમતો દોસ્તી માટે કોઈ દિવસ નક્કી નથી હોતો. સાચા મિત્રો તો સદાય સાથે જ રહે છે. ઋતુ કેવી પણ હોય  પણ મિત્ર દરેક ઋતુનેસુંદર બનાવી આપે છે. જે જાદૂ મોટાથી મોટા જાદૂગર નથી કરી શકતા એ જાદૂ ફ્રેંડસ કરી આપે છે. દોસ્તને જોતા જ કેટલુ પણ મોટુ દુખ હોય તો પણ  ચેહરા પર સ્માઈલ આવી જાય છે. મિત્ર,સખા,દોસ્ત, ફ્રેંડ કોઈ પણ નામે કહો પણ દોસ્તની વ્યાખ્યા કોઈ નહી આપી શકે. મિત્ર  જેને સુખ:દુખ બધા પ્રકારની વાત શેયર કરવાનું મન થાય.હાં ઓગસ્ટનો પ્રથમ રવિવાર મિત્રોનો જ દિવસ છે એટલે કે   "ફ્રેડશિપ ડે "* મિત્ર એ જ છે જે તમારા ભૂતકાળને ભૂલી તમને સમજે અને તમે જેવા છો તેવા જ તમને સ્વીકાર કરે.* મિત્રનું સન્માન કરો ,એની પાછળ એની પ્રશંસા કરો અને જરૂરપડ્તા એની મદદ કરોમિત્ર શબ્દ સાંભળતાની સાથે જ આપણો જે પ્રિય મિત્ર હોય તેનોચહેરો આપણી નજર સામે આવી જાય છે અને તે સાથે જ આપણા ચહેરા પર સ્મિત પણ. મિત્રનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જે આ દુનિયાના બધા જ સંબંધોથી પર છે. સુખ હોય કે દુખ ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો ભલે આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની માફક સાથે જ રહે છે. અરે એક સમયે પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે છે પરંતુ જો મિત્ર હાથ પકડી લે તો તે આખી જીંદગીભર નથી છોડતો. પણ આજના યુગમાં તેવા મિત્રો મળવા અશક્ય છે. આજનો યુગ તો દેખાવાનો યુગ થઈ ગયો છે તેથી તો કૃષ્ણ અને સુદામા જેવી દોસ્તી જોવા મળતી નથી.નહિતર શું જરૂર છે આ ફ્રેંન્ડશીપ ડે ઉજવવાની? શું આપણેજીવનના દરેક દિવસને ફ્રેંન્ડશીપ ડે તરીકે ન ઉજવી શકીએ?મિત્રતા દિવસઉજવવા માટે કોઇ ચોક્કસ દિવસ હોવો એ કાંઇ જરૂરીનથી. પરંતુ આજે કોલેજોમાં તો આનું ખુબ જ મહ્ત્વ વધી ગયું છે. ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર આવ્યો એટલે બધા જ યંગસ્ટર તૈયાર થઈ જાય છે તેને ઉજ્વવા માટે અને ન જાણે કેટલાય રૂપીયા વેડફી નાંખે છે ફ્રેંન્ડશીપ ડે ના નામ પર. અને તે પણ દિલથી કરે તો ઠીક છે પરંતુ આ બધુ તો બીજા લોકોને દેખાડવા માટે કે અમે કેટલા સાચા મિત્રો છીએ.પરંતુ આ બધું કરતાં પણ જો તેઓને એકબીજા માટે માન હોય અને અને દિલથી મિત્ર માનતાં હોય તો ઠીક નહિતર બધો જ ખર્ચ નકામો. પરંતુ હામિત્ર શોધવામાં જો જો તમે થાપ ન ખાઈ જતાં. ગુજરાતીમાં એક કહેવત છે કે-જો તમને એક સાચો મિત્ર મળી જશે તો પછી તમારે હજારો લાખો સંબંધીઓની પણ જરૂર નથીમિત્ર બનાવવામાં તમે કોઇ કેટેગરી પસંદ ન કરી શકો કે હુ અમીર છું તો મારે અમીર મિત્રજ જોઇએ. બની શકે કે ઘણી વખત અમીર મિત્રો જે કામમાં ન આવે તેના કરતાં વધું ગરીબ મિત્ર કામમાં આવે. પણ હા અહીં વાત અમીર અને ગરીબની નથી થતી અહીં વાત થાય છે મિત્રતાની એક સાચા મિત્રની.આજે ભલે સાચી મિત્રતા ખોવાઇ ગઈ હોય પરંતુ યુવાનો ફ્રેંન્ડશીપ ડે ની જે ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરે છે તે પણ કાંઈ ઓછું નથી તે બહાને તેઓને મિત્રતાની કિંમત તો સમજાય છે અને કદાચ ઘણા લોકો તો એવા પણ હશે કે તેઓના મિત્રને ફ્ક્ત ફ્રેંન્ડશીપ ડે ના દિવસે જ યાદ કરતાં હશે. તો તેઓના માટે પણ સારૂ છે કે તેઓ વર્ષમાં એક જ વખત પોતાના મિત્રને યાદ કરે છે.તો આવો આ વર્ષે પણ મિત્રતા દિવસપર કઈક ખાસ એવું કામ કરીએ આપણા મિત્ર માટે કે જેથી કરીને તેને પણ લોકોને કહેતા ગર્વ થાય કે આ 'મારો' મિત્ર છે અને આખી જીંદગી તે તમને અને આજના દિવસને ભુલી ન શકે.મિત્રનો અર્થ શું થાય જાણો છો તમે? મિત્ર એટલે--એક સાચો મિત્ર હજારો સંબંધીઓની ગરજ સારે છે.-કોઇ પણ માણસ નકામો નથી જો એ કોઇનો સારો મિત્ર હોય તો.-મિત્રો એટલે બે શરીર અને એક આત્મા.-અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં મિત્ર સાથે ચાલવું વધું સારુ.-કંઈ પણ બોલ્યા વિના આપણી આંખો જોઇને આપણું દુ:ખ સમજી જાય તે મિત્ર.-આપણી સફળતા જોઇને આપણા કરતાં પણ વધું ખુશ થાય તે મિત્ર.-મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધથી ભરી દે છે.-અંધારામાં એક આશાનું કિરણ એટલે મિત્ર.-મુશળધાર વરસાદમાં પણ તમારા આંસુનેઓળખી લે તે મિત્ર.-તમારી આંખમાંથી પડતાં આંસુ ઝીલી લે તે મિત્ર.-મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરીશકો

