31 October 2018

કોઈ પણ અધિકારી ની પ્રતિષ્ઠા અને સફળતાનું કારણ તેની નીચે કામ કરનારા નાના કર્મચારી જ હોય છે.

*મેનેજમેન્ટ કથા*

ઉનાળાની બપોરે એક દિવસ જંગલમાં સિંહ પોતાની ગુફા પાસે આળસ ખાતા ખાતા બેઠો હતો.

ત્યાંથી શિયાળ નીકળ્યું.

શિયાળ : જરા કહેશો કેટલા વાગ્યા મારી ઘડિયાળ તૂટી ગઈ છે.

સિંહ : અરે મને આપને, હું તેને હમણાં જ ઠીક કરી દવ છું.

શિયાળ : અરે રેવાદે ! ઘડિયાળની અંદર બહુ કોમ્પ્લેક્ષ હોય બધું,

તારા પંજા પડશે તો સાવ ભુક્કા જ કરી નાખશે.

સિંહ : પણ મને આપ તો ખરા!

શિયાળ : ખોટે ખોટી રેવા દે, મુરખને પણ ખબર પડી જાય કે સિંહ ક્યારેય ઘડિયાળ ઠીક ના કરી શકે.

સિંહ : અરે ના ના! એવું નથી સિંહ પણ કરી શકે લાવ દે મને.

સિંહ તેની ગુફામાં ગયો અને થોડીવારમાં દોડતો દોડતો પાછો આવ્યો,

શિયાળે જોયું તો ઘડિયાળ એકદમ પરફેક્ટ હતી.

શિયાળતો ખુશ થઇ ગયો,

સિંહ પોતાની આવડતનું અભિમાન કરતા કરતા ફરી આળસ ખાવા લાગ્યો.

થોડીવાર બાદ ત્યાં એક ભાલુ આવ્યો.

ભાલુ : આજે રાત્રે હું તારી ઘરે ટી.વી. જોવા આવીશ કારણકે મારું ટી.વી. ખોટવાઈ ગયેલ છે.

સિંહ : અરે મને આપી દે હું ઠીક કરી દવ.

ભાલુ : રેવાદે, ટી.વી.ની અંદરની મશીનરી બહુ જ જટિલ હોય છે.

તારા હાથના મોટા પંજા તેને વધારે જટિલ કરી દેશે. હા હા હા...

સિંહ : કઈ વાંધો નહિ. ટ્રાય કરવા તો આપ.

સિંહ તેની ગુફામાં ગયો, થોડીવાર માં દોડતો દોડતો પાછો આવ્યો, ઠીક થઇ ગયેલ ટી.વી. પાછુ ભાલુંને આપ્યું.

ભાલુ તો જોતો જ રહી ગયો કે આ કેમ થયું !

તે ખુશ થતા થતા ઘરે ગયો.

રહસ્ય :

સિંહ ની ગુફામાં એક ખૂણામાં એક ડઝન જેટલા નાના અને બુદ્ધિશાળી સસલા ૨૪*૭ આ જ કામ કરતા.

જયારે બીજા એક ખૂણામાં એક સિંહ બેસીને ધ્યાન રાખતો.

*મોરલ :*

*કોઈ પણ અધિકારી ની  પ્રતિષ્ઠા અને સફળતાનું કારણ તેની નીચે કામ કરનારા નાના કર્મચારી જ હોય છે.*

30 October 2018

વેકેશનનો’ય પગાર ખાવાનો???

વેકેશનનો’ય પગાર ખાવાનો???

ઉનાળુ વેકેશનના બીજા જ દિવસે સવારે મેં સ્વખર્ચે બંધાવેલું છાપાનું હેડિંગ જોઉં તે પહેલાં જ પડોશી મેગીઅંકલ પર પડી.(મેગીઅંકલ એટલે ‘મે’ ઉર્ફ મેઘજી અને ‘ગી’ ઉર્ફ ગિરધર. અને કાકાનું કાકા જ થાય લ્યાં..!)

“કાં.. માસ્તર..ર...ર...!”

માસ્તર બોલવાના બે પ્રકારના ટોન હોય છે. પહેલો ટોન જે ગમે. અને બીજો ટોન ખૂંચે.. આ બીજા પ્રકારનો ટોન હતો..

“હવે તો તમારે વેકેશન એમ ને?”
“સાવ નવરાં એમ ને?”
“તમારે સારું હો, વેકેશનનો પગાર ખાવાનો...!!??” “દે તાલ્લી માસ્તર...” (ટોન બીજો)

ભગવાને દરેકને એક દિલ આપેલું હોય છે. મેગીઅંકલ જેવાં આવા દિલડાને ચીરીને તેનાં પર મીઠું મરચું ભભરાવવા તલપાપડ હોય છે. મારા દિલડાંનો ‘મશાલા પાપડ’ બનાવીને મને જ પીરસ્યો. “દે.. તાલ્લી કહીને...!!”

આટલી ઉંમરે શીખેલો  “પહેલો સગો પડોશી” પડોશી સાથે સંબંધ સાચવવા જોઈએ..
સંબંધ જાય તેલ લેવા. આજે તો થયું કે કહી જ દવ, નહીંતર મારા મગજની નસ આંખું વેકેશન ખેંચશે.

