13 March 2016

અને પંખી શિક્ષીત થયું.

📚 "અને પંખી શિક્ષીત થયું..!" 📚

વાર્તા: રવીન્દ્રનાથ ટાગોર
 

એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું આવો એનો ધંધો! --રાજ્યના રાજાને લાગ્યું, “અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, “આ પંખીનું શું કરીએ?” એક મંત્રી કહે, “મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.”

રાજાએ પોતાના વિશ્વાસુ ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું!
પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો(!) વિચાર કર્યો અને શિક્ષણ નીતિ ઘડી કાઢી. શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.” અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે તેને શિક્ષણની નવી જ દિશા ખોલી આપી!
સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!” તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખીનું નસીબ જોરમાં છે !” પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !
એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતા વેત તેમને કહ્યું કે “આ એક-બે ચોપડીથી કઈ ના આવડે, વધુ દળદાર પુસ્તકો જોઈએ.” રાતો રાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા. થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણો પુસ્તકોનો ઢગલો થઇ ગયો! લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા. “ વાહ! વાહ! શું શિક્ષણ છે !” ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી. તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય! તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.
હવે તો સૌ બોલી ઉઠ્યા કે “ હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.”
એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે પંખીનું શિક્ષણ બરાબર નથી થતું ! રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને “આ હું શું સાંભળું છું? કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ!” ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો “ અરે! એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે.” રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું. રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે વાત ના પૂછો ! કોઈ ગોખાવતું હોય, તો કોઈ ગવડાવતું હોય, તો કોઈ શીખવતું હોય નાચ ! તામ જામ – નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો ! વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી. રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો “ મહારાજ ! પંખીને મળ્યા?” રાજા પંડિતજીને કહે “ અરે હા! એ તો યાદ જ ન આવ્યું. પંખીને જોવાનું તો રહી ગયું. ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ.” રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું. પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે. રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.
હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે. ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો !  બિચારૂ પંખી જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે જો પાંજરામાં પાંખો ફફડાવે તો કહે, “આ ગેરશિસ્ત !”  કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે “આને એના ભવિષ્યની પડી જ નથી !” બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ!
અંતે પંખી બિચારું પેટમાં સુકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને  તેનું “પંખીપણું મરી ગયું” ને ભાણેજે જાહેર કર્યું કે “પંખી શિક્ષિત થયું".
💮💎🎭💎💮
⭕🔰નીત્યો🔰⭕

એક રાજા હતો અને એને 4 રાણીઓ હતી.

એક રાજા હતો અને એને 4 રાણીઓ હતી.

પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખુબ રાખતો.

બીજા નંબરની રાણી બહું રૂપાળી હતી આથી રાજા જ્યારે બહાર કોઇ પાર્ટીમાં કે કાર્યક્રમમાં જાય ત્યારે આ બીજા નંબરની રાણીને સાથે રાખે જેથી રાજાનો વટ પડે.

ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછુ બોલવાનું થાય પણ રાજાને જ્યારે કોઇ બાબત પર નિર્ણય લેવાનો હોઇ કે કોઇ મૂંજવણ હોય ત્યારે રાજા આ ત્રીજી રાણી સાથે ચર્ચા કરે અને તેની સલાહ મેળવે.

ચોથી રાણીને તો ભાગ્યે જ મળવાનું થાય અને એ પણ સામેથી રાજા ક્યારેય મળવા ના જાય એ તો જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય તો હાય હેલ્લો થાય.

રાજા જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની સાથે આવવા માટે વિનંતિ કરી.

પ્રથમ રાણીએ તો સીધી જ ના પાડી દીધી

બીજી રાણી તો એથી એક ડગલુ આગળ હતી એણે તો એવુ જ કહ્યુ કે સાથે આવવાની ક્યાં વાત કરો છો હું તો તમારી વિદાય થતા તુરંત જ બીજા લગ્ન કરી લઇશ

ત્રીજી રાણીએ કહ્યુ કે મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે છે પણ હુ સાથે નહી આવી શકું.

