31 January 2016

પૈસાને રૂપિયામાં કઈ રીતે ફેરવાય

મગને એના મોટાભાઈને કહ્યું : આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઇ જઈશું.
મોટોભાઈ : કેવી રીતે ?
મગન : આવતીકાલે અમારા ગણિતના શિક્ષક પૈસાને રૂપિયામાં કઈ રીતે ફેરવાય તે શિખવાડવાના છે.

29 January 2016

લાયકાત અને સ્વધર્મ પ્રમાણે કામ કરતા રહીએ તેમાં છે ગૌરવ અને આનંદ

🌸લાયકાત અને સ્વધર્મ પ્રમાણે કામ કરતા
રહીએ તેમાં છે ગૌરવ અને આનંદ🌸

નાનકડા રજવાડા પર પડોશના મોટા
સામ્રાજયે ચડાઈ કરી. રજવાડું હારી ગયું.
તેના રાજાની કતલ થઈ, પણ રાજાનાં
સંતાનોને વફાદાર નોકરોએ બચાવી
લીધાં. સંતાનોને જુદાં જુદાં સ્થળે મૂકી
આવવાની નોકરોએ વ્યવસ્થા કરી.
રાજાની સૌથી નાની દીકરીને વફાદાર
દાસી ગામડાના એક ખેડૂતને ત્યાં મૂકી
આવી. પછી તે દાસી વનમાં ચાલી ગઈ.
રાજાની દીકરી ખેડૂતને ત્યાં ખેડૂતની
દીકરી તરીકે ઊછરીને મોટી થઈ. એ
પોતાને ખેડૂતની દીકરી જ માનતી અને એ
પ્રમાણે જ કામ કરતીઃ ઘાસ વાઢતી,
નીંદામણ કરતી, ધાન લણતી, શાકભાજી-
પાલો અને ફળફૂલ ચૂંટતી.
વર્ષો પછી પેલી દાસી વનમાંથી પાછી
ખેડૂતને ત્યાં આવી તેણે જોયું કે રાજાની
દીકરી પોતાને ખેડૂતની દીકરી માની
ખેતીનાં કામો કરે છે. વૃધ્ધ થઈ ગયેલી
દાસીએ છોકરીને પૂછયું, ‘‘બહેન, તું જાણે છે કે તું
કોણ છે?’’
છોકરીએ જવાબ આપ્યો, ‘‘હું ખેડુતની છોકરી
છું અને ખેતીનાં બધાં કામ કરું છું.’’
વૃધ્ધા બોલીઃ ‘‘ નહીં, નહીં, એ સાચું નથી.
તું ખેડૂતની દીકરી નથી. તું તો રાજાની
કુંવરી છે.’’ વૃધ્ધાએ છોકરીને માંડીને બધી
વાત કરી. તે પછી વૃધ્ધા પાછી વનમાં
ચાલી ગઈ.
આ ઘટના પછી છોકરી કામ તો એનું એ જ
કરતી રહી, પણ એના કામમાં હવે નવા
પ્રકારનું ડહાપણ હતું. પોતે રાજાની કુંવરી
છે એ જાણ્યા પછી એ ગૌરવપૂર્વક કામ
કરતી થઈ હતી. તેનું માથું ઉન્નત રહેતું અને
એની આંખમાં નવી ચમક આવી.
પોતાનો સાચો મોભો જાણ્યા પછી
કામ ભલે એને એ જ કરતા રહીએ, પણ એ
કામમાં આનંદનો અનુભવ થાય છે. આપણે
વેઠિયા છીએ એમ સમજી કામ કરતા રહીએ
ત્યારે કામનો ભાર લાગે છે, કામમાં આનંદ
મળતો નથી. જયારે જ્ઞાન થાય કે આપણે
સૌ ઈશ્વરનાં સંતાન છીએ, રાજાઓના
રાજાની પ્રજા છીએ ત્યારે આપણી અને
આપણા કામની કિંમત સમજાય છે. કોઈ કામ
મોટું નથી ને કોઈ નાનું નથી. ઈશ્વરે જે
સામાજિક સ્થાન અને મોભો આપ્યો છે તે
પ્રમાણે કામ કરવાનું છે. આપણી લાયકાત
અને સ્વધર્મ પ્રમાણે કામ કરતાં રહીએ એમાં
ગૌરવ અને આનંદ છે.

28 January 2016

સાચા દોસ્તો" જ જોઇએ.

"હ્રદય" કેવું ચાલે છેં એ તો ડોકટર બતાવી દેશે.

પણ "હ્રદય" માં શું ચાલે છે,

એના માટે તો "સાચા દોસ્તો" જ જોઇએ ,,

જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ
જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું
મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો.
તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.

તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને
વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.

વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.
હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો.
તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો
વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.
આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે? તેનું શું થશે? શું હરણી બચી જશે?

શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે? શું તેનું બચ્ચુ બચી શકશે?
કે પછી દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે?

