20 January 2019

મનુષ્યનું આખું જીવન ઓગણીસના ભાગ પાડવા માંથી ઊંચું આવતું નથી

આજનું દષ્ટાંત
             
એક ગામમાં એક બુદ્ધિશાળી વ્યક્તિ રહેતો હતો .સમય જતા તેનું મૃત્યુ થયું , તેણે  મૃત્યુ પહેલાં એક વસિયતનામું બનાવી રાખેલું , ગામના સારા પ્રતિષ્ઠિત વડીલોને બોલાવવામાં આવ્યાં અને વસિયતનામું વાંચવામાં આવ્યું , વસીયતમાં લખ્યાં પ્રમાણે તેમની પાસે ઓગણીસ ઊંટ હતા , અને લખ્યું કે મારાં મરણ પછી ઓગણીસ ઊંટમાંથી અર્ધા મારાં દીકરાને મળે , તેનો ચોથો ભાગ મારી દીકરીને મળે , અને છેલ્લે પાંચમો ભાગ માર નોકરને મળે .....
વસીયત વાંચીને સૌ મુંજાઈ ગયાં ! ! કે ઓગણીસનાં ભાગ કેમ પાડવા ? ઓગણીસના અરધા કરીશું તો એક ઊંટ કાપવો પડશે , અને એક ઊંટ મરી જશે અને તેનો ચોથો ભાગ સાડાચાર સાડાચાર પછી ? ? ?
આવનારા સૌ મુંજવણમાં પડી ગયાં , કોઈએ સુજાવ આપ્યો કે બાજુના ગામમાં એક બુદ્ધિશાળી વ્યક્તિ રહે છે .આપણે તેમને બોલાવીયે , ગામ લોકોએ બાજુના ગામથી બુદ્ધિશાળી વ્યક્તિને બોલાવ્યો , તે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના ઊંટ પર બેસીને આવ્યો , આવીને ગામ લોકોની સમસ્યા શાંતિથી સાંભળી , તેણે પોતાની બુદ્ધિ દોડાવી અને કહ્યું કે આ ઓગણીસ ઊંટમાં મારો એક ઊંટ જોડી દયો તો વિશ ઊંટ થશે , ગામ લોકોએ વિચાર કર્યો કે આતો મૂર્ખ લાગે છે , એક તો વસીયત કરવા વાળાએ અમને ગાંડા કર્યા એમાં આ બીજો ગાંડા કરવા માટે આવ્યો , અને કહે છે મારો ઊંટ પણ એમાં ઉમેરી દયો કેવો પાગલ છે .ગામ લોકોએ વિચાર કર્યો કે આમાં આપણું શું જાય છે ભલે ને એનો ઊંટ જાય .....
ઓગણીસમાંથી વિશ ઊંટ કર્યા .

૧૯ + ૧ = ૨૦ થયા ,
૨૦ ના અરધા દીકરાને આપ્યા ,
૨૦ નો ચોથો ભાગ ૫ દીકરીને આપ્યાં ,
૨૦ નો પાંચમો ભાગ ૪ નોકરને આપ્યાં .....
અને છેલ્લે એક પોતાનો ઊંટ બચ્યો તે બુદ્ધિશાળી લઈને ચાલતો થયો અને ગામ લોકો આંખો ફાડીને જોતાં રહ્યાં ....

        llદ્રષ્ટાંતનો સારll

પાંચ જ્ઞાનઇન્દ્રિય ,
પાંચ કર્મઇન્દ્રિય ,
પાંચ પ્રાણ ,
ચાર અંતઃકરણ  (મન બુદ્ધિ ચિત્ત અહંકાર )
કુલ ઓગણીસ થાય ....
એમ મનુષ્યનું આખું જીવન ઓગણીસના ભાગ પાડવા માંથી ઊંચું આવતું નથી , અને જીંદગીભર આ ગડમથલમાંથી નવરો પડતો નથી , પણ જ્યાં સુધી સ્વયંનો આત્મા રૂપી ઊંટ આ ઓગણીસની સાથે નહીં જોડે ત્યાં સુધી એટલે કે આધ્યાત્મિક બુદ્ધિ મત્તા ત્યાં સુધી સુખ , શાંતિ , સંતોષ અને આનંદની પ્રાપ્તિ કરી શકશે નહીં .