રાજાને ચોથી રાણી પાસેથી તો કોઇ અપેક્ષા હતી જ નહી પણ ચોથી રાણીએ સામેથી કહ્યુ કે તમે મને
ના પાડશો તો પણ હું તમારી સાથે આવીશ જ.

વાર્તાની શીખ :
========
મિત્રો, આપણે બધા પણ લાઈફમાં આ ચાર રાણીને પરણ્યા છીએ.

પ્રથમ રાણી તે આપણું શરીર જેને આપણે ખુબ સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ.

બીજી રાણી તે આપણી સંપતિ અને પદ જેને બહાર બીજાને દેખાડવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ અને આપણી વિદાયની ક્ષણે જ એ સંપતિ બીજાની થઇ જાય છે.

ત્રીજી રાણી તે આપણો પરિવાર

અને

ચોથી રાણી તે આપણો આત્મા...!!

આ વાર્તાને દીવાદાંડી રૂપ રાખી લાઈફમાં અગ્રીમતા સેટ કરજો ! જીવન ધન્ય થઇ જશે! વિચાર જો ........,

સરગવા ના અગણિત ગૂણો.

સરગવા નો ચમત્કાર !!

સરગવા ના અગણિત ગૂણો.

સાયન્સ કહે છે, હવે તો માનો !

‘છોકરું કાંખમાં અને શોધ ગામમાં’ કહેવત બહુ જૂની છે. આપણી આસપાસ જ ક્યારેક એવા-એવા સુપરફુડસ પ્રાપ્ય હોય છે જે આપણી આખી કાયાપલટ કરી શકે છે; આપણી જીવનશૈલી બદલી શકે છે. કમનસીબે આપણું એ તરફ ઘ્યાન જ જતું નથી. મોરિંગાના પાનનો પાવડર એક આવું જ ચમત્કારીક સુપરફુડ છે. મોરિંગા એટલે દેશી ભાષામાં સરગવો. તેના પાનમાં એટએટલાં પોષણ મૂલ્યો હોવાનું સાબિત થયું છે કે, તેનાં સેવન થકી મનુષ્યનું આખું જીવન બદલાઇ જાય. શરત માત્ર એટલી છે કે, એ સરગવો ઓર્ગેનિક રીતે વાવેલો અને ઉછરેલો હોવો જોઇએ.

મોરિંગાને આજે જગતભરનાં નિષ્ણાંતો માન્યતા આપતા થયા છે. તેનાં પાંદડાના પાવડર એનર્જીથી ભરપૂર હોય છે. વળી એ એનર્જી સ્યુગરનાં કારણે નથી હોતી તેથી એ શક્તિસંચાર ક્ષણિક નથી હોતો. તેનાં કારણે આર્થરાઇટિસમાં જબરદસ્ત ફાયદો થાય છે, શરીરનો દાહ કે બળતરા શમે છે. શરીરમાં અલ્સર હોય તો એ દૂર થાય છે. શરીરની ગાંઠ ઓગાળી નાખ્યાની ક્ષમતા પણ મોરિંગામાં રહેલી છે. રાહતની વાત એ છે કે, એ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે અને ચામડીનાં વિવિધ રોગો સામે પણ ઉત્તમ કામ આપે છે.
હાઇ બ્લડ પ્રેશરના પેશન્ટને એ જબરદસ્ત રાહત આપે છે-જેને લીધે એકધારી અને સંતોષકારક ઉંઘ મળે છે. તેનામાં એવી ક્ષમતા છે કે, આખી નર્વ સિસ્ટમને એ સુધારી શકે છે. તેનાં ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ તો વધે જ છે, સામાન્ય તંદુરસ્તી પણ ઉત્તમ રહે છે.

