31 August 2018

*સુવિધાથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત તો ઋષિઓના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત...!!!!!*

એકવાર ઘરનાં મુખ્ય વ્યકિતએ બધાને બોલાવી ખખડાવ્યા કે

" અહી અભરાઇ પર ચકલીનું બચ્ચુ કાલ સાંજ સુધી મે જીવતુ જોયુ અને આજે મરેલુ ? "

બધા વિચારમાં પડી ગયા કોઇએ એવુ કાંઇ કયૂઁ નહોતું .

છેવટે રહસ્ય બહાર આવ્યું.

દીદીએ કહયું કે બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળવા પાંખો હલાવી કોશિશ કરતું હતું.

મે ઇંડુ તોડી બહાર કાઢયું.

તો આ જ તેનાં મોતનું કારણ ....!

બચ્ચાને પાંખો ફફડાવવા દેવુ પડે, જેથી તેના શરીરમાંથી પ્રવાહી ઝરે અને તે હલકુ થાય અને પાંખો મજબુતાઇ પકડશે અને કોચલામાંથી બહાર નીકળી તે ઊડી શકશે.

તમે મદદ કરી એટલે પાંખો ફફડાવ્યા વગરનું અપરીપકવ બચ્ચુ બહાર આવ્યુ ને મરી ગયું.

ઊડી શકવા પાંખો મજબૂત અને શરીર હલકુ અનિવાયઁ છે. 

કઇંક આવુ જ આપણા સૌનુ છે.

મોટે ભાગે માબાપ સંતાનોને સંઘષઁથી દૂર રાખતા હોય છે.

સંતાનોને દરેક માબાપ બે વસ્તુ ભેટ આપે.

પરિશ્રમ અને સંઘષઁ .

પાંખો ફફડાવવાની તક આપો.

આજે આપણે એવુ વિચારીએ કે આપણાં સંતાનને સહેજ પણ તકલીફ ન પડવી જોઇએ.

આ વિચાર સંતાન માટે નુકશાન કારક છે .

સંતાન પછી કયાંથી *શેકેલો.       પાપડ ભાંગે"*....!!!! !

*સુવિધાથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત તો ઋષિઓના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત...!!!!!*

આવો આજના આ શિક્ષક દિવસે આપણે આપણા શિક્ષકને કેટલાંક વચનો આપીએ,

શિક્ષક દિન વિશેષ

આજે આપણા સમાજમાં શિક્ષાનું મહત્વ વધી ગયુ છે, લોકો વધુને વધુ આગળ ભણી રહ્યા છે. પરંતુ આપણે જેમ શિક્ષાને મહત્વ આપીએ છીએ, તેમ શિક્ષકને સન્માન નથી આપતા. પહેલાં શિક્ષકના સામે બોલવાની વાત તો છોડો પણ શિક્ષકની સામે આંખ મેળવીને જોવાની પણ હિમંત શિષ્યો નહોતાં કરતા. પણ આજે શિષ્ય શિક્ષકના ખંભા ઉપર હાથ રાખી વાતો કરવાની હિમંત ધરાવે છે.

શિક્ષક એક એવી વ્યક્તિ છે જેમના હાથે આપણા આ કિમતી જીવનનું ઘડતર નક્કી થાય છે. કહેવાય છે કે શિક્ષક આપણા વ્યક્તિત્વના ચણતરનો પાયો છે, જેની વાતો સાંભળી, તેમના વિચારોને અને તેમની શિક્ષાને જીવનમાં ઉતારીએતો આ જીંદગીરૂપી ઈમારતનું ચણતર પાકું થાય અને આનો લાભ એ થાય કે જીવનમાં કેટલાય ઉતાર-ચઢાવ આવે છતાં આપણુ જીવન ન ડગમગાય. પણ જો આપણે શિક્ષાને બોજ માનીને લાદતાં રહીએ, અને શિક્ષકને એક બોરિંગ વ્યક્તિ સમજીને તેની સલાહ, તેમજ તેમના ઠપકાને હસવામાં કાઢીએ તો યુવાનીના ઉંબરે આવીને ઉભા રહીએ ત્યારે જીવનમાં આગળ વધવાના સંધર્ષ દરમિયાન જે ઠોકરો ખાવી પડે તે સમયે આપણને આપણી ભૂલોનું ભાન થાય છે.

શિક્ષક એવી વ્યક્તિ છે જે આપણને સાચુ માર્ગદર્શન કરે છે. શિક્ષક આપણા ચરિત્રનું ઘડતર કરે છે. મા-બાપ તો એક સમયે લાડમાં આપણા દોષોને પણ ઢાંકી દે છે પણ શિક્ષક આપણા દોષો અંગે વારંવાર ટોકીને, આપણને સમજાવીને, ઠપકો આપીને કે આપણને સજા આપીને હંમેશા એક સારી વ્યક્તિ બનાવવાની કોશિશ કરે છે. ખરી રીતે જોવા જઈએ તો શિક્ષક જ આપણા જીવનને ખૂબીઓથી ભરે છે.

