26 May 2015

સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!


-અળસીમાં સેક્સ સમસ્યાથી લઈને ડાયાબિટીસ, દમ, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, કેન્સર જેવા તમામ ઘાતક રોગોને દૂર રાખવાની ક્ષમતા રહેલી છે
અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. આ બીજ હૃદયને માટે હિતકારી છે. તે કેન્સરનો સામનો કરવાની શક્તિ આપે છે અને આપણી સામાન્ય તંદુરસ્તીને જાળવે છે. આ બીજ શરીરના પ્રત્યેક કોષને પોષણ આપે છે. છે. આ બીજનું તેલ પણ અનેક રીતે ઉપયોગી છે. અળસીના બીજને અંગ્રેજીમાં ફ્લેક્સ સીડ્સ કે લીનસીડ્સના નામે ઓળખવામાં આવે છે. અળસીનું રોજ સેવન કરવાથી તમે અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. અળસીમાં ઓમેગા-3 હોય છે જે આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.
ભોજન બાદ માવા મસાલા મસળતાં લોકોએ અળસી ખાવાની આદત પાડવી જોઈએ. અળસી અનાજના વેપારી કે કરિયાણાની દુકાને સરળતાથી મળી રહે છે. માંસાહારીઓને તો ઓમેગા 3 માછલીમાંથી મળી શકે છે પણ શાકાહારીઓ માટે અળસીથી સારો બીજો કોઇ સ્રોત નથી.જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો.
અળસીના બીજમાં રહેલા ગુણો અને પોષક તત્ત્વો નીચે દર્શાવ્યા પ્રમાણે છે
ઓમેગા-૩ ફેટી-એસિડ્સ
આલ્ફા-લીનોલેનિક એસિડનો તે સારો સ્રોત છે. શરીરને આ એસિડની જરૂર હોય છે, પરંતુ તેને તે જાતે બનાવી શકતું નથી. આ એસિડમાંથી શરીર ઓમેગા-૩ ફેટી-એસિડ્સ જેવા જરૂરી તત્વો બનાવે છે.
શાકાહારીઓ કે જેઓ માછલી કે માછલીનું તેલ નથી ખાઈ શકતા તેઓ માટે અળસીનાં બીજ કે તેનું તેલ ખૂબ સારો વિકલ્પ છે.
લીગ્નન્સ અને ફાઈબર-પ્રોટીન
અળસીનાં બીજમાં લીગ્નન્સ અને રેસાં સારા પ્રમાણમાં રહેલા હોય છે. આખા બીજમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય પ્રકારના રેસાં હોય છે. પ્રોટીનનું પ્રમાણ પણ તેમાં સારું હોય છે.
ખનિજ તત્ત્વો અને વિટામિન્સ
અળસીના બીજમાં ફોલિયેટ, વિટામિન બી-૬, વિટામિન ‘ઈ’ અને બીજાં ફીનોલિક કમ્પાઉન્ડ્સ હોય છે. ઉપરાંત તેમાં કેલ્શિયમ, લોહ, મેગનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને જસત જેવા ખનિજ તત્ત્વો સારા પ્રમાણમાં હોય છે.
અળસીનાં બીજ આખા સ્વરૂપે, પાઉડર સ્વરૂપે કે તેલ સ્વરૂપે (કેપ્સ્યૂલમાં પણ) ઉપલબ્ધ છે. આખા બીજ કે પાઉડરમાં બધાં જ તત્વો હોય છે, પરંતુ તેના તેલમાં રેસાંની ખામી હોય છે. તમે તેને આખા કે પાઉડર સ્વરૂપે બજારમાંથી ખરીદી શકો છો. આખા બીજ પાઉડરની તુલનાએ લાંબો સમય સારા રહે છે.
આ બીજને સૂર્યપ્રકાશથી દૂર રાખવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી તેને ઘેરા રંગની બોટલ કે કંટેનરમાં રાખો. ફ્રીજમાં તે સારા રહે છે. પાઉડરને પણ ફ્રીજમાં રાખી શકાય છે.
બીમારી અનુસાર અળસીનું સેવન-
– જો તમને ખાંસી છે તો અળસીની ચા પીવો. પાણીને ઉકાળી તેમાં અળસીનો પાવડર નાંખી ચા તૈયાર કરો. આનું દિવસમાં બે-ત્રણવાર સેવન કરો.
– દમના રોગીએ એક ચમચી અળસીના પાવડરને અડધા ગ્લાસ પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખી સવાર-સાંજ ગળીને પીવું, રાહત મળશે.
