17 May 2019

રજા ની જરૂર સ્વજનનો ને જીવતા હોય ત્યારે જ હોય છે... હવે રજા ઓ પાડવાનો કોઈ મતલબ નથી.

આજે સવારે.....વહેલા ઓફિસ જઈ પહેલું... કામ રાજીનામું લખી...ને મારા સાહેબ ના ટેબલ  ઉપર મૂકી દીધું.....
અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહયો...
હોસ્પિટલ પહોંચી..સાહેબ..ને ફોન કરી ફક્ત એટલું કીધું...આજે હું ઓફિસે નહીં આવી શકું....

સાહેબ ની આદત મુજબ..બોલ્યા ભાવેશ...હમણાં.. હમણાં...તારી ..રજાઓ બહુ પડે છે....કામ મા ધ્યાન નથી...આવું લાંબુ કેમ ચાલસે ?
મે ફક્ત એટલું જ કીધું.. સાહેબ..તમારા ઉપર છોડી દઉં છું....તમે તમારી રીતે સાચા છો.. તમારો આખરી નિર્ણય મને માન્ય છે...કહી મોબાઈલ મે કટ કર્યો...

મારી પત્ની કહે...કોણ હતું...
સાહેબ...મેં કીધું

આ તું જોવે છે..રોજ..રોજ મમ્મી ની તબિયત બગડતી જાય છે...ડૉક્ટર એ હાથ અધ્ધર કરી દીધા છે...મારા થી તો હાથ અધ્ધર ના થાય...

પથારી ઉપર સુતેલ લાચાર અસહાય માઁ મારી સામે જોઈ... ધીરે.. ધીરે બોલે છે... ઓફિસે જા.. બેટા..અહીં કહી કામ નથી...
પણ તેની લાચાર આંખ કહી રહી હતી..બેટા અહીં બેસ....સારૂ લાગે છે..

મેં કીધું...માઁ..હું...અહીં છું...
તું ઓફિસ ની ચિન્તા ના કર...
માથે હાથ ફેરવી હું બોલ્યો..... બચપન માં તે બહુ માથે હાથ ફેરવ્યો છે...હવે મારો વારો આવ્યો છે..માઁ
તો હું કઈ રીતે તને છોડી ને જઈ શકું ?

મારા મોબાઇલ મા રિંગ વાગી...સાહેબ નો ફરી થી ફોન આવ્યો... હું સમજી ગયો...સાહેબે રાજીનામું...વાંચી લીધું લાગે છે......
યસ સર...મેં કીધું...
સાહેબ બોલ્યા...ભાવેશ..તારું રાજીનામુ..મૅનેજીગ ડિરેક્ટર ના ટેબલ ઉપર મૂક્યું...છે..તેઓ તને રૂબરૂ મળવા માંગે છે...તો થોડો સમય કાઢી આવી શકીશ ?
મેં કીધું ...યસ સર...પ્રયત્ન કરું છું...

મારી પત્ની એ કીધું.. તમે જઈ આવો.. હું અહીં બેઠી છું...

હું...ઓફિસે પોહચ્યો... MD એ અંદર બોલાવ્યો....
આવ ભાવેશ.... તને શું તકલીફ પડી કે અચાનક રાજીનામું ?
કોઈ સ્ટાફ, મેનજમેન્ટ..તરફ થી તકલીફ.... ?
તને ખબર છે..હું જનરલી રાજીનામુ સ્વીકારી લઉ છું...
પણ તું અહીં વીસ વર્ષ થી એક નિષ્ઠા.. વફાદારી થી કામ કરે છે...તો મારી પણ ફરજ બને છે..કે હું..રાજીનામુ પાસ કરતા પહેલા તારી લાગણી, અને તારી તકલીફ સમજી લઉ.....

સર..પહેલા તો દિલ થી તમને વંદન..એક ઉચ્ચ જગ્યાએ બેસી ને પણ આપ આવી નમ્રતા થી વાત કરી શકો છો...

હું સમજુ છું જે કંપની એ મને માન, સ્વમાન આપેલ છે..તેની પ્રત્યે પણ મારી ફરજ છે..

