30 June 2018

જે શિક્ષક નો વિદ્યાર્થી 90% લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો.

*અભણ* (લઘુકથા....)

દીકરા નું 12 માં નું પરિણામ આવ્યું....

પપ્પા બોલ્યા વાહ બેટા સરસ....

રસોડા માં દીકરા ના પરિણામ ની રાહ માં લાપસી બનાવતી તેની પત્ની ને સાદ પડ્યો, " એ સાંભળે છે? , આપણો દીકરો 12 માં ધોરણ માં 90% અને 98 pr સાથે પાસ થયો છે..."

તેની પત્ની દોડતી-દોડતી આવી.. બોલી બતાવો મને પરિણામ!

દીકરો બોલ્યો એ english માં છે, મમ્મી તું *અભણ* છે ને, તું રેવા દે, તને નઈ ખબર પડે..

મા ની આંખ છલકાઈ ગઈ પણ બિચારી કઈ બોલી ના શકી..
********************************************
ત્યારે તેના પપ્પા બોલ્યા;
" બેટા અમારા લગ્ન ના ત્રણ જ મહિના માં તારી મા ને ગર્ભ રહ્યો હતો, મેં કહ્યું ચાલ abortion કરવી લઈએ, હજુ તો જિંદગી માં કઈ ફર્યા જ નથી આપણે, તેણે ત્યારે મારી વાત નો વિરોધ કર્યો, કારણ કે તે *અભણ* છે."

તારી મા ને દૂધ નથી ભાવતું પણ તને પોષણ મળે એ માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે *અભણ* છે...

તને સવારે 7 વાગ્યે શાળા એ મોકલવા એ પોતે 5 વાગ્યા માં જાગી ને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી , કારણ કે તે *અભણ* છે...

તું રાત્રે વાંચતો- વાંચતો સુઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જ માં મૂકી, હળવેક થી બત્તી બંધ કરી દેતી, કારણ કે તે *અભણ* છે...

આજ સુધી તે પોતે *દેશી* હોવા  છતાં પણ તને *વિદેશી* સગવડો આપી છે, કારણ કે તે *અભણ* છે...   

તું નાનો હતો ને ત્યારે રાત્રે બોવ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામ માં વળગી જાય, કારણ કે તે *અભણ* છે...

તને સારા કપડાં પેહેરાવવા તે પોતે સસ્તી સાડી માં ચલાવી લેતી, કારણ કે તે *અભણ* છે....

બેટા ભણેલા ઓ ને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી મા એ આજ સુધી ઘર માં પોતાનો સ્વાર્થ નથી જોયો,  તે આપણું જમવાનુ બનાવવામાં ક્યારેક પોતે જમતા ભૂલી જતી.... તેથી હું ગર્વ થી કહું છું કે મારી જીવનસંગીની *અભણ* છે... 

દીકરો આટલું સાંભળી રડી પડ્યો અને બોલ્યો:

" મા " હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પણ મારા જીવન ને 100%  બનાવનારી પ્રથમ શિક્ષક તું છે...

જે શિક્ષક નો વિદ્યાર્થી 90% લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો...

મા આજે 90% સાથે પણ *હું* *અભણ* છું, અને  તારી પાસે આજે  phd. થી પણ ઉંચી ડિગ્રી છે.

કારણ કે આજે મેં *અભણ* માં ના સ્વરૂપ માં *ડોક્ટર*, *શિક્ષક*, સારી સલાહકાર *(વકીલ)*, મારા કપડાં ને સિવતી *ડિઝાઈનર* અને બેસ્ટ *કૂક* વગેરે ના દર્શન કર્યા છે.

27 June 2018

અમારી સરકારી શાળા જ શ્રેષ્ઠ છે

ઓળખો વરવી વાસ્તવિકતાને......

ખાનગી શાળામાં પ્રવેશ લેવાનો  ગાડરિયો પ્રવાહ ધીમેધીમે છેક અંદરના ગામડાઓમાં પહોંચી ગયો છે !

       એક વાત નોંધવા જેવી છે ,
સરકારી શાળામાં શિક્ષક- આચાર્ય
પોતાના બાળક બાબતે ફોન કરે ,
ઘેર રૂબરૂ જાય ,
શાળામાં વાલી મીટીંગ બોલાવે
તો
ક્યારેય
ન આવતો વાલી
પોતાના ગામથી
40 કિ.મી.દૂર થી
આવતી ખાનગી શાળાની
બસમાં બેસાડવા
બસ સ્ટેશન પર
વહેલી સવારના 5-30 વાગ્યે અને
બપોરના 3-30 વાગ્યે
નિયમિત પહોંચી જાય છે.

અહીં મફત છે એની કિંમત નથી
પણ ખિસ્સામાંથી ભાર હળવો થાય
એટલે
જાગૃત થવું પડે !

