13 May 2018

*નસીબદાર ને ત્યાં દિકરી હૉય...*

🔅ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે *લૂંટવા માટેના ગામની*તપાસમાં નીકળ્યો છે. _
_રસ્તામાં તરસ
લાગી. ગળું સુકાવા માંડ્યું.
🔅એક બાઈને
કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું,
*'બેટા! દીકરી! મને પાણી પાઈશ ?'*

_બાઈ બોલી, 'અરે *બાપુ,* પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.'_
_પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ.
_ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને ભાવથી જમાડ્યો.

🔅બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ *'બાપ'*
અને *'દીકરી'* આ બે શબ્દોએ *તેને ઓગાળી નાખ્યો* તેનાથી રે’વાણું નઈ_
_અને બોલાઈ ગયું, *'દીકરી,* આજ રાતે
હું મારા ભેરુને લઈને આ *ગામ લૂંટવા*આવવાનો છું. _
_તેં મને *'બાપ'* કીધો. હવે તો તું *મારી 'દીકરી'*
છો.
_તારા ઘરની બારે
*ગોખલે બે દીવા મૂકજે.* તારું ઘર કોઈ નઈ લૂંટે.

🔅રાતે ગામના ચોકમાં હાકલ પડી.
_બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઊપડ્યા.
_પરંતુ જ્યાં જ્યાં જાય
ત્યાં *ઘરે ઘરે બે દીવા* તેમના જોવામાં આવ્યા.
_મુંજાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.

*બહારવટિયો *દીકરીના ઘરે ગયો* _
_અને,
_કહ્યું, *'દીકરી* મેં તો તને *તારા ઘરની બાર* બે દીવા મૂકવાનું કીધું'તું.
તેં આ શું કર્યું ?'

🔅 *દીકરી બોલી,* *'બાપુ!*, *દીકરીનું સાસરું બાપથી લુટાય ?'*

*'દીકરીનું સાસરું’__* -_આટલું સાંભળતા તો
એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો.
બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી
નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો.
_એટલું જ તેનાથી બોલાણું,_
_*'દીકરી! તારા જેવી* *ભગવાને મને 🌹એક દીકરી🌹આપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.*

  *નસીબદાર ને ત્યાં દિકરી હૉય...*

*પૈસા વાપરતા પહેલા કમાતા શીખો – આખી વાર્તા વાંચજો*

*પૈસા વાપરતા પહેલા કમાતા શીખો – આખી વાર્તા વાંચજો*
એક શેઠને ત્યાં લગ્નજીવનના ઘણા વર્ષો બાદ સંતાનનો જન્મ થયો. શેર માટીની ખોટ પુરાવાથી શેઠ-શેઠાણી ખુબ ખુશ હતા. શેઠ દિકરાનું ખુબ ધ્યાન રાખતા અને એની તમામ જરૂરીયાતો પુરી કરતા. દિકરો જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ વધુ પડતા લાડકોડના કારણે ઉડાવ બનવા લાગ્યો. પૈસાને પાણીની જેમ વાપરે. શેઠે વિચાર્યુ કે દિકરાને રૂપિયાનું મૂલ્ય તો સમજાવવું પડશે નહીતર ભવિષ્યમાં છોકરો બધી જ સંપતિ ખતમ કરી દેશે.

એકદિવસ શેઠે દિકરાને પોતાની પાસે બેસાડીને કહ્યુ, “બેટા, હું જે કંઇ કમાયો છું એ બધી જ સંપતિ તારી છે અને મારે એ તને જ સોંપવાની છે. પરંતું મારી એક શરત છે કે આ માટે તારે લાયક બનવું પડશે. તું તારી મહેનતથી એક રૂપિયો કમાઇને બતાવ તો મારી સંપતિ તને મળશે નહીતર હું બધી જ સંપતિ સદકાર્યો માટે કોઇ સંસ્થાને દાનમાં આપી દઇશ.”