15 January 2019

ટૂંકી વાર્તા  :  કંપની

ટૂંકી વાર્તા  :  કંપની

નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટ માં અજય નો આલીશાન બંગલો હતો ;
શહેર ના અતિ ધનિક લોકો માં એની ગણતરી થતી .
અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વીલા માં રહેતો હતો . એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે કહ્યું " બેટા મને ઘરડા ઘર માં મૂકી આવને ; અજય અને રીટા ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજત માં કોઈ ખામી રહી ગઈ કે શું ? અજયે કહ્યું " કેમ પપ્પા , અમારા થી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું ? હસમુખરાયે હંસતા હંસતા કહ્યું ; ના બેટા ના ; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે ? પણ હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘર માં મારા ત્રણ જુના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઇ જશે . અજયે કહ્યું " પપ્પા , સમાજ અમારા માટે શું વિચારશે ; ૬ મહિના જવા દો હું કઈ વ્યવસ્થા કરી  આપીશ . હસમુખરાય પણ માની ગયા . વાત વિસરાઈ ગઈ . અજયે વિલા ની બાજુમાં એક નાનું આઉટ હાઉસ બનાવવાનું શરુ કર્યું અને જોત જોતા માં એક સુંદર મજાનું આઉટ હાઉસ તૈય્યાર થઇ ગયું . હસમુખરાયે પૂછ્યું ; બેટા આ શું કામ બનાવ્યું ? આપણું આટલું મોટું ઘર છે ને ; અજયે કહ્યું કે મેહમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્દઘાટન કરવાનું છે . રવિવાર આવી ગયો , ફેમિલી મેમ્બર્સ અને થોડા મિત્રો ને બોલાવવામાં આવ્યા હતા , આઉટ હાઉસ પર રીબીન બાંધવામાં આવી હતી ; હસમુખરાયે તાળીઓ ના ગડ્ગડાટ સાથે રીબીન કાપી ; અજયે કહ્યું " પપ્પા બારણું પણ ખોલો , હસમુખરાયે બારણું ખોલ્યું , સામે ખુરશી પર તેમના ત્રણ મિત્રો બેઠા હતા , હસમુખરાય ખુશી થી ઝૂમી ઉઠ્યા અને ત્રણે મિત્રોને ગળે લગાડી દીધા . અજય રૂમમાં દાખલ થયો તો ચારે વડીલો એને ભેંટી પડ્યા . અજયે કહ્યું કે પપ્પા ની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું ત્રણે વડીલોને ઘરડા ઘર થી અહીં લઇ આવ્યો , આજ થી તમારા લોકો નું આજ ઘર છે , મેં એક કેર ટેકર શંભુ કાકા ને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે . ચારે વડીલોની આંખમાં થી અશ્રુઓ વહી ગયા . અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમ માં થી ખડખડાટ હાસ્ય ના અવાજો આવવા લાગ્યા . અજયે મનોમન બોલી ઉઠ્યો  

"જુના મિત્રો ની "કંપની " સ્ટીરોઈડ જેવી હોય છે " !!!

હું સાવ હળવો થઈ ગયો.

એક અપંગ અને અણસમજુ દેખાતો
બાળક દવાખાનામાં ઘૂસ્યો.

તેના હાથમાં અગરબત્તી નાં પેકેટ્સ હતાં.
તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે?

બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર
બેઠેલા માણસે રાડ પાડી.

તું પાછો આવી ગયો?
ચાલ બહાર નીકળ.
તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે.

બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો.

મેં એ બાળકને પૂછ્યું,
તને આટલી ખરાબ રીતે ખખડાવે છે
તો પણ તું શા માટે અહીં આવે છે?

અણસમજુ દેખાતા એ બાળકે જવાબ માં
મોટી વાત કરી દીધી.

બાળકે કહ્યું કે,
હું મારું કામ કરું છું ,
અને એ એનું કામ કરે છે !

મારું કામ છે અગરબત્તી વેચવાનું,
એટલે હું અગરબત્તી વેચું છું.

તેનું કામ છે મને કાઢી મૂકવાનું
એટલે એ મને કાઢી મૂકે છે..

હું અપંગ છું.
ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું.
ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી.

મેં તેને પૂછ્યું તો કહ્યું કે,
તારી ચિંતા થતી હતી.
તને કંઈ થઈ જાય તો?

બાળકે તેની માને કહ્યું કે
ચિંતા કરવાનું કામ તારું નથી.

તું ઘરનું ઘ્યાન રાખે છે,
બધા માટે જમવાનું બનાવે છે.
તારા બદલે હું જમવાનું બનાવું
તો તને ગમે?
ના ગમે ને?