આ શિક્ષક દિવસે તમે શું કરશો તમારા શિક્ષક માટે ? કોઈ કિમંતી ભેટ આપીને તમે તમારાં શિક્ષક પર તમારી શ્રીમંતાઈની અકડ બતાવવાની કે શિક્ષકે તમને એક વિશેષ વ્યક્તિ બનાવ્યા છે તેની કિમંત ચૂકાવવાની કોશિશ ન કરતાં કારણ કે એ તો તમે કદી જ નહી ચૂકવી શકો. શિક્ષકને સાચી ભેટ તો એ કહેવાય કે તમે તમારા શિક્ષક સામે તમારી ભૂલોને કબૂલી લો, અને તેમને વચન આપો કે ભવિષ્યમાં કદી આવી ભૂલો નહી કરો. એક વિદ્યાર્થીને જ્યારે કોઈ વિષયમાં ઝીરો નંબર મળ્યો હોય ત્યારે સૌથી વધુ દુ:ખ શિક્ષકને થાય છે કારણકે તેમને એવું લાગે છે કે શુ હું આટલું ખરાબ ભણાવું છુ, પણ જ્યારે એ જ વિદ્યાર્થી સારા નંબરે પાસ થઈ જાય છે ત્યારે શિક્ષક જેટલી ખુશી કોઈને થતી નથી. હું તો એવા પણ શિક્ષકો જોયા છે, જે પોતાના હાથ નીચે ભણેલા વિદ્યાર્થીઓને મોટા પદ પર બેસેલાં જોઈને એક અદ્ભૂત સંતુષ્ટિ અનુભવે છે, પછી ભલેને તે ઉચ્ચપદ પર બેસેલો વિદ્યાર્થી તેમને ભૂલી ગયો હોય.

શિક્ષક તમારી ભેટથી નહી પણ તેમને શીખવાડેલી વાતોને તમે જીવનમાં ઉતારી છે તે જોઈને ખુશ થશે. તમને કદી એવું લાગતું હશે કે શિક્ષકને હોશિયાર વિદ્યાર્થી વધુ વહાલાં લાગે છે, પણ એવું નથી હોતું, શિક્ષક માટે બધા વિદ્યાર્થી એક જેવા હોય છે. એ પ્રેમ એમનો તે વિદ્યાર્થી પ્રતિ જ નહી પણ તેમને આપેલી શિક્ષા ક્યાંક તો સફળ થઈ રહી છે એવું અનુભવીને તે તેઓ તે વિદ્યાર્થી પ્રતિ પોતાની ખુશીની ભાવના વ્યક્ત કરે છે. અને જેઓ ભણવામાં કાંચા છે તેમની તરફ જોઈને પોતાની અસફળતાને કેવી રીતે સફળતામાં ફેરવવી તે વિચારતાં હોય છે.

આવો આજના આ શિક્ષક દિવસે આપણે આપણા શિક્ષકને કેટલાંક વચનો આપીએ, અને થોડાંક દિવસોમાં તેને પુરા કરીને શિક્ષકને અમૂલ્ય ભેટ આપીએ.

25 August 2018

આ કેરેક્ટર હોય પ્રજાનું તો દેશ મહાન થાય જ થાય..

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીએ બ્રિટન આવતા ખાંડના જહાજ બોમ્બમારો કરી ડુબાડી દીધા.

બ્રિટીશ રેડીયો પર જાહેરાત થઈ કે દેશમાં ખાંડની અછત છે માટે માપમાં મળશે.

તત્કાલીન બ્રિટીશ વડાપ્રધાન ચર્ચિલ એનું પરિણામ જોવા લંડનમાં નીકળ્યા અને ખાંડ માટેની લાઈનો જોઈ હતાશ થઈ ગયા.

તો પણ એમણે લાઈનમાં જઈ બેચાર જણને પૂછયું તો ખબર પડી કે જેમની પાસે વધુ ખાંડ પડી હતી તે એ લોકો પાછી આપવા લાઈનમાં ઉભા હતા.

ચર્ચિલ ગદગદ થઈ ગયા અને જીત ના પૂ્ર્ણ વિશ્વાસ સાથે પાછા વળી ગયા.

ત્યારે બ્રિટીશર ગાય છે એન્થમ કે

Rule Britannia rule the waves Britisher will never slaves

આ કેરેક્ટર હોય પ્રજાનું તો દેશ મહાન થાય જ થાય...

ખાલી પોપટની જેમ જય હિંદ બોલવાથી રાષ્ટ્રભક્તિ પૂરવાર ના થાય.