મિત્ર કોઇ દિવસ કાંઈ ખરાબ કરશે નહિ

મિત્રભાવ

રાજાનો કુંવર અને પ્રધાનનો કુંવર શિકાર કરવા ગયેલા . બન્ને ભૂખ અને ઉજાગરાથી થાકી ગયેલા , એટલે ઝાડ નીચે સૂઇ ગયા. રાજાનો કુંવર સૂતો હતો ત્યાંરે પ્રધાનનો કુંવર તેનું રક્ષણ કરવા માટે જાગતો બેસી રહ્યો. થોડીવાર થૈ ત્યાં એક સાપ ફૂંફાડા માર્તો રાજાના કુંવરને દંશ દેવા આવ્યો. આ સાપ પૂર્વજન્મનો આ કુંવરનો વેરી હતો . પ્રધાનના કુંવરે સાપને જોયો એટલે તેને મારવા માટે તલવાર ઉગામી . સાપે કહ્યું ; ‘ આ મારો પૂર્વનો વેરી છે , મારે તેના ગળાનું લોહી પીવું છે , માટે તું મને મારતો નહિ.
પ્રધાનપુત્ર કહે ઃ “ હું તને એના ગળાનું લોહી આપું પણ તારે એને મારવો નહિ .”
સાપ માની ગયો . તેણે કહ્યું ઃ “મને એના ગળાનું લોહી મળશે ઍટલે હું ચાલ્યો જઇશ .”
પ્રધાનપુત્રે એક પાનનો પડીયો બનાવી છરી લઇને રાજકુંવરની છાતી પર ચડી બેઠો અને તેના ગળે નાનો કાપો મુક્યો . રાજકુંવરે ચમકીને આંખ ખોલીને જોયું તો તેની છાતી ઉપર પ્રધાનપૂત્ર બેઠો હતો . તેથી તેણે તરત જ આંખ બંધ કરી દીધી એટલે પ્રધાનપુત્રે તેના ગળાનું લોહી પડીયામાં ભરીને સાપને પાયું.
રાજકુંવરના ગળાનું લોહી પીને સાપ તો સડસડાટ કરતો ત્યાંથી ચાલતો થઇ ગયો . પ્રધાનપુત્રે રાજકુંવરના ગળે વનસ્પતિ લગાડીને પાટો બાંધી દીધો. થોડીવાર પછી રાજકુંવર જાગ્યો છતાં પણ જાણે કાંઇ બન્યું જ ન હોય તેમ વર્તી તેઓ બન્ને આગળ ચાલ્યા .
આમ ને આમ જંગલમાં ફરતાં ફરતાં બે દિવસ થયા , પણ રાજકુંવરે કાંઇ પૂછ્યું નહિ એટલે પ્રધાનપુત્રે ધીરજ ખોઇને છેવટે તેને પૂછ્યું ઃ “ તું સૂતો હતો ત્યાંરે હું છરી લઇને તારી છાતીએ ચડી બેઠો , ગળે કાપ દીધો , અત્યાંરે પણ તારા ગળે પાટો બાંધેલો છે , છતાં પણ તું મને પૂછતો કેમ નથી કે તે આવું કેમ કર્યુ ? કયા કારણે તે આ પાટો બાંધ્યો ?
રાજકુંવરે શાંતિથી તેને જવાબ આપ્યો ઃ “ તું મારો મિત્ર છે અને તેં જે કર્યુ હશે તે મારા ભલા માટે જ કર્યુ હશે ! મિત્ર કોઇ દિવસ કાંઈ ખરાબ કરશે નહિ . ”
સાચા મિત્રોમાં આ પ્રકારનો અખૂટ વિશ્વાસ હોવો જરૂરી છે , મિત્રનું પ્રાથમિક લક્ષણ પણ તે જ છે કે જે હિતનું વચન દુઃખ લગાડીને કહે તો પણ તે ખોટુ ન લગાડે .

Thanks sir :-

Chandrakant Kaliya
Head teacher
Dudhai
Ta. Muli , Dist. Surendranagar.

અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં દોસ્તની જોડે ચાલવું સારૂં

હેપી ફ્રેન્ડશિપ ડે! 

સંબંધો કાપવા સહેલા છે, જાળવવા અઘરા છે.

દોસ્તી એટલે છાલ-બિયાં વગરનું ચીકૂ.

મૈત્રી એટલે ગાંઠા વગરની શેરડી.

યારી એટલે કાંટા વિનાની બોરડી.

ફ્રેન્ડશિપ એટલે કેલેરી વિનાનો ફ્રેશ આઇસ્ક્રીમ.

