31 July 2018

એક કપલે કોર્ટમાં છૂટાછેડા માટે દાવો કર્યો..

એક કપલે  કોર્ટમાં છૂટાછેડા માટે દાવો કર્યો..

*જજ* –મેડમ ,તમે છુટાછેડા ક્યાં ગ્રાઉન્ડ પર માંગો છો ?

*લેડી* –ગ્રાઉન્ડ માગી ને મારે શું કામ સાહેબ? અમારી પાસે બે વીઘા જમીન છે અને એની પર અમારો સરસ બંગલો ય છે . ..

*જજ*–અરે, હું એવું પુછુ છું કે, છુટાછેડા માગવાનો તમારો પાયો શું છે ?

*લેડી* –પાયો તો સાહેબ એકલો સિમેન્ટ કોન્ક્રીટ નો બનાવેલો છે ..
અમારું ઘર જલ્દી તૂટશે નહી ..
અમારા એમણે જાતે ઉભા રહી ને પાયા માં બહુ પાણી નાખેલું છે ..

*જજ* –અરે મેડમ હું પુછુ છું કે છૂટાછેડા તમે ક્યાં આધાર પર માંગો છો ..?.

*લેડી* –કોઈ આધાર નથી સાહેબ, આધાર નો નમ્બર માંગ્યો છે પણ હજુ આવ્યો નથી ..
આધાર વાળા  એવું કહેતા હતા કે તમારું આધાર કાર્ડ ઘરે પોસ્ટ કરશે ...

*જજ ગુસ્સે થઇ ગયા* – અરે દેવીજી હું તમને બે હાથ જોડી ને પુછુ છું કે તમે છૂટાછેડા શું કામ માંગો છો ?

*લેડી* –મારે શું કામ હોય? મારે બીજા કામ ઓછા છે? હું શું કામ માંગુ? એ તો મારા હસબંડ માંગે છે ..

*જજ એ લેડીના પતિ તરફ ફરી ને ખુબ કંટાળી ને* – ભાઈ તમને આમની સાથે શું પ્રોબ્લેમ છે તે છૂટાછેડા માંગો છો ?

*લેડી નો પતિ* –સાહેબ તમે હમણાં જે લમણા લીધા અને ખાલી દશ મિનીટમાં કંટાળી ગયા, તો વિચારો કે મારે તો રોજ 24 કલાક એની સાથે કાઢવાના હોય છે! તમે જ કહો શુ કરું?

_*જજ સાહેબ હાલ તો રજા મુકીને ગયા છે...!!*_

30 July 2018

*शिक्षकों की सेवाओं को समर्पित*

*शिक्षकों की सेवाओं को समर्पित*

एक शिक्षक के घर आकर घंटी  बजा कर एक व्यक्ति ने पूछा, "मास्टर जी यहीं रहते हैं क्या ?"

मास्टर जी की पत्नी ने बड़ा ही मार्मिक जवाब दिया कि, "रहते तो ज्यादातर...
1.नामांकन...
2.प्रवेशोत्सव...
3--पुस्तक वितरण,
4--समग्र आई.डी. ,
5--मैपिंग,
6--एस.एम.सी.,
7--गणवेश वितरण,
8--सायकल वितरण,
9--स्कूटी वितरण
10--दुग्ध वितरण,
11--ऑडिट,
12--बैंक खाता,
13--आधार,
14--भामाशाह कार्ड
15--जाति प्रमाण पत्र,
16--टी.सी.,
17--शाला प्रमाण पत्र,
18--ट्रांसपोर्ट योजना
19--पौधरोपण,
20--शैक्षिक संवाद,
21--ट्रेनिंग,
22--वीईआर सर्वे,
23--रैलियां,
24--सभाएं,
25--सांस्कृतिक कार्यक्रम,
26--खेल महोत्सव,
27--स्वच्छता अभियान,
28--खोज यात्रा,
29--शाला सिद्धि,
30--विज्ञान क्लब,
31--शालादर्पन
32--शालादर्शन
33--मोगली उत्सव,
34--आनंदोत्सव,
35--एनसीसी,
36--एनएसएस,
37--रेडियो कार्यक्रम,
38--टीवी कार्यक्रम,
39--एबीएल,
40--एएलएम,
41--टीएलएम,
42--आयरन टेबलेट,
43--कृमि टेबलेट,
44--पल्स पोलियो,
45--रेमेडियल,
46--शिक्षा रथ,
47--बोर्ड ड्यूटी,
48--बायोमेट्रिकअटेंडेंस,
49--डेली डायरी,
50--पाठ्यक्रम,
51--पढ़ाई,
52--मूल्यांकन,
53--परीक्षा,
54--रिजल्ट,
55--बाल सभा,
56--फाईल,
57--रजिस्टर,
58--अभिलेख,
59--निरीक्षण,
60--पुताई,
61--मरम्मत,
62--मध्यान्ह भोजन,
63--कार्यक्रम आयोजन,
64--छात्रवृत्ति,
65--पोषाहार,
66--चुनाव,
67--पोलियो,
68--बीएलओ,
69--जनगणना
70--वोटर लिस्ट
71--स्वास्थ्य परीक्षण
आदि की ड्यूटियों में ही हैं, पर केवल एड्रेस प्रूफ के लिए यह घर लिया हुआ हैं.....!"