      વાલીની આ બાબતે  કોઇ વાંધો નથી ; 
પણ
વાત કરવી છે આ ગાડરિયો પ્રવાહમાં
અન્યની
અદેખાઇના કારણે
પોતાના બાળકોને જોતરતા વાલીઓને
કે તમે
શાળા ની
તપાસ તો કરો કે
એ શાળા કયા હેતુ માટે બની છે ?

એના સંચાલક કોણ છે ?

શિક્ષણ સાથે એનો સંબંધ કેટલો છે ?

શિક્ષકો લાયકાત વાળા છે કે કેમ ?

અભ્યાસક્રમમાં શું હાલ છે ?

માત્ર ભપકો તો નથી ને ?

તમારા બાળકને માટે તમે ખર્ચ કરો છો એનું વળતર તો મળી રહેશે ને ?

ખાનગી શાળામાં જતા તમારું બાળક કેટલી સરકારી યોજનાઓનો લાભ ગુમાવે છે ?

આ બધુ
જો બરાબર હોય
અને તમને પરવડે એવું હોય
તો ચોક્કસ
તમે ખાનગી શાળામાં મૂકો અને

છેલ્લે
એ વાત પણ બરાબર તપાસી લેજો કે

80 વિદ્યાર્થીઓના વર્ગમાં
આ શાળામાં
ભણતા 80 બાળકો
90 ટકા ઉપર જ
કેમ લાવે છે ?

શું આ શાળાઓ બાળકોને બનાવટી ટકા આપીને
એની જીંદગી અને તમારી સાથે કોઇ ખેલ તો નથી પાડી રહીને ?

બાકી
આવો
અમારી
સરકારી શાળામાં...

ચોખ્ખું
અરીસા જેવું છે બધું.

ખોટું વગોવવાનું બંધ કરીને

જો સહકાર આપશો તો

ગામનું ઘણું ધન વેડફાતા અટકશે..
અને
હા એવા વાલીઓ કે
જેને પોતાનું બાળક
કયા ધોરણમાં ભણે છે
કે શાળામાં એનું નામ શું છે

એનીય તસ્દી ન લેનાર વાલીઓ એ
તો એમના બાળકો બાબતે
100 % જાગૃત થવું જ જોઇએ..

સરકારી શાળાની તોલે આવવું એ
ખાનગી શાળાઓ માટે અઘરું થઇ પડવાનું છે

અને
આજે
એ બાબતે
કેટલીક
સારી શાળાઓએ
કામ આરંભી દીધું છે;

આવી શાળાઓને અભિનંદન
સાથે અન્ય શાળાઓએ પણ ખાનગી શાળાઓની
આવી વરવી વાસ્તવિકતા
સમાજ સામે લાવવા કામ કરવું પડશે...

ચાલો મિત્રો આ દિશામાં પહેલ કરીએ; પવન ફરી આપણી દિશામાં લાવીએ....

" અમારી સરકારી શાળા જ શ્રેષ્ઠ છે ,

ખાનગીમાં તો માત્ર વેઠ છે"-

25 June 2018

*"જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો."*

*"જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો."*

*અરે મુકો માથાકૂટ,
*ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,
*મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,
*કોઈની બળતરા કરવાની જરૂર નથી,
*કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
*ક્યાં જવું છે અભિમાન રાખીને? *સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.
*તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.
*તમે બસ ફુલઓન મજા કરો,
*બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.
*મજાથી શોખ પૂરાં કરો,
*ઉમર સામું ના જોવો,
*નાઈટઆઉટ કરો,
*વરસાદમાં હડી કાઢી નાવ,
*ઘરમાં કોઈ ના હોય તો લાઉડ મ્યુઝિક રાખી ખુલીને નાચો,
*ભાવતી જમવાની અલગ અલગ ડીશ ટ્રાય કરો,
*દૂરદૂર રખડવા જતાં રહો,
*જોવાયુ એટલું જોય લો,
*ફરી લો,
*બસ દિલ ફાડીને જીવાય એટલું જીવો.

*કોઈને નડીએ નહીં એટલે ઘણું,*
બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.
*થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.
*માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,
*આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે*
માટે જલસાથી જીવો.
*મરો ત્યારે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે *"Well played boss."*

24 June 2018

આજે વરસાદે મને કાનમાં એટલું કહ્યું*

*આજે  વરસાદે મને કાનમાં એટલું કહ્યું*

" *કોઈ ની ગરમી કાયમ રહેતી નથી ભલે ને પછી એ સુરજ કેમ ના હોય..*"


*વરસાદના છાંટા🌨️ શીખવે છે કે*


 *જિંદગીની સૌથી અદભુત ક્ષણો*

      *પકડી👊 શકાતી નથી*


✨ *ફક્ત માણી શકાય છે*✨




"તું વરસે તો મન મૂકીને વરસજે,

કોઈ તને કંઈ નહિ કહે......

