22 November 2017

એક નોકરી કરતી માં.... સમાજ ની દરેક વ્યક્તિ નજર નાખે તેવી ઇચ્છા ને અપેક્ષા....

એક નોકરી કરતી માં....

કેટલું મુશ્કેલ છે એક માં માટે તેના નાના એવા બાળક ને સૂતું મૂકી,રડતું મૂકી ને ઘર ની બહાર નીકળવું ને પોતાની જોબ પર જવું?
આ મુશ્કેલી એક માં જ સમજી શકે....
મારી સાથે જોબ કરતી માં રિધ્ધિ, કોમલ, ક્રિષ્ના બેન બધા ને જોય આ વિચાર આવ્યો  છે.....

બાળક જાગે ને મમ્મી, મમ્મી કરે ,થોડી વાર રોવે,ને જ્યારે મમ્મી નહીં દેખાય એટલે ચૂપચાપ દાદી પાસે જતું રહેશે ,ને આ બાળક સમય ની પહેલા જ પરિપકવ ને જવાબદાર બની જાય છે... પણ માં પોતાના પરિપકવ બાળક ની આખો વાંચી ને ખુદ ને કહે છે કે હજી આની ઉંમર જ શું છે?

  ત્યારે એમ થાય કે ખબર નથી પડતી કે એક માં આટલી હીમમ્ત ને આટલી મમતા ,આટલી તાકાત આવતી ક્યાં થી હશે ? કોઈ ને કાંઈ  કહે  નહીં  ,બસ આંખો ભરાય આવે છે ને તેમાં જ ડૂબતી રહે છે....ને ખુદ ને કન્ટ્રોલ કરી ને એ ભરેલી આંખો ને સુકવી લે છે...
જોબ ની સાથે સાથે ઘર, પરિવાર ,સબંધ, વહેવાર પણ સાંભળવાનો....
બાળકો ના લન્ચબોક્સ થી લઇ ને પતિ ના કપડાં સુધી,
બ્રેકફાસ્ટં થી લઈ ડિનર સુધી ,
કામવાળી થી લઈ ધોબી સુધી,
વાહન ભટકાય જાય તેટલી હદે ઝડપ થી ચલાવે કે તે ઓફીસ મોડી ન પડે,
પતિ ના મૂડ ને સંભાળવા થી લઈ સાચવવા ને સુધારવા સુધી ,
કેટલું સુંદર રીતે બધું મેનેજમેન્ટ કરે છે
ને આ સાથે ખુદ ને પણ જોબ માટે વ્યવસ્થિત  મેચીંગ ચાંદલા થી લઇ એરિંગ સુધી...
ને આ બધા પછી પણ મન માં ચાલ્યા કરે પલાળેલ બદામ પીસી ને નો આપી શકી તેના થી વધુ ફાયદો થાત.... તેને કશુંક ને કશુંક છુટતું જ લાગ્યા કરે....

ને આટલું જ કામ જો તે તેના પિયર માં કરે ,તો બધા જ તેની વાહ વાહ કરે,પ્રોત્સાહન આપે, સહયોગ આપે ને અથવા તો તેને ઘણા કામ માં થી મુક્તિ આપે....

આપણે ત્યાં નોકરી કરતી દીકરી અને નોકરી કરતી વહુ ના માપદંડ જુદા છે ને વહેવાર પણ...

બાળક નો નાસ્તો, જમવાનું,  બધું કરી ને જાય ને આખો દિવસ એ ચિંતા માં રહે તેને ખાધું હશે કે નહીં, આવી ને પહેલો પ્રશ્ન કેમ ખાધું નથી!!?
સાચ્ચે, એક માં જયારે ઘર ની બહાર જાય છે ,ત્યારે તે બાળક થી દૂર ક્યારે પણ રિલેકસ નથી રહી શકતી....
ઘરે જાય તો બાળક નાઅસ્તવ્યસ્ત વાળ,કાપડ સવાર ના એ ના એ જ જોય ને એક સાથે ખુશી ને દુઃખ બન્ને થાય છે...
આંનદ બાળક ને જોય ને અને દુઃખ બાળક ને આ રીતે જોય ને....
પણ એક શબ્દ તે બોલતી નથી આંખો ને રોકી રાખે છે .
આ બહાર થી મજબુત દેખાતી માં અંદર થી સાવ કમજોર હોય છે.. સવાર થી અલગ પડેલું બાળક દોડી ને ગળે મળે છે ત્યારે માં ને તો આખી દુનિયા ની કાયનાત નો આંનદ તેને મળી જાય છે ,આવું સુખ તેને કોઈ સ્વર્ગમાં પણ નો મળે, આ એક જ ક્ષણ એવા સુકુન ની હોય છે જાણે સદી પસાર થઇ ગઈ હોય.
કયારેક કયારેક વિચાર આવે કે પુરુષો જે આટલા રિલેક્સ રહી શકે છે પરિવાર અને બાળકો માટે તે માં બહુ મોટો ફાળો સ્ત્રીઓ નો છે.
એક પુરુષ ઓફીસ થી પાછો આવે તો કેટલી જગ્યાએ ચા પી ને,પોતાના મિત્રો ની સાથે ગપ્પા મારી ,આનન્દ થી નિરાંતે ઘરે આવે
ને આવી જ નોકરી કરતી સ્ત્રી કામ પૂરું કરી આમ મારતી ગાડી એ, ઘરે આવે પોતાના બાળક પાસે પોંહચી જાય ને બાળક ને વ્હાલ કરતી વખતે જ રસોડાના કામ ને ઘર ની સ્થિતિ તેને ત્રાંસી નજરે જોય રહી હોય છે.
સ્ત્રી ને પણ ગમે છે બહાર જઇ પોતાના ફેન્ડસ સાથે વાતો કરવી,ચા પીવી પણ પોતાના બાળક સુધી પોહચવાની અધીરાય તેને જગતભર ના સુખ ને એક બાજુ કરી દે છે

