24 April 2019

ધન્ય છે એ નારીને જે ત્રણ પેઢી સાચવે, જીંદગીને ખુશીઓથી છલકાવે.... રોજ રોજ રાંધવાની રામાયણ.......

રાંધવાની     રામાયણ....

રોજ રોજ  રાંધવાની રામાયણ...............
સસરા છે સવાદિયા, ને સાસુ  કચકચિયા,
છોકરા છે કકળાટિયા...
રોજ રોજ રાંધવાની રામાયણ.
દાદા કહે દાળ ભાત ને  દાદી  કહે ખિચડી કઢી,
બાળકોને  ભાવે ફાસ્ટ ફૂડ
રોજ રોજ રાંધવાની રામાયણ...................
.પતિ કહે છોલે પુરી, દીકરો કહે પાણી પુરી,
એમાં પિસાય બિચારી નારી..
રોજ રોજ રાંધવાની  રામાયણ......
એક કહે ઢોકળા ને બીજું કહે ભજિયા,
એમાં થાય  રોજ કજિયા.....
રોજ રોજ રાંધવાની રામાયણ..................
એકને ભાવે ચાઈનીઝ,  બીજાને પંજાબી, ત્રીજાને ફાવે ગુજરાતી...
રોજ રોજ રાંધવાની રામાયણ.
ઘરડાં કહે ચાલશે ને પતિ કહે ફાવશે, પણ બાળકોનો રોજ કકળાટ.
રોજ રોજ રાંધવાની રામાયણ.................
..ધન્ય છે એ નારીને જે ત્રણ પેઢી સાચવે, જીંદગીને ખુશીઓથી છલકાવે....
રોજ રોજ રાંધવાની રામાયણ.......

6 April 2019

જાણો ગૅસ સિલિંડર પર લખેલ આ નંબર શા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે, ૯૮% લોકો આ વાતથી અજાણ છે

જાણો ગૅસ સિલિંડર પર લખેલ આ નંબર શા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે, ૯૮% લોકો આ વાતથી અજાણ છે

આધુનિક સુવિધાઓ માનવજીવન માટે જેટલી લાભદાયક છે એટલી જ ખતરનાક પણ છે, ગેસ સિલિન્ડર પણ આવી જ એક વસ્તુ છે. રસોઈમાં ગેસના ઉપયોગથી મહિલાઓનો જીવન સરળ તો બની ગયું છે પરંતુ તે કોઈક ખતરાથી ઓછું નથી. અવારનવાર ગેસ સિલેન્ડર ફાટવાથી થનારી ભયાનક દુર્ઘટનાઓની ખબર આપણે સાંભળીએ છીએ.
એવામાં તેનો ઉપયોગ કરતા સમયે આપણે આવશ્યક સાવધાની રાખવી જરૂરી છે જેમકે થોડું પણ લીકેજની આશંકા હોય તો તેને ધ્યાનમાં લેવું જોઈએ. સાથે સાથે ઘણી એવી વાતો છે જેના પર આપણે ધ્યાન આપતા નથી પરંતુ તે આપણા માટે ખૂબ જ જરૂરી છે. આજે અમે રસોઈના ગેસ સિલિન્ડર સંબંધિત એક એવી જ જરૂરી વાત બતાવવા જઈ રહ્યા છીએ જે તમને ખતરાઓથી બચાવશે.

ઘણીવાર એવું બને છે કે આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા હોય તેના વિશે જ આપણને જરૂરી જાણકારી નથી હોતી. આજે અમે તમને જે જાણકારી આપવાના છીએ તે આવી જ કંઇક જાણકારી છે. મોટાભાગના લોકો તેના વિશે જાણતા નથી હોતા. હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ ગેસ સિલિન્ડર પર લખેલ એક વિશેષ કોડ નંબર ની જે સિલિન્ડરની સૌથી ઉપર રેગ્યુલેટર ની પાસે જે ત્રણ પટ્ટીઓ લાગેલી હોય છે તેમાંની એક પટ્ટી પર લખેલ હોય છે જે તસવીરમાં બતાવવામાં આવેલ છે.