મારી ચિંતા કરવાનું કામ
તો ભગવાનનું છે ને ?
ભગવાનના કામમાં તું દખલ કરીશ
તો ભગવાનને પણ નહીં ગમે!

એ બાળક તો
આટલી વાત કરીને ચાલ્યો ગયો

પણ મને આખી જિંદગી કામ લાગે
એવો પાઠ શીખવાડી ગયો.

હું સાવ હળવો થઈ ગયો.

મને વિચાર આવ્યો કે
હું ચિંતા ખોટી કરું છું..
એ મારું કામ નથી.
હું મારું કામ કરું અને બીજું કામ જેનું છે
તેના ઉપર જ છોડી દઉ.

એ બાળકની વાત
અમને જીવનનાં
ડગલે અને પગલે કામ લાગી છે...
તમે બસ તમારો રોલ ભજવતા રહો.
બસ એટલું તપાસતા રહો કે
મારે જે રોલ ભજવવાનો છે
એ હું સરખી રીતે ભજવું છું કે નહીં ?

14 January 2019

પૈસા સર્વસ્વ નથી પણ જીવન નિર્વાહ માટે પૈસા ખુબ જરૂરી છે

*ખરેખર વાંચવા જેવું છે*

મુશ્કેલી ના સમય માં *પૈસા* સિવાય કોઈ નો *સહારો* હોતો નથી.

માટે તમારો સારો સમય ચાલતો હોય *પૈસા*  ઉડાવવા કરતા થોડી *બચત* કરજો.

એટલે જીવન માં ક્યારેય પણ *આર્થિક સંકળામણ* આવે ત્યારે *જુની વાતો* યાદ કર્યા વગર અને કોઈ ના *ભરોસે* બેસી રહ્યા વગર.

જેટલા જલ્દી *પૈસા* કમાવા માટે ના *હથિયાર* ઉપાડશો એટલા જલ્દી *મુશ્કેલ* સમય માં થી બહાર નીકળી શકશો.

*સગાવહાલા મિત્રો* બધા *આશ્વાસન* અને *સલાહો*  આપશે.

*ખિસ્સામાં હાથ રાખીને કેસે કંઈ કામ હોય તો કેહેજો*

પણ *ખિસ્સામાંથી હાથ નહીં નીકળે એ ખાલી સારું લગાડવા બોલશે.* 

બાકી એના થી *મુશ્કેલી* નો અંત નહિ આવે ,

*ભગવાન* ના સહારે જશો તો પણ *કર્મ* તો કરવું જ પડશે.

હા એક જાત ની *માનસિક શાંતિ* રહેશે.

બાકી ફક્ત *પૂજા પાઠ, કર્મ કાંડ કે બાધા-આખડીઓ ધર્મસ્થાનો ના ચક્કર કાપવા થી* પણ એમાં થી બહાર નીકળી ના શકાય.

કોઈ કદાચ થોડી ઘણી  *આર્થિક મદદ* કરશે તો પણ એ ક્ષણિક રાહત હશે.

બાકી પેહલા જેવી *આર્થિક* પરિસ્થિતિ પર પહોંચવા માટે તો *કમાવા* સિવાય કોઈ ઉપાય નથી.

*અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચન* જેવા લોકો ના મિત્રો.

અને સગાવહાલા પણ.

  *આર્થિક સંકડામણ* વખતે એમના *ફોન ઉપાડતા* બંધ થઇ જતા હોય તો.

આપણા જેવા *સામાન્ય* માણસ માટે તો.

*સગાવહાલા* ના ખભે આપણી લાશ જ બહાર નીકળે.

એટલે આવી પરિસ્થિતિ આવે તો સામાજિક જીવન ના વેવલા વેળા બંધ કરી ને.

એક જ ધ્યેય કે *નીતિ* થી *પૈસા* ક્યાં કમાઈ શકાશે એમાં જ ધ્યાન આપવું.

બાકી *ઘર* ના બધા *સભ્યો* ભેગા બેસી ને *રડ્યા* કરવા થી પણ એનો ઉકેલ નહિ આવે.

લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે.
કે અમારા *મુશ્કેલ* સમય માં કોઈ કામ ના આવ્યું.
અને યાદ રાખજો કોઈ કામ આવવા નું પણ નથી.
કારણ કે  બધા ની ખુદ ની જરૂરિયાતો અને જલસા કરવા ની ડિઝાયર  અને ભવિષ્ય ની અનિશ્ચિતતાઓ ની બીક એટલી છે કે કોઈ મદદ કરવા આગળ નથી આવવા નું.

