26 January 2017

રક્ત ટપકતી સો સો ઝોળી....

રક્ત ટપકતી સો સો ઝોળી....

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-દીપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજે અહર્નિશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.


- આભાર
પરેશ પુરુષવાણી
ખુનપુર શાળા પરિવાર

25 January 2017

આપણને જીવન ભેટ આપનાર આપણો માલિક ખરેખર આપણા પર કેટલો દયાળું છે...!!!

એક 80 વર્ષનાં ઘરડાં દાદાનું ઓપરેશન ચાલતું હતું...
.
.
3 કલાક ઓપરેશન ચાલ્યું...,...દાદાને થોડા સમય પછી હોશ આવ્યો...
.
.

ડૉક્ટરએ દાદાનું 8 લાખ રૂપિયાનું બિલ બનાવ્યું.

બિલ જોઈને દાદાની આંખમાં આંસુ આવી ગયા.
ડૉક્ટર એ કહ્યું રડશો નહિ...હું સમજીને થોડું બિલ ઓછું કરી દઉં છું.

દાદાએ જવાબ આપતા કહ્યું...
બેટા આતો 8 લાખ જ છે.
હજુ વધારે હોત તો પણ મને કોઈ ગમ ન થતો.

પણ આંખમાં થી આંસુ આવ્યા એટલા માટે કે તે મારા શરીરને ફક્ત 3 કલાક જ સાચવ્યું અને 8 લાખનું બિલ બનાવ્યું...

મારો ખુદા કેટલો દયાળું છે મારા પર...!!!  હું જન્મ્યો છું ત્યારનું મારા શરીરને સાચવીને રાખ્યું છે...અને એતો આવું કોઈ બિલ જ બનાવતો નથી.

દોસ્તો...આપણને જીવન ભેટ આપનાર આપણો માલિક ખરેખર આપણા પર કેટલો દયાળું છે...!!!

તેને ડગલે ને પગલે યાદ કરતા રહેવું જોઈએ...!અને તેનો શુક્ર અદા કરતા રહેવું જોઈએ.

દોસ્તો મારી આ વાત તમારા દિલને થોડી પણ સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે Share કરજો.

21 January 2017

વિદાય ગીત


જાઉં છું....

હસતું-રમતું એક બચપન અહીં મૂકીને જાઉં છું,
સુંદર ભવિષ્યના સપના આંખમાં આંજીને જાઉં છું.

પાટી,પેન,મિત્રો,વૃક્ષોને આ ચકલીઓનો કલબલાટ,
યાદોનું એક આખું ઉપવન ખિચ્ચામાં ભરીને જાઉં છું.

રીત કયાં છે? અહીં તો કસમ છે વિદાય,
અંત નહી,એક નવા આરંભ સાથે જાઉં છું.

વરસશે વરસાદ ને અચાનક હૂં ઉગી જઇશ,
શાળાના પ્રાંગણમાં મારી યાદ વાવીને જાઉં છું.

ભણતરની સાથે શિખવ્યું જેમણે જીવન ઘડતર ,
એ ગુરુજનોના શુભાષિશ માથે ચડાવીને જાઉં છું.
   

કાજલ ઠક્કર
      24-4 15

*26 - જાન્યુઆરી, 2017 રાજવી કવિ કલાપીની જન્મજયંતીએ સંભારણું*

*26 - જાન્યુઆરી, 2017 રાજવી કવિ કલાપીની 143'મી જન્મજયંતીએ સંભારણું*

1- પંખી ઉપર ફેંકેલો પથ્થર જયારે હૃદયને વાગે ત્યારે બની શકાય કલાપી - ડો.હર્ષદેવ માધવ

2- પીર પીડાનો ગઝલનો મીર તું અલબત્ત કલાપી, ગુજરાતી શાયરીની મોંઘી અત્તી મિલકત કલાપી - શ્રી, હર્ષદ ચંદારાણા

3- કટોરાઓ કલા કેરા કલાકારે ભર્યા નાઝીર, કલાને પી જવા માટે કલાપીની જરૂરત છે - શ્રી, નાઝીર દેખૈયા

4-ગઝલની દિવેટે મળે છે કલાપી, સતત તેલ રૂપે બળે છે કલાપી, ભૂમિ તેજવંતી કલાપીનગરની અખંડ દિપ થઇ ઝળહળે છે કલાપી- શ્રી, હર્ષદ ચંદારાણા

