31 October 2017

સાચા શિક્ષકનો અવાજ એના વિધાર્થી મા હોય છે

" મુલ્યશિક્ષણ ની વાતો કરતા કેટલાક લોકો બાળકોની આદતો ને લઈ તેના શિક્ષકોને જવાબદાર ઠેરવતા હોય છે. એ વાત આંશિક રીતે સાચી પણ છે. છતાં એનો અર્થ એ નથી કે શિક્ષક જ એના માટે જવાબદાર છે.

એક જ શિક્ષકના હાથમા ભણેલા બે વિધાર્થીઓ  મા  સામર્થ્ય શક્તિ કે નૈતિક મુલ્ય કદી પણ સમાન ન હોય શકે.

સમાજના  ફલક  પર એક વાત વારંવાર સાંભળી ખરેખર દુઃખ થાય છે. ઘણા લોકો  ડગલે ને પગલે એવી વાતો કરતા હોય છે કે
- માસ્તરો હરામ નો પગાર  લે છે.
- માસ્તરો ને જલસા જ જલસા છે માસ્તરો વેકેશન ભોગવે છે.
- માસ્તરો  ભણાવતા નથી.
- માસ્તરો કંજુસ એટલે કે અતિ કરકસર કરવા વાળા હોય છે. 

તો આવી ફાલતુ મનો સ્થિતી ધરાવતા લોકો માટે મુખ્ય સવાલ એ છે કે:-

જો એવું જ હોય તો 'માં' જેટલા ઊંચા સ્તર પર એને શું કામ  મુકવામા આવે છે?

સરકારી ઓફીસોમા કરવાના થતા ચોકસાઈ વાળા કામો  જેવા કે વસ્તી ગણતરી, મતદાર નોંધણી એ બધું હરામનો પગાર લેનાર કરી શકે?

શિક્ષકો વર્દી ધારી રિશ્વતખોરો છે?
શિક્ષકો ને ટેબલ નીચે થી  થતી આવક નથી એટલે એ કરકસર યુક્ત જીવન શૈલી અપનાવે છે.

શિક્ષકો ના કામ ના કલાકોની વાતો કરનારા લોકો પણ જરા વિચારી લે.......

રાજ્ય  જ નહી  આખાય દેશ ના સરકારી વહીવટી દફતરો સવારે દસ વાગ્યે   જ ખુલે છે.સાંજના છ વાગ્યે બંધ થાય છે .એમા સેવારત  સેવાકર્મીઓ નો  જમવાનો સમય મોટા ભાગે  12:00 થી 4:00 કે 12:00 થી  3:00 હોય છે.

કામ ના કલાકો ......? કોણ વધુ કામ કરે છે?

ક્યા સરકારી સેવાકર્મી પાસે તેણે દૈનિક રીતે કરેલા કામ નુ સચોટ આયોજન હોય છે?

ક્યો સરકારી સેવાકર્મી શિક્ષક જેટલો નિયમિત હોય છે?

યાદ રહે  " 

અરીસાના તૂટી જવાથી પ્રતિબિંબ નથી તૂટતું.
પણ તૂટેલા અરીસાના અસંખ્ય ટુકડાઓ મા  એનુ સમાન દર્શન હોય છે. શિક્ષક એવો અરીસો છે જે સમાજ કે રાષ્ટ્રના પ્રતિબિંબ ને પોતાનામા ગ્રહિત કરે છે.

        નગારાનો નાદ કેવળ યુધ્ધ અને આરતી મા હોય છે.
       સાચા શિક્ષકનો અવાજ એના વિધાર્થી મા હોય છે.

26 October 2017

જિંદગી જીવવા માટે ભૂંસવાની કળા આત્મસાત કરવી જરૂરી છે.

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું.

36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0

અને વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું "આ સમીકરણનું સોલ્યુશન મારી પાસે નથી. આવાં   નાનકડાં સમીકરણને સોલ્વ કરવાનાં પરીક્ષામાં પુરા ત્રણ માર્ક મળશે. "

પછી તેઓ નાનકડાં મુસા તરફ ફર્યાં અને કહ્યું. 
" આ દાખલાનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે...?"