કોઈ ને આર્થિક મદદ કરવી હોય તો આપણે ખમી શકીયે એટલી જ મદદ કરવી કારણ કે એનું કઈ તરત પાટે નથી ચડી જવા નું કે એ ઈચ્છતો  હોવા છતાં તમારા પૈસા પાછા આપી શકશે

પોતે મોંઘી ગાડીઓ માં ફરતા હોય  અને પૈસા તો હાથ નો મેલ છે અને જન્મ્યા ત્યારે બાળોતિયાં માં ખિસ્સા નોહતા અને મરશો ત્યારે કફન માં પણ  ખિસ્સા નહિ હોય , ભગવાન ને  ધૂપ દિવા કરવા માટે અગરબત્તી લેવા જશો તો પણ કોઈ મફત નહિ આપે.

*પૈસા સર્વસ્વ નથી પણ જીવન નિર્વાહ માટે પૈસા ખુબ જરૂરી છે*

માટે *પૈસાનો* સદુપયોગ કરતાં શીખો દરેક *સમયે* એક સરખો નથી હોતો.

બાકી તો સામાજિક *દુઃખો* કે *શારીરિક બીમારીઓ* ગમે તેને આવી શકે છે.

ગરીબો ને નથી આવતી એવું નથી.

એટલે એવા સમયે  *સાઇકલ* પર બેઠા બેઠા *રડવું*

એ કરતા *મર્સીડીઝ* માં બેઠા બેઠા *રડવું* વધુ સારું.

*સમજાય તો ઘણું સારું...... .. *

*તા ક:  તમારી થાપણ ( મૂડી) સરકારી બેન્કો માં મૂકવી.*
*વ્યાજ ઓછુ મળશે પણ સુરક્ષિત રહેશે.*

13 January 2019

જીવનમાં કાયમ એવું કંઇક તો જરૂર જરૂર હોય જ છે જેને માટે આપણે ઈશ્વરનો આભાર માનતા રહેવું પડે છે.

એક ખુબ જ પ્રખ્યાત લેખિકા પોતાના સ્ટડી-રૂમમાં બેસીને પોતાના ભૂતકાળને વાગોળતી હતી.
થોડી વાર પછી તેણે એક કોરો કાગળ અને કલમ લઇને લખવા માંડ્યું-

.
"મારું વીતેલું વર્ષ-
- ગયા વર્ષે મારું ઓપરેશન થયું, અને મારું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું, આ ઓપરેશનને કારણે મારે ઘણો વખત સુધી પથારીવશ રહેવું પડ્યું.

- આ જ વર્ષે મારી ઉમર સાઈઠ વર્ષની થઇ જતા, મારે મારી માનીતી નોકરી છોડવી પડી. આ પ્રકાશન-કંપનીમાં મેં લગાતાર ત્રીસ વર્ષ ગાળ્યા હતા.

- આ જ વર્ષે મારે મારા પિતાજીના મૃત્યુનો આઘાત પણ સહન કરવો પડ્યો,

- અને આ જ વર્ષે મારો દીકરો એની મેડીકલની પરીક્ષામાં નાપાસ થયો, કારણ એનો કાર-અકસ્માત થયો હતો. હાથ-પગમાં પ્લાસ્ટર સાથે તેણે કેટલાયે દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. અમારી કાર સાવ ખતમ જ થઇ ગયી, તે નુકસાન તો પાછું અલગ જ."

અંતમાં આ લેખિકાએ લખ્યું - "હે ભગવાન, કેટલું ખરાબ વર્ષ વીત્યું ! "
કાગળમાં આટલું લખ્યા પછી, લેખિકા આંખો બંધ કરીને ત્યાં જ બેઠા-બેઠા પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ.
.
.
.
થોડી વાર પછી લેખિકાનો પતિ તેની રૂમમાં આવ્યો, તો તેણે પોતાની પત્નીને વિચારોમાં ગરકાવ જોઈ. તેને કોઈ જાતની ખલેલ પહોચાડ્યા વિના, પાસે ઉભા ઉભા તેણે પોતાની પત્નીનું લખાણ વાંચ્યું.
લખાણ વાચ્યા પછી તે ચુપચાપ ત્યાંથી નીકળી ગયો.

