20 December 2015

હું મારા બા-બાપુજી ભેગો રહુ છુ


એક શાળામાં શિક્ષક એમના વિદ્યાર્થીઓ સાથે કુટુંબભાવના પર વાતો કરી રહ્યા હતા. પરિવાર માટે વડીલોએ કરેલા સમર્પણની વાતો સાંભળવામાં વિદ્યાર્થીઓને પણ ખુબ મજા આવી રહી હતી.
શિક્ષકે બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પુછ્યો , " તમારામાંથી જેટલા વિદ્યાર્થીઓના દાદા-દાદી એમની સાથે રહેતા હોય એ જરા પોતાનો હાથ ઉંચો કરો. " વર્ગના એકાદ બે વિદ્યાર્થીઓને બાદ કરતા બધાના હાથ નીચે હતા. એક વિદ્યાર્થીએ શિક્ષકને ફરીયાદ કરતા કહ્યુ, " સર, આ વિજય મારી બાજુમાં જ રહે છે અને મને ખબર છે એમના દાદા-દાદી એમની સાથે જ રહે છે તો પણ એ હાથ ઉંચો નથી કરતો. "
શિક્ષકે વિજયને ઉભો કરીને પુછ્યુ, " બેટા, તારા દાદા-દાદી તમારી સાથે રહે છે ? " છોકરાએ નમ્રતાપૂર્વક કહ્યુ, " ના, સર. મારા દાદા-દાદી અમારી સાથે નથી રહેતા. " બીજા છોકરાએ કહ્યુ, " સર, વિજય ખોટું બોલે છે. હું એનો પાડોશી છું અને મને ખબર છે કે એના દાદા-દાદી એમની સાથે જ રહે છે."
શિક્ષકે વિજયને કહ્યુ, " બેટા, દાદા-દાદી સાથે રહેતા હોય એ તો સારી વાત છે તો પછી તું કેમ ના પાડે છે. " વિજયે કહ્યુ , " સર, મારા દાદા-દાદી અમારી સાથે નથી રહેતા પણ અમે બધા મારા દાદા-દાદીની સાથે રહીએ છીએ. મને ગર્વ છે કે હું અને મારો પરિવાર અમારા દાદા-દાદી સાથે રહીએ છીએ. "

  મિત્રો, બા - બાપુજી મારા ભેગા રહે છે એમ નહી પરંતું હું મારા બા-બાપુજી ભેગો રહુ છુ એમ કહેવુ જોઇએ કારણકે આપણી એવી કોઇ હેસીયત નથી હોતી કે આપણે મા-બાપને આપણી સાથે રાખી શકીએ.

મારા શરીર પર આજે બ્રાન્ડેડ કપડા છે...?


આજે  કબાટમાંથી પપ્પાનું રફુ કરેલું ખમીશ જોયું
ત્યારે ખબર પડી કે,
કેમ મારા શરીર પર આજે બ્રાન્ડેડ કપડા છે...?

18 December 2015

આયોજન આપણી નોકરી દરમ્યાન કેટલી વાર કર્યું....

દ્રશ્ય 1 (સાડીની દુકાન)

માની લોકે કોઈ સાડીની દુકાન છે બે કે ત્રણ સ્ત્રી સાડી ખરીદવા જાય છે આશરે 60 જેટલી સાડી ઓ ખોલે છે જુએ છે ભાવતાલ પૂછે છે પણ સ્ત્રીઓને એક પણ સાડી નથી પસંદ આવતી એટલે તે દુકાન માંથી ઉભી થઇ જાય ત્યારે દુકાન વાળો સ્મિત કરી ને કહે છે કે " કઈ વાંધો નહિ બહેન આવતાં અઠવાડિયે ફરીથી આવજો તમને જોઈ એવા કલર અને તમારી પસંદગીની સાડી ઓ આવી ગઈ હશે.. મોઢા પર કંટાળાનો જરાપણ ભાવ લાવ્યા વગર એ બધી સાડીઓ હોંશથી સંકેલાવા માંડે છે અને બીજા ઘરાક આવે એટલે વળી પાછી એજ પ્રકિયા ઘરાક સાડી લે કે નહિ એ તેમનું શ્રેષ્ઠ કામગીરી કરતો જ રહે.....

દ્રશ્ય 2 પ્રાથમિક શાળા

કોઈ એક વર્ગમાં કોઈ બાળક ને નાં સમજાય તો શિક્ષક એક કે બે વાર પ્રયત્ન કરી ને પછી કંટાળે છે અને કહે કે "ડોબા હવે તને નહિ આવડે તું તો સાવ ગધેડો છો!!! શું સાડીવાળા ની જેમ કોઈ શિક્ષક કહે ખરો "કાંઈ વાંધી નહિ બેટા કાલે બીજી રીતે શીખીશું!! તું હિમ્મત નાં હારતો તને ચોક્કસ આવડી જશે!!!! પીટીસી કે બીએડ માં આપણે કેટલી કેટલી પદ્ધતિ અને પ્રયુક્તિઓ શીખતાં હોઈએ છીએ!! વર્ગખંડમાં તેનો ઉપયોગ કેટલો??? પીટીસી કે બીએડ માં વાર્ષિક પાઠ આપ્યો હોય ત્યારે આપણે કેટલી તૈયારી કરતા હોઈએ છીએ!! ચાર્ટ બનાવે અગાઉથી ત્રણ વાર સુધારેલું આયોજન થાય મિનિટે મિનિટ નું આયોજન તૈયાર હોય...