શું હરણી ડાબી તરફ ગઈ હશે? ના,ત્યાં તો શિકારી તેના તરફ બાણનું
નિશાન તાકી ઉભો હતો.
શું હરણી જમણી તરફ ગઈ હશે?ના,ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી?ના,ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.
શું હરણી પાછળ જઈ શકે તેમ હતી? ના, ત્યાં દાવાનળ તેને બાળીને
ભસ્મ કરી દઈ શકે તેમ હતો.

જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.

તે કંઈજ કરતી નથી.તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

એ ક્ષણ પછીની ફક્ત એક જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.
એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.

આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે
અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.

તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.

એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.

આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને
ઘેરી વળે છે.

એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.

પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.
                      ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મલે જ છે.

ગાંઠ કેવી રીતે પડી એ જરા ઉંડાણથી તપાસીને જો જો.

એકવખત ભગવાન બુધ્ધ એક સભાને સંબોધિત કરવા માટે આવ્યા. એમના હાથમાં એક રુમાલ હતો. આસન પર બેસીને સભાને પ્રવચન આપવાને બદલે બુધ્ધ પોતાના હાથમાં રહેલા રુમાલને ગાંઠો વાળવા માંડ્યા. બધા જ શ્રોતાઓ આશ્વર્યથી જોઇ રહ્યા હતા કે બુધ્ધ આ શું કરી રહ્યા છે ?રુમાલને ચાર-પાંચ ગાંઠો વાળ્યા પછી આ ગાંઠો વાળેલો રુમાલ સભાજનોને બતાવતા બુધ્ધે પુછ્યુ , " આ એ જ રુમાલ છે જે હું આવ્યો ત્યારે મારી સાથે લાવ્યો હતો કે એમાં કોઇ ફેરફાર થયો છે ?" એક શ્રોતાએ કહ્યુ , " ભગવંત , રુમાલતો એ જ છે પણ એનું સ્વરુપ બદલાઇ ગયુ છે." બુધ્ધે કહ્યુ , " તમારી વાત બરોબર છે પણ શું હું ઇચ્છુ તો આ રુમાલનું સ્વરુપ પહેલા જેવુ હતુ એવુ થઇ શકે?" સભામાંથી ફરી કોઇએ જવાબ આપ્યો , " પ્રભુ એ પણ શક્ય જ છે બસ રુમાલની વાળેલી બધી જ ગાંઠો ખોલી નાંખવી પડે. આમ કરવાથી રુમાલ પહેલા જેવો હતો એવો જ થઇ જશે."બુધ્ધે કહ્યુ , " તમારી વાત પણ બરોબર છે. મારે આ રુમાલની ગાંઠોને ખોલવી છે આ માટે હું રુમાલના બંને છેડા પકડીઅને ખેંચુ તો ગાંઠો ખુલી શકે કે નહી ? " એક ભક્તએ કહ્યુ , " અરે પ્રભુ રુમાલના છેડાઓ ખેંચવાથી તો ઉલટાની ગાંઠો વધુ મજબુત બને અને એને ખોલવામાં પણ મુશ્કેલી થાય. "બુધ્ધે કહ્યુ , " તો પછી આ ગાંઠોને ખોલવાનો ઉપાય શું ? " એક સન્યાસીએ ઉભા થઇને કહ્યુ , " ભગવાન આ માટે પહેલાતો અમારે પહેલા તો રુમાલ હાથમાં લઇને બહુ નજીકથી જોવો પડે કે આપે એમાં ગાંઠો કેવી રીતે વાળી છે? કારણકે જ્યાં સુધી ગાંઠો કેવી રીતે વાળી છે એ ખબર ન હોય તો ગાંઠ છોડવા જતા પણ ઉલટાની વધુ મજબુત થાય એમ પણ બને."ભગવાન બુધ્ધે સભાજનોને કહ્યુ, " બસ, સંબંધોમાં પડતી ગાંઠોને પણ આ જ રીતે છોડવી."ઘણીવખત કોઇ ગેરસમજણને કારણે સંબંધોમાં ગાંઠો પડે છે અને પછી આપણે એને ખેંચીએ છીએ એટલે એ ગાંઠો વધુ મજબુત બને છે. ગાંઠ કેવી રીતે પડી એ જરા ઉંડાણથી તપાસીને જો ગાંઠો છોડવાનો પ્રયાસ કરીએ તો ગાંઠો સહજતાથી છુટી જશે અને સંબંધ પેલા રુમાલની જેમ પહેલા જેવો જ થઇ જશે.

27 January 2016

તરત ઓગળી જાય છે..!!"

        "છે બરફની એક ખૂબી
            માણસમાં પણ,

         લાગણીની હુંફ મળે..
     તો તરત ઓગળી જાય છે..!!"

      

25 January 2016

અકબરને ઉખાણુ સાંભળવાનો શોખ હતો.