22 August 2018

આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે.

એક રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન કરવું છે. રાજાએ આ માટે પ્રધાનમંડળની બેઠક બોલાવી. રાજાએ પ્રધાનોનું સુચન માંગ્યું કે મારે કોનું સન્માન કરવું જોઈએ ?

એક પ્રધાને ઉભા થઈને કહ્યું , "આપણે સાહિત્યકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ વિચારો દ્વારા આપણને બધાને જીવન જીવતા શીખવે છે". બીજા પ્રધાને કહ્યું, "આપણે કલાકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ આપણને મનોરંજન પૂરું પાડીને હતાશામાંથી બહાર કાઢે છે". ત્રીજા પ્રધાને કહ્યું, "આપણે ઇજનેરનું સન્માન કરવું જોઈએ કારણકે એના લીધે જ આટલો વિકાસ થયો છે આ રસ્તાઓ, ડેમો, મોટામોટા મકાનો, જાત જાતના યંત્રો અને ભૌતિક સુવિધાઓ ઇજનેરના કારણે જ મળી છે". ચોથાએ કહ્યું, "આપણે ડોકટરનું સન્માન કરવું જોઈએ કારણકે એ નવું જીવન આપે છે". પાંચમા પ્રધાને કહ્યું," મારા મંતવ્ય મુજબ તો ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ કારણકે એના કારણે જ અનેકને રોજગારી મળે છે અને રાજ્યને આવક પણ મળે છે".

બધા પ્રધાનોના જુદા જુદા સુચન સાંભળીને રાજા મૂંઝાયા. આ બધા લોકોનો ખરેખર રાજ્યના વિકાસમાં અદભૂત ફાળો હતો એટલે કોનું સન્માન કરવું એ મોટી મૂંઝવણ હતી. રાજાએ રાજ્યના સૌથી અનુભવી અને વડીલ પ્રધાનને એમનો અભિપ્રાય આપવા માટે જણાવ્યું જે હજુ સુધી મૌન બેસીને બધાની વાત સાંભળી રહ્યા હતા. સિનિયર પ્રધાને કહ્યું,"મહારાજ, આ માટે આપે મને એક કલાકનો સમય આપવો પડે. હું એક કલાક બહાર જઈને આવું પછી મારો અભિપ્રાય આપું". રાજાએ આ માટે અનુમતિ આપી.

રાજ્યના સૌથી વડીલ પ્રધાન સભા છોડીને જતા રહ્યા અને કલાક પછી ફરી પાછા આવ્યા. એમની સાથે કોઈ વૃદ્ધ સ્ત્રી પણ હતી. વૃદ્ધ સ્ત્રીને જોતાંજ સભામાં બેઠેલા મોટાભાગના પ્રધાનોના ચહેરા પર સ્મિત આવ્યું. આ બધા પ્રધાનો એમની જગ્યા પરથી ઉભા થયા અને પેલી વૃદ્ધ સ્ત્રીને પગે લાગ્યા. રાજાને પણ આશ્વર્ય થયું કે હું બધાને પગાર આપું છું પણ કોઈ પ્રધાન મને પગે લાગતા નથી અને આ સ્ત્રીને કેમ પગે લાગ્યા ?" રાજાએ પ્રધાનોને આ સ્ત્રી કોણ છે એમ પુછતાં જ બધા પ્રધાનોએ જવાબ આપ્યો, "રાજા સાહેબ, આ અમારા શિક્ષિકાબેન છે અમે આ બહેન પાસે ભણેલા છીએ. આજે અમે જે કઈ પણ છીએ એ આ બહેને આપેલા જ્ઞાનને કારણે જ છીએ".

રાજાએ સિનિયર પ્રધાનની સામે જોઈને પૂછ્યું,"મને સમજાઈ ગયું કે રાજ્યના વિકાસમા સૌથી અગત્યનું યોગદાન કોનું છે ? સાહિત્યકાર, કલાકાર, ઈજનેર, ડોકટર કે ઉદ્યોગપતિ આ બધાનો રાજ્યની સુખાકારીમાં અમૂલ્ય ફાળો છે પણ આ બધાને ઘડવાનું કામ શિક્ષક કરે છે માટે શિક્ષકના સન્માનમાં આ તમામનું સન્માન આવી જાય".

મિત્રો, આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે. શિક્ષક સમાજને ઘડાવાનું કામ કરે છે.

ખુશી જો વહેંચવામાં આવે તો ભગવાન એના અનેક રસ્તાઓ સુઝાડતાં જ હોય છે !!

