22 December 2017

*કરે જગત યાદ એવું જીવન મને દેજે.*

.              *🔔પ્રાર્થના🔔*
                   """"""""""""
*હે પરમકૃપાળુ પરમેશ્વર...🙏*

             સ્મરણ તારૂં કરતાં કરતાં
         સવારની શરૂઆત કરાવી દેજે,
                 🔅🔆🔅
         તારૂં જ પ્રિતિબંબ પડે હ્યદયમાં
         પ્રભાતનું સોનેરી કિરણ દેજે.
                 🔅🔆🔅
           ડગ મારા મંદિર તરફ વળે
        એવો ઇશારો મને તું કરી દેજે.
                 🔅🔆🔅
         મુજ નયનમાં સુખ શાંતિ નું
      એક જ મંદિર તું ખડુ કરી દેજે.
                 🔅🔆🔅
         રીઝવી ના શકું ભલે જગને
     મીઠી વાણીની મીલકત મને દેજે
                 🔅🔆🔅
      નથી જોઇતું મારે અણ હક્કનું
    વિધિએ લખ્યું એટલું જ મને દેજે.
                 🔅🔆🔅
       ભટકતું મન સ્થિર થાય તારામાં
     તારા દરવાજે લાવી ખડું કરી દેજે.
                 🔅🔆🔅
        અંત સમયે તારામાં જ રહું
            સગપણ તું મને દેજે.
      🌷🙏🌷🙏🌷🙏🌷
   *કરે જગત યાદ એવું જીવન મને દેજે.*
🌼🌸🌼🍃🌺🍃🌼🌸🌼

16 December 2017

પ્રવાસ માં જતા બાળકો માટે ઉપયોગી.

🚎પ્રવાસ માં જતા બાળકો માટે ઉપયોગી...🚎🚎🚎

પ્રવાસ માં માથા નો દુખાવો,ઉલટી,ગભરામણ જેવી તકલીફો થાય તો આ ટિપ્સ તમને રાહત આપશે.....
   

કેટલાક લોકો નેં બસ માં મુસાફરી દરમિયાન માથા નો દુખાવો,ઉલ્ટી,ગભરામણ જેવી તકલીફો થતી હોય છે.આવામાં તેઓ મુસાફરી નો આનંદ લઇ શકતા નથી અને આખો સમય પોતાની તબિયત ના લીધે ચિંતિત રહે છે. જો તમને પણ આ તકલીફ રહેતી હોય તો આ ટિપ્સ તમારા માટે મદદરૂપ બનશે.

– પોતાના રૂમાલ માં કેટલાક ટીપા મિન્ટ(ફુદીના) તેલ ના છાંટી ને સૂંઘતુ રહેવું. તેનાથી તમને આરામ મળશે. ફુદીના ની ચા પણ આમાં ફાયદાકારક છે.

– જયારે પણ બસ માં મુસાફરી કરવાની હોય ત્યારે તેના પેહલા ઘરે થી વધારે ખાઈને ન નીકળવું. સ્પાઈસી, જંક ફૂડ ખાવાથી બચો કારણ કે તેનાથી તમને મુસાફરી માં ખુબ જ ઉલ્ટી થશે.

– બસ માં મુસાફરી દરમિયાન મુંઝવણ થવા માંડે ત્યારે પોતાની સાથે કે બીજા સાથે વાતો કરવા મંડો. એનાથી તમારા મગજ નું ધ્યાન તબિયત પરથી બીજે દોરવાઈ જશે એનાથી તમને સારું લાગશે.

– બસ માં મુસાફરી કરતા પહેલા તમે આદુ ચાવી શકો છો.તેના સિવાય તમે ઘરે થી નીકળતા પહેલા આદુ વાળી ચા પી શકો છો તેનાથી પણ તમને ઘણો ફાયદો થશે.

તમારો પણ કોઈ મિત્ર ગાડી કે બસ માં બેસતા જ ઉલ્ટી કરે છે? તો તેને પણ કહો આ ઘરેલુ નુસખા………

આદુ – આદુ માં એંટીમેયનીક ગુણ હોય છે.એંટીમેયનીક એક એવો પદાર્થ છે જે ઉલ્ટી અને ચક્કર આવવા થી બચાવે છે.મુસાફરી માં ગભરામણ થાય ત્યારે આદુ ની ગોંળી અથવા આદુ ની ચા પીવી. તેનાથી તમને ઉલ્ટી નહિ આવે. જો થઇ શકે તો આદુ પોતાની સાથે જ રાખવું. જયારે ગભરામણ થાય તયારે તેને થોડું થોડું ખાવું.

