29 April 2019

વેકેશન ગૃહકાર્ય

વેકેશન ગૃહકાર્ય

પૂજ્ય વાલીગણ,
કુશળ હશો.
આપણું બાળક લગભગ  દસ જેટલા મહિના અમારી શાળામાં ભણી ને સફળતા પૂર્વક પોતાના ધોરણનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે આપની પાસે એક મહિના કરતાં વધુ સમય માટે વેકેશનમાં રહેશે. આપણા બાળક માટે અને તેના વિકાસ માટે અહીં થોડી વિગતો આપી એ છીએ જે આપ વેકેશનમા તેની પાસે કરાવશો તેવી અપેક્ષા સહ......
👉 દિવસમાં ઓછા માં ઓછું બે વખત તેની સાથે જમજો અને તેઓને ખેડૂતની સખત મહેનત વિષે માહિતી આપજો અને અનાજ નો બગાડ ના કરાય તે પ્રેમથી સમજાવજો.
👉 પોતાની થાળી પોતે જ સાફ કરે તેવો આગ્રહ રાખજો જેથી તે શ્રમ નું મહત્ત્વ  સમજે.
👉 તેમને રસોઈ કામમાં  મદદરૂપ થવા દેજો અને પોતાના માટે સાદું શાકભાજીનું કાચું સલાડ બનાવવા દેજો.
👉 તેમને દરરોજ ગુજરાતી, हिन्दी અને English ના નવા 5 શબ્દો શીખવજો અને તેની નોંધ કરાવજો.
👉 તેને પાડોશીને ઘરે રમવા જવા દેજો અને તેની સાથે સારા સંબંધો વિકસાવવા દેજો.
👉 જો દાદા  દાદી દૂર રહેતા હોય તો તેમની સાથે સમય વિતાવવા દેજો તેમની જોડે selfi લેજો.
👉 તેને તમારા વ્યવસાયની  જગ્યા એ લઈ જજો અને તેની ખાતરી કરાવજો કે પરિવાર માટે તમો કેટલો પરિશ્રમ કરો છો.
👉 તેઓ ને સ્થાનિક તહેવારો મોજ થી ઉજવવા દેજો અને તેઓ ને તેનું મહત્વ પણ સમજાવજો.
👉 તેને તમો એક વૃક્ષ ફરજિયાત વાવવા કહેજો અને તેનું મહત્વ  સમજાવજો.
👉 તમારા બાળપણ ના કિસ્સા ઓ અને કુટુંબ ના થોડા ઇતિહાસ અને સારા ગુણો વિશે વાત કરજો.
👉 તેને ધૂળ માં રમવા દેજો જેથી તેની માતૃભૂમિની  ધૂળ નું મહત્વ  સમજે.
👉 તેને નવાં નવાં મિત્રો બનાવવાની તક આપજો
બની શકે તો હોસ્પિટલ  અને અનાથશ્રમ ની મુલાકાતે લઈ જજો.
👉 તેને કરકસરનું મહત્વ સમજાવજો.
👉 મોબાઈલ અને આધુનિક ટેકનોલોજી ની માહિતી આપજો અને સાથે સાથે તેની દૂષણ થી પણ માહિતગાર કરો...
મોબાઈલ તો આપતા જ નહીં ફરજિયાત
👉 તેને નવી નવી રમતો શીખવો.
👉 ઘર ના દરેક સભ્ય નું મહત્વ કેટલું એ સતત તેને અનુભવ કરવા દો.
👉 મામા કે ફઇના ઘરે જરુર મોકલો.
👉 ટીવીની જગ્યા એ જીવરામ જોશી ની કે અન્ય બાળવાર્તા ની બુક્સ ફરજિયાત વચાંવો.
👉 તમો એ જયા તમારું બાળપણ ગુજાર્યું ત્યાં લઈ જાવ અને તમારા અનુભવો જણાવો.
👉 રોજ સાંજે એક મુલ્યલક્ષી વાર્તા કહો બની શકે તો રામાયણ અને મહાભારત થી વાકેફ કરો.
👉 રોજ એક શ્રેષ્ઠ વ્યક્તિ વિશે વાત કરો.
👉 ખાસ....
મોબાઇલ થી તો દૂર જ રાખો... એમને રમવા દો, પડવા દો, આપો આપ ઊભા થવા દો........