રસ્તાના ખાડા તો અમે પુરી દઈશું,

પણ પેટના ખાડા તારી સિવાય

કોઈ નહિ પુરે!"...






.                ​•અંધારી રાત્રે તું ચુપચાપ આવ્યો,​


            ​•પહેલા આવી વિજળી પછી આવ્યો તુ..​


                             ​શાંતિ ત્યારે થઈ,​


            ​•જ્યારે આવ્યો ઠંડો પવન સાથે વરસાદ....​

 

                 ​•પણ મઝા તો ત્યારે આવી જ્યારે,​


         ​•આ ધગધગતી ધરતી માંથી સુંદર સુગંધ આવી...​


              ​•ચોમાસા નો પહેલો વરસાદ વરસ્યો,​


                ​•પહેલા વરસાદ ની આ સવાર છે..​


​               તમને બધાને પહેલા વરસાદ ની શુભેચ્છા​ 

22 June 2018

જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.

એક વાણીયાએ નવી મોટી દુકાન ખોલી.... અને દુકાનના ખાતમુહૂર્તમાં એક "સાચા સંત" ને બોલાવ્યા. બધી વિધિ પતી ગયા પછી શેઠે "સંત" ને કહ્યું કે આ દુકાનમાં ""એકવીસ હજાર"" વસ્તુઓ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો.

"સંત" હસ્યા અને બોલ્યા મને આમાંથી એકપણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી.. અને મને એ વાતનુ આશ્ચર્ય થાય છે કે માણસો બીનજરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે.

અહીં આ વાર્તા પુરી થાય છે..... અને
હવે અહીંથી આપણી સાચી વાત શરૂ થાય છે.

આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા.

ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાંનો શ્રવાસ રૂંધાઈ ગયો છે ?

હાર્પીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ?

ફેશવોશ વગર કઈ બાઇને મુછુ ઉગી નીકળી છે ?

હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે ?

કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયમ અને કાળા રહી ગયા ?

ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનારને શું ઘુટણનો વા થયો છે ?

હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતા ?

ડિઓડન્ટ છાંટીને નીકળ્યા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ?

કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.

બાકી...

બગલો કયા શેમ્પુથી નહાય છે ?

મોરલો પોતાનો રંગ અકબંધ રાખવા કયુ વોશ કંડીશનર વાપરે છે ?

મીંદડીને કેદી મોતીયા આવી ગયા ?

સસલાના વાળ કોઈદી બરડ અને બટકણાં જોયા છે ?

કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે ?

ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે.

અલાર્મ વગર કુકડો ઉઠે જ છે.

મધમાખીને હજી ઈન્સ્યુલીનનુ ઈંજેકશન લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે.

સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે ?

આજકાલના માણસને દુખી કરવો બહુ સહેલો છે. માણસ પૈસા ખર્ચીને દુખી થવાની ચીજો ખરીદી લાવે છે.

નેટ બંધ કરો તો દુખી,
લાઈટ જાય તો દુખી,
ગાડીના એક પૈડામાંથી હવા કાઢી નાખો તો દુખી,
મોબાઈલનું ચાર્જર બગડે દુખી,
ટીવીનો કેબલ કપાઈ તો દુખી,
મચ્છર મારવાની અગરબતી ન મળે તો દુખી,
બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દૂખી,
કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુખી.

આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુખી કરી શકાય.

જયારે ડુંગળીના દડા સાથે બે રોટલા દબાવી પીલુડીને છાંયે પાણાનું ઓશીકું કરી સુઈ જાય એને દુખી કરવો હોય તો ખુદ ચૌદભૂવનના માલીકને આવવું પડે.

જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.

જો તમને આ વાત સારી અને સાચી લાગે તો તમે પણ "એક વાર વિચાર જો".

આભાર.....

-શૈલેશ જાડૂ ૯૮૨૫૮૧૮૮૮૮

18 June 2018

સ્પેલિંગ નથી આવડતો થોડી વાર ઉભા રો .

😝😜😆🤣
ભીખો : હેલ્લો 108 !
હું ભીખો બોલું સુ , મારો ફ્રેન્ડ અહીં income tax પાસે બાઇક પર થી પડી ગયો સે , એને બધે સોલાયી ગયું સે , બોવ વાગ્યુ સે જોરથી રાડો પાડે સે તમો જલ્દી આવો .

108 :  હેલ્લો ભીખાલાલ ! એડ્રેસ માટે income tax નો સ્પેલિંગ લખાવો .

ભીખો : સ્પેલિંગ નથી આવડતો થોડી વાર ઉભા રો ...