બીજા દિવસે છોકરાએ એક રૂપિયાનો સિક્કો પિતાના હાથમાં મુક્યો અને કહ્યુ, “લો આ મારો કમાયેલો રૂપિયો”. શેઠે રૂપિયાને બારીમાંથી બહાર ફેંકી દીધો અને કહ્યુ, “મને ખબર છે કે આ રૂપિયો તું તારી મમ્મી પાસેથી લાવ્યો છે. આ રૂપિયો તારો નહી મારો કમાયેલો છે. મારે તો તારો પોતાનો કમાયેલો રૂપિયો જોઇએ છે.” ત્રીજા દિવસે છોકરાએ એની બહેન પાસેથી રૂપિયો લઇને શેઠને આપ્યો. શેઠે એ રૂપિયો પણ બહાર ફેંકી દીધો. ચોથા દિવસે છોકરાએ એના મિત્ર પાસેથી એક રૂપિયો ઉછીનો લઇને શેઠને આપ્યો તો શેઠે એ રૂપિયો પણ તારો કમાયેલો નથી એમ કહીને બારીમાંથી બહાર ફેંકી દીધો.

છોકરાને લાગ્યુ કે હું જ્યાં સુધી મારી મહેનતથી રૂપિયો નહી કમાવ ત્યાં સુધી પિતાજી મારો પીછો છોડવાના નથી એટલે પાંચમાં દિવસે સવારે વહેલો જાગીને તૈયાર થઇ કામની શોધમાં નીકળી પડ્યો. એક હોટલમાં એને સામાન્ય કામ મળ્યુ. આખો દિવસ કામ કર્યુ ત્યારે સાંજે હોટલના માલિકે છોકરાને મહેનતાણા તરીકે એક રૂપિયો આપ્યો.

ઘરે આવીને એણે હરખાતા હરખાતા એક રૂપિયાનો સિક્કો શેઠના હાથમાં મુક્યો. શેઠે તો રોજની જેમ સિક્કો બારીમાંથી બહાર ફેંકી દીધો. છોકરો તો લાલ પીળો થઇ ગયો. રોજ શેઠ સિક્કો બહાર ફેંકતા અને છોકરો જોયા કરતો પણ આજે તો એ બહાર જઇને સિક્કો પાછો લઇ આવ્યો. ગુસ્સા સાથે એણે શેઠને કહ્યુ, “આ રૂપિયો મારી જાત મહેનતનો છે. રૂપિયો કમાવા માટે મને કેવી તકલીફ પડી એની તમને શું ખબર પડે તમે તો સહજતાથી રૂપિયાને ફેંકી દીધો પણ આ રૂપિયો કમાવા માટે મેં આજે આખો દિવસ પરસેવો પાડ્યો છે.”

પિતાએ દિકરાના માથા પર પ્રેમથી હાથ પસવારતા કહ્યુ, “બેટા, તારો કમાયેલો એક રૂપિયો મેં બહાર ફેંકી દીધો તો તને કેટલુ દુ:ખ થયુ! તું મારી કાળી મજૂરીની કમાણી રોજ બહાર ફેંકી દે છે તો મને દુ:ખ નહી થતું હોય ?” છોકરાને પિતાની વાત હદય સોંસરવી ઉતરી ગઇ.

મિત્રો, પિતાજી પાસે સંપતિ હોય તો એ એની કમાયેલી છે. એની કમાયેલી સંપતિ જરૂરિયાત વગર વાપરવાનો આપણને સંતાન તરીકે પણ કોઇ અધિકાર નથી. પિતાજીએ રાત-દિવસના ઉજાગરા કરીને ભેળી કરેલી સંપતિ આપણે વગર જરૂરીયાતે પાણીની જેમ વાપરીએ તો એમનું હદય કેવું દુ:ખી થતું હશે ! પૈસા વાપરતા પહેલા કમાતા શીખીએ.

10 May 2018

જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ કેળવીએ .

*પ્રેરક પ્રસંગ*

ઈન્ટરવ્યું

ગમે તેમ કરીને તે ઓફિસે પહોંચ્યો.
આજ તેનો ઇન્ટરવ્યુ હતો.

મનોમન નકકી કર્યું હતું કે
જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે.
મમ્મી,પપ્પાની રોજબરોજની નાની વાતો જેવી કે:-

- સૂઈને ઊઠે ત્યારે ચાદર સરખી કરી દે ,
- નાહીને બહાર નીકળે ત્યારે નળ બરોબર બંધ કરવો,
- નાહીને શરીરનો રૂમાલ તાર પર સૂકવી દેવો,
- રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો,
વિગેરે વિગેરે..ફરમાનોથી હું કંટાળી ગયો છું.