*कोटि कोटि नमन है शिक्षकों को...*

હવે જે થવાનું હતું તે થઇ ગયું. એનાથી દુઃખી થવાનો કોઈ મતલબ નથી.

એક સ્ત્રીની ગાડી એક ભાઈ સાથે અથડાઈ, અને બંને ગાડીને ખુબ જ નુકસાન થયું. પરંતુ બંને હેમખેમ બચી ગયા.

પેલી સ્ત્રીએ પેલા ભાઈને કહ્યું કે,

*"હવે જે થવાનું હતું તે થઇ ગયું. એનાથી દુઃખી થવાનો કોઈ મતલબ નથી. મારી ગાડીમાં વ્હીસ્કીની બોટલ બચી ગઈ છે તો ચાલો દુઃખ ભૂલાવવા થોડું થોડું પી લઈએ."*

"ગ્લાસ નથી તો તમે પહેલા પીઓ", એમ કહીને તે સ્ત્રીએ બોટલ પેલા ભાઈને આપી.

પેલા ભાઈએ અડધી બોટલ પીને સ્ત્રીને પાછી આપી.

સ્ત્રીએ બોટલનું ઢાંકણું બંધ કરીને ગાડીમાં બોટલ મૂકી.

એ જોઈને પેલા ભાઈએ કહ્યું, "કેમ તમે નથી પીવાના?"

પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, "થોડીવાર રાહ જુવો. મેં પોલીસને ક્યારનો ફોન કરી દીધો હતો. તમે પીધેલા છો. આમાં હવે મારો તો કોઈ વાંક જ ના કહેવાય."

*બોધ:*
વાહન ચલાવતાં, અને સ્ત્રીઓની વાતોમાં, બહુ સંભાળવું. બંન્ને _જોખમ_ નોંતરી શકે છે.

29 July 2018

સતત ગેરહાજર બાળકો જે ગામમાં જ રખડે છે કે મજૂરીએ માં બાપ સાથે જાય છે જેમને ભણવાની કોઈ તાલાવેલી કે ભૂખ જ નથી

કેટલાક પ્રશ્નો....
1. બાળક છેલ્લા 3 વર્ષથી શાળાએ આવતું જ નથી, વાલી સંપર્ક ઘણા બધા, વાલી નામ કાઢવાની ના પાડે, ગુણોત્સવમાં બાળક ગેરહાજર એટલે કે x1 માં 0,0,0 અને હવે પ્રિય બાળકના લિસ્ટમાં સામેલ થયું, શિક્ષકો દ્વારા ફરી સંપર્ક ,હજુ આવતું જ નથી તો આવા બાળકોનો x3 કે x4માં કઈ રીતે મૂલ્યાંકન કરશે? ફરી 0,0,0 જ ગુણ આવશે જ તો મરશે કોણ?

2. આવા સતત ગેરહાજર બાળકો જે ગામમાં જ રખડે છે કે મજૂરીએ માં બાપ સાથે જાય છે જેમને ભણવાની કોઈ તાલાવેલી કે ભૂખ જ નથી તો આવા બાળકો બિનજરૂરી રીતે મફત અને ફરજીયાત શિક્ષણ ના નામે શાળામાં ટકાવી રાખવામાં આવે છે , જો નામ કમી કર્યું તો આ બાળક કોઈ જગ્યાએ દાખલ ના થવાથી ફરી પાછું આઉટ ઓફ સ્કૂલ ના સર્વેમાં આવે એટલે એને શોધી પાછું જી.આર.માં લેવાનું તો આ સમસ્યાનો રસ્તો કોઈ અધિકારી બતાવી શકશે કે કઈ રીતે શાળા એવી બનાવવી જેમાં કોઈપણ જાતની મૂંઝવણ વગર એક આદર્શ શાળાનું નિર્માણ કરી શકીએ? એક વાત કહું કે જે શાળા ગમે તેટલું સારું કામ કરતી હોય પણ એના 10 કે તેથી વધુ બાળકો શાળાએ કદી પગ પણ ન મુક્તા હોય એ આદર્શ શાળા ન જ ગણાય.

3. બાળકને નપાસ ન કરવો, બસ ધક્કો મારીને આગળ મોકલે જ જાવ. ક્યાં સુધી આ કાયદો શિક્ષણની ઘોર ખોદશે? આજે 10% બાળકો આને હક સમજીને મન પડે એમ શાળાએ આવે છે અને ગેરહાજર રહે છે.

4. મિશન વિદ્યામાં આવા નબળા બાળકો મળશે જ, મિશન પહેલા અને પછી પણ કેમ કે જે બાળકો શાળાએ ગેરહાજર જ છે અને આવતા નથી એનું પરિણામ ઠેર નું ઠેર તો કઈ રીતે ચિંતા અને સમસ્યા મુલવવી?