મિત્રતા એટલે ઘૂમાડા વિનાનો સુગંધી ઘૂપ.

હેપી ફ્રેન્ડશિપ ડે! 




* * *
‘‘અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં દોસ્તની જોડે ચાલવું સારૂં!’’
હેલન કેલરનું આ કવોટ તાજેતરમાં બનેલી એક સત્યઘટનાને કેવું આબાદ ફિટ થાય છે! બન્યું એવું કે અમેરિકાના કોલોરાડો શહેરમાં ૧૯ જુલાઈની રાતે ‘ડાર્ક નાઈટ રાઈઝીઝ’ ફિલ્મના શોમાં એક સાયકો સ્ટુડન્ટે ફિલ્મી વિલનનો પાઠ રિયાલિટીમાં ભજવતાં અંધાઘૂંધ ગોળીબાર કરી ૧૨ પ્રેક્ષકોને વીંધી નાખ્યા! એમનો ગુનો એટલો જ કે એક સારી ફિલ્મ જોવા એ ગયા! ૫૮ ઘાયલ થયા. આરોપી ઝડપાઈ પણ ગયો.
એ વખતે થિયેટરમાં બે જવાન સખીઓ (બેટમેનની ફિલ્મમાં બુઝુર્ગો થોડા હોય?) ૧૯ વર્ષની એલી યંગ અને ૨૧ વર્ષની સ્ટેફની ડેવિસ પણ ‘ડાર્ક નાઈટ રાઈઝીઝ’ના સિનેમાઘરના અંધકારમાં મોજૂદ હતી. એલીને ગોળી વાગતા એણે ચીસ પાડી સ્ટેફનીને બચાવવા ધક્કો મારીને કહ્યું ‘ઝટ, ભાગ અહીંથી, રન!’ પણ સ્ટેફનીએ જીવ બચાવવા ભાગવાને બદલે ઘાયલ બહેનપણીની સાથે રહેવા પ્રયાસ કર્યો. એલીના લોહીનીંગળતા જખમ પર હાથ રાખી, સ્ટેફનીએ ઈમરજન્સી નંબર પર બીજા હાથે ફોન કર્યો, અને એને ટેકો આપીને એમ્બ્યુલન્સ સુધી લઈ ગઈ!
બોલો, ફિલ્મી પડદેથી વિલન બહાર રિયલ લાઈફમાં આવે એવી નેગેટિવ ઘટના જીંદગીમાં બને, તો ફિલ્મી પડદેથી હીરોઈઝમ પણ બહાર આવે એવી પોઝિટિવ ઘટના પણ ત્યારે જ બને છે ને! બે યુવતીઓની ફ્રેન્ડશિપની ફિલ્મી કહી શકાય એવી આ મિસાલ નથી?
ફીઅર સામેનું સૌથી મજબૂત કવચ હોય છે ઃ ફ્રેન્ડશિપ!

* * *
યસ, જે.કે.રોલંિગે એની હજુ યે બેસ્ટસેલર સીરિઝ હેરી પોટરમાં (ઓહ નો, નોટ અગેઈન - એવું કોણ બોલ્યું?) આ વાત પર જાણે રેડ માર્કરથી અન્ડરલાઈન કરી છે! સાહસકથાઓ તો કંઈક આવી ગઈ, પણ હેરી પોટરની કથામાં ખૂબી એ હતી કે છેક સુધી પ્રચંડ શક્તિશાળી ખલનાયક સામે હેરી નહિ, પણ એના દોસ્તો મુકાબલો કરે છે! એકલો હેરી તો નિશ્ચિત હારી જાય એવો હીરો છે. પણ સાહિત્યની દુનિયામાં આ પહેલો એવો હીરો હશે, કે એના જેટલું જ મહત્વ એના દોસ્તોની ટીમને મળ્યું હોય! સાતે સાત ભાગમાં અને છેલ્લે સાત હોરક્રકસ શોધી નષ્ટ કરવાના જીવસટોસટના પરાક્રમોમાં અંતિમ લડાઈને બાદ કરતા બાકીની બહાદૂરી હરમાયોની, રોન, નેવિલ, લીના વગેરે દોસ્તોની જ છે! ફ્રેન્ડસની શક્તિઓનો સરવાળો હેરીને હીરો, વિનર બનાવે છે.
વિલન વોલ્ડેમોર્ટ અને હીરો હેરી વચ્ચે ઘણું સામ્ય છે. બંને તેજસ્વી. બંને અનાથ. બંને એક જ સ્કૂલ અને પ્રિન્સિપાલના સ્ટુડન્ટ. પણ ડિફરન્સ પાયાનો એ છે કે વોલ્ડેમોર્ટ પાસે હૂકમના ગુલામો છે, દોસ્તો નથી. પણ એનાથી નાના-નબળા ગણાતા હેરી પાસે ફ્રેન્ડસ છે. જે સ્વાર્થ કે વળતર ખાતર નહિ, કોઈ પ્રસિઘ્ધિ કે ખજાના માટે નહિ પણ હેરી સાથેની યારી નિભાવવા લડે છે. કારણ કે, એમની પસંદ સરખી છે. એ લોકોને એકબીજાના સંગાથમાં મજા પડે છે. એક ઉંચો, બીજો નીચો જેવા રજવાડી ભેદભાવ એમની વચ્ચે નથી.
દુનિયાનો નબળામાં નબળો માણસ એ છે, જેની પાસે દોસ્તો નથી! દોસ્તીના સિક્કાની બે રણકતી બાજુઓ બકૌલ મેડમ રોલંિગ છેઃ ટોલરન્સ એન્ડ લોયલ્ટી. સહનશીલતા અને વફાદારી. પહેલા જ ભાગમાં રોલંિગ જીંદગીની છેલ્લી પળ સુધી યાદ રહે એવી વાત મૂકી દે છેઃ દુશ્મનો સામે લડવામાં જે વીરતા જોઈએ, એનાથી અનેકગણી હંિમત દોસ્તોની સામે (એ જ્યારે ખોટું કરતા હોય, ત્યારે એમના ભલા માટે ઘ્યાન ખેંચવામાં!) જોઈએ.
જી હા, આપણે ય આપણી જાતને કહી ન શકીએ એવી વાત આપણને સંભળાવી શકે, એ આપણો દોસ્ત. અને આ પ્રક્રિયામાં એક-બીજાને માઠું ન લાગે એનું નામ દોસ્તી.
આપણી મહાનતા માટે ચાહનારા હજારો ચાહકો વચ્ચે, આપણી નબળાઈઓને પણ જે ચાહે એ દોસ્ત! આપણી ખૂબીઓ બહાર આવે એમાં રાજી થાય, પણ આપણી ખામીઓ બહાર આવે ત્યારે નારાજ ન થાય, એ મિત્ર!

