9 November 2019

प्यार वो नहीं जो कोई "कर" रहा है..., प्यार वो है जो कोई "निभा" रहा है...

*दो बूढ्ढे  बुढ्ढी की नोंक-झोंक*
.
इन 60-65 साल के अंकल आंटी का झगड़ा ही ख़त्म नहीं होता...!

एक बार के लिए मैंने सोचा अंकल और आंटी से बात करूं क्यों लड़ते हैं हरवक़्त, आख़िर बात क्या है...!
.
फिर सोचा मुझे क्या, मैं तो यहाँ मात्र दो दिन के लिए ही आया हूँ...!

मगर थोड़ी देर बाद आंटी की जोर-जोर से बड़बड़ाने की आवाज़ें आयीं तो मुझसे रहा नहीं गया...!

ग्राउंड फ्लोर पर गया मैं, तो देखा अंकल हाथ में वाइपर और पोंछा लिए खड़े थे...!

मुझे देखकर मुस्कराये और फिर फर्श की सफाई में लग गए...!

अंदर किचन से आंटी के बड़बड़ाने की आवाज़ें अब भी हो रही थी..!

कितनी बार मना किया है... फर्श की धुलाई मत करो... पर नहीं मानता बुड्ढा...!

मैंने पूछा "अंकल क्यों करते हैं आप फर्श की धुलाई..?, जब आंटी मना करती हैं तो"...!

अंकल बोले " बेटा,
फर्श धोने का शौक मुझे नहीं इसे है..! मैं तो इसीलिए करता हूं ताकि इसे न करना पड़े...!"

"ये सुबह उठकर ही फर्श धोने लगेगी इसलिए इसके उठने से पहले ही मैं धो देता हूँ..!

क्या..?... मुझे बड़ा आश्चर्य हुआ..!

अंदर जाकर देखा आंटी किचन में थीं, "अब इस उम्र में बुढ़ऊ की हड्डी पसली कुछ हो गई तो क्या होगा.? मुझसे नहीं होगी खिदमत.!" आंटी झुंझला रही थीं..!

परांठे बना कर आंटी सिल-बट्टे से चटनी पीसने लगीं...!

मैंने पूछा "आंटी मिक्सी है तो फिर..."

"तेरे अंकल को बड़ी पसंद है सिल-बट्टे की पिसी चटनी.! बड़े शौक से खाते हैं.! दिखाते यही हैं कि उन्हें पसंद नहीं.!"

उधर अंकल भी नहा धो कर फ़्री हो गए थे.! उनकी आवाज़ मेरे कानों में पड़ी,
"बेटा, इस बुढ़िया से पूछ.! रोज़ाना मेरे सैंडल कहां छिपा देती है, मैं ढूंढ़ता हूँ और इसको बड़ा मज़ा आता है मुझे ऐसे देखकर.!"

मैंने आंटी को देखा वो कप में चाय उड़ेलते हुए मुस्कुराईं और बोलीं,
"हां.! मैं ही छिपाती हूँ सैंडल, ताकि सर्दी में ये जूते पहनकर ही बाहर जाएं, देखा नहीं कैसे उंगलियां सूज जाती हैं इनकी.!

हम तीनों साथ में नाश्ता करने लगे...

इस नोक झोंक के पीछे छिपे प्यार को देख कर मुझे बड़ा अच्छा लग रहा था.!

नाश्ते के दौरान भी बहस चली दोनों की.!
अंकल बोले "थैला दे दो मुझे.! सब्ज़ी ले आऊँ"...
"नहीं कोई ज़रूरत नहीं.! थैला भर भर कर सड़ी गली सब्ज़ी लाने की.!" आंटी गुस्से से बोलीं.!

अब क्या हुआ आंटी.!... मैंने आंटी की ओर सवालिया नज़रों से देखा और उनके पीछे-पीछे किचन में आ गया..!
.
"दो कदम चलने में सांस फूल जाती है इनकी, थैला भर सब्ज़ी लाने की जान है क्या इनमें"....?
"बहादुर से कह दिया है वह भेज देगा सब्ज़ी वाले को"...
" मॉर्निंग वॉक का शौक चर्राया है बुढ़‌ऊ को"... "तू पूछ उनसे.! क्यों नहीं ले जाते मुझे भी साथ में.!"...
"चुपके से चोरों की तरह क्यों निकल जाते हैं.?"... आंटी ने जोर से मुझसे कहा.!