તેની ત્રણ પેઢી યાદ રાખે તેવાં શબ્દોથી વધાવી દવ.
કહી દવ કે “તારા પૂજય પિતાજીના ભૂંગળા-બટેકા.”

“માસ્તર બનવું એટલે? વંડી કૂદીને નિશાળે નથી જવાતું..”

“તારી સગલી ઘરે તારો કીકલો (પુત્ર)  tet માં બે વખતથી દાંડિયા ગુલ કરીને આવી જાય છે.  બીજાના દિમાગના ગુમડાં ખોતર્યા વિના ઘરે ધ્યાન આપને..” 

“માસ્તર બનવું એટલે? જવા દો ને આવી નવરી બજારને માસ્તર એટલે સમજાવીને મને શું ડુંગળી મળવાની છે?” માટે હું મોઢામાં મગ ભરીને બેઠો..

સાંજે ફરી આ નંબર વિનાની નોટ એના સુપુત્રને લઈને મારા ઘરે પધારી. ફરીવાર સવાર વાળી વાત યાદ આવી કે “તારા પૂજય પિતાશ્રીની ભાજીપાઉ..” પણ ફરી મોમાં મગ ભરીને બેઠો..

“આ મારો બાબલો (૨૮ વર્ષનો ઢગલાને એ બાબલો કહે છે.) કહે છે કે “આપડી સામે સાહેબ રહે છે તેમને તાલીમનાં મોડ્યુંઅલ માંથી tet  મા સવાલો આવે છે. તમારી પાસે હોય તો આપશો? આ ટેટ ફેટમાં બાબલો પાસ થઇ જાય..!!”

“મેં કહ્યું અંકલ શા માટે તમારા પુત્રને માસ્તર..ર..ર.. (ટોન નંબર બે) બનાવો છો? બે બે વેકેશનનો મફતનો પગાર ખાવા? સાવ નવરાં નવરાં..??”

મેગીઅંકલ પાસે ભો ખોતરવા સિવાય કોઈ ઉત્તર નહોતો.

“મેં કહ્યું કે મોડ્યુંઅલતો પસ્તીમાં અપાય ગયા છે..” અને બંનેને મફતનું શરબત પીવડાવીને રવાના કર્યા.. ધોયેલાં મૂળા જેમ રજીસ્ટર એડી કરી ને..!!

ભગવાને દરેકને એક દિલ આપેલું હોય છે. જે મને કહી રહ્યું હતું કે “વાંક મેગીઅંકલનો છે. તેનાં પુત્રનો નહી. પાડાને વાંકે પલાખીને ડામ? યોગ્ય નથી.”

તમામ મોડ્યુઅલ ભેગાં કરી તેના ઘરે આપીને આવ્યો. પાછો ફર્યો મફતનું શરબત પીધા વિના...

કારણ...!!

માસ્તર આખરે માસ્તર હોય છે. (ટોન પહેલો)

29 October 2018

પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી, સમસ્યા એટલા માટે થાય છે કે આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ".

ડીવોર્સને એક વર્ષ પૂરું થયું..

ત્યારે એક યુવતીએ તેના ભૂતપૂર્વ પતિને પત્ર લખ્યો :-

"આજે આપણે છૂટા પડયા તેને એક વર્ષ થયું. છૂટા પડયા પહેલા આપણે પાંચ વર્ષ સાથે રહ્યા હતા. આપણે સાથે હતા તેમાં છેલ્લું વર્ષ આપણું ખરાબ રહ્યું. આપણા સંબંધો બગડયા. આપણે છૂટા પડયા".

આજે મારી સામે છૂટાછેડા પછીનું એક વર્ષ છે, છૂટાછેડા પહેલાનું ખરાબ સંબંધોનું એક વર્ષ છે ને તારી સાથે લગ્ન કર્યા પછીનું એક વર્ષ પણ મારી નજર સામે છે.હું વિચાર કરતી હતી કે આ ત્રણ વર્ષમાં કયુ વર્ષ યાદ રાખવું જોઈએ? હું મારા વિચારોથી ત્રણે વર્ષમાં પાછી ચક્કર મારી આવી.

તારી સાથેનું પહેલું વર્ષ કેટલું સુંદર હતું?

એવું લાગતું હતું કે જાણે આપણે જ એક-બીજાની જિંદગી છીએ. આપણે સરસ જીવ્યા અને પછી જીવવાનું ભૂલતાં ગયા. એક-બીજા ના વાંક શોધવા લાગ્યા અને અંતે છૂટા પડયા. છૂટાછેડા પછીના એક વર્ષમાં મેં તને ખૂબ ધિક્કાર્યો છે. તને નફરત કરી છે

..પણ ગઈકાલની એક ઘટનાએ મારી વિચારવાની દિશા જ બદલી નાખી. ગઈ કાલે હું આપણાં જૂના ફોટોગ્રાફસ કાઢીને બેઠી હતી. આપણે ફરવા ગયા હતાં એ બધી જ તસવીરો ફરીથી જોઈ. આપણું હસવું, આપણી મસ્તી અને એક-બીજામાં ખોવાઈ જવાની પલ. મેં વર્ષો પછી આ ફોટા જોયા આલબમ બંધ કર્યો ત્યારે વિચાર આવ્યો કે,

"આપણે કેવા વિચિત્ર છીએ સારી યાદોને આલબમમાં મઢાવીને રાખીએ છીએ અને ખરાબ યાદોને
દિલમાં સંઘરીએ છીએ!"

