23 February 2016

આ ગઝલ સમર્પિત છે મિત્રો ની દિલદારી અને વફાદારી ને .....

આ ગઝલ સમર્પિત છે મિત્રો ની દિલદારી
    અને વફાદારી ને .....

    ફળે  છે  ઇબાદત  , ને  ખુદા મળે  છે
    મિત્રોને   નિહાળીને  ,  ઉર્જા  મળે  છે

    નથી જાતો  મંદિર , મસ્જિદ ,ચર્ચમાં
    મિત્રોના  ઘરોમાં  જ  દેવતા  મળે  છે

    ખસું  છુ  હું  જયારે  સતત ખુદમાંથી
    મિત્ર તારા  હૃદયમાં  જગ્યા  મળે  છે

    સમય છે ઉકળતો ને જીવન સળગતું
    મિત્રોની  હથેળીમાં ,  શાતા  મળે  છે

    ઈચ્છા  ને   તમન્ના  બધી   થાય  પૂરી
    મને  ઊંઘમાં મિત્રના  સપના મળે  છે

    ડૂબું છુ  આ સંસાર  સાગરમાં  જયારે
    મિત્રતાના  મજબૂત  તરાપા મળે  છે

    દવાઓ  ને   સારવાર  નીવડે  નકામી
    મિત્રોની  અસરદાર   દુઆ   મળે   છે

    જીવન કે  મરણની  ગમે  તે  ઘડી  હો
    સદ્નસીબે  મિત્રોના ખભ્ભા  મળે  છે

19 February 2016

ગુજરાત કેડરના કુલ 220 આઈ.એ.એસ. (IAS) અધિકારીઓ માં 85 અધિકારીઓ ગુજરાતના જ વતની છે. મુળ ગુજરાત ના વતની છે

ગુજરાત કેડરના કુલ 220 આઈ.એ.એસ. (IAS) અધિકારીઓ માં 85 અધિકારીઓ ગુજરાતના જ વતની છે. મુળ ગુજરાત ના વતની છે એવા અધિકારીઓની માહિતી;

1. હશમુખ અઢીયા-સચિવશ્રી મહેસુલ, નાણાં મંત્રાલય, ભારત સરકાર, ન્યુ દિલ્હી (વતન-રાજકોટ),

2. અનિલ મુકીમ-અધિક મુખ્ય સચિવશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર (વતન-અમદાવાદ)

3. પુનમચંદ પરમાર-અગ્ર સચિવશ્રી વન અને પર્યાવરણ વિભાગ, ગાંધીનગર (વતન-મુ.પો.ભાટરીયા, તા.દેત્રોજ, જી.અમદાવાદ)

4. ડૉ. પી.ડી.વાઘેલા-વાણીજ્ય વેરા કમિશ્નર, (વતન-વિરમગામ, અમદાવાદ)

5. શ્રીમતી અનુરાધા મલ્લ-અગ્ર સચિવશ્રી મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગાંધીનગર (વતન-સોજીત્રા, આણંદ)

6. અરૂણકુમાર એમ.સોલંકી-અગ્ર સચિવશ્રી કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર (વતન-અમદાવાદ)

7. રજનીકાંત એમ.જાદવ-સ્પેશ્યલ કમિશ્નર-નિર્મળ ભારત અભિયાન, ગાંધીનગર (વતન-વીજાપુર, મહેસાણા)

8. એમ.એ.નરમાવાલા-કમિશ્નર મત્સયોધ્યોગ, ગાંધીનગર (વતન-અમદાવાદ)

9. અનિષ એમ.માંકડ-કમિશ્નર ટેકનિકલ શિક્ષણ, ગાંધીનગર (વતન-સુરેન્દ્રનગર)

10. વી.પી.પટેલ-કમિશ્નર જમીન સુધારણા, ગાંધીનગર (વતન-અમરેલી)

11. એચ.એસ.પટેલ-મ્યુનિસિપલ કમિશ્નર-વડોદરા મહાનગર પાલિકા (વતન-લુણાવાડા, મહિસાગર)

12.  એસ.બી.રાવલ-માહિતી કમિશ્નર, ગાંધીનગર (વતન-મુ.પો.પાસાવડળ, તા.વડગામ, જી.બનાસકાંઠા)