બસ એજ આશા રાખીશું કે આપણા બાળક ને તેનું વેકેશન યાદગાર બનાવવા દેશો....
અને હા...તમારી * .....................પ્રા.શાળા *જ સૌથી ઉત્તમ છે એ વાત એને બરાબર સમજાવી શાળા પ્રત્યેનો એનો આદરભાવ કેળવવાનું ન ચૂકતા..

26 April 2019

*યુ-ડાયસ ફોર્મ ભરવા માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો*

*યુ-ડાયસ ફોર્મ ભરવા માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો*

* Section-1*
• 1.14 (b) જવાબદાર વ્યકિતનું નામ (આચાર્યશ્રીનું લખવુ)
• મોબાઇલ નંબર ચેક કરી લેવા ભુલ હોય તો સુધારો કરવો
• 1.18 – ધોરણ વાઇઝ વર્ગની સંખ્યામાં ફેરફાર હોય તો કરવા
• 1.21 (a) & (b) પ્રાથમિક અને ઉ.પ્રાથમિકમાં મળેલ માન્યતા વર્ષ ફરજીયાત લખવું
• 1.36 – શાળાની નજીકની આંગણવાડીની સંખ્યા અને કોડ ફરજીયાત લખવો
• 1.37- શૈક્ષણીક દિવસોની સંખ્યા ગત વર્ષની લખવી
• 1.41 rte ખાનગી શાળા માટે (a) ચાલુ વર્ષ(૨૦૧૮/૧૯) (b) ગત વર્ષ(૨૦૧૭/૧૮) ધો-૧ માં મળેલ એડમિશનની સંખ્યા લખવી
• 1.42 માં RTE ખાનગી શાળા માટે rte મુજબની હાલ ધોરણ વાઇઝ ભણતા બાળકોની સંખ્યા લખવી
• 1.44 માં ચાલુ વર્ષમાં ઉપચારાત્મક વાળા બાળકોની કુલ સંખ્યા ફરજીયાત લખવી
• 1.49 માં ગત વર્ષમાં CRC/BRC/જીલ્લા/રાજય લેવલના ઓફિસરની વિઝિટની સંખ્યા લખવી અને ઇસ્પેકશન કરેલ હોય તો તેની સંખ્યા લખવી
• 1.50 SMC ની કમિટિમાં ફેરફાર હોય તો સુધારવું (b) SMC કમિટિના વાલી સભ્યોની જાતી વાઇઝ સંખ્યા ફરજીયાત લખવી (e) કેટલા સંભ્યોએ તાલીમ લીધી (f) ગત વર્ષની smc મિટિંગની સંખ્યા લખવી.

* Section-2*
• 2.2  શાળાના અલગ અલગ બિલ્ડીંગ હોય તો જેટલા બિલ્ડીંગ(બ્લોક)ની સંખ્યા લખવી
• 2.4 (b) માં વધારાના રૂમોની સંખ્યા લખવી
• 2.7 (i) માં દિવ્યાં બાળકોની સ્પેશિયલ ટોયલેટ સિવાઇના અન્ય ટોયલેટની સંખ્યા લખવી (ii) માં દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ ટોયલેટની સંખ્યા લખવી
• (iv) માં મુતરડીના જેટલા ખાના હોય તેટલી સંખ્યા લખવી
• 2.10 હાથ ધોવા માટે સાબુની સુવિધા છે જો હો તો (a) માં કેટલા નળ(ચકલી)ની સંખ્યા
• 2.11 માં સોલાર પેનલ છે
• 2.18 (a)(b)(c) માં કચરાપેટીની સુવિધા છે? ફરજીયાત લખવું

* Section- 3*
• 3.2 માં કુલ શિક્ષકોની સંખ્યા અને અધારકાર્ડ ધરાવતા કુલ શિક્ષકોની સંખ્યા લખવી
• 3.3 માં શિક્ષકોની વિગતમાં કોલંમ 15,16,17,18,19(a)(b),22,24,30 ફરજીયાત ભરેલી હોવી જોઇએ.

* Section-4*
• 4.1 માં ધોરણ-૧ ના ચાલુ વર્ષના બાળકોની ઉમંર વાઇઝ સંખ્યા લખવી
• 4.2 (a) માં ધોરણ વાઇઝ જાતી વાઇઝ કુલ સંખ્યા લખવી (હાલની સ્થિતિએ) (b) માં કુલ બાળકો પૈકી માઇનોરેટી બાળકોની સંખ્યા લખવી (c) આધારકાર્ડ અને BPL ધરવતા બાળકોની સંખ્યા લખવી
• 4.3 માં રિપિટર બાળકોની સંખ્યા લખવી
• 4.4 ધોરણની ઉમંર વાઇઝ સંખ્યા લખવી
• 4.5 માં મીડીયમ વાઇઝ સંખ્યા લખવી
• 4.6 માં દિવ્યાંગ બાળકોની કેટેગરી વાઇઝ ધોરણ પ્રમાણે સંખ્યા લખવી.

