30 September 2018

વખાણ બીજા કરે એ તો સારું જ લાગે પણ સાવ અંગત વ્યક્તિ બીજાની હાજરીમાં વખાણ કરે ને ત્યારે રોમ રોમ આનંદિત થઇ ઉઠે!!

" નાસ્તો "

રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો. પૂજાના રૂમમાં તેની પત્ની નિતા પ્રાર્થના કરી રહી હતી.

આ રોજનો ક્રમ હતો. પોતે આઠેક વાગ્યે ઉઠતો પણ નીતા સવારમાં પાંચેક ઉઠી જતી.

નીતા શહેરથી થોડે દૂર આવેલ એક ગામમાં પ્રાથમિક
શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી, અને સુકેતુ શહેરનાં જાણીતા ઉદ્યોગ પતિનો એકનો એક દીકરો અને આ શહેરનો નગરપાલિકામાં પ્રમુખ. અને હવે તો તે અનેક સંસ્થાનો પ્રમુખ, અનેક ચેરીટેબલ ટ્રસ્ટનો સભ્ય, અનેક સંસ્થામાં ટ્રસ્ટી અને કાંઈક સામાજિક સંસ્થાઓનો મોભી હતો.

સુકેતુ નાહીને બહાર આવ્યો. નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી. શક્કરપારા, સેવ મમરા,મકાઈના પૌવાનો ચેવડો, શીંગ પાક વગેરે. દર રવિવારે નિતાનો આ નિત્યક્રમ આખા અઠવાડિયાનો નાસ્તો એ રવિવારે બનાવે. બને બાળકોના ટીફીનમાં આ ઘરનો નાસ્તો જ હોય.

સુકેતુને આ ગમતું નહિ બીજા બાળકો જયારે મેગી ખાતા હોય, પફ ખાતા હોય  કે પછી પિઝા ખાતા હોય ત્યારે પોતાના બાળકો આવો દેશી નાસ્તો ખાય અને એ પણ ઇન્ટરનેશલ શાળામાં એ કેવું એબ્સર્ડ દેખાય !

પછી એ નાસ્તામાંથી નીતા દરરોજ મોટા મોટા ડબ્બા ભરીને શાળાએ લઇ જાય, બપોરનું ટિફિન તો અલગ જ હોય..

એક દિવસ નીતાને કીધું : "તું આટલો બધો નાસ્તો લઇ જાય છે તે તમે બધી શિક્ષિકાઓ નિશાળમાં બેસીને ભણાવો છો કે પછી બેઠા બેઠા નાસ્તો જ કરો છો? ત્યાં તમે કરો છો શું " ?

" બસ મજા આવે" !!! નીતા એ સ્મિત કરતાં જવાબ આપેલો...

"તમે આ થોડો નાસ્તો ચાખોને " નીતા કહેતી..
" ના બાબા આદમ ના જમાના વખતનો નાસ્તો મને ના ફાવે, હવે તો ફોરજી નો જમાનો મેડમ અને તમે હજુ ટુજીમાં જ છો, તને કંટાળો નથી આવતો આવી જિંદગી થી""?

" બસ, મજા આવે છે" નીતા નો એ જ જવાબ.. અને બને હસતા !

એક દિવસ સુકેતુ એ કીધેલું : " હવે શું જરૂર છે આ નોકરીની?? છોડી દે અને ઘરે આરામ કર, આ રોજનું અપડાઉન,અને આપણને ક્યાં કોઈ વાતની ઘટ છે કે તારે નોકરી કરવી પડે?"

" બસ, મજા આવે છે" નિતાનો આ જવાબ સાંભળીને સુકેતુ કશું જ ના બોલ્યો... એ પણ સમજતો હતો ને માનતો હતો કે એના પગલાં થયા પછી જ એનું નામ થયું હતું.. પહેલા એ બાપના નામે ઓળખતા હતાં અને આજે એના નામથી એના પાપા ઓળખાય છે..

સુકેતુ મોટા સમારંભોમાં જતો, શાળાઓના ઉદ્ઘાટનોમાં જતો. પણ, લગભગ એકલો જ જતો સજોડે જતો નહિ.. નિતાની સાદગી તેને સારી લાગતી નહિ.