"मुझे मज़ा आता है इसीलिए जाता हूं अकेले.!"... अंकल ने भी जोर से जवाब दिया.!

अब मैं ड्राइंग रूम में था, अंकल धीरे से बोले, "रात में नींद नहीं आती तेरी आंटी को, सुबह ही आंख लगतीं हैं, कैसे जगा दूँ चैन की गहरी नींद से इसे.! इसीलिए चला जाता हूँ गेट बाहर से बंद कर के.!"

इस नोक-झोंक पर मुस्कराता, में वापिस फर्स्ट फ्लोर पर आ गया...

कुछ देर बाद बालकनी से देखा अंकल आंटी के पीछे दौड़ रहे हैं!...

"अरे कहाँ भागी जा रही हो, मेरे स्कूटर की चाबी ले कर... इधर दो चाबी.!"

"हाँ.! नज़र आता नहीं पर स्कूटर चलाएंगे.! कोई ज़रूरत नहीं.! ओला कैब कर लेंगे हम.!" आंटी चिल्ला रही थीं.!

"ओला कैब वाला किडनैप कर लेगा तुझे बुढ़िया.."

"हां कर ले.! तुम्हें तो सुकून हो ही जाएगा.!"

अंकल और आंटी की ये बेहिसाब नोंक-झोंक तो कभी ख़त्म नहीं होने वाली थी...

मगर मैंने आज समझा कि इस तकरार के पीछे छिपी थी इनकी एक दूसरे के लिए बेशुमार मोहब्बत और फ़िक्र...!

मैंने आज समझा था कि *प्यार वो नहीं जो कोई "कर" रहा है..., प्यार वो है जो कोई "निभा" रहा है...*
                              

16 October 2019

તમારાં ખિસ્સાં તપાસાઇ ન જાય ત્યાં સુધી મેં પણ મારી આંખો બંધ રાખી હતી.