પણ સર...આજે.. મારી માઁ હોસ્પિટલ મા છેલ્લા દીવસો ગણી રહી છે...ડોક્ટરો એ આશા છોડી દીધી છે....કેટલા દિવસ કાઢશે એ ખબર નથી સાહેબ..એટલી ખબર છે થોડા દિવસ ની મહેમાન છે..
આવા સંજોગો મા..એક..એક દિવસ ની રજા માંગી...માંગી ને હું માનસિક અને નૈતિક રીત થાકી ગયો હતો...
નતો હું ઘર ની ફરજ બજાવી શકતો હતો..નતો ઓફિસ ની...
પિતાજી છે નહીં....
નાના પરિવાર ના ફાયદા સામે આ પણ એક વીક પોઇન્ટ છે...અત્યારે હોસ્પિટલ ની જવાબદારી એકલા મારા માથે છે..

આપ જ બતાવો...હું..મારી માઁ ની   છેલ્લી અપેક્ષાઓ  થી ભરેલી આંખો સામે ..બહાનાં બતાવી ઓફિસ ની ફરજ કહી રીતે બજાવી શકું....

સાહેબ... મને માફ કરો...હું એટલો લાગણીહીન નથી થઈ શકતો...નોકરી તો હું બીજી ગોતી લઈશ....પણ...આ મારી માઁ ના પ્રેમ નો બદલો આપવા તો હું સક્ષમ નથી ..
પણ તેની છેલ્લી ક્ષણ મા..થોડો તેને સમય જો હું આપી શકીશ...તો હું મારી જાત ને ધન્ય ગણીશ....
નહીંતર આખી જીંદગી હું મારી જાત ને કદી માફ નહીં કરી શકું.....

MD મારી લાગણી ભરેલા શબ્દો શાંતિ સાંભળતા હતા...ત્યાંજ હોસ્પિટલે થી પત્ની નો મોબાઈલ આવ્યો...મમ્મી ની તબિયત વધારે  બગડી છે..તમને બહુ યાદ કરે છે..જલ્દી આવો...

MD સમજી ગયા...ચિંતા ના કર હું તારી સાથે આવું છું...

અમે હોસ્પિટલ પહોંચ્યા... ડોક્ટરો ની દોડા દોડી... વચ્ચે અમે ICU માં પહોંચ્યા...મમ્મી મારી જ રાહ જોતી હોય તેમ લાગ્યું
બોલવા ની તાકાત ન હતી.
હું ..બાજુ મા ગયો.. તે અંતિમ ક્ષણ મા પણ પોતાની છેલ્લી તાક્ત વાપરી બેઠી થઇ..અને મને ભેટી અને મારા ખભા ઉપર તેને છેલ્લા શ્વાસ છોડી દીધા...  આ દ્રશ્ય જોઈ હોસ્પિટલ ના ICU નો સ્ટાફ ની પણ આંખો ભીની થઇ ગઇ....
મારા થી બોલાઈ ગયુ...માઁ નો પ્રેમ સમજવા માટે કેટલીયે..જીંદગી ઓછી પડે....

મારા MD ની આંખ પણ ભીની થઇ ગઇ....એ બોલ્યા.. ભાવેશ..તું ...મહાન નહીં પણ નસીબદાર પણ છે....મને પણ ખબર હતી...મારી માઁ છેલ્લા દીવસો ની મહેમાન છે...હું કંપની નો માલિક હોવા છતાં પણ હું તારા જેવી હિંમત ના કરી શક્યો....કદાચ મેં હિંમત કરી હોત.. તો મારી માઁ પણ તેનો ભાર મારા ખભા ઉપર હળવો કરી શકી હોત..... ખેર...નસીબ..નસીબ ની વાત છે..રજાઓ ની ચિંતા કરતો નહીં..બધી ક્રિયા કાંડ કરી શાંતિ થી ઓફિસ જોઈન્ટ કરી દેજે...કહી કામ કાજ હોય તો કહે જે..

સાહેબ... મારી માઁ એ મારા ખભે જીવ છોડ્યો છે...તે તૃપ્ત થઈ ગઈ છે.. કોઈ ક્રિયા કાંડ કે બેસણા ની જરૂર નથી...જે લોકો ની લાગણી હતી ..તે હોસ્પિટલે  મળી ગયા..હવે ફોટા પાસે રડી કે હાથ જોડી કોઈ ફાયદો નથી..

સાહેબ..હોસ્પિટલ ની ડ્યૂટી આજે મારી અહીં પુરી થઈ છે....
રજા ની જરૂર સ્વજનનો ને જીવતા હોય ત્યારે જ  હોય છે... હવે રજા ઓ પાડવાનો કોઈ મતલબ નથી...હું કાલ થી ડ્યૂટી જોઈન્ટ કરું છું....

MD મારા ખભે હાથ મૂકી બોલ્યા..dear
SHOW MUST GO ON

14 May 2019

बच्चों की क्षमता को परखें और जीवन में आगे बढ़ने के लिए प्रोत्साहित करें...