#એક આચાર્યનો ઉકળાટ#

28 July 2018

મૂલ્યવાન બનવા માંગતા હોય તો ઝવેરી જેવા લોકોનો સંગ આવશ્યક છે.

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર લઈને શાકભાજી વેંચવા વાળા પાસે જા. એ લોકો ભાવ પૂછે તો બે આંગળી ઊંચી કરજે." યુવાન પથ્થર લઈને શાકમાર્કેટમાં ગયો. એક શાકભાજીવાળાને પથ્થર ગમ્યો. એને થયું કે પથ્થર સારો છે તો વજનિયા તરીકે ઉપયોગ કરીશ. એમણે પથ્થરનો ભાવ પૂછ્યો એટલે છોકરાએ બે આંગળી બતાવી. વેપારીએ મોઢું બગાડીને કહ્યું, "આવા નાના પાણાના તે કંઈ બે રૂપિયા હોતા હશે ?"

છોકરાએ ઘરે આવીને એના પપ્પાને બધી વાત કરી. પિતાએ આ જ પથ્થર સાથે દીકરાને હવે એન્ટીક વસ્તુઓના વેપારી પાસે મોકલ્યો. છોકરાએ જૂની પૂરાણી વસ્તુઓના વેપારીને પેલો પથ્થર બતાવ્યો એટલે વેપારીએ યુવાનને પથ્થરનો ભાવ પૂછ્યો. યુવાને પોતાની બે આંગળી બતાવી. વેપારીએ કહ્યું, "બે હજાર રૂપિયામાં મને કોઈ વાંધો નથી"

છોકરાએ ઘરે આવીને બનેલી ઘટના પિતાને સંભળાવી. પિતાજીએ યુવાનને એક ઝવેરી પાસે મોકલ્યો. યુવાને ઝવેરીને પેલો પથ્થર બતાવી તે પથ્થર વેંચવાની ઈચ્છા દર્શાવી. ઝવેરીએ ભાવ પૂછ્યો એટલે યુવાને બે આંગળી બતાવી. ઝવેરીએ એના મુનિમને કહ્યું, "આ યુવાનને બે લાખ રૂપિયા આપી દો અને પથ્થર લઇ લો"

યુવાનને ખૂબ આશ્વર્ય થયું. કોઈને પથ્થર બે રૂપિયામાં પણ મોંઘો લાગ્યો તો કોઈ બે લાખ આપવા તૈયાર થયા. પિતાજીએ કહ્યું,"બેટા, માનવજીવનનું પણ આ પથ્થર જેવું જ છે. કેટલું મૂલ્ય મેળવવું એ દરેકના પોતાના હાથની વાત હોય છે. તમે કઈ જ્ઞાતિમાં જન્મ્યા છો ? તમે અમીર છો કે ગરીબ ? રૂપાળા છો કે કાળા ? આ કોઈ વાતો મહત્વની નથી. સૌથી વધુ મહત્વનું એ છે કે તમે તમારી જાતને કોની પાસે લઈ જાવ છો.

મિત્રો, આપણો સંગ આપણું મૂલ્ય નક્કી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. મૂલ્યવાન બનવા માંગતા હોય તો ઝવેરી જેવા લોકોનો સંગ આવશ્યક છે.

25 July 2018

*'મિશન વિદ્યા'* અંતર્ગત વાચન, લેખન અને ગણન કાર્ય કરાવતી વખતે અપનાવવા જેવી બાબતો.

*'મિશન વિદ્યા'* અંતર્ગત વાચન, લેખન અને ગણન કાર્ય કરાવતી વખતે અપનાવવા જેવી બાબતો..
👉🏾 *આવા બાળકની સાથે પ્રેમથી વર્તો અને વ્હાલ આપો.*

આવા બાળકો પોતાની થોડી ધણી કચાશથી સંકોચ અને ડર અનુભવતા હોય છે.જેથી એ ખુલ્લીને વાત કરી શકતા નથી..આપના પ્રેમ ભર્યા વર્તાવ અને વ્હાલથી એ ખુલશે અને ખીલશે..

👉🏾 *વિશ્વાસ સાથે હિંમત આપો.*

લાંબા સમયે આવા બાળકોએ પોતાના મનમાં ગાંઠ વાળી લીધી હોય છે કે *હવે મને આવડશે જ નહિં*...ત્યારે આવા બાળકને ખભે હાથ મુકી ને કહીએ કે તને આવડી જ જશે.. આવો વિશ્વાસ અને હિંમત આપીએ..

👉🏾 *આપણે શીખવવાની પધ્ધતિ બદલતા રહીએ*

કોઇ પણ એક જ્ઞાનેન્દ્રિયને લગતું વધુ પડતું શિક્ષણ કાર્ય બાળક માટે નિરસ બની રહે છે..
બાળક કઇ કઇ રીતે શીખે છે..??
*બાળક -*
- સાંભળીને શીખે છે
- જોઇને શીખે છે
- અનુકરણ દ્વારા શીખે છે
- જાતે કાર્ય કરીને શીખે છે
- મૂર્ત વસ્તુઓના ઉપયોગથી શીખે છે
- બીજા બાળકની મદદથી શીખે છે (પીયર ગૃપ લર્નિંગ)
- રસ પડે તેવી પ્રવૃતિ દ્વારા શીખે છે..
જો બાળક  અલગ અલગ રીતે શીખી શકતું હોય..તો આપણે પણ આપણી પધ્ધતિ બદલતા રહેવું જોઇએ..પણ, હા.. એકની એક *પધ્ધતિ કે સામગ્રી* નો અતિરેક ન થાય તેનું ધ્યાન રાખવું.

