21 May 2015

સમાસ એટલે શું ?

સમાસ
➡સમાસ એટલે શું ?
બે કે વધુ પદો જોડાઇને એક પદ કે એકમ બને ત્યારે તે પ્રક્રિયાને ‘સમાસ’ કહેવામાં આવે છે.
➡સમાસનો વિગ્રહ કોને કહેવાય ?
સમાસનો વિગ્રહ એટલે સમાસમાં બંને પદને એમની વચ્ચેના અને એમના વાકય સાથેના સંબંધો વ્યકત થાય એ રીતે છૂટાં પાડવાં,
વિગ્રહ કરતી વખતે એ પદો વચ્ચે સંબંધ બતાવવા વિભકિતના પ્રત્યયો/અનુગ/નામયોગીઓ મુકવામાં આવે છે.
➡����સમાસના પ્રકાર����
દ્વન્દ્વ સમાસ
 તત્પુરુષ સમાસ
 કર્મધારય સમાસ
 બહુવ્રીહી સમાસ
 મધ્યકપદલોપી સમાસ
 ઉપપદ સમાસ
➡દ્વન્દ્વ સમાસઃ
 દ્વન્દ્વ સમાસનો વિગ્રહ પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે‘અને’મૂકીને થાય તો તેને ‘ઈતરેતર દ્વન્દ્વ’સમાસ કહેવાય.
⭐ઉ.દાઃઅંજળ – અન્ન અને જળ
 દ્વન્દ્વ સમાસનો વિગ્રહ કયારેક પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે‘કે’મૂકીનેપણ થાય તો તેને ‘વૈકલ્પિક દ્વન્દ્વ’ સમાસ કહૈવાય.
ઉ.દાઃ કુવોહવાડો-કુવો કે હવાડો
 તડકાછાંયા
 હળવેહળવે
 હ્રષ્ટપુષ્ટ
 હારજીત
 જયપરાજય
 નવાજૂના
 વેશટેક
 માબાપ
 રાગદ્વેષ
 લાભાલાભ
 રાત દિવસ
 આપ-લે
 નિશદિન
 તારટપાલ
 જીર્ણશીર્ણ
 વીસત્રીસ
 સવારસાંજ
 શુભઅશુભ
 ચઢઉતર
 ગુરુશિષ્ય
 આબોહવા
 દસબાર
 આજકાલ
 જમણુંડાબું
➡��તત્પુરુષ સમાસઃ
આ સમાસના પદો વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે.
આ સમાસના પદોને અર્થાત્ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિના પ્રત્યય/ અનુગ /નામયોગીઓ મૂકીને વિગ્રહ કરવામાં આવે છે.
વિભકિત
 પ્રત્યય
 ઉદાહરણ
 વિગ્રહ
 કર્મતત્પુરુષ
 ને
 મરણશરણ
 મરણ ને શરણ
 કરણતત્પુરુષ
 થી/વડે
 રત્નજડિત
 રત્ન થી જડિત
 સંપ્રદાનતત્પુરુષ
 માટે
 યુદ્ધસજ્જ
 યુદ્ધ માટે સજ્જ
 અપાદાનતત્પુરુષ
 થી/માંથી
 ચિંતામુકત
 ચિંતા માંથી મુકત
 સંબંધતત્પુરુષ
 નું/ના/ની/નો
 રાષ્ટ્રધ્વજ
 રાષ્ટ્ર નો ધ્વજ
 અધિકરણતત્પુરુષ
 માં/પર/પ્રત્યે
 વનવાસ
 વન માં વાસ
⭐તત્પુરુષ સમાસના ઉદાહરણઃ
 મૃત્તિકરૂપ