13. એ.જે.શાહ-કમિશ્નર ઉચ્ચ શિક્ષણ, ગાંધીનગર (વતન-ખેડા)

14. નલિન પી.ઠાકર-સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક, ગાંધીનગર (વતન-નાંદોલ, તા.દહેગામ, જી.ગાંધીનગર)

15. જી.આર.ચૌધરી-મ્યુનિસિપલ કમિશ્નર-ગાંધીનગર મહાનગર પાલિકા (વતન-વ્યારા, જી.તાપી)

16. ડી.પી.જોષી-સચિવશ્રી ગુજરાત જાહેર સેવા આયોગ GPSC, (વતન-કુકરવાડા, મહેસાણા)

17. એસ.કે.પંડ્યા-કલેક્ટર, બોટાદ (વતન-પ્રાંતિજ, સાબરકાંઠા)

18. જે.સી.ચુડાસમા-અધિક ઉધોગ કમિશ્નર, ગાંધીનગર (વતન-ધંધુકા, અમદાવાદ)

19. પ્રવિણ કે.સોલંકી-મેનેજીંગ ડિરેક્ટર, દક્ષિણ ગુજરાત વીજ કંપની, સુરત (વતન-વિરમગામ, અમદાવાદ)

20. બી.કે.ઠાકર-નિયામક રાજ્ય અગ્નિ શામક દળ, ગાંધીનગર (વતન-ભુજ, કચ્છ)

21. જે.કે.આસ્તિક-જીલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર (વતન-ધોળકા, અમદાવાદ)

22. ડૉ. રાહુલ બી.ગુપ્તા-સંયુક્ત સચિવ કાયદો અને વ્યવસ્થા, ગૃહ વિભાગ, ગાંધીનગર (વતન-અમદાવાદ)

23. એસ.એલ.અમરાણી-નાયબ નિયામક, સ્પીપા, અમદાવાદ (વતન-ધંધુકા, અમદાવાદ)

24. મહેન્દ્ર એસ.પટેલ-કલેક્ટર, કચ્છ, ભુજ (વતન-ઊંઝા, મહેસાણા)

25. બી.સી.પટણી-કલેક્ટર, તાપી, વ્યારા (વતન-પાટણ)

26. લલિત પી.પાડલિયા-સંયુક્ત મુખ્ય ચુંટણી અધિકારી, ગાંધીનગર (વતન-જામનગર)

27. એમ.એ.ગાંધી-કલેક્ટર, દાહોદ (વતન-ઉના, ગીર સોમનાથ)

28. નલિન બી.ઉપાધ્યાય-રજીસ્ટાર સહકાર વિભાગ, ગાંધીનગર (વતન-બાયડ, અરવલ્લી)

29. હર્ષદ આર.પટેલ-મ્યુનિસિપલ કમિશ્નર, જામનગર મહાનગર પાલિકા (વતન-માંડલ, અમદાવાદ)

30. કે.ડી.ચંદનાની-જીલ્લા વિકાસ અધિકારી, નવસારી (જૂનાગઢ)

31. કે.ડી.કાપડિયા-નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું, ગાંધીનગર (વતન-ધનસુરા, અરવલ્લી)

32. કૌશિક એમ.ભીમજીયાણી-જીલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગર (વતન-તલાલા, જૂનાગઢ)

33. આર.જે.માંકડીયા-કલેક્ટર, જામનગર (વતન-ઉપલેટા, રાજકોટ)

34. દિનેશ જી.પટેલ-કલેક્ટર, પોરબંદર (વતન-ગૉંડલ, રાજકોટ)

35. જી.સી.બ્રહ્મભટ્ટ-જીલ્લા વિકાસ અધિકારી, વલસાડ (વતન-તારાપુર, આણંદ)

36. એસ.એમ.પટેલ-કલેક્ટર, મોરબી (વતન-જામનગર)

37. આર.જી.ભાલેરા-અધિક વિકાસ કમિશ્નર, ગાંધીનગર (વતન-જામનગર)

38. આર.જી.ત્રિવેદી-મ્યુનિસિપલ કમિશ્નર, જૂનાગઢ મહાનગર પાલિકા (વતન-ખેરાલુ, મહેસાણા)

39. એન.એલ.પુજારા-જીલ્લા વિકાસ અધિકારી, ડાંગ- આહવા (વતન-જામનગર)