"એક કામ કર તું બ્યુટીપાર્લરમાં જા થોડીક હેર સ્ટાઇલ બદલાવ, જમાના સાથે વધારે સુંદર દેખાવું જરૂરી છે" જમતાં જમતાં સુકેતુએ કહ્યું

" તે હું તમને નથી ગમતી" નીતા એ પૂછ્યું.

" ના એમ નથી પણ લોકોને કેવું લાગે કે શહેરની જાણીતી સેલિબ્રેટીની પત્ની આવી ઓર્થોડોક્સ !!!" સુકેતુએ કહ્યું.

" પણ તે ભલે ને લાગે મારે શું, મને તો બસ, આમાં જ મજા આવે છે...

નિતાની દલીલ સામે સુકેતુ ક્યારેય દલીલ કરતો જ નહીં!! પણ મિત્રો આગળ તો સુકેતુ ખુબ જ લઘુતા ગ્રંથિ અનુભવતો. સમારંભોમાં સુકેતુ જતો, હાઈ હિલ્સ અને અધતન મેકઅપ કરેલી સ્ત્રીઓ જોતો, એનું મન ખીન્ન થઇ જતું.. વિચારતો કે આ બધી કરતાં મારી પત્ની ખુબ જ સુંદર..પણ એ આ રીતે તૈયાર થતી જ નથી!! રાત્રિની પાર્ટીઓમાં એ એકલો જતો, બેકલેસ બ્લાઉજમાં અને પરફયુમ્સ ની સોડમથી મઘમઘી ઉઠેલી સ્ત્રીઓને જોતો.. પોતાને પોતાની પત્ની મીના કુમારી લાગતી..

એક વખત સુકેતુને જયપુર એક કાર્યક્રમમાં જવાનું થયેલું. કાર્યક્રમ પત્યા પછી ટ્રેને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું . સાંજના આઠેક વાગી ગયાં હતાં. પોતાની સામેની બર્થ પર એક યુવાન બેઠો હતો. થોડી વાતચીત થઇ. પછી યુવાને એ પુસ્તક કાઢ્યું.પુસ્તકના પાના માંથી એક ફોટો કાઢ્યો, ફોટાને બને આંખો એ ભાવ પૂર્વક અડાડીને ને એ વાંચવા લાગ્યો.

સુકેતુ એ પૂછ્યું કે " તમારા માતા પિતા નો ફોટો છે ? "

"ના અમને ભણાવતા એ બહેનનો ફોટો છે"... સુકેતુ એ ફોટો જોયો.. એક સામાન્ય શિક્ષિકાનો ફોટો હતો. સાવ સાદો ફોટો હતો..

પછી વાત આગળ ચાલી.. પેલો બોલતો ગયો.. " સાહેબ નહિ માનો પણ જે એ બહેને પ્રાથમિક શાળામાં અમને મદદ કરેલી એવી કોઈએ નથી કરી. અમને કોઈ જરૂરી વસ્તુ એ લાવી આપતાં, હું નહિ મારા જેવા અનેક વિદ્યાર્થીઓ આજે એ બેનના ફોટા પાકિટમાં કે પુસ્તકમાં રાખે છે. મેં તો સાહેબ મારા ઘરે પણ મારા રૂમ માં પણ એક આવો મોટો ફોટો રાખ્યો છે!! ઉઠીને એના જ દર્શન થાય!!

બહેન ને જે છોકરા ગરીબ હોય ને તેને ખુબ જ મદદ કરતા. સાડા ત્રણે એક રીશેષ પડે ત્યારે બહેન અમને નાસ્તો પણ કરાવતા, તમે નહિ માનો કે એણે અમારા પ્રવાસની ફી પણ ભરેલી છે," બોલતી વખતે મયૂરના મોઢા પર એક વિશિષ્ટ અહોભાવ છલકાતો હતો.