ચોરી:
"સર, ઓળખ્યો મને? હું વિશ્વાસ! તમારો ચાળીસ વર્ષ પહેલાંનો વિદ્યાર્થી!"
"ના, રે! હવે બરોબર દેખાતું પણ નથી, અને આજકાલ યાદ પણ નથી રહેતું. પણ એ વાત જવા દે, તું કહે, શું કરે છે આજકાલ?"
"સર, હું પણ તમારી જેમ જ શિક્ષક થયો છું."
"અરે વાહ! ખરેખર? પણ શિક્ષકોના પગાર તો કેટલા ઓછા હોય છે! તને વળી શિક્ષક થવાનું ક્યાંથી સૂઝ્યું?"
"સર, તમને કદાચ યાદ હશે, આપણા વર્ગનો ત્યારનો આ પ્રસંગ... જેમાંથી તમે મને બચાવ્યો હતો. બસ, ત્યારથી જ મેં તમારા જેવા જ શિક્ષક બનવાનું નક્કી કર્યું હતું."
"એમ? એવું તે શું બન્યું હતું આપણા વર્ગમાં?"
"સર, આપણા વર્ગમાં અક્ષય નામનો એક પૈસાદાર ઘરનો છોકરો હતો. એક દિવસ તે કાંડા ઘડિયાળ પહેરીને શાળાએ આવ્યો હતો. અમારામાંથી કોઈ પાસે ત્યારે કાંડા ઘડિયાળ ન હતી. મને તે ઘડિયાળ ચોરી લેવાની ઈચ્છા થઈ. રમતગમત ના સમયે મેં જોયું કે તેણે કાંડા ઘડિયાળ કાઢીને કંપાસ બોકસમાં મૂકી. બસ, યોગ્ય મોકો જોઈને મેં તે ઘડિયાળ ખિસ્સામાં મૂકી દીધી.  એ પછી તરત જ તમારો વર્ગ હતો. તમે વર્ગમાં આવ્યા કે તરત અક્ષયે તમારી પાસે તેની ઘડિયાળ ચોરાઈ હોવાની ફરિયાદ કરી.
સહુથી પહેલાં તો તમે વર્ગનું બારણું અંદરથી બંધ કર્યું. પછી બોલ્યા, " જે કોઈએ ઘડિયાળ લીધી હોય, તે પાછી આપી દે. હું તેને કંઈ સજા નહીં કરું." મારી હિંમત ન થઈ કારણ કે એ ચોરેલી ઘડિયાળ મેં પાછી આપી હોત તો જિંદગીભર બધાંએ મને ચોર તરીકે હડધૂત કર્યો હોત.
પછી તમે કહ્યું, "બધા એક લાઈનમાં ઊભા રહો અને આંખો મીંચી દો. હવે હું બધાંનાં ખિસ્સાં તપાસીશ. પણ બધાંનાં ખિસ્સાં તપાસાઈ જાય ત્યાં સુધી કોઈએ પોતાની આંખ ખોલવી નહીં.
તમે એક એક ખિસ્સું તપાસતા, મારી નજીક આવ્યા. મારી છાતીમાં ધબકારા વધી ગયા. તમે મારા ખિસ્સામાંથી ઘડિયાળ કાઢી, પણ છતાં, બાકીના બધા વિદ્યાર્થીઓનાં ખિસ્સાં પણ તમે તપાસ્યાં અને પછી અમને સહુને આંખો ઉઘાડવા જણાવ્યું.
તમે એ ઘડિયાળ અક્ષયને આપી અને કહ્યું, "બેટા, હવે પછી ઘડિયાળ પહેરીને વર્ગમાં ન આવતો." પછી ઉમેર્યું," અને જેણે કોઈએ એ લીધી હતી, તેણે ફરી આવું ખોટું કામ કરવું નહીં." બસ, પછી તમે રાબેતા મુજબ શીખવવાનું કામ શરૂ કરી દીધું. ત્યારે તો નહીં જ, પણ ત્યાર બાદ મેં શાળાંત પરીક્ષા પાસ કરીને શાળા છોડી ત્યાં સુધી ક્યારેય ન તમે મારી ચોરીનો ઉલ્લેખ કર્યો, ન એ તમારા વર્તનમાં બતાવ્યું! સર, આજે પણ તે યાદ કરીને મારી આંખો ભરાઈ આવે છે. બસ, ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે તમારા જેવો જ શિક્ષક બનીશ - અને જુઓ, બન્યો પણ ખરો!"
"અરે... હા, હા! મને યાદ છે એ ઘટના! પણ મને આ ક્ષણ સુધી ખબર ન હતી કે એ ઘડિયાળ મેં તારા ખિસ્સામાંથી કાઢી હતી... કારણ કે તમારાં ખિસ્સાં તપાસાઇ ન જાય ત્યાં સુધી મેં પણ મારી આંખો બંધ રાખી હતી."

9 October 2019

તમે જેટલો વિશ્વાસ તમારા બાળક ના ડોક્ટર પર રાખો છો એટલો જ વિશ્વાસ બાળક ને ભણાવતા શિક્ષક પર રાખો પરિણામ શ્રેષ્ઠ જ આવશે

એક શિક્ષક તરીકે આજ ના વાલીઓ ને એક નાનો એવો પ્રશ્ન
શું તમે ક્યારે ય પણ તમારા બાળક ને ડોક્ટર પાસે લઈ ગયા છો ?
બધા વાલીઓ નો એક જ જવાબ હશે હા .
ડોક્ટર જિયારે તમારા બાળક ની સર્જરી કરે ત્યારે ક્યારેય તમે ડોક્ટર ને કીધું કે સાહેબ મે ક્યારેય મારા બાળક ને હાથ નથી લગાવિયો તો તમે એને ઇંજેક્શન સુકામ અપો છો ?
બધા નો જવાબ ના માં જ હસે
કારણકે બધા ને ખબર છે કે ડોક્ટર જે કરે છે તે તમારા બાળક માટે સારું પરિણામ આવે અને જલ્દી થી નોર્મલ થાય તે માટે કરે છે
તો પછી બસ તમારા બાળક ને તમે જે શાળા માં ભણવા મોકલો છો ત્યાં પણ તમારા બાળક ને ભણાવતા શિક્ષક પણ એ જ કરે છે જે તમારા બાળક માટે સારું પરિણામ લાવી શકે અને સમાજ માં એક શ્રેષ્ઠ વ્યક્તિ બને
હા હું માનું છું કે શિક્ષક ને તેની અમુક મર્યાદા માં રહી ને કામ કરવાનું હોય છે પણ જો ક્યારેક કોઈ શિક્ષક તમારા બાળક ને વઢે અથવા થોડુક મારી પણ લે તો તમે. લોકો કઈ પણ વિચાર્યા વગર એ શિક્ષક ની ફરિયાદ કરવા શાળા એ પહોંચી જાવ છો
પણ શિક્ષક ની ફરિયાદ કરતા પહેલા તમે એ વિચારો છો કે એ શિક્ષક ને એવું સા માટે કરવું પડ્યું?
ચાલો આ પ્રશ્ન નો જવાબ પણ આપી દવ
એક નાની વાર્તા યાદ આવે છે કે કોઈ મૂર્તિ કાર જયારે પથ્થર માંથી મૂર્તિ બનાવે છે ત્યારે તે ફક્ત પથ્થર માં રહેલો નકામો ભાગ બહાર કાઢી લે છે અને એક શ્રેષ્ઠ મૂર્તિ બહાર આવે છે પણ એ મૂર્તિ ને બહાર કાઢવા માટે મૂર્તિકાર ને પથ્થર ને હથોડી વડે ટીપવી પડે છે
બસ  આ જ કાર્ય તમારા બાળક ને ભણાવતા શિક્ષક કરે છે બાળક માં થી એક શ્રેષ્ઠ વ્યક્તિ બહાર કાઢવા એને ક્યારેક કડક થઇ ને પગલાં લેવા પડે છે
અંત માં એટલું જ કહીશ કે તમે જેટલો વિશ્વાસ તમારા બાળક ના ડોક્ટર પર રાખો છો એટલો જ વિશ્વાસ બાળક ને ભણાવતા શિક્ષક પર રાખો પરિણામ શ્રેષ્ઠ જ આવશે