जंगल में सभी पशुओं को एकत्र कर सबका इम्तिहान लिया जा रहा है और पेड़ पर चढ़ने की क्षमता देख कर Rank निकाली जा रही है।

यह शिक्षा व्यवस्था, ये भूल जाती है कि इस प्रश्नपत्र में तो बेचारा हाथी का बच्चा फेल हो जाएगा और बन्दर First आ जाएगा।

*अब पूरे जंगल में ये बात फैल गयी कि कामयाब वो है जो झट से पेड़ पर चढ़ जाए।*

बाकी सबका जीवन व्यर्थ है।

इसलिए उन सब जानवरों के,  जिनके बच्चे कूद के झटपट पेड़ पर न चढ़ पाए, उनके लिए कोचिंग Institute खुल गए, वहां पर बच्चों को पेड़ पर चढ़ना सिखाया जाता है।

चल पड़े हाथी, जिराफ, शेर और सांड़, भैंसे और समंदर की सब मछलियाँ चल पड़ीं अपने बच्चों के साथ, Coaching institute की ओर ........

हमारा बिटवा भी पेड़ पर चढ़ेगा और हमारा नाम रोशन करेगा।

हाथी के घर लड़का हुआ .......
तो उसने उसे गोद में ले के कहा- "हमरी जिन्दगी का एक ही मक़सद है कि हमार बिटवा पेड़ पर चढ़ेगा।"

और जब बिटवा पेड़ पर नहीं चढ़ पाया, तो हाथी ने सपरिवार ख़ुदकुशी कर ली।

अपने बच्चे को पहचानिए।
वो क्या है, ये जानिये।

हाथी है या शेर ,चीता, लकडबग्घा , जिराफ ऊँट है
या मछली , या फिर हंस , मोर या कोयल ?
क्या पता वो चींटी ही हो ?

और यदि चींटी है आपका बच्चा, तो हताश निराश न हों।
चींटी धरती का सबसे परिश्रमी जीव है और अपने खुद के वज़न की तुलना में एक हज़ार गुना ज्यादा वजन उठा सकती है।

इसलिए अपने बच्चों की क्षमता को परखें और जीवन में आगे बढ़ने के लिए प्रोत्साहित करें.... ना कि भेड़ चाल चलाते हुए उसे हतोत्साहित करें ......

*"क्योंकि किसी को शहनाई बजाने पर भी भारत रत्न से नवाज़ा गया है"*

13 May 2019

મહેસાણાની એક શાળા મા ઇસ્પેક્સન આવ્યુ...

મહેસાણાની એક શાળા મા ઇસ્પેક્સન આવ્યુ...

અને 

સાહેબ એક વર્ગ મા ગયા અને

એક છોકરા ને ઉભો કર્યો

અને

છોકરા ને પુછ્યુ

કે

શીવ ધનુષ કોણે તોડ્યુ...??

👦 છોકરો: સાહેબ મે નહી તોડ્યુ...! 😳

(સાહેબ વર્ગ શિક્ષક સામે જોઇને)

👨 સાહેબ:આવુ ભણાવો છો તમે...? 😠

👲 વર્ગ શિક્ષક: સાહેબ, તમે એ છોકરા હોમે જુઓ તો ખરી

એનામાં

પાપડ ભાગવાની તાકાત નથી ને શિવ ધનુષ ચોથી તોડે..? 🤔😜

સાહેબ કંટાળ્યા અને આચાર્ય પાસે ગયા અને ઉપર ની આખી વાત કીધી

👨 સાહેબ: આવુ ભણતર..? 😠

👮 આચાર્ય: શોન્તિ થી વાત કરો

અને

એ છોકરા ને હુ છેલ્લા હાત વરસ થી ઓળખુ છુ...

એ રૂમ ની બાર નહી ગ્યો

અને

શિવ ધનુષ ચો તોડવા જાય 😅

ઝગડો વધ્યો

અને

ગોમ ના સરપંચ સુધી પોચ્યો

અને

આખી વાત કીધી...

👨 સાહેબ: તમે ગોમના સરપંચ અને તમારા ગોમનુ આવુ ભણતર...?

👳 સરપંચ: એ તો બેહી ને વાત થાય...

👨 સાહેબ: શુ બેહી ને વાત થાય😠

આવુ રેઢિયાળ ખાતુ..? 😠

👳 સરપંચ: હુ સાહેબ, તમે  આવડા મોટા અધિકારી થઇને આવડી નોની  વાત માં હુ હોબાળો કરો છો...?