"સારી યાદોના આલબમને ભાગ્યે જ ખોલીએ છીએ અને દિલમાં ધરબેલી ખરાબ યાદોને રોજ ખોતરીએ છીએ"

એના કરતાં ઊલટું કરીએ તો?

સારી યાદોને દિલમાં રાખીએ અને ખરાબ યાદોને દફનાવી દઈએ! મેં આજે મારી બધી જ ખરાબ યાદોને દફનાવી દીધી છે. આ પત્ર હું તને એટલું કહેવા માટે જ લખું છું કે, હવેથી હું તને ક્યારેય નફરત નહી કરું. કદાચ હવે હું તને યાદ જ નહી કરું અને યાદ કરીશ તો પણ ખરાબ રીતે તો નહીં જ કરું! હું ખરાબ ક્ષણોને ભૂલી જાવ છું, તું પણ ભૂલી જજે અને તારી જિંદગીને સરસ રીતે જીવજે...

હા, અને છેલ્લી વાત. આજે હું એટલું શીખી છું કે,આપણે આપણા દિલને સારી યાદોનો બગીચો બનાવવો કે ખરાબ યાદોની કબર એ આપણે નક્કી કરવાનું હોય છે. આજે મેં એક કબર ઉખેડીને ફેંકી દીધી છે... મને બહુ હળવાશ લાગે છે.

યાદ એટલે?                             
સાથે ન હોવા છતાં સાથે રહેવું...

આપણા ભૂતકાળ થી મોટો મોટીવેટર , દુનિયા માં ક્યાંય નથી ,

પોતાના દરેક અનુભવ થી શીખતાં રહો, કેમકે તમારી જીંદગી માં ધરખમ ફેરફાર તમારા સિવાય દુનિયા નો કોઈ વ્યક્તિ નહીં કરી શકે...

"નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું સાહેબ,
જીવ એટલા માટે જાય છે કે .......
પાણીમાં, તરતા નથી આવડતું"

"પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી,
સમસ્યા એટલા માટે થાય છે કે ...
આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ".

ભગવાન ફરી કન્ફ્યુઝ થઈ ગયા , બોલ્યા- નહિ ફક્ત 1 દિવસ માટે

મેં ભગવાન ને કહ્યું -  મારા આ દોસ્ત ને સદા સુખી રાખજો

ભગવાન  બોલ્યા -  ઠીક છે, પણ ચાર દિવસ માટે,
તે ચાર દિવસ તું બતાવ .

મેં કહ્યું ઠીક છે , તે 4 દિવસ ……
1)  Summer  Day
2)  Winter  Day
3)  Rainy  Day
4)  Spring  Day

ભગવાન કન્ફ્યુઝ થઈ ગયા બોલ્યા-  નહિ  3 દિવસ માટે ……

મેં કહ્યું ઠીક છે……
1)  Yesterday
2)  Today
3)  Tomorrow

ભગવાન કન્ફ્યુઝ થઈ  બોલ્યા-  નહિ ફક્ત 2 દિવસ    માટે  જ ……

મેં કહ્યું ઠીક છે ત્યારે ....
1)  Current Day (ચાલુ દિવસ)
           અને
2)  Next  Day (આવતા દિવસ)

ભગવાન ફરી કન્ફ્યુઝ થઈ ગયા , બોલ્યા-  નહિ  ફક્ત 1 દિવસ  માટે ……

મેં કહ્યું -
1)  Everyday (દરરોજ)

ભગવાન હસીને કહ્યું - બહું ચાલાક શે,સારૂં બાબા સારૂ  પણ, મારો પીછો છોડ ,જા તારો દોસ્ત સદા ખુશ રહેશે.

28 October 2018

સારી વસ્તુ હંમેશા ઘરે ઘરે જઈને વહેંચવી પડે છે.

ઐશ્વર્યા રાય એક સાબુ નું પ્રમોશન કરે છે અને આપણે એ ખરીદીએ છીએ.

શિલ્પા શેટ્ટી એક બ્રેકફાસ્ટ નું પ્રમોશન કરે છે અને આપણે એ ખરીદીએ છીએ.

હૃતિક રોશન એક DEO નું પ્રમોશન કરે છે અને આપણે એ ખરીદીએ છીએ.

જોહ્ન અબ્રાહમ એક હેલ્થ ડ્રિન્ક નું પ્રમોશન કરે છે અને લોકો એ ખરીદે છે.

Apple એક નવો ફોન લોન્ચ કરે છે અને લોકો એ લેવા કલાકો સુધી લઈને માં ઉભા રહે છે ત્યારે ટાઈમ હોય છે લોકો ને.