અકબરને ઉખાણુ સાંભળવાનો અને સંભળાવવાનો ખુબ જ શોખ હતો. તેઓ બધાના ઉખાણા સાંભળતાં અને સમય આવતાં પોતાનું ઉખાણુ પણ સંભળાવતાં. એક દિવસ અકબરે બીરબલને એક ઉખાણું સંભળાવ્યુ -

         ઉપર ઢક્કન નીચે ઢક્કન, મધ્ય મધ્ય ખરબુજા,
માઁ છુરી સે કાટે આપહિં, અર્થ તાસુ નાહિં દૂજા.

     બીરબલે આવુ ઉખાણું ક્યારેય નહોતુ સાંભળ્યુ એટલે તેને ચક્કર આવી ગયાં. તે ઉખાણાનો અર્થ તે સમજી શક્યો નહિ. તેથી તેણે બાદશાહને પ્રાર્થના કરી કે, મને આ પહેલીનો જવાબ શોધવા માટે થોડોક સમય આપો. બાદશાહે પ્રસ્તાવ મંજુર કર્યો.

     બીરબલ અર્થ સમજવા માટે ત્યાંથી ચાલી નીકળ્યો. તે એક ગામની અંદર પહોચી ગયો. એક તો ગરમી હતી અને બીજુ કે રસ્તાનો થાક હતો એટલે તે મજબુર થઈને એક ઘરમાં ઘુસી ગયો. ઘરની અંદર એક છોકરી જમવાનું બનાવી રહી હતી.

        બેટા શું કરે? બીરબલે પુછ્યું. છોકરીએ જવાબ આપ્યો, તમને દેખાતુ નથી? હું છોકરીને રાંધી રહી છુ અને માને બાળી રહી છુ.

      ઠીક છે બે જણાં વિશે તો તે મને જણાવી દિધું પરંતુ તે કહે કે તારો બાપ શું કરી રહ્યો છે? બીરબલે પુછ્યું.

       તે માટીમાં માટીને ભેળવી રહ્યાં છે, છોકરીએ કહ્યું. આ જવાબ સાંભળીને બીરબલે ફરીથી પુછ્યું- તારી મા શું કરી રહી છે?

   એક ને બે કરી રહી છે- છોકરીએ કહ્યું.

        બીરબલને છોકરી પાસેથી આવી અપેક્ષા ન હતી. પરંતુ તે એટલી મોટી પંડિત નીકળી કે તેના જવાબ સાંભળીને બીરબલ એકદમ આશ્ચર્યચકિત રહી ગયો. એટલામાં તેના માતા-પિતા આવી પહોચ્યાં. બીરબલે આખી વાત તેમને સંભળાવી.

      છોકરીના પિતાએ કહ્યું કે- મારી પુત્રીએ તમને યોગ્ય ઉત્તર આપ્યાં છે.
- તુવેરની દાળ તુવેરના સુકા લાકડા વડે ચઢી રહી છે.
- હું અમારી જ્ઞાતિમાં એક વ્યક્તિના અગ્નિસંસ્કાર માટે ગયો હતો.
- અને મારી પત્ની પડોશમાં મસુરની દાળ દળી રહી હતી.

          બીરબલ છોકરીની ઉખાણા ભરેલી વાતો સાંભળીને ખુબ જ ખુશ થયો. તેણે વિચાર્યું કે કદાચ અહીંયા બાદશાહના ઉખાણાંનો પણ જવાબ મળી જશે એટલા માટે તેણે તે ઉખાણું છોકરીના પિતાને પુછી લીધુ.

        આ તો એક સરળ ઉખાણું છે. આનો અર્થ હું તમને સંભળાવું છું- ધરતી અને આકાશ બે ઢાંકણ છે. તેની અંદર રહેનાર મનુષ્ય તડબુચ છે. તે એવી રીતે મૃત્યું આવવા પર મરી જાય છે જેવી રીતે ગરમીને લીધે મીણબત્તી ઓગળી જાય છે- તે ખેડુતે કહ્યું. બીરબલ તેની આવી બુદ્ધિમાની જોઈને ખુબ જ ખુશ થયો અને તે ખેડુતને ભેટ આપીને તે દિલ્હી જવા નીકળી પડ્યો. ત્યાં જઈને બીરબલે બધાની આગળ તે ઉખાણાનો જવાબ સંભળાવ્યો. બાદશાહે ખુશ થઈને બીરબલને ઈનામ આપ્યું.
Thanks to sunrise info

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને ફરકાવાની રીત

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને ફરકાવાની રીત
2016-01-25 18:42:55

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો
વિવિધ પ્રસંગોએ જુદે જુદે સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આવે વખતે તેનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ તે સમજાવવા માટે વખતોવખત તે અંગેના સામાન્ય માર્ગદર્શન માટેના નિયમો આપવામાં આવે છે. આ નિયમો નીચે આપવામાં આવે છે.

સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન સંસ્થા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટયૂશન દ્વારા રાષ્ટ્રધ્વજ માટે ઠરાવેલા ધોરણસરના અને ધોરણ ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો જ ઉપયોગ કરવો, બીજા પ્રસંગોએ પણ યોગ્ય કદના રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઇચ્છનીય છે.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત
(૧) જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તે માનભર્યા સ્થાને હોવો જોઈએ અને સ્પષ્ટ દેખાઈ આવે તે રીતે ગોઠવાયેલો હોવો જોઈએ.
(૨) જ્યારે તેને જાહેર મકાનો પર ફરકાવવામાં આવે ત્યારે તે રવિવાર અને રજાના દિવસો સમેત બધા જ દિવસો સમેત બધા જ દિવસોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવામાન ગમે તે પ્રકારનું હોય તો પણ ફરકાવી શકાશે. આવાં મકાનો પર ક્વચિત જ ખાસ પ્રસંગોએ રાત્રે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.
(૩) રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કાર્ય ત્વરાએ થવું જોઈએ અને તેને ઉતારતી વખતે તેને ધીમે ધીમે વિધિપૂર્વક ઉતારવો જોઈએ. રણશિંગાના સરોદ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય અને રાષ્ટ્રધ્વજ ઉતારવાનો હોય છે. રણશિંગાના પ્રસંગોચિત સરોદની સાથે જ જે ક્રિયા થવી જોઈએ એટલે કે તેની સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને ઉતારવાની ક્રિયા થવી જોઈએ.
(૪) જ્યારે રાષ્ટ્રધ્વજને આડી કાઠી સાથે અથવા બારી કે છજાના ખૂણે પડતો અથવા મકાનના અગ્ર ભાગમાં ફરકાવવામાં આવનાર હોય ત્યારે કાઠીના છેડાના ભાગ તરફ રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો રહેવો જોઈએ.
(૫) જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી સિવાય બીજી રીતે દીવાલ પર સપાટ અને આડો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો ઉપર રહેવો જોઈએ. જ્યારે તેને ઊભો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજની રહેનારની એ ડાબી બાજુએ રહે તેમ રાખવો.
(૬) જ્યારે તેને પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ જતી શેરીના મધ્ય ભાગમાં પ્રર્દિશત કરવાનો હોય ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ઉત્તર તરફ રહે તે રીતે ઊભો હોય અથવા પ્રસંગ પ્રમાણે પૂર્વ તરફ રહે તે રીતે  ફરકાવવો જોઈએ.
(૭) જો રાષ્ટ્રધ્વજને વક્તાના મંચ પર રાખવાનો હોય તો તે વક્તાની જમણી બાજુએ રહેવો જોઈએ. તેમ જો થઈ શકે તેમ ન હોય તો તો વક્તાની પાછળ અને તેનાથી ઊંચા સ્થાન પર રાખવો જોઈએ.
(૮) પ્રતિમાઓના અનાવરણ વિધિ જેવા પ્રસંગોએ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સ્પષ્ટ દેખાય તે રીતે અને જુદો તરી આવે તેમ રાખવો જોઈએ.

નોંધ : રાષ્ટ્રધ્વજનો સ્મારક અથવા પ્રતિમાના ઉપરણા તરીકે ઉપયોગ કરી શકાય નહીં.
(૯) મોટર પર જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે મોટર સાથે અગ્ર ભાગમાં સજ્જડ બેસાડવામાં આવેલા સળિયા પર તે ફરકાવવો જોઈએ.
(૧૦) જ્યારે રાષ્ટ્રધ્વજને સરઘસ કે સમૂહકૂચમાં લઈ જવાનો હોય ત્યારે ધ્વજ કૂચની જમણી બાજુએ રહેવો જોઈએ અથવા બીજા ધ્વજોની હરોળમાં હોય ત્યારે પણ હરોળની મધ્યમાં અગ્રસ્થાને રહેવો જોઈએ.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખોટી રીત

(૧) નુકસાન પહોંચેલ હોય તેવો ફાટયો, તૂટયો કે ચોળાયેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે નહીં

(૨) કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા રાષ્ટ્રધ્વજને નમાવી શકાશે નહીં.

(૩) બીજો કોઈ રાષ્ટ્રધ્વજ અથવા પતાકાને રાષ્ટ્રધ્વજથી વધારે ઊંચા સ્થાન પર ઊંચી જગ્યાએ એની ઉપર ગોઠવી શકાશે નહીં તેમ જ જેના પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તે કાઠી પર પુષ્પો, હારતોરા અથવા બીજા કોઈ ચિહ્ન રાખી શકાશે નહીં.

(૪) રાષ્ટ્રધ્વજમાંથી બીજી કોઈ સુશોભન માટેની આકૃતિ બનાવી શકાશે નહીં કે તેના સુશોભન માટે પણ ઉપયોગ કરી શકાશે નહીં. તેમાંથી ધજા-પતાકાઓ બનાવી શકાશે નહીં તેમ જ બીજા રંગીન કાપડના ટુકડાઓને રાષ્ટ્રધ્વજનો આભાસ થાય તે રીતે ગોઠવી શકાશે નહીં.

(૫) રાષ્ટ્રધ્વજનો ઉપયોગ વક્તાઓના મેજને ઢાંકવામાં અથવા વક્તાના મંચ પર પાથરવામાં વાપરી શકાશે નહીં.

(૬) રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.