40. એચ.કે.પટેલ-કલેક્ટર, દેવભૂમી દ્વ્રારકા-ખંભાળીયા (વતન-અમદાવાદ)

41. વી.એ.વાઘેલા-જીલ્લા વિકાસ અધિકારી, પંચમહાલ-ગોધરા (વતન-અમદાવાદ)

42. સી.એસ.ચૌધરી-જીલ્લા વિકાસ અધિકારી, જામનગર (વતન-પાલનપુર, બનાસકાંઠા)

43. સતિષ એ.પટેલ-જીલ્લા વિકાસ અધિકારી, દાહોદ (વતન-મહેસાણા)

44. એ.વી.કાલરીયા-જીલ્લા વિકાસ અધિકારી, ગીર સોમનાથ-વેરાવળ (વતન-ભાવનગર)

45. પંકજ બી.ઠાકર-જીલ્લા વિકાસ અધિકારી, બોટાદ (વતન-આણંદ)

46. આર.બી.બારડ-ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, અમદાવાદ મહાનગર પાલિકા (વતન-અમદાવાદ)

47. સી.પી.નેમા-જીલ્લા વિકાસ અધિકારી, પોરબંદર (વતન-બનાસકાંઠા)

48. જે.ટી.અખાણી-નિયામક ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર (વતન-બનાસકાંઠા)

49. સી.આર.ખરસાણ-ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, અમદાવાદ મહાનગર પાલિકા (વતન-રૈયા, તા.દીયોદર, બનાસકાંઠા)

50. આઈ.કે.પટેલ-ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, અમદાવાદ, (વતન-મહેસાણા)

51. બી.કે.કુમાર-નિયામક નશાબંધી અને આબકારી, (વતન-સોનગઢ, તાપી)

52. એન.કે.ડામોર-મુખ્ય વહીવટી અધિકારી, ડેવલપમેન્ટ સ્પોર્ટસ એજન્સી  ગુજરાત,  (વતન-ગોધરા, પંચમહાલ)

53. એમ.ડી.મોડીયા-જીલ્લા વિકાસ અધિકારી,  આણંદ (વતન-વિજયનગર, સાબરકાંઠા)

54. સુધીર બી.પટેલ-જીલ્લા વિકાસ અધિકારી, અરવલ્લી-મોડાસા (વતન-અમરેલી)

55. એસ.કે.લાંગા-જીલ્લા વિકાસ અધિકારી, મહેસાણા (વતન-ભાંણવડ, દેવભૂમી દ્વારકા)

56. વિક્ટર બી.મેક્વાન-પોસ્ટીંગ બાકી (વતન-આણંદ)

57.  કે.બી.ઉપાધ્યાય-કલેક્ટર, મહિસાગર-લુણાવાડા (વતન-રાજકોટ)

58. દિલીપકુમાર રાણા-કલેક્ટર, બનાસકાંઠા-પાલનપુર (વતન-અમદાવાદ)

59. એમ.એ.પંડ્યા-જીલ્લા વિકાસ અધિકારી, દેવભૂમી દ્વારકા-ખંભાળીયા (વતન-અમદાવાદ)

60. આર.જી.ગોહિલ-જીલ્લા વિકાસ અધિકારી, મહિસાગર-લુણાવાડા (વતન-ભાવનગર)

61. ડી.એન.મોદી-મુખ્ય વહીવટી અધિકારી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ, ગાંધીનગર (વતન-અમદાવાદ)

62. કુ. ભાર્ગવીબેન આર.દવે-જીલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ (વતન-અમદાવાદ)

63. સી.જે.પટેલ-જીલ્લા વિકાસ અધિકારી-કચ્છ, ભુજ (વતન-મોરબી)

64. આર.જે.હાલાણી-ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, રાજકોટ મહાનગર પાલિકા,  (વતન-અમદાવાદ)

65. આર.એસ.નિનામા-જીલ્લા વિકાસ અધિકારી, તાપી-વ્યારા (વતન-ઝાલોદ, દાહોદ)

66.  એચ.આર.સુથાર-કલેક્ટર, અમરેલી (વતન-સતલાસણા, મહેસાણા)

67. ડૉ. ધવલકુમાર કે.પટેલ-કલેક્ટર, આણંદ (વતન-સરઢવ, ગાંધીનગર)