માનું છું કે આ બધા  સનઘર્ષો તેના બાળક ને તેના ભવિષ્ય માટે છે, બધા ને એવું લાગે કે આ "working women" પાસે કેટલું બધું, તેને જલસા, પણ આ બધા ની સાથે કેટલું બધુ છૂટી જાય તેની પર નજર ખરી?
આ સ્થિતિ પર સમાજ ની દરેક વ્યક્તિ નજર નાખે તેવી ઇચ્છા ને અપેક્ષા....

શરીર જીવ માટે અનુભવનું સાધન છે તેના દ્વારા જીવદુનિયવી વસ્તુંને અનુભવ કરે છે. તે પાંચ મુળભુત તત્વો તથા પાંચ પ્રાણ.

શરીર જીવ માટે અનુભવનું સાધન છે તેના દ્વારા જીવદુનિયવી વસ્તુંને અનુભવ કરે છે. તે પાંચ મુળભુત તત્વો તથા પાંચ પ્રાણ.

આ પાંચ આવરણ એટલે કે કોષને સમજતા પહેલા ત્રણ શરીરને સમજવા પડે એટલે તેની ટુંકમાં સમજ નીચે આપેલ છે

અનંત, અવિકારી, આત્માના સાક્ષાત્કાર વિના કે આત્માની સાચીઓળખાણ વગર માણસ પોતાના સ્થુલ, સુક્ષ્મ અને કારણશરીરને જ આત્મા માની લે છે.  

સ્થુલ શરીર :-

ભૌતીક શારીરિક મરણાધીન શરીર જે ખાયાછે,શ્વાસ લે છે અનેહલન-ચલન કરે છે તેને સ્થુલ શરીર કહે છે. તે દ્રવ્યમાંથી બનેલ છે. સ્થુલ શરીર જીવ માટે અનુભવનું સાધન છે તેના દ્વારા જીવદુનિયવી વસ્તુંને અનુભવ કરે છે. તે પાંચ મુળભુત તત્વો

(૧) આકાશ

(૨)  વાયુ

(૩) અગ્નિ

(૪) જળ

(૫) પૃથ્વિ થી બનેલ છે.

અને તે છ અવસ્થામાંથી પસાર થાય છે  જન્મ, નિર્વાહ, વિકાશ, પરિપક્વતા, દૂબળું કે કંગાળ થઈ જવું અને મૃત્યુ. મૃત્યુ પછી સ્થુલ શરીર નાશ પામે છે. 

સુક્ષ્મ શરીર:-

 સુક્ષ્મ શરીર મન અને મહત્વપૂર્ણ ઊર્જા જે ભૌતિક શરીર જીવંતરાખે છે તેનું બનેલ છે. સુક્ષ્મ શરીરમાં એટલે

(૧) પાંચ જ્ઞાનેન્દ્રીય :- આંખ, કાન, ત્વચા જીભ,અને નાક

(૨) પાંચ કર્મેન્દ્રિય :- મુખ, હાથ,પગ, ગુદા, પ્રજોત્પત્તિસંબંધી અંગો.

(૩) પાંચ પ્રાણ :- પ્રાણ,( શ્વાસોચ્છ્વાસ ) અપાન,(શરીરમાંથી કચરોનું વિરેચન) વ્યાન, (રક્તપરિભ્રમણ),ઉદાન,(છીંક રડવું, ઉલટી જેવી ક્રિયાઓ) સમાન(પાચનશક્તિ)

(૪) ચાર અત:કરણ :- (અ) મન  (બ) બુધ્ધિ  (ક) ચિત (ડ) અહંકાર

(અ) મન :- માનસ સામાન્ય રીતે  વિચારસરણી વિધાવિભાગ સૂચવે છે. માનસિક પ્રવૃત્તિ છે કે જે રીતે

                પોતાની જાતની સંકલ્પશક્તિ પ્રગટ કરે  છે. જો ઇચ્છાશક્તિ હોય તો શરીર,વિચાર, બોલવાનું

                કાર્ય થાય છે.   

