પર્યાવરણ


               જળપ્રદુષણ-અર્થ,થતી અસરો,અટકાવવાના ઉપાયો -Download

Environmental pollution

 

પ્રદૂષણ


પ્રદૂષણ એ હવામાં ફેલાતું એવું રજકણ છે જેનાથી વાતાવરણમાં અસ્થિરતા, મંદવાડ કે અવ્યવસ્થા છે જે ઇકોસિસ્ટમમાં ફેલાય છે.નોંધ: શારીરીક રચના કે જીવતંત્ર[૧]પ્રદૂષણ એ રસાયણિક, પદાર્થ કે ઘોંઘાટ, ગરમી કે પ્રકાશ જેવી ઉર્જા સ્વરૂપે હોઇ શકે છે. પ્રદુષણ માટેના તત્વો સબસસ્ટેન્સ અથવા ઉર્જાના રૂપમાં હોઈ શકે. અથવા કુદરતી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે પણ આ તત્વો ઉત્પન થાય છે. પરંતુ જ્યારે તેઓ નિયત પ્રમાણ વટાવી દે છે ત્યારે તે પ્રદુષણમાં પલટાઈ જાય છે. પ્રદૂષણને પોઇન્ટ સોર્સ અને નોનપોઇન્ટ એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે.

ઇતિહાસ

પ્રાગૈતિહાસિક

શરૂઆતના પથ્થરયુગકે જેમાં અગ્નિ પેટાવાની શોધ થઇ ત્યારથી મનુષ્ય કોઇને કોઇ રીતે પર્યાવરણ પર અસર કરી રહ્યો છે. લોહ યુગ માં યંત્રના ઉપયોગથી ધાતુનું નાના પાયા પર ભૂક્કામાં રૃપાંતર થવાથી નકામી વસ્તુનો સંચય થવા માંડ્યો જે બીજી કોઇ ખાસ આડઅસર વિના નિકાલ થવા લાગ્યો.મનુષ્ય દ્વારા સર્જવામાં આવતી આડપેદાશોથી નદી કે પાણીના સ્ત્રોતમાં કેટલાક અંશે પ્રદૂષણ ફેલાય છે. તેમ છતાં, તેની અસર કુદરતના મહત્વના પરિબળોને કારણે ઓછી રહે છે.

પ્રાચિન સંસ્કૃતિ

મેસેપોટેમિયા, ઇજિપ્ત, ભારત, ચીન, પર્સીયા, ગ્રીસ અને રોમ જેવી પ્રથમ આધુનિક સંસ્કૃતિમાં સાધન બનાવવા માટે બનાવટી ધાતુ તૈયાર કરવા પાણીનો વપરાશ વધવા લાગ્યો હતો અને લાકડામાંથી તેમજ કહોવાયેલી વનસ્પતીમાંથી બળતણનું પ્રમાણ વધવા લાગ્યું હતું. (દાખલા તરીકે નહાવા અને ગરમી મેળવવા) ધાતુનું ગળતર પણ હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગ્રીનલેન્ડમાંથી મળી આવેલા હિમનદીના કેટલાક પુરાવા દર્શાવે છે કે ગ્રીક, રોમન અને ચાઇનિઝ દ્વારા કરાતા ધાતુના ગળતરના ઉત્પાદનથી હવામાં પ્રદૂષણના પ્રમાણમાં વધારો થયો હતો. [૨]આ પ્રકારની પ્રવૃત્તિમાં વધારો થયો હોવા છતાં તેનાથી ઇકોસિસ્ટમ પર કોઇ વિક્ષેપ પડ્યો ન હતો.