મુસાએ એક પળનો પણ વિલંબ કર્યા વગર ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ ભૂંસી નાંખ્યું.

અને કહ્યું....

" પ્રોબ્લેમ સોલ્વ્ડ સર".
" જેનો કોઈ તાળો જ નથી તેની પાછળ સમય કેમ બરબાદ કરવો. ત્રણ માર્કની પાછળ બાકીનાં 97 માર્ક કેમ ગુમાવવા??!!
?.
.
.
.

આપણી જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે. અને તેનું સોલ્યુશન પણ આ રીતે જ હોઈ શકે છે. દુર્લભ અને અપ્રાપ્ય ત્રણ માર્કની પાછળ આપણે 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે. અને એ લ્હાયમાં બાકીનાં 97% ખૂબસૂરત પળો જે આપણાં જ આધિપત્યમાં હોય છે તેને માણવાનું ભૂલી જઈએ છીએ..."

જિંદગી જીવવા માટે ભૂંસવાની કળા આત્મસાત કરવી જરૂરી છે.

કહેનારે ભલે કહ્યું હોય કે: ‘નામમાં શું?’- વાંચો ગમ્મતપુર્ણ નામો

કહેનારે ભલે કહ્યું હોય કે: ‘નામમાં શું?’

વાંચો ગમ્મતપુર્ણ નામો

આંખના ડૉક્ટર : ડૉ. નયન રોશન

ગેસ્ટ્રૉએન્ટ્રોલૉજિસ્ટ : ડૉ. પવન આઝાદ

કાર્ડિયોલૉજિસ્ટ : ડૉ. હૃદયનાથ દીલસુખાણી

ગાયનેકોલૉજિસ્ટ : ડૉ. જન્મેજય સુયાણી

બાળકોના ડૉક્ટર : ડૉ. બાલકૃષ્ણ નાનજી

માનસિક રોગના ડૉક્ટર : ડૉ. મન-સુખ વા-ઘેલા

નાક-કાન-ગળાના ડૉક્ટર : ડૉ. કાન-જી ગલા-ણી

અનેસ્થેટિસ્ટ : ડૉ. જાગૃતિ સુવા-ગિયા

કેન્સરના ડૉક્ટર : ડૉ. પ્રાણ-જીવન જીવ-રાજાની

પશુચિકિત્સક : ડૉ. મયૂર પોપટ-લાલ હાથી

22 October 2017

અભણ અને ગામડીયા લોકોની વાત પણ માનવા જેવી હોય છે.

એક તળાવમાં એક ખુબ બુધ્ધિશાળી માછલી રહેતી હતી. એની બુધ્ધિ પ્રતિભાને કારણે તળાવના બધા જ જળચરો આ માછલીની આજ્ઞા મુજબ વર્તતા હતા. એક દિવસ બે માછીમારો આ તળાવ પાસેથી પસાર થયા. તેઓ વાત કરી રહ્યા હતા કે આ તળાવમાં ઘણી બધી માછલીઓ છે અને તળાવ બહું ઉંડું પણ નથી તો આપણે કાલે અહિંયા માછલીઓ પકડવા માટે આવીશું.

આ સમાચાર વાયુ વેગે આખાય તળાવમાં ફેલાઇ ગયા. બધા ચિંતામાં ફફડવા લાગ્યા અને પેલી બુધ્ધિશાળી માછલીની સલાહ લેવા માટે એકઠા થયા. બુધ્ધિશાળી માછલીએ તો એટલું જ કહ્યુ કે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી હું બેઠી છું. હું અનુભવી છું અને મને ખ્યાલ છે કે આ માછીમાર માત્ર વાતો જ કરશે કાલે અહિંયા નહી આવે.