– ડાયાબીટિઝના દર્દીઓએ 25 ગ્રામ અળસી ખાવી જોઇએ. તેઓ દળેલી અળસીને લોટમાં મિક્સ કરી રોટલી બનાવીને ખાઇ શકે છે.
– કેન્સરના રોગીઓને 3 ચમચી અળસીના તેલને પનીરમાં મિક્સ કરી તેમાં સૂકા મેવા નાંખી આપવું જોઇએ.
-અળસીના સેવન દરમિયાન પાણીનું સેવન વધારે કરવું. કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જેનાથી તરસ વધુ લાગે છે.
– જો તમે સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવ.
– રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ધટે છે.
alshi1
કઈ રીતે કરી શકાય અળસીનો ઉપયોગ
અળસીનાં બીજનો પૂરો લાભ મેળવવા માટે નિષ્ણાતો તેનો પાઉડર સ્વરૂપે ઉપયોગ કરવાની સલાહ આપે છે. આખા બીજ સખત અને ચાવવા અઘરા હોય છે. પાઉડર સ્વરૂપને પચાવવું સરળ હોય છે. સારી રીતે ચાવ્યા વિના ખાધેલા બીજ પચ્યા વિના મળ સાથે બહાર નીકળી જાય છે. જેથી બીજને ગ્રાઈન્ડરમાં વાટીને બોટલમાં ભરીને ફ્રીજમાં રાખવા.
– કચુંબર કે દહીંમાં અળસી-બીજનો પાઉડર ઉમેરીને ખાઓ.
-બ્રેકફાસ્ટ-કોર્ન ફ્લેક્સ પર પાઉડર છાંટીને ખાઓ.
– રાંધેલા શાકમાં પણ આ પાઉડર ઉપરથી ઉમેરીને ખાઈ શકાય છે.
– બ્રેડ, મફીન કે કેકની ઉપર આ પાઉડર છાંટી શકાય છે.
– સ્મૂધીઝ કે સ્નેક્સમાં આ પાઉડર નાખો.
– અળસીના તેલમાં સમાન ભાગનું ઓલિવ ઓઈલ તેમ જ થોડો લીંબુનો રસ મેળવીને સલાડ-ડ્રેસિંગ બનાવો.
અળસીનું તેલ પણ ગુણકારી છે-
અળસીના તેલમાં પણ ગુણોની ભરમાર છે. જો ત્વચા બળી જાય તો અળસીનું તેલ લગાવવાથી દર્દ અને બળતરામાંથી રાહત મળે છે. તેમાં વિટામિન ઈ હોય છે. કુષ્ઠ રોગીઓએ તેનું સેવન કરવું જોઇએ. ત્વચાને લાભ થશે.
અળસીના તેલ અને બીજમાં અસંખ્ય ગુણો રહેલા છે. આ ગુણો આપણા નખ, વાળ, ત્વચાથી માંડીને હૃદયને લાભ આપે છે. તેમાં ઊંચું કોલેસ્ટેરોલ, ઊંચું બી.પી., હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર, મેનોપોઝની સમસ્યાઓ, દાહ-બળતરા, આર્થ્રાઈટિસ, સ્મૃતિલોપ અને સૂકી આંખો જેવી સમસ્યાઓનો સામનો કરવાના ગુણો રહેલા છે.
તે ઇમ્યુન સિસ્ટમને ઉત્તેજન આપે છે અને વજન જાળવવામાં મદદ કરે છે. બીજમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ અને ઊંચી માત્રાના રેસાં ડાયાબિટીસ સામે રક્ષણ આપવામાં ઉપયોગી છે. વર્ષોથી આ બીજ કબજિયાતને દૂર કરવા માટે વપરાતા આવ્યા છે.
સ્વાસ્થ્યને સુધારવાનું કામ તે કેવી રીતે કરે છે તે જોઈએ
કોલેસ્ટેરોલને દૂર કરીને હૃદયરોગ સામે રક્ષણ આપે છે. તેમાંનું ઓમેગા-૩ ફેટી એસિડ હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તે નીચે દર્શાવ્યા પ્રમાણે કાર્ય કરીને લાભ આપે છે.
– બી.પી.ને નીચું રાખે છે.
– કુલ કોલેસ્ટેરોલ અને હાનકિરાક કોલેસ્ટેરોલને ઘટાડે છે.
– રક્તમાંના ટ્રાઈ ગ્લિસરાઈડ્સને નીચા લાવે છે.