મધ્ય યુગ

મધ્યકાલિનયુગના પ્રારંભિક સમયે યુરોપના અંધકાર યુગમાં પ્રદૂષણની માત્રામાં આંશિક ઘટાડો થયો હતો જેનું કારણ ઉદ્યોગની પ્રવૃત્તિમાં થયેલો ઘટાડો તેમજ વસ્તીમાં થયેલો ઝડપી ઘટાડો હતો.મધ્યકાલિન યુગના અંત સમયે વસ્તીમાં વધારો થવા લાગ્યો હતો. ખાસ કરીને વઘુ નાણા કમાવવા શહેરમાં વસ્તી વધવા લાગી હતી. કેટલાક વિસ્તારોમાં વાયુ પ્રદુષણ આરોગ્યને લગતી કેટલીક સમસ્યાઓ ઉભી કરે છે જ્યારે જળ પ્રદુષણ વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પ્રક્રિયા કરાયા વગરની માનવીય આડપેદાશોને કારણેરોગો નો ફેલાવો કરે છે.
વિસ્તૃત માહીતી અને પ્રવાસના અભાવને કારણે પ્રદુષણને કારણે ઉભી થતી પરિસ્થિતિ અંગે કોઈ ખાસ માહિતી નોંધાઈ નથી. દુષિત હવાને કારણે વાતાવરણ બગાડે છે.તેમજ લાકડા અને કોલસાના દહનને કારણે ઉત્પન થતો ધુમાડો જેમાં વધુ પ્રમાણમાં આરોગ્ય માટે નુકશાનકારક તત્વો હોય છે તેઓ લોકોને સીધી અસર કરે છે. જ્યાં પીવાના પાણીની સમસ્યા હોય છે ત્યાં પ્રદુષિત પાણી આવા લોકો માટે ઘણું જીવલેણ બની જાય છે.અંધશ્રદ્ધા નું વર્ચસ્વ ઘણું છે. અંધશ્રધ્ધામાં આધુનિકતાની કોઈ જ અસર નથી. જમાનો બદલાયો હોવા છંતા અંધશ્રદ્ધા એક યા બીજા રૂપે ફેલાતી રહે છે.

સત્તાવાર કબૂલાત

ધીમે ધીમે વધી રહેલી વસ્તી અને ઉદ્યોગોના ફેલાવાને કારણે તેની આજુ બાજુ વિકસી રહેલી સંસ્કૃતિઓ પર તેની ઘણી મોટી અસર પડી. એવું માનવામાં આવે છે કે પર્યાવરણીય જાગૃતિ ખાસ કરીને વિકસીત સંસ્કૃતિ એવી પશ્ચિમી દેશોમાં આવી અને તેમાં પણ ખાસ કરીને શહેરી કેન્દ્રમાં જાગૃતિનું પ્રમાણ ઉંચું હતું.આપણે રોજબરોજ શ્વાસ લઈએ છે તેના કારણે વાયુ પ્રદુષણ અંગે કોઈ નીતિ બનાવવામાં આવે તેવી માંગ થવા લાગી.
પ્રદૂષણ અંગેનો સૌપ્રથમ ગ્રંથ 9મીથી 13મી સદી દરમિયાન લખાયેલો છે. આ ગ્રંથ અરેબિક મેડિકલ ટ્રીટીસમાં પ્રદુષણના વિવિધ વિષયોને આવરી લેવાય છે. આ ગ્રંથ તે વખતના ડોક્ટરોએ લખ્યો હતો. જેમ કે , અલ-કિંડી, ક્વેસ્તા ઇબ્ન લુકા (કોસ્ટા બેન લુકા), મોહમ્મદ ઇબ્ન ઝકરિયા રાઝી , ઇબ્ન અલ જઝર, અલ તામિમી, અલ મેસિહી, ઇબ્ન સિના (એવિસેન્ના), અલી ઇબ્ન રિદવાન, ઇબ્ન