 સંસારસેવક
 ચરણરજ
 કાળભર્યા
 નિત્યનિયમ
 જનવૃંદ
 પત્રવ્યવહાર
 પાદત્રાણ
 બ્રહ્મનાદ
 કાવ્યસંગ્રહ
 મિટ્ટકણ
 પૃથિવીવલ્લભ
 રામવિજય
 રંગભૂમિ
 યુધિષ્ઠિર
 પાપમુક્ત
 નરપુંગવ
 માતૃભકત
 ધ્યાનભંગ
 પ્રેમાનંદ
 નંદકુંવર
 વિદ્યાર્થીજીવન
 ગૌરવભર્યા
 ગજરાજ
 સુરાવલી
 ભૂતળ
 એકાંતવાસ
 ધ્યાનભંગ
 દર્દભર્યા
 મઢીઓટે
 કર્ણપ્રિય
 નૌકારોહણ
 વિજ્ઞાનશિક્ષક
 આબરૂ
 નર્મદાકાંઠે
 વાતાવરણ
 પાપમુકત
 ધરાતલ
 પિયરઘર
 જળધારા
 વૃંદાવન
 નામાંકિત
 માતૃભકત
 ધનુષકોડી
 માનવસેવા
 ઘરપ્રવેશ
 વનલાવરી
 જન્મજાત
 અંતર્ભાવ
 સૂત્રોચ્ચાર
 પ્રાદી તત્પુરુષ સમાસ
 જયારે સમાસના પહેલા પદમાં ઉપસર્ગ આવે ત્યારે
 તેવા સમાસને પ્રાદી તત્પુરુષ સમાસ
 અતિવૃષ્ટિ
 દુર્ગુણ
 પ્રખ્યાત
 પરાજય
 કુટેવ
 અત્યંત વૃષ્ટિ
 ખરાબ ગુણ
 વધારે ખ્યાત
 ઊલટો જય
 ખરાબ ટેબ
 નઞ તત્પુરુષ સમાસ
 સમાસ નો વિગ્રહ કરતાં પૂર્વપદ અ/અનુ/અણ/ન આવે,જેનો અર્થ નકાર થાય તેવા સમાસને નઞ તત્પુરુષ સમાસ
 અભેદ
 અનશન
 અણગમો
 નવસ્ત્ર
 ભેદ નહિ તે
 અશન નહિ તે
 ગમે નહિ તે
 વસ્ત્ર નહિ તે
➡��કર્મધારય સમાસઃ
પૂર્વપદ જયારે ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય ત્યારે કર્મધારય સમાસ બને છે.
કર્મધારય સમાસ જુદીજુદી રીતે બને છે ઉદાહરણ
 ૧
 મુખ્ય પદ વિશેષ્ય હોય અને ગૌણ પદ વિશેષણ હોયત્યારે તમને સીધી રીતે જ છૂટાં પાડવાં.
જીવનસુંદરી – જીવન રૂપી સુંદરી
 ભરસભા- ભરી સભા
 પરદેશ – બીજો દેશ
 દેહલતા –દેહ રૂપી લતા
 કાજળકાળી –કાજળ જેવી કાળી
 જ્ઞાનસાગર-જ્ઞાન રૂપી સાગર
 શબ્દપ્રમાણ-શબ્દ એ જ પ્રમાણ
 વિષયાન્તર- અન્ય વિષય
 ઘનશ્યામ – ઘન જેવું શ્યામ
 નરસિંહ – સિંહ જેવો નર
 નવયુગ- નવો યુગ
 મહોત્સવ – મહા ઉત્સવ
 વૃદ્ધાવસ્થા –વૃદ્ધ એવી અવસ્થા
 જ્ઞાનમાત્ર – માત્ર જ્ઞાન
 ભાષાંતર – બીજીભાષામાં રૂપાન્તર
 ૨
 મુખ્ય પદ ઉપમેય હોય ગૌણ પદ ઉપમાન હોયત્યારે ઉપમાવાચક શબ્દ ઉમેરવો
 ૩
 મુખ્ય પદ વિશેષણ હોય અને ગૌણ પદ ઉપમાન હોય
 ત્યારે પણ ઉપમાવાચક શબ્દ મૂકીને વિગ્રહ કરવો.