હવે

શિવ ધનુષ તુટ્યુ તો હોક તુટ્યુ

ખર્ચો મુ આલદયે

મુકો  અવ વાત...

સાહેબ હજુય ICU માં છે
😱😲😜😜

😜😜😜

*Part -2*
continues....

સાહેબે ગાંધીનગર ખાતે રીપોર્ટ કર્યો કે સ્કૂલમાં શીવ ધનુષ કોણે તોડ્યું તેની કોઇને ખબર નથી.

ઈવન હેડમાસ્તર કે ગામના સરપંચ પણ જાણતા નથી...
😳

કમિશનરે સરકારમાં રીપોર્ટ કર્યો કે તુટ્યુ તો તુટ્યું પણ આવા ધનુષ જેવા હથિયારો વગર પરવાનગીએ સ્કૂલમાં રાખવા એ ગંભીર બાબત છે.
શાળાની ગ્રાંટ કેમ ના કાપવી....?

વિભાગમાંથી મંત્રી સુધી વાત ગઇ...

મંત્રીએ રીટાયર્ડ સચિવોની કમીટીની રચના કરી.

રાજ્યની આવી કેટલી સ્કૂલો છે...,
અને ત્યાં શીવ ધનુષની પરિસ્થિતિ શું છે તેની તપાસ કરી ત્રણ મહિનામાં રીપોર્ટ રજૂ કરવા તાકીદ કરી....!
😜😜

*પાર્ટ-૩*
Continu...

તપાસપંચનો રિપોર્ટ આવ્યા બાદ
એસ.ઓ. ને શોકોઝ નોટિસ મળી..
ચાર્જશીટ પણ મળી..

તેણે રજીસ્ટરો ચેક કરીને જવાબ લખ્યો કે સાહેબ આપણે એ શાળાને તો ધનુષ ફાળવ્યા જ નથી..
😊😊
Part -4
મામલો મુખ્ય મંત્રી સુધી પહોંચ્યો. મુખ્ય મંત્રી ના કેહવા મુજબ હજુ સુધી શા માટે  બધી શાળાઓ ને શિવ ધનુષ ફાળવવા માં આવ્યાં નથી?
એનો રિપોર્ટ આપી દરેક શાળાને મુખ્ય મંત્રી ગ્રાન્ટ માંથી શિવ ધનુષ ફાળવવા.

Part 5:-
વિષય: શિવધનુષનો શૈક્ષણિક કાર્ય માં ઉપયોગ અંગે એક દિવસીય તાલીમ મેળવવા બાબત. 

આગામી સમયમાં મુખ્યમંત્રી ગ્રાન્ટ માં થી શાળા દિઠ એક શિવધનુષ મળવાનું હોઈ તેના વર્ગખંડમાં ઉપયોગ અંગે ની બ્લોક કક્ષાની તાલીમ મા શાળા ના એક શિક્ષકે ફરજીયાત હાજર રહેવું.                                                 સરકાર નો આદેશ
😀😀😀😀😀

12 May 2019

ટૂંકી ચડ્ડી કે ટીશર્ટ પહેરેથી આધુનિક નથી થવાતું...


ખરેખર વિચારવા જેવું છે
અમારી બાજુનો ફ્લેટ NRIએ વર્ષોથી લીધેલ છે...
છ મહિનાથી ઘર ખોલી કાકા કાકી રહેતા હતા....

તેમના બાળકો USA સેટ થઈ  ગયા હોવાથી હવેની
બાકી રહેલ જીંદગી... ઇન્ડિયામાં કાઢવી તેવું નક્કી કરી તેઓ અહીં રહેવા આવેલ...

મેં પણ તેઓ એકલા હોવાથી ..કીધું હતુ.. તમને કાંઈ કામકાજ હોય તો કહેજો.....ચિંતા કરતા નહીં..
કાકા કાકી આનંદી સ્વભાવના હતાં..
કોઈ..કોઈ વખત રાત્રે બેસવા આવે.... અને પૂર્વ અને પશ્ચિમની સંસ્ક્રુતિ વિશે વાતો કરે...

છ મહિના પુરા થયા હશે...એક દિવસ.. કાકા કાકી અમારે ત્યાં રાત્રે બેસવા આવ્યા ....

છ મહિના પહેલાની વાતો અને આજની તેમની વાતોમાં તફાવત દેખાતો હતો....

બેટા... હવે.. અમે ગમે ત્યારે
પાછા USA દીકરા પાસે જવાની તૈયારી કરીએ છીએે...