15 September 2019

તમારું સંપૂર્ણ ધ્યાન પરમાત્મામાં કેન્દ્રિત કરજો તો તમને આસપાસ નું કંઈ દેખાશે નહીં

એક મહિલા રોજ મંદિરે જતી. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે હવેથી તે મંદિરે નહીં આવે. પૂજારીએ તેને કારણ પૂછ્યું.
ત્યારે મહિલા બોલી, "હું જોઉં છું કે મંદિરમાં લોકો ફોન પર સતત પોતાના નોકરી - ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો મંદિરને જ પોતાની ગુસપુસનું સ્થાન બનાવી દીધું છે. ઘણાં પૂજા ઓછી ને દેખાડો વધારે કરે છે.“
પૂજારીએ તેની વાત ધ્યાન થી સાંભળી કહ્યું, "ઠીક છે. પણ અંતિમ નિર્ણય લેતા પહેલા મારી એક વાત માનશો?" મહિલા બોલી, "હા, કહો મારે શું કરવાનું છે?"
પૂજારીએ કહ્યું," એક ગ્લાસ પાણી ભરી લો અને તે હાથમાં પકડી બે વાર મંદિર પરિસરની પ્રદક્ષિણા કરી લો. શરત એટલી કે ગ્લાસમાં થી બિલકુલ પાણી ઢોળાવું જોઈએ નહીં."
મહિલાએ કહ્યું, "વારુ, હું એ મુજબ કરીશ. "
પછી થોડી વારમાં મહિલાએ પૂજારીના કહ્યા પ્રમાણે કરી બતાવ્યું. પાછી ફરેલી મહિલાને પૂજારીએ ત્રણ સવાલ પૂછ્યા -
૧. શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયાં?
૨. શું તમે કોઈને મંદિરમાં ગુસપુસ કરતાં જોયાં?
૩. શું કોઈને પાખંડ કરતાં જોયાં?
મહિલા બોલી, "ના, મેં આમાંથી કંઈ નથી જોયું"
પૂજારી બોલ્યા, "જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર કેન્દ્રીત હતું જેથી તેમાંથી પાણી છલકાઈ ન જાય, એથી તમને બીજું કંઈ દેખાયું નહીં.
હવે જ્યારે પણ મંદિરે આવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પરમાત્મામાં કેન્દ્રિત કરજો તો તમને આસપાસ નું કંઈ દેખાશે નહીં. માત્ર ઇશ્વર જ સર્વત્ર નજરે ચડશે. "

જીવનમાં દુ:ખો માટે કોણ જવાબદાર છે?
ના ભગવાન
ના ગ્રહ - નક્ષત્રો
ના ભાગ્ય
ના સગાસંબંધીઓ
ના પાડોશી
ના સરકાર
જવાબદાર તમે પોતે જ છો.