👉🏾 *દૈનિક પુનરાવર્તન*

કોઇ પણ કૌશલ્ય શીખવા માટે શીખવાના તબકકે તેની વારંવારિતાનું એટલે કે પુનરાવર્તનનું ખુબ જ મહત્વ છે. વાચન,ગણન અને લેખન એ કૌશલ્ય છે. આથી નવું શીખવતા પહેલા જે અગાઉ શીખી ગ્યા છે તેનું દઢિકરણ કરાવતું રહેવું જોઇએ. નિયમિત પલાખા લખાવીને પણ દઢિકરણ કરાવી શકાય..

👉🏾 *શિક્ષકશ્રીએ જાતે નિદર્શન (ડેમો) આપવું*

આપણે વાચન,ગણન અને લેખન ચકાસણી સમયે માત્ર સુચનો જ આપીએ છીએ. આવું ન કરવાના બદલે બાળકની જે ભુલ છે તે કેવી રીતે વંચાય... કેવી રીતે લેખન કરાય કે ગણાય તે શિક્ષકશ્રીએ બાળક સામે પહેલા જાતે જ કરી બતાવવું જોઇએ.
ટુંકમાં કહીએ તો  'અક્ષરો સુધારો ' ની માત્ર સુચના આપવાના બદલે.. બાળક સામે ચાર - પાંચ વાકયો લખીને બતાવવા જોઇએ. આવી રીતે વાંચીને બતાવવું જઇએ..તમે બાળક પાસેથી જેવી અપેક્ષા રાખો છો..તે બાળકની સામે તમે જ કરી બતાવો..

👉🏾 *જેટલું તપાસી શકો એટલું જ લખવા આપો*

વધારે પડતું લખવા આપીએ છીએ ત્યારે એ સંપુર્ણ ન ચકાસી શકવાના કારણે અથવા વ્યવસ્થિત ન તપાસવાના કારણે બાળકની જે ભુલો રહી જાય છે તે બાળક માટે સાચી અને દઢ બની જાય છે..પછી આવી ભુલો સુધારવી ખુબ જ કપરી છે..માટે જેટલું લખવા આપો એ ચકાસવું ખુબ જ જરુરી છે

👉🏾 *ઉતાવળ ન કરો..ધીરજ રાખો..*

આપણે જાણીએ છીએ કે દરેક બાળકની શીખવાની ઝડપ અલગ - અલગ હોય છે..ધીમી ગતિથી શીખનાર બાળક પાસે ખાસ ધીરજ રાખવી..
આપણી ઉતાવળના કારણે બાળકની સમજ સ્પષ્ટ થતી નથી..માટે ધીરજ પૂર્વક કામ લેવું..

   *બાળકની શીખવા માટેની પોતાની આગવી પધ્ધતિ હોય છે..બસ એ  પધ્ધતિ અપનાવીએ એટલે આપણે સફળ...!!*

*@prdpzl*

22 July 2018

એક શિક્ષક તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાતાઁ..

એક શિક્ષક તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાતાઁ.. 
  
જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ…
                         ટેડ....
ટેડ
નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો.
એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ કર્યો. એનું નામ મિસિસ થોમ્પ્સન. અભિવાદન થયું. સૌએ એકબીજાનો પરિચય આપ્યો. દરેક છોકરાના અવાજમાં ઉત્સાહ હતો. પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો કંઇપણ બોલ્યાચાલ્યા વિના બેઠો રહ્યો. લઘરવઘર વેશ અને કેટલાયે દિવસથી જાણે નાહ્યો ન હોય, કદાચ ગંધાતો પણ હોય એવા છોકરાને જોઇને ટીચરને સુગ ચડી ગઇ. એમણે એનું નામ જાણી લીધું, ટેડ. એના મનમાં ટેડ પ્રત્યે તિરસ્કાર ભરાઇ ગયો હતો.
ક્લાસમાં ટેડ મશ્કરીનું પાત્ર બની ગયો હતો. ટીચર પણ એને ઉતારી પાડવાનો એક પણ મોકો ચુકતા નહીં. શરુઆતમાં તો એ ટેડની પેપર તપાસતાં ખરાં પણ એકાદ બે વખત ટેડને ઝીરો માર્કસ આવ્યા પછી એમણે ટેડના પેપર પર પહેલે પાને મોટું લાલ મીંડુ મુકવાનું શરુ કરી દીધું. નાપાસની નિશાની કર્યા પછી જ પેપર જોતાં. ટેડના અક્ષરો પણ એટલા ગડબડિયા હતા કે ભાગ્યે જ કોઇ ઉકેલી શકે. વારંવાર નાપાસ થવા છતાં ટેડ જાણે કંઇ જ બન્યું ન હોય એમ વર્તતો. નીચું જોઇને બેસી રહેતો. આખો ક્લાસ અને ટીચર એની મજાક કરાતા હોય ત્યારે એ પગના અંગુઠાથી જમીન ખોતરતો રહેતો.
નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગશિક્ષકે પોતાના દરેક વિદ્યાર્થીનો આગલા દરેક વરસનો રેકોર્ડ વાંચી જવો ફરજીયાત હતો. એક વખત પ્રિંસિપાલે મિ. થોમ્પ્સનને આ અંગે પૂછ્યું તો એમણે કહ્યું કે ટેડ સિવાય એમણે બધા વિદ્યાર્થીનો રેકૉર્ડ વાંચ્યો છે. પ્રિંસીપાલે ટેડનો રેકોર્ડ પણ જલ્દીથી વાંચી જવાની તાકીદ કરી.. આખરે એક રવિવારે એમણે ટેડનો રેકોર્ડ હાથમાં લીધો.
ટેડના પહેલા ધોરણના વર્ગશિક્ષકે લખેલું કે ‘ટેડ એક ખુબ જ હસમુખો અને હોંશિયાર છોકરો છે. એના અક્ષર મોતીના દાણા જેવા છે. આટલો ઉત્સાહી અને જીવંત છોકરો વર્ગમાં બીજો એકેય નથી.એ કદાચ ભવિષ્યનો સિતારો છે. આઇ વિશ ઓલ ધ બેસ્ટ ટુ હીમ.’ મિસિસ થોમ્પ્પ્સનને આ વાંચીને નવાઇ લાગી, કારણ કે આજના ટેડ સાથે આ વાતનો કોઇ મેળ ખાતો નહોતો. એમણે આગળ વાંચવાનું શરુ કર્યું.
બીજા ધોરણના શિક્ષકે નોંધ કરી હતી કે ટેડ અત્યંત હોંશિયાર અને ચપળ છોકરો છે. દરેક વિદ્યાર્થીનો એ માનીતો છે. પણ પાછલા થોડાક દિવસથી એ બેધ્યાન બની ગયો છે. એનું કારણ એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સર છે એ હોઇ શકે. સાંભળવામાં આવ્યા મુજબ એના પિતા દારુડિયા છે. એના ઘરની ખરાબ પરિસ્થિતિની એના પર અસર થઇ રહી છે.’ આ વાંચ્યા પછી મિસિસ થોમ્પ્સનને આઘાત લાગ્યો.
ત્રીજા વર્ગશિક્ષકની નોંધ હતી, ‘માતાના મૃત્યુથી ટેડ ભાંગી પડ્યો છે. આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે. ક્યારેક એકલો એકલો કંઇક બબડતો હોય છે. ક્યારેક એની આંખમાં આંસુ ભરેલાં હોય છે. એ કંઇ જ બોલતો નથી. કોઇ સાથે એ હવે વાત પણ કરતો નથી. ભણવાના પૂરા પ્રયત્ન છતાં એ ભણવામાં ધ્યાન આપી શકતો નથી. જો કોઇ યોગ્ય પગલાં નહીં લેવાય તો એવું બને કે એના કુમળા માનસને આ આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય…’ આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું ? મિસિસ થોમ્પ્સનને પોતાની જાત માટે શરમ આવવા લાગી હતી.
ચોથા ધોરણના શિક્ષકે લખ્યું હતું કે’ ટેડ કોઇપણ બાબતમાં રસ નથી લેતો. એનું જીવનતત્વ જાણે સાવ હણાઇ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પાછા નથી આવતા. અને બીજી કોઇ સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી જોડે રહેતો ટેડ રાત્રે મોડે સુધી દાદીને મદદ કરવાને કારણે ક્લાસમાં કયારેક ઊંઘી જાય છે. એને હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે. એ કોઇની સાથે વાત પણ નથી કરતો. પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ટેડને મદદ કરે…’