(૭) રાષ્ટ્રધ્વજને જમીન પર કે ભોંય પર અટકાવી શકાશે નહીં અથવા તો પાણી ઝબોળતો રાખી શકાશે નહીં.

(૮) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે એવી રીતે એને ફરકાવી શકાશે નહીં.

રાષ્ટ્રધ્વજનો અયોગ્ય ઉપયોગ

(૧) સરકારી કે લશ્કરી અંતિમ વિધિ સિવાય કોઈ પણ પ્રસંગે રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

(૨) વાહન, ટ્રેન કે વહાણની ઉપર, બાજુમાં અગર પાછળ રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

(૩) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે અગર એ બગડે એ રીતે તેને સંગ્રહી શકાશે નહીં.

(૪) રાષ્ટ્રધ્વજને નુુકસાન પહોંચ્યું હોય કે તે ખરડાઈ ગયો હોય ત્યારે તેને ગમે ત્યાં નાંખી દઈ શકાશે નહીં, પરંતુ તેનો ખાનગીમાં નાશ કરી શકાશે અને શક્ય રીતે તેને બાળી નાંખીને કે ધ્વજની પ્રતિષ્ઠાને અનુકૂળ હોય એવી બીજી કોઈ પણ રીતે તેનો નિકાલ કરવો જોઈએ.

(૫) કોઈ પણ ગૂંચળાની ઉપર રાષ્ટ્રધ્વજને લપેટી શકાશે નહીં.

(૬) કોઈ પણ પોષાક કે ગણવેશના ભાગ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં. તકિયાના ગલેફ પર એનું ભરતકામ કરી શકાશે નહીં અથવા રૃમાલ કે ડબાઓ પર એને છાપી શકાશે નહીં. અગર એ રીતે રાખી શકાશે નહીં અથવા તો ગમે તે રીતે તેનો નિકાલ કરી શકાશે નહીં.

(૭) રાષ્ટ્રધ્વજ પર કોઈ જાતના શબ્દો ચીતરી શકાશે નહીં.

(૮) કોઈ પણ જાતની જાહેરખબરમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં અને જ્યાંથી રાષ્ટ્રધ્વજ ફરકાવાય એ થાંભલા પર કોઈ જાતની જાહેરખબરની નિશાનીઓ લગાડી શકાશે નહીં.

(૯) કોઈ પણ વસ્તુ ઝીલવામાં, આપવામાં, પકડવામાં કે એને લઈ જવામાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ એક સાધન તરીકે કરી શકાશે નહીં.

રાષ્ટ્રધ્વજનું કદ

૨૧ ફૂટ બાય ૧૪ ફૂટ

૧૨ ફૂટ બાય ૮ ફૂટ

૭ ફૂટ બાય ૬ ફૂટ

૬ ફૂટ બાય ૪ ફૂટ

૩ ફૂટ બાય ૨ ફૂટ

૭ ઇંચ બાય ૬ ઇંચ

આમાંથી જોઈતા અને અનુકૂળ કદનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પસંદ કરી શકાશે.