થોડીવાર પછી તે જ્યારે પાછો રૂમમાં આવ્યો, ત્યારે તેના હાથમાં એક કાગળ હતો, જે તેણે પોતાની પત્નીના તાજા-લખાણની બાજુમાં હળવેથી મૂકી દીધો. અને ફરી પાછો ત્યાંથી છાનોમાનો બહાર આવી ગયો.
.
.
થોડીવાર પછી તેની લેખિકા-પત્નીએ પોતાની આંખ ખોલી, તો બાજુમાં એક બીજો કાગળ પડેલો જોયો. તે પોતાના પતિના અક્ષરો સારી રીતે ઓળખાતી હતી.
તેણે વાંચવા માંડ્યું-

"મારું વીતેલું વર્ષ:
- ગયા વર્ષે આખરે મને મારા ગર્ભાશયમાંથી મુક્તિ મળી, જેને કારણે પાછલા ઘણા વર્ષો મારે પીડામાં વીતવા પડ્યા હતા. હા, ગયા વર્ષે આ માટે મારું ઓપરેશન થયું, અને તે સફળ પણ રહ્યું.
- ગયા વર્ષે જ તાઝી-માઝી તંદુરસ્ત અવસ્થા સાથે હું સાઈઠ વર્ષની થઈ અને તેથી, નોકરીમાંથી નિવૃત્ત થઇ. હવે પછી મારો સમય હું વધુ એકાગ્રતાપૂર્વક લખવામાં ગાળી શકીશ, જેને કારણે હું અત્યાર કરતા પણ વધુ સારા લેખો આપી શકીશ તેવી આશા જરૂરથી રાખી શકાય.
- ગયા વર્ષે જ મારા પૂજ્ય પિતાજી પંચાણું વર્ષની વયે, કોઈ પણ લાંબી બીમારી, કે પીડા ભોગવ્યા વિના, શાંતિપૂર્વક પોતાની જીવન-યાત્રા પૂર્ણ કરી પ્રભુના ઘરે સિધાવ્યા.
- ગયા વર્ષે જ પ્રભુએ મારા વ્હાલા દીકરાને નવી જીંદગી બક્ષી. અમારી કાર નષ્ટ થયી ગયી ભલે, પરંતુ મારો દીકરો કોઈ પણ જાતની કાયમી ખોડ-ખાંપણ વિના સહી સલામત છે."

અંતમાં લેખિકાના પતિએ લખ્યું હતું -"હે ભગવાન, ગયું વર્ષ ખુબ જ સારી રીતે વીતી ગયું, જેનો હું તારો આભાર માનું એટલો ઓછો છે."
.
.
.
.
.
જોયું તમે?
ઘટનાઓ તો એ ની એ જ હતી, પણ દ્રષ્ટિકોણ જુદા જુદા હતા. જો આપણે એ વાત ધ્યાનમાં રાખીએ, કે આનાથી વધુ પણ ઘણું થઇ શક્યું હોત, તો આપણું મંતવ્ય ચોક્કસ બદલવાનું. અને જરૂરથી આપણે ઈશ્વરને આભારવશ થશું, તેમ જ ખુદને માનસિક-પીડા પણ ઓછી થશે.

સાર: આપણા રોજીંદા વ્યવહારમાં આપણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ, કે જીવનની ખુશીઓ આપણને પ્રભુના આભારવશ નથી બનાવતી, પણ તેને આભારવશ થવામાં આપણને ખુશી જરૂર પ્રાપ્ત થાય છે. આપણા જીવનમાં કાયમ એવું કંઇક તો જરૂર જરૂર હોય જ છે જેને માટે આપણે ઈશ્વરનો આભાર માનતા રહેવું પડે છે.
.
.
ઈશ્વર-કૃપા સહુ પર સદા વરસતી રહે એવી કામના......

નાની નાની રમતો પણ જીવનના કેટલા અઘરા પાઠ રમતાં રમતાં શીખવી જાય છે!