જુમે, આઇસેક ઇઝરાયેલ બેન સોલોમન, અબ્દ-અલ-લતિફ, ઇબ્ન અલ-કુફ( Ibn al-Quff,) અને ઇબ્ન અલ-નફીસ. આ ગ્રંથમાં પ્રદુષણના વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા જેમ કે વાયુ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનમાં દૂષિતતા , સોલિડ વેસ્ટ, પર્યાવરણીય અને ચોક્કસ વિસ્તારમાં પર્યાવરણીય આકરણી ની સમિક્ષા કરવામાં આવી હતી. [૩]
ઈંગ્લેન્ડના કિંગ એડવર્ડ પહેલાએ લંડન (London)માં 1272માં દરિયાઈ કોલસા નું દહનને કારણે ફેલાતા ધુમાડાને કારણે આ પ્રકારના કોલસાનું દહન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.[૪][૫]પણ આ પ્રકારના બળતળો તે વખતે ઈંગ્લેન્ડમાં ઘણા સામાન્ય હતા અને આસાનીથી ઉપલબ્ધ બનતા હતા. ત્યાં વાયુ પ્રદુષણની સમસ્યા સતત માથાના દુખાવા સમાન હતી. અને તેમાં પણ ખાસ કરીને આધૌગિક ક્રાંતિ બાદ તે વધુ વકરી હતી તેમજ ગ્રેટ સ્મોગ ઓફ 1952 (Great Smog of 1952)એ તેનું ઉદાહરણ છે. 1858માં લંડનની પ્રખ્યાત નદી થેમ્સમાં ગ્રેટ સ્ટિંક(ગંદ)ની સમસ્યા પાણીના પ્રદુષણને કારણે થઈ હતી. જેને કારણેલંડન ગટર વ્યવસ્થાનું બાંધકામ શરૂ કરવું પડ્યું હતું.
આજે આપણે જાણીએ છીએ કે ઔધગિક ક્રાંતિથી જ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવાની શરૃઆત થઇ હતી. વધુને વધુ ફેકટરીઓ ઉભી થતા તેમાં કોલસા અને અન્ય અશ્મીજન્ય બળતળો નો ઉપયોગ વધવા માંડ્યો જેથી વાયુ પ્રદુષણ નું પ્રમાણ અસામાન્ય રીતે વધ્યું, અને અન્ય પ્રકારના ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ છોડવામાં આવતા પ્રદુષણની સમસ્યા વધુ વકરી હતી. હવાને ચોખ્ખી રાખવા માટે અમેરિકાના બે શહેરો શિકાગો અને સિનસિનાટી એ 1881માં કાયદાઓનો અમલ શરૂ કર્યો હતો. 20મી સદીની શરૂઆત જ્યારે અમેરિકામાં ગૃહ મંત્રાલયની અંદર જ એક વિશેષ વાયુ પ્રદુષણ વિભાગ શરૂ કરવામાં આવતા સમગ્ર દેશે આ બે શહેરોનું અનુકરણ કર્યું.1940ના ગાળામાં અમેરિકાના લોસ એન્જલસ અને ડોનોરા, પેનસેલ્વેનિયા શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. જેને કારણે આ મુદ્દો લોકોના ધ્યાનમાં આવી ગયો હતો. [૬]

