13 June 2015

યોગાભ્યાસ અને સ્વાસ્થ્ય(ABC OF બ્યૂટી )


યોગાભ્યાસ અને સ્વાસ્થ્ય(ABC OF બ્યૂટી )


યોગની શક્તિ
લોકો વિવિધ કારણોને લીધે યોગનો અભ્યાસ કરે છે. આધ્યાત્મિક પ્રગતિ, સારું સ્વાસ્થ્ય અને શરીરની સ્થિતિ- સ્થાપકતાથી લઇને અનેક પ્રકારના રોગોમાંથી મુક્ત થવા તેમજ શરીર- મનને સ્વસ્થ બનાવવા લોકો યોગનો આધાર લેવા પ્રેરાય છે. યોગની શક્તિ અમાપ છે.
* યોગમાં એવાં આસનો છે. જે શરીરના વિવિધ સાંધાઓ પર પ્રભાવ પાડે છે અને સાંધાઓની સ્થિતિસ્થાપકતાને સુધારે છે.
*યોગાસનો- શરીરના વિવિધ અસ્થિબંધનો (લીગામેન્ટ) અને કંડરાઓને (ટેન્ડન) કસે છે. યોગાસનો શરીરના જકડાયેલા ભાગો તેમજ ક્યારેય નહીં કસાયેલા ભાગોને કસીને તેમને સ્થિતિસ્થાપક બનાવે છે. હળવાં યોગાસનો કેટલાંક ભાગો પર પરોક્ષ રીતે પ્રભાવ પાડે છે. આ ભાગો એકમેક સાથે સંકળાયેલા હોવાથી એક પર થતી અસર બીજાં ભાગ સુધી પહોંચે છે. આ પ્રકારના આસનોમાં સ્થિતિસ્થાપકતા ઝડપથી સાધી શકાય છે.
* યોગાભ્યાસથી શરીરની અંદરની તમામ ગ્રંથિઓ અને અવયવોને માલિશ થાય છે. શરીરના વિભિન્ન ભાગો પર યોગ સર્વાંગી અસર કરે છે. અવયવોનું મર્દન તેમજ ઉત્તેજન બેવડો લાભ યોગાભ્યાસ દ્વારા મળે છે અને રોગો દૂર  થાય છે.
* સ્નાયુઓને તેમજ  સાંધાઓને હળવેથી ખેંચીને તેમજ મર્દન કરીને યોગાભ્યાસ શરીરમાં રક્તના પુરવઠાને ખૂણે ખૂણે પહોંચાડે છે. આ  કાર્ય દ્વારા  શરીરના કોષોને પોષણ મળે છે. તેમજ શરીરનો ઝેરી કચરો બહાર નીકળી જાય છે.
* યોગાભ્યાસ  શરીર અને આત્માને અસર કરે છે. તેથી તે તાણને સંપૂર્ણપણે દૂર કરે છે. પ્રાણાયામ શરીરની તમામ અશુદ્ધિઓને દૂર કરી શરીરને સુડોળ, મજબૂત અને તંદુરસ્ત બનાવે છે.
* શરીર અને મનને નિયમિત રીતે તાણમુક્ત કરવા રોજ  યોગાભ્યાસ કરો. યાદ રાખો કે તાણમુક્તની ક્રિયા એ સભાનતાપૂર્વક કરવાની ક્રિયા છે. તે સમયે અન્ય કોઈ વિચાર કરવાને બદલે મનને શાંત રાખવું જરૃરી હોય છે.
* યોગનો સંબંધ બધી જ ખેલકૂદની પ્રવૃત્તિ સાથે છે. કારણ કે યોગ એ આખા શરીરને સાંકળતી ક્રિયા છે. તે કરવાથી શરીર લવચીક બને છે અને એકાગ્રતા વધે છે.
* પેશન યોગ એ ઉત્કટતાભરેલી યોગની ક્રિયા છે. તેમાં હઠયોગ, અષ્ટાંગ યોગ તેમ જ તંત્રયોગનો સમાવેશ થાય છે.
*યોગના આ બધા જ પ્રકારોનો સમન્વય કરીને શરીરના ઉર્જાચક્રોને જાગૃત કરી શકાય છે. રક્ત પરિભ્રમણ અને અન્ય પ્રવાહીની વહનક્રિયાને સુધારી શકાય. આસનો ર્કાિડયો વાસ્ક્યુલર- એક્સરસાઇઝ અને સ્ટ્રેચિંગની કસરતો દ્વારા આ લાભ મેળવી શકાય છે.
*પેશન-યોગનો હેતુ માનસિક અસ્થિરતા અને ચંચળતાને દૂર કરવાનો છે. વિક્રમયોગથી વિપરિતપણે પેશનયોગમાં એવી ક્રિયા કરવામાં આવે છે. જેનાથી ખૂબ પ્રસ્વેદ થાય છે. વિક્રમયોગમાં પ્રસ્વેદ લાવવા સ્ટીમ- રૃમની જરૃર પડે છે.
*પેશન યોગથી શરીરનાં ગરમી ઉત્પન્ન થાય છે. જે દ્વારા શરીરનો કચરો બહાર નીકળે છે. સ્ટ્રેચીંગ એ એક સારો વિકલ્પ છે. તે સ્નાયુઓને આરામ આપીને આપણને તાણમુક્ત બનાવે છે. સ્ટ્રેચીંગ એ કસરતનો સૌથી આનંદદાયક ભાગ છે. કારણ કે તે થાકેલા સ્નાયુઓને ખૂબ જરૃરી એવો વિશ્રામ આપે છે.
* પેશન યોગ દ્વારા વજન ઘટાડી શકાય છે. તે ભાવનાત્મક વિક્ષેપને દૂર કરે છે અને જાતીય વૃત્તિને ઉત્તેજન આપે છે.