પતંગ તારો ને મારો

કાલે સાંજે મારો દીકરો ધાબા ઉપર એકલો પતંગ ઉડાડતો હતો. એ હજી શીખી રહ્યો હતો અને એનો પ્રયત્ન સફળ રહ્યો. પતંગ ચગી ગયો અને આકાશમાં ઉપર ખાસે દૂર સુધી ગયો...
બાજુના ધાબા ઉપર એક બીજો મોટો છોકરો પતંગ ઉડાડતો હતો. એણે મારા દીકરાના પતંગ સાથે પેચ લડાવ્યો, એની કાચ પાયેલી દોરી આગળ અમારી સાદી, કાચ વગરની દોરી તરત જ કપાઈ ગઈ! મારા દીકરો નીચે આવ્યો અને મને કહે, “બાજુવાળા ભૈયાએ મારો પતંગ કાપી નાખ્યો. કેટલે ઉપર સુધી ગયેલો... મારી અડધી ફિરકી પણ ખલાસ થઈ ગઈ!"
મેં એને સમજાવ્યો કે હોય એ તો. બધાને પતંગ ઉડાડીને જ ખુશી ના મળે પેચ લગાવવો અને બીજાનો પતંગ કાપવો એ પણ પતંગની રમતનો એક ભાગ છે! તું બીજો પતંગ અને ફિરકી લઈ જા.
એ ગયો અને ફરીથી પતંગ ઉડાડ્યો. થોડાંક પ્રયત્ન બાદ એનો પતંગ ફરી આકાશમાં જાણે સૂરજને ભેટવા નીકળ્યો હોય એમ આગળ વધી રહ્યો હતો અને આગળ બનેલી એ જ ઘટનાનું પુનરાવર્તન થયું. બાજુવાળા ભૈયા એ એનો પતંગ કાપી નાખ્યો. આ વખતે એ નીચે ના આવ્યો. એને મારી સલાહ યાદ હતી. એણે ત્રીજો પતંગ ઉડાડ્યો અને એની સાથે પણ આગળની બે પતંગ જેવો જ અનુભવ રહ્યો. મારા દીકરાની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા, થોડુંક દુઃખ અને બહુ બધો ગુસ્સો! આ વખતે પણ એ નીચે ના આવ્યો. એણે જાતે જ કંઇક વિચારી લીધું હતું.

એ બાજુવાળા ભૈયાનું ધાબું અમારા કરતા નીચું છે. એનો પતંગ અમારા ધાબા પર થઈને જ ઉપર જાય. એનો પતંગ ઉપર હોય પણ એની દોરી એ ભૈયાના હાથમાંથી લંબાતી, અમારા ધાબાની નજીકથી પસાર થઈને પતંગ સુધી પહોંચતી. મારા દીકરાએ કાતર લીધી અને પેલાની દોરી કાપી નાખી!!
એ નીચે આવી ગયો અને કહે હવે મારે પતંગ નથી ઉડાડવી, માંડ સરસ ચગ્યો હોય અને બીજા ગંદા લોકો આવીને એને કાપી જાય છે. હું પતંગ ઉડાડીને ખુશ થતો હોઉં એમાં એમને શું પેટમાં દુખે છે! એમને પેચ લડાવવો હોય તો એમના જેવા જોડે ના લડાવે. મારી દોરી કાચી છે અને તરત કપાઈ જવાની એ એને ખબર છે એટલે જ મારો પતંગ કાપે છે એમાં શું મોટી બહાદુરી બતાવે છે! મને ગુસ્સો આવી ગયો તો મેં એનો પતંગ કાતરથી કાપી નાખ્યો...

“એવું ના કરાય, એ તને બોલ્યો હતો?"
“ના."
હું હસી સહેજ અને એને પતંગ ઉડાડવાના નિયમો સમજાવ્યા. સાચી રીત એ છે કે સામેવાળાનો પતંગ  આકાશમાં આપણા પતંગથી જ કાપીએ...કાતરથી નહિ. તારી દોરી કાચી છે કપાઈ જશે એની આપણને ખબર છે એટલે તારે એનાથી બચતા શીખવું પડશે. એનો પતંગ નજીક આવે તો આપણો દૂર લઈ જવાનો બને ત્યાં સુધી ઘર્ષણ ટાળવાનો પ્રયત્ન કરવાનો અને છતાં પતંગ કપાઈ જાય તો બીજો નવો ઉડાડવાનો.... તને વધારે પ્રેક્ટિસ મળશે. કાલ સુધી તું આખા દિવસમાં એક જ પતંગ માંડ ઉડાવી શકતો હતો, આજે તે થોડાક જ કલાકમાં ત્રણ ત્રણ પતંગ ઉડાડ્યા! નવાઈની વાત છે કે નહિ? જુસ્સો જરૂરી છે, ગુસ્સો નહિ, તારા ગુસ્સાને જુસ્સામાં ફેરવી કાઢ અને બધી ખીજ પતંગ ઉડાડવાના કૌશલ્ય પાછળ લગાવ, તું ખૂબ સુંદર રીતે પતંગ ઉડાડતા શીખી જઈશ.
મારા દીકરાના ગળે વાત ઉતરી ગઈ એણે કહ્યું, “હા પછી આવતી ઉત્તરાયણે હું પણ પાકી દોરી લાવીશ અને એ ભૈયાના બધા પતંગ કાપી નાખીશ પણ, હું કોઈ મારા જેવા નાના બચૂડાંનો પતંગ નહિ કાપુ એને કેટલું દુઃખ થાય એની મને ખબર છે!"
એ તો ગયો ફરી પતંગ ઉડાડવા અને મને થયું આ નાની નાની રમતો પણ જીવનના કેટલા અઘરા પાઠ રમતાં રમતાં શીખવી જાય છે! તમારાં સંતાનો કે તમારું વર્તન કેવું હોવું જોઈએ કે હશે એ અહીંથી જ નક્કી થાય..!!