Deepika Padukone વેઈટ લોસ નો પ્રોગ્રામ સપોર્ટ કરે છે અને લોકો હોંશે હોંશે એને ફોલૉ કરે છે.

Justine Bieber નો કોન્સર્ટ હોય છે જેની ટિકિટ હજારો અને લાખો માં હોય છે તો પણ લોકો એ જોવા જાય છે.

પણ .....
પણ .....
પણ......

જો ફ્રેન્ડ કે ફેમિલી માંથી કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરે અને લોકો ને વાત કરે તો લોકો એને ના પાડે છે અને એનું ખૂબ રિસર્ચ કરે છે. અને પાછા એમ કહે છે કે પ્રોડક્ટસ બહુ મોંઘી છે.

આમ શુ ખોટું છે???
કેમ આપડે આટલા ઉતાવળા હોઈએ છીએ એવા લોકોને સપોર્ટ કરવા માટે જેને આપણે ઓળખતા પણ નથી જેના જોડે અઢળક પૈસા પહેલેથીજ છે. પણ આપણા જોડે લાખો કારણો છે એ લોકો ને ના પાડવા માટે જેઓ અપડા જેવી સામાન્ય લાઈફ જીવી રહ્યા છે.?
તમે જ્યારે ડાયરેક્ટ સેલ્સ અને નાના બિઝનેસ ને સપોર્ટ કરી રહ્યા હોવ છો ત્યારે તમે એવી ફેમિલી ને મદદ કરી રહ્યા હોવ છો જેને તમે ઓળખો છો, એમના બાળકો નું ભારણ પોષણ કરવામાં અને તેમની ખુશી માં મદદ કરી રહ્યા હોવ છો, તેમને આર્થિક રીતે સદ્ધર   થવામાં મદદ કરી રહ્યા હોવ છો. માટે તમારા નજીક ના ફ્રેન્ડસ અને ફેમિલી ને તેમના નાના બિઝનેસ માં હેલ્પ કરો નહીં કે સેલિબ્રિટી ને જેના જોડે પહેલેથીજ કરોડો રૂપિયા છે.
માટે હવે જ્યારે પણ તમે તમારા મિત્ર ને તેમના બિઝનેસ ની પોસ્ટ મુકતા જુઓ ત્યારે ભલે તમે એમના જોડે થી પ્રોડક્ટ ના લો પણ એમને તરત Like કરો, Share કરો અને Comment કરો.
આમ પણ દુનિયા નો નિયમ છે કે સારી વસ્તુ હંમેશા ઘરે ઘરે જઈને વહેંચવી પડે છે. જેમકે દારૂ પીવા લોકો ની લાઈન લાગે છે પણ દૂધ વહેંચવા લોકો ને ઘરે ઘરે જવું પડે છે.
વધુ વાંચો- www.suvichar.in

જાણીજોઈને આંખ આડા કાન કરી સમાજ અને જનતાને છેતરી રહ્યા છે....