એક સામાન્ય દેડકાએ બુધ્ધિશાળી માછલીની આ વાતનો વિરોધ કરતા કહ્યુ કે આપણે આવનારી મુશ્કેલી સામે લડવા માટે તૈયાર રહેવું જોઇએ. હું તો કહુ છું કે થોડા સમય માટે નદીના નાના પ્રવાહમાંથી આપણે બીજા તળાવમાં જતા રહીએ. અમુક દિવસ પછી પાછા આવી જઇશું.

બુધ્ધિશાળી માછલીએ દેડકાનું અપમાન કરીને નીચે જ બેસાડી દીધો. બાકીના બધા જલચરોએ પણ માછલીની વાત સાંભળી. દેડકો તો સાવ એકલો થઇ ગયો પણ વધું દલીલ કરવાને બદલે એ તો પોતાના પરિવારના સભ્યો સાથે બીજા તળાવમાં જતો રહ્યો.

બીજા દિવસે પેલા માછીમારો આવ્યા. જાળ પાણીમાં નાંખી અને બુધ્ધિશાળી માછલીની સાથે સાથે ઘણા બધા નાના-મોટા જલચરો જાળમાં ફસાઇ ગયા. માછીમારો આ જાળ લઇને દેડકો જે તળાવમાં સ્થળાંતર કરી ગયો હતો ત્યાંથી પસાર થયા. દેડકાએ આ જોયું ત્યારે દુખી થતા થતા એટલું જ કહ્યુ , " કાશ , મારા જેવા નાના પ્રાણીની વાત માની હોત " 

જેની પાસે વ્યવહારુ જ્ઞાન હોય એવા અભણ અને ગામડીયા લોકોની વાત પણ માનવા જેવી હોય છે. કેટલીકવાર વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી મેળવેલી ડોકટરેટની પદવી આવા અનુભવીઓ પાસે વામણી પુરવાર થાય છે કારણ કે તેઓ ઓછુ ભણેલા હોવા છતા વધુ ગણેલા હોય છે.

17 October 2017

આપને તથા આપના પરિવાર ને આજથી શરૂ થતા શુભ તહેવારો ની હાર્દિક શુભકામનાઓ.

*૧૭-૧૦-૧૭* એ રંગોળી માં પૂરજો રંગ સરસ....
કે રંગીન થઈ જાશે *ધનતેરસ*....

*૧૮-૧૦-૧૭* થી રહેજો હંમેશા લાગણી ને વસ...
કે શુભ થઈ જાશે *કાળીચૌદસ*....

*૧૯-૧૦-૧૭* એ સળગાવી નાખજો નફરત ની દોર...
કે ચમકાવતી જાશે જીંદગી ની *દીવાળી*...

*૨૦-૧૦-૧૭* થી રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ...
કે ખરેખર ખીલી જાશે
*નૂતનવર્ષ*...

*૨૧-૧૦-૧૭* થી સંબંધોમાં કદી રાખવી ન ખીજ...
કે ઉમંગોથી છલકી જાશે *ભાઈબીજ*...

*૨૨-૧૦-૧૭* એ દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ...
કે મહેકતી રહેશે હંમેશા
*ત્રીજ*...

*૨૩-૧૦-૧૭* એ હરખ થી થઈ જવા લોથપોથ...
કે ખુશીઓ થી ભરાઈ જાશે *ચોથ*...

*૨૫-૧૦-૧૭* એ "પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ...
_વીતાવજો એકમેકથી
*લાભ પાંચમ*...✨

આપને તથા આપના પરિવાર ને આજથી શરૂ થતા શુભ તહેવારો ની હાર્દિક શુભકામનાઓ.

13 October 2017

રંગોળી માં પૂરજો રંગ સરસ...._

_રંગોળી માં પૂરજો રંગ સરસ...._
_કે રંગીન થઈ જાશે ધનતેરસ...._

_રહેજો હંમેશા લાગણી ને વસ..._
_કે શુભ થઈ જાશે કાળીચૌદસ...._

_સળગાવી નાખજો નફરત ની પાળી..._
_કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી..._

_રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ..._
_કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ..._

_સંબંધોમાં કદી રાખવી ન ખીજ..._
_કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ..._

_દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ..._
_કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ..._

_હરખ થી થઈ જવા લોથપોથ..._
_કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ..._

_"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ..._
_વીતાવજો એકમેકથી લાભ પાંચમ..._

12 October 2017

તમે જે માંગણી કરી રહયાં છો? તે માગણી માટે તમારા પપ્પા સક્ષમ-સમર્થ છે કે નહીં?

