13 June 2015

માનવજીવનમાં ‘યોગાસનો’નો ઉપયોગ

માનવજીવનમાં ‘યોગાસનો’નો ઉપયોગ

યોગાસન યોગ અને તંત્રસાધનાના અભિન્ન અંગ છે. જોકે વર્તમાનમાં તો કેવળ શારીરિક લાભ માટે આનો પ્રયોગ થઇ રહ્યો છે છતાં તેની ઉપયોગિતા માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે કોઇ પણ રીતે ઓછી નથી, બલકે કેટલાંક ક્ષેત્રોમાં માનસિક  અને આધ્યાત્મિક વિકાસ માટે આ બહુ જરૃરી છે. કેટલાંક ક્ષેત્રોમાં તો માનસિક અને આધ્યાત્મિક શક્તિઓના સમતોલનમાં ધ્યાન ન રાખવાથી શારીરિક ફાયદો પણ થતો નથી. આ વિશેનું વર્ણન યોગ અને તંત્રમાં વર્ણવેલ માનવજીવન શારીરિક-વિજ્ઞાન વિશેના સિદ્ધાંતોની વિવેચનાઓમાં જોવા મળે છે.
અષ્ટાંગ યોગ અને આસન
મનના આ સમતોલનને જાળવી રાખવા માટે તાંત્રિક યૌગિક પદ્ધતિમાં વિશેષ વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેને અષ્ટાંગ યોગના નામે ઓળખવામાં આવે છે. અષ્ટાંગ યોગ અને તંત્રના નામે સાધારણ માણસ ગભરાઈ જાય છે પણ આ પ્રક્રિયાઓ ખરેખર એવી નથી.  આ સાધનાનો ઉપોયગ લાખો સંગઠન રૃપે લોકો કરી રહ્યાં છે જેમાં ગૃહસ્થી અને સંન્યાસી બંનેનો સમાવેશ થાય છે અને આ બંને વર્ગોને પોતાના ક્ષેત્રમાં વિશેષ લાભ મળી રહ્યો છે.
અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિની પ્રક્રિયાઓ સામેલ છે. યમ - નિયમોનો સંબંધ વ્યક્તિના સામાજિક જીવન સાથે છે. આને સામાન્ય ભાષામાં કર્મસાધના કહી શકીએ છીએ. આસન પ્રત્યક્ષ શારીરિક અને માનસિક પ્રક્રિયા છે પણ આનો લાભ પરોક્ષ રૃપે આધ્યાત્મિક પ્રક્રિયા છે તથા ધારણા અને ધ્યાન એકદમ આધ્યાત્મિક પ્રક્રિયાઓ કહી શકાય છે. આનો સંબંધ જ્ઞાનસાધના અને ભક્તિસાધના સાથે છે.
આસન અને મનનો સંબંધ
આસન અને પ્રાણાયામનો પરસ્પર સંબંધ છે અને આ બંને એકબીજાના પૂરક છે. આના દ્વારા ત્રણેય પ્રકારની શક્તિઓને સંતુલિત રાખી શકાય છે. આ બધા જ પ્રકારની પ્રક્રિયાઓનો સંબંધ શરીરમાં આવેલાં આઠ ચક્રો સાથે છે. આધુનિક જીવવિજ્ઞાન અનુસાર ચક્રોનું ધ્યાન વિશેષ ગ્રંથિઓ સાથે છે. આ ચક્રોના નામ આપવામાં આવ્યા છે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, આનાહત, વિશુદ્ધ, આજ્ઞા, ગુરુ અને સહસ્રાર ચક્ર. વર્તમાન જીવવિજ્ઞાન મુજબ આ ચક્રોનું સ્થાન પેલ્વિક પ્લેક્સેસ, કૈરોટેડ, ઈક્કીગેસ્ટ્રિક, મેંડુલા, ઓબ્લૈગાટા તથા બ્રેનની આજુબાજુ હોય છે. આ ચક્રોમાં પદ્મોની કલ્પના કરવામાં આવી છે અને મનની વૃત્તિઓના પ્રતીક રૃપે કમળદલોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. મૂલાધારમાં ચાર, સ્વાધિષ્ઠાનમાં છ, મણિપુરમાં દસ, આનાહતમાં બાર, વિશુદ્ધમાં સોળ, આજ્ઞામાં બે અને સહસ્રારમાં એક હજાર વૃત્તિઓના પ્રતીક કમલદળોની માન્યતા છે. સાધક હોવાને નાતે આ વૃત્તિઓને શારીરિક - માનસિક અને આધ્યાત્મિક પ્રક્રિયા દ્વારા મનુષ્યના સર્વાંગીણ વિકાસ માટે અત્યંત આવશ્યક છે અને સરળ પ્રકારનો વ્યાયામ છે.
