27 June 2018

અમારી સરકારી શાળા જ શ્રેષ્ઠ છે

ઓળખો વરવી વાસ્તવિકતાને......

ખાનગી શાળામાં પ્રવેશ લેવાનો  ગાડરિયો પ્રવાહ ધીમેધીમે છેક અંદરના ગામડાઓમાં પહોંચી ગયો છે !

       એક વાત નોંધવા જેવી છે ,
સરકારી શાળામાં શિક્ષક- આચાર્ય
પોતાના બાળક બાબતે ફોન કરે ,
ઘેર રૂબરૂ જાય ,
શાળામાં વાલી મીટીંગ બોલાવે
તો
ક્યારેય
ન આવતો વાલી
પોતાના ગામથી
40 કિ.મી.દૂર થી
આવતી ખાનગી શાળાની
બસમાં બેસાડવા
બસ સ્ટેશન પર
વહેલી સવારના 5-30 વાગ્યે અને
બપોરના 3-30 વાગ્યે
નિયમિત પહોંચી જાય છે.

અહીં મફત છે એની કિંમત નથી
પણ ખિસ્સામાંથી ભાર હળવો થાય
એટલે
જાગૃત થવું પડે !

      વાલીની આ બાબતે  કોઇ વાંધો નથી ; 
પણ
વાત કરવી છે આ ગાડરિયો પ્રવાહમાં
અન્યની
અદેખાઇના કારણે
પોતાના બાળકોને જોતરતા વાલીઓને
કે તમે
શાળા ની
તપાસ તો કરો કે
એ શાળા કયા હેતુ માટે બની છે ?

એના સંચાલક કોણ છે ?

શિક્ષણ સાથે એનો સંબંધ કેટલો છે ?

શિક્ષકો લાયકાત વાળા છે કે કેમ ?

અભ્યાસક્રમમાં શું હાલ છે ?

માત્ર ભપકો તો નથી ને ?

તમારા બાળકને માટે તમે ખર્ચ કરો છો એનું વળતર તો મળી રહેશે ને ?

ખાનગી શાળામાં જતા તમારું બાળક કેટલી સરકારી યોજનાઓનો લાભ ગુમાવે છે ?

આ બધુ
જો બરાબર હોય
અને તમને પરવડે એવું હોય
તો ચોક્કસ
તમે ખાનગી શાળામાં મૂકો અને

છેલ્લે
એ વાત પણ બરાબર તપાસી લેજો કે

80 વિદ્યાર્થીઓના વર્ગમાં
આ શાળામાં
ભણતા 80 બાળકો
90 ટકા ઉપર જ
કેમ લાવે છે ?

શું આ શાળાઓ બાળકોને બનાવટી ટકા આપીને
એની જીંદગી અને તમારી સાથે કોઇ ખેલ તો નથી પાડી રહીને ?

બાકી
આવો
અમારી
સરકારી શાળામાં...

ચોખ્ખું
અરીસા જેવું છે બધું.

ખોટું વગોવવાનું બંધ કરીને

જો સહકાર આપશો તો

ગામનું ઘણું ધન વેડફાતા અટકશે..
અને
હા એવા વાલીઓ કે
જેને પોતાનું બાળક
કયા ધોરણમાં ભણે છે
કે શાળામાં એનું નામ શું છે

એનીય તસ્દી ન લેનાર વાલીઓ એ
તો એમના બાળકો બાબતે
100 % જાગૃત થવું જ જોઇએ..

સરકારી શાળાની તોલે આવવું એ
ખાનગી શાળાઓ માટે અઘરું થઇ પડવાનું છે

અને
આજે
એ બાબતે
કેટલીક
સારી શાળાઓએ
કામ આરંભી દીધું છે;

આવી શાળાઓને અભિનંદન
સાથે અન્ય શાળાઓએ પણ ખાનગી શાળાઓની
આવી વરવી વાસ્તવિકતા
સમાજ સામે લાવવા કામ કરવું પડશે...

ચાલો મિત્રો આ દિશામાં પહેલ કરીએ; પવન ફરી આપણી દિશામાં લાવીએ....

" અમારી સરકારી શાળા જ શ્રેષ્ઠ છે ,

ખાનગીમાં તો માત્ર વેઠ છે"-

25 June 2018

*"જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો."*

*"જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો."*

*અરે મુકો માથાકૂટ,
*ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,
*મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,
*કોઈની બળતરા કરવાની જરૂર નથી,
*કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
*ક્યાં જવું છે અભિમાન રાખીને? *સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.
*તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.
*તમે બસ ફુલઓન મજા કરો,
*બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.
*મજાથી શોખ પૂરાં કરો,
*ઉમર સામું ના જોવો,
*નાઈટઆઉટ કરો,
*વરસાદમાં હડી કાઢી નાવ,
*ઘરમાં કોઈ ના હોય તો લાઉડ મ્યુઝિક રાખી ખુલીને નાચો,
*ભાવતી જમવાની અલગ અલગ ડીશ ટ્રાય કરો,
*દૂરદૂર રખડવા જતાં રહો,
*જોવાયુ એટલું જોય લો,
*ફરી લો,
*બસ દિલ ફાડીને જીવાય એટલું જીવો.