108 : હેલ્લો ભીખાલાલ ... હેલ્લો ભીખાલાલ .....
( કોઈ જવાબ નહિ )

ભીખો 10 મિનિટ પછી : હવે એને હૂં ઢહડી ને RTO લાવ્યો સુ ,
લખો એનો સ્પેલિંગ R ... T ... O ....

😂😂😂      .

લ્યો... આવી ગયું વોટ્સએપ નું પ્રતિજ્ઞા પત્ર... સારું છે...

લ્યો... આવી ગયું વોટ્સએપ નું પ્રતિજ્ઞા પત્ર...

સારું છે...

બધા અનુસરે તો સારું...

🤗🤗 પ્રતિજ્ઞા પત્ર 🤗🤗
આ મારું ગ્રુપ છે
ગ્રુપના બધા સભ્યો સારા છે.
હું મારા ગ્રુપ ને ચાહું છું અને તેના માટે મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હુ મારા ગ્રુપ એડમીન અને સભ્યો પ્રત્યે આદર રાખીશ
અને ગ્રુપ માં ખોટી અફવાઓ, અંધશ્રદ્ધા, ફેલાય તેવી પોસ્ટ તેમજ જાતિવાદ કે કોમવાદ ને લગતી કોઈ પણ પોસ્ટ કે વિડીયો, જુના સમાચારો કે કોપી પેસ્ટ ફોરવર્ડ કરીશ નહીં.
હંમેશા ગૃપ હિત માટે, એકતા અને અખંડિતતા માટે અને ગૃપ સભ્યોના ના કલ્યાણ માટે સારી પ્રવૃત્તિ કરીશ

🙏🏻મૂકો તમારા વોટ્સએપ ગ્રુપ મા🙏🏻

      
🙏🙏વોટસએપ સભ્યો 🙏🙏

ઝઘડો, કમજોરી એ નુકસાનની ઓળખાણ છે.

એક વાણિયા  થી લક્ષ્મીજી નારાજ થઇ ગયા.
જતા સમયે બોલ્યા હું જઇ રહી છું,
અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે.
તૈયાર થઇ જા.
પરંતુ, હું તને છેલ્લી ભેટ
જરૂર આપવા માંગીશ.
માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે.

વાણિયો  બહુ જ સમજદાર હતો.
તેણે વિનંતિ કરી કે નુકસાન આવે તો ભલે આવે, પણ એને કહેજો કે મારા પરિવારમાં પ્રેમ બન્યો રહે.
બસ, મારી આ જ ઇચ્છા છે.

લક્ષ્મીજી એ તથાસ્તુઃ કહ્યું.

થોડાક દિવસો પછી,

વાણિયા ની દિકરીના લગ્ન માટે તેના ભત્રીજા એ ભુલથી ખોટું સોનું ધરાવતો સેટ ખરીદી કરી લીધો.
વાણિયા  ને ખબર પડતાં દુઃખ થયું, પરંતુ તે ૫૦,૦૦૦ ના નુક્સાન માટે પોતાના ભાઈના દીકરાને વઢયા નહિ, ફક્ત શિખામણ આપી.
એ સમજી ગયા હતા કે નુકશાન પ્રવેશ કરી ચુક્યો છે.

“ઘરે જતા પહેલા ભગવાનના મંદિરે જતો જાઉં”, એમ વિચારી તે લક્ષ્મી-નારાયણ મંદિરે ગયા.
ત્યાં તેમના મોંઘા ચપ્પલ કોઈ ચોરી ગયું. નુકસાન એનો પરચો બતાવવા લાગ્યો હતો.

આ બાજુ ઘરે,
વાણિયા  ની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી. તેણે મીઠું વગેરે નાખ્યું, અને બીજું કામ કરવા લાગી.
ત્યારે બીજા છોકરાની વહુ આવી અને ચાખ્યા વગર મીઠું નાખીને ચાલી ગઈ.
તેની સાસુએ પણ આવું જ કર્યું.

સાંજે સૌથી પહેલા વાણિયો  આવ્યો.
પહેલો કોળિયો મુખમાં લીધો તો ખ્યાલ આવ્યો કે બહું જ વધારે મીઠું પડી ગયુ છે.
એ સમજી ગયા કે નુકસાન આવી ગયું છે.
પણ કંઇ બોલ્યા વગર ચૂપચાપ ખીચડી જમીને ચાલ્યા ગયા.
એના પછી મોટા દીકરાનો નંબર આવ્યો.
એણે પણ પહેલો કોળિયો મોઢામાં મુકતા તરત પૂછ્યુ કે પપ્પાએ જમવાનું જમી લીધું ? એમણે કંઇ કહ્યું ?
બધાએ જવાબ આપ્યો ‘હા, જમી લીધું ! કઈ જ નથી બોલ્યા’.

હવે દીકરાએ વિચાર્યું કે જ્યારે પિતાજી જ કઈ નથી બોલ્યા તો હું પણ ચૂપચાપ જમી લઉ. આવી રીતે ઘરના બીજા સદસ્યો એક એક આવ્યા. પહેલા વાળાનું પૂછતા, અને ચૂપચાપ જમીને ચાલ્યા જતા.