5- સૌન્દર્ય આંખોમાં ભરું ત્યાં તો કલાપી સાંભરે, બે વાત ગઝલોની કરું ત્યાં તો કલાપી સાંભરે - શ્રી, હરજીવન દાફડા

6- અધુરી લાગશે ઓળખ તું કલ્પના તો કર ! ગઝલ વગરની કે લાઠી વગર કલાપીની - શ્રી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'

7- હતો એ રાજવી કેવો પ્રતાપી યાદ આવે છે, પ્રણયના ગીતનો ગાયક કલાપી યાદ આવે છે - શ્રી, કુતુબ આઝાદ

8- કેકારવ આપ્યો કવિ સ્નેહે લખિયા છંદ, પ્રેમીજનને વાંચતા અંતરમાં આનંદ - પિંગળશીભાઈ ગઢવી

9- નવા શાસ્ત્રો નવી વેદી, નવી ગીતા કલાપીની, અહા ગુજરાતમાં ટહુંકે અજબ કેકા કલાપીની - કવિ શ્રી, મસ્તાન

10- સ્નેહી, યોગી, કહો રાજા, મહાત્મા, ભક્ત કે કવિ !! પ્રકારો ભિન્ન છે તો એ પૂજા તો સુરસિંહની - કવિ શ્રી, સાગર

11- પૂરો દિલનો દીવાનો યા અજબ મન્સુરનો ચેલો, જીગર મગરૂર મસ્તાનો ખુદા સાથે કર્યા ખેલો - કવિ શ્રી, મસ્તાન

12- ભારતી ભોમના ગુર્જરી વ્યોમમાં, ચમકતો એક ઉગ્યો સિતારો, ધરા સૌરાષ્ટ્રની ચમકતી રહી અને ચમકતો કચ્છ કેરો કિનારો. શારદા માતને, સર્વ ગુજરાતને, ગર્વ ગૌરવ તણાં ગાન આપી, પ્રેમરસ પી ગયો, અશ્રુ આપી ગયો, કલાસ્વામી ગયો તું કલાપી - શ્રી, દુલેરાય કારાણી

13-માઘ, મહેતા,ને મીરાની મસ્તી કહી આપે, જીવનને ધન્ય રાખ્યું, મૃત્યુને મલકાવતું રાખ્યું તમે ! - કવિ શ્રી, ધૈર્યચન્દ્ર બુદ્ધ

14- તમે ગાયા ગીતો પ્રકૃતિ-ઋતુનાં પાનખરનાં, પ્રવાસોનાં, શ્રીનાં, હૃદય-ત્રિપુટીનાં, કબરનાં, અહા! અલ્પાયુષ્યે વિપુલ તવ સમૃદ્ધિ નીરખી, નામે છે સર્વના શિર તુજ પ્રતિ, ધન્ય ધન્ય નૃપતિ - ડો.બટુકરાય હ.પંડ્યા

15- અંતે પામ્યો પરમ પ્રીતની યાદી સન્મુખ સ્થાયી, જ્યાં જ્યાં તારી નજર પડી સર્વત્ર ત્યાં હે કલાપી - કવિ શ્રી, ઉશનસ

16- ઉભી છે ગ્રામ્યમાતા રસભર્યા કૈ પ્યાલાઓ લઈને, ખૂંટે જ્યાં રસ કરુણાનો, તરસમાં આપને જોયા ! - ડો.વી.પી. રાવલ 'અમૃત'

17- તું કલાપી છે કવિ, શાયર વળી દિલદાર છે, ગુર્જરીવાણી તણું તું મોતી પાણીદાર છે, તું વિયોગી, તું જ યોગી, તું જીગરનો યાર છે ! રાગ સાથે ત્યાગની ગઝલો તણો ગાનાર છે - શ્રી, બકુલ રાવલ 'આદમ'

18- એણે સમર્પી દીધું મન પ્રેમ સાધનાને, કેડી કવન, મનનની રચતો ગયો કલાપી - શ્રી, સાગર નવસારવી

19- હજ્જારો મોર જીણાં બોલતા'તા તારે ડુંગરીએ, રસીકજન વાંચવા બેઠા હતા જ્યારે કલાપીને ! - શ્રી, હરીશ મીનાશ્રુ

20- હે ગુર્જરી ગઝલ તું છે કેવી ભાગ્યશાળી ! તું હોય પારણામાં ને દોરી ધરે કલાપી - શ્રી, પ્રણવ પંડ્યા

21- અક્ષરનું સિંહાસન રચીને એણે રાજ્ય સ્થાપ્યું છે 'ગુર્જરી' ગિરામાં - ડો, હર્ષદેવ માધવ

22- હવે ગોપીઓં શોભના થઇ જવાની ! ચલાવી કલાપીએ માયા ગઝલની ! - શ્રી ભરત વિંઝુડા..