એક માણસે દુકાનદારને પૂછ્યું : "કેળાં અને સફરજનો શું ભાવ છે ?"
"કેળાં ૨૦ રૂપિયે કિલો અને સફરજન ૧૦૦ રૂપિયે કિલો"
બરાબર એજ સમયે એક ગરીબ સ્ત્રી લઘરવઘર વસ્ત્રોમાં ત્યાં આવી અને બોલી
"મને એક કિલો સફરજન અને એક ડઝન કેળાં આપી દો" શું ભાવ છે ભાઈ ? "
દુકાનદાર : "કેળાં ૫ રૂપિયે ડઝન અને સફરજન ૨૫ રૂપિયે કિલો"
સ્ત્રી બહુજ ખુશ થઇ અને બોલી "તો તો જલ્દીથી મને આપી દો ને !"
દુકાનમાં પહેલેથીજ મોજુદ ગ્રાહકે દુકાનદાર રેફ ખાઈ જવાની નજરે જોયું
એ કંઈ પણ બોલે એ પહેલાં જ દુકાનદારે ગ્રાહકને થોડો ઈન્તેજાર કરવાં કહ્યું !
સ્ત્રી રાજીની રેડ થતી થતી ફળો ખરીદીને બડબડતી બહાર નીકળી
"હે ભગવાન !! તારો લાખ લાખ આભાર.... મારાં છોકરાઓ ફળો ખાઈને આજે બહુ જ ખુશ થશે !!"
જેવી પેલો સ્ત્રી બહાર નીકળી કે તરત જ પેલાં હાજર ગ્રાહકે મારી તરફ જોઈને કહ્યું : "ઈશ્વર સાક્ષી છે ભાઈ સાહેબ"
"મેં તમારી સાથે કોઈ જ છેતરપીંડી નથી કરી
કે નથી હું જુઠ્ઠુ બોલ્યો તમારી આગળ"
"આ એક વિધવા સ્ત્રી છે અને ૪ અનાથ બાળકોની માતા છે કોઈની પણ પાસે હાથ લંબાવવા તૈયાર નથી કે મદદ લેવાં તૈયાર નથી."
"મેં એને અનેકોનેકવાર મદદ કરવાની કોશિશ કરી પણ  દરેક વખતે મને નિષ્ફળતા જ મળી છે !! "
"ત્યારે મને આ તરકીબ સુઝી કે જ્યારે તે આવે ત્યારે એને ઓછામાં ઓછાં ભાવે હું ફળો આપું છું હું ઇચ્છું છું કે એનો એ અહમ્ જળવાઈ રહે કે એ કોઇની પણ  મોહતાજ નથી !!" "હું આ રીતે ખુદાના બંદાઓની પૂજા કરી લઉં છું આ રીતે !!"
પછી થોડીવાર અટકીને દુકાનદાર બોલ્યો : "આ સ્ત્રી અઠવાડીયામાં એકવાર જ આવે છે, ભગવાન સાક્ષી છે, એ વાતના કે એ જયારે પણ આવે છે, તે દિવસે મારો ધંધો ખુબજ ધમધોકાર ચાલે છે, અને એ દિવસે જાણે ભગવાન મારાં પર મહેરબાન હોય એવું લાગે છે. સાહેબ !!"

આ સાંભળીને ગ્રાહકની આંખમાં આંસુ આવી ગયાં અને આગળ વધીને એણે દુકાનદારને ગળે લગાવી દીધો અને વિના કોઈ શિકાયત કર્યે એણે પોતાનાં ફળો ખરીદી લીધાં અને એ ખુશ થતો થતો દુકાનના પગથિયાં ઉતરી ગયો !!! પણ એ જેવો ઉતર્યો એવો કે પાછો ચડયો
અને પોતાના ઝભ્ભાનાં ખીસ્સામાંથી પાકીટ કાઢીને ૨૦૦૦ની ત્રણ નોટ કાઢીને પેલા દુકાનદારના હાથમાં મહાપરાણે પકડાવી દીધી અને કહ્યું : "પેલી સ્ત્રી જયારે પણ આવે તો તેને આપવાના ફળોના પૈસા છે આખાં વર્ષના !! અને એ જે પૈસા આપે એ તું રાજી થઈ લઇ લેજે અને ભગવાનના કાર્યોમાં દાન પુણ્ય કરતો રહેજે એમાંથી !!" આ સંભાળીને દુકાનદાર પણ ગળગળો થઇ ગયો !!"