એક વાત સ્પષ્ટ છે; જો આપણે સારો ખોરાક ન લઇએ તો ઉત્તમ સ્વાસ્થ્ય મેળવવું મુશ્કેલ છે. છેવટે સુપરફુડસ કે ઉચ્ચ પોષણમૂલ્યો ધરાવતા વિવિધ ફુડસની જરૂર શી છે? યુનોનાં કૂપોષણ કાર્યક્રમ સાથે જોડાયેલા પ્રોફેસર માઇક ગોલ્ડનએ કાðં છે કેઃ ‘જગતમાં સમસ્યા કંઇ ખોરાકનાં જથ્થા (ક્વોન્ટિટી)ની નથી, સમસ્યા છે ગુણવત્તા (ક્વોલિટી)ની! તમે કેટલું ખાઓ છો તેનાં કરતાં વધુ મહત્ત્વ એ વાતનું છે કે, તમે શું ખાઓ છો!’ ફિટ રહેવા માટે લોકોને અલગ-અલગ પ્રકારનાં 40 પોષક ઞવ્યોની આવશ્યકતા હોય છે. મોરિંગા એક એવી વનસ્પતિ છે જેમાં ચિક્કાર પ્રમાણમાં વિટામિન્સ, એમિનો એસિડસ, મિનરલ્સ અને પ્રોટિન મળી રહે છે.

મોરિંગામાં રહેલું વિટામીન-એ આંખના રોગો સામે રક્ષણ પુરું પાડે છે, તેમાં રહેલું વિટામીન-સી થકાવટ દૂર કરે છે, તાવ અને ફ્લુ થતા અટકાવે છે, વિટામીન-એને કારણે ક્રિન ડિસીઝ, હૃદયને લગતી બિમારીથી બચાવે છે. તેમાં રહેલું કેલ્શિયમ શરીરને અનેક રીતે ફાયદો કરે છે, મોરિંગામાં એક અદ્ભૂત સંયોજન છેઃ કેલ્શિયમ અને વિટામીન-ડીનું સંયોજન. તેને લીધે કેન્સરનું જોખમ ઘટે છે. તેમાં રહેલા પોટેશિયમને કારણે દિમાગ અને નર્વ સિસ્ટમને જબરો ફાયદો થાય છે. અને બ્રેઇન સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.
વિવિધ પોષકદ્રવ્યોનું શરીરમાં સંયોજન સધાય એ બહુ જરૂરી છે. મિનરલ્સ વગર વિટામિન્સનું મૂલ્ય કંઇ જ નથી. આ વિટામિન્સ કે મિનરલ્સ જ્યારે કુદરતી ત્રોતમાંથી મે છે ત્યારે એ શરીરને અનેક પ્રકારે ફાયદો કરે છે.

તાજેતરમાં થયેલા અગણિત સંશોધનોનું તારણ એ નીકળ્યું છે કે, વિટામીન એ, ઇ અને સી જો દવા તરીકે કે દવા સ્વરૂપે લેવામાં આવે તો એ મનુષ્યની સરેરાશ આવરદા ઝાઝી વધારી શકતા નથી, ખોરાકમાં કે સુપરફુડમાં તેનો ઉપયોગ થાય તો એ ઉત્તમ પરિણામ આપે છે.

માનવશરીરને કુલ લગભગ વીસ જેટલા એમિનો એસિડની જરૂર પડે છે. એમિનો એસિડનું સીધું જ પ્રોટિનમાં નિર્માણ સાથે સંકળાયેલું છે. જેમ વિવિધ અક્ષરો મળીને એક શબ્દ બને છે તેમ એમિનો એસિડસના સંયોજનથી પ્રોટિન બને છે. મોરિંગામાં કુલ ર0માંના 18 એમિનો એસિડસ છે. શરીર માટે અત્યંત જરૂરી એવા આઠેય એમિનો એસિડસ હાજર છે. સામાન્ય રીતે આ બધા એમિનો એસિડસ લાલ માંસ કે ચીઝ વગેરે જેવી ડેરી પ્રોડક્ટસમાંથી મળતા હોય છે. ખાસ કરીને શાકાહારી લોકો આમાંના ઘણાં તત્ત્વોથી વંચિત રહી જાય છે. મોરિંગામાં આવા લગભગ નેવું કરતાં વધુ પોષકદ્રવ્યો છે જ પણ એ ઉપરાંત વિટામીન સી, બી-1, બી-2, બી-3, વિટામીન ડી અને વિટામીન ઇ પણ ભરપૂર માત્રામાં છે. તેમાં અન્ય ખનિજ પણ છે અને પાચન માટે અત્યંત જરૂરી એવું ફાઇબર પણ છે. વળી કલોરોફિલ (હરિતદ્રવ્ય) માટે આ જગતનાં કેટલાંક શ્રેષ્ઠતમ્ વિકલ્પમાંથી એક છે.