તમારું ધ્યાન ઘણીવાર આ નંબર પર ગયું હશે પરંતુ શું તમે એ જાણવાની કોશિશ કરી કે આ નંબર શું છે અને શા માટે લખવામાં આવેલ છે. મોટાભાગના લોકોને આ નંબર નો સાચો મતલબ ખબર નથી હોતો, જ્યારે આ નંબર દરેક રસોઈ ગેસ ઉપભોક્તા સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો અમે જણાવીએ તમને તેનો સાચો મતલબ.

હકીકતમાં આ નંબર ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ બતાવે છે અને આ એક્સપાયરી ડેટ પૂરી થયા બાદ સિલિન્ડર કોઈપણ સમયે ફાટી શકે છે. આ નંબરોની શરૂઆતમાં A, B, C, D લખેલ હોય છે જેનો મતલબ હોય છે કે ગેસ કંપની દરેક શબ્દને ત્રણ મહિનામાં વહેંચી દે છે. A નો મતલબ જાન્યુઆરી થી માર્ચ અને B નો મતલબ એપ્રિલથી જૂન સુધી હોય છે. તેવી જ રીતે C નો મતલબ જુલાઇથી લઇને સપ્ટેમ્બર અને D નો મતલબ ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી હોય છે.

આ સાથે તેમાં વર્ષ પણ આપવામાં આવેલ હોય છે, ઉદાહરણરૂપે A-17 નો મતલબ હોય છે કે ગેસની એક્સપાયરી ડેટ જાન્યુઆરીથી લઈને માર્ચ 2017 સુધીની છે. ત્યારબાદ સિલિન્ડર નો ઉપયોગ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે. અને આ ખતરાઓમાં સામેલ છે કે ગેસ લીકેજથી લઈને ગેસનું સિલિન્ડર ફાટવા સુધી. એવામાં જ્યારે તમે નવો ગેસ સિલિન્ડર લો ત્યારે આ નંબર જરૂરથી ચેક કરી લો.

ગેસ કંપનીઓ આ નંબર દર્શાવીને પોતાની જવાબદારી નિભાવે છે. આપણે પણ એક સજાગ ઉપભોક્તા ના રૂપમાં આ બાબત પર જરૂર ધ્યાન આપવું જોઈએ. જોકે હજુ પણ મોટા ભાગના લોકો આ વિશે નથી જાણતા એટલા માટે આ ખબરને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો જેથી કરીને લોકો તેના વિશે જાણી શકે અને પોતાનું જીવન બચાવી શકે.

22 March 2019

સીનીયર લોકો તમે સંતાનોના આશ્રિત બનીને જીવશો નહિ,

સાંજના સમયે માજી ખુરસીમાં બેઠા બેઠા ગીતા પાઠ વાંચી રહ્યા હતા !

બેડ રૂમમાંથી પુત્ર પુત્રવધુ સાથે સરસ તૈયાર થઈને બહાર આવ્યા !

પુત્ર વધુ બોલી " બા,ફ્રીજમાં ભાત પડ્યો છે,તે વઘારીને જમી લેજો,અમે પાર્ટીમાં જઈએ છીએ રાત્રે મોડા આવીશું ! "

માજી બોલ્યા " શાંતિથી જાવ,મારી ચિંતા કરશો નહિ,હું દૂધ ભાત પણ ખાઈ લઈશ !"

બંને પાર્ટીમાં જવા નીકળી ગયા !

☹🙁😕 !

અર્ધો કલાક ગાડી ચલાવીને પાર્ટી હોલ પર પહોચવાની તૈયારી હતી ત્યાં પુત્રએ યુ ટર્ન મારી ગાડી ઘર તરફ ભગાવી,
સમજુ પત્ત્ની સમજી ગઈ !

બંનેએ મનોમન ઘરે પહોચીને માજીના પગ પકડી માફી માંગી લેવાનું નક્કી કર્યું !

લિફટમાં દસમે માળે પહોચ્યા તો ઘરમાં મોટા અવાજે કોઈ ફિલ્મી ગીત વાગી રહ્યું હતું !