રાતે નુકસાન હાથ જોડીને વાણિયા  ને કહેવા લાગ્યો,
’ હું જઈ રહ્યો છું.
વાણિયા  એ પૂછ્યું, “કેમ ?”

ત્યારે નુકસાન કહે છે,
” તમે લોકો એક કિલો તો મીઠુ ખાઈ ગયા.
તો પણ ઝઘડો જ ના થયો. મને લાગે છે કે મારું તો અહીં કઈ કામ નથી.”

બોધ:-

ઝઘડો, કમજોરી એ નુકસાનની ઓળખાણ છે.

જ્યાં પ્રેમ છે, ત્યાં લક્ષ્મીનો વાસ છે.
સદા પ્રેમ વહેંચતાં રહો.
નાના- મોટાની કદર કરો.
જે મોટા (વડીલ) છે એ મોટા જ રહેવાના,
પછી ભલેને તમારી કમાણી એમની કમાણીથી વધારે હોય.

સારું લાગે તો આપ જરૂર તમારા કોઈ અંગતને શેર કરજો

17 June 2018

अनंत तत्वों को जोड दिया जाये तब जिस मनुष्य का निर्माण होता है उसको *शिक्षक* कहते है

: *पृथ्वी*... *अग्नि*.... *जल*... *आकाश*.. और ... *वायु*...
इन पांच तत्वों से मनुष्य शरीर बनता है...
इसमें PAN और AADHAR जोड़ दें तो इन सात तत्वों से *भारतीय* बनता है...
और इसमें भी अगर ...
नामांकन...
प्रवेशोत्सव...
पुस्तक वितरण,
समग्र आई.डी. ,
मैपिंग,
एस.एम.सी.,
गणवेश वितरण,
सायकल वितरण,
दुग्ध वितरण,
ऑडिट,
बैंक खाता,
आधार,
जाति प्रमाण पत्र,
टी.सी.,
शाला प्रमाण पत्र,
पौधरोपण,
शैक्षिक संवाद,
ट्रेनिंग,
वीईआर सर्वे,
रैलियां,
सभाएं,
सांस्कृतिक कार्यक्रम,
खेल महोत्सव,
स्वच्छता अभियान,
खोज यात्रा,
शाला सिद्धि,
विज्ञान क्लब,
मोगली उत्सव,
आनंदोत्सव,
एनसीसी,
एनएसएस,
रेडियो कार्यक्रम,
टीवी कार्यक्रम,
एबीएल,
एएलएम,
टीएलएम,
आयरन टेबलेट,
कृमि टेबलेट,
पल्स पोलियो,
रेमेडियल,
शिक्षा रथ,
बोर्ड ड्यूटी,
ई_अटेंडेंस,
डेली डायरी,
पाठ्यक्रम,
पढ़ाई,
मूल्यांकन,
परीक्षा,
रिजल्ट,
बाल सभा,
फाईल,
रजिस्टर,
अभिलेख,
निरीक्षण,
पुताई,
मरम्मत,
मध्यान्ह भोजन,
कार्यक्रम आयोजन,
छात्रवृत्ति,
पोषाहार,
शालादर्पण,
शालादर्शन,
चुनाव,
पोलियो,
बीएलओ,
जनगणना
वोटर लिस्ट
आदि, आदि अनंत तत्वों को जोड दिया जाये तब जिस मनुष्य का निर्माण होता है उसको *शिक्षक* कहते है !!

ગુજરાતી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી સંતોષી હોય છે અને માટે જ સુખી હોય છે.!!!!!

અંગ્રેજી ભાષામાં ચેક લખવાનો હોય તો આપણે ‘રૂપીસ ટેન થાઉસન્ડ ઓન્લી ’એમ લખીએ છીએ. દસ હજારને બદલે દસ લાખ રૂપિયાનો ચેક હોય તો પણ ‘રૂપીસ ટેન લાખ ઓન્લી’ એમ જ લખાય છે. અંગ્રેજોની સંસ્કૃતિમાં ક્યાંય સંતોષ નામની ચીજ નથી. દસ લાખને બદલે દસ કરોડ રૂપિયા હોય તો પણ ‘ઓન્લી’ જ લખાય છે. આ જ ચેક જો ગુજરાતી ભાષામાં લખાય તો? ‘રૂપિયા દસ હજાર પૂરા’ એમ લખાશે. પૂરાનો અર્થ સંતોષ એવો થાય છે. શિક્ષણની પણ આવી જ અસર થાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી કાયમ અસંતોષથી ખદબદતો હોય છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી સંતોષી હોય છે અને માટે જ સુખી હોય છે.!!!!!