(બ) બુધ્ધિ :- બુદ્ધિ  વૈદિક સંસ્કૃત શબ્દ જેનો અર્થ બૌદ્ધિક વિધાવિભાગ છે અને  રચના અને 

                  વિભાવનાઓની જાળવી, કારણ, પારખી લેવું ,નિર્ણાયક, સંપૂર્ણપણે સમજવું, કેવી રીતે કરવું

                   તે આકલન કરવાની શક્તિ  એટલે બુધ્ધિ.

(ક) ચિત :-  મુખ્યત્વે તે વ્યક્તિના માનસિક અવસ્થા રજૂ કરે છે,સમગ્ર માનસિક પ્રક્રિયાઓની ગુણવત્તા

                 માટે  ચિત કહેવામાં આવે છે અથવા વાપરવામાં આવે છે. ચિત સભાન હોવાનો આધાર છે. તે  

                 પ્રીતિ, દ્વેષ, અને ભ્રમ થી અશુધ્ધ થાય છે.     

(ડ) અહંકાર :-  આ સંષ્કૃત શબ્દ છે. તેનો અર્થ થાય છે અહમ :- સ્વયં અથવા "હું" અને કારા :- "કોઇ

                      પણ વસ્તુ બનાવવામાં " અથવા "કરવું" ના ખ્યાલ ઉલ્લેખ કરે છે.

સુક્ષ્મ શરીર નાશ પામતું નથી પણ કારણ શરીર સાથે રહે છે.

કારણ શરીરા :-

કારણ શરીર એ શુક્ષ્મ શરીર અને  સ્થુલ શરીર નું બીજ છે. તે ભેદભાવ વગરનું રૂપ છે. તે આત્માની વાસ્તવિક ઓળખના અજ્ઞાનને લીધે ઉદભવે છે. ગયા જન્મના સંષ્કાર તથા વિદ્યા, જ્ઞાન આ શરીરમાં સગ્રહ થાય છે. માયા સાથે નું અટુટ બંધન તથા વાસના આ શરીર સાથે જાય છે પણ કારણ શરીર આત્મા નથી.

પાંચ  કોશ શરીર :-

આપણો આત્મા પાંચ કોષ એટલે કે પાંચ આવરણમાં છુપાયેલછે. આ પાંચ કોષ તૈતરીય ઉપનીષદના બ્રહ્માવલીમાં બતાવેલ છે.આપાંચ કોષ એટલે

(૧) અન્નમયકોષ

(૨) પ્રાણમયાકોષ

(૩) મનોમયકોષ

(૪) વિજ્ઞાનમય કોષ

(૫) આનંદમય કોષ.

(૧) અન્નમયકોષ :-     સ્થુલ શરીર

(૨ પ્રાણમયાકોષ 

(૩) મનોમયકોષ       સુક્ષ્મ શરીર

(૪) વિજ્ઞાનમય કોષ  

(૫) આનંદમય કોષ.:-  કારણ શરીર

   

(૧) અન્નમયકોષ :-

અન્ન એટલે પદાર્થ પણ અન્ન નો શાબ્દિક અર્થ થાય છે ખોરાક.તૈતરીય ઉપનીસદમાં ખોરાકને બધા માટે ઔષધ કહેલ છે. સ્થુલ શરીર જે પદાર્થ (આહાર) માંથી બનેલછે, પદાર્થ (આહાર)  વડે ટકે છે અને ક્ષણીક અને ગ્રહણશક્તિનો વિષય છે એટલે કે ગ્રહણશક્તિ દ્વારા સમજી શકાય છે તેને અન્નમયકોષા કહે છે. તેનો ઉદભવ માતાપિતા દ્વારા ખાવામાં આવેલ ખોરાક (અન્ન) છે.અન્નમયકોષ જોઈ શકાય છે અધારીત છે અને  અશુધ્ધ  છે.

અન્નમયકોષ આત્મા નથી કારણકે ઉદ્ભવ પહેલા તેનું અસ્તિત્વ નહોતું અને તેના નાશ પછી તેનું અસ્તિત્વ રહેતું નથી. તે દરેક ક્ષણે તેનો ઉદ્ભવ થાય છે અને દરેક ક્ષણે તેનો નાશ થાય છે. તે અનંત પણ નથી. તે વિવિધ અવસ્થામાંથી પસાર થાય છે અને તેનો નાશ અવસ્ય થાય છે.