* * *
ફ્રેન્ડશિપ ઈઝ નોટ વન બિગ થંિગ. ઈટસ એ મિલિયન લિટલ થંિગ્સ!
માશાલ્લાઆઆહ બોલવા મજબૂર કરે એવી આ મિત્રતાની વ્યાખ્યા ટ્‌વીટર પરના એક પરદેશી ટહુકામાં વાંચી હતી! દોસ્તી એક મોટી બાબત નથી, પણ સેંકડો નાની નાની બાબતોનો સરવાળો છે! યસ, મોટી ઈવેન્ટસ નહિ પણ નાની નાની મોમેન્ટસથી મૈત્રી ઘડાતી હોય છે. રફતા રફતા, હૌલે હૌલે. ઈન્સ્ટંટ હમસફર મળી શકે. હમખયાલ, હમદર્દ, હમજબાન ન મળે!
મિત્રો આમ જ મળી, ઉપ્સ ભટકાઈ જતા હોય છે! અચાનક કોઈ આપણને એવો અહેસાસ કરાવે કે આપણા જેવું જ કોઈક બીજું પણ છે આ વિરાટ વસુંધરામાં! ને આપણાથી મનોમન રાડ પડાઈ જાયઃ આઈલા! મને તો એમ કે આવો (કે આવી!) જગતમાં હું જ એક છું! આ આપણા જેવું જ સેમ્પલ ક્યાંથી ફૂટી નીકળ્યું યાર! અને પછી જે સંબંધ બંધાય એમાં માત્ર શબ્દો જ નહિ, મૌન વઘુ બોલતું હોય છે! રોજેરોજ ફોન કોલ્સ, મેસેજ કે ચેટ ન હોય, ફેસબુક તો શું- ફેસ ટુ ફેસ પણ મળવાનું ન હોય છતાં ય કનેકશન એવું ને એવું જ રહે કે કશુંક નજરે ચડે અને બાજુમાં ખભેખભો મિલાવીને ઉભેલા ફ્રેન્ડની ફીલંિગ આવે, એ રિયલ ફ્રેન્ડશિપ.
જરૂરી નથી કે બે સાચા મિત્રો દરેક બાબતમાં સંમત જ હોય, પણ એવું ના હોય એટલી સમજણ હોય એ જરૂરી છે. તમે ફોર-ટ્રેક લેન ધરાવતો ફ્‌લાયઓવર જોયો છે? એમાં બે રસ્તા આમ તો સામ-સામેની દિશાના હોય છે. પણ તો ય સાવ જ અડોધડ બાજુ-બાજુમાં હોય છે. ફ્રેન્ડશિપમાં પણ ઓપોઝિટ જીંદગી જીવતા ફ્રેન્ડસ પોતપોતાના માર્ગે ચાલતા ય. એકબીજાની કંપની જોડાજોડ એન્જોય કરતા રહે છે. એમાં કોણ જૂનું ને કોણ નવું, એ મહત્વનું નથી. મહત્વનું છે, ટયુનંિગ. બોન્ડ. કનેકશન. જીવનમાં વહેલા આવે કે મોડા આવે, આવ્યા પછી ફાવી જાય, અને છોડીને ના જાય એ દોસ્ત દમાદમ મસ્ત કલંદર!
ફ્રેન્ડશિપ મીન્સ શેરંિગ એન્ડ કેરંિગ. દોસ્તો એટલે આપણા પર્સનલ સિક્રેટસ, ખાનગી રહસ્યોનું સેફ ડિપોઝીટ વોલ્ટ. માણસ માત્રમાં કશુંક કહેવા-વહેંચવાની ભરતી ઉઠે છે. ત્યારે એની નદીનું વહેણ જે સમંદરમાં સમાઈ જાય, એ મિત્રનું જીગર હોય છે. બઘું જ આપણી અંદર જાળવવા અને જીરવવા જઈએ તો આપણે પ્રેશર કૂકરની જેમ બ્લાસ્ટ થઈ જઈએ. ફ્રેન્ડની સિસોટી આપણી હૈયાવરાળને હળવી કરે છે. આપણી વાતોને એના છાંયડામા વિરામ મળે છે. ભરોસો નથી, તો ભેરૂબંધ પણ નથી!
એવું નથી કે મિત્રો છૂટા જ ન પડે. પણ છૂટા પડયા પછી યે સંપર્ક ઘટી શકે, સંબંધ નહંિ! વૃક્ષની મજબૂતાઇ એની બહાર દેખાતી ડાળીઓની ઉંચાઇ પર આધારીત નથી હોતી, પણ અંદર ઉતરેલા મૂળિયાઓની ઉંડાઇ પર આધારિત હોય છે. જીંદગીમાં કેટલાય પ્રવાસો એવા છે, જે એકબીજા સાથે લાઇકંિગ કે કમ્ફર્ટ ન હોય તો સાથે મળીને ખેડી શકાતા નથી, અને એકલા પણ કરી શકાતા નથી! માટે બે દિલ વચ્ચે દોસ્તીનો મેઘધનુષી સેતુ રચવો પડે છે, જેના સાત રંગો છે ઃ સુખ, દુઃખ, સચ્ચાઇ, વિશ્વાસ, આદર, આનંદ અને સ્વીકાર!
જીવન તોફાનો પસાર થઇ જાય એના ઇન્તેજારમાં જ પૂરૂં કરવાનું નથી, જીવન ધોધમાર વરસાદમાં પલળતા નાચતા શીખવાનું બીજું નામ છે. સાચા મિત્રો આપણી મુસીબતોને પોતાની બનાવે છે, જેથી એ ઉકેલાય નહંિ, તો પણ કમસેકમ લિજજતથી હારવામાં તો કંપની મળી રહે!