આધુનિક જાગૃતિ

બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રદુષણ પ્રખ્યાત મુદ્દો બની ગયો હતો કારણ કે આ યુદ્ધ દરમિયાન વાપરવામાં આવેલા શસ્ત્રો, અણુ શસ્ત્રોને કારણે કિરણોત્સર્ગી અસર ફેલાઈ હતી. જેની લોકોને ભયાનક અસરો સમજાઈ હતી.આ બાદ લંડનમાં 1952માં બનેલી આપત્તિ ધ ગ્રેટ સ્મોગને કારણે ઓછામાં ઓછા 8000 લોકોના મોત થયા હતા. આ કારણે પર્યાવરણને લગતા મોટા કાયદાઓ ઘડાયા જેમ કે 1956નો હવા શુદ્ધિકરણનો કાયદો.
1950ના મધ્ય ગાળામાં અને 1970ની શરૂઆતમાં અમેરિકન કોંગ્રેસે પસાર કરેલા અવાજ નિયંત્રણ કાયદો, શુદ્ધ હવા કાયદો , શુદ્ધ પાણી કાયદો અને રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ કાયદો ને પસાર કરતા પ્રદુષણ અંગે લોકોનું ધ્યાન ખેંચાયું. સ્થાનિક પ્રદુષણને કારણે આ અંગે લોકોમાં જાગૃતિ વધારી. હડસન નદીમાં ફેકવામાં પીસીબી(PCB))ને કારણે ઈપીએ(EPA) દ્વારા નદીની માછલીઓને ખાવા પર 1974માં પ્રતિબંધ લગાવીદેવામાં આવ્યો. 1947થી લવ કેનાલમાં વધતા ડાયોક્સીના પ્રમાણને કારણે 1978માં રાષ્ટ્રીય મીડીયામાં આ સ્ટોરી ચમકી હતી જેથી 1980માં આ અંગે સુપરફંડ નો કાયદો લાવવામાં આવ્યો હતો. કેલિફોર્નિયા માં છોડવામાં આવતા ક્રોમિયન-6 ને કારણે 1990માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જેથી આનો ભોગ બનેલા લોકો પણ પ્રખ્યાત બની ગયા હતા. ઉદ્યોગી જમીનમાં પ્રદુષણને કારણે બ્રાઉનફિલ્ડ જેવા નામો પ્રચલિત બન્યા જે હાલમાં સીટી પ્લાનિંગ માં વપરાય છે. રીચેલ કાર્સનની સાઈલન્ટ સ્પ્રિંગબુક પ્રસિદ્ધ થતા જ વિશ્વના વિકસિત દેશોએ ડીડીટી ના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો.
પરમાણુ વિજ્ઞાન વિકસતા કિરણોત્સર્ગી દુષિતતાનો ખ્યાલ વિકસ્યો. આ કિરણોત્સર્ગી કિરણો હજારો વર્ષ સુધી તેનીતેની પ્રાણઘાતક અસર દેખાડે છે. વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યુટ દ્નારા લેક કરાચેય ને વિશ્વનું સૌથી વધુ પ્રદુષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું. જ્યાં સોવિયેટ યુનિયને 1950 થી 1960 સુધી વિવિધ પ્રકારનો કચરો ફેંક્યો હતો. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત સ્થાન બીજું સ્થાન યુ.એસ.એસ.આર.ના ચેલ્યાબિન્સકને જાય છે. (વધુ સંદર્ભ માટે નીચે જુઓ)
શિત યુદ્ધ દરમિયાન પણ પરમાણુ શસ્ત્રોનું પરિક્ષણ કરવાનું જારી રહ્યું હતું. તેના પ્રારંભિક તબક્કામાં પ્રતિબંધિત વિસ્તારમાં પણ પરિક્ષણ કરાતું હતું. પ્રદુષણથી અસર પામતા લોકોનો આંકડો અને તેનો વિકાસ સતત વધી રહ્યો છે. કિરણોત્સર્ગ ને કારણે માણસોના આરોગ્ય પર અસર પડે છે. કિરણોત્સર્ગ પરમાણુ ઉર્જા સાથે પણ સંકળાયેલું છે.ઉદ્યોગોમાં ઘણી સતર્કતા રાખવામાં આવે છે છતાં થ્રી માઈલ આઈલેન્ડઅને ચાર્નોબિલ ના બનાવોને લીધે શક્ય હાનિને કારણે લોકોમાં અવિશ્વાસ ઉદ્વભવ્યો હતો.બધા પ્રકારના પ્રયોગો પ્રતિબંધીત કરવામાં આવ્યા તેના પહેલાપરમાણુ પરિક્ષણ ને કારણે બેકગ્રાઉન્ડ રેડીએશન માં નોંધપાત્ર રીતે વધારો થયો છે.
આંતરરાષ્ટ્રિય સ્તરે બ્રિટાનીના દરિયાકિનારે 1978માં અમોકો કાડીઝ ઓઈલ ટેન્કર ભાંગી જવા જેવી અને 1984માં ભોપાલ દર્ઘટના જેવી આપત્તિ સમગ્ર વિશ્વમાંથી લોકોનું ધ્યાન આકર્ષું હતું. જે સ્તરે વિનાશકતા વેરી હતી તે જોઈને આપત્તિને પહોંચી વળવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે તે સ્પષ્ટ થઈ ગયું હતું.પર્યાવરણ અને દરિયાઓની કોઈ સીમા હોતી નથી જેથી પ્રદુષણ જેવી સમસ્યાઓને કારણે અંતે ગ્લોબલ વોર્મિંગ જેવી જ સમસ્યાઓ ઉદભવે છે. હાલમાં જે પ્રદુષણ ફેલાઈ રહ્યું છે તેમાં સતત વધી રહેલું ઓર્ગેનિક પ્રદુષણ છે. પીઓપી(POP)ને રસાયણોને કેટલાક ગ્રુપો દ્વારા દર્શાવવામાં આવે છે જેમ કે પીબીડીઈ અને પીએફસી.આ સિવાય પણ અન્ય કેમિકલ જુથો પણ છે. પ્રાયોગિક આંકડાઓના અભાવે આ બધી સમસ્યાઓની ઓછી આંકવામાં આવે છે. આર્કટીક જેવી ઘણી ઔદ્યોગિક પ્રવૃતિને કારણે આ સમસ્યાઓ ઉત્પન થાય છે અને તેને શોધી કાઢવામાં આવે છે. વૈશ્વિક પ્રદુષણના મળી રહેલા પુરાવા અને લોકોને આપવામાં આવતી માહીતીને કારણે પર્યાવરણવાદ અને પર્યાવરણ ઝુંબેશો શરૂ થઈ છે. જેના દ્વારા પ્રદુષણમાં માનવીય અસરોને દુર કરી શકાય.

