10 October 2016

જાણો નવી શરત - જુની શરત શું છે?

જાણો નવી શરત - જુની શરત શું છે? આવી જમીનને લગતા વ્યવહારો કંઈ રીતે થઈ શકે, નવી શરતમાંથી જુની શરતમાં  ફેરફાર કઈ રીતે થઈ શકે ?

ખેતીની જમીન ધારણ કરતાં ખાતેદારો અલગ-અલગ સત્તાના પ્રકાર હેઠળ જમીન ધારણ કરતાં હોય છે. જેમ કે…

1. જૂની શરતની જમીન

2. નવી શરતની જમીન

3. ગણોતધારાની જમીન

4. ૭૩ એએ-આદિવાસીની જમીન

5. બિનખેતીની જમીન

A. જૂની શરતની જમીન એટલે શું ? :

સામાન્ય રીતે વર્ષોથી સ્વમાલિકી હક્કે, સ્વઉપાર્જીત કે વડીલોપાર્જીત મિલકત ધરાવનાર ખાતેદારની જમીન જૂની શરતની જમીન ગણાય છે. જેમાં સરકારશ્રીએ સીધી કે આડકતરી રીતે જમીન ધારણ કરનારને કોઈ મદદ કરેલ હોતી નથી. જૂની શરતની જમીનનું ખાતેદાર પોતાનું મન ચાહે તે રીતે તેનો વહીવટ કે ઉપયોગ કરી શકે અને કોઈ મંજૂરીની જરૂરીયાત કે આવશ્યકતા રહેતી નથી. તે પોતે પોતાની ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતર કરવા માટે અરજી કરી શકે છે. પોતાની જમીન અન્યને વેચી શકે છે / ગીરો મૂકી શકે છે.

B. નવી શરતની જમીન :

નવી અને અવિભાજ્ય શરતથી અપાયેલ સરકારી પડતર જમીનો નીચલાં વર્ગના લોકોનાં ઉત્કર્ષ સાધવા માટે (જેમ કે હરિજન, આદિવાસી કે સામાજીક રીતે પછાત વર્ગના કે ગણોતીયાઓ) તેમને અલગ-અલગ સરકારી કાયદાઓ અનુસાર ફાળવવામાં આવે છે. આ ઉપભોગતાઓને જમીન નહિવત્‌ કિંમતે કે મફત આપવામાં આવે, તેવી જમીનોને નવી શરતની જમીન કહેવાય છે. સદરહુ રીગ્રાન્ટ થયેલ જમીનોની તબદિલી, હેતુફેર કે ભાગલા પાડવા માટે સરકારની પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેતી હોય છે.

સદરહુ પ્રકારની જમીનની ૭/૧૨ના કોલમ ‘‘બીજા હક્ક’’ના ખાનામાં હક્કપત્રકની નોંધ હોય છે. તે ઉપરાંત પણ ઉપર ડાબા હાથે ખૂણામાં લાલ શાહીથી “નવી શરતની જમીન” એવી નોંધ મારેલી હોય છે.

     નવી શરત શું છે તથા જુની શરત શું છે; એ જાણ્યા બાદ હવે તે જમીનને લગતા વ્યવહારોમાં કઈ રીતે થઈ શકે એ વિશે થોડું જાણીએ.

C. નવી શરતની જમીન પટે આપવા બાબત :

સદરહુ જમીનો સામાન્ય રીતે ખરેખર ખેડૂતોને જ પટે આપી શકાય

1. ખાતેદાર લશ્કરમાં નોકરી કરતો હોય અથવા વૃદ્ધાવસ્થા અથવા શારિરીક કે માનસિક અશકિત વાળો હોય અને ખેતી કરી શકતો ન હોય તો પટેથી તે બીજાને ખેડવા આપી શકે છે.

2. જો ખાતેદાર સગીર હોય તો તે પુખ્ત ઉંમરનો થાય ત્યાં સુધી તેની જમીન પટેથી અન્યને આપી શકે છે.