* * *
ફ્રેન્ડશિપ ડેનું સેલિબ્રેશન કરવું હોય, તો દોસ્તોની કંપનીમાં અચૂક જોવા જેવી એક ફિલ્મને ગુ્રપમાં બેસીને જોઇને કરી શકાય. ફિલ્મનું નામ છેઃ ગ્રો (ઉ)ન અપ્સ. યાને ‘મોટા થયેલાઓ!’ એડમ સેન્ડલરની આ રેગ્યુલર ધમાલ કોમેડીના એક એક સીન પર ફ્રેન્ડશિપની મહેકનો સ્ટેમ્પ લાગેલો છે.
બચપણથી સ્કૂલમાં સાથે રમતા-રખડતા મિત્રો એકબીજાથી દૂર-દૂર સેટલ થયા છે. પણ હાઇસ્કૂલના સહુને ગમતા બાસ્કેટબોલ કોચનું અવસાન થતાં અંતિમવિધિમાં ફરી મળે છે. લેની હોલીવૂડનો ટોપ એજન્ટ છે, બિઝી ફેશન ડિઝાઇનર પત્ની છે, પણ બાળકો વિડિયો ગેઇમ અને મોબાઇલમાં જ મમ્મી-પપ્પા મળી ગયા હોય તેમ વર્તે છે. એરિક હવે જાડિયો અને બે તોફાની છોકરાનો બાપ છે, કર્ટ સંયુક્ત કુટુંબમાં ઘરજમાઇ છે, માર્કસ પરણ્યા વિના લફરા કર્યા કરતો રંગીનમિજાજ શરાબી થઇ ગયો છે, અને રોબ પૈસા- સલામતીની ચાહમા પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રીને પરણ્યો છે. લેની ઘણા વખતે મળ્યા, તો બધા સ-પરિવાર સાથે થોડા દિવસો રહે એ માટે પ્લાનંિગ કરે છે. અને શરૂ થાય છે અનેક ફની એન્ડ ટચીંગ સિચ્યુએશન્સ!

 

 

જૂના મિત્રોને ‘રિ-યુનિયન’માં એકબીજા સાથે ફરી કદમ મિલાવતા કેવી પરેશાની થાય છે, દોસ્તો તો હળીમળી જાય પણ બાળકો- પત્નીઓના પરિવારોને લીધે કેવા સ્પીડબ્રેકર્સ આવે છે, અને અલ્ટીમેટલી ફિલોસોફીથી ખદબદતા મેલોડ્રામાને બદલે ભૂલોના સેલિબ્રેશન અને મજાકની મોજથી કેવી રીતે યારી ઝંિદાબાદ થાય છે, એ માત્ર ફિલ્મમાં જોઇ લેવાથી જ ચાલે તેમ નથી. ફેમિલી સાથે કે પછી ફેમિલીની પરમિશન લઇને ‘ગ્રોન અપ્સ’ના દોસ્તોની જેમ જૂના મિત્રોએ ગમે તેવી કરિઅર કે ક્રાઇસીસ હોય, દર વર્ષે એક વીકનો સાથે મળીને દુનિયાથી દૂર અને દિલથી નજીક રહી શકાય એવો મસ્તીભર્યો બ્રેક લેવો જ જોઇએ! ફ્રેન્ડશિપની બેટરીને પણ ચાર્જ તો કરવી જોઇએને!