‘ન્યૂ ઇન્ગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન્સ’નાં એક વિસ્તૃત અહેવાલનું તારણ જણાવે છે કે, અમેરિકા-યુરોપમાં વર્ષે જેટલાં હાર્ટ એટેક નોંધાય છે તેમાંથી પચાસ ટકા કરતા ઓછા એટેક કોલેસ્ટરોલનાં કારણે થાય છે. બાકીનાં એટેક માટે શરીરને દાહ-બળતરા બહુ બધા કિસ્સાઓમાં કારણભૂત હોય છે. મોરિંગામાં આવા દાહને નેસ્તનાબૂદ કરતા છત્રીસ જેટલા તત્ત્વો હોય છે. આવા તત્ત્વોને લીધે જ એ સ્કિનને પણ તરોતાજા રાખે છે, ત્વચાને તાજગી આપે છે. વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યુ છે કે, ત્વચાની સાયકલ સામાન્ય રીતે 300 દિવસની હોય છે. દરેક ક્ષણે માનવશરીરમાં ત્વચાનાં 40 હજાર કોષ મૃત્યુ પામે છે અને તેની સામે નવા કોષો જન્મતા રહે છે. મોરિંગામાં રહેલા તત્ત્વો નવા કોષોન ઝડપ એકદમ વધારી દે છે. જે ઝડપે કોષો મૃત્યુ પામે છે તેનાં કરતા અનેકગણી સ્પીડથી નવા કોષો જન્મતા રહે છે.

મોરિંગામાં રહેલા તત્ત્વો રહેલા તત્ત્વો નવા કોષોની ઝડપ એકદમ વધારી દે છે. જે ઝડપે કોષો મૃત્યુ પામે છે તેનાં કરતા અનેકગણી સ્પીડથી નવા કોષો જન્મતા રહે છે. આ પ્રક્રિયા માત્ર મોરિંગા જેવા સુપરફુડસથી સંભવ છે. એટલે જ જો મોરિંગા નિયમિત લેવામાં આવે તો શરીરમાં કરચલી પડતી નથી. કરચલીઓ પડવાની શરૂઆત થઇ ગઇ હોય તો એ પ્રક્રિયા મોરિંગા બંધ કરી દે છે અને ત્વચાને પ્રફુલ્લીત બનાવે છે. ઝીટિન નામનું તેમાંનું તત્ત્વ તેનાં એન્ટી એજિગ તત્ત્વો માટે જાણીતું છે. સંશોધનોએ એવું પણ પુરવાર કર્યુ છે કે, અન્ય વનસ્પતિની સરખામણીએ મોરિંગામાં હજારગણું ઝીટિન છે.

આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે, આપણે આપણાં પૌરાણિક આયુર્વિજ્ઞાનને બહુ હળવાશથી લઇએ છીએ. અત્યાર સુધી આપણે મોરિંગા વિશે જે વાત કરી એ પશ્ચિમના વૈજ્ઞાનિક દ્વારા તાજેતરમાં જ સિદ્ધ થયેલી છે. પરંતુ આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં 300 કરતા વધુ ઔષધોમાં મોરિંગા અથવા સરગવાનો રેફરન્સ મળી રહે છે. આયુર્વેદમાં સરગવાની શિગ ઉપરાંત સરગવાનાં પાનનાં ભરૂપર ગૂણગાન ગવાયા છે.

