આવો
Teacher સાથેની ક્ષણોમા
long drive કરાવું.....
યાદ છે... એક કોરુ પેપર teacher માગે
અને
પૂરા ક્લાસમાં 50 પાનાં ફાટવાનો અવાજ......
પેન માગતા જ સૌથી પહેલા પેન આપવાની કરેલી હરિફાઈ....
આ તો ચોક્કસ યાદ હશે કે ' કોપી ડિસ્ટ્રીબ્યુશન ' નું કામ મળે એટલે આપણો બદલાયેલો રોફ.....
એ teacher ને કેમ ભૂલાય જે ચોકનો ઉપયોગ લખવાથી વધારે વાતો કરતાં છોકરાઓ ઉપર નિશાનીબાજી કરવામાં કરતાં.....
અને
જો જાહેરમાં reacher દેખાઇ જાય તો કેવા છૂપાઇ જતાં હતાં નહીં????
કોણ ભૂલી શકે એ teacher ને જે ' વાયવા ' ટેસ્ટમાં બહારથી આવેલા એક્સટર્નલને જાણે બારાતીના સ્વાગતની જેમ સારા માર્કસ આપવા મનાવતાં હતાં....
વર્ષો પછી પણ એમના માટે સ્નેહ અને સમ્માન ઓછું નથી નથી અને નથી જ થયું... વધારે યાદ આવો છો તમે.....
મા- બાપ પછી તમે જ તો છો જે નિસ્વાર્થ , નિર્વિવાદ પોતાને છોડીને અમને આગળ જોવા માગો છો.....આજે પણ એ સ્કુલ "- કોલેજ પાસેથી પસાર થઈએ ત્યારે લાગે કે આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે...જીવનની ઈમારતનો પાયો છે...
મારા જીવનના બધા જ ગુરુને આકાશભરીને શુભકામનાઓ... ચરણસ્પર્શ... સમુદ્રભરીને આભાર....
Pages
- હોમ
- પરિપત્રો પ્રાથમિક
- SUPER VIDEO
- ગુજરાતી,
- હિન્દી
- સંસ્કૃત
- અંગ્રેજી
- ગણિત
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- કોમ્પ્યુટર
- પર્યાવરણ
- પુસ્તક સાહિત્ય
- C.C.C.ઉપયોગી
- 2 થી 8 ની કવિતાઓ
- શાળાના ફોટોગ્રાફ્સ
- પ્રવાસ
- પ્રાર્થનાસભા
- ઇકો ક્લબ
- બાળવાર્તાઓ ડાઉનલોડ
- શાળા પત્રકો
- ચિત્ર,સંગીત,વ્યાયામ
- MOBILE PHONE
- Mp3 Song
- બાળ અભિનય ગીતો
- સાંસ્કૃતિક કાર્યક્રમો
- ધોરણ-12
- સામાજિક વિજ્ઞાન
- પ્રજ્ઞા
ચાલતી પટ્ટી
5 September 2016
મારા જીવનના બધા જ ગુરુને આકાશભરીને શુભકામનાઓ.
4 September 2016
રસોઇથી જેમ શરિરને પોષણ મળે છે તેમ સત્સંગમાં થતી વાતો મારા આત્મા ને પોષણ આપે છે
એકભાઇ નિયમિત રીતે સત્સંગમાં જતા.
રોજ 30 મિનિટ સત્સંગ માટે કાઢે. સત્સંગમાં થતી જુદી-જુદી વાતો એકાગ્ર ચિતે સાંભળે.
એમના મિત્રને આ પસંદ નહોતું. મિત્ર એવુ માનતો હતો કે આ બધુ સમયની બરબાદી છે. ઘણીવખત એ આ બાબતે પોતાની નારાજગી પણ દર્શાવતો.
એકદિવસ બંને મિત્રો ફરવા માટે નીકળ્યા. રસ્તામાં આ સત્સંગની વાત નીકળી.
જે મિત્રને આ બધુ બકવાસ લાગતુ હતું એમણે પોતાના મિત્રને પુછ્યુ, " જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તું છેલ્લા 10 વર્ષથી નિયમિત સત્સંગ સભાઓમાં જાય છે અને 3000થી વધુ સત્સંગ સભાઓ ભરી છે
આ બધી સત્સંગ સભાઓમાં જે વાતો થતી તેમાંથી તને કેટલી યાદ છે ?
" મિત્રએ તો તુંરત જવાબ આપ્યો, " મને એમાનું કંઇ જ યાદ નથી.
" જવાબ સાંભળીને પ્રશ્ન પુછનાર મિત્ર ખુબ હસ્યો અને કહ્યુ , " તને કંઇ જ યાદ નથી તો પછી આ સત્સંગમાં જઇને તે કર્યુ શું? "
સત્સંગી મિત્રએ પોતાના મિત્રને કહ્યુ, " ભાઇ હું તને તારા પ્રશ્નનો જવાબ આપુ એ પહેલા મને એક પ્રશ્નનો જવાબ આપ જેથી તેના આધારે હું તને જવાબ આપી શકુ.