 મુખ્ય પદ જાતિ વાચક સંજ્ઞા હોય અને ગૌણ પદ
 વ્યકિતવાચક સંજ્ઞા હોય ત્યારે તેનો વિગ્રહ‘એ જ‘ઉમેરીને કરવો,

 કર્મધારય સમાસમાં વિશેષણ તરીકે કામ કરતાં પદ
 તરીકે ‘ન’‘ના’ જેવાં નિષેધવાચક પદો પણ આવે છે.

 કોઇ વાર વિશેષ્ય પદ પહેલું હોય તો તેને બીજું મૂકવું.
➡��મધ્યમપદલોપી સમાસ
આ સમાસમાં પૂર્વપદ અને
 ઉત્તરપદ વચ્ચેથી એક કે વધુ
 પદોનો લોપ થયોહોય જે
 વિગ્રહ વખતે ઉમેરવા પડે
 છે તેને મધ્યમપદલોપીસમાસ
 કહે છે.
દવાખાનું-દવા મેળવવા માટેની જગ્યા
 સિંહાસન-સિંહની આકૃતિવાળું આસન
 દીવાદાંડી –દીવો બતાવતી દાંડી
 ઘોડાગાડી-ઘોડા વડે ચાલતી ગાડી
 વર્તમાનપત્ર- વર્તમાન સમાચાર આપતું પત્ર
 ધર્મક્ષેત્ર –ધર્મ આચરવાનું ક્ષેત્ર
 લોકવાયકા –લોકોમાં પ્રચલિત વાયકા
 વરાળયંત્ર –વરાળથી ચાલતું યંત્ર
➡��બહુવ્રીહી સમાસ
જે સમાસનાં બન્ને પદ વચ્ચે વિશેષણ-
વિશેષ્યનો વિભકિતનો અથવા ઉપમાન-
ઉપમેયનો સંબંધ હોય,અને સમસ્ત પદ
 બીજા કોઇ પદના વિશેષણ તરીકે વપરાતું
 હોય ત્યારે …
દશાનન- દશ છે આનન(મુખ)જેને તે
 ત્ર્યમ્બક- ત્રણ છે અમ્બક(નેત્ર) જેને તે
 ગજાનન – ગજના જેવું આનન(મુખ) જેનું તે
 ક્ષણભંગુર- જેનો ક્ષણમાં નાશ થાય છે તે
 દમોદર –દામન(દોરડું)છે જેનો ઉદર પર તે
 ધર્મનિષ્ઠ –ધર્મમાં જેની નિષ્ઠા છે તે
 હતાશ – જેની આશા હત(ખતમ) થઇ છે એવો
 સધવા- ધવ(પતિ) સહિત
 સહકુટુંબ – કુટુંબ સહિત
 સહોદર – સમાન છે ઉદર જેનું તે
 અપાર –જેનો પાર નથી તે
 અનંત – જેને અંત નથી તે
 નક્ષત્રી – નથી ક્ષત્રિયો જેમાં એવી
 નમાયો – જેને મા નથી એવો
 અબળા – જેનામાં બળ નથી તે
 ચોધાર – જેની ચાર ધારાઓ છે તે
 નાખુશ – નયી ખુશ જે તે
 બળભાગિયો – મોટું છે ભાગ્ય જેનું તે
 નિરક્ષર – નથી અક્ષરનું જ્ઞાન જેનેતે
 બહુવ્રીહી સમાસમાં જયારે પૂર્વ પદ તરીકે
‘ન’, ‘ના’, ‘નિસ્’,‘બે’,‘બિન’,‘ગેર,‘અન્’,
હોય ત્યારે નઞ બહુવ્રીહી સમાસ કહેવાય
 છે.
પૂર્વ પ્રત્યય(પ્ર/વિ/કુ/બદ) હોય એવા
 સમાસને પ્રાદી બહુવ્રીહી સમાસ કહે છે
 પૂર્વ પદમાં સાથે કે સમાસનો અર્થ
 બતાવનાર ‘સ’ કે ‘સહ’આવે એવા બહુવ્રીહી
 સમાસને ‘સહ બહુવ્રીહી’કહેવામાં આવે છે.
➡��ઉપપદ સમાસ
આ સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે
 વિભકિત સંબંધથી જોડાયેલું હોય
 અને ઉત્તરપદ ક્રિયાધાતુ હોય તેને
’ઉપપદ’ સમાસ કહે છે.
આ સમાસનો
 વિગ્રહ વિભકિતનો અનુગ મુકીને
 ક્રિયાપદનું યોગ્ય રૂપ કરીને વિશેષ
 વાકય બનાવામાં આવે છે.
ગૃહસ્થ – ગૃહ(ઘરે) રહેનાર
 મનોહર –મનને હરનાર
 ગગનભેદી – ગગન(આકાશ)ને ભેદનાર
 પગરખું – પગનું રક્ષણ કરનાર
 પંકજ –કાદવમાં જનમનાર
 ગ્રંથકાર – ગ્રંથની રચનાકરનાર
 જીવરખું –જીવને રાખનાર
 પ્રેમદા – પ્રેમને આપનાર
 ગિરિધર –ગિરિ(પર્વત)ને ધારણકરનાર
 જહાંગીર – જહાં(પૃથ્વી)ને જીતનાર
 ભયંકર – ભય કરનાર
 ગોપાળ – ગાયોને પાળનાર
 ધર્મજ્ઞ – ધર્મને જાણનાર
 મજ્ઞ – ધર્મને જાણનાર
 પૂર્વજ – પૂર્વે જન્મ લેનાર
 ર્સ્વગસ્થ – ર્સ્વગમાં રહેનાર
 નર્મદા – નર્મ(આનંદ) આપનાર
����������