એટલો જ પ્રેમ પર્યાવરણ પ્રત્યે પણ હતો.


〰〰〰〰〰〰〰
   🌷શિક્ષણ સેતુ🌷
〰〰〰〰〰〰〰
🌷પ્રેરક પ્રસંગ વાર્તા🌷

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીને જેટલો પ્રેમ એના રાજ્યની પ્રજા પર હતો એટલો જ પ્રેમ પર્યાવરણ પ્રત્યે પણ હતો. મહારાજા સાહેબે ગોંડલમાં 'કૈલાસબાગ' નામનો એક વિશાળ બગીચો બનાવેલો જેમા તમામ પ્રકારના ઔષધિય વૃક્ષો અને ફળ-ફુલ વાવેલા. ભગવતસિંહજી આ બગીચાની ખુબ માવજત કરાવતા અને રોજ બગીચાની મુલાકાત લેતા.

એકવખત ભગવતસિંહજીના સૌથી નાના કુંવર નટવરસિંહ બગીચામાં રમવા માટે આવેલા. કેળાની એક સરસ લુમ જોઇને નટવરસિંહે બગીચાના માળીને કહ્યુ કે મને આ લુમ ઉતારી આપો મારે જોઇએ છે. બગીચાના માળીએ કુંવરને સમજાવતા કહ્યુ, " કુંવર સાહેબ, મહારાજાની આજ્ઞા છે કે એમની મંજૂરી વગર કોઇ ફળ ફુલ તોડવા નહી માટે મને માફ કરજો હું આપને એ કેળાની લુમ નહી આપી શકુ. એકવખત મહારાજા સાહેબની મંજૂરી મળી જાય એટલે હું આપને આ કેળાની લુમ ચોક્કસ આપીશ."

રાજકુમાર ના સાંભળવા માટે ટેવાયેલા નહી આથી ખુબ ગુસ્સે ભરાયા અને માળીના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો. એણે માળીને કહ્યુ, " તું જેની મંજૂરી લેવાની વાત કરે છે એ તારા મહારાજા મારા બાપુ છે અને હું કહુ છું કે મને કેળાની લુમ આપ. માળીએ કેળાની લુમ કાપીને કુંવરને આપી."

સાંજે જ્યારે મહારાજા ભગવતસિંહજી ફરવા માટે બગીચામાં આવ્યા ત્યારે એની ચકોર નજર પારખી ગઇ કે બગીચામાંથી કેળાની એક લુમ ગાયબ છે. એણે આ બાબતે માળીને પુછ્યુ ત્યારે માળીએ સવારે બનેલી બધી જ વાત વિગતે મહારાજા સાહેબને કહી સંભળાવી. મહારાજે માળીની વાત સાંભળ્યા પછી તુરંત જ માળીને કહ્યુ, " હું માત્ર નટવરસિંહનો જ નહી ગોંડલ રાજયની તમામ પ્રજાનો બાપુ છું. હું તમારો પણ બાપુ છું અને તમને તમાચો મારીને કુંવરે ભૂલ કરી છે. જો તમે ઇચ્છો તો કુંવર વિરુધ્ધ ફરીયાદ નોંધાવી શકો છો એને ચોક્કસપણે સજા કરવામાં આવશે."

માળી પોતાના મહારાજાનો આ પ્રેમ જોઇને ભાવવિભોર થઇ ગયો.

🌺 બોધ-

આજની આ લોકશાહીમાં પ્રજાનું લોહી ચુસનારા રાજકારણીઓને જોઇએ છીએ( માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ આમાં અપવાદ હોય છે ) ત્યારે એમ થાય છે કે આવી લોકશાહી કરતા ભગાબાપુની રાજાશાહી શું ખોટી જ્યાં રાજકુવરને પણ એક સામાન્ય નાગરિક ગણવામાં આવતો હોય.

💲🔚🔚🔚🔚🔚💲