22 May 2016

કમ્પ્યૂટરમાં કોઈ પણ પ્રકારનાં સોફ્ટવેર વગર તમારો ડેટા ગાયબ કરવાની ટ્રિક છે.

➣ કમ્પ્યૂટરમાં કેટલીક એવી ટ્રિક હોય છે,જેના વિશે આપણને માહિતી હોતી નથી. અહીં આપને જે ટ્રિક બતાવવામાં આવી રહી છે તેમાં કોઈ પણ પ્રકારનાં સોફ્ટવેર વગર તમારો ડેટા ગાયબ કરવાની ટ્રિક છે. ગાયબ કરેલા ડેટાને એકમાત્ર તમે જ જોઈ શકશો. તમારા અન્ય કોઈ સાથીમિત્રો કે અન્ય વ્યક્તિ તમારો ડેટા જોઈ શકશે નહીં.

➣ સૌથી પહેલાં તમારે નામ વગરનું ફોલ્ડર બનાવવાનું રહેશે, જેમાં તમારે ડેટા કોપી કરી તેમાં રાખવાનો રહેશે.

➣ નામ વગરનું ફોલ્ડર બનાવવા તમારે એક ટ્રિક અપનાવવાની રહેશે. પહેલાં આપ રાઇટ ક્લિક કરી નવું ફોલ્ડર બનાવો.

➣ હવે F2 કી દબાવીને રિનેમ કરો.
કી-બોર્ડની Alt કી દબાવી ૨૫૫ નંબર દબાવો ત્યારબાદ Alt કી છોડી દો અને એન્ટરની કી દબાવી દો. આમ કરતાંની સાથે જ આપનું નામ વગરનું ફોલ્ડર બની જશે.

➣ નામ વિનાનું ફોલ્ડર બનાવ્યા બાદ ફોલ્ડર પર રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટીમાં જાઓ. હવે Customize પર ક્લિક કરીને Changelcon પર ક્લિક કરો. અહીંયાં એક આઇકન હશે જે હિડન હશે, તે આઇકન પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી, Apply પર ક્લિક કરો.

➣ આમ કરતાંની સાથે જ આપનું ફોલ્ડર ગાયબ થઈ જશે,પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે કઈ જગ્યાએ ફોલ્ડર બનાવ્યું છે અને જે જગ્યા પર આપે ફોલ્ડર બનાવ્યું છે તેના પર ડબલ ક્લિક કરો તેમજ ફોલ્ડર ખોલી તેની અંદર તમારો કોઈ પણ ડેટા કોપી કરી શકો છો. આ ડેટાની જાણકારી માત્ર તમને જ હશે. આ પ્રમાણે તમે તમારો ડેટા તમારા મિત્રો તેમજ અન્ય વ્યક્તિઓથી સાચવી શકો છો.

આખા સમાજને આજે આવા સમજદાર માબાપની જરૂર છે.

સાચી   ભેંટ 
.......................

         એક કુટુંબમાં પતિ  પત્ની  અને એક દીકરી રહેતાં હતાં . પતિને રોજ ઓફિસેથી આવવાનો સમય અને દીકરી ને એને મળવાની ઉત્કંઠા,  ઘણીવાર રાત્રે દસ થઇ જતાં છતાં નિંદર બહેનને દૂર રાખવા જાતે જ આંખે પાણીની છાલક મારીને માતાનાં ખોળામાં બેસી જાય.
       "  મમ્મી  , ગીત ગાને ."
         એ જેવી પપ્પાને આવતાં
જુએ કે દોડીને પપ્પાનાં ખભા પર ચઢી જાય .
      " પપ્પા  ,  ચાલો જલદી ઘોડો  બનો - આજે તમે સહેલ નથી કરાવી  ! "
        પપ્પા દીકરીનો આદેશ માથે ચઢાવે અને શરુ થાય બાપ- દીકરીનો મસ્તીનો દોર .
         એક દીવસ રાત્રે પત્નીએ દીકરીને સુવડાવ્યા પછી , પતિને કહ્યું  ,  " તમે ક્યારેક દીકરી માટે ચોકલેટ કે રમકડાં લઇ આવો તો તેમને કેટલું ગમશે  !  " સાવ ખાલી આવવું એ પત્નીને ન હોતું ગમતું  .
         ચિડાયા વિના પતિએ જવાબ આપ્યો  , " જ્યારે હું તેમને માટે ચોકલેટ કે રમકડાં લાવીશ ત્યાર પછી  મારી દીકરી  - મારી નહીં પરંતુ ચોકલેટ કે રમકડાંની રાહ જોતી થઈ જશે . પછી ક્યારેક કશું નહીં લવાય ત્યારે તેનાં ચહેરા ઉપર જે આનંદ જોવા મળે છે  એનાં કરતાં દુ:ખ જોવા મળશે ."
           પતિની આ અંતરનાં ઊંડાણની વાતે પત્નીની આંખ ઉઘાડી નાખી .
            આખા સમાજને આજે આવા સમજદાર માબાપની જરૂર છે...
🌺🌺🌺🌴🌺🌺🌺🌴🌺