* Section-5*
• 5.1 માં ધોરણ-૧ થી પ ની વિગત ભરવી
• 5.2 માં ધોરણ- ૬ થી ૮ ની વિગત ભરવી.

* Section-6*
• 6.1 માં ધોરણ-પ નું ગત વર્ષ(૨૦૧૭/૧૮) નું પરિણામ લખવુ
• 6.2 માં ધોરણ- ૮ નું  ગત વર્ષ(૨૦૧૭/૧૮) નું પરિણામ લખવુ.

* Section-7*
• 7.1 માં ધોરણ-૧૦ નું ગત વર્ષ(૨૦૧૭/૧૮) બોર્ડનું પરિણામની વિગત
• 7.2 માં ધો-૧૦ ના રેગ્યુલર પાસ થયેલ બાળકોની ટકાવારી પ્રમાણે વિગત ભરવી
• 7.3 માં ધો-૧૦ ના રેગ્યુલર સિવાયના પાસ થયેલ બાળકોની ટકાવારી પ્રમાણે વિગત ભરવી.

* Section-8*
• 8.1 માં વર્ષ- ૨૦૧૭/૧૮ ની ગ્રાન્ટની વિગત લખવી
• 8.2 માં માધ્યમિક/ઉ.મા. માં ફાળવેલ ગ્રાન્ટની વિગત
• 8.3 માં વર્ષ ૨૦૧૮/૧૯ ની ગ્રાન્ટની વિગત લખવી (હાલ પાછળથી નાખેલ ૨૫% હપ્તાની રકમ પણ એડ કરી દેવી)
• 8.4 માં NGO કે લોકફાળો મળેલ હોય તો તેની વિગત લખવી
• 8.5 માં રજીસ્ટર નિભાવવામાં આવે છે(હા/ના)

* Section-10*
• 10.1 to 10.6 માં હા/ના લખેલુ હોવુ જોઇએ.
 Section- 11
• 11.1 to 11.9 (a) માં હા/ના લખેલુ હોવુ જોઇએ.

24 April 2019

ધન્ય છે એ નારીને જે ત્રણ પેઢી સાચવે, જીંદગીને ખુશીઓથી છલકાવે.... રોજ રોજ રાંધવાની રામાયણ.......

રાંધવાની     રામાયણ....

રોજ રોજ  રાંધવાની રામાયણ...............
સસરા છે સવાદિયા, ને સાસુ  કચકચિયા,
છોકરા છે કકળાટિયા...
રોજ રોજ રાંધવાની રામાયણ.
દાદા કહે દાળ ભાત ને  દાદી  કહે ખિચડી કઢી,
બાળકોને  ભાવે ફાસ્ટ ફૂડ
રોજ રોજ રાંધવાની રામાયણ...................
.પતિ કહે છોલે પુરી, દીકરો કહે પાણી પુરી,
એમાં પિસાય બિચારી નારી..
રોજ રોજ રાંધવાની  રામાયણ......
એક કહે ઢોકળા ને બીજું કહે ભજિયા,
એમાં થાય  રોજ કજિયા.....
રોજ રોજ રાંધવાની રામાયણ..................
એકને ભાવે ચાઈનીઝ,  બીજાને પંજાબી, ત્રીજાને ફાવે ગુજરાતી...
રોજ રોજ રાંધવાની રામાયણ.
ઘરડાં કહે ચાલશે ને પતિ કહે ફાવશે, પણ બાળકોનો રોજ કકળાટ.
રોજ રોજ રાંધવાની રામાયણ.................
..ધન્ય છે એ નારીને જે ત્રણ પેઢી સાચવે, જીંદગીને ખુશીઓથી છલકાવે....
રોજ રોજ રાંધવાની રામાયણ.......