શિક્ષકે તપાસેલા પેપર અન્ય શાળાના શિક્ષકે 25 ટકા તપાસવાના.. શિક્ષકોના કાર્ય પર સવાલો કરનારા બુદ્ધિજીવીઓ ખાસ મીડિયાવાળા માટે,  આજે વિચાર આવતો હતો એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 60 થી 70 ટકા આપ્યા હોય એવા પેપરો પણ તપાસી જોવા જોઈએ.... ફિલ્મની વાર્તાઓ લખી આવનારાય ત્યાં પાસિંગ માર્ક્સ મેળવી પાસ થાય છે.....
         ખાનગી બી એડ કોલેજ માં એક દિવસ પણ હાજર ન રહેનારા બી એડ પૂરું કરી દે છે...... એક નજર ત્યાં પણ નાખવી રહી....
                   સરકારી શાળાના બાળકો પાછળ શિક્ષક સિવાય કોઈ મહેનત કરતું નથી હોતું. વાલીને તો એ જ નથી યાદ હોતું કે પોતાના સંતાનો ક્યાં ધોરણમાં ભણે છે. શિક્ષક વર્ગમાં જે ભણાવે એ જ... એમાંય એમના દિવસો હવે તો ઉત્સવો ઉજવવામાં જ જાણી જોઈને પસાર કરાવવામાં આવી રહ્યા છે.
                 છતાંય, એ થોડા સમયમાં ભણાવ્યું હોય એ જ બાળકો સમજીને પેપર માં જવાબ રૂપે લખતા હોય છે. ઘરે જઈને વાંચવાનું તો બહુ ઓછા બાળકો માટે શક્ય બનતું હોય છે.
                 ખાનગી શાળામાં શિક્ષક ફક્ત ટોપિક સમજાવે, એકના એક પ્રશ્ન જવાબ વારંવાર લખવા લેશનમાં આપે. આખું વર્ષ ગોખણપટ્ટી કરાવવાની, તોય વર્ષના અંતે તો એક ફરફરીયું આપી દે, એ વાંચી જવાનું. બસ એ જ એમનું પેપર.. વળી, વાલીઓ બે કલાક આજ ફરફરીયું લઈ બેસે, બધું ગોખાવે...
                100 માંથી 99 ટકા આવે તો પણ શું મહત્વ?? મને ખાનગી શાળા ના 99 ટકા કરતા સરકારી શાળાના બાળકોના 60 ટકા વધુ મહત્વપૂર્ણ લાગે છે..
            બે દિવસ પહેલા જ એક હાઇસ્કૂલ ના કર્મચારીએ કહેલું, એક વાલી સ્કૂલમાં એમના દીકરાને બોલાવવા આવ્યા. એકેય ધોરણમાં મળ્યો નહિ. પછી, એમને રજીસ્ટરમાં નામ ચેક કર્યા. એવું કોઈ નામ જ નહોતું.. છેલ્લે વર્ગમાં જઈને બાળકોને પૂછ્યું, એમને કહ્યું એ તો પ્રાથમિક માં ... std માં ભણે છે.. આ થોડા દિવસ પહેલા ની જ ઘટના છે.
                ખાનગી શાળા ના સ્ટુડન્ટસ ઘરે પાણીની જગ્યાએ દૂધ પીવાવાળા છે. એમને એક ગ્લાસ પણ આઘો મુકવાનું કામ ઘરે કરવું પડતું નથી.
               સરકારી શાળામાં ભણતા બાળકો,
-સવારે 5 વાગે ઉઠી બાપા ભેગા ખેતર વાડીએ જાય,
-ઢોરા માટે ઘાસ લાવે, ખેતરમાં નીંદવા, કાપવા ના તમામ કામ કરાવે,
- ઢોરા ચરાવવા જાય, દૂધ ભરવા જાય,
- વાસીદા વાળે,
- તળાવે કપડાં ધોવા જાય,
- ઘરે વાસણ, કચરાપોતા, રસોઈ જેવા કામ કરે.
- નાના ભાઇ બહેન ને રાખે,
- વાડીએ ભાત દેવા જાય.
- વાડીએ રાતે પાણી વાળવા જાય.
- વગડામાં છાણાં, બળતણ વીણવા જાય.
- સ્કૂલમાં આવી પાછા, સ્કૂલના ઝાડવા ને પાણી પીવડાવે, 
- મેદાન અને વર્ગ સફાઈ કરે.
....... મજૂરી કરતા વાલીઓ ના બાળકો રજાના દિવસે મજૂરી કરવા પણ જાય.

           ..સરકારી શાળાના શિક્ષકો અને બાળકોની કોઈ સંજોગોમાં તુલના ખાનગી શાળા સાથે કરવી ન જોઈએ... જે કરે છે એ તમામ  મૂર્ખ છે અથવા વધુ પડતા હોશિયાર છે... મૂર્ખ હોય તો જતું પણ કરીએ, પણ એ મૂર્ખ તો નથી જ..... એ જાણીજોઈને આંખ આડા કાન કરી સમાજ અને જનતાને છેતરી રહ્યા છે....

      ...... કુસુમડાભી...28/10/2018

25 October 2018

આપણી આ દિકરી તો કાલ ઉઠીને પરાયી બની જશે

પિતા -પુત્રી 
એક પોતીકાપણું 

પપ્પા આજે  મેં તમારાં માટે દૂધપાક બનાવ્યો છે
એક ૧૦ વર્ષની દીકરીએ એના પિતાને કહ્યુ .......
જે હમણાં જ ઓફિસેથી કામ પતાવીને ઘરમાં દાખલ થયાં હતાં ......
" વાહ શું વાત છે ને કઈ !!!! "
" લાવ ચલ ખવડાવ જોઉં !!!"
આ સાંભળીને તરતજ
દીકરી પિતા પાસે દોડતી આવી
અને એમની આંગળી પકડીને રસોડામાં લઇ ગઈ
અને એક મોટો વાડકો ભરીને દૂધપાક એમનાં હાથમાં ધર્યો
પિતાએ દૂધપાક ખાવાનો શરુ કર્યો અને દીકરીની સામે જોયું
પિતાની આંખમાં આંસુ હતાં
"શું થયું પપ્પા .........દૂધપાક સારો નથી બન્યો કે શું?
નાં બેટા દૂધપાક તો બહુજ સારો બન્યો છે
અને જોતજોતામાં તો એમને એ વાડકો પૂરો ખાલી પણ કરી દીધો  !!!
એટલામાં એની માં બાથરૂમમાંથી નાહીને બહાર નીકળી અને બોલી
" લાવ મને પણ ખવડાવ તારો દૂધપાક !!!!
પિતાએ દીકરીના હાથમાં૫૦ રૂપિયાની નોટ પકડાવી દીધી
દીકરી ખુશ થતી થતી મમ્મી માટે રસોડામાંથી
એક બીજા વાડકામાં દૂધપાક લઈને આવી
પણ આ શું !!!!
જેવો મમ્મી એ દૂધપાક ચમચી વડે મોઢામાં મુક્યો 
કે તરત જ  એણે ગુસ્સાથી કહ્યું
"આમાં તો ખાંડ જ નથી , નકરું મીઠું જ નાંખ્યું છે તેં તો !!!"
એના પતિની તરફ જોઇને કહ્યુ કે  -----
તમે એક પણ હરફ ઉચ્ચાર્યા વગર એ ખાઈ પણ ગયાં !!!
હું બનાવું તો મને કહો છો  કે
આ તે શું ઝેર જેવું બનાવ્યું છે !!!!અને હંમેશા મારાં ખાવાનામાં
તો મરચું ઓછું છે ....... મીઠું ઓછું છે  ....... એમ કહેતા રહો છો
અને દીકરીને ૫૦ રૂપિયાનું ઇનામ પણ આપો છો!!!                                        પતિ  હસતાં હસતાંબોલ્યો  ........
" અરે પગલી મારો અને તારો તો સાથ જીવનભરનો છે
પતિ પત્ની વચ્ચે આવાં નાના નાના મીઠાં ઝગડાઓ તો થતાં જ  રહે
એનું જ નામ તો જીવન છે ગાંડી !!!!"
પણ આપણી આ દિકરી તો કાલ ઉઠીને પરાયી બની જશે
પણ આજે મને એ એહસાસ થયો
એ પોતીકાપણું લાગ્યું
જે એના જન્મસમયે મને લાગ્યું હતું !!!!
આજે જયારે એની જાતે એના હાથે
પહેલીવાર એણે આટલાં પ્રેમથી કઈ બનાવ્યું છે
તો એ મારે મન સૌથી સરસ અને સૌથી વધારે સ્વાદિષ્ટ જ છે  !!!!
આ દિકરીઓ પોતાના પાપાની પરીઓ હોય  છે
જેવી રીતે  તું તારાં  પીતાજીની છો  !!!!"