3. નવી શરતની જમીન જ્યાં કોઈ સાર્વજનીક, ધાર્મિક તથા ધર્માદા સંસ્થા ધરાવતી હોય ત્યાં તે પટેથી કલેકટરશ્રીની પરવાનગીથી આપી શકાય છે. ધાર્મિક બાબતો માટે સદરહુ જમીન બક્ષિસ આપી શકાશે નહીં.

D. નવી શરતની જમીન બક્ષીસ આપવા બાબત :

નવી શરતની જમીનો પોતાના નજીકના સગાઓને બક્ષીસ આપવા કલેક્ટરશ્રી મંજૂરી આપી શકે  છે. એ શરતે કે તેઓ એ જમીન જાતે ખેડવા કબુલ હોય અને બક્ષીસ આપનારને કોઈ કાયદેસરના વારસ ન હોય અને હોય તો તેમને વાંધો ન હોય.

ખાતેદાર નવી શરતની જમીન જાહેર હેતુઓ માટે સંસ્થાને કે વ્યકિતઓને જાહેર હેતુના ઉપયોગમાં લેવા કે સખાવતના ઉપયોગમાં લેવા માટે બક્ષિસ તરીકે આપી શકે છે. ચોક્કસ ઠરાવેલા હેતુઓ સિવાય જો તેનો ઉપયોગ થશે તો સરકાર સદરહુ જમીન ખાલસા કરી શકશે અને તેનું કોઈ વળતર બન્ને પક્ષને મળી શકશે નહી.

E. નવી શરતની જમીનનો અદલા-બદલો :

નવી શરતના ખાતેદારો તેમની જમીનનો અદલો બદલો જૂની શરતની જમીન માટે કરી શકશે પરંતુ એ શરત કે અદલો-બદલો થયેલી જમીન નવી શરતની ગણાશે.

F. નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા :

નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા પાડવા માટે કલેકટરશ્રીની મંજૂરી લેવી પડે છે.

G. નવી શરતની જમીન પર લોન ધિરાણ મળી શકે ? :

1. નવી શરતની જમીન પરની લોન :

નવી શરતની જમીન પર ધિરાણ આપતી વખતે તેની કિંમત જૂની શરતની જમીનની બજાર કિંમતથી અડધી ગણાશે.

2. સહકારી જમીન અને નવી શરતની જમીન :

સહકારી મંડળીને નવી શરતની જમીન તબદિલી કરવા માટે કલેકટરશ્રી સરકારને ભલામણ કરી શકશે. મંડળીએ જમીન રાખ્યા બાદ પટેથી ખેડવા માટે સૌપ્રથમ અસલ ખાતેદારને આપશે, અને ત્યાર બાદ જ અન્ય ખેડૂત ખાતેદારને પટેથી ખેડવા આપી શકાશે.

3. નવી શરતની જમીનનુ પ્રિમિયમ :

જેને સરકારી પડતર જમીન અપાય હોય ખરેખર તેણે જાતે જ જમીન ખેડવી જોઈએ અને આ જમીનનો નિકાલ નવી અને અવિભાજ્ય શરતે જ થઈ શકે છે.

ખાસ સંજોગોમાં કે સબળ કારણો  સિવાય આવી જમીન તબદિલી માટે પરવાનગી આપવામાં આવતી નથી અને જ્યારે પરવાનગી આપવામાં આવે ત્યારે તેનું પ્રિમિયમ ભરવાનું હોય છે. હાલના પ્રવર્તમાન નિયમો અનુસાર

1. નવી શરતની જમીન ખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૨૫% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું હોય છે.

2. નવી શરતની બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૪૦% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું થાય છે.

3. જો સૌપ્રથમ ખેતીના હેતુ માટે જૂની શરતમાં અને ત્યાર બાદ અમુક વર્ષો પછી તે જ જમીન બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવામાં આવે તો ખાતેદારે બે વખત પ્રિમિયમ ભરવાનું થાય છે. પ્રથમ જંત્રીના ૨૫% લેખે અને ત્યાર બાદ જંત્રીના ૪૦% લેખે મળીને કુલ ૬૫% પ્રિમિયમ ભરવાનું થાય છે. આથી જમીનને સીઘી જ બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવું હિતાવહ છે.