– નસોમાં છારીની જમાવટ અને નસોની સખત થવાની ક્રિયાને રોકીને હાર્ટ-એટેક કે સ્ટ્રોકના જોખમને ઘટાડે છે.
– નસોમાં ક્લોટિંગની પ્રક્રિયાને ધીમી પાડે છે.
– રક્તને પાતળું બનાવે છે અને પરિભ્રમણને સુધારે છે.
કેન્સર સામે રક્ષણ
પ્રયોગશાળામાં થયેલા અભ્યાસના તારણો દર્શાવે છે કે, અળસીના બીજનું સેવન હોર્મોનને કારણે થતાં પ્રોસ્ટેટ, કોલન (મોટું આંતરડું) અને મેલાનોમા (ત્વચાનું કેન્સર) જેવા કેન્સરની શરૂઆત અને વૃદ્ધિને રોકવાના ગુણો ધરાવે છે.
સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સુધારે છે
– અળસીના બીજમાં રહેલા લીગ્નન્સ એ વાસ્તવમાં વનસ્પતિજન્ય ઇસ્ટ્રોજન છે. જે બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડવાનો ગુણ ધરાવે છે. આ ફાઈટો ઇસ્ટ્રોજન શરીરના ઇસ્ટ્રોજનની જેમ વર્તીને લાભ આપે છે.
– અળસીના બીજનું નિયમિત સેવન મેનોપોઝ સાથે સંકળાયેલી નાઈટ-સ્વેટ્સ, ડિપ્રેશન, મૂડ-સ્વીન્ગ્સ અને હોટ-ફ્લશીસ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
મગજને પોષણ આપે છે
– અળસીના બીજમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ યાદશક્તિને સુધારે છે, મજ્જાતંતુઓના કોષોની વચ્ચેના સંદેશા-વ્યવહારને સુધારીને મગજને તીક્ષ્ણ અને હોશિયાર બનાવે છે.
– તેનું નિયમિત સેવન ડિપ્રેશન, સ્મૃતિભ્રંશ, માનસિક તકલીફો અને અલ્ઝાઈમર્સ-ડિસીઝને દૂર રાખે છે. સૌંદર્યને વધારે છે
– અળસીના બીજનું સેવન ત્વચાને તંદુરસ્ત બનાવે છે, વાળની વૃદ્ધિને ઉત્તેજન આપે છે તેમ જ નખને સ્વસ્થ, સુંદર રાખે છે.
– ત્વચાને ભેજ આપીને તાજગીસભર બનાવે છે.
– નખને તૂટવાથી કે તિરાડ પડવાથી બચાવે છે.
– માથાની ત્વચાની શુષ્કતા અને ખોડા સામે રક્ષણ આપે છે.
દાહ-બળતરાનો સામનો કરવાની શક્તિ આપે છે
– આર્થ્રાઈટિસ, ગાઉટ જેવી બીમારીઓમાં અળસીનું તેલ રાહત આપે છે. દમ, ઓસ્ટિયો-આર્થ્રાઈટિસ અને રૂમેટોઈડ આર્થ્રાઈટિસ જેવી દાહજન્ય તકલીફોમાં તેનું ઓમેગા-૩ રાહત આપે છે.
– સાંધાના દુખાવાની તીવ્રતાને ઘટાડે છે.
ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે
– અળસીના બીજ શરીરમાં રક્ત શર્કરાના પ્રમાણને જાળવવામાં મદદ કરે છે. સંશોધનોમાંથી જાણવા મળ્યું છે કે, અળસીના બીજમાંથી બનાવેલી બ્રેડનું નિયમિત સેવન રક્ત શર્કરાના પ્રમાણને ઘટાડે છે.
વજન ઉતારવામાં ઉપયોગી છે
ઓછા કાર્બોહાઈડ્રેટ્સ, વધારે રેસાં અને ઓમેગા-૩ ફેટ્સ જેવા ગુણો અળસીના બીજને વજન ઉતારવા કે જાળવવા માટે આદર્શ આહાર બનાવે છે. રેસાં ભૂખ સંતોષાવાની લાગણી ઉત્પન્ન કરે છે. તેથી વારંવાર ખાવાની ઇચ્છા થતી નથી.
કબજિયાતને દૂર કરે છે
અળસીના બીજના પાઉડરનું નિયમિત સેવન કબજિયાતને દૂર કરે છે. તેનું સેવન કરતી વખતે અને તે પછી પણ પાણી પીવું જરૂરી છે. જે કબજિયાતને દૂર કરવામાં મદદરૂપ બને છે.