તમારા થોડા ધ્યાનથી, પ્રેમથી અને સ્નેહથી નવું જીવન આપી શકો છો...!!.

આશાબેન એક નાના શહેરની પ્રાથમિક શાળામાં ધોરણ 5ની શિક્ષિકા હતા. તેમની એક ટેવ હતી તેઓ ભણાવવાનું શરુ કરતા પહેલા હંમેશા "આઈ લવ યું ઓલ" બોલતા. પણ તે જાણતા હતા કે તે સાચુ નથી બોલી રહ્યા, તે ક્લાસનાં બધા છોકરાઓને એટલો પ્રેમ નથી કરતા.ક્લાસમાં એક એવો છોકરો પણ હતો જેને આશાબેનને જોવો પણ ન ગમતો.
તેનું નામ હતું રાજુ. રાજુ ખરાબ ને મેલી સ્થિતીમાં શાળાએ આવ-જા કરતો. તેના વાળ ખરાબ હોય, બુટની દોરી ખુલેલી હોય, અને શર્ટનાં કોલર પર મેલનાં નિશાન હોય. ભણાવતી વખતે પણ એનું ધ્યાન બીજે ક્યાંક રહેતું. આશાબેન તેને વઢે એટલે ચોંકીને તેમની સામે જોતો, તેના પરથી ચોખ્ખુ લાગતું કે તે ક્લાસમાં શારીરિક રીતે હાજર હોવા છતાં પણ માનસિક રીતે તે ક્લાસમાં નથી. ધીમે ધીમે આશાબેનને રાજુ પ્રત્યે નફરત જેવું થવા લાગ્યું. ક્લાસમાં દાખલ થવાની સાથે જ તે આશાબેનનાં ધીક્કારનો નીશાન બનવા લાગતો. બધાં જ ખરાબ અને કુટેવવાળા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કરવામાં આવતા. અને બીજા છોકરાઓ ખીલખીલાટ તેની ઠેકડી ઉડાવતા.
તેમને રાજુંને અપમાનિત કરીને સંતોષ થતો. જો કે રાજુંએ ક્યારેય પણ કોઈ વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો. આશાબેનને તે એક બેજાન પથ્થર ની જેવો લાગતો, જેની અંદર મહેસૂસ નામ ની કોઈ વસ્તુ હતી જ નહી. બધી જ ડાંટ અને વ્યંગ અને સજાનો જવાબમાં તે પોતાની ભાવનાભેર નજરથી આશાબેનને જોતો અને પોતાની નજર નીચે કરી નાખતો. આશાબેનને હવે તેના પ્રત્યે બહુ જ ઘીન્ન થવા લાગી હતી.
પહેલું સેમેસ્ટર પુરુ થયું. અને રીપોર્ટ બનાવવાનો સમય આવ્યો તો આશાબેને રાજુ ના પ્રગતિ રીપોર્ટમાં આ બધા વીકપોઈન્ટ જ લખ્યા. પ્રગતિ રીપોર્ટ મમ્મી પપ્પાને દેખાડતાં પહેલા પ્રીન્સિપલ પાસે જતો. પ્રીન્સિપલે જ્યારે રાજુ નો પ્રગતિ રીપોર્ટ જોયો તો આશાબેનને બોલાવ્યા. આશાબેન પ્રગતિ રીપોર્ટ માં કંઈક તો પ્રગતિ લખવી હતી. તમે જે પણ લખ્યું છે તેનાથી રાજુનાં પપ્પા નારાજ થઈ જશે. "હું માફી માંગુ છુ" પણ રાજુ સાવ અસ્થિત અને ઠોઠ વિદ્યાર્થી છે. મને નથી લાગતું કે હું તેની પ્રગતિમાં કશું લખી શકુ. આશાબેન સહેજ ગુસ્સાભર્યા શબ્દોમાં બોલીને જતાં રહ્યા. પ્રીન્સિપલને કંઈક સુજ્યુ, તેમને પટ્ટાવાળા ના હાથે આશાબેનનાં ટેબલ પર રાજુનાં ગયા વર્ષોનાં પ્રગતિ રીપોર્ટ મુકાવી દીધા. બીજા દિવસે આશાબેન એ ક્લાસમાં પ્રવેશ કર્યો તો તેમની નજર રીપોર્ટ પર પડી. ફેરવીને જોયો તો રાજુનો રીપોર્ટ હતો. પાછળનાં વર્ષોમાં પણ આવું જ કર્યુ હશે તેવું મનોમન વિચારી લીધું અને ક્લાસ 3 નો રીપોર્ટ જોયો. રીપોર્ટ વાંચીને તેમની આશ્ચર્યની કોઈ હદ ના રહી જ્યારે તેમને જોયું કે રીપોર્ટ તો વખાણ અને સારા પોઈન્ટથી ભરેલી હતી.