યોગાસનોનો પ્રયોગ : મોટા ભાગે આસન બે પ્રકારના હોય છે. એક તો એ કે જેને ધ્યાનાસન કહેવાય છે, જેની ઉપયોગિતા માણસની આધ્યાત્મિક પ્રક્રિયાઓ માટે છે અને બીજા પ્રકારનો એક જેનો ઉપયોગ ચક્રોની શુદ્ધિથી માણસને શારીરિક અને માનસિક સ્વસ્થતા મળે તે માટે કરવામાં આવે છે. દરેક આસન કોઈને કોઈ ચક્રને પ્રભાવિત કરે છે. આ રીતે આનો પ્રભાવ શરીર અને મન બંને પર એક સાથે પડે છે. હોર્મોન્સને નુકસાન થયું હોય તો આના ઉપયોગથી અનેક ચમત્કારપૂર્ણ પરિવર્તન દેખાય છે.  કેટલાય આચાર્યોનો તો એટલે સુધી અનુભવ છે કે જે આસન કેવળ પુરુષો માટે હોય છે, તેનો પ્રયોગ જો સ્ત્રી પર કરવામાં આવે તો તેમનામાં પુરુષોચિત (પુરુષોવાળા) ગુણ આવવા માંડે છે. કોઈકોઈ પુરુષોની  દાઢી - મૂંછો ઓછી હોવાને કારણે યૌગિક દૃષ્ટિએ વિશેષ ચક્રની દુર્બળતા હોય છે, જેને કારણે હોર્મોન્સનું યોગ્ય ક્ષરણ થતું નથી. આવા લોકો પર પણ જો ઉચિત આસનોનો ઉપયોગ કરવામાં આવે તો તેની પણ કમી પૂરી શકાય છે. આ રીતે આસનોનો પ્રયોગ મનુષ્યની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓના વિકાસ માટે હોય છે. કોઈ એક પક્ષ માટે જ આસનોનો પ્રયોગ ઉચિત ન કહેવાય. તેનો પ્રયોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય શક્તિઓની દૃષ્ટિએ કરવો ઉચિત છે. આ જ કારણે યૌગિક - તાંત્રિક ગ્રંથોમાં લખ્યું છે કે આસનોનો અભ્યાસ યોગની દેખરેખ હેઠળ જ કરવો જોઈએ.
આસનોના પ્રકાર
સામાન્યપણે આસન ચાર પ્રકારે કરવામાં આવે છે. સૂઈને, બેસીને, ઊભા રહીને, વિપરીત મુદ્રામાં અર્થાત્ માથું નીચે અને પગ ઉપર કરીને ઊભા રહીને કરવાના આસન અઘરા હોય છે અને હ્ય્દય તથા અત્યંત જીર્ણરોગગ્રસ્ત વ્યક્તિઓ માટે અનુપયોગી હોય છે. આવી વિશેષ વ્યક્તિઓ માટે એવી મુદ્રાઓનો પ્રયોગ કરવામાં આવે છે જેનાથી તેના વિવિધ ચક્રો માનસિક પ્રક્રિયા દ્વારા ઉત્તેજીત કરી શકાય.
સૂઈને કરાનારા આસન મોટા ભાગે બધા જ પ્રકારના લોકો માટે ઉપર્યુક્ત હોય છે. આનાથી હ્ય્દય પર અસ્વાભાવિક દબાણ પડતું નથી. જાણકાર વ્યક્તિ જ્યારે આસન કરી દેખાડે છે ત્યારે હ્ય્દય અને મગજ બંનેને ધ્યાનમાં રાખીને જ બતાવે છે. વિપરીત મુદ્રામાં કરાનારા આસન મોટે ભાગે ગૃહસ્થો અને અનિયમિત આહાર - વિહાર કરનારાઓ માટે તથા દુર્બળ નાડીવાળી વ્યક્તિઓ માટે એટલા લાભદાયક સાબિત થતા નથી.
આસન કરવાની ઉપર્યુક્ત અવસ્થા
 આસનોના બહુઆયામી પ્રભાવને જોતાં એમ કહી શકાય કે કેટલાક વિશેષ પ્રકારનાં આસનોને કરવા માટે ઉંમરનું કોઈ બંધન નથી, પણ આસન ખાસ કરીને ૧૬ વર્ષની ઉપરના અને ૪૫ વર્ષની નીચેની વ્યક્તિઓ માટે એકદમ લાભદાયક છે કારણ કે આ અવસ્થામાં જ વિવિધ ચક્ર અથવા ગ્લેન્ડ હોર્મોનનું ક્ષરણ થતું હોય છે અને આસન હંમેશા ‘ગ્લેન્ડુલર એક્સરસાઈઝ’ હોવાને કારણે આ અવસ્થામાં કરવું યોગ્ય કહેવાય છે. પણ યોગ તો જીવનભર કરી શકાય છે. યુવાવસ્થામાં આસનોનો અભ્યાસ કરવાથી વૃદ્ધાવસ્થા અને વ્યાધિ બંનેથી પોતાને બચાવી શકાય છે.
યોગીની અજરતા - અમરતા આસણ દિઢ આહાર દિઢ જે ન્યંદ્રા દિઢ હોઈ
ગોરષ કહૈ સુણૌ રે પૂતા મરૈ ન બૂઢા હોઈ
આસન, ભોજન અને નિદ્રાના નિયમોનું દૃઢતાપૂર્વક પાલન કરવાથી યોગી અજર અમર થઈ જાય છે.