પ્રદુષણ નિયંત્રણ

પર્યાવરણ સંચાલનમાં પ્રદુષણ નિયંત્રણનો ઉપયોગતેનો મતલબ એવો કે દહન અને એફલુઅન્ટને ઈન્ડસ્ટ્રીઝ દ્વારા હવા, પાણી અને જમીનમાં છોડવામાં આવતી ગંદકીનું નિયંત્રણ.પ્રદુષણ નિયંત્રણ વગર, વપરાશ, હિટીંગ, કૃષિ, ખાણ, ઉત્પાનદ, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય માનવીય પ્રવૃતિઓમાંથી ઉત્પન થતી વેસ્ટ પ્રોડક્ટનો સંગ્રહ કે તેનો ફેલાવો પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. નિયંત્રણના વિવિધ તબક્કાઓ પ્રદુષણને અટકાવવું, બને તેટલું ઓછો કચરો થાય તે જોવું તે પ્રદુષણ પર કાબુ મેળવવા કરતા વધુ ઈચ્છનિય છે.

પ્રદુષણ નિયંત્રણના સાધનો

પ્રદુષણના સૌથી વધુ પ્રકારો અને સૌથી વધુ પ્રદુષિત વિસ્તારો

પ્રદુષણના મહત્વના પ્રકારો નીચે પ્રમાણે છે. તેની સાથે લાગતા-વળગતા પ્રદુષકના નામ પણ આપવામાં આવ્યા છે.
બ્લેકસ્મિથ ઈન્ડસ્ટીટ્યુટદ્વારા દર વર્ષે વિશ્વના સૌથી વધુ પ્રદુષિત સ્થળોની યાદી જાહેર કરવામાં આવે છે. 2007ની યાદીમાં જે ટોપ ટેનમાં સામેલ હતા તેમાં ઐઝરબૈઝાન, ચીન (China), ભારત, પેરૂ , રશિયા , યુક્રેન અને ઝાંબિયા નો સમાવેશ થતો હતો.