(૨) પ્રાણમયાકોષ :-

પાંચ પ્રાણ અને પાંચ કર્મેન્દ્રિય મળીને પ્રાણમયકોષ બને છે.  પ્રાણમયકોષ એ પ્રાણમૂલક (અત્યાવશ્યક) પાંચ પ્રાણ અને જે અન્નમયકોષમાં સંપુર્ણ બંધાયેલ અને અન્નમયકોષ તેના દ્વારા પુરા ભરાયેલ છે.તે સુક્ષ્મ શરીરનો ભાગ છે.  પ્રાણ જ્યારે અન્નમય કોષમાં દાખલ થાય છે અને તેના તમામ કાર્ય શરૂ કરે છે ત્યારે અન્નમયકોષને જીવન પ્રાપ્ત થાય છે. પ્રાણ અસ્તિત્વોની જિંદગી અને સર્વોનું જીવન છે તે નાશ પામતો નથી.

(૩) મનોમયકોષ:-  તે સુક્ષ્મ શરીરનો ભાગ છે. તેથી તે નાશવંત નથી તે “સ્વ” છે અને પ્રાણમયકોષ તેનું શરીર છે. પાંચ જ્ઞાનેન્દ્રીય અને મન મળીને આ કોષ બને છે. મનોમયકોષ  “હું“ અને “મારૂ” નું ભાન કે સંવેદના નું કારણ છે. કારણ કે મન નો સ્વભાવ જ  નિર્ણયઅને શંકાનો હોવાથી અને પાંચ જ્ઞાનેન્દ્રીય મન આધારીત અને નિર્ધારિત છે તેથી આ કોષ નામ,રૂપ વગેરેમાં તફાવત ઉભો કરે છે

મનોમય કોષ સૌથી શક્તિશાળી છે કારણ કે બંધન અને મુક્તિ મન પર આધારીત છે. મન જ્યારે કોઈ દુનિયવી વસ્તુંમાં આસક્તિ પેદા કરે છે ત્યારે માણસ બંધાઈ જાય છે અને મન જ્યારે અભાવ પેદા કરે છે ત્યારે મુક્તિનો માર્ગ મળે છે. મનોમયકોષ પ્રાણમયકોષમાં 

વ્યાપ્ત છે.

જ્યારે મન વાસના રૂપી અર્થ વસ્તુઓને જ્ઞાન રૂપી યજ્ઞમાં જ્ઞાનેન્દ્રીય રૂપી ગુરૂ દ્વારા હોમવામાં આવે છે ત્યારે બ્રાહ્મન હોવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે.

 (૪) વિજ્ઞાનમય કોષ:-

તે સુક્ષ્મ શરીરનો ભાગ છે. વિજ્ઞાનમય મનોમયકોષમાં વ્યાપ્ત છે જે પ્રાણમયકોષમાં વ્યાપ્ત છે જે અન્નમયકોષમાં વ્યાપ્ત છે.બુધ્ધિ સાથે જ્ઞાનેન્દ્રીય અને તેના લાક્ષણીક કાર્યો  વિજ્ઞાનમયકોષ બને છે જે સંસારનું કારણ છે  વિજ્ઞાનમય કોષમાં  ચૈતન્ય પ્રતિબિંબપાડવાની શક્તિ છે જે પ્રકૃતિ ( અજ્ઞાન) માં ફેરફાર સાથે આવે છે જેથી જ્ઞાન અને કાર્યની લાક્ષણિકતા સાથે શરીર અને કાર્ય સાથે ઓળખાય છે. આ કોષને  જ્ઞાનનું કુદરતી શક્તિ-સામર્થ્ય પ્રદાન  હોવાથી ,જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં  સમાવેશ થાય છે અને આનંદ અને દુ:ખનો અનુભવ કરી શકાય છે. તે તેજસ્વી હોવાથી અને પરમ ચેતનાની નજીક હોવાથી ઉપાધી દ્વારા છેતરવાથી તે સંસાર (ભ્રમણ) આધીન છે

 (૫) આનંદમય કોષ :-

આનંદમય કોષએ અવિદ્યા (અજ્ઞાન)નો સુધારો જ છે. આત્મા, સઘન થયેલ નિરપેક્ષ આનંદ ના એક પ્રતિબિંબ તરીકે દેખાય છે જે, ઇચ્છિત પદાર્થ જોવાથી અને મળવાથી આનંદની અનુભુતી કારણ રૂપે દેખાય છે. આનંદમય કોષની સંપૂર્ણપણે સ્વપ્ન વિનાનીઉંઘ માં સ્પષ્ટ અભિવ્યક્તિ છે. આનંદમય કોષ આત્મા નથી કારણ કે તે ઉપાધિઓ સાથે જોડાયેલ છે અને સારા કાર્યો નીઅસર તરીકે પ્રકૃતિમાં ફેરફાર તરીકે છે

મહત્વ:-

આત્મા(આંતરિક સ્વ ) ને ફક્ત તો જ ઓળખી શકાય જો આપણે આત્મા શિવાય(ANATMAN) કાંઈ છે તેવું માનવાનો ઈનકાર કરીએ.

