23 August 2019

નેગેટીવ માથી પોઝીટીવ જીવન જીવવાની ફોર્મ્યુલા..

નેગેટીવ માથી પોઝીટીવ જીવન જીવવાની ફોર્મ્યુલા...
  
એક મહિલાને રોજ સૂતા પહેલા પોતાની દિવસભરની ખુશીઓ કાગળ પર લખવાની આદત હતી. એક રાતે તેણે લખ્યું :

.. હું ખુશ છું કે મારા પતિ આખી રાત મોટેથી નસકોરાં બોલાવે છે કારણ એ દર્શાવે છે કે તે જીવિત છે અને મારી પાસે છે. આ ઈશ્વરની કૃપા છે.

.. હું ખુશ છું કે મારો પુત્ર સવારે સવારે એ વાતનો ઝઘડો કરે છે કે આખી રાત મચ્છર - માંકડ સૂવા નથી દેતા. આનો અર્થ એવો થયો કે એ રાત ઘેર જ વિતાવે છે, બહાર આવારાગર્દી  નથી કરતો. આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે દર મહિને વિજળી, ગેસ, પેટ્રોલ, પાણી વગેરેનું બિલ ભરવું પડે છે. આ દર્શાવે છે કે આ બધી ચીજવસ્તુઓનો હું વપરાશ કરું છું - એ મારી પાસે છે. જો એ ન હોત તો જિંદગી કેટલી મુશ્કેલ બની રહેત..? આ ઈશ્વરની કૃપા છે.
 
..હું ખુશ છું કે દિવસને અંતે મારા થાકીને બૂરા હાલ થઈ જાય છે. આમ થવાનું કારણ એ છે કે મારામાં દિવસભર સખત કામ કરવાની તાકાત અને હિંમત છે. આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે મારે રોજ મારા ઘેર ઝાડુ - પોતા કરવા પડે છે, બારી - દરવાજા સાફ કરવા પડે છે. ભગવાનનો આભાર માનવાનો કે મારી પાસે મારું પોતાનું ઘર છે! આ ઈશ્વરની કૃપા છે. જેમની પાસે તેમનું પોતાનું ઘર અને માથે છત નથી હોતાં તેમની શી હાલત થતી હશે..?

..હું ખુશ છું કે હું ક્યારેક ક્યારેક માંદી પડું છું.મોટે ભાગે તો હું સાજી જ હોઉં છું ને..? આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે દર વર્ષે તહેવારો આવે એટલે ભેટ સોગાદો આપવામાં પાકીટ ખાલી થઈ જાય છે. આ દર્શાવે છે કે મારી પાસે મારા ચાહવાવાળાઓ, મારા આપ્તજનો, સગા સંબંધીઓ, મિત્રો છે જેમને હું ભેટ સોગાદ આપી શકું છું. જો એ ના હોય તો જિંદગી કેટલી નીરસ હોય..! આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે રોજ એલાર્મ વાગતા મારે ઉઠી જવું પડે છે. આનો અર્થ એવો થાય છે કે રોજ એક નવી સવાર જોવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થાય છે. આ ઈશ્વરની કૃપા છે.
  
  જીવન જીવવાના આ ફોર્મ્યુલાનો અમલ કરી પોતાની અને પોતાની આસપાસનાં લોકોની જીંદગી સુખ - શાંતિમય અને વધુ જીવવાલાયક બનાવવી જોઈએ. નાની કે મોટી કોઈ પણ મુશ્કેલીમાંયે ખુશીની તલાશ કરવી જોઈએ અને ઈશ્વરનો આભાર માની જીંદગી ખુશહાલ બનાવવી જોઈએ...

21 August 2019

રાતના ત્રણ વાગ્યા હતા.....

રાતના ત્રણ વાગ્યા હતા.....

એક શ્રીમંત માણસ ને નીંદર નહોતી આવતી, પડખા ફરી-ફરી ને થાક્યો, ચા પીધી, સીગારેટ પીધી, અગાશી મા ચક્કર માર્યાં પણ ક્યાંય ચેન પડે નહીં, આખરે થાકી ને એ માણસ નીચે આવ્યો, પાર્કીંગમાંથી કાર બહાર કાઢી અને શહેર ની સડકો પર ફરવા નીકળી ગયો, ફરતા ફરતા એને એક મંદિર દેખાયું, મનમા થયું ચાલ થોડી વાર આ મંદિર મા જઉ....ભગવાન પાસે બેસું....પ્રાર્થના કરુ....મને થોડી શાંતિ મળે. એ માણસ મંદિર મા ગયો, જોયું તો ત્યાં એક બીજો માણસ ભગવાન ની મુર્તિ સામે બેઠો હતો, ઊદાસ ચહેરો....આંખો મા કરુણતા....એને જોઈ ને આ માણસ ને દયા આવી....પૂછ્યું..."કેમ ભાઈ આટલી મોડી રાત્રે ?"
પેલા એ વાત કરી...."મારી પત્ની હોસ્પિટલ મા છે સવારે જો ઑપરેશન નહીં થાય તો એ બચી શકે એમ નથી અને મારી પાસે ઓપરેશન ના પૈસા નથી"