મેં કિધુ.. કેમ કાકા..અમારી સાથે ના ફાવ્યું....?
તમે તો કહેતા હતા હવે... અમેરિકા ફરીથી નથી જવું.. અહીંના લોકો માયાળુ..છે..
સગા.. સંબંધી... બધા અહીંયા..છે
દીકરી પણ ગામમાં... છે..
મારા જેવો પાડોશી છે...તો કઈ વાતે તમને તકલીફ પડી...

બેટા.. આ વીતેલા છ મહિનામાં.. મને બધો અનુભવ
થઇ ગયો....મને એમ હતું...અહીં આવી એક બીજાને મળશું...
સુખ દુઃખ ની વાતો કરશું...

કોઈને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર  મળ્યો...
બીજી વખત જાએ...
એટલે..ઠંડો આવકાર..TV ચાલુ રાખી..વચ્ચે વચ્ચે  થોડી વાત કરી લે...આપણે મનમાં બેઈજ્જતી થાય..કે આપણે અહીં ક્યાં આવ્યા....

ગામમાં દીકરી છે તો અવારનવાર આવશે..મળશે...તેવા ખ્યાલોમા હતા...પણ દિકરી મોબાઇલ કરી ખબર અંતર પૂછી લે છે...
ફોન ઉપર બધા લાગણી બતાવે ડાહી..ડાહી વાતો કરે...બેટા રૂબરૂ જઈએ ત્યારે.વર્તન બદલાઇ ગયું હોય છે..

બધા પોતપોતાની જીંદગીમા મશગુલ છે..બેટા....
નકામા લાગણીશીલ થઈને દુઃખી થવા અહીં આવ્યા..
એવું લાગી રહ્યું  છે.
તેના કરતાં જેવા છે તેવા દેખાતા...ધોળીયા સારા..બાહ્ય આડંબર તો જરા પણ નથી...

અરે શુ વાત કરું બેટા... થોડા દિવશ પહેલા....હું ગ્રીન સિગ્નલ થયા પછી...જિબ્રા..રોડ ક્રોસ કરતો હતો... તો પણ એક ગાડી સડસડાટ આવી મને ઉડાવતા રહી ગઇ.. પાછો... બારીમાથી યુવાન લાગતો છોકરો બોલ્યો..

"એ..એ...ડોહા..જોતો નથી...મરવા નીકળ્યો છે....."

હું તો બે મિનિટ સ્તબ્ધ થઈ ગયો...આ મારી કલ્પનાનો ભારત દેશ...જ્યાં યુવા પેઢીને બોલવાની પણ ભાન નથી...નાના મોટાનું જ્ઞાન નથી....ટ્રાફિક સેન્સનું નામ જ નહીં....હું શું કલ્પના કરી અહીં આવ્યો હતો....

ત્યાં ઘરડા કે બાળકને  જોઈ ગમે તે સ્પીડથી વાહન આવતું હોય..બ્રેક મારી.. તમને.. માન સાથે પહેલા જવા દે...ને અહીં..
મારા વાંક ગુના વગર ગાળો.. સાંભળવાની..
વિચારતો વિચારતો  જતો હતો..ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો... મારા ચશ્માં પડી ગયા..હું ગોતતો હતો...

ત્યાં એક મીઠો આવાજ આવ્યો...
અંકલ .." મે  આઈ હેલ્પ  યુ ?"

બેટા.. સોગંદથી કહું છું...
મને બે મિનિટ તો
રણમા કોઈ ગુલાબ ખીલ્યું હોય ..તેવો ભાશ થયો...
અહીં છ મહિનાથી આવ્યો છું....બેટા
May I  help you ? જેવો શબ્દ મેં નથી સાંભળ્યો..
મેં આવો મધુર ટહુકો કરનાર સામે જોયું...એક 10 થી 12 વર્ષનું  બાળક હતું....અંકલ આ તમારા ચશ્મા....
મેં માથે હાથ ફેરવી thank you કીધું....
બેટા ક્યાં રહે છે ?
અહીં હું મારા દાદા ને ત્યાં
ક્રિસમશ વેકેશનમાં આવ્યો...છું.

એટલે ઇન્ડિયામા નથી રહેતો ?
ના અંકલ ..અમે વાતો કરતા હતા ત્યાં તેના પાપા મમ્મી આવ્યા..હાથ જોડી બોલ્યા ..નમસ્તે અંકલ...
એકબીજાએ વાતો...કરી...છેલ્લે ઘર સુધી પણ મૂકી ગયા...