" મિત્રએ સંમતિ આપતા જ પ્રશ્ન પુછ્યો , " તારા લગ્નને કેટલો સમય થયો ? "
પેલાએ કહ્યુ, " મારા લગ્નને પણ 10 વર્ષ જ થયા છે."
સત્સંગી મિત્રએ વાતને આગળ વધારતા કહ્યુ , " હવે મને એ કહે કે આ 10 વર્ષમાં ભાભીએ તને ભાત-ભાતની અને જાત-જાતની રસોઇ કરીને જમાડી છે એમાથી કેટલી યાદ છે ?
" પેલાએ જવાબ આપ્યો , " તું પણ ગાંડા જેવો છે એલા રસોઇ થોડી યાદ રહે એ તો ખાઇએ એટલે શરિરને પોષણ મળે. શારિરિક તંદુરસ્તી માટે જમવાનું હોય એ યાદ રહે કે ન રહે તેનાથી શું ફેર પડે?"
સત્સંગી મિત્રએ કહ્યુ , " દોસ્ત તારા લગ્ન પછી ભાભીએ બનાવેલી રસોઇ અને તારા લગ્ન પહેલા તારી મમ્મીએ બનાવેલી રસોઇથી જેમ તારા શરિરને પોષણ મળે છે
તેમ સત્સંગમાં થતી વાતો મારા આત્મા ને પોષણ આપે છે અને એ વિચારોથી મારુ મન મજબુત બને છે. વાતો યાદ રહી કે ન રહી તે મહત્વનું નથી."
મિત્રો, શરિરના પોષણ માટે નિયમિત ખોરાક લેવો જરૂરી છે તેવી જ રીતે આત્માના પોષણ માટે નિયમિત સારી વ્યક્તિ કે વિચારોનો સંગ પણ જરૂરી છે. આપણને ભલે એ વિચારો યાદ ન રહે પણ એ વિચારો મનને કેળવવાનું કામ ચોક્કસ કરે છે.
વૃક્ષ પર પ્રેમિકાનું નામ લખવું એના કરતા પ્રેમિકાના ઘરની સામે એક વૃક્ષ વાવવુંજોઈએ
વૃક્ષ પર પ્રેમિકાનું નામ લખવું એના કરતા
પ્રેમિકાના ઘરની સામે એક વૃક્ષ વાવવુંજોઈએ
અને રોજે પાણી પીવડાવાના બહાનેજોઈ પણ લેવાય.
લિ.મહાનગર પાલિકા
બાબા-ધી સાયલેંટ કિલર
લગ્નજીવનની હકીકત
*-: લગ્નજીવનની હકીકત :-*
___________________________
*દરેક પરણિત સ્ત્રી-પુરુષે વાંચવા જેવું*
___________________________
નહોતી મને તારી પડી
કે નહોતી તને મારી પડી,
આતો તને જોવા આવ્યો ને તું જડી.
હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી.
પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી,
આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી.
પછી તો એક-બીજાની એટલી પડી,
કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી.
પ્રેમની વરસાવી એવી જડી.
પછી છોકરા થયા, તું એમાં પડી,
મને પણ ધંધાની ચાનક ચડી.
ક્યાં વઈ ગઈ એ ઘડી, ખબર નો પડી,
જાણે કોઈની નજર પડી.
પછી આવી ઈમોશનલ ઘડી
કહેવા લાગી તમને કાઈ નથી મારી પડી,
અને તું ઇમોશનલી રડી,
જાણે મારી ઉપર આફત પડી.
થોડી રકજક ને થોડી જીભાજોડી.
આવી ગેરસમજની ઘડી,
કહેતાં : તને મારી નથી પડી તો મને પણ નથી પડી.
ન ચાલી ઝાઝી લડા-લડી,
કારણ?
પિયર જતી ત્યારે ખબર પડી,
કે, આતો આદત કેવી પડી,
કે ચાલતું નથી એક-બીજા વગર ઘડી.
સાથે હોય ત્યારે ભલે થાય લડા-લડી,
પણ, મનથી તો હોય એક-બીજાની પડી.
લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી.
ઉંમર થઇ ત્યારેજ સાચા પ્રેમની ખબર પડી,
યાદ કરી જીવનની હરએક ઘડી,
બંનેના એક એક હાથે તાળી પડી.
ખુશીથી બંનેની આંખ થોડી રડી.
જીવનના અંતમાજ વાસ્તવિકતા જડી.
કે છીએ બંને એક-બીજાની છડી.
મને મારી ભાષા ગમે છે
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.
‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી -
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે
- કવિ વિપીન પરીખ