*દીકરી નારાજ થઈ ગઈ!*

*પપ્પા* જ્યારે *ઓફિસે* જવા લાગ્યા ત્યારે એમની *લાડકી દીકરી આજે ને આજે જ એક્ટિવા લાવવા માટે જીદ કરવા લાગી.* પપ્પાએ *આજે ને આજે* નહિ લાવી શકું, *મજબૂર છું* પણ તેમની *લાડકી દીકરી માને તો ને!* દીકરીએ *જીદ*માં આવી *પપ્પા* સાથે *વાત કરવાનું બંધ* કરી દીધું.
    *પપ્પા પણ બિચારા શું કરે?પપ્પાએ ઓફિસેથી દીકરીને મનાવવા* બહુ જ *કોશિશ* કરી પણ *દીકરી ફોન ઉઠાવે તો ને? ચિંતામાં ને ચિંતામાં પપ્પાની મન:સ્થિતિ બગડવા લાગી* અને તેથી *છાતીમાં દર્દ* થવા લાગ્યું. તરત જ *શેઠ* પાસે ગયા અને *તાત્કાલીક લૉન મંજુર* કરાવી. *દીકરી*ની *ખુશી* માટે તરત જ *એક્ટિવા*ના *શો રૂમ* પર ગયા અને *એક્ટિવા ખરીદી લીધી. એક્ટિવા સાંજ સુધીમાં ઘરે આવી જશે* તે કહેવા *દીકરી*ને *ફરી ફોન* કર્યો પણ *દીકરી* હજુ પણ *નારાજ અને મોં ફુલાવી*ને બેઠી હતી. *જીદી* હતી, *પપ્પા*થી *હજુ પણ નારાજ* હતી. *પપ્પા ચિંતા*માં *શાંત બેસી* ગયા, *છાતીમાં દર્દ વધવા* લાગ્યું. *એમની લાડલી*ને *બહુ પ્રેમ* કરતા હતા ને! *દીકરી*ને *ફરી ફોન* કર્યો પણ *દીકરીએ* હજુ પણ *નારાજ ફોન ઉપાડ્યો* જ નહિ, *પપ્પા ચિંતા*માં બેસી રહ્યાં *છાતી*માં *દર્દ વધવા* લાગ્યુ. *એક્ટિવા* તો ઘરે *પહોંચી* ગઈ પણ *પપ્પા*ને *માનસિક તણાવ*માં તેમને *હૃદયનો હુમલો ઓફિસ*માં જ આવી ગયો.
*ઘર* પર *એક્ટિવા* જોઈને *દીકરી ખૂબ ખુશ* થઈ ગઈ, *આનંદ*નો પાર ન રહ્યો પણ *એક્ટિવા* સાથે *પપ્પા ક્યાંય* ન દેખાયા, *દેખાઈ* તો ફક્ત *એક એમ્બ્યુલન્સ.* બધા જ *હેરાન-પરેશાન, કોણ હતું એમાં?* મૃત શરીર એમ્બ્યુલન્સની બહાર કાઢવામાં આવ્યું.
*દીકરી*એ જોયું તો *એ મૃત શરીર* તો *પપ્પા*નું જ હતું. *તેમના ઓફિસ*ના *સાથી કર્મચારી*એ બતાવ્યું, *સવારે ઓફીસ આવ્યા ત્યારથી એક્ટિવા માટે જ બહુ માનસિક તણાવ*માં હતા. *દીકરી* માટે *તાત્કાલીક લૉન પાસ કરાવી એક્ટિવા પણ નોંધાવી દીધી* પછી *ઘર પર આ ખુશ ખબર આપવા ફોન કર્યો* પણ *દીકરી નારાજ* હતી એટલે *ફોન ઉપાડ્યો જ નહીં* તેથી *તેઓ અસ્વસ્થ* થઈ ગયા. *દીકરીને બહુ જ પ્રેમ કરતા હતા ને! દીકરીએ ફોન ન ઉપાડ્યો તેથી તેમને છાતીમાં દર્દ વધી ગયું અને થોડી જ સેકન્ડમાં ઓફિસમાં ખુરશી પર જ ઢળી પડયા.*
*વિચાર* કરો, તે *સમયે* તે *દીકરીની શું હાલત થઈ હશે? જોર જોરથી રડી રહી હતી. માફ કરી દો પપ્પા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને ખબર ન્હોતી, પપ્પા તમે મને આટલો બધો પ્રેમ કરતા હતા, માફ કરી દો પપ્પા!*
                   પણ હવે શું થઈ શકે?
*એક્ટિવા બહાર ઉભી હતી અને પપ્પાનું મૃત શરીર પણ ત્યાં જ હતું. દીકરી પોતાની જીદ પર નારાજ થયેલી તે ફક્ત પસ્તાવો જ કરી શકે તેમ હતી.*
*કાશ! દીકરી ફોન ઉપાડતી તો પપ્પા આજે જીવતા હોત.*
*પ્રત્યેક બાળકોને નમ્રતાપૂર્વક જણાવવાનું કે દીકરા હોય કે દીકરી પપ્પાનો પગાર જુઓ, ઘરની આવક જુઓ-પરિસ્થિતિ જુઓ. ઘરની જરૂરિયાતને જુઓ. તમે જે માંગણી કરી રહયાં છો? તે માગણી માટે તમારા પપ્પા સક્ષમ-સમર્થ છે કે નહીં? ના, તો પછી થોડી ધીરજ રાખો. પપ્પા ક્યારેય તેમના બાળકોની વાતોની અવગણના નથી કરતા.*