બેલ મારી તો માજીનો આવાજ સંભળાયો "

કાન્તા,દરવાજો ખોલ પીઝાવાળો ઝટ આવી ગયો લાગે છે ! "

દરવાજો ખુલ્યો તો ૯માં માળ પર રહેતા કાન્તાકાકીને ઉભેલા જોઇને પતિ પત્ત્ની આશ્ચર્ય પામી ગયા,ઘરમાં ગયા તો ફલેટના સાત આઠ માજી અને બે ચાર ડોસા હાથમાં કોકો- કોલાના ગ્લાસ સાથે,મ્યુઝીક સીસ્ટમ પર વાગતા " પાણી પાણી ----- " ગીત સાથે ઝૂમી રહ્યા હતા !

પુત્ર પુત્ર- વધુને જોઇને માજી થોડીક ક્ષણ અવાક થઇ ગયા,પણ સ્થિરતા જાળવી બોલ્યા " બેટા શું થયું પાર્ટી કેન્સલ થઇ,
વાંધો નહિ,
ચાલો હું ફોન કરી એક વધુ પીઝા મંગાવી દઉં છું !"

આ નવી વાર્તા પરથી યુવાનો એટલું સમજી લે કે ઘરડા માતા પિતાને લાચાર સમજવાની ભૂલ કદાપી કરશો નહિ,
તમે આજે જે જીવનના પાઠ ભણી રહ્યા છો,તેમાં તમારા જન્મ દાતા PHD થયેલા છે !
સીનીયર લોકો તમે સંતાનોના આશ્રિત બનીને જીવશો નહિ,

તમારી પીએચડીની ડીગ્રીનો ઉપયોગ કરીને જીવો !

17 March 2019

કોઈ પણ અધિકારી ની  પ્રતિષ્ઠા અને સફળતાનું કારણ તેની નીચે કામ કરનારા નાના કર્મચારી જ હોય છે.

*મેનેજમેન્ટ કથા*

ઉનાળાની બપોરે એક દિવસ જંગલમાં સિંહ પોતાની ગુફા પાસે આળસ ખાતા ખાતા બેઠો હતો.

ત્યાંથી શિયાળ નીકળ્યું.

શિયાળ : જરા કહેશો કેટલા વાગ્યા મારી ઘડિયાળ તૂટી ગઈ છે.

સિંહ : અરે મને આપને, હું તેને હમણાં જ ઠીક કરી દવ છું.

શિયાળ : અરે રેવાદે ! ઘડિયાળની અંદર બહુ કોમ્પ્લેક્ષ હોય બધું,

તારા પંજા પડશે તો સાવ ભુક્કા જ કરી નાખશે.

સિંહ : પણ મને આપ તો ખરા!

શિયાળ : ખોટે ખોટી રેવા દે, મુરખને પણ ખબર પડી જાય કે સિંહ ક્યારેય ઘડિયાળ ઠીક ના કરી શકે.

સિંહ : અરે ના ના! એવું નથી સિંહ પણ કરી શકે લાવ દે મને.

સિંહ તેની ગુફામાં ગયો અને થોડીવારમાં દોડતો દોડતો પાછો આવ્યો,

શિયાળે જોયું તો ઘડિયાળ એકદમ પરફેક્ટ હતી.

શિયાળતો ખુશ થઇ ગયો,

સિંહ પોતાની આવડતનું અભિમાન કરતા કરતા ફરી આળસ ખાવા લાગ્યો.

થોડીવાર બાદ ત્યાં એક ભાલુ આવ્યો.

ભાલુ : આજે રાત્રે હું તારી ઘરે ટી.વી. જોવા આવીશ કારણકે મારું ટી.વી. ખોટવાઈ ગયેલ છે.

સિંહ : અરે મને આપી દે હું ઠીક કરી દવ.

ભાલુ : રેવાદે, ટી.વી.ની અંદરની મશીનરી બહુ જ જટિલ હોય છે.

તારા હાથના મોટા પંજા તેને વધારે જટિલ કરી દેશે. હા હા હા...

સિંહ : કઈ વાંધો નહિ. ટ્રાય કરવા તો આપ.

સિંહ તેની ગુફામાં ગયો, થોડીવાર માં દોડતો દોડતો પાછો આવ્યો, ઠીક થઇ ગયેલ ટી.વી. પાછુ ભાલુંને આપ્યું.