23- આરાધના કવનની કરતો ગયો કલાપી ; ચાદર ગઝલ ગગનની વણતો ગયો કલાપી ! - શ્રી સાગર નવસારવી.

24- રાગ ને વિરાગ પણ ઝીણી નજર થી નીરખ્યા ! દીવ્યજ્યોતી નૂર જેવા એ કલાપી ને સલામ - શ્રી, શિવજી રૂખડા.

25- ગેબી કચેરીના દરિયાવ બાદશાહ ! ક્યારેક અમારા ખલકના મયખાનાને જોતો રહેજે !!
તે ઉગાડેલા ફૂલછોડને હજુયે ફૂલ-પતિઓ ઉગ્યા કરે છે ! હજીયે વેદનાની વસંતો ટૂંટવાના અવાજો સંભળાયા કરે છે - શ્રી યશવંત ત્રિવેદી

26- 'બાપુ' મીઠો બોલ,કોને કહી બોલાવીએ ? હોંકારો અણમોલ, દેશે કોણ ? ઓ - સુરસિંહ ! - કવિ શ્રી સંચિત ...

27- પૂરો દિલનો દીવાનો યા અજબ મનસુરનો ચેલો ! જીગર ''મગરૂર મસ્તાનો '' ખુદા સાથે કર્યા ખેલો ! - કવિશ્રી મસ્તાન..

28- પ્રથમ હું નું તું માં રૂપાંતર થવા દે !! પછી પ્રેમ થઈને છલકશે કલાપી !! - મેહુલ ભટ્ટ

29- મૃદુ કેકા તુજ કંપે રે રતિ વિધ શી ! ઘેલા કરતી અભિનવ રસભર હૈયા જો ! ગુર્જર કુંજે કરુણ કલાધર મોરલા !
તારું હતું જીવિત માત્ર જ એક કાવ્ય જો ! - શ્રી બ.ક. ઠાકોર

30- દૈવે શાખી તે આલાપી, દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી - શ્રી ઉમાશંકર જોશી.

31- તમે તો રાજરાણી છો ગઝલના રાજ કરનારા ! બન્યા જોગી અમે ગરવા, સનમને પામવા માટે...॥ - સ્મીરૂ મહેતા...

32- નિમંત્રણ છે નવા લોહીને ,આ શુભ અવસરે પીંછા ! અભિનવ આંબલે આવી, આવીને ધરે પીંછા !
'કલાપી' જેમ ઘા ખમવા રહ્યા લાખેણી લાઠીના ! ઉડી ગયો છે, ગગનમાં મોરલો, આ ફરફરે પીંછા ! - શ્રી ગની દહીંવાલા

33- તત: સવિતા નું ભર્ગ વરેણ્યમ ધીમહી; ગાયત્રી નો જુનો ભેદક મંત્ર જો ; આજે અન્ય પ્રકારે આ માથું નમે ; નમતો સાથે આત્મા નો એ તંત્ર જો ;
સુરતાની વાડીના મોંઘા મોરલા !- કવિશ્રી કાન્ત.

*મિત્રો આપને શેર-શાયરી પસંદ આવ્યા હોય તો મિત્રો સાથે શેઅર કરશો*

15 January 2017

ગુણોત્સવ-૭ ની પુર્વ સન્ધ્યાએ......