8 October 2017

"તેં ઘડીયાળ કેવી રીતે શોધી !? બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો !??"

- ( શાંત મન )-

એક વાર એક અમીર માણસની ઘડીયાળ ઘાસથી ભરેલા વાડામાં ખોવાઈ ગઈ.

જે બહુ કિંમતી ઘડીયાળ હતી,
એટલે -
તે માણસે તેની ઘણી શોધ કરી...
પણ,
તે ઘડીયાળ ન મળી !

તેના ઘરની બહાર થોડા છોકરાઓ રમી રહ્યા હતા...
અને,
તેને બીજા એક કામ માટે બહાર જવાનું હતું...

તેથી,
તે માણસે વિચાર કર્યો કે -
આ છોકરાઓથી ઘડીયાળ શોધવાનું કહું...

તેણે છોકરાઓને કહ્યું કે -
જે પણ છોકરો ઘડીયાળ શોધી દેશે...
તેને તે સરસ મજાનું ઇનામ દેશે.

આ સાંભળીને -
છોકરાઓ ઈનામની લાલચમાં વાડાની અંદર દોડી ગયા...
અને,
અહીં-તહીં ઘડીયાળ શોધવા લાગ્યા...

પરંતુ,
કોઈ પણ છોકરાને ઘડીયાળ મળી નહી !

ત્યારે,
એક છોકરાએ તે અમીર માણસની પાસે આવીને કહ્યું -
તે ઘડીયાળ શોધીને લાવી શકે તેમ છે...
પણ,
બધા છોકરાઓને વાડાની બહાર જવું પડશે !

અમીર માણસે તેની વાત માની લીધી.

તે અમીર માણસ અને બાકીના છોકરાઓ બહાર ચાલ્યા ગયા...

થોડી વાર બાદ -
તે છોકરો બહાર આવ્યો અને તેના હાથમાં તે કિંમતી ઘડીયાળ હતી.

તે અમીર માણસ પોતાની ઘડીયાળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો !

તેણે છોકરાથી પૂછ્યું -
"તેં ઘડીયાળ કેવી રીતે શોધી !?

જ્યારે બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો !??"