  આ સંભાળીને  પત્ની રડતી રડતી પોતાના પતિને વળગી પડી  !!!!!
અને વિચારી રહી હતી કે  -----
આટલાં જ માટે દરેક છોકરી પોતાના પતિમાં પિતાની છબી શોધતી હોય છે !!!!

મિત્રો  ........
એ સાચું છે કે દરેક દિકરી એના પિતાની બહુ નજીક હોય છે
એમ કહોકે પિતાના કલેજા નો ટુકડો  હોય છે આ દીકરીઓ !!!
અને એટલાજ માટે
કન્યાવિદાય વખતે સૌથી વધારે પિતા જ રડતાં હોય છે .......
અને આથી જ
પિતા દરેક ક્ષણે દીકરીની ચિતા કરતાં હોય છે !!!!

પ્રેમનો શોખ અહીંયા કોને હતો, બસ તમે નજીક આવતા ગયા અને પ્રેમ થતો ગયો !!

❣પ્રેમ એટલે જ્યાં પણ જઉં ત્યાં, પળે પળે અનુભવાતી તારી કમી !!❣
❣ક્યાંક પ્રેમ એવો પણ હોય છે મિત્રો, હાથમાં હાથ નથી હોતા ને આત્માથી આત્મા બંધાયેલો હોય છે !!❣
❣મફતમાં પ્રેમ નથી મળતો અહીંયા, એક દિલ આપવું પડે છે એક દિલ મેળવવા માટે !!❣
❣કેવી મજાની એ સોનેરી સાંજ હતી, જ્યારે એણે કહ્યું મારી તો પહેલે થી જ હા હતી !!❣
❣હદના દાયરામાં રહેતા શીખી ગયા એ, જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા એ !!❣
❣ચાલને આજ ફરી અેક પ્રયાસ કરીઅે, સામ સામે બેસી ફકત આંખોથી વાત કરીઅે !!❣
❣પ્રેમ તો હજી પણ છે, બસ ખાલી કહેવાનું છોડી દીધું !!❣
❣પ્રેમ કદાચ જીવંત ના રહે, પણ જીવતો તો રહે જ છે હ્રદયના કોઈ ખુણામાં !!❣
❣પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય, પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !!❣
❣આમ તો રાહ જોવી એ મારો સ્વભાવ જ નથી, પણ તારા જવાબની રાહમાં ફોન પકડીને બેસી રહેવું એ જ પ્રેમ છે !!❣
❣સાચો વ્યક્તિ ક્યારેય છોકરીની સુંદરતા જોઇને પ્રેમ નથી કરતો, પરંતુ તે જે છોકરીને પ્રેમ કરે છે તેના જીવનને સુંદર બનાવી દે છે !!❣
❣હું તને એમ નહીં પૂછું કે તારી આંખોમાં આંસુ કેમ છે ? માત્ર એટલું જ કહીશ  આવ મારી બાજુમાં બેસ  !!❣
❣આકર્ષણ તો ઘણી જગ્યાએ થઈ શકે સાહેબ, પણ સમર્પણતો કોઈ ખાસ જગ્યાએ જ થાય !!❣
❣તારી સુંદરતા અધુરી છે મારા શબ્દ વિના, અને મારા શબ્દો અધૂરા છે તારી વાહ વિના !!❣
❣કાળને વીંધીને કૃષ્ણને પ્રેમ કરે તે રાધા, કાળનો કોળીયો કરીને કૃષ્ણને પ્રેમ કરે તે મીરાં !!❣
❣પામવું એ જ પ્રેમ હોત તો મીરાંનો પ્રેમ વહેમ હોત, અને રાધાને પણ કોઈ યાદ ના કરતુ હોત !!❣
❣પ્રેમ તો માત્ર એક સાથે થાય, બીજા સાથે તો ખાલી જવાબદારી પૂરી થાય !!❣
❣પ્રેમની જરૂરીયાત તો બધાને હોય છે, પણ પ્રેમની કદર માત્ર કોઈક ને જ હોય છે !!❣
❣સાચા પ્રેમમાં શબ્દોની નહીં, પણ એક સાચી સમજણ અને વિશ્વાસની જરૂરીયાત હોય છે !!❣
❣ગોપીઓ પર ભલે વરસાદ બની વરસી ગયો, પણ એ જ કાનો રાધા માટે કેવો તરસી ગયો !!❣
❣લાગણીને માપવાથી નહિ, આપવાથી વધે છે !!❣
❣ગોપીઓને છેડાઈ જવું ગમતું જ હોય છે, બસ છેડનારમાં કૃષ્ણ જેવી નિર્દોષતા હોવી જોઈએ !!❣
❣એક મનગમતી આંખ કંઇક એ રીતે સલામ કરી ગઈ, જિંદગી મારી તેના નામ કરી ગઈ !!❣
❣છે ઈશ્ક તો કબૂલી લે આમ આંખો ચાર ના કર, સ્વીકારી લે ખુલ્લા દિલથી આમ ઝુકેલી નજરોથી વાર ના કર !!❣
❣હૃદયમાં લાગણી હોવી જોઈએ, બાકી આપણું કહેવાથી કોઈ આપણું નથી થઇ જતું !!❣
❣જેને આપણા અંતરમાં સ્થાન આપ્યું હોય, એનાથી ક્યારેય કોઈ અંતર ના રાખવું !!❣
❣પ્રેમનો શોખ અહીંયા કોને હતો, બસ તમે નજીક આવતા ગયા અને પ્રેમ થતો ગયો !!❣