પેસેજની લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી
કોઈ રિસેપશનિસ્ટ પણ ન હતી. તેને લાઈટ બંધ કરી કારણકે મમ્મી ની ટકોર યાદ આવી.

ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં.
બાજુમાં પાણી પાઈપમાંથી બહાર નીકળતું હતું
તેને સરખું કર્યું. કારણકે પપ્પાની ટકોર યાદ આવી.

બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે.
સીડીની લાઈટ પણ બંધ કરી.
એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી.

પહેલા માળે બીજા કેંડીડેટ પણ હતા
જે ફટાફટ અંદર જઈને તરત જ બહાર આવતા હતા.
મેં પૂછતા તેઓએ કહ્યું કે કોઈ કંઈ પૂછતા જ નથી.

મારો વારો આવ્યો એટલે અંદર જઈ મારી ફાઇલ બતાવી. ફાઇલ જોયા પછી તરત જ મેનેજરે પૂછ્યું :
ક્યારથી જોઈન્ટ કરશો.
મને નવાઈ લાગી કે કશું પૂછયા વગર કઈ
એપ્રિલફૂલ તો નથી કરતા ને.

બોસ સમજી ગયા કહ્યું :
હા ભાઈ એપ્રિલ ફૂલ નથી હકીકત છે.

આજના ઇન્ટરવ્યૂમાં કોઈને કંઈ પૂછ્યું નથી

બસ CCTV મા તમારો Attitude જોયો છે.

બધા કેંડીડેટ આવે છે પણ કોઈને નળ બંધ કરવાનું કે લાઈટ બંધ કરવાનું સૂઝતું નથી
એક તમે તેમાં પાસ થયા છો.
ધન્ય છે તમારા માબાપ ને કે જેને તમને આવા સંસ્કારો કે શિસ્તના પાઠ ભણાવ્યા છે.

જે વ્યક્તિ પાસે Self Discipline હોતી નથી તે ગમે તેટલો હોશિયાર હોય મેનેજમેન્ટમાં અને જિંદગીની દોડમાં નિષ્ફળ જાય છે.

મનોમન મેં નક્કી કર્યું કે ઘેર જઈને મમ્મી, પપ્પાની માફી માંગી લઈશ અને કહીશ કે તમારી નાનીનાની ટકોર આજે મને જિંદગીના પાઠ ભણાવી ગઈ જેની આગળ મારી ડિગ્રીની પણ કોઈ કિંમત નથી.

જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ કેળવીએ .

વાર્તા ગમી હોય તો શેર કરવાનું ભૂલશો નહિ

7 May 2018

સાલું ઠંડક તો મળે છે અત્યારે, પણ ટાઢક નથી મળતી.....

યાદ છે બરાબર, ધાબા પર સાંજથી ગાદલાંઓ પથરાઈ જતા, રાતે સૂતી વખતે કોની પથારી ઠંડી છે એની ખાતરી પથારીમાં આળોટીને કરતા.

મા પાણીની ઢોચકી મૂકવા માટે વારંવાર યાદ કરાવતી. ધાબા પર મૂકેલી એ પાણીની ઢોચકી અડધી રાતે ફ્રીઝની ગરજ સારતી.

બરફ્ગોળો ખાવા જવા માટે ખાસ કાર્યક્રમ ઘડાતો ને એક જ ગોળા પર ચાર પાંચ વાર મસાલો છંટાવીને, જીભ કેસરી થઇ છે કે નહિ એ જોઈ કરીને પછી પાછા આવતા.

ઘરે સંચાનો આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલેથી તારીખ નક્કી થતી, મોટા ભાગે તો ફોઈ આવે પછી કે પછી છોકરાંઓનું પરિણામ આવી જાય પછી બનતો આઈસ્ક્રીમ. સવારથી આસપાસ ગોઠવાઈ જતાં ને સંચો જરાક જેટલો ઉઘાડીને કેવોક આઈસ્ક્રીમ બનશે એની ગંભીરતાપૂર્વક જાહેરાત મોટેરાઓ કરતા.

ઘરે આઈસબોક્સમાં ભરેલો બરફ રાત પડતાં ખલાસ થઇ જતો ને કોકને ત્યાંથી બરફની ટ્રે મળી જાય તો કુબેરના ભંડાર મળ્યા જેટલો આનંદ થતો.

