26 May 2015

નોકરી મેળવવા ઈન્ટરવ્યુ પહેલાં આટલી તૈયારી કરી લો…!!!


તમને નોકરી આપવાની કોઈ ના નહીં પાડી શકે
– કેટલીક એવી ટિપ્સ જે અણધારી સફળતા અપાવે છે.
interview1

ઇન્ટરવ્યુમાં તમારી છબી જ તમને જોબ અપાવવામાં સહાયક સાબિત થાય છે. પરંતુ ઘણી વાર આપણે ઇન્ટરવ્યુ દરમ્યાન નાની-નાની ભૂલો કરી નાખીએ છીએ જે આપણને નોકરી માટે અયોગ્ય બનાવવાનું કારણ બને છે. કેટલીક એવી ટિપ્સ છે કે જેનો તમે અમલ કરશો તો તમારૂ ઇન્ટરવ્યુ ઘણુ શાનદાર થઈ શકે છે.
કંપની વિશે રિસર્ચ
 જે કંપનીમાં તમે નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો તેના વિશે જેટલી પણ જાણકારી એકઠી કરી શકો તેટલી કરી લો. જેમ કે કંપનીનું ઉત્પાદન કે સર્વિસ વિશે, કંપનીના ગ્રોથ વિશે. કંપનીની વેબસાઈટ પરથી જરૂરી જાણકારી મેળવી લો.
જવાબોની તૈયારી
 ઇન્ટરવ્યુ દરમ્યાન કેટલા સવાલો એવા હોય છે જેને પૂછવાની પોસિબિલિટી સૌથી વધારે હોય છે, જેમ કે પહેલાં ક્યાં નોકરી કરી હતી કે તમારી પાસે કેટલો તેમજ કેવો અનુભવ છે કે તમારા વિશે કંઈક જણાવો વગેરે… આ પ્રશ્નો સિવાય કેટલાક ટેક્નિકલ સવાલ પણ હોઈ શકે છે જેનો સંબંધ તમારા ભણતર સાથે હોય છે. આ સવાલોના જવાબ પહેલેથી જ તૈયાર કરી લો. યાદ રાખો કે ઇન્ટરવ્યુમાં તૈયારી વગર ક્યારેય પણ ન જાઓ.
ચેક લિસ્ટ બનાવો
 ઇન્ટરવ્યુ દરમ્યાન સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ, સર્ટિફિકેટ જેવાનું ચેક લિસ્ટ બનાવીને રાખો. ઘણી વાર ઇન્ટરવ્યુમાં પ્રેજેંટેશન પણ આપવું પડે છે. તેવામાં આ પ્રેજેંટેશનને પહેલેથી જ સીડી કે પેન ડ્રાઈવમાં જરૂરથી રાખી લો.
સમયથી પહેલા પહોંચી જાવ
 ઇન્ટરવ્યુના સ્થળે સમય કરતા વહેલા પહોંચી જાવ. શક્ય હોય તો અડધો કલાક વહેલા જાઓ જેથી તમે તે માહોલમાં તમારી જાતને સારી રીતે સેટ કરી શકો. જેનાથી ઇન્ટરવ્યુ દરમ્યાન નર્વસ ના થવાય.
પોઝિટિવ રહો
 મનમાં એવો કોઈ ડાઉબ્ટ બિલકુલ ના રાખો કે તેમે ઇન્ટરવ્યુ સારુ નહીં આપી શકો. પોઝિટિવ એપ્રોચ બનાવેલો રાખો.
interview
કપડાનું સિલેક્શન
 સામાન્ય રીતે ઇન્ટરવ્યુ દરમ્યાન ફોર્મલ કપડાં જ પસંદ કરવામાં આવે છે. આ વાતનું ધ્યાન રાખો કે તમે પહેરેલું બધુ નહીં, પરંતુ ઘણું બધુ છે. જે તમારી પર્સનાલિટીને સૂટ થાય, એવા જ ફોર્મલ કપડાં સિલેક્ટ કરો.