સ્ત્રોત અને કારણો

વાયુ પ્રદુષણ કુદરતી અને માનવસર્જીત હોઈ શકે છે. જો કે વાયુ પ્રદુષણ ફેલાવવામાં માનવસર્જીત પ્રવૃતિઓ જેવી કે જ્વલન, બાંધકામ, ખાણકામ, કૃષિ, અને યુદ્ધનો મહત્વનો ફાળો છે. [૧૦] મોટર વ્હીકલ દ્વારા કરતા દહનને કારણે મહત્તમ વાયુ પ્રદુષણ ફેલાય છે. [૧૧][૧૨][૧૩]ચીન, અમેરિકા, રશિયા, મેક્સિકો, અને જાપાન દહન દ્વારા વાયુ પ્રદુષણ ફેલાવવામાં આ દેશોનો ફાળો મોટો છે. જે મુખ્ય રીતે પ્રદુષણ ફેલાવે છે તેમાં કેમિકલ પ્લાન્ટ, કોલસાનું દહન પાવર પ્લાન્ટ, ઓઈલ રીફાઈનરીઓ, [૮], પેટ્રોકેમિકલ પ્લાન્ટ, પરમાણુ કચરો, નિકાલ પ્રવૃતિઓ, ભઠ્ઠીઓ, મોટા પ્રમાણમાં ઢોરઢાંખર(ગાય, ડુક્કર, મરઘા વગેરે), પીવીસી(PVC) ફેક્ટરી, ધાતુ નિર્માણ ફેક્ટરીઓ, પ્લાસ્ટીક ફેક્ટરીઓ, અને અન્ય ભારે ઉદ્યોગોનો સમાવેશ થાય છે. હાલમાં ચાલતી કેટલીક પ્રવૃતિઓને જેવી કે જંગલી પ્રદેશો સાફ કરવા, વનસ્પતિઓનું નિકંદન નિકાળી દેવું તેમજ જંતુનાશક દવાઓ અને હેર્બિસાઈડનો ઉપયોગને કારણે કૃષિ વાયુ પ્રદુષણ ફેલાય છે. [૧૪]
કેટલાક સામાન્ય પ્રદાર્થો જે જમીન ને પ્રદુષિત કરે છે જેમ કે ક્લોરિનેટેડ હાઈડ્રોકાર્બન (સીએફએચ), ભારે ધાતુઓ (જેમ કે ક્રોમિયમ, કેડિયમ- જે રીચાર્જેબલબેટરીમાં મળે છે અને સીસું જે સીસામાં મળે છે. કલર, એવિએશન ફ્યુલ અને ઘણા દેશોમાં ગેસોલિન, એમટીબીઈ, ઝીંક , અર્સેનિક , અને બેન્ઝીન. 2001માં એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું જેમાં પ્રેસ રીપોર્ટ હતા. આ પુસ્તકનું નામ હતું ઘાતક પાક(Fateful Harvest) જેમાં કેટલીક ઔધોગિક આડપેદાશોને ખાતરમાં રીસાયકલ કરવાની પ્રવૃતિને કારણે ઘણી બધી ધાતુઓથી જમીનમાં પ્રદુષણ ફેલાય છે તેમ સાબિત કરાયું હતું. સામાન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન લેન્ડફિલ(કચરો ઠાલવવાની જગ્યા) દ્વારા સામાન્ય રીતે કેટલીક વસ્તુઓ પાથરીદે છે જેમાંના કેટલાક કેમિકલ પ્રદાર્થો જમીનના પર્યાવરણ (અને ઘણી વખત ભૂગર્ભ જળને) પ્રદુષિત કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રકારથી પ્રદુષણ ફેલાવે છે. 1970 પહેલા આ પ્રકારની લેંડફીલ પ્રવૃતિઓ પર અમેરિકા અને ઈયુનો કોઈ કાબુ ન હતો. તેમાંથી કેટલીક વખત અસામાન્ય પણે પોલક્લોરોનેટેડ ડાયબેન્ઝોક્સાઈડ કે જેને સામાન્યપણે ડાયોક્સિન્સ અને ટીસીડીડી)(TCDD) પણ કહેવાય છે. [૧૫]
પ્રદુષણને કારણે કેટલીક વખત કુદરતી આપત્તિઓ પણ સર્જાય છે.દાખલા તરીખે ચક્રવાતનો ઉદભવ ઘણી વખત પ્રદુષિત પાણી કે જે ગટર દ્વારા, પેટ્રોકેમિકલ દ્વારા અને બોટઅને ઓટોમોબાઈલ દ્વારા ઢોળવામાં આવે છે તેના દ્વારા થાય છે. જ્યારે દરિયાકાંઠે ઓઈલ રિગ અને રીફાયનરી સંકળાયેલી હોય ત્યારે મોટા પ્રમાણમાં પર્યાવરણીય નુકશાન સામાન્ય થઈ પડે છે. પ્રદુષણ માટે કેટલાક જવાબદાર સ્ત્રોત જેવા કે પરમાણુ ઉર્જા પ્લાન્ટ, ઓઈલ ટેન્કરને જ્યારે અકસ્માત થાય છે ત્યારે તે મોટા પ્રમાણમાં જોખમી પ્રદાર્થો રીલીઝ કરે છે. ધ્વનિ પ્રદુષણના કિસ્સામાં મોટાભાગે મોટર વ્હીકલના અવાજો જ જવાબદાર હોય છે. વિશ્વમાં 90 ટકા અવાજ પ્રદુષણ મોટર વ્હીકલ સર્જે છે.