19 May 2016

પરિણામમાંના કેટલાક નંબર સરતચૂકથી છાપવાના રહી ગયા હતા

લઘુકથા - સરતચૂક
મંથન આજે ખુશ હતો. વહેલી સવારથી જ તે છાપાની રાહ જોઈ રહ્યો હતો .કોલેજના છેલ્લા વર્ષનું પરિણામ જાહેર થવાનું હતું તેને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ફે અચૂક સારા માર્કસે પાસ થશે .
ફેરિયાએ છાપું ઓસરીમાં ફેંક્યું ને તેણે ઝટપટ પરિણામના નંબર પર નજર ફેરવવા માંડી. ...ફરીવાર નંબર બરાબર ચકાસ્યા.... તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું .....! પાસ થનાર વિદ્યાર્થીઓની યાદીમાં તેનો નંબર નહોતો....!
ત્યાં જ મંથનના પિતા રમણીકલાલ આવી ચડ્યા . તેમણૅ પણ નંબર પર નજર ફેરવી લીધી. મંથનનો નંબર ન દેખાતા જ તે તાડૂક્યા : ' મને તો પહેલેથી જ ખબર હતી કે આ હીરો કશું ધોળવાનો નથી .' પછી રસોડા તરફ હાથ લંબાવતા ઉમેર્યું : ' હું તો ના જ પાડતો હતો કે હવે નથી ભણવું , ધંધામાં ધ્યાન આપો .... પણ ...તારી ... આ ..મા... ન... માની ....લ્યો ... હવે ઉતારો આરતી તમારા આ કુળદીપકની ....!
પિતાના વાક્યનો એક - એક શબ્દ મંથનના દિલમાં તીરની માફક ઊતરતો જતો હતો. એનું કુમળું હૃદય વીંધાઈ ચૂક્યું હતું .
એ જ રાત્રે તેણે ' કાંકરિયા' માં પડતું મૂક્યું.
બીજા દિવસના છાપામાં સમાચાર હતા : ' એક આશાસ્પદ યુવાનની આત્મહત્યા ...! આ સમાચારની બાજુમાં જ 'સરતચૂક' શીર્ષક હેઠળ લખાણ હતું.: ' ગઈ કાલે જાહેર થયેલા પરિણામમાંના કેટલાક નંબર સરતચૂકથી છાપવાના રહી ગયા હતા , જે આજે છાપવામાં આવ્યા છે. ' - નીચે બાકી રહેલા નંબર છાપવામાં આવ્યા હતા, એમાં મંથનનો નંબર પણ હતો ...!!!

17 May 2016

WhatsApp Messages for your best friend:

11 WhatsApp Messages for your best friend: 11 વોટ્સ એપ મેસેજ ખાસ મિત્ર માટે

1. You walked into my life when I thought I will never find a friend. Thank you for always being there. જયારે મને લાગ્યું કે હું મિત્ર શોધી નહી શકું ત્યારે તું મારી જિંદગી માં આવ્યો. હંમેશા ત્યાં હોવા માટે આભાર.

2. Friends are like mornings, you can’t have them the whole day, but you can be sure they will be there when you wakeup tomorrow, next week, next year, forever. - મિત્ર સવાર જેવા હોય છે, તમે તેમને આખો દિવસ ના રાખી શકો, પરંતુ તમે ખાતરી રાખી શકો છો કે તેઓ ત્યાં હશે જયારે તમે ઉઠશો આવતીકાલે, આગલા અઠવાડીએ, આગલા વર્ષે, હમેશા.

3. The best kind of friend is the kind you can sit on a porch and swing with, never say a word, and then, walk away feeling like it was the best conversation you’ve ever had.- શ્રેષ્ઠ પ્રકારનો મિત્ર તે છે જેની સાથે તમે હીંચકા પર બેસીને સાથે હિંચકી શકો છો, અને એક પણ શબ્દ કહ્યા વગર થોડી વાર પછી જયારે તમે ચાલ્યા જાઓ ત્યારે તમને લાગે કે તમે અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ વાતચીત કરી લીધી.