ક્થા મર્મ : ખુશી જો વહેંચવામાં આવે તો ભગવાન એના અનેક રસ્તાઓ સુઝાડતાં જ હોય છે !!
-અજ્ઞાત

15 August 2018

આઝાદ દિનની આગલી રાત્રે કરેલ મંથન

આઝાદ દિનની આગલી રાત્રે કરેલ મંથન

ધ્વજ વંદન માટે આઝાદીના આરાધકો ભેગા થયા છીએ ત્યારે ખૂબ આનંદની અનુભૂતિ થઈ રહી છે.
નાના ભૂલકાઓ અને ગ્રામજનોના મુખ પર એક અનોખી આભા અનુભવાઇ રહી છે.
સમગ્ર વિશ્વને અહિંસાનો પાઠ ભણાવનાર ગાંધીજી બાપુ ,
ભારતના નવ લોહિયાઓને હિંમત અને જુસ્સાથી સ્વરાજ પાછુ મેળવવા પ્રેરણા આપનારા ભગતસિંહ, ચંદ્ર શેખર, લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક જેવા નર બંકાઓ,
તુમ મુઝે ખૂન દો મૈ તુમ્હે આઝાદી દુંગા જેવા સૂત્ર થી સંગઠિત કરી આઝાદ હિંદ ફોજની રચના કરનાર સુભાષચંદ્ર બોઝ, દેશના તમામ નાગરિકોને સમાન હક મળે, સ્ત્રી-પુરુષ સમાનતા, ધાર્મિક ઐક્ય માટે દેશ આખામાં સમાનતાની સમજણ ફેલાવનાર બાબા સાહેબ, નાના મોટાં રજવાડાઓમાં વિભાજીત  ભારત ભૂમિને અખંડ ભારતની રચના કરનાર સરદાર અને આ સિવાય પણ મા ભોમને માટે મરી ફિટનાર સૌ શૂરવીરોને નમન.
ક્યા આઝાદીના એ ચાહકો અને ક્યા આજના દેશના નાગરિકો?
આઝાદ દિને  ભેગા થયેલા લોકોની સંખ્યા જોઇને આઝાદીનુ મૂલ્ય આપણા માટે શું છે એનો ખ્યાલ આવી જાય છે.
બાળકો તથા આઝાદી મેળવ્યા બાદ જન્મેલા સૌને પ્રશ્ન થતો હશે.
સ્વતંત્રતા એટલે શું?
સ્વતંત્રતા એટલે આઝાદી.
સ્વતંત્રતા એટલે લિબર્ટી.
સ્વતંત્રતા એટલે મુક્તિ.
પણ આ અમૂલ્ય વારસો આપણને મળ્યો છે એની કિંમત ક્યારેય આપણે કરી છે?
આપણે સ્વતંત્રતાનું સન્માન ક્યારેય કર્યું છે ખરું?
આઝાદીની અનુભૂતિ આપણે કોઇને કરવા દઇએ છીએ?
દરેકનો અંતરઆત્મા જવાબ આપી ચૂક્યો હશે.
 
આજના દિવસે માત્ર ગણતરીના  કલાકો  કહેવાતી દેશભક્તિનુ વાવાઝોડું આવે અને સૌના આત્મામાં રાષ્ટ્ર ભક્તિનો જ્વાળામુખી ફાટી નીકળે. અને સાંજ પડતા સ્વતંત્રતાના ઘોડાપુરનુ પાણી ઓસરી જાય તે છેક 26મી જાન્યુઆરીએ  સ્વાતંત્ર્ય દિવસ આવે ત્યાં સુધી ગુમનામીની ગર્તામાં ક્યા ખોવાઇ જાય છે તે સમજાતું જ નથી. 
ગાંધીજી, સરદાર, બાબા સાહેબ, ભગત સિંહ, ચંદ્ર શેખર , લાલા લજપતરાય, લોકમાન્ય ટિળક જેવા ભડવીરો એ સેવેલા સ્વતંત્રતાનો સોનેરી સૂરજ શું આપણા દેશમાં ઊગે છે?
સ્વતંત્રતા નહિ સ્વછંદતાની સવાર ઉગે છે અહીં.
આઝાદી નહિ આડોડાઈનું આવરણ ઓઢે છે સૌ કોઇ અહીં.
લિબર્ટી નહિ લુચ્ચાઇનુ લોલક લટકે છે અહીં.
આવા સંજોગોમાં શુ કરી શકીએ આપણે ?
દેશ દાઝ કેવી રીતે ઉત્પન્ન કરીએ?
માતૃભૂમિ કાજે પ્રેમ અને સન્માનની ભાવના કોણ જગાડશે?
મા ભોમને માટે કંઇક કરી છૂટવાની ખેવના ક્યારે ખિલશે?
બધું  જ થઇ શકે એમ છે.
જરુર છે એક શરુઆતની.
સમજણપૂર્વકના સાહસની.
આપણે જ્યા જઇએ ત્યા સ્વચ્છતા જાળવીએ,
સરકારે નક્કી કરેલાં ટ્રાફિકના નિયમોનું  પાલન કરીએ,
પર્યાવરણની જાળવણી કરીએ,
પ્રદૂષણ ફેલાતુ અટકાવીએ,
એક્તા અને ભાઇચારાની ભાવના પ્રસરાવીએ,
એક નવા ભારતના નિર્માણમાં સહભાગીદાર બનીએ.
બસ આપણે એક શરુઆત કરીએ.
સ્વથી શરુઆત કરીએ
ચાલો નવા યુગના આરંભની...

