પિતા -પુત્રી
એક પોતીકાપણું
પપ્પા આજે મેં તમારાં માટે દૂધપાક બનાવ્યો છે
એક ૧૦ વર્ષની દીકરીએ એના પિતાને કહ્યુ .......
જે હમણાં જ ઓફિસેથી કામ પતાવીને ઘરમાં દાખલ થયાં હતાં ......
" વાહ શું વાત છે ને કઈ !!!! "
" લાવ ચલ ખવડાવ જોઉં !!!"
આ સાંભળીને તરતજ
દીકરી પિતા પાસે દોડતી આવી
અને એમની આંગળી પકડીને રસોડામાં લઇ ગઈ
અને એક મોટો વાડકો ભરીને દૂધપાક એમનાં હાથમાં ધર્યો
પિતાએ દૂધપાક ખાવાનો શરુ કર્યો અને દીકરીની સામે જોયું
પિતાની આંખમાં આંસુ હતાં
"શું થયું પપ્પા .........દૂધપાક સારો નથી બન્યો કે શું?
નાં બેટા દૂધપાક તો બહુજ સારો બન્યો છે
અને જોતજોતામાં તો એમને એ વાડકો પૂરો ખાલી પણ કરી દીધો !!!
એટલામાં એની માં બાથરૂમમાંથી નાહીને બહાર નીકળી અને બોલી
" લાવ મને પણ ખવડાવ તારો દૂધપાક !!!!
પિતાએ દીકરીના હાથમાં૫૦ રૂપિયાની નોટ પકડાવી દીધી
દીકરી ખુશ થતી થતી મમ્મી માટે રસોડામાંથી
એક બીજા વાડકામાં દૂધપાક લઈને આવી
પણ આ શું !!!!
જેવો મમ્મી એ દૂધપાક ચમચી વડે મોઢામાં મુક્યો
કે તરત જ એણે ગુસ્સાથી કહ્યું
"આમાં તો ખાંડ જ નથી , નકરું મીઠું જ નાંખ્યું છે તેં તો !!!"
એના પતિની તરફ જોઇને કહ્યુ કે -----
તમે એક પણ હરફ ઉચ્ચાર્યા વગર એ ખાઈ પણ ગયાં !!!
હું બનાવું તો મને કહો છો કે
આ તે શું ઝેર જેવું બનાવ્યું છે !!!!અને હંમેશા મારાં ખાવાનામાં
તો મરચું ઓછું છે ....... મીઠું ઓછું છે ....... એમ કહેતા રહો છો
અને દીકરીને ૫૦ રૂપિયાનું ઇનામ પણ આપો છો!!! પતિ હસતાં હસતાંબોલ્યો ........
" અરે પગલી મારો અને તારો તો સાથ જીવનભરનો છે
પતિ પત્ની વચ્ચે આવાં નાના નાના મીઠાં ઝગડાઓ તો થતાં જ રહે
એનું જ નામ તો જીવન છે ગાંડી !!!!"
પણ આપણી આ દિકરી તો કાલ ઉઠીને પરાયી બની જશે
પણ આજે મને એ એહસાસ થયો
એ પોતીકાપણું લાગ્યું
જે એના જન્મસમયે મને લાગ્યું હતું !!!!
આજે જયારે એની જાતે એના હાથે
પહેલીવાર એણે આટલાં પ્રેમથી કઈ બનાવ્યું છે
તો એ મારે મન સૌથી સરસ અને સૌથી વધારે સ્વાદિષ્ટ જ છે !!!!
આ દિકરીઓ પોતાના પાપાની પરીઓ હોય છે
જેવી રીતે તું તારાં પીતાજીની છો !!!!"
આ સંભાળીને પત્ની રડતી રડતી પોતાના પતિને વળગી પડી !!!!!
અને વિચારી રહી હતી કે -----
આટલાં જ માટે દરેક છોકરી પોતાના પતિમાં પિતાની છબી શોધતી હોય છે !!!!
મિત્રો ........
એ સાચું છે કે દરેક દિકરી એના પિતાની બહુ નજીક હોય છે
એમ કહોકે પિતાના કલેજા નો ટુકડો હોય છે આ દીકરીઓ !!!
અને એટલાજ માટે
કન્યાવિદાય વખતે સૌથી વધારે પિતા જ રડતાં હોય છે .......
અને આથી જ
પિતા દરેક ક્ષણે દીકરીની ચિતા કરતાં હોય છે !!!!