11 March 2016

તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી ?

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ કહ્યુ, " ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. મોટાભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી...."

હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કાપતા કહ્યુ, " મોટાભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ? " પતિએ હળવેથી કહ્યુ, " હું વિચારું છું કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે ? "

પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, " તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો ? બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને ન પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઇએ."

બીજા દિવસે પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો. નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા કરી. પત્નિ જ્યારે બહારથી ઘરે આવી ત્યારે એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો. એમણે પતિને પુછ્યુ, " આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો ? " પતિએ દબાતા અવાજે કહ્યુ, " મારાથી ન રહેવાયુ એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મુક્યો છે એટલે વધારાનો સામાન બહાર કાઢ્યો."

પતિની વાત સાંભળતા જ પત્નિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એ એમના પતિ પર રીતસરની તાડુકી " મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઇએ. મહેરબાની કરીને એમને પાછા મુકી આવો નહીતર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઇશ."

નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, " બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઇ છું. જમાઇ એના બાને નહી તારી બાને લાવ્યા છે કારણકે એના ભાઇ-ભાભી નહી તારા ભાઇ-ભાભી તારી બાને હેરાન કરતા હતા." પોતાની માનો અવાજ સાંભળીને પત્નિનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયો. દોડતી રૂમમાં ગઇ અને દરવાજો ખોલ્યો. પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી.

પતિએ પત્નિ કહ્યુ, " તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી ? "

દરેક સ્ત્રી પોતાના માતા-પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરી શકે તો કોઇ દિકરા એના મા-બાપથી જુદા ન રહે. દિકરી તરીકે તમારા માતા-પિતાને તમારા ભાઇ અને ભાભી સાચવે એવું ઇચ્છો છો તો પછી વહુ તરીકે સાસુ-સસરાને સાચવવામાં શું તકલીફ પડે છે ?

સ્ટોરી નું મોરલ સમજાય તો શેર કરજો !!

7 March 2016

વિદાય વખતે માતાએ વરને આપેલ અમૂલ્ય સંદેશ.

વરની પ્રતિજ્ઞા  :

વિદાય વખતે માતાએ વરને આપેલ  અમૂલ્ય સંદેશ.

આજથી ધર્મપત્નીને અર્ધાગીની સમજીને, તેની સાથે મારું વ્યક્તિત્વ મેળવીને એક નવું જીવન બનાવીશ. મારા શરીરનાં અંગોની જેમજ ધર્મ પત્નીનું પણ ધ્યાન રાખીશ.

હું પ્રસન્નતાપૂર્વક ગૃહલક્ષ્મીનો મહાન અધિકાર સોંપું છું અને જીવન જીવવામાં પણ તેનાં સલાહ સુચના અને માર્ગદર્શનને મહત્વ આપીશ.

રૂપ, આરોગ્ય, સ્વભાવિક ગુણદોષ, રોગ અને અજ્ઞાનવશ વિકારોને ચિત્તમાં નહીં  રાખું અને એના કારણે અસંતોષ જાહેર નહીં કરું, પરંતુ સ્નેહપૂર્વક સુધારતાં સુધારતાં અને સહન કરતાં કરતાં આત્મીયતા જાળવી રાખીશ.

પત્નીનો મિત્ર બનીને રહીશ અને પૂરેપૂરો પ્રેમ-સ્નેહ આપતો રહીશ. આ વચનનું પાલન પૂરેપુરી નિષ્ઠા અને સત્યના આધાર પર કરીશ.

પત્ની માટે જે રીતની પતિવ્રતની મર્યાદા કહેવામાં આવી છે, એ જ દ્રઢતાથીહુંપણ પત્નીવ્રત ધર્મનું પાલન કરીશ. ચિંતન અને આચરણમાં પરસ્ત્રી સાથે વાસનાત્મક સંબંધો જોડીશ નહીં.

ઘરનીવ્યવસ્થામાં ધર્મપત્નીને આગળ રાખીશ. આવક અને ખર્ચ કરવાની બાબતમાં તેની સ્વીકૃતિ લઈને ગૃહસ્થોચિત જીવન જીવનનાની રીતે અપનાવીશ.

ધર્મપાત્નિની સુખશાંતિ તથા પ્રગતિ-સલામતીની વ્યવસ્થા કરવામાં મારી શક્તિ અને સાધનો વગેરે પૂરી વફાદારીપૂર્વક વાપરીશ.

