13 June 2015

પ્રાણોના સંચારની વિધિ પ્રાણાયમ
જે ક્રિયા દ્વારા આપણે શ્વાસ લેવાની પ્રક્રિયાને નિયંત્રિત કરીએ છીએ તેને પ્રાણાયમ કહીએ છીએ

અષ્ટાંગ યોગના પ્રથમ ત્રણ ચરણો યમ, નિયમ અને આસન બાદ ચોથું ચરણ છે પ્રાણાયમ. પ્રાણાયમના માધ્યમથી ચિત્તની શુદ્ધિ કરવામાં આવે છે. ચિત્તની શુદ્ધિનો અર્થ છે આપણા મન-મસ્તિષ્કમાં કોઇ ખરાબ વિચાર ન આવે. આવો જાણીએ પ્રાણાયમની ક્રિયા શું છે -
અષ્ટાંગ યોગમાં પ્રાણાયમ ચોથું ચરણ છે. પ્રાણ એટલે શ્વાસ અને આયામનો અર્થ છે તેનું નિયંત્રણ. અર્થાત્ જે ક્રિયા દ્વારા આપણે શ્વાસ લેવાની પ્રક્રિયાને નિયંત્રિત કરીએ છીએ તેને પ્રાણાયમ કહીએ છીએ.
પ્રાણાયમથી મન-મસ્તિષ્કની સફાઇ કરવામાં આવે છે. આપણી ઇન્દ્રિઓ દ્વારા ઉત્પન્ન થતા દોષ પ્રાણાયમથી દૂર થાય છે. કહેવાનો અર્થ છે કે પ્રાણાયમ કરવાથી આપણા મન અને મસ્તિષ્કમાં આવતા ખરાબ વિચારોનો અંત આવે છે અને મનમાં શાંતિનો અનુભવ થાય છે. પ્રાણાયમથી જ્યારે ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે યોગની ક્રિયાઓ સરળ થઇ જાય છે.