પછી તો ઘણી વાતો થઇ, બધા જ વિદ્યાર્થીઓ જે અત્યારે સારા હોદ્દા પર છે એણે બહેન ને ભેટ આપવાનું નક્કી કરેલ પણ બહેને કીધેલું કે તમે જે રકમ આપવા માંગો છે એ રકમ નજીકની પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને આપો, અને બધાએ એવું જ કર્યું...!

ઘણી બધી વાતો થઇ... છેલ્લે મયુરે એ પણ કીધું કે એ આવતા અઠવાડિયે સિંગાપોર જઈ રહ્યો છે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટે . અને આજે તે બહેન ને મળવા જઈ રહ્યો છે. બહુ જ આજીજી કરી ત્યારે બહેને માંડ હા પાડી છે અને બહેન ને પ્રસિદ્ધિમાં જરા પણ રસ નથી... પછી શાંતિ છવાઈ ગઈ .

સુકેતુને લાગ્યું કે પોતે પોતાને એક મહાન હસ્તી ગણતો હતો પણ આજ એની સામે યુવાને જે વાત કરી એના પરથી એવું ફીલ થાય કે એ સામાન્ય શિક્ષિકા આગળ તો એ સાવ ફિકકો જ લાગે છે!! પોતે ગમે તેટલું દાન કર્યું હોય પણ કોઈ એનો ફોટો પાકિટમાં રાખતું નથી, કે ઉઠીને એના દર્શન કરતાં નથી... ધીમે ધીમે સુકેતુને લાગ્યું કે એક ભ્રમ જે એના મનમાં હતો.. એ ઓગળી ગયો હતો..

અમદાવાદ આવ્યું.. સુકેતુ એ મયૂરને કહ્યું "ચાલ, તારે જ્યાં જવું છે ને એ રસ્તામાં જ આવે છે. હું તને ત્યાં ઉતારી દઈશ"

સુકેતુની ઓડી કાર માં બંને ગોઠવાયાં. એક પોશ વિસ્તારમાં કાર એક બંગલાના ગેટ પાસે ઉભી રહી. મયુર નો હાથ પકડીને સુકેતુ તેને બંગલામાં લઇ ગયો. અને બુમ પાડી..

"નીતુ બહાર આવ, જો કોણ આવ્યું છે" સાંભળીને નીતુ ને નવાઈ લાગી લગ્ન પછી એકાદ વરસ જ એ સુકેતુની નીતુ હતી.. પછી એ નીતા થઇ ગઈ હતી!! તે આજ ઘણા વરસે પાછું "નીતુ" સાંભળવા મળ્યું..

"અરે મયુર તું?, આવ બેટા આવ!! મયુરે નિતાના ચરણ સ્પર્શ કર્યા.

સામે ની દીવાલ પર સુકેતુ અને નિતાના સંયુક્ત ફોટો હતો તે જોઈને કહ્યું..." સાહેબ તમે મને છેક સુધીના કહ્યું કે અમારાં બેન ના તમે પતિ છો?? ખરા છો સાહેબ તમે અને પુરા ભાગ્યશાળી પણ છો સાહેબ"!!

"બેટા અમુક સમયે બોલવા કરતાં સંભળવામાં જ આનદ આવે!! બસ મજા આવે!! " સુકેતુ ભીની આંખે બોલ્યો.

બધા ફ્રેશ થયા.. બેઠા.. ચા પીધી..

મયુર જવા રવાના થયો.. નીતા એ પૂછ્યું કે કાઈ જરૂર તો નથી ને..
" હા બેન એક મદદની જરૂર છે.. મને એક ડીશ એ નાસ્તો મળશે જે અમને સાડા ત્રણ ની રીશેષમાં મળતો!!"

"હા જરૂર" નિતાની આંખમાં પણ પણ ભીની થઇ ચુકી હતી.. ડાઇનિંગ ટેબલ પર મયુર બેઠો એ જુના અને મોટા મોટા ડબ્બામાંથી નાસ્તો નીકળ્યો, શક્કરપારા, સેવ મમરા, શીંગ પાક વગરે!! એક મોટી ડીશમાં મયુર ને નાસ્તો અપાયો..