અન્ય ઉપચારો
સ્ક્રબ : અડધા કપ જેટલા વાટેલાં અળસીના બીજને ક્રીમ કે દૂધ સાથે મેળવીને પેસ્ટ બનાવો. રોજ આ સ્ક્રબને ત્વચા પર ઘસો. તેનાથી ત્વચા નરમ અને સુંવાળી બનીને શુષ્કતા દૂર થશે.
મોઈશ્ચરાઈઝર : બ્લેન્ડરમાં ચાર ચમચી અળસીના બીજનો પાઉડર, ચાર ચમચી તાજી મલાઈ, એવાકોડોની એક ચીર અને એક ચમચી મધ લઈને મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા, ડોક અને હાથ પર લગાવો. આ પેસ્ટ તમારી ત્વચાને ભીનાશ આપીને કરચલીઓ દૂર કરશે. થોડા સમય પછી હૂંફાળા પાણીથી ત્વચાને ધોઈ લો.
ટોપિકલ ક્રીમ : અળસીના બીજનું તેલ દાઝ્યાના નિશાન, ખીલ તેમ જ ખરજવામાં રાહત આપે છે. રુઝાવાની પ્રક્રિયાને તે વેગ આપે છે.
– ત્વચા પરના મસાને દૂર કરવા માટે આ પ્રમાણે કરો. અળસીના બીજના પાઉડરમાં અળસીનું તેલ અને મધ મિક્સ કરો. આ મિશ્રણને રોજ મસા પર લગાવો. થોડા દિવસમાં મસો ખરી પડશે.
– માથાની સૂકી ત્વચાને સ્વસ્થ બનાવવા અળસીના બીજના તેલનું માલિશ કરો. પંદર મિનિટ પછી વાળ ધોઈ નાખો. ઓમેગા-૩ ચરબી અને વિટામિનો માથાની ત્વચાને ભેજ અને પોષણ આપીને વાળને ગાઢા બનાવશે.
– સંધિવા કે આર્થ્રાઈટિસના દુખાવામાં અળસીના બીજ ઉપયોગી છે. અળસીના બીજના પાઉડરમાં પાણી મેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દુખાવાવાળા ભાગ પર લગાવીને તેના પર કપડું ઢાંકી દો. ત્રણ-ચાર કલાક બાદ કપડું હટાવીને તે ભાગ ધોઈ નાખો.
આટલું ધ્યાન રાખો
– અળસીના બીજનું સેવન કરો ત્યારે પાણી વધારે પ્રમાણમાં પીઓ.
– વાટેલા બીજને પંદરેક દિવસમાં વાપરી નાખો જેથી તે ખોરા ના થઈ જાય.
– કોઈ રોગની દવા લેતાં હોવ તો અળસીના બીજ લેતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ લઈ લો.
-જેઓ હોર્મોન-થેરપી કરતાં હોય તેઓએ વ્યાવસાયિકના માર્ગદર્શન હેઠળ જ અળસીના બીજ ખાવા જોઈએ. અળસીના બીજ હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર કરી શકે છે.
-સગર્ભા કે પ્રસૂતા સ્ત્રીઓએ અળસીના બીજનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.
– દવાઓની સાથે અળસીના બીજનું સેવન દવાઓના શોષણ પર વિપરિત અસર કરી શકે છે. તેથી બંનેના સેવન વચ્ચે એકાદ કલાકનો ગાળો રાખો.
– રક્તસ્રાવની સમસ્યા ધરાવતાં લોકોએ અળસીના બીજનું સેવન ના કરવું જોઈએ.
માન્યતા –
કેટલાક લોકોનું માનવું છે કે અળસી ગરમ હોય છે માટે ગરમીની ઋતુમાં તેનું સેવન ન કરવું જોઇએ. પણ આ એક માત્ર ભ્રમ છે. અળસી તમે કોઇપણ ઋતુમાં ખાઇ શકો છો. તે ગરમ નથી હોતી. બની શકે કે શરૂઆતમાં તમને તેના સેવનથી પાળતા ઝાડા થાય પણ તેનાથી ગભરાવાની જરૂર નથી. થોડા સમયમાં બધુ સુવ્યવસ્થિત થઇ જશે.
દરરોજ જમીને એક ચમચી અળસી ખાવી જોઈએ અને આખા દિવસમાં વધુમાં વધુ ત્રણ ચમચી અળસી ખાઈ શકાય. વધુ પ્રમાણમાં નહી.