27 May 2015

લાઈફમાં ક્યારેય કોઈને પ્રેમ કર્યો હોય તો આગળ વાંચજો !!


=========================================
એક નાનુ એવુ રૂડું રૂપાળું પંખી બગીચામાં ખિલેલા એક સફેદ ફુલ પર જ ઉડ્યા કરતું હતું. ફુલે પંખીને પુછ્યુ કે તું કેમ મારી આસપાસ જ ઉડ્યા કરે છે . પંખીએ હસતા હસતા કહ્યુ કે ખબર નહી કેમ પણ તારાથી દુર જવાની મને ઇચ્છા જ નથી થતી મને બસ એમ જ થાય છે કે હુ તને એક ક્ષણ પણ મારી નજરથી દુર ન કરું.
ફુલને થયુ કે આ તો સાલું માથે પડ્યુ છે અને મારો પીછો મુકે તેમ લાગતું નથી. મારે કોઇ ઉપાય કરીને આને મારાથી દુર કરવું જ પડશે. એણે પંખીને કહ્યુ કે તું કાયમ મારી સાથે રહેવા ઇચ્છે છે ? પંખી આ સાંભળીને એકદમ આનંદમાં આવી ગયુ એવું લાગ્યુ જાણે કે આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધુ. એણે તો તુરંત જ કહ્યુ કે હા હુ કાયમ તારી સાથે જ રહેવા માંગું છું.
ફુલે કહ્યુ કે જો હું અત્યારે સફેદ છુ જ્યારે હું લાલ થઇ જઇશ ત્યારે આપણે બંને કાયમ માટે એક થઇ જઇશું. આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યુ અને ગાવા લાગ્યુ. ફુલ વિચારમાં પડી ગયુ કે હુ તો સફેદ છુ લાલ તો થવાનું જ નથી આ તો આનો પીછો છોડાવવા માટે મે આમ કહ્યુ પણ આતો એવું માની બેઠુ લાગે છે કે હું લાલ થઇ જઇશ એની બુધ્ધિ કામ કરતી બંધ થઇ ગઇ લાગે છે.
પેલા ફુલની આસપાસ ખુબ કાંટા હતા પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરિરને કાંટા સાથે અથડાવવાનું શરુ કર્યુ પંખીના શરિરમાંથી લોહીના છાંટા ઉડીને ફુલ પર પડવા માંડયા અને ફુલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું.
થોડી વારમાં પંખીનું આખુ શરિર વિંધાય ગયુ અને પેલુ સફેદ ફુલ લાલ થઇ ગયુ. ફુલને હવે સમજાયુ કે પંખી એને કેટલો પ્રેમ કરે છે !!!!!!! એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચુ નમ્યુ અને કહ્યુ કે દોસ્ત મને માફ કરજે હું તો તારા પ્રેમને મજાક સમજતો હતો પણ મને હવે તારો પ્રેમ સમજાય છે અને અનુભવાય પણ છે. હુ પણ તને પ્રેમ કરું છું દોસ્ત ........ફુલ સતત બોલતું જ રહ્યુ પણ સામે કોઇ જ જવાબ ન મળ્યો ત્યારે ફુલને સમજાયુ કે હવે ઘણું મોડું થઇ ગયુ છે.
આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે કોઇ આપણને ખરા દીલથી ચાહતું હોય છે અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ .....જાળવજો .....સંભાળજો .........ક્યાંક પ્રેમનો સ્વિકાર કરવામાં મોડું ન થઇ જાય !!!!!