H. નવી શરતની જમીનના શરતભંગ માટેના નિયમો :

1. જો ખાતેદાર પછાત વર્ગનો હોય અને આ તેની પ્રથમ ભૂલ હોય તો તેની જમીન સરકાર ખાલસા કર્યા બાદ રૂ.૧ ના નામની કબ્જા હક્કની કિંમત લઈ જમીન રીગ્રાન્ટ કરશે.

2. બીજા પછાત વર્ગની વ્યકિત નવી શરતની જમીનનો ભંગ કરશે તો તેની જમીન ખાલસા થશે અને પછી તે જમીન તે જ વ્યકિતને નવી અને અવિભાજ્ય શરતે યોગ્ય કબ્જા હક્કની કિંમત લઈને અપાશે.

3. નવી શરતની જમીનનું રૂપાંતર જૂની શરતની જમીનમાં કર્યા બાદ જે તે હેતુ માટે અરજી કરવામાં આવેલ હોય તે હેતુ જો નિયત સમય મર્યાદામાં ફળીભૂત ન થાય તો ત્રણ માસની નોટીસ આપીને કોઈ પણ જાતનું વળતર ચુકવ્યા સિવાય જમીન સરકાર હસ્તકલેવામાં / જપ્ત કરવામાં આવશે.

I. નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા બાબતે :

નવી શરતમાંથી જમીન જૂની શરતમાં ફેરવાય ત્યારે તેનો કઈ પ્રકારે ઉપયોગ થવાનો છે, તે આધારે તેની ૭/૧૨માં નોંધ થાય છે.

જો તેનો ઉપયોગ ખેતી માટે જ થવાનો હોય તો ‘‘ખેતી માટે જૂની શરત’’ અથવા ‘‘બિનખેતીના હેતુ માટે પ્રિમિયમ પાત્ર’’ એવા શબ્દો લખાયેલ હોય છે. ટૂંકમાં જ્યાં સુધી સદરહુ જમીન બિનખેતીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી સદરહુ જમીન આડકતરી રીતે નવી શરતની જ જમીન ગણાય છે કારણ કે ‘‘ખેતી માટે જૂની શરત’’ થયા પછી પણ તે ‘‘બિનખતીના હેતુ માટે પ્રિમિયમને પાત્ર’’ રહે છે.

9 October 2016

*શબ્દો બહું જ વિચારીને બોલો કારણ કે.... શબ્દો અને વતૅન ના ઘા જીંદગી ભર રૂઝાતા નથી*

એક માણસ ગીરના જંગલ માંથી પસાર થતો હતો
ત્યાં સાવજ ના કણસવા નો અવાજ સંભળાયો

નજીક જઈને જોયું તો સાવજ ના પગમાં કાંટો ખૂંચી ગયેલો
માણસે પાસે જઈને કાંટો કાઢ્યો અને પોતાના રોટલા સાવજ ને ખવડાવ્યા
સાવજ અને માણસની ભાઈબંધી થઈ

માણસ બાજુ ના નેસડા માં રહેતો હતો
સાવજ આખો દિવસ માણસ ધરે રહેતો
પાકી ભાઈબંધી થઈ ગઈ

એક દિવસ માણસને ત્યાં મહેમાન આવ્યા
સાવજ ને બાજુ માં બેઠેલો જોઈને મહેમાન ની ડેલી માં જવાની હિમ્મત ના થઈ

એટલે
માણસે કીધું કે
"ચાલ્યા આવો સાવજ કંઈ નહી કરે
એતો મારા પાળેલા કુતરા જેવો છે"

મહેમાન અંદર આવ્યા
મહેમાનગતી માણીને નિકળી ગયા પછી

સાવજે માણસને કીધું કે....
બાજુ મા પડેલી  કુહાડી મારા માથામાં માર નહીતો હું તારો કોળીયો કરી જઈશ
માણસે ડરના માર્યા સાવજ ના માથામાં કુહાડી મારી
અને સાવજ લોહીલુહાણ હાલતમાં ડેલી બહાર નીકળી ગયો

છ મહિના પછી એક દિવસ સાવજ માણસ પાસે આવ્યો અને કીધું કે...
તે મારેલો કુહાડી નો ઘા તો રૂઝાઈ ગયો
પણ
તે મને પાળેલા કુતરા જેવો કીધો હતો
એ તારા શબ્દો નો ધા ક્યારેય નહી રૂઝાય........