અસરો

માનવીય આરોગ્ય

હવાની ગુણવત્તા બગડતા મનુષ્યોને ઘણી સમસ્યાઓ નડે છે. ઓઝાનનું પ્રદુષણને કારણે શ્વાસોચ્છ્વાસ , હૃદય, ગળા ને લગતા રોગ લાગુ પડે છે આ ઉપરાંત બળતરા, છાતીમાં દુખાવો તેમજ ગુંગળામળ જેવી પણ વ્યાધીઓ લાગુ પડે છે. જળ પ્રદુષણને કારણે રોજના 14,000 લોકો મૃત્યુ પામે છે જેમાથી મોટાભાગે વિકાસશીલ દેશોના લોકોને ગટરનું પાણી શુદ્ધ કર્યા વગર તેમજ પીવાના પાણી માં પ્રવેશલુ પ્રદુષણવાળું પાણી મળતા આ મોત થાય છે. ઓઈલ ઢોળાવવાના કારણે ચામડી માં બળતરા અને રેસસ થાય છે. અવાજ પ્રદુષણને કારણે બહેરાશ , ઉચું લોહીનું દબાણ , તણાવ, અને ઉંઘમાં અવરોધ ની બિમારીઓ થાય છે. બાળકોમાં વિકાસ અવરોધ તેમજ ચેતાતંત્ર ને લગતા રોગોનાં લક્ષણો સાથે પારો સંલગ્ન હોવાનું જણાય છે. સીસાં અને અન્ય ભારે ધાતુઓ ને કારણે ન્યુરોલોજીકલ (મજ્જાતંતુઓ)ની સમસ્યાઓ સર્જાય છે. કેમિકલ અને રેડિયોએક્ટવી પ્રદાર્થોને કારણે કેન્સરતેમજ જન્મજાત ખોડ પણ થાય છે.

ઈકો સીસ્ટમ

નિયમો અને દેખરેખ

પ્રદુષણની ભયાનક અસરોથી પર્યાવરણને બચાવવા ઘણા દેશોએ પ્રદુષણને નિયત્રિંત કરતા ઘણા કાયદાઓ લાવ્યા છે. તેમજ પ્રદુષણની અસરોને દુર કરવા માટે પણ પગલા ઉઠાવ્યા છે.

દાર્શનિક માન્યતા

પ્રાચીન ગ્રીસના ઇતિહાસથી અનદાલુસિયા, પ્રાચીન ચીન , પુનરુજ્જીવન દરમિયાન મધ્ય યુરોપથી અત્યાર સુધી, તત્વચિંતકો એરિસટોટલ, અલ ફરાબી , અલ ગઝલી , અવેરોસ, બુદ્ધ, કન્ફ્યુસિયસ , દાંતે, હેગલ , એવિસેના, લાઓ ત્સે, માઈમોનેદેસ, મોન્ટેસ્ક્યુ, નુસ્સાબાઉમ, પ્લેટો, સોક્રેટ્રીસ, અને સુન ત્યુઝે શરીર , મગજ અને આત્મા નાં પ્રદુષણ અંગે લખ્યું છે.