ગુણોત્સવ-૭ ની થેલી પેકિઁગની ધ્યાનમાઁ રાખવાની બાબતો:

બાબત -1. ધોરણ 6,7,8 ની અલગ અલગ થેલીમાઁ ઓ.એમ.આર મુકવી.  બાબત - 2.ગેરહાજર બાળકોની ઓ.એમ.આર મુકવાની નથી.બાબત-3.  ધોરણ 6,7,8 માઁ એલ.સી લ ઇ ગયેલ બાળકોની ઓ.એમ.આર કોરી રાખવી.જેને ૧ અલગ થેલીમાઁ ભરવી અને રોજકામ પત્રક-૧ ભરીને સાથે મુકવુઁ.  4. એલ.સી લ ઇ ને આવેલ જે બાળકોનુઁ નામ યાદી માઁ નથી કે તેના નામની છાપેલી ઓ.એમ.આર આવેલ નથી તેવા  બાળકોનુઁ રોજકામ પત્રક-૨ ભરીને આ જ થેલી માઁ મુકશો.અને આ બાળકોની ઓ.એમ.આર હાજર બાળકોની જે તે ધોરણની ઓ.એમ.આર સાથે મુકવી. બાબત-4- રોજકામની કોથળી પર રોજકામ પત્રક ૩ લગાવશો.

ધોરણ ૨ થી ૮ વાઁચન,લેખન,ગણન માઁ જે બાળક ગેરહાજર હોય તેના નામ સામે ખાનુઁ કોરૂ રાખવાનુઁ છે .અર્થાત ગેરહાજર બાળક ના ખાના માઁ કાઁઇ લખવાનુઁ નથી.

ગુણોત્સવ-૭ ની પુર્વ સન્ધ્યાએ......... મિત્રો કેટ્લીક  ગુણોત્સવ દરમ્યાન ઉપયોગી માહિતી નીચે મુજબ છે. જે ધ્યાને રાખીશુઁ.      👉 ધોરણ ૨થી૫ માટે આપેલ ફ્રેમનો જ ઉપયોગ કરીશુઁ.👉 ધોરણ ૬થી૮ વાઁચન,લેખન, ગણન ના મૂલ્યાઁકન માટે આપેલ ધોરણ 5 ની ફ્રેમનો ઉપયોગ કરીશુઁ. 👉 લેખન મૂલ્યાઁકનનુઁ શ્રુતલેખન વર્ગશિક્ષકે કરાવવાનુઁ છે.આવનાર કોઇ બાહ્યમૂલ્યાઁકનકારપોતે  લેખન કરાવવાનો આગ્રહ રાખે તો ગુણોત્સવ માર્ગદર્શિકા પેજ નઁ-7 પરની સુચના બતાવવી. કારણકે વિધ્યાર્થીઓ શિક્ષકના લ્હેકાથી ટેવાયેલા છે.લ્હેકો બદલાય તો પણ વિધ્યાર્થીઓ બરાબર લખી શકતા નથી. 👉 ગણન માટે ફ્રેમ માઁથી 5 દાખલા કા.પા પર લખાવવા.મોઢેથી બોલીને નહી. 👉 આપેલ ટાઇમટેબલ મુજબ કામ કરવુઁ 👉 ધો.૬થી૮ માઁ વિધ્યાર્થીઓને નઁબરA,B,C,D પેપર Day 1,2,3 વગેરે લખવામાઁ શિક્ષકે મદદ કરવી. સુપરવિઝન દરમ્યાન શિક્ષકે વર્ગ છોડવાનો નથી.

👉 બિલકુલ ધીરજથી કામ કરવાનુઁ છે.જેથી ભુલ રહેવા ના પામે. ઓ.એમ.આર માઁ કોઇ જગ્યાએ વ્હાઇટનર નો ઉપયોગ કરવાનો નથી. 👉 ઓ.એમ.આર માઁ બબલ કરવા માટે જાડા પોઇંંટની ઘાટી બોલપેનનો ઉપયોગ કરવો. દા.ત. LIQUIFASTની ૧૦રૂ.વાળી પેન.જેનાથી સ્કેનર સારી રીતે ઘુઁટેલુઁ રીડ કરી શકે.   👉ધોરણ 6 થી 8 ના પ્રશ્નપત્રો 4 કેટેગરી ના આવવાના હોઇ કોઇ પણ એક જ ધોરણ ના વિધ્યાર્થીઓ કોપી ના કરે.કારણકે A,B,C,D ચારે પ્રકારના પ્રશ્નપત્રો ના પ્રશ્ન ક્રમાક આડા અવળા હશે. 👉 બેઠક વ્યવસ્થા એક બેંચ પર ૨ વિધ્યાર્થી બેસી શકે તેવી રાખવી.અને આજુ બાજુ કે આગળ-પાછળ એક ધોરણના વિધ્યાર્થીઓ નજીક ના બેસે તેવી Z આકાર ની બેઠક વ્યવસ્થા કરવી.