4. There is no such thing as coincidence! People met for a special reason. But whatever it is, I’m so glad I have you in my life!- સંયોગ જેવી કોઈ વસ્તુ નથી! આપણે લોકો એક ખાસ કારણોસર મળ્યા હતા. પરંતુ ગમે તે હોય, હું તેથી પ્રસન્ન છુ કે તમે મારા જીવન માં છો!

5. Thank you for being brave enough to let me in and be vulnerable to me. - મને અંદર આવવા દેવા જેટલા બહાદુર બનવા અને મને સહન કરવા માટે આભાર.

6. Thank you for always making me feel like the crazy stories of my day are important. - હંમેશા મને એવું લગાવવા માટે કે મારી ક્રેઝી કથાઓ મહત્વની છે તેના માટે આભાર.

7. Thank you for the moments of silence we share together, where words don’t need to be said, but we know we are in it together. - મૌન ની જે ક્ષણો આપણે સાથે મળીને વહેંચી, જ્યાં શબ્દો કહેવાની જરૂર નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે તેમાં સાથે છીએ, તેના બદલ આભાર.

8. Thank you for always making time for me, no matter how far away you are.- મારા માટે હમેશા સમય આપવા માટે, ભલે ને તમે ગમે તેટલા દુર હોય, તે બદલ આભાર.

9. We have shared the most memorable moments together! I will always cherish our friendship! - આપણે ખાસ યાદગાર પળો સાથે વહેંચી છે! મને હમેશા તમારી મિત્રતા વહાલી લાગશે!

10. When you walked in, I did not seem to care if anyone else walked out. - જયારે તમે મને મળ્યા, મને કોઈ પરવા નહોતી જો બીજું કોઈ ચાલ્યું જાય તો.

11. You have been my pillar of strength in my tough time

16 May 2016

દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની માં પણ હોય છે.

એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી. છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈ વાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતારી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા.

એકદિવસ છોકરીના સાસરિયાં વાળાએ  વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના મહેમાન બન્યા. દીકરીના સાસરિયામાં એમને આદર સાથે આવકાર આપવામાં આવ્યો. વેવાઈ માટે ચા આવી. ડાયાબિટીસ હોવાથી ડોક્ટરે ખુબ સાવચેતી રાખવાનું કહેલું અને ખંડવાલી ચા પીવાથી મનાઈ કરેલી પણ નવા સંબંધીને ખોટું ના લાગે એટલે ચા લઈ લીધી. ચાની પહેલી ચૂસકી મારી તો બિલકુલ ઘર જેવી જ ચા હતી. ખાંડ વગરની અને ઈલાયચી નાંખેલી. છોકરીના પિતાને થયું મારા ટેસ્ટની આ લોકોને કેમ ખબર હશે ?

બપોરે જમવા બેઠા ત્યારે પણ બધી જ રસોઈ ડોકટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી. બપોરની આરામની વ્યવસ્થા,  ઉઠીને તુરંત વરિયાળીનું પાણી બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી.  છોકરીના પિતાને સમજાતું નહોતું કે નવા વેવાઈને આ બધી ખબર કેમ પડી? જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી ત્યારે પૂછ્યા વગર ના રહી શક્યા કે મારે શું ખાવાનું છે ? શું પીવાનું છે ? મને કેવો ટેસ્ટ પસંદ છે ? આ બધી ખબર તમને કેમ પડી ?

દીકરીના સાસુએ કહ્યું , " કાલે સાંજે જ તમારી દીકરીનો મારા પર ફોન આવી ગયો હતો. એણે મને કહ્યું કે મારા પપ્પા એના સ્વભાવ પ્રમાણે કઈ બોલશે નહી પણ એની તબિયતને ધ્યાને લેતા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે મારા પપ્પાને સાચવજો." બાપની આંખ ભીની થઇ ગઈ.

છોકરીના પિતા ઘરે આવ્યો એટલે ડ્રોઈંગરૂમમાં રાખેલા સ્વર્ગવાસી માતાના ફોટા પરથી હાર ઉતારીને નીચે મૂકી દીધો. એના પત્નીએ પૂછ્યું," કેમ બાના ફોટા પરથી હાર ઉતારી લીધો." આંખમાં આંસુ સાથે પતિએ એની પત્નીને કહ્યું, " મને આજે ખબર પડી કે  મારુ ધ્યાન રાખનારી મારી માં ગઈ જ નથી. આ જ ઘરમાં હવે એ દીકરીના રુપે રહે છે."

મિત્રો, જેના ઘરમાં દીકરી હોય એને બે માનો પ્રેમ મળે છે એક જન્મદાત્રી માં અને બીજી દીકરીમાં રહીને બાપને જીવની જેમ સાચવતી માં. દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની માં પણ હોય છે.