" મને પણ આ નાસ્તો મળી શકે?? સુકેતુ એ કહ્યું અને નિતાને નવાઈ લાગી એ બોલી : "તમને આ ભાવશે?  ફાવશે ???

" હા, અને મજા પણ આવશે " સુકેતુ બોલ્યો અને નિતાના શરીરમાં ખુશીના દીવડા સળગી ઉઠ્યા!!

તમારા વખાણ બીજા કરે એ તો સારું જ લાગે પણ સાવ અંગત વ્યક્તિ બીજાની હાજરીમાં વખાણ કરે ને ત્યારે રોમ રોમ આનંદિત થઇ ઉઠે!!

નીતા બેય ને નાસ્તો પીરસતી ગઈ ને મયુર અને સુકેતુએ ભરપેટ નાસ્તો કર્યો..

આજે તમે એ સુકેતુનું વોટ્સએપ ચેક કરો ને તો ડિસ્પ્લે પિક્ચરમાં એની પત્નીનો સાદો અને સાડી વાળો એક ફોટો છે અને એનું સ્ટેટ્સ આ પ્રમાણે છે : "માય ડીવાઈન ડ્રીમ, માય સાઉલ્સ ક્રીમ, માય નીતુ ". જીંદગી જીવવા માટે એક સાથ હમસફરનો...

25 September 2018

જિંદગી જીવવા માટે ભૂંસવાની કળા આત્મસાત કરવી જરૂરી છે.

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું.

36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0

વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું

"આ સમીકરણનું સોલ્યુશન  નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં *પુરા ત્રણ માર્ક* મળશે. "

પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં અને કહ્યું. 
"શું તું આ દાખલો સોલ્વ કરી શકીશ...?"

તે વિદ્યાર્થીએ એક પળનો પણ વિલંબ કર્યા વગર ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ *ભૂંસી* નાંખ્યું.

અને કહ્યું....

*"પ્રોબ્લેમ સોલ્વ્ડ સર"*

"જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.

*ત્રણ માર્ક*ની પાછળ
*97 માર્ક કેમ ગુમાવવા??!!*
.
.
.
જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે.

તેનું સોલ્યુશન પણ આ રીતે જ હોઈ શકે છે.

દુર્લભ અને અપ્રાપ્ય ત્રણ માર્કની પાછળ આપણે 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે.
અને એ લ્હાયમાં બાકીનાં 97% ખૂબસૂરત પળો જે આપણાં જ આધિપત્યમાં હોય છે તેને માણવાનું ભૂલી જઈએ છીએ..."

જિંદગી જીવવા માટે ભૂંસવાની કળા આત્મસાત કરવી જરૂરી છે.

*ખુશ રહો મસ્ત રહો*

22 September 2018

*જેટલી વાર વાંચશો એટલી વાર જીવન નો પાઠ ભણાવશે આ લેખ...... *

*જેટલી વાર વાંચશો એટલી વાર જીવન નો પાઠ ભણાવશે આ લેખ...... *

જીવન ના ૨૦ વર્ષ હવા ની જેમ ઉડી ગયા.
પછી શરુ થઇ નૌકરી ની શોધ.
આ નઈ પેલું,
પેલું નઈ ઓલું
આમ કરતા કરતા ૨ થી ૩ નોકરિયો છોડતા છોડતા એક નક્કી કરી.
થોડી સ્થિરતા ની શરૂઆત થઇ.
અને પછી લગ્ન થયા.
જીવન ની રામ કહાની શરુ થઇ ગઈ.

લગ્ન જીવનના શરૂઆત ના ૨ વર્ષ કોમળ, ગુલાબી, રસીલા અને સપનાઓ ને પુરા કરવામાં પસાર થઇ ગયા.

હાથો માં હાથ નાખી હરવું, ફરવું બધું થયું.
પણ આ દિવસો જલ્દી થી હવા થઇ ગયા.
અને પછી બાળકના આવવાની આહટ થઇ.
હવે આખું ધ્યાન બાળકમાં કેન્દ્રિત થઇ ગયું.
બાળક સાથે હસવું, રમવું, ખાવું,પીવું અને લાડ કરવાનું શરુ થઇ ગયું.
સમય એટલો જલ્દી થી પસાર થઇ ગયો કે ખબરજ ન પડી.