ખેડૂત સમસ્યા અંગે અધિકૃત અધિકારીના નંબર

ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય તો ખેડૂતોને કોઇપણ સમયે અધિકૃત વૈજ્ઞાનિક અને ખેતીવાડી સંલગ્ન અધિકારીના નંબરો મળતા નથી. ત્યારે ખેડૂતો સૌથી વધુ ગૂચવાતા હોય છે.
કોઇ પણ સમસ્યા સમયે તાત્કાલિક નંબર મળી રહે અને ખેડૂત સમસ્યા અંગે અધિકૃત અધિકારી સાથે વાત કરી સમસ્યાનો નિકાલ કરી શકે એ માટે નીચેના નંબર આપ્યા છે
✔કિસાન કોલ સેન્ટર : 1800 180 1551
✔GGRC : 1800 232 2652
✔ખેત નિયામકશ્રીની કચેરી : 079 232 56111,
✔ખેત નિયામકશ્રી : 99784 05999
✔ જળ અને જમીન પરીક્ષણ ટોલ ફ્રી નંબર : 1800 123 5000
✔નેશનલ હોર્ટીકલ્ચર મિશન – સી. એમ. પટેલ. : 9924935880
✔અમદાવાદ જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી : 94269 40488
✔સંશોધન વિજ્ઞાની ડો ડી. એમ. ભરપોડા : 94278 57618
✔સંશોધન વિજ્ઞાની ડો પી. કે. બોરડ : 94265 08347
✔સંશોધન વિજ્ઞાની ડો કે. એન. અકબરી : 94277 28523
✔હવામાન નિષ્ણાત- જયંતા સરકાર : 94268 05439
✔એરંડા અને રાઈ નિષ્ણાત- પી. એસ. પટેલ 94273 35934
✔ (બાગાયત) હોર્ટીકલ્ચર નિયામકશ્રી – ડો શેરસીયા : 99784 05029
✔વડોદરા જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી : 94273 83923
✔કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી- સી. કે. ટીમ્બડીયા : 98253 86435
✔કઠોળ – ડો. એસ.એમ. પીઠીયા – 84284 40575
✔જમીન વિજ્ઞાન – ડો. કે.એન. અકબરી – 94273 28523
✔મગફળી – ડો. કે.એલ ડોબરિયા -94272 12988
✔મસાલાપાક- અમૃતભાઇ પટેલ – 99093 06488
✔બટાટા- ડો. એન.એચ. પટેલ – 94280 06925
✔ઘઉં – ડો. આચાર્ય -94265 76655
✔કપાસ – ડો. ખાનપરા – 94295 01621
✔તલ – ડો. બી. વી. રાદડિયા- 99257 99666
✔કેરી – ડો. દેલવાડિયા- 94269 18857
✔કેરી- આર.આર. વીરડિયા – 94264 76903
✔ઘાસચારા – ડો. એચ.પી. પરમાર- 98791 96905
✔ફોરેસ્ટ્રી – ડો. એમ.યુ. કુકડિયા- 99240 32639
✔જમીન, પાણી પૃથ્થકરણ -ડો. એ.એમ બાફના- 94271 27701
✔કિટક શાસ્ત્રી – ડો. એમ.બી. પટેલ – 99252 29732
– ડો. જી. જી. રાદડિયા. – 81286 86708
✔કૃષિ અર્થશાસ્ત્રી.- ડો. કે.એસ . પટેલ – 98247 36061
✔ટિશ્યૂકલ્ચર – ડો. આર. ટી. દેસાઇ – 99980 02496
✔શેરડી – ડો. ડી. યુ. પટેલ -98251 45179
– મહેશ. બી. પટેલ – 98243 59179
✔ડાંગર- આર. ડી. વશી. – 98796 51940
✔ફળવિજ્ઞાન- ડો. સાગર. જે. પાટીલ- 99980 12218
✔શાકભાજી- ડો. ટી. ટી. દેસાઇ – 99980 02658
– ડી. આર. ભંડેરી – 94284 57852
✔કંદમૂળ- ડો. કે. ડી. દેસાઇ – 94274 13829
✔ફૂલવિભાગ – ડો. એસ.એલ.
✔ચાવલા -999 80 02589
✔જળવિજ્ઞાન – ડો. વી. આર. નાયક – 99740 61709
✔બિયારણ – ડો. એમ.આર.નાયક 98256 79521
✔મત્સ્યપાલન – એચ. જી. સોલંકી – 99980 12207
✔કઠોળ- ડો. પી. બી. પટેલ – 94275 84649
✔કપાસ – 0261 2668045 -અઠવા લાઇન્સ સુરત
✔જુવાર – 0261 2668132 – જુવાર સંશોધન કેન્દ્ર
✔કઠોળ – 02642 245 590 –
✔કઠોળ સંશોધન કેન્દ્ર ભરૃચ
✔ફળપાક – 0260 2337227 – પરીયા, વલસાડ
✔ચોખા – 02626 220212 – ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારા
✔ચીકુ, નાળિયેરી, કેળ – 02634 262 326 – ફળ સંશોધન કેન્દ્ર ગણદેવી
ખરસાણી, સોયોબીન, મહુડા – 02630 222018 – ખરસાણી સંશોધન કેન્દ્ર
ડાંગ જિલ્લાના ખેડૂતો માટે -81286 81274 ડો. એચ.એમ. વિરડિયા – વઘઇ
તાપીના ખેડૂતો માટે – ડો. એન.એમ. ચૌહાણ – 94278 68668 – કે.વી. કે. તાપી
નર્મદાના ખેડૂતો માટે – 02649 234501 – કે. વી. કે. ડેડિયાપાડા
સુરતના ખેડૂતો માટે -0261 2668045 – અઠવા લાઇન્સ

19 January 2016

ભણવાનું બહુ અઘરું થતું જાય છે.

ભણવાનું બહુ અઘરું થતું જાય છે ;
ભણવાનું અણગમતું થતું જાય છે .

છોકરાં ભણે ને કરે માબાપ ઉજાગરા 
રિઝલ્ટને દહાડે ઉડે બેઉનાં ધજાગરા 

પ્રોજેક્ટના પેપર ને રેફરન્સનો મારો  
બિચ્ચારાને તમે ગોખાવી મારો..!

ટાઈશૂટ બુટ લેવાનાં બે જોડી 
યુનિફોર્મ માટે આવક છે થોડી 

દસમાં ને બારમાની વાત જ નિરાળી 
કોઈ 'દિ સવાર એણે ઉગતી ના ભાળી

ઉંચી દીવાલોની  કેદમાં નિશાળો 
અંદરની વાત તમે કોઈ 'દિ ના જાણો

મુક્તિને બદલે ડગલે પગલે અટકે 
પડતું મુકે અથવા તો પંખે લટકે 

આખું બાળપણ ચાવી જાય છે 
અકાળે ઘડપણ આવી જાય છે 

ભણવાનું બહુ અઘરું થતું જાય છે.