* * *
કયારેક મિત્રો બસ આમ જ લેઝી કે બિઝી થઇને આવો સમય ચોરી લેવાનું ભૂલી જાય છે, અને પછી મૈત્રીની મૂર્તિ પણ ઇઝીલી દિવસે-દિવસે ઘસાતી-ઓગળતી જાય છે. પેલી વાત યાદ રાખવા જેવી છેઃ ‘દોસ્તી એટલે પોતાની ચડ્ડીમાં પેશાબ થઇ જવો! ભલે બીજા કોઇ જોઇ ન શકે, તો ય તમને તો એની હુંફાળી ભીનાશની ખબર પડે જ!’
વેલ, મિત્રતાનો ખરો વિકાસ દિવસે નહંિ, પણ રાતે થતો હોય છે! યાદ કરો, એ સ્ટુડન્ટલાઇફ કે હોસ્ટેલલાઇફના વર્ષો! દિવસ તો ભણવા- ટયુશનને એ બધી દોડાદોડીમાં જાય, રાત્રે વાતોનું વોલ્યુમ લાઉડ થાય! મોટા થયા પછી પણ દોડધામ કે રોજીંદી ઘટમાળમાં દિવસ તો દોસ્તો વિના વીતી શકે છે, પણ રાત પડે કે નુકકડનો પાનનો ગલ્લો, ઘરની સામેની પાળી, બાઇક પર ચાની કીટલી સુધીની રાઇડ, ફિલ્મ કે નાટકના શોના પાસ, ડિનર પછીના નાસ્તાના ખુલતા પડીકાં, ફોન પર જામતી ચર્ચાઓ, સવારથી શોધી રાખેલી ડીવીડી, ફેસબુક પર કોમેન્ટસની અફડાતફડી, નશીલા કાને સંભળાતું મદીલું સંગીત, પર્સનલ પ્રોબ્લેમ્સના સ્ટ્રેસની કબૂલાત, તૂટેલા દિલ પર સારેલા આંસુડા, ગમતા પુસ્તકો સાથે માણેલી મુસ્કાન, પાર્ટીની ઝાકઝમાળ.... મિત્રો સાથે વીતાવેલી ધીંગામસ્તી ભરી રાતો એટલે સ્વર્ગમાં ગાળેલો એક યુગ!
મિત્રોના દર્દમાં સહાનુભૂતિ બતાવવી સહેલી છે, પણ મિત્રોની સફળતામાં ખુશી અનુભવવી અઘરી છે, એવું ઓસ્કાર વાઇલ્ડ કહેતાં. ફેઇક ફ્રેન્ડ કરતા તો સાચો શત્રુ સારો. ભાંગી પડેલા દોસ્તને જોઇ ઉતરેલા મોં લઇ ઘણા મિત્રો પોતે કેટલા સુખી છેનો દેખાડો કરવા માટે શોક બતાડવા આવે છે. પણ અસલી દોસ્તો આપણી સફળતાથી બળ્યા વિના એની ઉજાણી કરવા મળતા રહે છે. માર્કશીટ અને બેન્કબેલેન્સથી જ સકસેસ માપતી દુનિયાને ગોલ્ડ-સિલ્વરના ભાવ દેખાય છે, પણ ભાવભીના મિત્રોની એસેટસ નહંિ! મિત્રોને કોઇ બાબત યાદ કરાવવી નથી પડતી. એમનું આપોઆપ ઘ્યાન એટલું હોય છે કે આપણાં મનમાં શું છે, એ એકાદ એસએમએસ વાંચીને ય સમજી શકે છે! કોઇક આપણા વિશે આટલું જાણે છે, એ ય એક એવોર્ડ છે!

સાચા મિત્રની જગ્યા બીજે ક્યાંય નહીં, પણ માત્ર દિલમાં હોય છે.

એક મિત્ર બીજા મિત્રને મળ્યો અને પૂછયું કે “કેમ છો?” બીજા મિત્રએ કહ્યું કે “મજામાં!” મિત્રે પછી કહ્યું, “ચાલ હવે સાચી વાત કર!” અને પછી દિલના બધા જ દરવાજા ખૂલી જાય છે, વાતો વહેતી રહે છે, દિલનો ભારે ખૂણો ધીમે ધીમે હળવો થતો જાય છે, ક્યારેક હોઠ મલકે છે અને ક્યારેક આંખો ભીની થાય છે. છેલ્લે જે હોય છે એ માત્ર અને માત્ર દોસ્તી હોય છે!

દોસ્તી લોહીનો સંબંધ નથી. દોસ્તી દિલનો સંબંધ છે. કોઈને ન કરી શકાય એવી વાત જેને કહી શકાય એ દોસ્ત છે. જેની સાથે હસી શકાય એ નહીં, પણ જેની સામે રડી શકાય એ મિત્ર છે. મિત્ર એટલે એવી વ્યક્તિ જેને કોઈ પણ વાત કરતાં પહેલાં ભૂમિકા બાંધવી પડતી નથી, જેને કહેવું પડતું નથી કે કોઈને આ વાત કરતો નહીં. દોસ્ત સાથેનો સંવાદ એટલે એવી જાહેર વાત જે કાયમ ખાનગી રહે છે. તમારો એવો મિત્ર કોણ છે જેને તમારી બધી જ વાત ખબર છે? મિત્ર એટલે એવી વ્યક્તિ જેની પાસે તમામ સવાલોના જવાબ છે અને દરેક જવાબના સવાલ છે! દોસ્ત મળે ત્યારે વાતોના વિષયો શોધવા પડતા નથી. બસ વાતો થતી રહે છે. ક્યારેક પ્રેમની, ક્યારેક વિરહની, ક્યારેક ઝઘડાની, ક્યારેક લફરાંની, ક્યારેક દર્દની અને ક્યારેક કોઈ જ કારણ વગરની વાતો એ દોસ્તીની લક્ઝરી છે.