ડુંગળી નો રસ

મુસાફરી માં થવાની ઉલટીયો થી બચવા માટે મુસાફરી માં જતા અડધા કલાક પહેલા 1 ચમચી ડુંગળી નો રસ અને 1 ચમચી આદુ નો રસ મેળવીને પીવો જોઈએ.તેનાથી તમને મુસાફરી દરમિયાન ઉલટીયો નહિ આવે.પણ જો મુસાફરી લાંબી હોય તો રસ સાથે પણ લઇ શકાય છે.

લવિંગ નો જાદુ

મુસાફરી માં તમને ગભરામણ જેવું લાગે તો તરત જ લવિંગ ને મોઢામાં મૂકીને ચૂસવું. આવું કરવાથી તમને ગભરામણ નહિ થાય.

મદદરૂપ છે ફુદીનો

ફુદીના પેટ માં માંસપેશીયો ને આરામ આપે છે અને આવી રીતે ચક્કર આવવા અને યાત્રા દરમિયાન તબિયત ખરાબ લાગવાની સ્થિતિ ને સમાપ્ત કરે છે.ફુદીના નું તેલ પણ ઉલ્ટી ને રોકવા માં ખુબ જ મદદરૂપ છે.તેના માટે ફુદીના થોડા ટીપા રૂમાલ પર છાટવા અને મુસાફરી દરમિયાન તેને સૂંઘતુ રેહવું.

સૂકા ફુદીના ને ગરમ પાણી માં ગરમ કરી ચા બનાવી. તે મિશ્રણ ને સરખી રીતે હલાવી તેમાં 1 ચમચી મધ નાખો. જતા પેહલા આ મિશ્રણ ને પીવું.તે ઉલ્ટી અને ગભરામણ ને રોકે છે.

લીંબુ નો કમાલ

લીંબુ માં આવેલ સાઇટ્રિક એસિડ ઉલ્ટી અને ગભરામણ ને રોકે છે. એક નાના વાટકા માં ગરમ પાણી લઇ તેમાં 1 ચમચી લીંબૂ નો રસ અને થોડુ મીઠું નાખો. તેને ભેળવીને પીવું. તમે ગરમ પાણી માં લિમ્બુ ના રસ સાથે મધ નાખીને પણ પી શકો છો .તે મુસાફરી માં આવતી મુસ્કેલીઓને દૂર કરવા નો અસરકારક ઉપાય છે.

#હિરેન પટેલ......

15 December 2017

હું પણ સાન્તા ક્લોસ થઇ જાઉં .

લાવ યાદો નો થેલો
હું પણ સાન્તા ક્લોસ થઇ જાઉં
ગળે લગાડું તમામ મિત્રો ને
ફરી એક્દમ ક્લોઝ થઇ જાઉં

ઉજવું નાતાલ નવરાશ થી
ફરી નવરો થઇ જાઉં
ફરું બાગ બગીચે
ફરી ભમરો થઇ જાઉં

પ્રેમ હેત ની ગિફ્ટ બનવું
લાલો લાડકવાયો થઇ જાઉં
બોલાવું તેડી તેડી ને યારોને
મિત્રતા નો પડછાયો થઇ જાઉં

દઉં દિલી દુઆ નવા વર્ષ ની
આખું વર્ષ નિરાંતે થઇ જાઉં
લાવ યાદો નો થેલો
હું પણ સાન્તા ક્લોસ થઇ જાઉં .

2 December 2017

આપણાં જીવનમાં અશાંતિનું કારણ - સમસ્યાઓ નહીં... પણ, એ સમસ્યાઓ પ્રત્યે આપણો અભિગમ હોય છે.

ગુગલના CEO - એ પોતાની એક મોટિવેશનલ સ્પીચમાં કહેલ કોકરોચ (વંદા)ની વાર્તા.

એક વખત એક રેસ્ટોરન્ટમાં -
એક વંદો ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડ્યો...
એ મહિલા 'ડરી' ગઈ અને 'ચીસો' પાડવા લાગી !

તે એકદમ 'ગભરાઈ' ગઈ અને વંદાને દુર કરવા પ્રયાસ કરવા લાગી...

ઘણી કૂદા-કૂદ કર્યા પછી -
એ વંદો દૂર થયો...
પણ,
એ વંદો ત્યાંથી ઊડીને બીજી મહિલા ઉપર ગયો !

હવે તે મહિલા પણ બચાવ માટે 'બૂમો' પાડવા લાગી...

એક વેઈટર એ વંદાને દુર કરવા માટે -
આગળ વધ્યો...

એટલામાં એ વંદો વેઈટર ઉપર પડયું !

વેઈટરે ખૂબ જ 'શાંતી'થી પોતાના શર્ટ ઉપર રહેલ વંદાનું અવલોકન કર્યું...