નિયતી કાપડિયા.

10 January 2019

ગર્વ છે કે શિક્ષક છું .

ઘણીવાર વર્ગખંડમાં જાઉં ત્યારે સામે રહેલી પચાસથી વધુ જીવંત આંખોને જોઉં અને થઇ આવે કે પ્રત્યેક આંખો માં  કૂતુહલ છે, પ્રત્યેકના પ્રશ્ન અલગ છે, શું ચાલતું હશે એમના મનમાં? આજની એની સવાર કેવી હશે?

કોઇક ચહેરો શાંત, કોઇક અજંપાગ્રસ્ત, કોઇકની આંખોમાં ઉજાગરો, કોઇકની આંખોમાં આનંદ અને ક્યાંક પીડા.
આ સૌને એક કલાક મારે તો મારો વિષય ભણાવીને નીકળી જવાનું હોય છે, પણ મારે વર્ગમાંથી નીકળતી વખતે એક સંતોષ જોવો હોય છે દરેક આંખોમાં..!

કારણકે આ મારા વિદ્યાર્થીઓ છે, જીવતી ચેતના.
આ કોઇ મશીન નથી.
કઇ રીતે લેક્ચર શરુ કરું એવું થઇ આવે ત્યારે,
મનમાં ઉપનિષદનો મંત્ર ૐ સહનાભવતુ જપી લઉં છું,
અને
આંખ બંધ કરી મારા શિક્ષકોને યાદ કરી લઉં છું.

બહુ મોટી જવાબદારી હોય છે, અમારા શિક્ષકો પર.
ઇશ્વરે આપેલું સર્વશ્રેષ્ઠ કાર્ય એટલે શિક્ષણકાર્ય.

વેદ-આજ્ઞામાં માં-બાપ પછી આચાર્યને દેવ ગણવાની આજ્ઞા છે.

આ કાર્યમાં અદ્ભૂત સંતોષ મળે છે,
કેટલાય વિદ્યાર્થીઓ ફેમિલી મેમ્બર બની જાય છે,
અને તમે જેને સૌથી વધારે તતડાવ્યા હોય એ જ તમને જતા જતા કહી જાય કે સર, એ દિવસે જો તમે રોક્યો ન હોત તો હજી !!!!!!!

ગર્વ છે કે શિક્ષક છું .

6 January 2019

આજના જમાનામાં "મોબાઈલ" પ્રત્યે "અત્યંત પ્રેમ રાખનાર માતા-પિતા" ને "સમજવાલાયક ધટના".

થોડા દિવસ પહેલા *ઈગ્લીશ મિડિયમ* શાળામાં બોલાવામાં આવેલ, એક મીટીંગમાં ત્યાંના પ્રિન્સીપાલની એક ફરીયાદ એ હતી કે,

એક *બાળક વાલી મીટીંગ* માં કયારેય *પોતાની માતાને શાળા* એ લાવતો નથી અને *ઘરે જાણ* પણ કરતો નથી.

ધોરણ *પાંચ* ના તે કલાસના દરેક *વિદ્યાર્થી* ઓ સાથે *અલક મલક* ની વાતો કરીને પછી દરેકને કેવી *''માં''* પસંદ છે. તે *નિબંધ* લખવા માટે આપ્યો,

દરેકે પોત પોતાની *માતાના વખાણ* લખ્યા હતા.

*રાહુલ* ના લખાણનું હેડીંગ હતું.

                 *''ઓફ લાઈન "માં"*
             *(મોબાઈલ ના વાપરતી હોય તેવી).*

મારે *"માં"* જોઈએ છે પણ *"ઓફ લાઈન*

મારે *અભણ "માં"* જોઈએ છે જેને *"મોબાઈલ" વાપરતા નહીં આવડે તો ચાલશે* પણ *મારી સાથે "દરેક જગ્યાએ જવા માટે સમય" હોય.*

*મારે "જીન્સ" અને "ટીર્શટ" પહેરે તેવી "માં"* નહીં પણ છોટુના મમ્મી જેવી *સાડી પહેરતી "માં"* જોઈએ છે.