અને આ બધાની વચ્ચે ક્યારે મારો હાથ તેના હાથ થી નીકળી ગયો,
વાતો કરવી,
હરવું ફરવું ક્યારે બંધ થઇ ગયું ખબરજ ન પડી.
બાળક મોટું થતું ગયું,
તે બાળકમાં વ્યસ્ત થઇ ગઈ,

અને હું મારા કામ માં.

ઘર અને ગાડી ની EMI, બાળક ની જવાબદારી, શિક્ષા અને ભવિષ્ય ની ચિંતા અને બેંક માં રકમ વધારવાની ચિંતા.
તે પણ પોતાને કામ માં વ્યસ્ત કરતી ગઈ અને ....

હું પણ.જોતા જોતા હું ૪૫ નો થઇ ગયો. ઘર, ગાડી, પૈસા, પરિવાર બધુજ હતું પણ કંઇક ખામી લાગતી હતી.
અને એ શું છે એ ખબર ન પડી.
એની ચીડ-ચીડ દિવસે દિવસે વધતી ગઈ,
અને હું ઉદાસ થતો ગયો. છોકરું મોટું થઇ ગયું અને તેનો સંસાર બાંધવાનો સમય આવ્યો. ત્યાં સુધી અમે ૫૦- ૫૫ વર્ષની ઉમર માં પહુંચી ગયા.
એક ક્ષણ માં મને જુના દિવસો યાદ આવવા લાગ્યા.

અને સારો સમય જોઈ મેં તેને કીધું..... *” અરે જરા અહી આવ,  મારી પાસે બેસ.ચાલ હાથો માં હાથી નાખી ક્યાંક ફરવા જઈએ.”*
મને વિચિત્ર નજરોથી જોવા લાગી અને કહ્યું, *” કઈ ભાન છે કે નહી, ઘરમાં આટલું કામ છે અને તમને વાતો ના વડા કરવા છે અત્યારે.”*

આમ કહી સાડી નો પલ્લું જોસથી અંદર કરી રસોડા માં ચાલી ગઈ.
૫૫ ની ઉમર માં પહુંચ્યા પછી વાળ માંથી કાળો રંગ જતો ગયો,
આંખો માં ચશ્માં આવી ગયા.
દીકરો ભણવા વિદેશ જતો રહ્યો.
સપનું પણ પૂરું થઈ ગયું અને દીકરો હવે પોતાના પગ પર ઉભો થઇ સારી નોકરીએ લાગી ગયો.
હું અને મારી પત્ની હવે એક સરખા દેખાતા હતા.
અમે બન્ને ઘરડા થઇ ગયા હતા.
દવાઓ પર જીવન જીવવાનું શરુ થયું અને ભગવાન ની પ્રાર્થનાઓ માં લાગી ગયા.

બાળકો મોટા થશે તો ખુશી થી આ ઘરમાં રહીશું એવું વિચારી આ ઘર લીધું હતું જે હવે મોટો ભાર લાગી રહ્યો છે.

છોકરો ક્યારે પરત ફરશે હવે એની રાહ જોઇને દિવસો પસાર થતા ગયા.
એક દિવસ સોફા પર બેસી ઠંડી હવાનો આનંદ માણી રહ્યો હતો કે ત્યારે ફોન ની ઘંટડી વાગી,
તરતજ મેં ફોન ઉપાડ્યો.
દીકરા નો ફોન હતો.
તેણે કહ્યું કે એના લગ્ન વિદેશ માં થઇ ગયા છે અને હવે એ પરદેસ માજ રહશે.
અને એમ પણ કીધું કે બેંક માં જે પૈસા છે એ તેને નથી જોઇતા માટે તેને વૃદ્ધાશ્રમ માં દાન કરી દો અને ત્યાજ રહી જાઓ.
આટલું કહી ફોન મૂકી દીધો.
હું પાછો સોફા પર આવી બેસ્યો.
આજે ફરીથી મેં પત્ની ને કીધું
*“ચાલ આજે હાથ માં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ.”*
અને તેને તરત જવાબ આપ્યો, *“હા એક મિનીટ આવી.”* *B#@$¡<@₹*
મને વિશ્વાસ ન થયો, મારી આંખોમાં ખુશીના આંસુ છલકી આવ્યા.
અને અચાનક એકદમ થી હું પાછો ઉદાસ થઇ ગયો.
તે આવી અને પૂછ્યું,
*” હા બોલો શું કહેતા હતા તમે?”*
પણ પછી હું કઈ બોલ્યો નહી બસ મારા વિચારો માં ખોવાઈ ગયો,
અને પત્નીને કશું સમજ પડી નહિ એટલે એ પછી તેના કામ પર લાગી.
પછી થોડી વાર રહી પછી મારી પાસે આવીને બેસી.મારા ઠંડા હાથ ને તેના હાથ માં પકડી કહ્યું, *” ચલો ક્યાં ફરવા જવું છે તમને?*
*શું વાતો કરવી છે?”*