*કોઈને નડીએ નહીં એટલે ઘણું,*
બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.
*થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.
*માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,
*આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે*
માટે જલસાથી જીવો.
*મરો ત્યારે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે *"Well played boss."*

24 June 2018

આજે વરસાદે મને કાનમાં એટલું કહ્યું*

*આજે  વરસાદે મને કાનમાં એટલું કહ્યું*

" *કોઈ ની ગરમી કાયમ રહેતી નથી ભલે ને પછી એ સુરજ કેમ ના હોય..*"


*વરસાદના છાંટા🌨️ શીખવે છે કે*


 *જિંદગીની સૌથી અદભુત ક્ષણો*

      *પકડી👊 શકાતી નથી*


✨ *ફક્ત માણી શકાય છે*✨




"તું વરસે તો મન મૂકીને વરસજે,

કોઈ તને કંઈ નહિ કહે......

રસ્તાના ખાડા તો અમે પુરી દઈશું,

પણ પેટના ખાડા તારી સિવાય

કોઈ નહિ પુરે!"...






.                ​•અંધારી રાત્રે તું ચુપચાપ આવ્યો,​


            ​•પહેલા આવી વિજળી પછી આવ્યો તુ..​


                             ​શાંતિ ત્યારે થઈ,​


            ​•જ્યારે આવ્યો ઠંડો પવન સાથે વરસાદ....​

 

                 ​•પણ મઝા તો ત્યારે આવી જ્યારે,​


         ​•આ ધગધગતી ધરતી માંથી સુંદર સુગંધ આવી...​


              ​•ચોમાસા નો પહેલો વરસાદ વરસ્યો,​


                ​•પહેલા વરસાદ ની આ સવાર છે..​


​               તમને બધાને પહેલા વરસાદ ની શુભેચ્છા​ 

22 June 2018

જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.

એક વાણીયાએ નવી મોટી દુકાન ખોલી.... અને દુકાનના ખાતમુહૂર્તમાં એક "સાચા સંત" ને બોલાવ્યા. બધી વિધિ પતી ગયા પછી શેઠે "સંત" ને કહ્યું કે આ દુકાનમાં ""એકવીસ હજાર"" વસ્તુઓ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો.

"સંત" હસ્યા અને બોલ્યા મને આમાંથી એકપણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી.. અને મને એ વાતનુ આશ્ચર્ય થાય છે કે માણસો બીનજરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે.

અહીં આ વાર્તા પુરી થાય છે..... અને
હવે અહીંથી આપણી સાચી વાત શરૂ થાય છે.

આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા.

ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાંનો શ્રવાસ રૂંધાઈ ગયો છે ?

હાર્પીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ?

ફેશવોશ વગર કઈ બાઇને મુછુ ઉગી નીકળી છે ?

હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે ?

કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયમ અને કાળા રહી ગયા ?

ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનારને શું ઘુટણનો વા થયો છે ?

હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતા ?

ડિઓડન્ટ છાંટીને નીકળ્યા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ?

કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.

બાકી...

બગલો કયા શેમ્પુથી નહાય છે ?

મોરલો પોતાનો રંગ અકબંધ રાખવા કયુ વોશ કંડીશનર વાપરે છે ?

મીંદડીને કેદી મોતીયા આવી ગયા ?

સસલાના વાળ કોઈદી બરડ અને બટકણાં જોયા છે ?

કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે ?

ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે.

અલાર્મ વગર કુકડો ઉઠે જ છે.

મધમાખીને હજી ઈન્સ્યુલીનનુ ઈંજેકશન લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે.

સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે ?

આજકાલના માણસને દુખી કરવો બહુ સહેલો છે. માણસ પૈસા ખર્ચીને દુખી થવાની ચીજો ખરીદી લાવે છે.

નેટ બંધ કરો તો દુખી,
લાઈટ જાય તો દુખી,
ગાડીના એક પૈડામાંથી હવા કાઢી નાખો તો દુખી,
મોબાઈલનું ચાર્જર બગડે દુખી,
ટીવીનો કેબલ કપાઈ તો દુખી,
મચ્છર મારવાની અગરબતી ન મળે તો દુખી,
બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દૂખી,
કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુખી.

આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુખી કરી શકાય.

જયારે ડુંગળીના દડા સાથે બે રોટલા દબાવી પીલુડીને છાંયે પાણાનું ઓશીકું કરી સુઈ જાય એને દુખી કરવો હોય તો ખુદ ચૌદભૂવનના માલીકને આવવું પડે.

જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.

જો તમને આ વાત સારી અને સાચી લાગે તો તમે પણ "એક વાર વિચાર જો".

આભાર.....

-શૈલેશ જાડૂ ૯૮૨૫૮૧૮૮૮૮

18 June 2018

સ્પેલિંગ નથી આવડતો થોડી વાર ઉભા રો .

😝😜😆🤣
ભીખો : હેલ્લો 108 !
હું ભીખો બોલું સુ , મારો ફ્રેન્ડ અહીં income tax પાસે બાઇક પર થી પડી ગયો સે , એને બધે સોલાયી ગયું સે , બોવ વાગ્યુ સે જોરથી રાડો પાડે સે તમો જલ્દી આવો .

108 :  હેલ્લો ભીખાલાલ ! એડ્રેસ માટે income tax નો સ્પેલિંગ લખાવો .

ભીખો : સ્પેલિંગ નથી આવડતો થોડી વાર ઉભા રો ...

108 : હેલ્લો ભીખાલાલ ... હેલ્લો ભીખાલાલ .....
( કોઈ જવાબ નહિ )

ભીખો 10 મિનિટ પછી : હવે એને હૂં ઢહડી ને RTO લાવ્યો સુ ,
લખો એનો સ્પેલિંગ R ... T ... O ....

😂😂😂      .