છોકરાએ જવાબ આપ્યો -
"મેં કાંઈ કર્યું નથી...

બસ 'શાંત' મનથી જમીન પર બેસી ગયો...
અને,
ઘડીયાળનો 'અવાજ' સાંભળવાની કોશીશ કરવા લાગ્યો...

કેમ કે -
'વાડા' માં શાંતિ હતી...

એટલે -
મેં તેનો અવાજ સાંભળી લીધો...
અને,
તે દિશામાં જોયું !

સારાંશ -
એક 'શાંત' મગજ 'સારો' વિચાર કરી શકે છે,
એક 'થાકેલા' મગજની તુલનામાં !

માટે -
દિવસમાં થોડા સમયના માટે...
આંખો બંધ કરીને,
શાંતિથી બેસજો !

પોતાના મસ્તકને શાંત થવા દેજો...
પછી,
જૂઓ !
તે આપની જિંદગી કેવી રીતથી 'વ્યવસ્થિત' કરી દે છે !!

કેમકે -
દરેક આત્મા -
હમેશા પોતાની જાતને ઠીક કરવાનું જાણે છે...
બસ,
મનને શાંત કરવુ જ 'પડકાર' છે.

આ પડકાર -
થોડું અઘરું જરૂર છે...
પણ,
'અસંભવ' જરાય નથી !!

7 October 2017

મિત્રો અને સગા-સંબંધીઓના ઘરના દરવાજા કરતા આપણી ઉંચાઇ વધી જાય અને *અંદર પ્રવેશવામાં મુશ્કેલી થાય તો થોડી હવા ( અહંકાર ) કાઢી નાંખવી પછી આરામથી પ્રવેશ કરી શકાશે.*

👉🏻એક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી.

👉🏻કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી.

👉🏻એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે ગેરેજના અંદરના ભાગમાં છુપી રીતે આ કાર બનાવવામાં આવી હતી.

👉🏻કાર તૈયાર થયા પછી કંપનીના માલિકને જાણ કરવામાં આવી.

👉🏻કંપનીના માલિક ગેરેજના અંદરના ભાગે આવ્યા અને કારને જોઇને રીતસરના નાચવા લાગ્યા.

👉🏻કાર બનાવનાર એન્જીનિયરને ભેટીને અભિનંદન આપ્યા અને એન્જીનિયર માટે મોટી રકમના ઇનામની જાહેરાત કરી.

👉🏻કારને હવે ગેરેજના અંદરના ભાગમાંથી બહાર લાવીને પ્રદર્શન માટે મુકવાની હતી.

👉🏻ડ્રાઇવર ગાડી ચલાવીને દરવાજા સુધી આવ્યો પછી અટકી ગયો.

👉🏻દરવાજાની ઉંચાઇ કરતા ગાડીની ઉંચાઇ સહેજ વધુ હતી. એન્જીનિયર આ બાબતને ધ્યાને લેવાનું ભૂલી ગયેલો.

👉🏻ત્યાં હાજર જુદી-જુદી વ્યક્તિઓએ જુદા-જુદા સુચનો આપવાના ચાલુ કર્યા.

1⃣એકે કહ્યુ 'દરવાજાનો ઉપરનો ભાગ તોડી નાંખો, ગાડી નીકળી જાય પછી ફરીથી ચણી લેવાનો'.

2⃣બીજાએ કહ્યુ 'ઉપરનો ભાગ તોડવાને બદલે નીચેની લાદી જ તોડી નાંખો અને ગાડી નીકળી ગયા પછી નવી લાદી ચોંટાડી દેવાની.

3⃣ ત્રીજાએ વળી કહ્યુ ' ગાડી દરવાજા કરતા સહેજ જ ઉંચી દેખાય છે એટલે પસાર થઇ જવા દો. ગાડીના ઉપરના ભાગે ઘસરકા પડે તો ફરીથી કલર કરીને ઘસરકાઓ દુર કરી શકાય'.

⚫આ બધા સુચનો પૈકી ક્યુ સુચન સ્વિકારવું એ બાબતે માલિક મનોમંથન કરતા હતા.