બસ આટલું વાંચતાં જ મિસિસ થોમ્પ્સન ચોધાર આંસુએ રડી પડ્યા. પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો. એક નાનકડા નિર્દોષ જીવને પોતે અજાણતાં જ કેવી ઇજા પહોંચાડી હતી ? ટેડ મેલોઘેલો હતો, લઘરવઘર હતો અને ગંધાતો હતો એ પોતે જોયું પણ એ શું કામ એવો હતો એ જાણવાની આ છ મહિનામાં કદી દરકાર ન કરી. એ ભણવામાં ઝીરો માર્ક્સ લાવતો હતો એ પોતે પેલા લાલ મોટા મીંડાથી સાબિત કર્યું હતું પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની ક્યારેય ઇચ્છા પણ નહોતી કરી. શું પોતે એક સાચા શિક્ષકને શોભે એવું કામ કર્યું હતું ખરું ? જરાય નહીં. ઉલટાનું પોતે તો સાવ વખોડવાલાયક કામ જ કર્યું હતું. રવિવારનો બાકીનો દિવસ એના આંસુ બંધ ન થયા.
બીજા દિવસનો સોમવાર નાતાલની રજા અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા બાળકો શિક્ષક માટે નાતાલની ભેટ લાવે એવો રિવાજ હતો. પાંચમા ધોરણના બાળકો પણ પોતાના શિક્ષકને ભેટ આપવા થનગની રહ્યા હતાં. બેલ વાગ્યો અને હળવા પગલે મિસિસ થોમ્પ્સન ક્લાસમાં દાખલ થયાં. આ છ મહિનામાં પહેલી વાર એમણે ટેડ સામે જોઇ સ્મિત કર્યું. પણ ટેડ તો સ્થિત્પ્રજ્ઞની જેમ કોઇ હાવભાવ વગર બેઠો રહ્યો.
બધા બાળકો એક પછી એક આવીને ‘મેરી ક્રિસમસ મિસિસ થોમ્પ્સન’ કહેતાં પોતાના હાથમાંથી રંગીન કાગળમાં વીંટાળેલા બોક્સ મિસિસ થોમ્પ્સનને આપતાં હતાં. ટેડ માથું ઝુકાવીને બેઠો હતો.. છેલ્લે ટેડ ઊભો થયો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઇ કાગળની કોથળી હતી. ટેડે ડૂચાની જેમ એ કોથળીને પોતાના હાથમાં પકડી હતી. થોડુંક ચાલ્યા પછી એ મુંઝાયો. બધા છોકરાઓ એના હાથમાંની ગંદી કોથળી જોઇને હસતા એની મશ્કરી કરવા લાગ્યા.બંને હાથ વડે કોથળીને સજ્જડ પકડીને ટેડ મિસિસ થોમ્પ્સન પાસે પહોંચ્યો. નીચું જોઇને ખચકાતાં ખચકાતાં એણે હાથ લંબાવ્યો.
“મારા વહાલા દીકરા ! આ ભેટ આપવા બદલ તારો ખુબ ખુબ આભાર !” કહેતાં મિસિસ થોમ્પ્સને એના માથા પર પહેલી વાર સાચા દિલથી હાથ ફેરવ્યો. ટેડે પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પહેલી વાર આવો પ્રેમાળ સ્પર્શ અનુભવ્યો હશે. એણે મિસિસ થોમ્પ્સનની આંખોમાં જોયું. એમાં પસ્તાવાના આંસુની ભીનાશ ઊભરી આવી હતી. ટેડની આંખમાં પણ આભારના હજાર શબ્દો લખાઇ ચુક્યા હતા. એ ઝડપથી ચાલીને પોતાની જગ્યાએ બેસી ગયો.
મિસિસ થોમ્પ્સને ટેડે આપેલી કથ્થાઇ કાગળની કોથળી ખોલી. દરિયાકાંઠેથી વીણેલાં છીપલાંનો એક કઢંગો પાટલો (બ્રેસલેટ) એમાં હતો. ટેડે જાતે જ બનાવેલો. અમુક છીપલાં બનાવતાં જ તૂટી ગયેલાં એની સાથે હતી પોણી વપરાઇ ગયેલી પર્ફ્યુમની બાટલી. આખો વર્ગ આ વસ્તુઓને જોઇને હસવા લાગ્યો. પણ મિસિસ થોમ્પ્સને બધાંને ચૂપ કરી દીધાં. ટેડ સામે જોઇને વહાલથી પૂછ્યું, ‘ટેડ દીકરા સાચું કહું ? આટલી સરસ ભેટ મને ક્યારેય કોઇએ આપી નથી. બીજા બધાએ મને સ્ટોર્સમાં મળતી તૈયાર વસ્તુઓ જ આપી છે. પણ તેં તો મારા માટે ભેટ જાતે જ તૈયાર કરી છે ખરું ને ?” હકારમાં મસ્તક હલાવી ટેડ નીચું જોઇ ગયો.
એ દિવસે બાકીના દરેક પિરિયડમાં મિસિસ થોમ્પ્સને એ બ્રેસલેટ પહેરી જ રાખ્યું. એ સાંજે એમના ઘરના દરવાજાની નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું કે ‘મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે મને સાચું વહાલ કર્યું હોય. તમે સૌથી સારાં ટીચર છો. – ટેડ.’ વાંચીને મિસિસ થોમ્પ્સનની આંખમાં આંસુ આવી ગયાં. એમના દુખતા હૃદયને થોડીક શાંતિ મળી.