આજે મારી સાચે દિવાળી થઇ ગઈ.

'સાહેબ , બે દિવસ નો ધંધો  છે, અહીં ગાડી ન મુકો તો સારું .'

'અહીં મારુ કલીનીક છે, અહીં ના મુકું તો ક્યા મુકવાની?'
' સાહેબ, થોડી આગળ મેકો ને, મારા ભગવાન. અમે કયા રોજ ધંધો કરવા આવવાના છીએ?'

મારી અને એક બાર વર્ષ ના છોકરા સાથે વાત થતી હતી .
ફટાકડા નું પાથરણું કરી ને બેઠો હતો, અને મારે આ જગાએ ગાડી પાર્ક કરવાની હતી.

તેથી સ્વાભાવિક રીતે, તેને ત્યાં થી ખસેડવા નો મારો ઇરાદો હતો.

મેં ગાડી આગળ પાર્કિંગ કરી ને, ઉતરી ને પૂછ્યું ,' કેમ લ્યા, રોડ પર તો તમે રીતસર નો કબજો જમાવો છો?'

' ના સાહેબ, એવું નથી, આમ ધંધો કરતા ય
માંડ -માંડ બે પૈસા મળે છે.'
મેં એની આંખ મા જોયું .
ચમકદારઆંખ,તાજગીભર્યો ચહેરો , ભારોભાર ખુમારી, લાચારી વિહિન શરીર ના હાવભાવ, વાત કરતા એનું ચબરાકીપણુ .
મેં કહ્યું,' ક્યા રહેછે, સુરતમાં?'
' લાલદરવાજા પુલની નીચે..'

' નાહવા-ધોવાનું શું?'
' અમારે  જયા સગવડ મળે ત્યાં ....'

'ખાવા નું શું?'
'સાહેબ , અમારે શું ખાવાનું ?   મા લઈ આવે તે ખાવાનું! પાંઉ, ચા કે ભજિયા કે ખમણ?'
' દાળ-ભાત કે શાક-રોટલી?'
' ના રે ના, અહીં ધંધો કરવા આવ્યા છીએ.જે મળે તેના થી ચલાવી લેવાનું...'
'ગામ જઇ એ તો શાક-રોટલા થાય'
' ભણે છે કે?'
'હા, સાતમા ધોરણ મા ં છું.'
' ક્યા ?'
'વડોદરે..'
' ક્યાં ના રહેવાસી?'
' ધીણોજ -મહેસાણા.'
હું છક થઇ ગયો.
હું પણ ધીણોજનો.
ધીણોજ ની મારી યાદો-બાળપણ ની યાદો યાદ આવી.
હજી કલીનીક ની નીચે મારે તેના પાથરણા માટે લડવાનું હતું.
બધુ ઉડી ગયું.
ગાડી માં થી દિવાળી નિમિત્તે લીધેલી મિઠાઈ ને નાસ્તા તેને આપ્યા.
'મારે તેની જરુર નથી'
તેનો અવાજ નીકળ્યો.
આ છોકરો ભણે તો આગળ આવી શકે.
'સાહેબ , અમે તો આમ રખડપટ્ટી વાળી કોમ.
અમે એક જગાએ બેસી ને આરામકરવા વાળી કોમ નથી.'

