3 May 2015

PAN CARD INFORMATION

પાન કાર્ડ એક એવું કાર્ડ છે જેની પર લખેલા કોડમાં વ્યક્તિની આખી કુંડળી છુપાયેલી હોય છે. પરંતુ, શું તમે કયારેય એવું વિચાર્યું છે કે છેવટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન નંબરમાં એવું શું છુપાયેલું છે જે આપના અને આવકવેરા વિભાગ માટે જરૂરી છે. તો આવો આપને પાન કાર્ડ નંબર સાથે સંકળાયેલી સંપૂર્ણ જાણકારી આપીએ. અમે બતાવીશું કે પાન કાર્ડ પર છપાયેલા નંબરનો અર્થ શું હોય છે.પાન કાર્ડ પર કાર્ડધારકનું નામ અને ડેટ ઓફ બર્થ લખેલો હોય છે. પરંતુ પાન કાર્ડ નંબરમાં આપનીઅટક પણ હોય છે. પાન કાર્ડનો પાંચમો ડિજિટ આપની અટક દર્શાવે છે. આઇટી વિભાગ કાર્ડધારકની સરનેમને જ માને છે. જેથી નંબરમાં પણ તેની જાણકારી હોય છે. પરંતુ, ટેક્સ ડિપાર્ટમેન્ટ આ વાત કાર્ડધારકને નથી બતાવતા તેમાં તેમની આખી કુંડળી છુપાયેલી છે.આવો જાણીએ પાન કાર્ડમાં છપાયેલા દરેક નંબરનો શું હોય છે અર્થ10ડિજિટનો ખાસ નંબરપાન કાર્ડ નંબર એક 10 ડિજિટનો ખાસ નંબર હોય છે, જે લેમિનેટેડ કાર્ડના રૂપમાં આવે છે. જેનેઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એવા લોકોને ઇશ્યૂ કરે છે જે પાન કાર્ડ માટે અરજી આપે છે. પાન કાર્ડબની ગયા બાદ તે વ્યક્તિના બધા ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન ડિપાર્ટમેન્ટના પાન કાર્ડ સાથે લિંક થઇ જાય છે. જેમાં ટેક્સ પેમેન્ટ, ક્રેડિટ કાર્ડ જેવી ઘણી ફાઇનાન્સિયલ લેવડ-દેવડ ડિપાર્ટમેન્ટની નજરમાં રહે છે.આ નંબરના પ્રથમ 3 નંબર અંગ્રેજીના લેટર્સ હોય છે. આ AAA થી લઇને ZZZ સુધીના કોઇ પણ લેટર હોઇ શકે છે. તાજેતરની સિરીઝના હિસાબે તે નક્કી કરવામાં આવે છે. આ નંબર ડિપાર્ટમેન્ટપોતાના હિસાબે નક્કી કરે છે.પાન કાર્ડ નંબરનો ચોથો ડિજિટ પણ અંગ્રેજીનો એક લેટર જ હોય છે. આ પાનકાર્ડધારકનું સ્ટેટસ દર્શાવે છે. જેમાંP-એકલ વ્યક્તિF-ફર્મC-કંપનીA- AOP(એસોસિએશન ઓફ પર્સન)T-ટ્રસ્ટH- HUF(હિન્દૂ અવિભકત કુટુંબ)B- BOI(બોડી ઓફ ઇન્ડિવિઝ્યુલ)L-લોકલJ-આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સનG-ગર્વમેન્ટ માટે હોય છે.
સરનેમના પહેલા અક્ષરથી બન્યો પાંચમો ડિજિટપાન કાર્ડ નંબરનો પાંચમો ડિજિટ પણ આવો જ એક અંગ્રેજી લેટર હોય છે. આ લેટર પાનકાર્ડ ધારકના સરનામાનો પ્રથમ અક્ષર હોય છે. એ ફકત ધારક પર નિર્ભર કરે છે. મહત્વની વાત એ છે કે ફકત ધારકનું છેલ્લુ નામ જ જોવામાં આવે છે.ત્યાર બાદ પાન કાર્ડમાં 4 નંબર હોય છે. આ નંબર 0001 થી લઇને 9999 સુધી કોઇપણ હોઇશકે છે. આપના પાનકાર્ડનો આ નંબર તે સીરીઝને દર્શાવે છે. જે હાલના સમયમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ચાલી રહી છે. જેનો આખરી ડિજિટ એક આલ્ફાબેટ ચેક ડિજિટ હોય છે, જે કોઇ પણ લેટર હોઇ શકે છે.