જેના ખોળામાં માથું રાખીને હું છોટુની જેમ સુઈ શકું.

મારે *"માં"* તો જોઈએ છે પણ *"ઓફ લાઈન"* જેને *"મારા માટે સમય" તેના "મોબાઈલ" કરતાં "વધારે" હોય "પપ્પા" માટે વધારે હોય,*

જો ઓફ લાઈન *"માં"* હશે તો *પપ્પા સાથે ઝગડો* નહિ થાય.

*મને સાંજે સુતી વખતે* વીડીયો ગેમ્સની બદલે *વાર્તા સંભળાવીને સુવરાવશે.*

*ઓન લાઈન* પીઝા નહિ મંગાવે, *મને અને બા બાપુ ને સમયસર રસોઈ કરીને જમાડશે.*

બસ મારે તો *એક ઓફ લાઈન "માં" જોઈએ.*

આટલું વાંચતા *મોનીટરના હીંબકા પુરા કલાસમાં સંભળાય* રહયા હતાં.

દરેક *વિદ્યાર્થીની આંખોમાં ગંગા જમુના વહેતી* હતી.

આ *આજના જમાનામાં "મોબાઈલ" પ્રત્યે "અત્યંત પ્રેમ રાખનાર માતા-પિતા" ને "સમજવાલાયક ધટના".*

ભાઇ, હું ભણેલો હોત ને, તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત.

એક મંદિર હતું.

એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.
આરતી વાળો,
પુજા કરવાવાળો માણસ,
ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો...

ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય, કે એને ભાન જ રહેતુ નહીં.

ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસ ના ભાવ નાં પણ દર્શન કરતા. એની પણ વાહ વાહ થતી...

એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયું, અને નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યું, કે આપણા મંદિરમાં *કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને છુટા કરી દો.*

પેલા ઘંટ વગાડવાવાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે 'તમારો આજ સુધીનો પગાર લઈ લો, ને હવેથી તમે નોકરી પર આવતા નહીં.'

પેલાએ કહ્યું, "સાહેબ ભલે ભણતર નથી, પરંતુ મારો ભાવ જુઓ!"

ટ્રસ્ટી કહે, "સાંભળી લો, તમે ભણેલા નથી, એટલે નોકરી માં રાખવામાં આવશે નહીં..."

બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા. પણ આરતીમાં આવતા લોકોને પહેલા જેવી મજા આવતી નહી. ઘંટ વગાડવાવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી.

થોડાં લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા. એમણે વિનંતી કરી કે 'તમે મંદિરમાં આવો.'

એ ભાઈએ જવાબ આપ્યો, "હું આવીશ તો ટ્રસ્ટી ને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે. માટે હું આવી શકીશ નહીં."

ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે 'મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ. ત્યાં તમારે બેસવાનું. અને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનું. બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરુર છે..."

હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે એક માંથી સાત દુકાન ને સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ.

હવે એ માણસ મર્સીડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો.

સમય વિત્યો. આ વાત જુની થઈ ગઈ.

મંદિરનુ ટ્રસ્ટ ફરીથી બદલાઈ ગયું.

નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરુર હતી.

મંદિરના નવા ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે સહુ પહેલાં આ મંદિરની સામેની ફેક્ટરી માલીક ને પહેલા વાત કરીએ...

ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા. સાત લાખ નો ખર્ચો છે, એવું જણાવ્યું.

ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો. ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કહ્યું, "સાહેબ સહીં તો બાકી છે."

માલિક કહે, "મને સહીં કરતા નથી આવડતું. લાવો અંગુઠો મારી આપું, ચાલી જશે..."

*આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે, "સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો. જો ભણેલા હોત તો ક્યાં હોત...!!!"*

તો પેલા શેઠે હસીને કહ્યું,
*"ભાઇ, હું ભણેલો હોત ને, તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત."*

*સારાંશ:*
કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી *લાયકાત* તમારી *ભાવનાઓ*થી જ નક્કી થાય છે. ભાવનાઓ *શુદ્ધ* હશેને, તો *ઇશ્વર* અને *સુંદર ભવિષ્ય* ચોક્કસ તમારો સાથ આપશે.