માટે આજ પછી જો મારી નઝરે ચઢીશ તો જીવતો નહી છોડું

સારાંશ :
શબ્દો બહું જ વિચારીને બોલો
કારણ કે....
શબ્દો અને વતૅન ના ઘા જીંદગી ભર રૂઝાતા નથી...

8 October 2016

દિલ્હી તખ્ત : એક માહિતી

દિલ્હી તખ્ત : એક માહિતી

દિલ્હી સલ્તનત : અનંગથી નરેન્દ્ર સુધી.
તોમારવંશ થી સંઘવંશ સુધી ~ ઈ.સ. ૭૩૬ થી ઈ.સ. ૨૦૧૬.

તોમાર વંશ
૧ ૭૩૬ અનંગપાલ-તોમાર અને વંશજો
૨ ૧૦૪૯ અનંગપાલ બીજો
૩ ૧૦૯૭ સૂરજપાલ તોમાર ૧૧૫૩માં તોમાર વંશ સમાપ્ત

ચૌહાણ વંશ
૧ ૧૧૫૩ વિગ્રહરાજ પાંચમો
૨ ૧૧૭૦ સોમેશ્વર ચૌહાણ
૩ ૧૧૭૭ પૃથ્વીરાજ ચૌહાણ ૧૧૯૩માં ચૌહાણ વંશ સમાપ્ત

ગુલામ વંશ
૧ ૧૧૯૩ મહમદ ઘોરી
૨ ૧૨૦૬ કુતબુદીન ઐબક નં.૧ નો ગુલામ
૩ ૧૨૧૦ આરમ શાહ નં.૨ નો પુત્ર
૪ ૧૨૧૧ ઇલ્તુત્મિશ નં.૨ નો જમાઇ
૫ ૧૨૩૬ રૂક્નુદીન ફિરોજ શાહ પહેલો નં.૪ નો પુત્ર
૬ ૧૨૩૬ રઝિયા સુલતાન નં.૪ ની પુત્રી
૭ ૧૨૪૦ મુઇઝુદીન બહેરામ શાહ નં.૪ નો પુત્ર
૮ ૧૨૪૨ અલ્લાઉદીન મસૂદ શાહ નં.૫ નો પુત્ર
૯ ૧૨૪૬ નાસિરૂદીન મહમદ શાહ નં.૪ નો પુત્ર
૧૦ ૧૨૬૬ ઘીયાસુદીન બલ્બન નં.૯ નો સસરો
૧૧ ૧૨૮૬ કૈ ખુશરો નં.૧૦ નો પૌત્ર
૧૨ ૧૨૮૭ મુઇઝુદીન કૈકુબાદ નં.૧૦ નો પૌત્ર
૧૩ ૧૨૯૦ કાયુમાર્સ નં.૧૨ નો પુત્ર
૧૨૯૦ ગુલામ વંશ સમાપ્ત

ખીલજી વંશ
૧ ૧૨૯૦ જલાલુદીન ફિરોઝ શાહ
૨ ૧૨૯૬ રૂકનુદીન ઇબ્રાહિમ શાહ પહેલો નં.૧ નો પુત્ર
૩ ૧૨૯૬ અલ્લાઉદીન ફિરોઝ મહમદ શાહ નં.૧ નો ભત્રીજો
૪ ૧૩૧૬ સાહિબુદીન ઉમર શાહ નં.૩ નો પુત્ર
૫ ૧૩૧૬ કુતબુદીન મુબારક શાહ નં.૩ નો પુત્ર
૬ ૧૩૨૦ નાસિરૂદીન ખુશરૂ શાહ નં.૫ નો ગુલામ
૧૩૨૦માં ખીલજી વંશ સમાપ્ત