પંચ્કોષને પણ ધીરે ધીરે દુર કરવા જોઈએ પાંચકોષને દુર કરવાથી જે ખાલીપણો આવે તેનેપણ દુર કરવાથી જે રહે તે જ આત્મા. 

13 November 2017

સ્વર્ગ મેળવવા માટે મરવાની જરુર નથી એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે.

મારુ જે થવું હોય તે થાય, પહેલા તું તારુ કર – એક નાનકડી ક્યુટ વાર્તા

એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ, “ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની મુલાકાત કરાવું. બોલ તારે પહેલા કોની મુલાકાત લેવી છે?”
બાળકે કહ્યુ, “પ્રભુ, પહેલા નરક બતાવો પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોઇ તો પણ વાંધો ન આવે.”
ભગવાન બાળકને લઇને નરકમાં ગયા. દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા. બાળકે જોયુ તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા. જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા. આમ છતા લોકો ભુખના માર્યા તરફડીયા મારી રહ્યા હતા. કેટલાકના મોઢામાંથી સારુ ભોજન જોઇને લાળો ટપકતી હતી પરંતું એ ભોજન લેતા ન હતા.
બાળકે ભગવાનને પુછ્યુ, “પ્રભુ આવુ કેમ ? ભોજન સામે હોવા છતા આ લોકો કેમ ખાતા નથી અને દુ:ખી થઇને રાડો પાડે છે?”
ભગવાને બાળકને કહ્યુ, “બેટા, આ તમામ લોકોના હાથ સામે જો. બધાના હાથ સીધા જ રહે છે એને કોણીથી વાળી શકતા નથી અને એટલે એ ભોજનને હાથમાં લઇ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી. ભોજનને મુખ સુધી પહોંચાડવા એ હવામાં ઉંચે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટેનો પ્રયાસ કરે છે પણ એમા એ સફળ થતા નથી.”
બાળકે દલીલ કરતા કહ્યુ, “પ્રભુ આ તો નરકના લોકો માટે હળાહળ અન્યાય જ છે. ભોજન સામે હોવા છતા તમે કરેલી કરામતને કારણે હાથ વળતો નથી અને એ ખાઇ શકતા નથી.”
ભગવાને કહ્યુ, “ચાલ બેટા હવે તને સ્વર્ગની ભોજનશાળા બતાવું એ જોઇને તને નરક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાઇ જશે અને હું અન્યાય કરુ છુ કે કેમ તે પણ તને ખબર પડી જશે.”
બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજનશાળામાં ગયો. અહિંયા નરકમાં હતા એ જ પ્રકારના બધા ભોજન હતા અને એવી જ વ્યવસ્થાઓ હતી છતાય બધાના ચહેરા પર આનંદ હતો. બધા શાંતિથી ભોજન લઇ રહ્યા હતા. બાળકે ધ્યાનથી જોયુ તો અહિંયા પણ દરેક લોકોની શારિરીક સ્થિતી નરક જેવી જ હતી મતલબ કે કોઇના હાથ કોણીથી વળી શકતા નહોતો પરંતું લોકો ભોજન લેતી વખતે એકબીજાને મદદ કરતા હતા સામ-સામે બેસીને પોતાના હાથમાં રહેલો કોળીયો સામેવાળી વ્યક્તિના મુખમાં મુકતા હતા અને સામેવાળી વ્યક્તિના હાથમાં રહેલો કોળિયો પોતાના મુખમાં સ્વિકારતા હતા.
બાળકે ભગવાનની સામે જોઇને હસતા હસતા કહ્યુ, “પ્રભુ મને સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત બરોબર સમજાઇ ગયો.”

સ્વર્ગ મેળવવા માટે મરવાની જરુર નથી એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે.

‘તારુ જે થવુ હોય તે થાય હું મારુ કરુ’ આવી વિચારસરણી જ્યાં છે તે નરક છે અને
‘મારુ જે થવુ હોય તે થાય પહેલા હું તારુ કરુ’ આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ છે.

કેવી વિચિત્રતા છે આ સંસાર ની

કેવી વિચિત્રતા છે આ સંસાર ની
        

કુતરા ને બેસાડી ખોળામાં હાથ થી પંપાળે છે
        
ખુદ ના સંતાનો ઘર ની નોકરાણી સંભાળે છે
        
રોજ સવારે ઝીમ  જાવા મોંઘી ગાડી લાવે છે
        
ઝીમ માં જઈ  એ તો રોજ સાઇકલ ચલાવે છે
        
મન ને હડવું કરવા ફૂલો ના બાગ માં બેસે છે
        
ને ઘર પોતાનું ખોટા ફૂલો લગાવી  સજાવે છે

ગજબની સોચ છે “મૌન” માનવી ની
         

પથ્થર માં એ તો ભગવાન ને ખોજે છે
          

પ્રભુ છે જેની અંદર એને વૃદ્ધાશ્રમ ભેજે છે

બસ આવું જ જિંદગીનું છે !

