કડવી ગોળીને ગળવાની હોય
ચગળવાની ન હોય,
વેદનાને તો વીસરવાની હોય
વાગોળવાની ન હોય..!!!
કડવી ગોળીને ગળવાની હોય
ચગળવાની ન હોય,
વેદનાને તો વીસરવાની હોય
વાગોળવાની ન હોય..!!!
જીભે આંખને પુછયું:
'તારા આંસુઓ હમેંશા ખારાં કેમ હોય છે?'
આંખે કહ્યું:
'એને તારા જેમ સ્વાદ બદલતાં નથી આવડતું!'
પત્ની જયારે પોતાની માં બનવાની
ખુશ ખબર આપે, અને તે ખબર સાંભળીને આંખમાંથી ખુશીના
આશુ ટપ- ટપ પડે ત્યારે....માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે
🙏 🙏
નર્સે જયારે વીટ ળાયેલું અમુક પાઉન્ડ નો જીવ જવાબદારીનું પ્રચંડ ભાર નું ભાન કરાવે ત્યારે.....,માણસ.....,
" પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
રાત- અડધી રાતે પત્ની સાથે બાબુ ના ડાયપર બદલવા જાગવું, અને બચ્ચા ને કમરમાં તેડીને ફરાવતા ચુપ કરે ત્યારે..........,માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
મિત્રો સાથે સાંજે નાકે મેળાઓ અને પાર્ટીઓ જયારે નીરસ લાગે,
એજ પગલાં જ્યારે ઘર તરફ દોટ મુકે ત્યારે........, માણસ......,
"પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
" અરે લાઈન કોણ લગાડે " અને હંમેશ સિનેમાની ટીકીટ ચપટી વગાડીને બ્લેકમાં ખરેદી કરનાર,
એજ વ્યક્તી, બચ્ચાની શાળાના
ફોર્મ માટે વહેલી સવારથી કલાકો
ના કલાકો ઈમાનદારી થી ઉભો
રહેતો ત્યારે ......, માણસ....,
" પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
જેને ઉંઘ માંથી સવારે ઉઠાડતા ઘડિયાળ ના અલારામ કંટાળતા, એજ આજે નાજુક બબલુના હાથ
અથવા પગ ઉંઘ માં પોતાના શરીર
નીચે ના આવે માટે વારે ઘડીએ રાતે ઉઠીને જોઇને સાવધાની થી સુવે ત્યારે......,માણસ...,
" પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
સાચા જીવનમાં એકજ ઝાપડ માં કોઈને ભી ભોય ભેગો આલોટ તો કરનારો,
જયારે બચ્ચા સાથે ખોટી ફાઈટીંગ માં બચ્ચાની નાજુક ચપાટ ખાઈને
ભોયમાં આળોટવા માંડે ત્યારે......
માણસ........,
" પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
પોતે ભલે ઓછું-વધુ ભણ્યો હશે પણ, ઓફીસેથી આવીને છોકરા ને
" હોમ વર્ક બરાબર કરજે "
કડકાઈ થી કહે ત્યારે....માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
આપણીજ ગઈ કાલની મહેનતના જોર ઉપર આજ મોજ મજા કરનારો અચાનક છોકરાના આવતીકાલ માટે આજ કોમ્પ્રો કરવા લાગે ત્યારે......
માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
ઓફિસમાં અનેકોના બોસ બનીને
હુકમ છોડવવા વાળો, શાળા ના
POS માં વર્ગ શિક્ષક સામે ગભરુ બનીને, કાનમાં તેલ નાખ્યું હોય તેમ પુરેપુરી INSTRUCTION
સાંભળે ત્યારે.....માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
પોતાના પ્રમોસન કરતા પણ તે શાળાની સાદી યુનિટ ટેસ્ટના રીઝલ્ટની વધારે કાળજી કરવા
લાગે ત્યારે......માણસ.......,
" પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
પોતાના જન્મદિવસ ના ઉત્સાહ કરતા, છોકરાના બર્થડે પાર્ટી ની તૈયારીમાં મગ્ન થાય ત્યારે.....
માણસ.......,
" પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
સતત ગાડી ઘોડા માં ફરનારો જયારે છોકરાના સાયકલની સીટ
પકડીને પાછળ ભાગે ત્યારે......
માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
પોતે જોયેલી દુનિયા, અને ઘણી
કરેલી ભૂલો છોકરાઓ ના કરે માટે તેમને પ્રીચિંગ કરવાની શરૂઆત કરે ત્યારે......માણસ.......,
" પુરુષ માંથી બાપ બને છે
🙏 🙏
છોકરાના કોલેજ ના પ્રવેશ માટે ગમ્મે ત્યાંથી 💵રૂપિયા લાવી,
અથવા સારી ઓળખાણ કે સામે બે 🙏જોડે ત્યારે.......માણસ.......,
" પુરુષ માંથી બાપ બને છે
🙏 🙏
"તમારો સમય અલગ હતો,
હવે જમાનો બદલાય ગયો,
તમને કાઈ ખબર નહિ પડે, "
" This is generation gap "
આવું વાક્ય આપણે જ ક્યારેક બોલેલા સંવાદ આપણને જ સાંભળવા મળે ત્યારે આપણા બાપુજી ને યાદ કરી, હળવા થઈને
મનમાં ને મનમાં માફી માંગીયે ત્યારે.....માણસ........,
" પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
છોકરો પરદેશ જાશે, છોકરી લગ્ન
કરીને પારકે ઘરે જશે, તેની ખબર
છે, તો પણ તેમની માટે પોતેજ સતત પ્રયત્ન કરે ત્યારે....માણસ......,
" પુરુષ માંથી બાપ બને છે "
🙏 🙏
છોકરાવો ને મોટા કરતા- કરતા આપને ક્યારે વૃધ્ધ થઇ ગયા એ
પણ ધ્યાન માં નથી આવતું,
અને જયારે ધ્યાન માં આવે ત્યારે તેનો કોઈ ઉપયોગ નથી હોતો ત્યારે......,માણસ.......,
" પુરુષ માંથી બાપ બને છે
🙏 🙏
રોલ નં. 24
એ નટખટ છોકરીએ કહ્યું :
સર મને ખાલી જગ્યાઓ પૂરતા નથી આવડતું
હું એમ કરીશ ખાલી જગ્યાઓ ખાલી જ રાખીશ
તમે એ પૂરી દેજો.
મેં કહ્યું 'જો દીકરા, તારી ખાલી જગ્યા તો તારે જ પૂરવી પડે....
'ઓ સર...!' કહીને છણકો કરી એ નીકળી ગઈ.
બીજા દિવસે છાપાના છેલ્લા પાને વાંચ્યું
'કૌટુંિબક ઝગડામાં એક
વિધ્યાર્થિનીનો ગળાફાંસો'
અરે આ તો...
હું સ્તબ્ધ થઈ ગયો
બીજે દિવસે વર્ગમાં હાજરી પૂરતા
'રોલ નં 24'
કોઈ બોલ્યું નહીં
'રોલ નં. 24'
ફરી વર્ગમાં મૌન...
ક્યાં છે રોલ નં. 24...?
'સર એ તો...'
એક વિધ્યાર્થિની રડમસ અવાજે બોલી.
આખા વર્ગખંડમાં એક સન્નાટો ફરી વળ્યો
હું મારી જાતને ધિક્કારતો રહ્યો
એને અભ્યાસનું મહત્વ સમજાવતો રહ્યો
પણ જીવનનું મહત્વ સમજાવવાનું તો રહી જ ગયું
પરીક્ષામાં એના નંબરવાળી બેન્ચ ખાલી
ઉત્તરવહીના બન્ડલમાં એક ઉત્તરવહીની ખોટ
પ્રવાસે ગયાં
બધાં બાળકો બસમાં બેસી ગયાં
તોય મને કહે 'મારી એક દિકરીતો હજી આવવાની બાકી...'
બોલ
મારે ક્યાં કયાં તારી ખાલી જગ્યાઓ પૂરવાની...!
મેં તને કહ્યું'તુંને...કે તારી ખાલી જગ્યાઓ તો તારે જ...!
સૌ જાણે છે કે
ટેબલના ખાનામાં પડેલા હાજરીપત્રકમાં
કોઇના જવાથી પડેલ ખાલીજગ્યા
બીજા મહિને કોઈ દ્વારા પુરાઈ જાય
પણ બહુ ઓછા જાણે છે કે
એક હાજરીપત્રક અમારા હ્રદયમાં હોય છે
એમાં ખાલી પડેલી જગ્યા ક્યારેય પૂરાતી નથી.
આચાર્યાબેને મિટિંગ બોલાવી
પુછયું
'પ્રશ્નપત્ર માં કોઈએ કોઈ ફેરફાર કરાવવો છે?'
મેં કહ્યું,
'ખાલીજગ્યાઓવાળો પ્રશ્ન કાઢી નાખો'
આચાર્યાબેને મારી સામે જોયું
મને એમની આંખમાં દેખાયા અનેક પ્રશ્નાર્થો
અને એ પ્રશ્નાર્થોની પાછળ
અનંત ખાલી જગ્યાઓ...
Good morning. ....