આ શ્રીમંત માણસે ખીસ્સામા થી રુપીયા કાઢયા એ ગરીબ માણસ ને આપ્યા અને પેલા ના ચહેરા પર ચમક આવી. પછી આ શ્રીમંત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું...."હજું પણ ગમે ત્યારે જરૂર હોય તો આમા મારો નંબર છે મને ફોન કરજો, એડ્રેસ પણ કાર્ડમાં છે, રુબરુ આવી ને મળજો....સંકોચ રાખશો નહીં"
પેલા ગરીબ માણસે આભાર માની કાર્ડ પાછુ આપ્યું....અને કહ્યું "મારી પાસે એડ્રેસ છે....આ એડ્રેસ ની જરૂર નથી ભાઈ"
અચંબો પામીને શ્રીમંત માણસે કહ્યું...."કોનું એડ્રેસ છે..?"
પેલો ગરીબ માણસ મરક મરક હસતા બોલ્યો....

"જેણે રાત ના સાડાત્રણે તમને અહીં મોકલ્યા એમનું"....😊

મિત્રો,
*ભગવાન છે*

અને આપણાં કર્મો જ આપણને ભગવાન સુધી લઇ જાય છે

ભગવાન પાસે ફક્ત સદબુદ્ધિ માંગી એમનો આભાર માનો....

અને *ખરી ભક્તિ સ્વરૂપે* તમારી આસપાસ નાં લોકો માટે નીસ્વાર્થિ બનો. *ભગવાનને તમારાં ફુલ-હાર,* કે *દૂધ-ઉપવાસ ની જરુર નથી*....

એક જ ભગવાને બનાવેલા એમની દુનિયાનાં સહુ લોકો માટે પ્રેમ રાખો, *પ્રામાણિક અને મહેનતુ માણસો સાથે ભાવ તાલ કરાવો નહીં,* એટલાં પણ સ્વાર્થી બનો નહીં કે તમારી ખુશી બીજાનું દુઃખ બને.

શ્રાવણ માસ નિમિત્તે આપણાં સહુમાં *માનવતા જન્મે* અને  સાચી માનવતા ને *ઇશ્વર ભક્તિ સમજીએ* એવી સદબુદ્ધિ સહુને મળે એજ શુભેચ્છાઓ.💐

19 August 2019

વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?

*_સ્ત્રી એ પૂછ્યું, “વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?” આ સવાલનો તેના સસરા એવો જવાબ આપ્યો કે શબ્દો ખુટી પડયા_*

*(દરવાજાની ઘંટી વાગે છે)*

બેટા જો તો કોણ આવ્યો છે? સોફા પર સુતા સુતા ટીવી જોઈ રહેલા સસરાએ તેની વહુને કહ્યું.

આથી શીતલ રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલે છે.

સામે જાણીતો ચહેરો ન હોવાથી, પૂછે છે તમે કોણ?

સામેથી જવાબમાં એક મહિલા ઊભી હતી તે જણાવે છે કે મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે ચાલી રહ્યો છે. હું એની જાણકારી માટે અહીં આવી છું.

હજુ આ મહિલા શીતલને પોતાના વિશે જણાવી રહી હતી એટલામાં શીતલ ના સસરા બહાર આવતા આવતા પૂછે છે કોણ છે દીકરા?

પેલી સ્ત્રી જવાબ આપે છે, દાદા હું સર્વે કરવા આવી છું. અમે હાલમાં મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે કરી રહ્યા છીએ.

“તો પૂછો શું પૂછવું છે તમારે?” દાદાજી જવાબ આપે છે

મહિલા પૂછે છે, તમારી વહુ સર્વિસ કરે છે કે હાઉસવાઈફ છે?

શીતલ પણ આ સવાલ સાંભળી રહી હોય છે, એટલે હજી તો એ જવાબ આપવા જાય કે તે પોતે હાઉસવાઈફ છે તે પહેલા તેના સસરા જવાબ આપી દે છે.

તેના સસરાએ કહ્યું કે તે સર્વિસ કરે છે.

શીતલને ઘણું આશ્ચર્ય થયું, પરંતુ એ કંઈ બોલી નહીં બસ ત્યાં ઉભી રહી.