તઘલખ વંશ
૧ ૧૩૨૦ ઘીયાસુદીન તઘલખ પહેલો
૨ ૧૩૨૫ મહમદ તઘલખ બીજો
૩ ૧૩૫૧ ફિરોઝ શાહ નં.૧ નો ભત્રીજો
૪ ૧૩૮૮ ઘીયાસુદીન તઘલખ બીજો નં.૩ નો પૌત્ર
૫ ૧૩૮૯ અબુ બકર શાહ નં.૩ નો પૌત્ર
૬ ૧૩૮૯ મહમદ તઘલખ ત્રીજો નં.૩ નો પુત્ર
૭ ૧૩૯૪ સિકંદર શાહ પહેલો નં.૬ નો પુત્ર
૮ ૧૩૯૪ નાસિરૂદીન મહમદ શાહ બીજો નં.૬ નો પુત્ર
૯ ૧૩૯૫ નશરત શાહ નં.૩ નો પૌત્ર
૧૦ ૧૩૯૯ નાસિરૂદીન મહમદ શાહ બીજો ફરી સત્તા પર
૧૧ ૧૪૧૩ દૌલતશાહ ૧૪૧૪ તઘલખ વંશ સમાપ્ત

સઇદ વંશ
ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૪૧૪ ખીઝર ખાન
૨ ૧૪૨૧ મુઇઝુદીન મુબારક શાહ બીજો નં.૧ નો પુત્ર
૩ ૧૪૩૪ મુહમદ શાહ ચોથો નં.૧ નો પૌત્ર
૪ ૧૪૪૫ અલ્લાઉદીન આલમ શાહ નં.૩ નો પુત્ર
૧૪૫૧માં સઇદ વંશ સમાપ્ત

લોદી વંશ
ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૪૫૧ બુહબુલ ખાન લોદી
૨ ૧૪૮૯ સિકંદર લોદી બીજો નં.૧ નો પુત્ર
૩ ૧૫૧૭ ઇબ્રાહિમ લોદી નં.૨ નો પુત્ર
૧૫૨૬માં લોદી વંશ સમાપ્ત

મોગલ વંશ
ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૫૨૬ ઝાહિરૂદીન બાબર
૨ ૧૫૩૦ હુમાયુ નં.૧ નો પુત્ર
૧૫૩૯માં મોગલ વંશમાં મધ્યાંતર

સુરી વંશ
ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૫૩૯ શેર શાહ સુરી
૨ ૧૫૪૫ ઇસ્લામ શાહ સુરી નં.૧ નો પુત્ર
૩ ૧૫૫૨ મહમદ આદિલ શાહ સુરી નં.૧ નો ભત્રીજો
૪ ૧૫૫૩ ઇબ્રાહિમ સુરી નં.૧ નો ભત્રીજો
૫ ૧૫૫૪ ફિરહુઝ શાહ સુરી
૬ ૧૫૫૪ મુબારક ખાન સુરી
૭ ૧૫૫૫ સિકંદર સુરી નં.૧ નો ભાઈ
સુરી વંશનો અંત,મોગલ વંશનો પૂનઃપ્રારંભ