એક ડોક્ટર હતા..
હંમેશાં ખુશ રહે..

એક દિવસ એક મિત્રે તેમને સવાલ કર્યો કે
તું દરેક સંજોગોમાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે?

ડોક્ટરે જવાબ આપ્યો કે, મારી દવા ઉપરથી હું
જિંદગી જીવતા શીખ્યો છું !

દવા ખાઈને નહીં પણ
દવા પાછળનું તાત્પર્ય સમજીને!

ડોક્ટરે મતલબ સમજાવ્યો કે, આપણા મોઢામાં ચોકલેટ
હોય તો આપણે ચગળ્યા રાખીએ છીએ અને
દવાની કડવી ગોળી હોય ફટ દઈને ગળેથી નીચે
ઉતારી દઈએ છીએ..

બસ આવું જ જિંદગીનું છે !

ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે
ઉતારી નાખવાની અને મજા આવે એવું હોય એને
ચગળ્યા રાખવાનુ...!!!

11 November 2017

ભુખ ના માર્યા એક વડાપાવ માટે કાકલૂદી કરતાં એ વ્રુદ્ધ શું પુત્ર માટે લાવેલા પોતાની પાસે ના ડબ્બા માંથી શું એક લાડવો ખાઈ શકતા ન હતા ?

ભણીગણીને હોશિયાર થઈ ગયેલા બાળકોએ બનાવી દીધેલા બોજારૂપ માબાપ
હંમેશા મુજબ સાન્જે 6:00 વાગ્યે ઓફીસ થી નીકળી ઘ રે પાછા જવા 6:30 ની ભાયંદર ફાસ્ટ પકડી ઘરે જવા નીકળ્યો. રસ્તા માં મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે. હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કીંગની રેલીગ પર બેઠો હતો.
એક 70-75 વર્ષના વૃદ્ધ જેને જાડા કાચ ના ચશ્મા પહેરેલા હતા અને મેલાં-ઘેલા કપડાં પહેર્યાં હતાં તે મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા : "સાહેબ બહુ ભુખ લાગી છે એક વડાપાવ ખવડાવશો ?" તે કોઈ ભિખારી હોય તેવુ લાગતું ન હતું કે તેને ભિક્ષા માંગવાની આદત હોય તેમ પણ લાગતું ન હતું. અચાનક પગ પકડવાથી હું હડબડી ને નીચે ઉતરી ગયો. આ વ્યક્તિ ને જોઈ મને સંકોચ થયો. મેં કહ્યું: "કાકા ભુખ લાગી છે ?" ને પછી ખીસામાં હાથ નાખી 50 ની નોટ કાઢી તેમના હાથમાં મુકી તો તેઓએ તરતજ પાછી આપી કહે:" નહી ભાઇ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉ જેટલાં જ પૈસા આપો" . મે, . હું જઈ ને બે વડાપાઉં લઇ આવ્યો. કાકા ત્યાં જ નીચે બેસી ને ખાવા લાગ્યા. મેં પૂછ્યું ,"કાકા ક્યાથી આવો છો? કયાં જાવું છે ? કોઇ ને શોધવા નીકળ્યા છો કે શું ?" તેમણે જવાબ આપ્યો." હું પુના પાસેના એક ગામ થી આવું છું. તારા જેવડો મારો પુત્ર અહીં કોઇ મોટી કંપની માં ઇન્જિનીયર છે. બે વર્ષ પહેલાં તેને મુમ્બઇ માં લવમેરેજ કરેલાં. તેની ભણેલી પત્ની ને અમારા ગામડીયા સાથે રહેવું ગમતું નથી એટલે છોકરો અહીં તેની સાથે છેલ્લા બે વરસ થીઅલગથી રહે છે. પરમદિવસે તેનો અમારા પર ફોન આવ્યો હતો કે અમેરિકામાં નોકરી મળી છે. પત્નીને લઈને 10 વર્ષ માટે અમેરિકામાં જાય છે. મુમ્બઈ થી તો વરસે દિવસે એકાદવાર મળવા આવી જતો હતો પણ હવે આટલું દૂર પરદેશ જતાં પહેલાં એકવાર તો મળીને જા",,, કહ્યું તો કહે," જલ્દી જાવું છે એટલે સમય નથી. "મને થયું 10 વર્ષ હવે જીવન હશે કે નહીં કોનેખબર એટલે