પેલી મહિલાએ સર્વિસનું સાંભળીને વિસ્તારમાં પૂછયું કે કયા પદ પર છે અને કઈ કંપની માં કામ કરી રહી છે?

શીતલ ના સસરા એ જવાબ આપ્યો કે, તે હકીકતમાં એક નર્સ છે જે મારું અને મારી પત્ની નું એકદમ સચોટ ધ્યાન રાખે છે. અમારા જાગવાથી લઈને રાતના સુવા સુધીનો હિસાબ વહુ પાસે હોય છે. હું જે અત્યારે આરામ થી સુતા સુતા ટીવી જોઈ રહ્યો હતો, તે માત્ર શીતલ ના કારણે જ છે.

હા અને જણાવી દઉં કે શીતલ એક બેબીસીટર પણ છે, બાળકોને નવડાવવા, રમાડવા અને સ્કુલે મોકલવાનું કામ પણ તે જ જોવે છે. રાતના લડી રહેલા બાળકોને પણ તે જ પોતાની નીંદર બગાડીને સંભાળે છે.

મારી વહુ એક શિક્ષક પણ છે, બાળકોની બધી ભણવાની જવાબદારી તેના માથે જ છે.

અને ઘરનું આખું મેનેજમેન્ટ પણ શીતલના હાથમાં જ છે. અને સંબંધ નિભાવવામાં તો તે એક્સપર્ટ છે એમ કહો તો પણ ચાલે.

મારો દીકરો એસી ઓફિસમાં શાંતિથી પોતાનું કામ કરી શકે છે તો આની કારણે જ, એટલું જ નહીં આ મારા દીકરાની સલાહકાર પણ છે.

શીતલ અમારા ઘર નું એન્જિન છે, જેના વગર અમારું ઘર તો શું આ દેશની ગતિ જ ઊભી રહી જશે.

પેલી મહિલાએ આખો જવાબ સાંભળ્યો, પછી ફોર્મ માં જોવા લાગી ઘણા સમય સુધી ફોર્મ ને નિહાળીને પછી કહ્યું કે અમારા આ ફોર્મ માં તો એવી એક પણ કોલમ નથી જે તમારી વહુ ને વર્કિંગ કહી શકે.

આથી શીતલ ના સસરા હસી પડે છે, અને કહે છે કે તો પછી તમારો આ સર્વે અધૂરો છે.

એટલામાં પહેલી મહિલા પાછું બોલે છે કે પરંતુ દાદાજી આ કરવાથી કાંઈ આવક તો નથી થતી ને?

પછી તેને દાદા જવાબ આપે છે કે, હવે તમને શું સમજાવું! આ દેશની કોઈપણ કંપની આવી વહુઓને એ સન્માન, એ સેલરી નહીં આપી શકે. પછી તેને ખૂબ જ શાનથી કહ્યું કે, મારી હાર્ડ વર્કિંગ વહુની ઇનકમ અમારા ઘરની સ્માઈલ છે.

એક બાજુ ઊભી શીતલ પણ મનોમન પોતાની આટલી કદર થતી જોઈ ખુબ જ ખુશ થઇ ગઇ.

😆🙏🏻🙏🏻🙏🏻😆

18 August 2019

એક શાળામાં સવારની પ્રાર્થના પછી વર્ગ શરુ થયો

*એક શાળામાં સવારની પ્રાર્થના પછી વર્ગ શરુ થયો*....

શિક્ષકે આવીને સૌ પ્રથમ વર્ગમાં હાજર વિદ્યાર્થીઓની હાજરી પુરી........

શિક્ષક એક પછી એકના નામ ઉંચા અવાજે બોલતા ગયા અને સામે વિદ્યાર્થીઓ જવાબ આપતા ગયા....

ગુસ્સો ...............હાજર
ઇર્ષા..................હાજર
અહંકાર.............હાજર
સ્ટ્રેસ..................હાજર
ડાયાબીટીસ......હાજર
બ્લડપ્રેસર.........હાજર
વિશ્વાસઘાત......હાજર
અસંતોષ...........હાજર
અશાંતિ.............હાજર

પ્રેમ...........!
પ્રેમ.............!!
પ્રેમ................!!???

પ્રેમ હાજર છે કે નહી...?
આનંદ..........!!.. આનંદ.......!??
( સાયલેન્સ)
ખુશી..............!! ખુશી.........!!??
( સાયલેન્સ)

હાજર વિદ્યાર્થીઓ પૈકી એકે ઉભા થઇને કહ્યુ....

"સર, બરાડા ન પાડો....