મોગલ વંશ(૨)
ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૫૫૫ હૂમાયુ ફરી ગાદી પર
૨ ૧૫૫૬ જલાલુદીન અકબર
૩ ૧૬૦૫ જહાંગીર સલીમ
૪ ૧૬૨૮ શાહજહાં
૫ ૧૬૫૯ ઔરંગઝેબ
૬ ૧૭૦૭ શાહ આલમ પહેલો નં.૫ નો પુત્ર
૭ ૧૭૧૨ જહાંદર શાહ નં.૬ નો પુત્ર
૮ ૧૭૧૩ ફારૂખશિઆર નં.૭ નો ભત્રીજો
૯ ૧૭૧૯ રઇફુદુરાજત નં.૬ નો પૌત્ર
૧૦ ૧૭૧૯ રઇફુદદૌલા નં.૬ નો પૌત્ર
૧૧ ૧૭૧૯ નેકુર્શિયાર નં.૫ નો પૌત્ર
૧૨ ૧૭૧૯ મહમદ શાહ નં.૬ નો પૌત્ર
૧૩ ૧૭૪૮ અહમદ શાહ નં.૧૨ નો પૌત્ર
૧૪ ૧૭૫૪ આલમગીર નં.૭ નો પુત્ર
૧૫ ૧૭૫૯ શાહ આલમ નં.૫ નો પૌત્ર
૧૬ ૧૮૦૬ અકબર શાહ નં.૧૫ નો પુત્ર
૧૭ ૧૮૩૭ બહાદુર શાહ ઝફર નં.૧૬ નો પુત્ર
૧૮૫૭ મોગલ વંશ સમાપ્ત,બ્રિટીશરાજ શરૂ

બ્રિટીશરાજ (વાઇસરોય)
ક્રમ સાલ (ઇ.સ.) વાઇસરોય
૧ ૧૮૫૮ લોર્ડ કેનિંગ
૨ ૧૮૬૨ લોર્ડ જેમ્સ બ્રુસ એલ્ગિન
૩ ૧૮૬૪ લોર્ડ જહોન લોરેન્સ
૪ ૧૮૬૯ લોર્ડ રિચાર્ડ મેયો
૫ ૧૮૭૨ લોર્ડ નોર્થબૂક
૬ ૧૮૭૬ લોર્ડ એડવર્ડ લુટેન
૭ ૧૮૮૦ લોર્ડ જ્યોર્જ રીપન
૮ ૧૮૮૪ લોર્ડ ડફરીન
૯ ૧૮૮૮ લોર્ડ હેન્ની લેન્સડોન
૧૦ ૧૮૯૪ લોર્ડ વિક્ટર બ્રુસ એલ્ગિન
૧૧ ૧૮૯૯ લોર્ડ જ્યોર્જ કર્ઝન
૧૨ ૧૯૦૫ લોર્ડ ગિલ્બર્ટ મિન્ટો
૧૩ ૧૯૧૦ લોર્ડ ચાલ્ર્સ હાર્ડિન્જ
૧૪ ૧૯૧૬ લોર્ડ ફ્રેડરિક ચેલ્મ્સફોર્ડ
૧૫ ૧૯૨૧ લોર્ડ રૂફ્સ આઇઝૅક રીડીંગ
૧૬ ૧૯૨૬ લોર્ડ એડવર્ડ ઇરવિન
૧૭ ૧૯૩૧ લોર્ડ ફ્રિમેન વેલિંગ્ડન
૧૮ ૧૯૩૬ લોર્ડ એલેક્ઝાન્ડ લિન્લિથગો
૧૯ ૧૯૪૩ લોર્ડ આર્કિબાલ્ડ વેવેલ
૨૦ ૧૯૪૭ લોર્ડ માઉન્ટબેટન

આઝાદ ભારત, વડાપ્રધાન
ક્રમ સાલ (ઇ.સ.) વડાપ્રધાન
૧ ૧૯૪૭ જવાહરલાલ નેહરુ
૨ ૧૯૬૪ ગુલઝારીલાલ નંદા
૩ ૧૯૬૪ લાલ બહાદુર શાસ્ત્રી
૪ ૧૯૬૬ ગુલઝારીલાલ નંદા
૫ ૧૯૬૬ ઈન્દિરા ગાંધી
૬ ૧૯૭૭ મોરારજી દેસાઈ
૭ ૧૯૭૯ ચરણસિંહ
૮ ૧૯૮૦ ઈન્દિરા ગાંધી
૯ ૧૯૮૪ રાજીવ ગાંધી
૧૦ ૧૯૮૯ વિશ્વનાથ પ્રતાપસિંહ
૧૧ ૧૯૯૦ ચંદ્રશેખર
૧૨ ૧૯૯૧ પી.વી.નરસિંહ રાવ
૧૩ ૧૯૯૬ અટલ બિહારી વાજપેયી
૧૪ ૧૯૯૬ એચ.ડી.દેવેગૌડા
૧૫ ૧૯૯૭ આઇ.કે.ગુજરાલ
૧૬ ૧૯૯૮ અટલ બિહારી વાજપેયી
૧૭ ૨૦૦૪ ડૉ.મનમોહન સિંહ
૧૮ ૨૦૧૪ નરેન્દ્ર મોદી...
👍🏼👍🏼👌🏼👌🏼👍🏼👍🏼👌🏼👌🏼