અડધા કલાક પછી ઉપર  કલીનીકમાં જાઉં છું,
પેલો છોકરો કહે,' સાહેબ ,બે દિવસ પછી તમને તકલીફ નો પડશે.'

બપોરે એક વાગે કલીનીક થી નીચે ઉતર્યો. ઠંડું પાણી ને  સ્ટાફ પાસે મંગાવેલું જમવાનું આપ્યું .
લઈ લીધું . જમીને તે ઉપર આવ્યો.
કહે,' સાહેબ , તમે સવારે જે દેખાતા હતા , તે તમે કેમ બદલાઈ ગયા?'
મારી પાસે ધીણોજ -વતન સિવાય કોઈ તેનો સંબંધ નહોતો.
દર્દીઓ હતા. આખા દવાખાના મા આંટો મારી દીધો. થોડી વાર પછી મારી પાસે આવ્યો.
કહે,'બહુ કામ કરોછો. દાદા?'
મેં કહ્યું.' કેમ લ્યા, સાહેબમાં થી મને દાદા બનાવી દીધા?'
તે કાંઈ બોલ્યો નહી.ં
મેં કહ્યું , ' ડોક્ટર બનવું છે? બહુ ભણવું પડે.'
તે કહે,' હું કેવી રીતે કહું? હું બહુ નાનો છું. મા કહે એમ કરવાનું. અમે ગરીબછીએ.'
મેં કહ્યું , 'ડોક્ટર તો તને હમણાં બનાવી દઉં . ચાલ, મારી પાસે આવી જા'
હું ખુરશી માંથી ઊભો થયો. તેને ખુરશીમા બેસાડી દીધો. ગળામા સ્ટેથોસ્કોપ લટકાવી દીધું. ફટાફટ ફોટા પાડી દીધા. તેને ફોટા બતાવ્યા. ખડખડાટ હસવા લાગ્યો. દોડતો નીચે ગયો. માને તેડી લાવ્યો. માની આગળ મારી વાતો કરી . મેં તેનો મા સાથે ફોટો પાડ્યો.
એની  ભણવા વિશે વાત કરી. મા કહે ,' હા, તે ભણવામાં હોશિયાર છે, એવું ગામ માસ્તરો કહે છે.'
મેં તેને ભણવાની મદદની વાત કરી. ધીણોજની મારી વાતો કરી. મા-દીકરો પ્રસન્ન હતા.
સવાર ની કલીનીક ની સેશન પતી ગઈ હતી.
નીચે ઉતરી ને મને ફટાકડા આપવા લાગ્યો. મેં કહ્યું કે મારે ફટાકડા ની જરુર  નથી.
એકાએક મેં કહ્યું ,' તું મને ફટાકડા વેચવા બેસવા દે.'
હું ફટાકડા વેચવા બેઠોને તરત મારા એરિયા ના ઓળખીતા આવતા જતા જોઈ રહ્યા. બધાંને થોડાક પણ ફટાકડા લેવાનું કહ્યું . ને ફટાકડા ખાલી થઈ ગયા.
આજે મારી સાચે દિવાળી થઇ ગઈ.
દેવી પુજા ની કે લક્ષ્મીપૂજન ની આજે જરુર રહી નહી. આજે તો દેવી પુજક પરિવાર નો હું સભ્ય બની ગયો હતો.
તે છોકરો બોલ્યો,'તમે મને ખુરશી માં બેસાડી ખોટો ડોક્ટર બનાવ્યો, પણ દાદા તમે સાચા ફટાકડા વેચવાવાળા બની ગયા.'
૬૮ મા જન્મ દિન ના બીજા દિવસે  પેલા *દેવી પુજક* છોકરા ની આંખમાં મેં ધરાઇને જોયું
ન હોત તો?
- કદાચ ઇશ્વરે મારા પેલા પડદા ખોલવા નું કામ શરુ કર્યું લાગે છે.
-ઊંચાપદ વાળા નીચે ઉતરી જાય તો નીચી પાયરી વાળા ઉંચે આવી શકે, એ સત્ય આજની દિવાળીએ સમજાવ્યું છે.
ગાડી માં બેસી ને ઘરે આવવા નીકળું છું .

કારમાં રેડિયો વાગે છે-

' ઈતના ના મુઝસે પ્યાર બઢા,
કે મૈ ઈક  બાદલ આવારા,
કૈસે કિસિકા સહારા બનું ,
કિ મૈ ખુદ બેઘર બેચારા.
મુઝે એક જગા આરામ નહી,
રુકજાના મેરા કામ નહી.
મેરા સાથ કહા તક દોંગે તુમ,
મેં દેશ વિદેશ કા બનજારા.'

હું  આ ગીત  સાંભળતા વિચારું છું કે પેલો દેવીપુજક છોકરો તો મને કંઈક કહેતો તો નથી ને?
------------------------------
-ડો ભાસ્કર આચાર્ય