પ્રદુષણના પહેલા ચિન્હો જીવો દ્વારા તેમના કુદરતી અસ્તિત્વ પર આધારીત હતા.કુદરતી પસંદગીની પ્રક્રિયાએ તેના પરિણામો અને વસ્તીનું પ્રમાણમાં ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે આમા વસ્તીની સ્થાનિક કક્ષાએ કે પછી જાતિઓનું સમગ્ર નિકંદન નિકળી જવાનો સમાવેશ થાય છે.પરિવર્તન અને બંધબેસતી પ્રક્રિયાને કારણે નવા પ્રકારનું સમંતુલ અસતિત્વમાં આવ્યું છે. અને અંતે, જીવનનો કોઈ પણ પ્રકાર અસતિત્વ ટકાવી રાખવા માટે પ્રદુષણને કોરણે મુકશે જ.
માણસ માટે ટેક્નોલોજી વિશિષ્ટ અને મહત્વ છે. જેઓ એક બીજા પર નભે છે અને બાયપ્રોડ્ક્ટ પણ ઉત્પન કરે છે. અસ્તિત્વ માટે માણસની ચિંતા જીંદગીની ગુણવત્તાથી લઈને આરોગ્યના સંકટ સુધી છે. વિજ્ઞાન પ્રાયોગિક ચકાસણીનાં ચોક્કસપણા પર આધાર રાખતું હોવાથી, ઝેરીલાપણાની કે પર્યાવરણીય જોખમની આધુનિક ટ્રીટમેન્ટ કરતી વખતે અસરકારકતાની જોઇ શકાય તેટલી માત્રાને વ્યાખ્યાયિત કરવી જરૂરી બને છે. કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે જયાં વ્યવહારની દ્રષ્ટિએ માપ જરૂરી છે જેમાં ઓટોમોબાઈલ દહન નિયંત્રણ, ઈન્ડસ્ટ્રીયલ એક્સપોઝર જેવાકે, વ્યવસાયિક સલામતી અને આરોગ્ય સંચાલન(OSHA) પીઈએલ(PEL), ટોક્સીકોલોજી (દાત. LD50 અને દવાઓઅને ઉપચાર કરવો અને રેડીએશન ના પ્રમાણ)નો સમાવેશ થાય છે.
પ્રદુષણનો ઉપાય તેને મંદ પાડવું છે. પ્રદુષણ નિયંત્રણનો પરંપરાગત ખ્યાલ છે જે દ્વારા પ્રતિપાદિત કરાય છે કે ઓછા પ્રમાણમાં પ્રદુષણ હોય તો તે નુકશાનકર્તા નથી.[૧૬][૧૭]આ આધુનિક તેમજ સ્થાનિક સાધનો સાથે વધુ મેળ ખાય છે જેમ કે લેબોરેટરી સેફટી પ્રક્રિયા અને જોખમી પ્રદાર્થો તેમજ રીલીઝ ઈમરજન્સી મેનેજમેન્ટપણ એવું માની લેવામાં આવે છે કે પ્રદુષણને મંદ પાડવાની ક્રિયા દરેક કેસમાં સ્વીકાર્ય છે.
પણ પર્યાવરણીય પ્રદુષણ માટે આ પ્રકારની સાદી ટ્રીટમેન્ટ પહેલાની સદીઓમાં માનવીય વસ્તી ઓછી હતી અને તેની ઘનતા ઓછી હતી તેથી આ ટ્રીટમેન્ટો શક્ય બનતી હતી. ઉપરાંત ટેકનોલોજીઓ સરળ અને બાયપ્રોડક્ટ પણ ઘણી ઓછી હતી. પણ લાંબા સમય સુધી ટકી ન હતી.આ ઉપરાંત કેટલીક માપ અને કોન્સન્ટ્રેશન શક્ય બનાવવામાં આવ્યા જે પહેલા શક્ય ન હતા. પરિણામ માટેની ગણિતીક પદ્ધતિઓ દ્વારા સંભવિત નુકશાનનો ખ્યાલ આપવામાં આવ્યો જ્યા આકરણી જરૂરી હતી પરંતુ નિયતિવાદનું મોડલ અપ્રસ્તુત અથવા અશક્ય હતું. આ ઉપરાંત, પર્યાવરણની માણસો ઉપરાંત અન્યો પર અસરને પણ મહત્વ આપવામાં આવતું થયું.
એક સિદ્ધાંતની જગ્યાએ બીજાનો કોઈ અવકાશ ન હોવાથી સમગ્ર વિશ્વમાં જુનો જ તરીકો અપનાવવામાં આવતો રહ્યો.આના આધારે પ્રદુષિત નિષ્કર્ષની સાંદ્રતા માપી કાયદેસર નિકાલ કરી શકાય અને તેથી વધુ નિકાલ કરાય તો દંડ કરવામાં આવે અથવા મર્યાદા લાગુ કરવામાં આવે.વિકાસ વિરોધી કેસો તે છે જેમાં પ્રદુષક છોડવાની મુક્તિ મર્યાદા ઘણી વધારે હોય અથવા જો લાદવામાં આવે તો નિયંત્રણો પ્રત્યે દુરલક્ષ્ય સેવવામાં આવ્યું હોય. પ્રદુષણને મંદ કરવાથી પ્રદુષણને દુર કરવા સુધી જવાની સફરમાં કેટલાય કેસોમાં આર્થિક અને ટેકનોલોજીકલ અવરોધો આવ્યા હતા.

ગ્રીનહાઉસ ગેસ અને ગ્લોબલ વોર્મિંગ

પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૃરી કાર્બન ડાયોક્સાઈડને પ્રદુષણ તરીકે જોવાય છે કારણ કે વાતાવરણમાં તેનું વધતું પ્રમાણ પૃથ્વીની આબોહવાને અસર કરે છે. પર્યાવરણમાં વિક્ષેપ( પ્રદુષણ) જે જુદા છે તેવા હવા અને પાણી વચ્ચેના સંબંધને પણ ઉજાગર કરે છે. તાજેતરમાં અભ્યાસ કરવામાં આવ્યો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું વધતું પ્રમાણ લાંબાગાળે ધીમી પણ ગંભીર અસર ઓશેન એસિડીફિકેશન|દરિયાઈ પાણીનું એસિડીટી લેવલ વધારે છે અને જેને કારણે દરિયાઈ ઈકોસિસ્ટમને અસર પહોંચે છે આ બાબતે તપાસ કરાઈ હતી.