*માલિક અને બીજા લોકોને મુંઝાયેલા જોઇને વોચમેન નજીક આવ્યો અને વિનમ્રતાથી કહ્યુ,*

*શેઠ, આ કંઇ કરવાની જરૂર નથી. ચારે વીલમાંથી હવા ઓછી કરી નાંખો એટલે ગાડી સરળતાથી દરવાજાની બહાર નીકળી જશે*

😱માલિક સહિત બધાને થયુ કે વોચમેનને જે વિચાર આવ્યો એ વિચાર આપણને કોઇને કેમ ન આવ્યો ?

👉🏻જીવનમાં આવતી દરેક સમસ્યાને નિષ્ણાંત તરીકેના દ્રષ્ટિકોણથી ન જુવો. મોટાભાગની સમસ્યાઓના ઉકેલ બહુ સરળ હોય છે પણ વધુ પડતા વિચારોથી આપણે સમસ્યાને ગૂંચવી નાંખીએ છીએ.

🙏🏻બીજુ કે મિત્રો અને સગા-સંબંધીઓના ઘરના દરવાજા કરતા આપણી ઉંચાઇ વધી જાય અને *અંદર પ્રવેશવામાં મુશ્કેલી થાય તો થોડી હવા ( અહંકાર ) કાઢી નાંખવી પછી આરામથી પ્રવેશ કરી શકાશે.* 

6 October 2017

રોજ સાંજે સૂરજ નહી પણ આ અનમોલ જીંદગી ઢળતી જાય છે........

ટેકનિકલ ખામીને કારણે
સૂર્યોદય નહી થાય
આકાશમાં શું કયારેય ,
આવું લખેલુ પાટીયુ દેખાય ?

માંદો હોવાને કારણે ,
આજે ચંદ્ર નહિ દેખાય.
શુ રાત્રે આવા સમાચાર,
ગગન મા ફલેશ થાય?

બિલાડીને ઘુટણમાં વા થયો છે,
એનાથી ઊંદર નહિ પકડાય.
દરરોજ બે વાર મુવ લગાડે,
તો જ કંઇક થશે ઉપાય.

ભમરાના પગે છાલા પડયા છે,
હવે એનાથી ફુલ પર નહી બેસાય.
એની એડીએ ક્રેક ક્રીમ લગાવો,
તો જ એનાથી ફૂલ જોડે પ્રેમ થાય.

વાઘને આંખે મોતિયો આવ્યો,
એટલે એને શિકાર નહિ દેખાય.
એનુ ઓપરેશન તો થઈ શકે,
પણ ડોક્ટર વાઘ થી બહુ ગભરાય.

હાથીને કેળાની લાલચ ના આપો,
હવે એ કેળા નહિ ખાય.
ભાઇ , ડાયેટિંગ ચાલે છે એનું ,
પછી કેટલુ વજન વધી જાય?

આ દુનિયા આખીમાં  બધા જીવો,
સરળતાથી જીવી જાય.
શુ માણસનું જ આખુ જીવન
બસ ફરિયાદોમાં જ પુરું થાય???!

જીવનમાં જેટલી ફરિયાદો ઓછી
એટલા તમે વધારે સુખી...

મોજ થી જીવી લેવુ સાહેબ......
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ આ અનમોલ જીંદગી ઢળતી જાય છે........

4 October 2017

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

આદિલ મન્સૂરી

1 October 2017

*મહાન વૈજ્ઞાનીક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ*

*મહાન વૈજ્ઞાનીક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ*

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની "Theory of Relativity" ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો.

એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે.

ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે.

એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા.

એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા.
છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.

ડ્રાઈવરે એટલી કુશળતાથી "Theory of Relativity" સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ.
અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા.

પરન્તુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મૂંઝાય ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ. ડ્રાઈવરને ચિંતા થઇ કે હવે શું કરવું ?
એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે.

માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે 'તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે. મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે.'

આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો.

તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો. માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે.

~ કમલ ~