આટલું કહેતા તેની આંખો પણ ભીની થઇ ગઈ!!

બસ હું ત્યારે તેના ખોળા પર માથું રાખી વિચારતો રહ્યો કે *શું આ છે જિંદગી ?*

બધાય પોતાનું નસીબ સાથે લઈને આવે છે
એટલા માટે થોડો સમય પોતાની માટે પણ નિકાળો.

જીવન પોતાનું છે તો તેને પોતાની રીતે જીવતા શીખો.

*આજ્થીજ શરુઆત કરો, કારણકે કાલ ક્યારેય નહી આવે અને તમે જીવન ની અમુલ્ય ક્ષણો ખોઈ બેસશો.*

17 September 2018

કોઈ જન્મજાત ભિખારી ,ચોર..કે ડોન નથી હોતું.... સંજોગો...અન્યાય નો શિકાર બનેલા લોકો કોઈ વખત રસ્તો ભટકી જાય છે...તેને હાથ પકડી ફરી થી સંસ્કારી સમાજ વચ્ચે મુકવા ની જવાબદારી સમાજ અને સરકાર ની છે..

" Nice story " 
રેલવે ની પ્લેટ ફોર્મ ટિકિટ લઈ હું ઉતાવળે ચાલતો હતો....કારણ કે
મારી પાછળ એક સાત આઠ વર્ષ નો ભિખારી જેવો બાળક..
એ સાહેબ....એ સાહેબ.કહી પાછળ દોડતો હતો....
હું મારી સ્પીડ વધારતો જતો હતો...તેમ તે બાળક પણ ..ઓ.ઓ સાહેબ ઉભા તો રહો..કહી બુમ પાડે જતો હતો...
મન મા ખિજાતો ગાળો આપતો હતો...આ ભિખારી ની જાત...એક ને આપો તો દસ પાછળ પડે...

હું થાકી ને ઉભો રહી..ગયો...
અને જોર થી બોલ્યો... ચલ અહીં થી જાવુ છે કે પોલીસ ને બોલવું..
ક્યાર નો સાહેબ..સાહેબ કરે છે....લે 10 રૂપિયા.. હવે જતો રહેજે....
મેં પોકેટ માંથી પાકીટ કાઢી 10 ની નોટ કાઢવા પ્રયતન કર્યો.....
પાકીટ ગાયબ....હું તો મૂંઝાઈ ગયો..હમણાજં..ATM માથી  ઉપાડેલ  20 હજાર રૂપિયા... ડેબિટ કાર્ડ..ક્રેડિટ કાર્ડ..ડ્રાઇવિંગ લાઇસન્સ....બધું અંદર....

સાહેબ.....પેલો બાળક બોલ્યો

અરે ..સાહેબ...સાહેબ શુ કરે છે  ક્યારનો ? મેં ઉચ્ચા અવાજે કિધુ...

બાળક એ એક હાથ ઊંચો કર્યો સાહેબ....

તેના..હાથ તરફ...નજર...ગઈ...
પછી તેની નિર્દોષ આંખ તરફ....
બે ઘડી તો...મને મારી જાત ઉપર
મારા ભણતર ઉપર...
મિથ્યા અભિમાન અને અધ્યાત્મિક જ્ઞાન ઉપર નફરત થઈ ગઈ....