બેટા હું વિચારતો હતો...નાહકના પશ્ચિમની સંસ્ક્રુતિને  આપણે વખોડયે છીયે....ખરેખર સંસ્કાર, ડિસિપ્લિન, ભાષા..તો તે ધોળીયાઓની સારી છે...

આપણે આંધળું અનુકરણ કરવા નીકળ્યા છીએ..
ખરેખર જે શીખવાનું છે તે શીખતાં નથી...
ધોબીના કૂતરા જેવી દશા થઈ છે...

ટૂંકી ચડ્ડી કે ટીશર્ટ પહેરેથી  આધુનિક નથી થવાતું...
આજના યુવાનોને  કેમ સમજાવું.. કે વાણી ,વર્તન એ તો દેશની પ્રગતિનો પાયો છે...
જ્યાં વાણી વર્તનના  ઠેકાણા નથી ત્યાં દેશનો  ગમે તેટલો વિકાશ થાય...તે ગાંડો જ લાગે...

બેટા હજુ એ શબ્દો મને યાદ આવે છે તો હસવું  પણ આવે છે અને દુઃખ પણ થાય છે...
"એ.એ...ડોહા..મરવા નિકળ્યો છે જોતો નથી..".     
*સત્ય ઘટના From Kajal Oza Vaidya Fans*

11 May 2019

કોઈને મદદ કરવા માટે રસ્તા તો ઘણા છે પણ નિયત સારી હોવી જોઈએ..!

એક વીજળી ના થાભલા ઉપર એક કાગળ ની ચિઠી લગાવેલી હતી હું નજીક ગયો અને તેં વાંચવા લાગ્યો..!
એની ઉપર લખ્યું હતું ..
મહેરબાની કરી વાંચવું...
આ રસ્તા ઉપર કાલે મારા 50 રૂપિયા પડી ગયા છે મને બરાબર દેખાતું નથી એટલે મહેરબાની કરી જેને મળે તે નીચેના સરનામે પહોંચાડી દે...!
સરનામું..!
.............
.............

આ વાંચીને મને ઘડીક તો અચરજ થયું કે 50 રૂપિયા જેના માટે આટલા બધા કિંમતી હોય તો તે વ્યક્તિ ને મળવુંજ જોઈએ...!
હું એ બતાવેલ એડ્રેસ પર ગયો જઈને દરવાજો ખટ ખટાવ્યો તો એક અતિ વૃદ્ધ માજી એ દરવાજો ખોલ્યો માજી સાથે ની વાતમાં એટલો ખ્યાલ આવ્યો કે માજી એકલાજ છે તેની આગળ પાછળ કોઈ નથી મેં માજી ને કહ્યું કે તમારી ખોવાયેલ 50 રૂપિયા ની નોટ મને મળી છે તે દેવા આવ્યો છું...!

આ સાંભળીને માજી રડવા લાગ્યા અને રડતા રડતા કહ્યું કે બેટા અત્યાર સુધી માં 200 માણસો મને 50 રૂપિયા દઈ ગયા છે..!

હું અભણ છું એકલી રહું છું નજર પણ કમજોર છે કોણ જાણે કોણ એ ચિઠી લગાવી ગયું છે..!

બહુ જીદ કરી ત્યારે માજી એ 50 રૂપિયા તો લઈ લીધા પણ એક વિનંતી કરી કે બેટા જાતિ વખતે એ ચિઠી ફાડી ને ફેંકી દેજે...!

મેં હા તો પાડી દીધી પણ મારા જમીરે મને વિચારવા મજબૂર કરી દીધો કે મારા પહેલા જેટલા લોકો આવ્યા હશે તેને પણ માજી એ ચિઠી ફાડવા નું કીધુ હશે તો તે કોઈ એ ચિઠી નો ફાડી તો હું શામાટે ફાડું...!!

પછી હું એ માણસ નો વિચાર કરવા લાગ્યો કે એ કેટલો દિલદાર હશે જેને એક મજબૂર માજી ની મદદ કરવા માટે આવો વિચાર આવ્યો હું એને આશીર્વાદ દેવા મજબુર થઈ ગયો...!

કોઈને મદદ કરવા માટે રસ્તા તો ઘણા છે પણ નિયત સારી હોવી જોઈએ..!

10 May 2019

કોઇ બેંકને ફડચામાં નાખવી હોય તો શું કરાય?