- Prakashbhai Parmar
(HTAT-SURAT)

દરેક યુવાન પુત્ર માટે એક પાઠ અને ઘરડા થનાર પિતા માટે એક આશા મુકીને જાય છે ! "

એક યુવક પોતાના અત્યંત ઘરડા પિતાને રેસ્ટોરાંન્ટમાં જમવા લઇ જાય છે !
બંને સામસામે બેસીને જમતા હોય છે અચાનક વૃદ્ધ વ્યક્તિથી દાળની વાડકી ઢોળાય છે,તેમનું પેન્ટ અને શર્ટ દાળવાળું થઇ જાય છે !
રેસ્ટોરાંન્ટમાં બેઠેલા અન્ય ગ્રાહકોના મોઢા વંકાય છે,પણ પિતાપુત્ર શાંતિથી તેમનું જમવાનું પૂરું કરે છે !
જમ્યા પછી પુત્ર પિતાને વોશ બેઝીન પાસે લઇ જઈને હાથ ધોવડાવી,તેમના શર્ટ પેન્ટને સાફ કરીને,માથું ઓઢી આપીને,ચશ્માં કાન પર ગોઠવી આપે છે !
ગ્રાહકો ડોક તાણીને આ ક્રિયા થતી જોઈ રહ્યા હોય છે !
પુત્ર કાઉનટર પર બીલ ચૂકતે કરી,પિતાનો હાથ પકડી બહાર જવા ડગલું ભરે છે ત્યારે પિતા જરા મોટા આવાજથી બોલે છે " બેટા,તું ભૂલમાં અહીં કશુક મુકીને જાય છે !"
પુત્રનો હાથ તરત પેન્ટના અને શર્ટના ખિસ્સા પર જાય છે,ચાવી અને ફોન સલામત હોવાની ખાતરી કરીને જવાબ આપે છે " પપ્પા હું કશું મુકીને જતો નથી !"
વૃદ્ધ પિતા કહે છે " બેટા તું અહી બેઠેલા દરેક યુવાન પુત્ર માટે એક પાઠ અને ઘરડા થનાર પિતા માટે એક આશા મુકીને જાય છે ! "

ક્યાં આપી શકે છે કોઈ ?

કશેક અટકું છું....
     તો ઈશારો આપે છે કોઈ,
કશેક ભટકું છું....
     તો સાથ આપે છે કોઈ.

ઈચ્છાઓ...
     એક પછી એક,
                    વધતી રહે છે.

દર વખતે ....
      ઠોકરખાધા પછી,
               હાથ આપે છે કોઈ.

આભને આંબવા...
      હાથ ઉઠાવું છું ક્યારેક,
તો આભને....
      નીચું કરી આપે છે કોઈ.,

હે ઈશ્વર...
    તું જે આપી શકે છે ,
        ક્યાં આપી શકે છે કોઈ ?

17 January 2016

માતાપિતાનું સન્માન કરો.

બે મિનિટ સમય લઈ એક વખત આ નાની વાર્તા જરુર વાંચજો. 
તો તે ટાઈપ કરવા માટે વાપરેલ સમય સાર્થક  થશે---

ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો
એક
નવયુવક કૉલેજના અંતિમ
વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો
હતો.
એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન
અને
પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા.
એના પિતાએ પૂછયું કે
પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ?
દીકરાએ
જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં
પ્રથમ
નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ

સાંભળીને
ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે
ફરી પૂછ્યું
કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે
તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી
હોન્ડાની નવી સ્પોર્ટસ
કાર મને ભેટમાં આપશો ખરા ?’
બાપે હા પાડી. એના માટે
તો આવી કારની ખરીદી એ
રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ
ગયો.
એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર
હતી.
એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી
ગયો.
મહેનતુ અને હોશિયાર તોએ હતો જ. રોજ
કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે
ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બેક્ષણ
જોઈ
લેતો. થોડા દિવસો પછી જ આ કારના
સ્ટિયરિંગ પર
પોતાની આંગળીઓ ફરતી હશે એ
વિચારમાત્ર એને
રોમાંચિત કરી દેતો. એની પરીક્ષા ખૂબ
જ સરસ
રહી.
યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી
જાણ
થતાં જ એણે કૉલેજ પરથી પોતાના
પિતાને ફોન
કરી દીધો. પોતાની ભેટની વાત પણ
યાદ કરી. ઘર
નજીક એ ઘરે પહોંચ્યો.
કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને
આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર
ક્યાંય
દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ
થઈ
ગયો.
કદાચ કારની ડિલિવરી પછી લેવાની
હશે તેમ
વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે
એને
આવીને કહ્યું કે 'શેઠ સાહેબ
એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે.''
દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો.
એના પિતાજી જાણે એના આવવાની રાહ જ
જોઈ
રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ
એમણે
ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર
બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે
તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને
ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું
ગૌરવ છે
એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં
વીંટાળેલું એક
નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા,
આમ
જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ
છે. આ લે
તારા માટે મારા તરફથીઉત્તમ ભેટ !’
એટલું
કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ
પોતાના કામે જવા નીકળી ગયા.
પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ
ખોલ્યું. જોયું
તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી
અક્ષરોથી લખાયેલું
રામાયણ હતું. રામાયણ બંને હાથમાં
પકડીને એ
થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને
અત્યંત
ગુસ્સો આવ્યો. રામાયણ એમ જ ટેબલ પર
મૂકીને
એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક
પૈસો હોવાછતાં પોતાની એક જ
માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન
ચાલ્યો એ
વાત એને હાડોહાડ કોરી ખાતી હતી.
સ્પોર્ટસ કાર
અપાવવાની હા પાડ્યા પછી પણ
પિતાનો જીવ ન
ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું.
એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી
વખત
પિતા પાસે માગવાનો કે એમને યાદ
અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા
થતો.
ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ
લીધો.
એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય
પિતાજી,
સ્પૉર્ટસ કારને બદલે રામાયણ
આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે
એમ
માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી
હતી. હું
ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું.
જ્યારે
તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ
ત્યારે જ હવે
તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’
ચિઠ્ઠી રામાયણના બૉક્સ પર મૂકી એ
ઘરેથી નીકળી ગયો.
વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ
સારાં હતાં.
મહેનતુ અને હોશિયાર તો એ હતો એટલે એણે
જે
બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને
અણધારી સફળતામળી અને એ અતિશ્રીમંત
બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે
લગ્ન
પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના
પ્રેમાળ
પિતા યાદ આવી જતા.પરંતુ એ પ્રેમાળ
ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો
એને
તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે
આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ
માગી અને
અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ
કારને બદલે
ફિલૉસૉફી ઝાડવા ફકત રામાયણ જ
આપ્યું, એ યાદ આવતાં જ એનું મન
કડવાશથી ભરાઈ જતું.
પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે
કેમ
એને એના પિતાની યાદ ખૂબ જ આવતી
હતી. હવે
તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ
નહીં તો એમની સાથે વાત તો કરવી જ
જોઈએ.
વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ
શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન
પર વાત
કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી.
આમેય
સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું
થતું જાય છે
અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને
એમ
થાય કે, ‘અરે ! આવા નાનાઅને વાહિયાત
કારણ માટે
આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ
કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે
ફોન
લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો.
સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો
ત્યારે
એના ધબકારા ખૂબ વધી ગયા હતા.
પિતાજી સાથે
પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ
સાથે
એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા
સાંપડી.
સામા છેડે એના પિતાજી નહોતા પણ
ઘરનો નોકર
હતો. નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબતો
અઠવાડિયા
પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું
સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી
રીતે
કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ
કરીને
રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન
ક્યારેય પણ
આવે તો તમને બધો કારોબાર સંભાળવા
બોલાવી લેવા.
એટલે તમે આવી જાવ !’
પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો.
પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં
પણ
મળી ન શકાયું એ વાતની વેદનાએ એના
હૈયાને
વલોવી નાખ્યું. પણ હવે શું થાય ?
પોતાના ઘરે
પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ
વતન
તરફ પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ એ
પોતાના પિતાના રૂમમાં ગયો. એમની
છબી સામે
ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી.
થોડી વાર
આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો.
પછી પોતાના રૂમમાં આવ્યો.
એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ
સોનેરી અક્ષરવાળા રામાયણ પર પડી, આ
એ જ
રામાયણ હતું જેના કારણે એણે ઘર છોડ્યું
હતું.
એના મનમાંથી પિતાજી માટેની બધી જ
કડવાશ
ગાયબ થઈ ગઈ હતી. એણે રામાયણ હાથમાં
લઈ
ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ
લખ્યું હતું:
‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ
સંતાનને
ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે.
એણે
માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો
વારસો
પણ આપી શકું એવું કરજે.’
એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ
શબ્દો રામાયણના શબ્દો જેટલા જ મહાન
લાગ્યા.
એ શબ્દોને ચૂમવા એણે રામાયણને હોઠે
લગાડ્યું.
એજ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક
છુપાયેલ એક
નાનકડું કવર નીચે જમીન પર પડ્યું.
પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં
હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને
સંપૂર્ણ
ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના
પર
તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને
આવ્યો હતો એ જ દિવસની….!કંઈકેટલીય
વાર
સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય
ફાટી જાય
એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ
પછી કલાકો સુધી સૂનમૂન બની એ
પોતાનાપિતાજીની છબી સામે જોતો
રહ્યો.
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે
એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો
તો ઠીક,
ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ
કરાયેલ
આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર
કરતાં હોઈશું ? કારણ એક જ કેઆપણી
ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું.
બસ ! એટલું જ !!

માતાપિતાનું સન્માન કરો.

મિત્રો, આ પોસ્ટને બને એટલી શેર કરો જેથી કોઈ રાહ ભૂલેલો નવ યુવાન એના માતાપિતાને પાછો મળે. કોઈ નવયુવાન રાહ ભટકતો અટકે.

🙏 🙏 🙏 🙏