અને,
ખૂબ જ ધીરજથી હાથમાં પકડી રેસ્ટોરન્ટમાંથી બહાર ફેંકી દીધું !

હું કોફી પીતા-પીતા આ દ્રશ્ય - મનોરંજન જોઈ રહ્યો હતો...

ત્યારે -
મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે...

શું ખરેખર -
આ બન્ને મહિલાઓનો ભયાનક વ્યવહાર અને 'અશાંતિ' માટે તે વંદો જવાબદાર હતુ ?

અને,
જો એમ જ હોય તો -
તે વેઈટર અશાંત કેમ ન થયો ??

વેઈટરે ખૂબ જ શાંતિથી વંદાને દુર કેવી રીતે કર્યું ???

આ બધા પ્રશ્નો ના ઉત્તર મારી ભીતરથી મળ્યા...

મહિલાઓની અશાંતિનું કારણ -
વંદો નહીં...
પણ,
વંદાથી બચવાની 'અક્ષમતા' જ...
એમની અશાંતિનું સાચું 'કારણ' હતુ !!

મેં અનુભવ્યું કે -
મારા પિતાજી કે મારા બોસે આપેલ 'ઠપકો'
મારી અશાંતિનું કારણ ન હતું...

પણ,
એ ઠપકાને 'સમજવાની' અને,
એ સમસ્યાનો 'રસ્તો' કાઢવાનું -
'સામર્થ્ય મારામાં નહીં હોવું'  -
એ જ મારી અશાંતિનું મૂળ કારણ હતું !!

તેવી જ રીતે -
મારી અશાંતિનું કારણ ટ્રાફિક જામ નહીં...

પરંતુ,
તે ટ્રાફિક જામની સ્થિતીને 'હેન્ડલ' કરવાની મારી અસમર્થતા જ...
મારી અશાંતિનું ખરુ કારણ છે !!

મિત્રો,

આપણાં જીવનમાં અશાંતિનું કારણ -
સમસ્યાઓ નહીં...
પણ,
એ સમસ્યાઓ પ્રત્યે આપણો 'અભિગમ' (વ્યવહાર)  હોય છે.

*સર્વે સન્તુ નિરામયા*

*કાકડી, તબિયત કરે ફાંકડી*

*બીટ, શરીરને રાખે ફિટ*

*ગાજર, તંદુરસ્તી હાજર*

*મગ, સારા ચાલે પગ*

*મેગી, ખરાબ કરે લેંગી*

*ઘઉં, વજન વધારે બહુ*

*ભાત, બુદ્ધિને આપે સાથ*

*સૂકા મરચા, કરાવે વધારે ખર્ચા*

*દહીં, જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી*

*ખજૂર, શક્તિ હાજરાહજૂર*

*દાડમ, કરે મડદાંને બેઠું તેવી શક્તિ*

*દાડમ, વિયાગ્રાનો બાપ*

*જાંબુ, જીવન કરે નિરોગીને લાબું*

*જામફળ, એટલે મજાનું ફળ*

*ધરતીમાતાનું ધાવણ એટલે નારિયેળ*

*દૂધી, કરે લોહીની શુદ્ધિ*

*કારેલા, ના ઉતરવાદે ડાયાબિટીસના રેલા*

*તલ ને દેશી ગોળ, આરોગ્યને મળે બળ*

*કાચું એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું*

*લાલ ટમેટા જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો*

*આદુનો જાદુ*

*ડબલફિલ્ટર તેલ, કરાવે બીમારીના ખેલ*

*મધ, દુઃખોનો કરે   વધ*

*ગુટખા, બીમારીના ઝટકા*

*શરાબ, જીવન કરે ખરાબ*

*દારૂ, રૂપિયા બગાડવાનું બારું*

*શિયાળામાં ખાય બાજરી, ત્યાં આરોગ્યની હાજરી*

*ઈંડુ, તબિયતનું મીંડું*

*દેશી ગોળ ને ચણા, શક્તિ વધારે ઘણા*

*બપોરે ખાધા પછી છાસ, પછી થાય હાશ*

*હરડે, બધા રોગને મરડે*

*ત્રિફળાની ફાકી, રોગ જાય થાકી*

*સંચળ, શરીર રાખે ચંચળ*

*મકાઈના રોટલા, શક્તિના પોટલા*

*ભજીયા, કરે પેટના કજિયા*

*રોજ ખાય પકોડી હાલત થાય કફોડી*

*પાઉને પીઝા, બીમારીના વિઝા*

*દેશી ગોળનો શીરો, આરોગ્યનો હીરો*

*સર્વે સન્તુ નિરામયા*