માણસ પોતાનો સ્વાર્થ હોય ત્યરે જ આંખ મેળવી ને વાત કરે છે..બાકી તો આંખ મિચોલી કરી રસ્તો બદલી ને ભાગી જનાર વ્યક્તિઓ પહણ સંસાર મા છે..

એ  બાળક ની નિર્દોષ આંખો અને હાથ ઉપર નજર નાખતા..ખબર પડી.. મારૂં  ખોવાયેલ "પાકીટ "
તેના ના નાજુક હાથ મા હતું...

લો સાહેબ ...તમારૂં પાકીટ....
સાહેબ.. ટિકિટ બારી ઉપર પાકીટ ખીશા મા મુક્તા... પાકીટ  સાહેબ...તમારૂં નીચે પડી ગયું હતું.....

મારી આંખો ભીની થઈ ગઈ...રેલવે સ્ટેશન ઉપર ગોઠણ ઉપર બેસી એ બાળક ના માથે હાથ ફેરવ્યો.....બેટા..... મને માફ કરજે....
આ જુલમી સમાજ ગરીબ માણસ ને હંમેશા ચોર અને ભિખારી જ સમજે છે...
આજે... પાકીટ આપતો તારો હાથ ઉપર છે..મારો હાથ નીચે છે...સાચા અર્થ મા ભિખારી કોણ?

આજે..મને સમજાયું..ઈમાનદારી એ ફક્ત રૂપિયા વાળા ની જાગીર નથી....
બેઈમાની ના રૂપિયા થી ધરાઈ ને ઈમાનદારી નું નાટક કરતા બહુ જોયા છે....પણ..
ભુખા પેટે ..અને ખાલી ખીસ્સે .ઈમાનદારી બતાવનાર તું પહેલો નીકળ્યો....
બહુ સહેલી વાત નથી..બેટા.. લક્ષ્મીજી જોઈ ભલ ભલા ની વૃત્તિ એની નીતિઓ બદલાઈ જાય છે...

બેટા.... હું ધારૂં તો આ પાકીટ તને ઇનામ મા આપી શકું તેમ છું...હું એક વખત એવું સમજી લઈશ કે કોઈ  મારૂં ખીસ્સું  કાતરી ગયું....

બેટા...તારૂં
ઈમાનદારી નું ઇનામ તને જરૂર મળશે...
બેટા.....તારા મમ્મી ..પપ્પા..ક્યાં છે....?
મમ્મી ..પાપા નું નામ સાંભળી...તે બાળક ની આંખ મા  આસું  આવી ગયા...
હું તેના ચહેરા અને વ્યવહાર ઉપર થી એટલું સમજી ગયો હતો... કે આ વ્યવસાય તેનો જન્મ જાત નહીં હોય...કોઈ હાલત નો શિકાર ચોક્કસ આ બાળક બની ગયો છે..

મેં..તેનો...હાથ પકડ્યો...ચલ બેટા... આ નર્ક ની દુનિયા મા થી તને બહાર નીકળવા કુદરતે મને સંકેત કર્યો છે...
હું સીધો.. નજીક ના પોલીસ સ્ટેશને જઈ હકીકત બધી જણાવી...

પોલીસ ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો.
આપને કોઈ સંતાન છે ?
મેં કીધું છે..પણ USA છે..અહીં મારો પોતાનો બિઝનેસ છે...આ બાળક ને ઘરે લઈ જવા ની વિધી સમજાવો.. તો ..આપનો આભાર..

મારી પત્ની પણ ખુશ થશે...સાથે..સાથે...અમે તેને ભણાવી....એક  તંદુરસ્ત સમાજ નો હિસ્સો  બનાવશું....

અમે કોઈ મંદિર કે આશ્રમ માં રૂપિયા કદી આપ્યા નથી....એક સતકાર્ય અમારા હાથે થશે....
કોઈ રસ્તે રખડતા બાળક ની જીંદગી બની
જશે.. તો..એક મંદિર બનાવ્યા જેટલો જ આનંદ અમને થશે..