68. વિજયકુમાર એલ.ખરાડી-જીલ્લા વિકાસ અધિકારી,  સુરત (વતન-ખેડબ્રહ્મા,  સાબરકાંઠા)

69. સુનિલકુમાર ધોલી-કમિશ્નર મધ્યાહન ભોજન યોજના, ગાંધીનગર (વતન-ભુજ, કચ્છ)

70. આનંદ બી.પટેલ-જીલ્લા વિકાસ અધિકારી, ભરૂચ (વતન-હિંમનગર, સાબરકાંઠા)

71. હાર્દિક શાહ-સભ્ય સચિવ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર (વતન-અમદાવાદ)

72. સુજલ મયાત્રા-જીલ્લા વિકાસ અધિકારી, નર્મદા-રાજપીપળા (વતન-ગૉડલ, રાજકોટ)

73. ગૌરાંગ મકવાણા-મદદનિશ કલેક્ટર (પ્રાંત), નખત્રાણા, કચ્છ (વતન-મમૂંદ, પાટણ)

74. તુષાર સુમેરા- મદદનિશ કલેક્ટર (પ્રાંત), મોરબી (વતન-વઢવાણ, સુરેન્દ્રનગર)

75.  અનિલકુમાર રાંમજીભાઈ રાણાવાસીયા-મસુરી, હૈદરાબાદ ટ્રેનીંગમાં (વતન-અમદાવાદ)

76. હર્ષદ જે.વ્યાસ-નિયામક જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ (ટ્રેનીંગમાં) (વતન-સુરેન્દ્રનગર)

77. જે.કે.ગઢવી-પ્રોગ્રામ ઓફીસર, સ્ટેટ રૂરલ હેલ્થ મિશન, ગાંધીનગર (ટ્રેનીંગમાં), (વતન-ભુજ, કચ્છ)

78. જે.બી.પટેલ-મેનેજીંગ ડીરેક્ટર, ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કૉર્પોરેશન લિ. (ગ્રીમકો), ગાંધીનગર (ટ્રેનીંગમાં) (વતન-અમદાવાદ)

79. એચ.કે.કોયા-નિવાસી અધિક કલેક્ટર, સુરેન્દ્રનગર (વતન-જામનગર)

80. અશોક એમ.શર્મા-અધિક સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સર્વ શિક્ષા અભિયાન, ગાંધીનગર (ટ્રેનીંગમાં) (વતન-આણંદ)

81. જે.આર.ડોડિયા- નિવાસી અધિક કલેક્ટર, ડાંગ-આહવા (વતન-અમરેલી)

82.  એ.જે.શાહ-ખાસ ફરજ પરના અધિકારી,  વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી, ગાંધીનગર (ટ્રેનીંગમાં) (વતન-ચકલાસી, ખેડા)

83. ડી.એસ.ગઢવી-નાયબ ગ્રામ વિકાસ કમિશ્નર, ગાંધીનગર (ટ્રેનીંગમાં) (વતન-મહેસાણા)

84. આટ.બી.રાજ્યગુરૂ-સંયુક્ત સચિવ, રાજ્ય ચુંટણી પંચ, ગાંધીનગર (ટ્રેનીંગમાં) (વતન-રાજકોટ)

85. ડી.પી.દેસાઈ-ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, અમદાવાદ મહાનગર પાલિકા,  (વતન-સુરેન્દ્રનગર)

ધર્મ અને વીજ્ઞાન

ખૂબ સરસ છે એટલે તમને મોકલું છું.
ધર્મ અને વીજ્ઞાન

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

17 February 2016

આપણે કોઇને બદલવા માંગતા હોઇએ તો સૌ પ્રથમ આપણે પોતે બદલાવું પડે.

એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો પહેલેથી જ સ્વર્ગે સીધાવેલા એટલે સાસુમાંને સાચવવાની જવાબદારી આ નવી પરણીને આવેલી વહુની જ હતી. સાસુને વાત વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે છોકરી પરણીને આવેલી એને કોઇ ટક ટક કરે એ બીલકુલ પસંદ નહોતું. સાસુની સતત ટક ટકથી વહુ થોડા જ મહીનામાં કંટાળી ગઇ.

છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી. મમ્મીએ દિકરીનો ચહેરો જોઇને જ અંદાજ લગાવી લીધો કે એમને સાસરીયામાં કંઇક તકલીફ છે એટલે એમણે દિકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ છુટી વાત કરવા માટે કહ્યુ. દિકરીએ બધી જ વાત કરી અને પછી કહ્યુ, " મમ્મી મને તો ઘણીવાર એવું થાય છે કે મારી સાસુને મારી નાંખુ નહીતર હું મરી જઇશ."

મમ્મીએ દિકરીને સમજાવતા કહ્યુ, " બેટા. જો તું આવુ કરીશ તો તારે જીંદગી જેલમાં વિતાવવનો વારો આવશે. હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઇ આક્ષેપ પણ ન કરે." છોકરીએ કહ્યુ, " મમ્મી મને જલદી એ ઉપાય જણાવ."

મમ્મીએ દિકરીને હળવા અવાજે કહ્યુ, " હું તને એક દવા આપીશ. એ ધીમુ ઝેર છે. રોજ થોડું થોડું તારા સાસુના ભોજનમાં નાંખજે એટલે છ મહીના પછી એની અસરથી તારી સાસુ મરી જાશે અને કોઇને તારા પર શંકા પણ નહી જાય." બીજા દિવસે માએ દિકરીને એક દવા આપી. દિકરી રાજીની રેડ થઇ ગઇ કે છ માસમાં મારી બધી જ સમસ્યા ઉકેલાઇ જશે.

દિકરી સાસરે જવા વિદાઇ થઇ ત્યારે માએ એને કહ્યુ, " બેટા, તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ છ માસ દરમ્યાન તું એક આદર્શ વહુ બનીને રહેજે. તારી સાસુ જે  કંઇ ટક ટક કરે એ બધુ સાંભળી લે જે એની સામે ક્યારેય ન બોલતી જેથી બધાને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઇ હાથ નથી. આમ પણ તારે આ નાટક માત્ર છ માસ જ કરવાનું છે."

બીજા દિવસથી વહુ સાવ બદલાઇ ગઇ. વાત વાતમાં સાસુની સામે થઇ જતી એના બદલે સાસુની ખુબ સેવા કરવા લાગી. સાસુ ગમે તેવુ ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લે અને સાસુને હસી હસીને જવાબ આપે. વહુના બદલાવની અસર સાસુ પર પણ થવા લાગી. સાસુને વહુ હવે ગમવા લાગી. વહુને વઢવાને બદલે આડોશ પાડોશમાં વહુના વખાણ કરવાનું ચાલુ કર્યુ. ટક ટક કરવાનું તો સાવ બંધ જ કરી દીધુ. વહુને સાસુનો આ બદલાવ બહુ ગમ્યો. જે સાસુને એ નફરત કરતી હતી એ સાસુ હવે એને વહાલી લાગવા માંડી. મમ્મીએ આપેલી દવાથી સાસુ હવે થોડા મહિનામાં મરી જશે એ વિચારથી એ ધુજી ઉઠી.

પિયર જઇને મમ્મીને કહ્યુ, " મમ્મી, મારી સાસુ સાવ બદલાઇ ગઇ છે. મને ખુબ પ્રેમ કરે છે. હવે એ ખુબ લાંબું જીવે એવુ હું ઇચ્છું છું. મને કોઇ એવી દવા બતાવ જે આ ઝેરને બીન અસરકારક કરી દે." મમ્મીએ હસતા હસતા કહ્યુ, " બેટા, હું તારી માં છું અને તારા ઉજવળભાવીનો હંમેશા વિચાર કરુ છું મે તને ઝેરી દવા આપી જ નહોતી એ તો માત્ર શક્તિવર્ધક પાઉડર હતો. મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઇ જશે."

મિત્રો, આપણે કોઇને બદલવા માંગતા હોઇએ તો સૌ પ્રથમ આપણે પોતે બદલાવું પડે. બીજા લોકો તમારી મરજી મુજબ જીવે એવું તમે ઇચ્છતા હોય તો તમારે પ્રથમ બીજાની મરજી મુજબ જીવતા શીખવું પડે.....!!!!

16 February 2016

જીવનનું આ રહસ્ય સમજી લેવું જોઈએ

જીવનનું આ રહસ્ય સમજી લેવું જોઈએ : ભોજન ન પચે તો ચરબી વધે , પૈસા ન પચે તો અભિમાન વધે અને સુખ ન પચે તો પાપ વધે.