ખુશ મિજાજી
 તમારું ખુશ મિજાજી રહેવું ઇન્ટરવ્યુ દરમ્યાનના માહોલને ઘણુ ખુશનુમાં બનાવી દેશે. આ ઉપરાંત તમારું મધુર હાસ્ય, હાથ મળાવવાની રીત, આંખો પણ તમારી પર્સનાલિટીનો ભાગ છે અને જો તેનો ઉપયોગ તમે યોગ્ય રીતે કરી દીધો તો તમારી ઈમ્પ્રેશન ઘણી સારી પડી શકે છે.
વચ્ચે ના ટોકો
 ઘણીવાર જોવા મળ્યું છે ઇન્ટરવ્યુ પેનલમાં મેમ્બર્સ એકથી વધારે હોય છે. મેમ્બર્સ એક બાદ એક સવાલો પૂછે છે. આ વાતનું ધ્યાન જરૂર રાખો કે તમે તમામ સભ્યોએ દ્રારા કરવામાં આવેલ સવાલનો જવાબ આપે અને ક્યારેય ઇન્ટરવ્યુ લેનારને વચ્ચે ના ટોકો.
ફરિયાદ ન કરો
 ઇન્ટરવ્યુમાં આ વાતનું ધ્યાન જરૂર રાખે કે જો તમે કોઈ નોકરી મુકીને આવ્યા છો, તો તે ઓર્ગેનાઈજેશન વિશે ખરાબ ક્યારેય ન બોલો.
ઇન્ટરવ્યુ પુરું થયા બાદ ઇન્ટરવ્યુ બોર્ડનો આભાર માનવો ક્યારેય ભૂલશો નહીં.
interview
Courtesy: Gujarat Samachar
કોઈ પણ નોકરી માટે આપણે સૌથી પહેલા પોતાની જાતને સંપૂર્ણ તૈયાર કરવી પડતી હોય છે. પરંતુ ઇન્ટરવ્યૂમાં પણ સારો દેખાવ કરવો જરૂરી છે. કારણ કે ઇન્ટરવ્યૂ દ્વારા જ આપણી નોકરીનું ભાવિ નક્કી થતું હોય છે. ઇન્ટરવ્યૂમાં આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આઈકોન્ટેક્ટ બનાવો
 ઇન્ટરવ્યૂમાં આઈ કોન્ટેક્ટ ખૂબ મહત્વની બાબત છે. તમારી આંખો ઇન્ટરવ્યૂ લેનાર પર ટકાવી રાખો. આડુંઅવળું કે બીજે ક્યાંય જોવાથી તમારો વિશ્વાસ ડગી જશે. એટલે આઇકોન્ટેક્ટ જાળવી રાખો.
ડ્રેસિંગનો ખ્યાલ રાખો
 ઇન્ટરવ્યૂ દરમિયાન ડ્રેસિંગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડાર્ક કલરના કપડાં પહેરી શકાય પરંતુ પેટર્ન બોલ્ડ ના હોવી જોઈએ. તમારી ડ્રેસિંગ સેન્સ સાદી અને સરળ હોવી જોઈએ.
મેકઅપ કરો
 ઇન્ટરવ્યૂ પહેલા એકઅપ કરવો જરૂરી છે જેનાથી આપ ફ્રેશ દેખાશો. હેરસ્ટાઈલ પર સૌથી વધારે ધ્યાન આપવું જરૂરી છે.
સાથે ન રાખો મોબાઈલ ફોન
 ઇન્ટરવ્યૂ સમયે સ્માર્ટ કે સાદો ફોન પાસે કે હાથમાં ન રાખવો જોઈએ. ઇન્ટરવ્યૂ સમયે ફોન તમારું ધ્યાન ભટકાવી શકે છે. વળી ફોન સાથે હોય અને ઇન્ટરવ્યૂ દરમિયાન રીંગ વાગે તો તેની ખરાબ અસર પડતી હોય છે.
Courtesy: Sandesh