કયાં-કયાં પાન કાર્ડ જરૂરી- પાંચ લાખ રૂપિયા કે તેથી વધુની કિંમતની સ્થિર સંપત્તિ ખરીદવા અને વેચવામાં પાન કાર્ડની જરૂર પડે છે.- વાહનનું વેચાણ કે ખરીદી પણ પાન કાર્ડની જરૂર પડે છે.- જો બેન્કમાં આપની ડિપોઝિટની રકમ 50,000 રૂપિયાથી વધારે હોય તો આ પરિસ્થિતિમાં પાન કાર્ડનું હોવું આવશ્યક છે.- પોસ્ટ ઓફિસમાં કોઇપણ પ્રકારના ખાતા (એકાઉન્ટ) ની રકમ જો 50 હજાર રૂપિયાથી વધુ હોય તો પણ તેનું હોવું આવશ્યક છે.- એક લાખ રૂપિયાથી વધુની કિંમતની વસ્તુની ખરીદી કે વેચાણ પર ડિપોઝિટની રીતે તૈયાર કરવામાં આવેલો કોન્ટ્રાકટમાં તેનો ઉપયોગ થાય છે.- કોઇપણ બેન્કમાં ખાતુ ખોલવા માટે પાન કાર્ડ જરૂરી દસ્તાવેજ માનવામાં આવે છે.- ટેલીફોન કનેકશન લગાવવા માટે અરજી ભરતી વખતે તેનો ઉપયોગ અનિવાર્ય છે. સેલ્યુલર કનેકશન માટેપણ તે જરૂરી હોય છે.- જો હોટલમાં આપનો એક દિવસનો ખર્ચ 25000 રૂપિયાથી વધારે થયો છે તો પાન કાર્ડની જરૂર પડે છે.- એક દિવસમાં 50 હજાર રૂપિયાથી વધુનો બેન્ક ડ્રાફટ, ચુકવણી ઓર્ડર કે બેન્કર ચેક રોકડમાં ખરીદવું છે તો પાન કાર્ડની જરૂર પડશે.- વિદેશની યાત્રા કરવા માટે જો તમે 25 હજાર કે તેથી વધુ કિંમતની ટિકિટ રોકડમાં ખરીદો છો તો તે સમયે પણ પાન કાર્ડની જરૂર પડશે.
આ પરિસ્થિતિઓમાં પણ છે પાનકાર્ડ જરૂરી- ટુ વ્હીલર સિવાય અન્ય કોઇ વાહનના ખરીદ-વેચાણમાં- કોઇ હોટલ કે રેસ્ટોરન્ટમાં એક વારમાં 25000 રૂપિયાથી વધુની ચુકવણી- શેરોની ખરીદી માટે કોઇ કંપનીને 50,000 રૂપિયાથી વધુની ચુકવણી- બુલિયન કે જ્વેલરી ખરીદી માટે પાંચ લાખ રૂપિયાથી વધુની ચુકવણી- પાંચ લાખ રૂપિયા કે તેથી વધુની સ્થાવર મિલકતનું ખરીદ-વેચાણ- બેન્કમાં 50 હજાર રૂપિયાથી વધુ જમા- વિદેશ પ્રવાસ સંબંધમાં 25,000 રૂપિયાથી વધુની ચુકવણી- બોન્ડ ખરીદવા માટે આરબીઆઇને 50,000 રૂપિયાથી વધુની ચુકવણી- બોન્ડ કે ડિબેન્ચર ખરીદી માટે કોઇ કંપની કે સંસ્થાને 50 હજાર રૂપિયા કે તેથી વધુની ચુકવણી- મ્યુચ્યુઅલ ફંડની ખરીદી