::: કોઇ બેંકને ફડચામાં નાખવી હોય તો શું કરાય? :::

બહુ સિમ્પલ છે.માત્ર એવી અફવા ફેલાવી દો કે ફલાણી બેંક ફડચામાં ગઇ છે એટલે પત્યું.બાકીનું કામ આ અફવા જ કરી આપશે.તમારે કશું જ કરવાપણું નહિ રહે.લોકોનો ભરોસો એક વખત ઉઠી ગયો એટલે બેંક ઉઠી જશે એ ફાઇનલ! બેંક નાણાંની લે-વેચ કરતી વેપારી પેઢી છે.જો ઉઠમણાના અંદેશાથી લોકો પોતાની થાપણો ઉપાડવા માંડે તો બેન્કને દેવાળું ફૂંકવાનો વારો આવે કારણકે,લિક્વિડ કૅપિટલ તો 10-20%થી વધારે હોય જ નહિ!!

આજકાલ સરકારી શાળાઓની દશા બેંક કરતાં જુદી નથી.બિનશૈક્ષણિક કામગિરી,વહિવટી જટિલતા,અપૂરતો સ્ટાફ જેવી અનેકવિધ સમસ્યાઓમાં સપડાયેલી શાળાઓમાં પણ ક્વૉલિફાઇડ શિક્ષકો દ્વારા સમયની સતત ખેંચ વચ્ચે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન થતો રહે છે પણ 'સરકારી' કદિ 'અસરકારી' ન હોય એવી અંધશ્રદ્ધાયુક્ત સમાજ ખાનગી શાળા તરફ વળી રહ્યો છે પરિણામે વહેલા મોડી આ શાળાઓ પણ ફડચામાં જ જશે! સંખ્યા ઘટવાથી શિક્ષકો ઘટશે અને અંતતઃ આ શાળાઓ બંધ થશે.
'મૉનોપોલી' શબ્દના અર્થસંદર્ભો જાણતા હોય એ મિત્રો જરા વિચારજો - જે દિવસે ખાનગી શાળાઓની આ ક્ષેત્રમાં મૉનોપોલી હશે ત્યારે શું થશે? કલ્પના કરશો તોયે થથરી જશો.
વિચારજો અને આપના બાળકને સરકારી શાળામાં મોકલી સમગ્ર રાષ્ટ્રના ભવિષ્યની રક્ષા કરશો.

8 May 2019

અગત્યના વિરામ ચિન્હો અને તેના ઉદાહરણો..

✡ *અગત્યના વિરામ ચિન્હો અને તેના ઉદાહરણો...*

❇ *૧. પૂર્ણ વિરામ = .*
▪પરીક્ષામાં ચોરી કરશો નહીં.

❇ *૨. અલ્પવિરામ = ,*
▪તમે એક કામ કરો, ચૂપ રહો.

❇ *૩. અર્ધવિરામ ચિન્હ = ;*
▪એ હોશિયાર છે; એને ચિંતા શેની?

❇ *૪. ગુરુવિરામ ચિન્હ = :*
▪ધર્મ એક જ છે: માનવધર્મ.

❇ *૫. પ્રશ્નચિન્હ = ?*
▪પાસ તો થવાશે સ્નેહની પરીક્ષામાં?

❇ *૬. ઉદ્દગારચિહ્ન અથવા આશ્ચર્યચિન્હ = !*
▪મારા પર એટલી દયા કરો !

❇ *૭. વિગ્રહરેખા = -*
▪વડલા-શી શીતળ એમની છાયા અમે મન ભરીને માણી છે.

❇ *૮. ગુરુરેખા = ―*
▪મનને શાંત રાખવા એમના બે પ્રયાસ ― એક પ્રેમ અને એક સ્નેહ.

❇ *૯. અવતરણચિન્હો = "-----" અથવા '-----'*
▪એમણે મને કહ્યું,  "હું તમને ઓળખું છું."

❇ *૧૦. ત્રણ ટપકા = . . .*
▪હું તો તમને શું કહું? તમે . . .

❇ *૧૧. કૌંસ= (_) અથવા [_] અથવા {___}*
▪બધાએ આપેલા જવાબોમાં આ જવાબ (વિશાલે) ઉત્તમ છે.

❇ *૧૨. તિર્યક ચિન્હ = /*
▪લાલ અને / અથવા લીલો રંગ એને બહુ ગમે છે.

❇ *૧૩. કાકપદચિન્હ = ^*
▪               આવ્યા
તમે આવતાં તો    ^     પણ પછી પસ્તાયા, ખરું ને?

❇ *૧૪. એજન ચિન્હ = ”*
▪એમણે મને શીખવ્યું કે કેમ જીવવું.
"         "       "      કે આમ, ના જીવાય.