"રાજું જેવો હોશિયાર છોકરો મેં આજસુધી નથી જોયો", "બહુ જ સંવેદનશીલ છોકરો છે અને પોતાનાં મિત્રો અને શિક્ષકો પ્રત્યે બહુ જ લગાવ રાખે છે".
છેલ્લા સેમેસ્ટરમાં પણ રાજુંએ પહેલો નંબર મેળવ્યો હતો. મિસ.આયસાએ અનિશ્ચિત સ્થિતિ માં ક્લાસ 4 નો રીપોર્ટ જોયો જેમાં લખ્યું હતું રાજુંની અંદર તેની મમ્મિની બિમારીનો બહું જ ઉંડો પ્રભાવ પડ્યો છે. જેનાં કારણે તેનું ધ્યાન ભણવામાંથી ભટકી રહ્યુ છે, રાજુંની મમ્મિને અંતિમ ચરણનું કેન્સર છે. ઘરમાં તેનું ધ્યાન રાખવા વાળુ બીજુ કોઇ નથી. જેનો ઉંડો પ્રભાવ તેના ભણવામાં થઈ રહ્યો છે. રાજુંની મમ્મિ મૃત્યુ પામી છે, તેની સાથે જ રાજુંનાં જીવનની રોનક પણ. તેને બચાવવો પડ છે બહું વાર થઈ જાય તે પહેલા.
આશાબેનનાં દિમાગ પર ભયાનક બોજ સવાર થઈ ગયો. ધ્રુજતા હાથે તેમને રીપોર્ટ બંધ કર્યો. આંખ માંથી આંસુની ધાર થવા લાગી.
બીજા દિવસે જ્યારે આશાબેન ક્લાસમાં દાખલ થયા અને રોજની જેમ પોતાનો પારંપરીક વાક્ય બોલ્યા "આઈ લવ યું ઓલ". પણ તે જાણતા હતા કે તે આ વખતે પણ સાચુ નથી બોલી રહ્યા, કારણ કે આ ક્લાસમાં બેઠેલો એક ઉલજેલા વાળવારા રાજું પ્રત્યે જ તેમને પ્રેમ મહેસૂસ થઈ રહ્યો હતો. ભણાવતા સમયે તેમને રોજની જેમ એક પ્રશ્ન રાજુંને પુછ્યો અને રોજની જેમ રાજુંએ તેનું માથુ નીચે જુકાવી દીધું. જ્યારે થોડા સમય સુધી આશાબેન તરફથી કોઈ ડાંટ ફટકાર અને સહધ્યાયી તરફથી હાસ્યનો અવાજ તેના કાનમાં ન આવતાં તેને અચંબા સાથે માથુ ઉંચુ કરીને તેમની સામે જોયુ. કોઈ કારણથી તેમનાં ચહેરા પર આજે ગુસ્સો ન હતો, હતું તો ફક્ત લાગણીભર્યુ સ્મિત. તેમને રાજુંને પોતાની પાસે બોલાવ્યો અને પ્રશ્નનો જવાબ જણાવીને તેને પણ બોલવાનો આગ્રહ કર્યો. રાજુ પણ 3/4 આગ્રહનાં પછી છેવટે બોલી જ પડ્યો. તેના જવાબ આપવાની સાથે જ આશાબેન ખુશ થઈને તાળીઓ પાડી અને સાથોસાથ બધા પાસેથી પણ પડાવી. પછી તો આ રોજની દિનચર્યા બની ગઈ. આશાબેન બધા પ્રશ્નનો જવાબ ખુદ જ આપતા અને રાજુનાં વખાણ કરતી. બધાં જ સારા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કહેતા. ધીમે ધીમે રાજું સન્નાટાની કબર ચીરી ને બહાર આવતો રહ્યો.
હવે, આશાબેનને પ્રશ્નની સાથે જવાબ દેવાની જરુર નહોતી પડતી. તે રોજ વગર અચકાયે જવાબ આપીને બધાને પ્રભાવિત કરતો અને નવા નવા પ્રશ્ન પુછીને બધાને હેરાનીમાં પણ મુકી દેતો. તેનાં વાળ હવે થોડા દરજ્જે સુધરેલા લાગતાં, કપડા પણ થોડા સારા અને સાફ લાગતા જેને કદાચ તે પોતે જ ધોવા લાગ્યો હતો. જોત જોતમાં વર્ષ પુરુ થઇ ગયું અને રાજુ બીજા નંબરે પાસ થયો. વિદાય સમારોહમાં બધા છોકરાઓ આશાબેન માટે સુંદર ગીફ્ટ લાવ્યા હતા અને આશાબેનનાં ટેબલ પર ગીફ્ટનો ઢગલો થઇ ગયો. આ બધા સરસ રીતે પેક કરેલા ગીફ્ટમાંથી એક જુનાં છાપામાં અવ્યવસ્થિત રીતે પેક કરેલું ગીફ્ટ પણ પડેલું હતું. બધા છોકરાઓ તે ગીફ્ટ જોઈને હસવા લાગ્યા, કોઈને જાણવામાં વાર ન લાગી કે આ ગીફ્ટ રાજું લાવ્યો હશે તે. આશાબેને ગીફ્ટના ઢગલામાંથી તેને હળવેકથી બહાર કાઢ્યું. જેને ખોલીને જોયુ તો મહિલાઓ વાપરે તે અડધી વપરાયેલી અત્તરની શીશી અને એક હાથમાં પહેરવાનું મોટુ કડું હતું જેનાં મોટા ભાગનાં મોતી ખરી ગયેલા હતા. આશાબેને ચુપચાપ તે અત્તરને પોતાના પર છાંટ્યુ અને હાથમાં કડું પહેરી લીધુ. છોકરાઓ આ જોઇને હેરાન થઈ ગયા. ખુદ રાજું પણ, છેવટે રાજુંથી રહેવાયું નહી અને તે આશાબેન પાસે આવીને ઉભો રહી ગયો. થોડા સમય પછી તેને અટકતાં અટકતાં આશાબેનને જણાવ્યું કે "આજે તમારી પાસેથી મારી મમ્મિ જેવી ખુશ્બુ આવે છે".
સમયને જતાં ક્યા વાર લાગે છે. દિવસ અઠવાડીયું, અઠવાડીયું મહીનાઓ, મહીનાઓ વર્ષોમાં બદલાતાં ક્યા વાર લાગે છે. પરંતુ દરેક વર્ષના અંતે આશાબેનને રાજું દ્રારા નિયમિત રુપે એક પત્ર મળતો જેમાં લખેલું હોતું કે "આ વર્ષે ઘણા નવા ટીચર્સને મળ્યો, પણ તમારી જેવું કોઇ ન હતુ. પછી રાજું ની સ્કુલ સમાપ્ત થઈ ગઈ અને પત્રોનો વ્યવહાર પણ. ઘણા વર્ષો વીતી ગયા અને આશાબેન પણ નિવૃત્ત થઇ ગયા.
એક દિવસ તેમને એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું. "આ મહિના નાં અંતમાં મારા લગ્ન છે, અને તમારા વગર હું લગ્નની વાત વિચારી પણનાં શકુ. અને એક બીજી વાત હું જીવનમાં ઘણા લોકોને મળ્યો પણ તમારી જેવું કોઇ નથી..... લિ. ડોક્ટર. રાજું ". સાથે જ એક વિમાનની આવવા જવાની ટીકીટ પણ હતી. આશાબેન
પોતાની જાતને રોકી ના શકી, અને તે પોતાનાં પતિની રજા લઇને બીજા શહેર જવા નીકળી પડ્યા. લગ્નનાં દિવસે જ્યારે તેઓ લગ્નસ્થળ પર પોંહોચ્યા તો તેમને લાગ્યું કે સમારોહ પુરો થઇ ગયો હશે.
પણ, આ જોઇને તેઓ આશ્ચર્ય ની કોઈ હદ નાં રહી કે શહેરનાં મોટા મોટા ડોક્ટર્સ, બિઝનેસમૈન અને ત્યાં સુધી કે લગ્ન કરાવવાં વાળા પંડિતજી પણ થાકી ગયા હતાં. અને કહેતાં હતાં કે હવે કોણ આવવાનું બાકી છે..? પણ રાજું સમારોહમાં લગ્નમંડપની બદલે ગેટની બાજુ નજર રાખીને તેમની રાહ જોતો હતો.
પછી બધાએ જોયું કે જેવો આ જુની શિક્ષીકાએ ગેટમાં પ્રવેશ કર્યો, તેવો જ રાજું તેમની બાજુ દોડ્યો અને તેમનો તે હાથ પકડ્યો જેમાં તેઓએ પેલું ટુટેલુ અને સડી ગયેલું કડું પહેરેલું હતું. અને તેમને હાથ પકડીને સીધો સ્ટેજ પર લઇ ગયો. અને માઈક હાથમાં પકડીને બોલ્યો કે,
"દોસ્તો તમે બધાં હંમેશા મારી માં વિશે પુછ્યા કરતાં હતાં, અને હું તમને બધાંને વચન આપતો કે બહું જલ્દી જ તમને બધાંને તેમની સાથે મળાવીશ.
"આ છે મારી માં"
વ્હાલા દોસ્તો આ સુંદર વાર્તાને ફક્ત શિક્ષક અને શિષ્ય નો સબંધ ને લિધે જ નાં વિચારતાં, તમારી આજુબાજુ જોવો, રાજું જેવા ઘણા ફુલ કરમાઈ રહ્યા છે, જેને તમારા થોડા ધ્યાનથી, પ્રેમથી અને સ્નેહથી નવું જીવન આપી શકો છો...!!.