પોલીસ ઇન્સ્પેક્ટર પણ ખૂશ થતા બોલ્યા... સાહેબ...ધન્ય છે તમારા વિચારો...ને...
તમારી કાયદાકીય... પ્રોસેસ હું પુરી કરી આપીશ..
હું પણ એક સારા કાર્ય  કર્યા નો આનંદ લઈશ..
કોઈ લુખ્ખા તત્વો..બાળક નો કબજો લેવા આવે તો
મને ફોન કરી દેજો....

આજે ..આ બાળક...ભણી ગણી..ને  સરકાર ની  ટોપ કેડેર ની IPS કક્ષા ની પરીક્ષા પાસ કરી...મને પગે લાગી
રહ્યો છે......

દોસ્તો...
કોઈ જન્મજાત ભિખારી ,ચોર..કે ડોન નથી હોતું.... સંજોગો...અન્યાય નો  શિકાર બનેલા લોકો કોઈ વખત રસ્તો ભટકી જાય છે...તેને હાથ પકડી ફરી થી સંસ્કારી સમાજ વચ્ચે મુકવા ની જવાબદારી સમાજ અને સરકાર ની છે...

મેં કિદ્યુ..બેટા હું સમજુ છું..તારા માઁ બાપ આજે હાજર હોત તો ખૂબ ખુશ થાત.....પહણ અમે ખુશ છીયે.. તારા અકલ્પનીય પ્રોગ્રેસ થી...

બેટા અહીં  મારા "એક પાકીટ નું ઇનામ" પુરૂ થાય છેં તેવું
સમજી લેજે..

એ બાળક નું નામ અમે સંજય રાખેલ અને એ એટલું જ બોલ્યો..

त्वमेव माता च पिता त्वमेव ।
त्वमेव बन्धुश्च सखा त्वमेव ।
त्वमेव विद्या द्रविणम् त्वमेव ।
त्वमेव सर्वम् मम देव देव ॥

તમે મને કોઈ વાત ની કમી રહેવા દીધી...
મેં નથી ભગવાન ને જોયા.કે નથી
મારા માઁ બાપ ને...મારા માટે..આપ જ  સર્વ છો...

તમારૂં ઇનામ પુરૂ થાય છે..ત્યાંથી મારી ફરજ ચાલુ થાય છે...પેહલા તમે જયા જતા ત્યાં હું આવતો..
હવે હું જ્યાં જઈશ ત્યાં તમે...હશો..

સંજયે..પગ પછાડી પહેલી સેલ્યુટ  અમને કરી
બોલ્યો....પાપા...આ સેલ્યુટ ના ખરા હક્કદાર  જ પહેલા
તમે  છો...

આને કહેવાય  લેણદેણ  ના સંબંધ...

11 September 2018

વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો.

નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1981માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી..

નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું. તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા.

ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત  અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.

એમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો.તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાંવેદાંત,યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો.

તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન – એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ ,સુભાષ ચંદ્ર બોઝ ,અરવિંદ ઘોષ , રાધા કૃષ્ણન જેવા અનેક રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.
સ્વામી વિવેકાનંદે તારીખ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ થી તારીખ ૨૭ સપ્ટેમ્બર ૧૮૯૩ દરમ્યાન શિકાગોમાં ધાર્મિક પરિષદમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું. ત્યાં એમણે Sisters  and Brothers of America થી શરૂઆત કરતા જ આખા હોલમાં મીનીટો સુધી તાળીઓનો થયો હતો.

11 સપ્ટેમ્બર 1983ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ. આ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકુ વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાત કરી.શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને પોતાનું  “અમેરિકાના ભાઈઓ અને બહેનો!” સાથે શરૂ કર્યુ.

આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ અને બે મિનિટ સુધી આ સન્માન ચાલ્યુ. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ. સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુઃ

“વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.” અને તેમણે આ સંદર્ભે ભગવદ ગીતાના બે ફકરા ટાંક્યા—”જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!” અને “જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે.”