આ બધા ગેરહાજર છે. જ્યારેથી અમે હાજર રહેવાનું ચાલુ કર્યુ ત્યારેથી આ બધા જ ગેરહાજર રહે છે....!! "

મિત્રો,
આ શાળાનું નામ છે...

" *જીંદગી* "

આપણી જીંદગીની પાઠશાળામાં આપણે
જ્યારથી....
ગુસ્સો,
ઇર્ષા,
અહંકાર,
સ્ટ્રેસ......
વગેરેને એડમીશન આપ્યુ છે,
ત્યારથી......
પ્રેમ,
આનંદ,
ખુશી
આ બધા શાળા છોડીને જતા રહ્યા છે...!!!

આ બટાટા ફેંકી આવો અને સાથે જે અંદર સંઘરી રાખ્યા છે એ બટાટા પણ ફેંકી દેજો.

બટાટા..........

કોલેજના એક પ્રોફેસરે સ્ટુડન્ટ્સને બટાટા લઈ આવવાનું ટાસ્ક આપ્યું.

પ્રોફેસરે તમામ સ્ટુડન્ટ્સને કહ્યું કે કાલે તમે જેટલા લોકોને નફરત કરતાં હોય એટલા બટાટા લઈ આવજો.

એક એક બટાટાને તમે નફરત કરતાં હોય એનું નામ આપજો.

બીજા દિવસે સ્ટુડન્ટ્સ બટાટા લાવ્યા. કોઈની થેલીમાં એક તો કોઈની થેલીમાં બે બટાટા હતા. કોઈની થેલીમાં પાંચ-સાત બટાટા હતા તો કોઈની આખી થેલી ભરેલી હતી. બધાં સ્ટુડન્ટ્સે પ્રોફેસરને પોતપોતાનીથેલી બતાવી.

પ્રોફેસરે કહ્યું કે,બહુ જ સરસ.

હવે તમારે એક જ કામ કરવાનું છે. એક મહિના સુધી આ થેલી તમારે તમારી સાથે લાવવાની છે.

બધાં સ્ટુડન્ટ્સે કહ્યું કે,ઓકે.

બે-ત્રણદિવસ તો વાંધો ન આવ્યો પણ પછી બટાટા સડવા લાગ્યા. રોજ વજન ઉપાડવું સ્ટુડન્ટ્સને અઘરું લાગ્યું. ધીમે ધીમે બટાટા કોહવાતા ગયા અને તેમાંથીવાસ આવવા લાગી.

આખરે થાકીને સ્ટુડન્ટ્સે કહ્યું કે હવે સડેલા બટાટાની વાસ સહન થતી નથી. અમને છૂટ આપો કે અમે એને ફેંકી દઈએ.

પ્રોફેસરે હસીને કહ્યું કે,તમે તમારા દિલમાં આવા બટાટા સંઘરી રાખ્યા છે એની તમને ખબર છે?

નફરત, ગુસ્સો, દુઃખ, ઉદાસી, નારાજગી,વેર અને બીજા કેટલા બટાટા તમે કેટલાં દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો?

એ કોહવાઈ ગયા છે. વાસ આવેછે. તમે તમારી સાથે જ એ લઈને ફરો છો.
તમને સમજાય છે કે લોકો તમારાથી શા માટે દૂર રહે છે? કારણ કે તમે એ બટાટાફેંકતા જ નથી.

જાવ,આ બટાટા ફેંકી આવો અને સાથે જે અંદર સંઘરી રાખ્યા છે એ બટાટા પણ ફેંકી દેજો.

*સુખી રહેવાનો આ જ સિદ્ધાંત છે કે તમે જે સંઘરી રાખ્યું છે એને હટાવી દો. જે ઓઢી રાખ્યું છે એને ફગાવી દો.*
*દરેક માણસ સારો જ છે,બસ જરુર છે જુની સડેલી વાતો મગજ માથી કાઢી તે માણસની સારાઇ જોવાની*

11 August 2019

બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ

બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ

13 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.

છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે " આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો."

વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી. ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઇપણ જાતની તાલીમ વગર અદભૂત ડાન્સ કરવા લાગી.

ડોકટરે છોકરીની માતાને કહ્યુ, " તમે કોઇ ચિંતા ન કરો. તમારી દિકરી ખામીવાળી નહી પણ ખુબીવાળી છે. ભગવાને એનામાં નૃત્યકળા ઠાંસીઠાંસીને ભરી છે. આને તમે કોઇ સારી સંગિત અને નૃત્યની શાળામાં મોકલો. ડોકટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્યશાળામાં મુકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતું સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બની ગઇ.
શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મુકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેકટર ગિલીયન લીની.
મિત્રો, ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.