❇ *૧૫. ફૂદડી = **
▪મોટે ભાગે અંક વાળા એક જ પૃષ્ઠ પર એક થી વધારે વખત કૂદડી આવે ત્યારે ગોટાળો થઈ જાય છે. અને અત્યારે મોટા ભાગે ફુદડીના વિકલ્પે ÷ + × જેવા ચિહ્નનો ઉપયોગ થાય છે.

❇ *૧૬. લોપચિન્હ = '*
▪ગાંધીજીનો જન્મ ૦૨-૧૦-'૬૯ના રોજ થયો હતો.

1 May 2019

અત્યારના સમયમાં એ ખૂબ જરૂરી છે કે બાળકને સ્પષ્ટ એવો મેસેજ જવો જ જોઈએ કે મારા માતા પિતા માટે હું મહત્વનો છું મારું રીઝલ્ટ નહીં.

બાળકોના રીઝલ્ટ ફેસબુક ઉપર મુકતા વાલીઓ માટે ખાસ.

વ્યક્તિનું જે કાર્યક્ષેત્ર હોય એના માર્ક્સ પરિણામ સ્વરૂપે જાહેર કરવા એ યોગ્ય નથી.

દા.ત. એક પુરુષ તરીકે આપણને આપના વડીલ માર્ક્સ આપે.
કેટલા નું ટર્ન ઓવર કર્યું 75%
કેટલો નફો કર્યો 45 %
ઉઘરાણી ના માર્ક્સ 50 %
નવા ગ્રાહકો બનાવ્યા કે નહીં 80%
ધધા સાથે પરિવારને સમય આપ્યો 42%

અને સ્ત્રી તરીકે આપણા સાસુ માર્ક્સ આપે.
મહેમાનને હસતા આવકાર આપો છો 55%
ફરવામાં રસ છે 90%
કચરા પોતા ની ક્વૉલિટી 70%
સાસુને વડીલોને સન્માન 32%
બાળકોનું ધ્યાન 85%
નવું શીખવા માં રસ 30%

વિચારો કે આપણા કાર્યક્ષેત્ર નું આવું રીઝલ્ટ ફેસબુક ઉપર કોઈ મૂકે તો???
ભણતર એ બાળકનું અંગત કાર્યક્ષેત્ર છે.
એ જાહેરાત નો વિષય ન જ હોય શકે.
રિઝલ્ટ આપણા બાળકનું હોય કે બીજાનું, બાળકોના સાઈકોલોજિસ્ટ ના મતે રીઝલ્ટ હંમેશા બાળકના મનમાં કાતો અપમાન અથવાતો હોશિયાર રહેવાનું પ્રેશર જ પેદા કરે છે.

એક વાત ક્યારેય ન ભૂલવી કે ભારતમાં દર વર્ષે અંદાજે અધધ.. 65000 જેટલા વિદ્યાર્થીઓ ભણતર અને રિઝલ્ટના પ્રેશરથી આત્મહત્યા કરે છે. અને સમજવા જેવી બાબત એ છે કે ક્યારેય 35% વાળા આત્મહત્યા કરતાજ નથી.

આપણા દ્વારા હોશિયાર બાળક ના રિઝલ્ટનું ફેસબુક અને અન્ય જગ્યાએ થયેલ પ્રદર્શન અને એના લીધે સમાજમાં એ બાળક કેટલું હોશિયાર છે એવી ઉભી થયેલી એની છાપ ના લીધે જ બાળકને 5-10 માર્ક્સ  ઓછા આવતા ઘર અને સમાજને ફેસ કરવા કરતા એને તાપીમાં પડી જવું કે પંખા પર લટકી જવું વધુ સરળ લાગે છે.

આ કોઈને હર્ટ કરવા નહીં પરંતુ બાળકને હર્ટ થતું અટકાવવા માટે છે.
બાળકોના ઉછેરની એક સંસ્થાના હેડ કોમ્યુનિકેટર તરીકે મારુ આવું મંતવ્ય છે કે બાળકના ખરાબ રીઝલ્ટમાં અફસોસ વ્યક્ત કરવો નહીં તેમજ ખાસ ...સારા રિઝલ્ટને જાહેરમાં પ્રદર્શિત કરવું નહિ કે ખૂબ ઉત્સાહ બતાવી ગામને પાર્ટીઓ આપવી નહી.
અત્યારના સમયમાં એ ખૂબ જરૂરી છે કે બાળકને સ્પષ્ટ એવો મેસેજ જવો જ જોઈએ કે મારા માતા પિતા માટે હું મહત્વનો છું મારું રીઝલ્ટ નહીં.