મારા તરફથી ઉત્તમ વ્યવહાર રાખવાનો પૂરો પ્રયત્ન કરીશ, મતભેદ તથા ભૂલો શાંતિપૂર્વક સુધારીશ. કોઈનીય સામે પત્નીને અપમાનિત કે તિરસ્કૃત નહીં કરું.

દેવતાગણ, અગ્નિ તથા સત્પુરુષોની સાક્ષીમાં વચન આપું છું કે પત્ની પ્રત્યે હમદર્દી અને મીઠાશભર્યું બોલવાનું રાખીશ અને રહીશ.

પત્નીની અસમર્થતા અને પોતાના કર્તવ્યમાંથી દૂર થવા છતાં પણ હું મારા કર્તવ્યપાલના અને સહયોગમાં રાઈ જેટલી પણ ઉણપ નહીં રાખું એવો વિશ્વાસ આપું છું.

મધુર પ્રેમયુકત ચર્ચા, સદ્દવ્યવહાર તથા દ્રઢ પત્નીવ્રતના પાલનનું વચન આપું છું.

6 March 2016

શું આપણી શાળાઓ આવી તો નથી ને...????

શું આપણી શાળાઓ આવી તો નથી ને...????

એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું આવો એનો ધંધો! --રાજ્યના રાજાને લાગ્યું, “અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, “આ પંખીનું શું કરીએ?” એક મંત્રી કહે,“મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.”

રાજાએ પોતાના વિશ્વાસુ ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું!

પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો(!) વિચાર કર્યો અને શિક્ષણ નીતિ ઘડી કાઢી. શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.” અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે તેને શિક્ષણની નવી જ દિશા ખોલી આપી!

સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!” તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખીનું નસીબ જોરમાં છે !” પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !

એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતા વેત તેમને કહ્યું કે “આ એક-બે ચોપડીથી કઈ ના આવડે, વધુ દળદાર પુસ્તકો જોઈએ.” રાતો રાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા. થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણો પુસ્તકોનો ઢગલો થઇ ગયો! લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા. “વાહ! વાહ! શું શિક્ષણ છે !” ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી. તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય! તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.

હવે તો સૌ બોલી ઉઠ્યા કે “ હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.”

એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે પંખીનું શિક્ષણ બરાબર નથી થતું ! રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને “આ હું શું સાંભળું છું? કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ!” ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો “ અરે! એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે.” રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું. રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે વાત ના પૂછો ! કોઈ ગોખાવતું હોય, તો કોઈ ગવડાવતું હોય, તો કોઈ શીખવતું હોય નાચ ! તામ જામ – નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો ! વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી. રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો “ મહારાજ ! પંખીને મળ્યા?” રાજા પંડિતજીને કહે “ અરે હા! એ તો યાદ જ ન આવ્યું. પંખીને જોવાનું તો રહી ગયું. ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ.” રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું. પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે. રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.

હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે. ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો !  બિચારૂ પંખી જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે જો પાંજરામાં પાંખો ફફડાવે તો કહે, “આ ગેરશિસ્ત !”  કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે “આને એના ભવિષ્યની પડી જ નથી !” બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ! 

અંતે પંખી બિચારું પેટમાં સુકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને  તેનું “પંખીપણું મરી ગયું” ને ભાણેજે જાહેર કર્યું કે “પંખી શિક્ષિત થયું!”

29 February 2016

આપણા સ્ટાફમાં સૌથી સારું કામ કરનાર કોણ છે?

અકબર બાદશાહઃ ‘અરે બિરબલ, મને કહે કે આપણા સ્ટાફમાં સૌથી સારું કામ કરનાર કોણ છે? એને કેવી રીતે ઓળખવો?’
બિરબલઃ ‘જહાંપનાહ, હું બધાય કર્મચારીને બોલાવું પછી કહી શકું.’
.
.
બિરબલ બધાય કર્મચારીઓને બોલાવે છે...
ત્યારબાદ એક જણનો હાથ પકડીને કહ્યું, ‘જહાંપનાહ તે આ છે.’
અકબરઃ ‘કેવી રીતે?’
બિરબલઃ ‘આનો મોબાઈલ ચેક કર્યો... એના મોબાઈલની બેટરી 98% છે.’