બીજે દિવસે ટેડ નહાઇને ક્લાસમાં આવ્યો હતો. એના વાળ પણ વ્યવસ્થિત હતા. પહેલી વખત કદાચ એણે ધોયેલાં કપડાં પહેર્યા હતા. ત્યાર પછીથી તો જાણે ઠૂંઠા ઝાડને વસંતનો વાયરો સ્પર્શી ગયો હોય એમ ટેડ ઝડપભેર ખીલવા લાગ્યો. મિસિસ થોમ્પ્સન પણ એનું ખાસ ધ્યાન રાખતાં ટેડનાં વખાણ કરવાની એક પણ તક જતી ન કરતાં. ટેડ નવમાસિક પરીક્ષામાં છઠ્ઠા નંબરે આવ્યો હતો અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ !! વરસના અંતે એ ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ યોજાયો ત્યારે ટેડ ખૂબ રડ્યો. મિસિસ થોમ્પ્સન પણ એટલું જ રડ્યાં. હવે ટેડ એમનો સૌથી વહાલો અને માનીતો વિદ્યાર્થી બની ચુક્યો હતો.
એક વરસ પછી મિસિસ થોમ્પ્સનને ટેડનો પત્ર મળ્યો. એણે લખ્યું હતું કે હજી એના માટે સૌથી શ્રેષ્ઠ ટીચર મિસિસ થોમ્પ્સન જ છે અને જિંદગીમાં એમને ક્યારેય નહીં ભુલી શકે.
સમય સરકતો ગયો. છ સાત વરસ પછી મિસિસ થોમ્પ્સન આ ઘટનાને લગભગ ભુલી જવા આવ્યાં હતાં. એવે વખતે ફરી એક વખત ટેડનો પત્ર આવ્યો. એણે લખ્યું હતું,’ મિસિસ થોમ્પ્સન, તમે મારી જિંદગીમાં સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજુરી કરીને ભણતાં ભણતાં મેં હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે હું સમગ્ર બોર્ડમાં ત્રીજા નંબરે પાસ થયો છું. આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશા તમારો ઋણી રહીશ.’ આંસુભરી આંખે મિસિસ થોમ્પ્સન પત્ર સામે જોઇ રહ્યાં.
એ પછી પાંચ વરસ સુધી ટેડના કોઇ જ સમાચાર ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી એણે આગળ શું કર્યું એની એમને કંઇ જ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ મજાનું પરબીડિયું એમના દ્વાર નીચેથી સરક્યું. આ વખતે ‘તમે મારા જીવનના સૌથી આદરણીય વ્યક્તિ છો’ એથી વધારે વિગત નહોતી. ટેડ એમને જલ્દી મળવા આવશે એવું લખ્યું હતું. પણ પત્રમાં સહી બદલાઇ ગઇ હતી. પત્રને અંતે જ્યાં ‘ટેડ’ એમ લખતો હતો ત્યાં આ વખતે ડૉ. થીઓડોર એફ. સ્ટોડાર્ડ, એમ.ડી. એમ લખ્યું હતું. હા !! ટેડ હવે ડૉકટર બની ગયો હતો. મિસિસ થોમ્પ્સનની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં.
પત્ર મળ્યાના બે દિવસમાં જ સવારના આઠ વાગ્યામાં મિસિસ થોમ્પ્સનના ઘરની ડોરબેલ વાગી. દ્વાર ખોલીને જુએ છે તો સામે એક પડછંદ અને ફૂટડો યુવાન ઊભો હતો. એની સાથે એક રુપાળી યુવતી હતી. યુવાને પૂછ્યું, ‘ઓળખ્યો મને ?’ મિસિસ થોમ્પ્સન હજુ અવઢવમાં હતાં.
’હું ટેડ અને આ મારી વાગ્દત્તા !’ એટલું કહીને ટેડ મિસિસ થોમ્પ્સનના પગમાં પડી ગયો. ક્યાંય સુધી રડ્યા પછી ટેડે પોતાના લગ્નનું આમંત્રણ આપ્યું.
ત્રણ દિવસ પછી ટેડના લગ્નમાં મિસિસ થોમ્પ્સન આવ્યા ત્યારે ટેડે મિસિસ થોમ્પ્સનને પોતાની માતાની જગ્યાએ બેસાડ્યા. એમના શરીર પરથી આવતી પર્ફ્યુમની સુગંધ ટેડ ઓળખી ગયો. પોતે જે પોણી વપરાયેલી બાટલી મિસિસ થોમ્પ્સનને ભેટ આપી હતી એ જ !! એણે કહ્યું, ‘મેમ, આ સ્પ્રેની પોણી બાટલી મારી માએ વાપરેલી. બાકીની પા મેં તમને આપેલી. એટલે આ સુગંધથી મને લાગે છે જાણે મારી મા જ ત્યાં બિરાજે છે. મને ડૂમો ભરાઇ આવે છે પણ તમે જ એ વ્યક્તિ છો જેણે મને મારી જાત માટે આદર શીખવ્યો છે. મારામાં કંઇક સત્વ પડેલું છે અને હું પણ કંઇક કરી શકું છું એવો આત્મવિશ્વાસ તમે મારામાં જગાવ્યો છે…’ ટેડ આગળ ન બોલી શક્યો.
’ના બેટા, એવું નથી. હકીકતમાં તો તેં જ મને શીખવ્યું છે કે હું પણ કંઇક અદભુત કરી શકું છું. તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી. કેમ ભણાવવું જોઇએ એ તો મને તું મળ્યો પછી જ સમજાયું. ચોપડીઓમાં રહેલા વિષયોની સાથે બીજું કંઇક પણ ભણવા-ભણાવવાની દૃષ્ટિ તો તેં જ મને આપી. શિક્ષકની સાથે એક સારા માણસ બનવાનું તારું એ ઋણ હું ક્યારે ચુકવી શકીશ ?’ ટેડ એમના ચરણોમાં નમી પડ્યો. મિસિસ થોમ્પ્સને એને આશિર્વાદ આપવા હાથ લંબાવ્યો ત્યારે એમના હાથમાં પેલું તૂટેલા શંખલાનું બ્રેસલેટ હતું….. ‘મનનો માળો’
સંકલન:- કે.આર.ચૌધરી