મળશે અઢળક આયુધો તુ આરંભ કર
ફળશે સઘળા પ્રયત્નો તુ પ્રયાસ  કર
નિયતિથી ઇશ્વર પણ થઇ જશે મુકર
એક વાર  અંતરથી તુ આગાઝ  કર
ભાવ
ભાવેશ પંડ્યા
આઝાદ દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ

11 August 2018

નવસારી જિલ્લા ના તાલુકા યાદ રાખવાની ટ્રીક (૬ તાલુકા)

*નવસારી જિલ્લા ના તાલુકા યાદ રાખવાની ટ્રીક (૬ તાલુકા)*

          *● નવ જગ ખેંચી ●*

*ન*- નવસારી
*વ*- વાસંદા
*જ*- જલાલપોર
*ગ* - ગણદેવી
*ખે* - ખેરગામ
*ચી*- ચીખલી

*નવસારી જિલ્લા ના તાલુકા ગુજરાત પાક્ષીક મુજબ બનાવેલ છે*

10 August 2018

ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.

.બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ

૧૩ વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.

છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે ” આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો.”

વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી. ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઇપણ જાતની તાલીમ વગર અદભૂત ડાન્સ કરવા લાગી.

ડોકટરે છોકરીની માતાને કહ્યુ, ” તમે કોઇ ચિંતા ન કરો. તમારી દિકરી ખામીવાળી નહી પણ ખુબીવાળી છે. ભગવાને એનામાં નૃત્યકળા ઠાંસીઠાંસીને ભરી છે. આને તમે કોઇ સારી સંગિત અને નૃત્યની શાળામાં મોકલો. ડોકટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્યશાળામાં મુકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતું સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બની ગઇ.

શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મુકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેકટર ગિલીયન લીની.

બોધ પાઠ : ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.

8 August 2018

*બેટા તું ભુલમાં અહી કશુક મુકીને જાય છેં??*

પુત્ર ઘરડા *પિતાને* રેસ્ટોરેન્ટમાં જમવા લઈ જાય છેં,
બંન્ને સામસામે “જમતા” હોય છેં,
અચાનક “વૃધ્ધ” વ્યકિતથી દાળની વાડકી ઢોળાય છેં, તેમનુ પેન્ટ અને શર્ટ દાળવાળું થઈ જાય છેં,
રેસ્ટોરેન્ટમાં દરેકના મોઢા વંકાય છેં, પણ પિતાપુત્ર શાંતિથી તેમનું જમવાનું પુરૂ કરે છેં.
જમ્યા પછી પુત્ર *પિતાને* વોશબેઝીન પાસે લઈ જઈને હાથ ધોવડાવી, તેમના શર્ટ પેન્ટને સાફ કરીને, માથુ અોળી આપીને, ચશ્માં કાન પર ગોઠવી આપે છેં,
ગ્રાહકો ડોકતાણીને આ ક્રિયા થતી જોઈ રહયા હોય છેં,
પુત્ર કાઉનટર પર બીલ ચુકતે કરી, *પિતાનો* હાથ પકડી બહાર જવા ડગલું ભરે છેં ત્યારે પિતા જરા મોટા અવાજથી બોલે છેં,
*બેટા તું ભુલમાં અહી કશુક મુકીને જાય છેં??*
પુત્રનો હાથ તરત પેન્ટના અને શર્ટના ખિસ્સામાં જાય છેં,
ચાવી અને ફોન સલામત હોવાની ખાતરી કરીને જવાબ આપે છેં
*પપ્પા હું કશું મુકીને જતો નથી*
વૃધ્ધ પિતા કહે છેં *બેટા* તુ અહી બેઠેલા દરેક યુવાન પુત્ર માટે એક પાઠ અને ઘરડા થનાર પિતા માટે એક આશા મુકીને જાય છેં,....

દોસ્તો આ સરસ મજાની પોસ્ટ ગમે તો જરૂર તમારા સગા સબંધી સાથે જરૂર શેર કરજો,,

*મા~બાપ ને ભુલશો નહીં.*

*આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃત્તિ થી છૂટવાની જરૂર છે..*

એક વ્યક્તિ પાસે ત્રણ ગધેડા અને ફક્ત બે દોરડા હતાં.
પોતાને નદીમાં ન્હાવા માટે જવું હતું એટલે તેણે ગધેડાઓને દોરડાથી બાંધવાનું વિચાર્યું પણ, દોરડા બે જ હતાં અને ગધેડા ત્રણ !
તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી.
એ માણસે કહ્યું કે, "તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને (ખોટે ખોટે) બાંધવાની ફક્ત એક્શન કર, નાટક કર..

તે વ્યક્તિએ એમ જ કર્યું !

નહાઈને, બહાર આવીને જોયું તો, જેને નહોતો બાંધ્યો, ફક્ત બાંધવાનું નાટક જ કર્યું હતું તે ગધેડો પણ જાણે બંધાયને ઉભો હોય એમ નો એમ ઉભો હતો !!!

તે વ્યક્તિએ બે ગધેડાઓને છોડયાં અને ચાલવા માંડ્યો પણ, એનાં આશ્ચર્ય વચ્ચે ત્રીજો ગધેડો પોતાનાં સ્થાનેથી હલ્યો પણ નહીં ! ધક્કો માર્યો તો પણ નહીં !

તે વ્યક્તિએ ફરી પેલા ડાહ્યા માણસને પૂછ્યું..

પેલા ડાહ્યા માણસે કહ્યું કે, "શું તે એ ત્રીજા ગધેડાને છોડ્યો ?"

તે વ્યક્તિ કહે કે, *"મેં તેને બાંધ્યો જ નહોતો !!"*

ડાહ્યા માણસે કહ્યું કે, "એ તું જાણે છે કે ગધેડો બંધાયેલ નથી પણ, ગધેડો પોતાને બંધાયેલો જ સમજે છે.. તું એને (ખોટે ખોટે) છોડવાનું નાટક કર.."

તે વ્યક્તિએ તેમ જ કર્યું, ને તેના આશ્ચર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો ટેસથી ચાલવા લાગ્યો..!!!

એ ત્રીજા ગધેડાને રોકનાર, અટકાવનાર શું હતું ?

- શું એની પાસે તક નહોતી ?
- શું એની પાસે (ચાલવા માટે) માર્ગ નહોતો ?
- શું તેની સામે (મુક્તતાથી ચાલતા અન્ય બે ગધેડાઓનું) ઉદાહરણ નહોતું ?
- શક્તિ નહોતી ?
- સપોર્ટ નહોતો ? (એનો માલિક એને ચલાવવા માટે રીતસર ધક્કા મારતો હતો !!)
.
.
બધું જ હતું..

તો પછી,
એને ચાલવાથી શું/કોણ રોકતું હતું ?

મિત્રો,
*આપણી સાથે પણ એ ત્રીજા ગધેડા જેવું જ બનતું હોય છે..*

*આપણે (કાલ્પનિક રીતે) આપણી સાવ ખોટી શરમ, સંકોચ, ક્ષોભ અને કુંઠિત મનોવૃત્તિના કાલ્પનિક દોરડાથી બંધાયેલા હોઈએ છીએ..*

- મને સંકોચ થાય છે..
- મને શરમ આવે છે..
- મને તક નથી મળતી..
- મને કોઈ સપોર્ટ નથી મળતો..
- મને માર્ગ નથી મળતો..
- મારાથી આ નથી થઈ શકે તેમ..
વગેરે.. વગેરે..

આ બધાં *આપણને ફોગટના બાંધી રાખતાં દોરડાઓ છે..*

*આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃત્તિ થી છૂટવાની જરૂર છે..*

જેને ઉડવું છે - એને *આકાશ* મળી રહે છે..

જેને ગાવું છે - એને *ગીત* મળી રહે છે..

જેને ચાલવું છે - એને *દિશા* મળી જ રહે છે...

5 August 2018

શિક્ષણ સાથે જોડાયેલ ટૂંકાક્ષરી નામો

શિક્ષણ સાથે જોડાયેલ ટૂંકાક્ષરી નામો

SSA

સર્વ શિક્ષા અભિયાન

IED

ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસ-એબલ્ડ ચાઈલ્ડ્સ

CCE

કન્ટિન્યૂઅસ એન્ડ કમ્પ્રિહેન્સિવ એવેલ્યૂએશન

ADEPTS

એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પર્ફોમન્સ થ્રુ ટીચર્સ સપોર્ટ          

BISAG

ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યુર ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જિઓ-ઈન્ફોર્મેટિક્સ