6 April 2019

જાણો ગૅસ સિલિંડર પર લખેલ આ નંબર શા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે, ૯૮% લોકો આ વાતથી અજાણ છે

જાણો ગૅસ સિલિંડર પર લખેલ આ નંબર શા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે, ૯૮% લોકો આ વાતથી અજાણ છે

આધુનિક સુવિધાઓ માનવજીવન માટે જેટલી લાભદાયક છે એટલી જ ખતરનાક પણ છે, ગેસ સિલિન્ડર પણ આવી જ એક વસ્તુ છે. રસોઈમાં ગેસના ઉપયોગથી મહિલાઓનો જીવન સરળ તો બની ગયું છે પરંતુ તે કોઈક ખતરાથી ઓછું નથી. અવારનવાર ગેસ સિલેન્ડર ફાટવાથી થનારી ભયાનક દુર્ઘટનાઓની ખબર આપણે સાંભળીએ છીએ.
એવામાં તેનો ઉપયોગ કરતા સમયે આપણે આવશ્યક સાવધાની રાખવી જરૂરી છે જેમકે થોડું પણ લીકેજની આશંકા હોય તો તેને ધ્યાનમાં લેવું જોઈએ. સાથે સાથે ઘણી એવી વાતો છે જેના પર આપણે ધ્યાન આપતા નથી પરંતુ તે આપણા માટે ખૂબ જ જરૂરી છે. આજે અમે રસોઈના ગેસ સિલિન્ડર સંબંધિત એક એવી જ જરૂરી વાત બતાવવા જઈ રહ્યા છીએ જે તમને ખતરાઓથી બચાવશે.

ઘણીવાર એવું બને છે કે આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા હોય તેના વિશે જ આપણને જરૂરી જાણકારી નથી હોતી. આજે અમે તમને જે જાણકારી આપવાના છીએ તે આવી જ કંઇક જાણકારી છે. મોટાભાગના લોકો તેના વિશે જાણતા નથી હોતા. હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ ગેસ સિલિન્ડર પર લખેલ એક વિશેષ કોડ નંબર ની જે સિલિન્ડરની સૌથી ઉપર રેગ્યુલેટર ની પાસે જે ત્રણ પટ્ટીઓ લાગેલી હોય છે તેમાંની એક પટ્ટી પર લખેલ હોય છે જે તસવીરમાં બતાવવામાં આવેલ છે.

તમારું ધ્યાન ઘણીવાર આ નંબર પર ગયું હશે પરંતુ શું તમે એ જાણવાની કોશિશ કરી કે આ નંબર શું છે અને શા માટે લખવામાં આવેલ છે. મોટાભાગના લોકોને આ નંબર નો સાચો મતલબ ખબર નથી હોતો, જ્યારે આ નંબર દરેક રસોઈ ગેસ ઉપભોક્તા સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો અમે જણાવીએ તમને તેનો સાચો મતલબ.

હકીકતમાં આ નંબર ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ બતાવે છે અને આ એક્સપાયરી ડેટ પૂરી થયા બાદ સિલિન્ડર કોઈપણ સમયે ફાટી શકે છે. આ નંબરોની શરૂઆતમાં A, B, C, D લખેલ હોય છે જેનો મતલબ હોય છે કે ગેસ કંપની દરેક શબ્દને ત્રણ મહિનામાં વહેંચી દે છે. A નો મતલબ જાન્યુઆરી થી માર્ચ અને B નો મતલબ એપ્રિલથી જૂન સુધી હોય છે. તેવી જ રીતે C નો મતલબ જુલાઇથી લઇને સપ્ટેમ્બર અને D નો મતલબ ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી હોય છે.

આ સાથે તેમાં વર્ષ પણ આપવામાં આવેલ હોય છે, ઉદાહરણરૂપે A-17 નો મતલબ હોય છે કે ગેસની એક્સપાયરી ડેટ જાન્યુઆરીથી લઈને માર્ચ 2017 સુધીની છે. ત્યારબાદ સિલિન્ડર નો ઉપયોગ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે. અને આ ખતરાઓમાં સામેલ છે કે ગેસ લીકેજથી લઈને ગેસનું સિલિન્ડર ફાટવા સુધી. એવામાં જ્યારે તમે નવો ગેસ સિલિન્ડર લો ત્યારે આ નંબર જરૂરથી ચેક કરી લો.

ગેસ કંપનીઓ આ નંબર દર્શાવીને પોતાની જવાબદારી નિભાવે છે. આપણે પણ એક સજાગ ઉપભોક્તા ના રૂપમાં આ બાબત પર જરૂર ધ્યાન આપવું જોઈએ. જોકે હજુ પણ મોટા ભાગના લોકો આ વિશે નથી જાણતા એટલા માટે આ ખબરને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો જેથી કરીને લોકો તેના વિશે જાણી શકે અને પોતાનું જીવન બચાવી શકે.