રાત પડ્યે ઢગલાબાજી ને ચારસોવીસની રમત મંડાતી, ભારોભાર જૂઠું બોલીને જીતી જવાતું પત્તાની એ રમતમાં તે કોઈ વડીલ સૂઈ જાઓ એમ ધમકાવે ત્યારે પૂરી થતી.

સવારે કોયલના ટહુકારે ઉઠી જવાતું તો ય માથે મોઢે ઓઢીને સૂરજનાં અણિયાળા કિરણો આંખમાં ન ભોંકાય ત્યાં સુધી પથારીમાં આળોટતા રહેતા.

એફ બી આઈના સભ્યો જેટલી જ ગંભીરતાથી તપાસ કરતાં કે કોના ઘરે રાયણ પાકી છે ને કોના ઘરે શેતૂર. બપોરે ટોળી નીકળી પડતી ચોરી કરવા. ચોરીનો એ માલ ઈમાનદારીથી વહેચી લેવાતો.

આઈસપાઈસની ચાલુ રમતમાં ઘરે જઈને જમી અવાતું ને આંધળોપાટો રમતી વખતે પાટો ઉંચો કરીને જોઈ લેવાની અંચાઈ પણ કરી લેવાતી.

પેટભરીને ઝગડી લેવાતું ને તરત જ કેરીના ચિરીયાઓ પર સુલેહ પણ થઇ જતી.

ગુલમહોરના ફૂલોમાં રાજા અને રાણી ખબર હોય તો બહુ જ્ઞાન હોવાનું અભિમાન લઇ શકાતું ને ગોરસઆંબલીનો બિયો કથ્થઈ ફોલી શકાય તો બાકી છોકરાંઓમાં આવડતના બણગા ફૂંકી શકાતાં.

રાતના ધાબા પર સપ્તર્ષિના તારાઓ તરફ મીટ માંડતા માંડતા ઠંડા પવન વચ્ચે આંખો મીંચાઈ જતી અને એક જ ઊંઘે સવાર પડી જતી.

ગરમીનાં એ દિવસોની કેટલી રાહ રહેતી બાળપણમાં !!!

આજે દિવસમાં કઈ કેટલીયે વાર કેટલી ગરમી છે એમ બબડી લઈએ છીએ ને ગરમીને હરાવવામાં લાગી જઈએ છીએ. મિનરલ વોટરનો ગોળો ક્યાં મળે છે એની તપાસ કરીએ છીએ. ઠંડો કેરીનો રસ ખાઈએ છીએ, ફોન બંધ કરી રૂમમાં અંધારું કરી એસી ચાલુ કરીને સૂઈ જઈએ છીએ, હિલ સ્ટેશન પર જવાના કાર્યક્રમો બનાવીએ છીએ, વોટર પાર્કમાં ભીડ જમાવીએ છીએ ને નારિયેળનું પાણી પણ ચિલ્ડ હોય એવો આગ્રહ રાખીએ છીએ.

સાલું ઠંડક તો મળે છે અત્યારે, પણ ટાઢક નથી મળતી..........

મરવાનુ બધા ને છે. ..પંરતુ મરવા કોઈ માંગતુ નથી...

બુદ્ધે સાચુ કહ્યુ છે. ..
મરવાનુ બધા ને છે. ..પંરતુ મરવા કોઈ માંગતુ નથી...
આજ પરિસ્થિતિ ઘણી જ વિષમ છે. .

👉ભોજન બધા ને જોઈએ છે પણ ખેતી કોઈ કરવા તૈયાર નથી
👉પાણી બધા ને જોઈએ છે પણ પાણી કોઈ બચાવવા તૈયાર નથી
👉દૂધ બધા ને જોઈએ છે પણ પશુઓનુ પાલન કરવા તૈયાર નથી
👉છાંયડો બધા ને જોઈએ છે પણ વૃક્ષો લગાવવા તૈયાર નથી
👉વહુ ઘરમા બધા ને જોઈએ પણ બેટીઓ ને બચાવવા તૈયાર નથી
👆👆👆👆👆
આ મેસેજ વાચી ને વાહ વાહ કરશે પણ સમાજ મા જાગૃતતા ફેલાવવા ફોરવર્ડ કરવા તૈયાર નથી