BALA

બિલ્ડીંગ એઝ લર્નિંગ એડ          

BRC

બ્લોક રિસોર્સ સેન્ટર     

BRP

બ્લોક રિસોર્સ પર્સન

BRG

બ્લોક રિસોર્સ ગૃપ         

CRC

ક્લસ્ટર રિસોર્સ સેન્ટર

CRG

ક્લસ્ટર રિસોર્સ ગૃપ       

CWSN

ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ

DDO

ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર

DIET

ડિસ્ટ્રીક્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ

DPC

ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર

DPE

ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર

DPEO

ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર

DPEP

ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન પ્રોગ્રામ

EC

એજ્યુકેટિવ કમિટી

ECCE

અર્લી ચાઈલ્ડ હુડ કેર એન્ડ એજ્યુકેશન

GCERT

ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ

GIAC

ગ્રાન્ટ ઈન એઈટ કમિટી

GOG

ગવર્મેન્ટ ઓફ ગુજરાત

GOI

ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા

IED

ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ

KGBV

કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય

MIS

મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ

MTA

મધર ટીચર એસોસિએશન

NPEGEL

નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલિમેન્ટ્રી લેવલ

PTA

પેરેન્ટસ ટિચર એસોસિએશન

RTE

રાઈટ ટુ એજ્યુકેશન

RTI

રાઈટ ટુ ઈન્ફોર્મેશન

SIP

સ્કૂલ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન

SPD

સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર

SPO

સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર

SSA

સર્વ શિક્ષા અભિયાન

STP

સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ

TLE

ટીચીંગ લર્નિંગ ઈક્વિપમેન્ટ

TLM

ટીચીંગ લર્નિંગ મટિરિયલ

TRP

ટેકનિકલ રિસોર્સ પર્સન

TT

ટીચર્સ ટ્રેનિંગ

UP

અપર પ્રાયમરી

VCWC

વિલેજ સિવિલ વર્ક કમિટી

VEC

વિલેજ એજ્યુકેશન કમિટી

VER

વિલેજ એજ્યુકેશન રજિસ્ટર

WCWC

વોર્ડ સિવિલ વર્ક કમિટી

WEC

વોર્ડ એજ્યુકેશન કમિટી

WER

વોર્ડ એજ્યુકેશન રજિસ્ટર

NCF

નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક

NUEPA

નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન

PSTE

પ્રિ સર્વિસ ટીચર એજ્યુકેશન

CMDE

કરિક્યુલમ મટિરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઈવાલ્યુએશન

ET

એજ્યુકેશનલ ટેકનોલોજી

P & M

પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ

RESECO

રિમોટ સેન્સીંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર

DPO

ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસ

DRU

ડિસ્ટ્રીક્ટ રિસોર્સ યુનિટ

TDO

તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર

TPO

તાલુકા પ્રાયમરી ઓફિસર

EBB

એજ્યુકેશનલી બેકવર્ડ બ્લોક

EGS

એજ્યુકેશન ગેરેન્ટી સ્કિમ

WE

વર્ક એક્સપિરિયન્સ

MHRD

મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ

NCERT

નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ

SIM

સેલ્ફ ઈન્સ્ટ્રક્ટીવ મટિરિયલ

LEP

લર્નિંગ એનહાઉસમેન્ટ પ્રોગ્રામ

GEIC

ગુજરાત એજ્યુકેશનલ ઈનોવેશન કમિશન

SMC

સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ

DISE

ડિસ્ટ્રીક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ ફોર એજ્યુકેશન

ICDS

ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ

IITE

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન

UNEP

યુનાઈટેડ નેશન્સ ઈવોલ્યુશન પ્રોગ્રામ

MPFL

માસ પ્રોગ્રામ ફોર ફન્કશનલ લિટરસી

CASE

સેન્ટર ફોર એડવાન્સ સ્ટડી ઈન એજ્યુકેશન

NKU

નેશનલ નોલેજ કમિશન

NTS

નેશનલ ટેલેન્ટ સર્વિસ

SCERT

સ્ટેટ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ

ALM

એક્ટિવિટી લર્નિંગ મેથોડોલોજી

ABL

એક્ટિવિટી બેઝડ લર્નિંગ

MIS

મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ

SDC

સ્કૂલ ડેવલપમેન્ટ કમિટી

TSG

ટેકનિકલ સપોર્ટ ગૃપ

TSM

ટિચર્સ સપોર્ટ ગૃપ

TET

ટીચર એલિજિબિલીટી ટેસ્ટ

ICT

ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી

GER

ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો

GAP

ગુજરાત એચિવમેન્ટ એટ પ્રાયમરી

GR

જનરલ રજીસ્ટર

CAL

કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ

CAI

કમ્પ્યુટર આસિસ્ટેડ ઈન્સ્ટ્રક્શન

IGNOU

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી

UGC

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન

CBSE

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન

CTE

કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન

IASE

ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઈન એજ્યુકેશન

NIEPA

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન પ્લાનીંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન

CCERT

સેન્ટર ફોર કલ્ચરલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનીંગ 

RIE

રીજીયોનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન

ICAI

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા

PTR

પ્યુપીલ ટિચર્સ રેશિયો

SIS

સ્ટેટ ઈમ્પ્લીમેન્ટેશન સોસાયટી

UEE

યુનિવર્સલ એલિમેન્ટ્રી એજ્યુકેશન

UPS

અપર પ્રાયમરી સ્કૂલ