જે શિક્ષક મિત્રો હોય એ વિચારી જુએ કે એ વાર્ષિક પાઠ જેવું કે એના કરતા પા ભાગનું પણ આયોજન આપણી નોકરી દરમ્યાન કેટલી વાર કર્યું.... જો દિલ પર હાથ રાખીને સાચી રીતે વિચારીશું તો પછી આપણ ને જ ખ્યાલ આવી જશે કે જોડો ક્યાં ડંખે છે!!!

જય હો!!!‪

17 December 2015

આ કોની બેગ છે ?

ટીચર : જે મારા સવાલ નો જવાબ
પેહલા આપશે એ સૌ પ્રથમ ઘરે જશે .

આ સાંભળતા જ કાનભા   એ
એની સ્કૂલ બેગ નો ક્લાસ બહાર ઘા કર્યો ..

ટીચર : આ કોની બેગ છે ?

કાનભા :  મારી ... એ હાલો, ...
હૂં જાઉં છું...

16 December 2015

તમારી મંજીલ તમારી સાથેજ હોય અને તમે તેને બીજે શોધવામાં પડયાં હોઈ શકો.

એક વાર એક ગામમાં અમુક પર્યટકો ફરવા ગયા હતાં. એ ગામમાં માછીમારોની વસ્તી હતી. એકવારે એક પર્યટકે અને એક માછીમાર વચ્ચે અમુક ચર્ચા થઈ જે નીચે પ્રમાણે હતી…
પર્યટક – “તમે દિવસમાં કેટલી પાછલી પકડો છો અને કેટલાં સમયમાં?”
માછીમાર – “હું ત્રણ-ચાર કલાકના ગાળામાં જેટલી માછલી પકડાય એટલી માછલી પકડું છુ”….

પર્યટક – “બસ ત્રણ-ચાર કલાક! તો તમે ઘર કેવી રીતે ચલાવો છો અને બાકીના સમયમાં તમે શું કરો?”
માછીમાર – “મારું ઘર આટલામાં બરાબર રીતે ચાલે છે અને બાકીના સમયમાં અમે થોડો આરામ કરીયે, અમારા બાળકો સાથે રમીયે, થોડો સમય અમે અમારી પત્નિ સાથે ગાળીયે અને સાંજે બધાં મિત્રો સાથે મળી નવા ગીત ગાઈયે અને ગીતાર વગાડીયે અને જિંદગીનો આનંદ લુટીયે”.
પર્યટક – “જો હું એમ.બી.એ. ભણેલો છું અને શહેરમાં મારી પાસે મારો બંગલો છે, ગાડી છે અને તમામ સુખ હાજર છે, જો તું પણ આવી રીતે સમય બગાડે એના કરતાં તું વધારે સમય માછલી પકડ અને તેને વેચીને વધારે પૈસા કમાવવાનું ચાલુ કર”.
માછીમાર – “વધારે પૈસા કમાઈ ને હું શું કરું?”.
પર્યટક – “વધારે પૈસા કમાઈને તું બીજી બોટ ખરીદી કર એટલે તું હજું વધારે માછલી પકડી શકીશ અને હજું વધારે પૈસા કમાઈ શકીશ”.
માછીમાર – “પણ હું એટલાં બધાં પૈસા કમાઈને શું કરું?”
પર્યટક – “અરે તું વધારે પૈસા કમાઈ ને તું બે ની ત્રણ અને ત્રણની ચાર બોટ અને એમ કરતાં કરતાં તારી પાસે એટલાં બધાં પૈસા થઈ જશે કે તું આ નાના ગામડાંની બહાર નીકળી મોટા શહેરમાં રહેવા આવી શકીશ અને તારી પારે ગાડી-બંગલા બધુ થઈ જશે અને પછી તું તારા પરિવાર સાથે આનંદની જિંદગી વિતાવી શકીશ”.
માછીમાર – “આ બધું કરવા માટે મને કેટલો સમય લાગશે?”.
પર્યટક – “અંદાજે ૨૦ થી ૨૫ વરસ”.
માછીમાર – “સાહેબ, મારા પરિવાર સાથે અત્યારના જ આનંદની જિંદગી વિતાવી રહ્યો છું તો શા માટે હું મારા ૨૦ થી ૨૫ વરસ બરબાદ કરું?”
આ સાંભળી પર્યટક વિચારતો રહી ગયો અને તેની પાસે આને માટે કોઈ જવાબ નહતો.
બોધ – તમે કયાં છો તે પહેલાં જુઓ કદાચ તમારી મંજીલ તમારી સાથેજ હોય અને તમે તેને બીજે શોધવામાં પડયાં હોઈ શકો.