24 September 2016

"સ્ત્રીની બુદ્ધિ પગ ની પાનીએ છે.....?!?"

"સ્ત્રીની બુદ્ધિ પગ ની પાનીએ છે.....?!?"

કોઈએ સવાલ ઉઠાવ્યો કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ છે એનો હકારાત્મક પર્યાય ખરો?
કહેનારાએ ભલે જે પણ ઉદ્દેશ થી આ કહું હોય પણ ભૂલથી પણ સત્ય કહ્યું છે.

હરેક સ્ત્રી પોતાની બુદ્ધિ જે પગ ની પાનીએ છે તે વાપરી પોતાનું ભાગ્ય લઇ એજ પગ થી
પુરુષ ના ઘરમાં પ્રવેશ કરે છે .એટલે સ્ત્રી ના ચરણ માં પુરુષ નું ભાગ્ય છે એ પુરવાર થાય છે.આ થયું સ્ત્રી નું પત્ની રૂપ.

પગ છે તે કોઈ પણ વ્યક્તિ ને પોતાની મંઝીલ સુધી પહોંચાડવા માટે ઝરૂરી છે. આનો મતલબ એજ થયો કે પુરુષ ની અક્કલ નહિ પણ સ્ત્રી નું માર્ગદર્શન પુરુષ ને મંઝીલ સુધી પહોચાડવા આવશ્યક છે.

દોડી દોડી ને ઘરના એકેક ખૂણે પોતાના કામ ની છાપ છોડનારી સ્ત્રી જ છે .
કારણકે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાની એ છે એટલે આ થયું સ્ત્રી નું કાર્યેષુ મંત્રી રૂપ.

જયારે પિતા એને છાતી સરસોજ ચાંપે છે જયારે માતા એનું છાતી થી પોષણ કરે છે.
બુદ્ધિ પગ ની પાનીએ છે એટલે જ હરેક વ્યક્તિ નું શીશ માતા ના ચરણમાં ઝુકે છે
આ થયું સ્ત્રી નું માતૃ રૂપ.

માનું છું કે આટલા કારણ બસ છે પુરવાર કરવા કે સ્ત્રી ની બુદ્ધી ખરેખર ઈશ્વરે પગ ની પાની એ રાખી છે.

23 September 2016

સમય આના વિષે બોલીએ એટલું ઓછું છે.

સમય આના વિષે બોલીએ એટલું ઓછું છે.

   જ્યારે સારો સમય ચાલતો હોય તયારે બધા સાથે હોય પરંતુ ખરાબ સમય મા જે આપની સાથે સાથે રહે તે સાચા સ્વજન કહેવાય...

    એક મિત્ર એ જ્યારે મરી ઘડિયાળ બંધ હાલતા માં જોય તયારે જણાવેલ કે ઘડિયાળ કેમ બંધ છે તૌ મે જણાવ્યું કે અત્તયારે સમય બંધ થય ગ્યો છે.. તૌ તેમણે જણાવેલ કે તારી સાથે હુ હોવ અને તારો સમય કેમ બંધ થય જય....બસ આવું જ્યારે થોડુ પણ આશ્વાસન મડે તૌ પણ રોકાયાયેલો સમય પાછો ચાલવા લાગે છે... બસ જીવન મા પણ આવાજ મિત્રો ની જરૂર છે....