તમારો માથાનો દુખાવો નકામા વિચારોનું પરિણામ છે.
તમારો પેટનો દુખાવો ખરાબ કે ખોટું ખાવાનું પરિણામ છે.
તમારું દેવું જરૂરત કરતા વધુ ખર્ચનું પરિણામ છે.
તમારું દુર્બળ, જાડું, બીમાર શરીર ખોટી જીવનશૈલીનું પરિણામ છે.
તમારા કોર્ટ કેસો તમારા અહંકારનું પરિણામ છે.
તમારા નકામા વિવાદો વધુ અને વ્યર્થ બોલવાનું પરિણામ છે.
ઉપરોકત કારણો સિવાય પણ એવા બીજા સેંકડો કારણ છે જેનાથી પ્રેરાઈ તમે વગર કારણે અન્યો પર દોષારોપણ કર્યા કરતા હોવ છો. આમાં ઇશ્વરનો કોઈ વાંક નથી. જો આપણે આ કષ્ટોના મૂળ કારણોનો બારીકાઈથી વિચાર કરીએ તો જણાશે કે ક્યાંક ને ક્યાંક તેની પાછળ આપણી પોતાની કોઈક મૂર્ખામી જવાબદાર છે.
સર્વે નું જીવન *પ્રકાશમય અને શુભ* બની રહો.

મૂરખ લોકો અને બહુ હોશિયાર પોતાની જાત ને સમજતા હોઈ એવાની સાથે મગજ મારી મા પડવું નહીં

ગધેડાએ વાઘને કહ્યું ,' ઘાસ પીળું હોય છે .'

વાઘે કહ્યું , ' નહિ ઘાસ તો લીલું હોય છે .'

પછી તો પૂછવું શું , બંને વચ્ચે ચર્ચા જામી પડી . બંને પોત પોતાની વાતે મક્કમ રહ્યા . આ વિવાદના અંત માટે બંને વનરાજ સિંહ પાસે ગયા .

પ્રાણીદરબારમાં સર્વની મધ્યે રાજા તરીકે સિંહાસને સિંહ આરૂઢ હતા .

વાઘ કઈ કહે એ પહેલા તો ગધેડાએ કહેવાનું શરૂ કરી દીધું .

' બોલો ! વનરાજ ઘાસ પીળું હોય છે ને ? '

સિંહે કહ્યું , ' હા ! ઘાસ પીળું હોય છે .'

ગધેડો , ' આ વાઘ માનતો જ નથી . મને હેરાન કરે છે . એને યોગ્ય સજા થવી જોઈએ .'

રાજાએ ઘોષણા કરી , ' વાઘને એક વર્ષ માટે જેલ થશે . '

મહારાજનો ચુકાદો સાંભળી ગધેડો આનંદમાં આવી નાચતો કૂદતો જંગલમાં ચાલ્યો . રસ્તે જે મળ્યા તેને કહેતો ગયો કે વાઘને એક વર્ષની સજા થઈ છે . '

જે કોઈ સાંભળતું તે નવાઈ પામતું . એક ગધેડાએ એવું તે શું કર્યું કે વાઘને જેલની સજા થઈ .

વાઘે વનરાજ સમીપે જઈ પૂછ્યું , ' કેમ મહારાજા !  ઘાસ તો લીલું હોય છે ને ? '

મહારાજાએ કહ્યું , ' હા ! ઘાસ તો લીલું હોય છે .  '

વાઘે કહ્યું , ' .... તો પછી મને જેલની સજા શા માટે ? '

સિંહે કહ્યું , ' તમને એટલા માટે સજા નથી આપી કે ઘાસ પીળું હોય છે
કે લીલું . તમને એટલા માટે સજા આપી છે કે ગધેડા જેવા મૂર્ખ સાથે
તમારા જેવા બહાદૂર અને ઉચ્ચ કોટિના પ્રાણી એ વિવાદ કર્યો અને અહીં સુધી નિર્ણય કરાવવા આવી
પહોચ્યા .

*શીખવાનું શુ......👇*
*કે જીવન માં મૂરખ લોકો અને બહુ હોશિયાર પોતાની જાત ને સમજતા હોઈ એવાની સાથે મગજ મારી મા પડવું નહીં.*

*કારણ કે એમાં કિંમત આપડી થાય મૂરખ ની નહીં.*