ગામ માટે જે રાજુ હોય છે એ દોસ્ત માટે રાજ્યો હોય છે, મનોજ મનીયો હોય છે, હરેશ હરિયો હોય છે, પરેશ પરિયો હોય છે, રીટા રીટાડી અને ગીતા ગીતુડી હોય છે. દોસ્તીમાં લિંગભેદ નથી. બે છોકરાની દોસ્તી, બે છોકરીના બહેનપણા કે એક છોકરા અને એક છોકરી વચ્ચેની ફ્રેન્ડશિપમાં ભેદ પાડવો અઘરો છે. દોસ્ત એટલે એવી વ્યક્તિ જેને તુંકારે અને ગાળ દઈને બોલાવવાનો અધિકાર હોય. દોસ્તને આગ્રહ કરવો પડતો નથી અને દુરાગ્રહનો અવકાશ નથી. દરેક સંબંધમાં કોઈ ને કોઈ સ્વાર્થ હોય છે, પણ દોસ્તી એટલે કોઈ પણ જાતના સ્વાર્થ વગરનો સંબંધ. દોસ્તીને કંઈ જ નડતું નથી. મોભા, દરજ્જા, અમીરી, ગરીબી અને બીજા બધાથી દોસ્તી પર છે.

દોસ્તી કોઈ શરત વગર શરૂ થાય છે. દોસ્તીનાં કોઈ જ કારણ હોતાં નથી. તમારા મિત્ર વિશે તમે વિચારજો કે એ શા માટે તમારો મિત્ર છે? તેનો જવાબ એક જ હશે, બસ એ મિત્ર છે. દોસ્ત વિશે કહેવાય છે કે એ એક એવું ઋણાનુબંધ છે, જેમાં કોઈ બંધન નથી.

દોસ્તી તૂટે ત્યારે ઘણું બધું તૂટે છે.  એક વૃદ્ધનો મિત્ર અવસાન પામ્યો ત્યારે તેણે કહ્યું કે “હવે મને તુંકારે કહેવાવાળું કોઈ ન રહ્યું. હવે હું ખરેખર એકલો પડી ગયો.” ફિલ્મ ‘ફિઝા’માં ગુલઝારે લખેલું એક ગીત છે. ન લેકે જાઓ, મેરે દોસ્ત કા જનાજા હૈ. જગાઓ ઉસકો, ગલે મિલ કે અલવિદા તો કરો, યે કૈસી રૂખસદ હૈ, યે ક્યા સલીકા હૈ? ન લેકે જાઓ મેરે દોસ્ત કા જનાજા હૈ...

આ જ ગીતની બીજી એક કડી છે : ઉલઝ ગઈ હૈ કહીં સાંસ ખોલ દો ઉસકી, લબો પે આઈ હૈ જો બાત પૂરી કરને દો, અભી ઉમ્મીદ ભી જિંદા હૈ, ગમ ભી તાજા હૈ... ન લેકે જાઓ મેરે દોસ્ત કા જનાજા હૈ... ગમે એટલી વાતો કરીએ તોપણ મિત્ર સાથેની વાતો ખૂટતી નથી. દોસ્ત સાથે હોય ત્યારે રાત ટૂંકી થઈ જાય છે અને વાત લાંબી થઈ જાય છે. દરેક પરિસ્થિતિમાં ફ્રેન્ડ્સ રિમેન્સ ફ્રેન્ડ્સ.

બે મિત્રની વાત છે. એક મિત્રને નોકરી માટે બીજા શહેરમાં જવાનું થયું. એ ગયો. બીજા મિત્રએ કહ્યું કે મારો મિત્ર જાણે આખું શહેર તેની સાથે લઈ ગયો. તેના એક વગર લોકોથી ખીચોખીચ ભરેલું આ નગર કેમ ખાલી લાગે છે. એ એક નથી તો કેમ બધું ભારે લાગે છે. હવે સાંજ સવાલ લઈને આવે છે કે કોની સાથે વાત કરું? પાનનો ગલ્લો અને ચાની કીટલી હવે જૂનાં સ્મરણોની ખોતરાતી વેદના થઈ ગયા છે. લોંગ ડ્રાઈવ વખતે ટૂંકા લાગતા રસ્તા રાતોરાત જાણે લાંબા અને સૂના થઈ ગયા છે. મિત્ર સાથે હોય ત્યારે માણસ બાળક હોય છે, મારો મિત્ર ગયો અને મારામાં જીવતું બાળક પણ અચાનક મોટું થઈ ગયું. તું હતો ત્યાં સુધી ખબર ન હતી કે તું શું છે, પણ હવે તું નથી ત્યારે સમજાય છે કે તું શું હતો!

આપણે ભલે એવી વાતો કરીએ કે મિત્ર જાય પછી થોડો સમય આવું લાગે, પણ મિત્ર વગર એક ખાલીપો સતત કનડતો રહે છે. ગુજરાતી શાયર મરીઝના મિત્રનું મૃત્યુ થયું ત્યારે તેણે લખ્યું કે, પતિ મરી જાય તો પત્ની વિધવા કહેવાય, પત્ની મરી જાય તો પતિ વિધુર કહેવાય, પણ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? મરીઝે જવાબ આપ્યો ન હતો, પણ જવાબ આપ્યો હોત તો કદાચ એવું હોત કે એને ખાલીપો કહેવાય, એને એકલતા કહેવાય, એને શૂન્યાવકાશ કહેવાય! ભર્યુંભર્યું જંગલ જાણે અચાનક રણ થઈ જાય અને તાપ લાગવા માંડે, વગર દોડયે હાંફ ચડે અને કડકડતી ઠંડીમાંયે બાફ લાગે!