હુંજ મળી આવું. કાલ સાન્જ થી મુમ્બઈ માં ફરુ છુ પણ લોકો કહે છે કે અહીં ફાઉન્ટન માં એરપોર્ટ નથી એ તો અંધેરીમાં છે. પરંતુ મારા પુત્ર એ તો મને આજ સરનામૂં લખાવ્યું હતું "... કહી ને તેણે ખીસ્સા માંથી એક ચબરખી કાઢી બોલ્યા," આ મોબાઇલ પણ ખરાબ થઈ ગયો લાગે છે. કાલ નો મારા દિકરાનો એક પણ ફોન નથી આવ્યો." મેં પૂછ્યું:" તમે કેમ ફોન કરી ને પૂછી લેતાં?" તો કહે," મને ફોન કરતા નથી આવડતું." મેં તેમનો ફોન લઈ રિસીવ્ડ કોલનું લીસ્ટ કાઢીને બેદિવસ પહેલાં આવેલા એકમાત્ર નંબર પર ફોન કર્યો તો સામે થી ફોન કટ કરવામાં આવ્યો. મેં વારંવાર પ્રયત્ન કર્યો પણ રિજલ્ટ તેજ આવ્યું. છેવટે મેં તેમની પાસેથી ચબરખી લઈ સરનામું વાચ્યું
આંતર રાષ્ટ્રીય હવાઈ મથક-ફાઉન્ટન, ફોર્ટ, મુમ્બઈ.
મને સમજાઇ ગયું કે માં-બાપ ને ટાળવા માટેજ તેણે ખોટું સરનામું લખાવ્યું હતું અને હવે ફોન ઉપાડવા નું પણ ટાળતો હતો. મને સમજાઇ ગયું હતું કે જે દિશામાં તેનું વિમાન ગયું હતું તેના પાછા ફરવાની શક્યતા ઘણી ઓછી હતી. મને સમજાઈ રહ્યું હતુંકે પુત્ર તરફ થી થઈ રહેલી ઊપેક્ષા તેને સમજાતી નહોતી અથવા તો જે સમજાય રહ્યું હતું કે તેનો પોતાનો પુત્ર તેને અવગણી રહ્યો છે તે સ્વીકારવા તેમનું મન તૈયાર નહોતું. મેં કહ્યું, "કાકા હવે તો વિમાન નીકળી ગયું હશે તમે પાછા જાવ ઘરે કાકી તમારી રાહ જોતાં હશે." તેમના હાથ માંની જુની થેલીમાં ડબ્બા જેવું લાગ્યું મેં પૂછ્યું, "કાકા આમાં શું છે?" તેઓ બોલ્યા આતો મારા દિકરાને મગસ બહુ ભાવે એટલે તેની માં એ બનાવી ને મોકલ્યા હતાં."..મારા દિલ માં એકદમ ધ્રાસકો પડ્યો. મને થયું સોય ના એક ઘા થી તેમનું હ્રદય વિન્ધી નાખું અને તેમના નાલાયક દિકરા ની હકીકત તેમને સમજાવું પણ મારી હિંમત ખલાસ થઈ ગઇ હતી. મારા કાળજાના કટકા થઈ રહ્યા હતા . હું નિ:શબ્દ બની તેમની સામે જોઈ રહ્યો હતો.... મેં કહ્યું," કાકા હવે ઘરે જાવ મોડું થઈ જાશે વિમાન તો હવે જતું રહ્યું." કહી ભારે પગલે હું ત્યાંથી ચાલતો થયો.
તે દિવસે મોડી રાત સુધી મને ઊંઘ ના આવી રહી રહી ને એકજ વિચાર આવતો હતો કે ભુખ ના માર્યા એક વડાપાવ માટે કાકલૂદી કરતાં એ વ્રુદ્ધ શું પુત્ર માટે લાવેલા પોતાની પાસે ના ડબ્બા માંથી શું એક લાડવો ખાઈ શકતા ન હતા ?

આટલો પ્રેમ !!!

9 November 2017

બસ મારે તો એક ઓફ લાઈન *મા જોઈએ.*

થોડા દિવસ પહેલા
મીડીયમ ઈગ્લીશ શાળામાં
બોલાવામાં આવેલ,

ત્યાંના પ્રિન્સીપાલની
ફરીયાદ એ હતી કે,

એક બાળક વાલી મીટીંગ
કયારેય પોતાની માતાને
શાળાએ લાવતો નથી,

અને ઘરે જાણ પણ કરતો નથી.

ધોરણ પાંચના તે કલાસના
દરેક વિદ્યાર્થીઓ સાથે
અલક મલકની વાતો કરી ને
પછી દરેકને કેવી *''મા''*પસંદ છે.
તે નિબંધ લખવા માટે આપ્યો,

દરેકે પોત પોતાની
માતાના વખાણ લખ્યા હતા.

રાહુલના લખાણનું હેડીંગ હતું.

*''ઓફ લાઈન મા''*

મારે મા જોઈએ છે પણ
ઓફ લાઈને.