19 July 2018

આપણા રોજિંદા જીવનમાં ઘણા નિર્દોષ પ્રશ્નો પણ ઘણી ઝીંદગી બરબાદ કરી શકે છે.

એક સહેલીએ બીજી પૂછ્યું: - અરે વાહ, તને દીકરો થયો તેના આનંદમાં પતિએ તને શું ભેટ આપી હતી ?

સાહેલીએ કહ્યું - કંઈ નહીં.

તેમણે પ્રશ્નમાં પૂછ્યું, શું આ તે કંઈ વાત છે ? શું તારા પતિ પાસે તને ખુશીમાં દેવા માટેની ભેટ માટેના જ પૈસા નથી ? શું તેની નઝરમાં તારી કોઈ કિંમત જ નથી ?

શબ્દોના આ ઝેરી બોમ્બને સહજતાથી  ફેંકીને, સાહેલીએ બીજી સહેલીને ચિંતામાં મૂકી ચાલતી થઇ.

પતિ સાંજે ઘરે આવ્યા અને પત્ની ઉદાસ, પછી ઉગ્ર ચર્ચા, અંતે મન-મુટાવની સરુવાત... આજ મુદ્દા પર વારંવારની લડાઈ ઝગડા... આખરમાં વાત છૂટાછેડા સુધી પહુંચી.

જાણો છો સમસ્યા શરૂ કયાથી થઈ ? સહેલીની તબિયત જોવા આવેલ બીજી સહેલીના એક ફાલતુ સવાલથી...

*

રવિએ તેના મિત્ર પવનને પૂછ્યું: - ક્યાં કામ કરો છો ?

પવન ફલાણી ફલાણી  દુકાનમાં.

રવિ - બોસ કેટલી પગાર આપે છે ?

પવન - 18 હજાર.

રવિ - 18000 બસ !!! તમે આટલા અમથા પગારમાંથી ઘર કેવી રીતે ચલાવી શકો છો ?  કૈક વિચારો.

પવન - (એક ઊંડો શ્વાસ લઇને) - યાર મુશ્કેલી તો છે જ !

પવને તેના શેઠને  પગાર વધારવાની માગણી કરી. શેઠએ પગાર વધારવાની ના પડી, પવનનું મન ઉઠી ગયું અને નોકરી છોડી દીધી, પવન તેની નોકરી છોડીને બેરોજગાર થઇ ગયો.

*

એક સાહિબને એક માણસને કહ્યું : તમારો દીકરો તમને મળવા બહુ ઓછો આવે છે. તે તમને પ્રેમ નથી કરતો ? તમારું ધ્યાન નથી રાખતો ?

પિતાએ કહ્યું કે પુત્ર ખૂબ જ વ્યસ્ત છે, તેમનું કાર્ય શેડ્યૂલ ખૂબ કડક છે. તેને એક નાનું બાળક પણ છે, બિચારાને સમય જ નથી મળતો.

પ્રથમ માણસ કહ્યું - વાહ !! શું થયું છે, તમે તેની દરેક ઇચ્છા પૂર્ણ કરી છે, અને હવે તેની વ્યસ્તતાને કારણે તેને તમને મળવા માટે સમય નથી મળતો ? આ તો બધા બહાના છે.

વાતચીત પછી, પિતાના હૃદયમાં, પુત્ર વિશે શંકા આવી. જયારે દીકરો તેને મળવા આવે ત્યારે વિચારે કે તેને બાપ  સિવાય બધા માટે  સમય છે.

આખિરમાં મનનો વલોપાત, અને તેમાં જ વૃદ્ધ માણસને બીમારી ઘેરી વળી...

*

યાદ રાખો, શબ્દોમાં બહુ તાકાત છે, તમારા ફાલતુ વાક્યો અન્ય લોકો પર મોટી અસર કરી શકે  છે...

આપણા રોજિંદા જીવનમાં ઘણા નિર્દોષ પ્રશ્નો પણ ઘણી ઝીંદગી બરબાદ કરી શકે છે.

ઘણી વખત આપડે  ફાલતુ અર્થહીન સવાલ પૂછી નાખતા હોઈએ છીએ, પણ ત્યારે ભૂલી જઇયે છીએ કે આવા સવાલોથી બીજાની ઝીંદગીમાં નફરત અથવા પ્રેમના બીજ મુકતા આવીએ છીએ..

વિચારજો...