દોસ્ત એ છે જે તમને પગથી માથા સુધી ઓળખે છે અને છતાંયે તમને પ્રેમ કરે છે. મિત્રને મિત્રની દરેક ખામી, તમામ ઊણપ અને બધા જ અવગુણની ખબર હોય છે છતાં એના પ્રેમમાં કોઈ ફરક પડતો નથી. હા, મિત્ર કંઈ ખોટું કરે ત્યારે દુઃખ થાય છે, પણ અંતે તો એ મિત્ર જ રહે છે. એક ઉર્દૂ શાયરે લખ્યું છે કે વો મેરા દોસ્ત હૈ સારે જહાં કો હૈ માલૂમ, દગા કરે વો કિસીસે તો શર્મ આયે મુજે... મિત્ર ઘણી વખત કફોડી હાલતમાં મૂકી દે છે અને છતાંયે જે સંબંધમાં કંઈ ફર્ક પડતો નથી એ દોસ્તી છે. મિત્રના દરેક દોષ કોરે મૂકીને મિત્ર મિત્રને પ્રેમ કરે છે. એટલે જ કહે છે કે, સગાંઓ શરતી પ્રેમ કરે છે, પણ મિત્ર એકતરફી પ્રેમ કરે છે!

દાનવીર કર્ણ અને દુર્યોધન મિત્ર હતા. કર્ણ જ્ઞાની હતા. દુર્યોધનના દોષ તેને ખબર ન હોય એ માની ન શકાય. એક વખત કર્ણને કહેવાયું કે દુર્યોધન દુષ્ટ છે છતાં તમારો મિત્ર છે? કર્ણે કહ્યું કે મને એટલી જ ખબર છે કે એ મારો મિત્ર છે! મિત્ર કહ્યા પછી એ કેવો છે એ ગૌણ બની જાય છે.

કૃષ્ણ અને સુદામાની દોસ્તીની વાતો જગજાહેર છે. પછી શામળિયો બોલ્યો, તને સાંભરે રે... સુદામા કહે છે કે મને કેમ વિસરે રે... બધી વાત સાચી પણ છેક તાંદુલ લઈને સુદામા આવ્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને ખબર પડી કે મારો મિત્ર મુશ્કેલીમાં છે? દોસ્તની ગરીબાઈનો અંદાજ તેને અગાઉ કેમ ન આવ્યો? કે પછી ભગવાનથી પણ ક્યારેક ભૂલ થઈ જતી હોય છે?

હા, બધા જ મિત્રો એક સરખા નથી હોતા. કેટલાંક ‘તાળી મિત્રો’ હોય છે, કેટલાક ‘થાળી મિત્રો’ હોય છે અને કેટલાંક ‘ખાલી મિત્રો’ હોય છે! એવું કહેવાય છે કે, સંકટ આવે ત્યારે મિત્રો પણ મોઢું ફેરવી લે છે! આ વાત સાચી નથી, કારણ કે જે મોઢું ફેરવી લે છે એ મિત્રો હોતાં જ નથી, એ તો તકસાધુઓ હોય છે! આવા મિત્રો તો વહેલા ઓળખાઈ જાય એ જ સારું છે.

આજે ફ્રેન્ડશિપ ડે છે. દુનિયા પાગલ છે કે, આવો દિવસ ઊજવે છે. વિચાર કરો કે ફ્રેન્ડશિપ ડે ન હોય તો દોસ્તી ન ટકે? આવા વાહિયાત અને બકવાસ કન્સેપ્ટની ખરેખર કેટલી જરૂર છે એ પ્રશ્ન છે અને રહેશે, કારણ કે દોસ્તી માટે કોઈ એક દિવસ ન હોય, દોસ્તી માટે તો આખું આયખું હોય. દોસ્તી છેલ્લા શ્વાસ સુધી જીવતી રહે છે અને શ્વાસ ખૂટી જાય પછી પણ દોસ્તી હવામાં લહેરાતી રહે છે.

મિત્ર મળે એ ક્ષણ કંઈક જુદી હોય છે, એ ક્ષણો પોતાની હોય છે. ઈશ્વરે જ્યારે જિંદગી બનાવી હશે ત્યારે માણસને સુખ આપવા દોસ્તીની થોડીક ક્ષણો અલગ તારવી હશે. તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? એક-બે ફ્રેન્ડ જ હશે, કારણ કે ફ્રેન્ડ્સનાં ટોળાં ન હોય. દોસ્તી હંમેશાં વન-ટુ-વન હોય છે. પ્રેમ કદાચ વન-ટુ-ઓલ હોઈ શકે, પણ દોસ્ત તો એક જ હોય છે, જે સૌથી નજીક હોય છે. એક મિત્ર હોય ત્યારે આખી દુનિયા ભરેલી લાગે છે અને આવા મિત્ર પાસે જ માણસ ‘ખાલી’ અને ‘હળવો’ થઈ શકતો હોય છે. દરેક પાસે આવો મિત્ર હોય છે, તમારી પાસે પણ છે. એ તમારી નજીક તો છે ને? ન હોય તો નજીક બોલાવી લો, કારણ કે એ સુખ છે, એ સારું નસીબ છે અને એ જ સાચો સંબંધ છે.

 મોબાઇલની ફોનબુકમાં હોય છે એ બધા મિત્રો નથી હોતા, ફેસબુકની તમારી યાદી જોઈ જજો, એમાં કેટલાં ખરેખર મિત્ર છે? સાચા મિત્રની જગ્યા બીજે ક્યાંય નહીં, પણ માત્ર દિલમાં હોય છે. તમારા દિલના એ હિસ્સાનું જતન કરજો, કારણ કે દિલનો એ હિસ્સો જ જિંદગીને ધબકતી રાખે છે...

છેલ્લો સીન
મને તમારા મિત્રો અને સાથીદારો બતાવો, હું તમને કહી આપું કે તમે કોણ અને કેવા છો.
- ગેટે