ભાલુ તો જોતો જ રહી ગયો કે આ કેમ થયું !

તે ખુશ થતા થતા ઘરે ગયો.

રહસ્ય :

સિંહ ની ગુફામાં એક ખૂણામાં એક ડઝન જેટલા નાના અને બુદ્ધિશાળી સસલા ૨૪*૭ આ જ કામ કરતા.

જયારે બીજા એક ખૂણામાં એક સિંહ બેસીને ધ્યાન રાખતો.

*મોરલ :*

*કોઈ પણ અધિકારી ની  પ્રતિષ્ઠા અને સફળતાનું કારણ તેની નીચે કામ કરનારા નાના કર્મચારી જ હોય છે.*

15 March 2019

ગડબડ ક્યાં થઈ ??

" ગડબડ ક્યાં થઈ ?? "
એક બહુ જ હોશિયાર છોકરો હતો... હમેશા ફર્સ્ટ જ આવતો...
આવા છોકરાવ ને બહુ જ જલ્દી સિલેકસન મળી જાતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું...
IIT ચેન્નઈ માં કરી ને B.Tech કર્યું અને પછી અમેરિકા જઇ ને MBA કર્યું..
તરત જ નોકરી મળી ગઈ અને દેશ માં ખૂબ જ સુંદર કન્યા સાથે પરણી ગયો અને 3 બેડ ના ફ્લેટ માં આરામ ની જિંદગી જીવવા લાગ્યો...
સુખ અને માત્ર સુખ જ હતું છતાં એણે એક દિવસ સ-પરિવાર આત્મહત્યા કરી લીધી...
What Went Wrong ?  ગડબડ ક્યાં થઈ ?
આ પગલું ભરતા પહેલા એણે કાયદેસર રીતે બધુ જ સમજી વિચારી ને પોતાની પત્ની સાથે ચર્ચા કરી ને સ્યૂસાઇડ નોટ માં લખ્યું કે અત્યાર ની પરિસ્થિતી માં આ જ પગલું  શ્રેષ્ઠ છે !!!
એના આ કેસ ને અને સ્યૂસાઇડ નોટ ને California Institute of Clinical Psychology એ ‘What went wrong ?‘ જાણવા માટે સ્ટડી કર્યું !!!
કારણો મળ્યા...
અમેરિકા ની આર્થિક મંદી ના લીધે એની નોકરી ગઈ... પછી બીજી નોકરી મળી જ નહીં... પગાર ઓછો કરવા છતાં 12 મહિના નોકરી ના મળી અને મકાન ના હપ્તા અને ઘર ખર્ચ કાઢતા રોડ પર આવી જાય એવી હાલત થઈ...
થોડા દિવસ પેટ્રોલ પંપ પર નોકરી કરી ને ઘર ચલાવ્યું એવું જાણવા મળ્યું પણ પછી થોડા જ સમય માં સ-પરિવાર આત્મહત્યા કરી લીધી !!!
આ કેસ ને સ્ટડી કરતાં એક્સપર્ટ આ તારણ પર આવ્યા કે "  This man was programmed for success but he was not trained
how to handle failure. " મતલબ કે આ વ્યક્તિ ને સફળ કેમ થાવું એ તો શિખડાવવા માં આવ્યું હતું પણ અસફળતા નો સામનો કેમ કરવો એ નોતુ શિખડાવ્યું !!!
એના માં બાપે હમેશા એણે ફર્સ્ટ કેમ આવવું એ જ શીખવ્યું અને દુનિયા ના ઉતાર ચડાવ દેખાડયા જ નહીં અને બસ રૂમ માં બેસાડી ને ભણ-ભણ જ કહ્યે રાખ્યું...
મિત્રો, બાળકો ને શિક્ષણ જરૂર આપો પણ સાથે સાથે આ જંગલ રૂપી દુનિયા માં કેમ ટકવુ એ સંસ્કાર અને શીખ પણ આપો...
દરેક પરિસ્થિતી નો ધીરજ સાથે સામનો કેમ કરવો, વિવેક રાખવો અને શહનશીલતા રાખવી એ પણ શિખડાવો !!! - હિતેશ રાઈચુરા