મારે અભણ મા જોઈએ છે
જેને મોબાઈલ વાપરતા
નહીં આવડે તો ચાલશે
પણ મારી સાથે દરેક જગ્યાએ
જવા માટે સમય હોય.

મારે જીન્સ અને ટીર્શટ પહેરે
તેવી મા નહીં પણ છોટુના
મમ્મી જેવી સાડી પહેરતી
*મા*જોઈએ છે.

જેના ખોળામાં માથું રાખીને
હું છોટુની જેમ સુઈ શકું.

મારે મા તો જોઈએ છે
પણ ઓફ લાઈન જેને
મારા માટે સમય તેના
મોબાઈલ કરતાં વધારે હોય
પપ્પા માટે વધારે હોય,

જો ઓફ લાઈન મા હશે
તો પપ્પા સાથે ઝગડો નહિ થાય.

મને સાંજે સુતી વખતે
વીડીયો ગેમ્સની બદલે
વાર્તા સંભળાવીને સુવરાવશે
ઓન લાઈન પીઝા નહિ મંગાવે
મને અને બાને
સમયસર રસોઈ કરીને જમાડશે.

બસ મારે તો એક ઓફ લાઈન
*મા જોઈએ.*

આટલું વાંચતા મોનીટરના
હીંબકા પુરા કલાસમાં
સંભળાય રહયા હતાં.

દરેક વિદ્યાર્થીની આંખોમાં
ગંગા જમુના વહેતી હતી.

8 November 2017

*દવા ખિસ્સામાં નહી શરીરમાં જાય તો જ અસર કરે,*

*દવા ખિસ્સામાં નહી શરીરમાં જાય તો જ અસર કરે,*
*"સારા વિચારો પણ મોબાઈલમાં નહિ જીવનમાં ઉતરે તો જ અસર કરે."*

*ગંદકી* જોનારની *નજર*માં હોય છે;
બાકી *કચરો વીણતા ગરીબો*ને તો એમાં પણ *રોટલી* દેખાય છે...!!!

5 November 2017

"ફેસવોશથી મોઢા ચમકે છે દિલ નહી"


તમારો સૌથી પ્રિય મિત્ર બીજી જ્ઞાતિનો હશે અને તમારો સૌથી મોટો શત્રુ તમારી જ જ્ઞાતિ નો હશે.

દૂનિયા જેને ગાંડા કહે છે એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે,
બાકી પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપી ને જતાં રહે છે....
   
લોકો મરી ગયા પછી ખભો દેવા પડાપડી કરેછે.
પણ ટેકા ની જરૂરીયાત વાળા જીવતા લોકો માટે આવુ કરે તો દુનિયા મા કોઈ દુખી જ ન રહે...

વ્યર્થ બોલવા કરતા
મૌન રહેવું એ, વાણીની પ્રથમ વિશેષતા છે...

હસતો ચેહરો અને રોતી આંખો જીવનની વાસ્તવિકતાનો સાચો પરિચય આપે છે
         
ગમો અણગમો એ તો આપણા મનનો છે.
બાકી ઈશ્વર તો હંમેશા આપણાં લાયક જ આપે છે.

જયારે લખાણ ના 'વખાણ' થાય... ત્યારે,સમજવું કે-
શબ્દો 'આંખ' થકી...
'દીલ' સુધી પહોંચ્યા છે

માત્ર ભીંતો થી ઘર ઠંડુ નથી થતુ ... ઘર માં રહેનાર માં ભેજ હોવો જોઇએ.

જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ. જે તમારી સાથે થવું નહીં જોઈએ એ તમે બીજા સાથે ના કરો.

મતલબ બહુ વજનદાર છે વ્હાલાં નીકળી જાય પછી સંબંધ હલકો કરી નાંખે છે

જિંદગી સાથે કોઈ ઝઘડો નથી, બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી.

મેં કોઈની પરવાહ કરી જ નથી એટલે જ આટલો મસ્ત છું,..
કેમ કે પરવાહ કરવાવાળા જ બહુ દુઃખી થાય છે

જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે
જેના માટે લોકો કહેતા હતા "આ કામ તું નહિ કરી શકે "

સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી, એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગ છે !!

તમે કેટલા ધનવાન છો તે જાણવું હોય તો એવી વસ્તુઓ ગણવા માંડો,
જે ધનથી ખરીદી નથી શકાતી અને તમારી પાસે છે !!

કામ કરવાવાળાની કદર કરો,
કાન ભરવાવાળાની નહીં.

દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે છે,  ત્યારે જ કોઈ સફળતાની સીડી ચઢે છે !!

માણસ હમેંશા વિચારે છે કે ભગવાન છે કે નહિં !??
પણ, ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિં !??

પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત થાય,
એ જ જગતનો સૌથી સુખી માણસ છે...

""સુંદરતા મનની રાખજો સાહેબ""

"ફેસવોશથી મોઢા ચમકે  છે દિલ નહી"